raids

IT dept detects Rs 450 crore undisclosed income after raids in TN against two groups |

www.financialexpress.com | “The searches, thus far, have resulted within the detection of undisclosed revenue of greater than Rs 450 crore,” the Central Board of Direct Taxes (CBDT) stated in an announcement. IT Raid, Central Board of Direct Taxes, IT SEZ , CBDT, Tax raid. IT raids have been carried out at …

Read More

કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષની ધરપકડ, NCBએ બંનેની 4.30 કલાક પૂછપરછ કરી

www.divyabhaskar.co.in |

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો, એટલે કે NCBએ જાણીતી કોમેડિયન ભારતી સિંહની ડ્રગ્સ રાખવા અને તેનું સેવન કરવાના આરોપસર ધરપકડ કરી છે. તેના પતિ હર્ષ લિંબાચિયાની પૂછપરછ ચાલુ છે. NCB સાથેની પૂછપરછમાં ભારતી સિંહે તેના પતિ હર્ષ સાથે ગાંજાનું સેવન કરવાની વાત કબૂલી હતી. શનિવારે રાત્રે ભારતીને NCBની ઑફિસમાં જ રાખવામાં આવશે. આવતીકાલે રવિવારે ભારતીને કોર્ટમાં રજૂ કરાય તેવી શક્યતા છે.

શનિવારે સવારે આ દંપતીનાં મુંબઈસ્થિત ઘરે દરોડા પાડ્યા હતા. મળેલી માહિતી પ્રમાણે ભારતી અને હર્ષ લિંબાચિયાના ઘર અને ઑફિસેથી 86.5 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. આથી NCBએ વધુ પૂછપરછ માટે બંનેની અટકાયત કરી હતી. ન્યૂઝ એજન્સી ANIના સમાચાર પ્રમાણે, NCBએ શનિવારે સવારે અંધેરી, લોખંડવાલા અને વર્સોવાનાં ત્રણ અલગ અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા. એક ડ્રગ પેડલર સાથેની પૂછપરછ દરમિયાન આ બંનેનાં નામ સામે આવ્યાં હતાં. ત્યાર બાદ અંધેરી, લોખંડવાલા અને વર્સોવાસ્થિત ઘરમાં રેડ પાડવામાં આવી હતી. NCBના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ જણાવ્યું કે, હર્ષ અને ભારતીને અમે કસ્ટડીમાં પૂછપરછ માટે લીધાં છે. બંનેને ઝોનલ ઓફિસમાં આવીને સ્પષ્ટતા કરવાની ફરજ પડી હતી.

પૂછપરછ માટે ભારતી સિંહ NCBની ઑફિસે પહોંચી હતી
ભારતીની સાથોસાથ તેના પતિ હર્ષ લિંબાચિયાને પણ NCBની ઑફિસે લાવવામાં આવ્યો હતી

ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂતના અપમૃત્યુ પછી બહાર આવેલા બોલિવૂડ અને ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં છાનેખૂણે ચાલતા ડ્રગ્સના સેવનના અંકોડા મેળવવા માટે NCB સતત સેલિબ્રિટીઓનાં ઘરે દરોડા પાડી રહી છે. દિવાળી પહેલાં જ એક્ટર અર્જુન રામપાલને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો.

કોણ છે ભારતી સિંહ?
ભારતી સિંહ સ્ટેન્ડઅપ કોમેડિયન અને એક્ટ્રેસ છે. અત્યારે તે 'ધ કપિલ શર્મા શૉ'માં દેખાય છે. તેણે પોતાના કરિયરની શરૂઆત ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જથી કરી હતી. એ પછી એણે ઘણા શૉઝ કર્યા જેમાં 'કોમેડી સર્કસ', 'ઝલક દિખલા જા', 'નચ બલિયે' વગેરેનો સમાવેશ થાય છે. ભારતી સિંહે 3 ડિસેમ્બર, 2017ના રોજ ટેલિવિઝન રાઇટર હર્ષ લિંબાચિયા સાથે લગ્ન કર્યાં હતાં અને આ દંપતી અત્યારે સોની ટીવી પર 'ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર' નામનો શૉ હોસ્ટ કરી રહ્યું છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


NCB raid on comedian Bharti Singh’s Mumbai home, raids in Andheri, Versova and Lokhandwala in Mumbai

Source

અર્જુન રામપાલના ઘરે NCBએ દરોડા પાડ્યા, ગર્લફ્રેન્ડના ભાઈની પૂછપરછ બાદ કાર્યવાહી; નડિયાદવાલાની પૂછપરછ કરી પત્નીની મેડિકલ તપાસ કરાઈ

www.divyabhaskar.co.in |

ફિલ્મ અભિનેતા અને મોડલ અર્જુન રામપાલના ઘરે ડ્રગ્સ મામલે નાર્કોટિક્સ બ્યુરોએ સોમવારે દરોડા પાડ્યા હતા. તેની પાર્ટનર ગેબ્રિયેલા ડેમેટ્રિએડ્સના ભાઈ અગિસિલાઓસની પૂછપરછમાં મળેલી માહિતી અનુસાર કાર્યવાહી કરાઈ હતી. ખરેખર અગિસિલાઓસ પાસેથી એનસીબીને ચરસ અને બેન્ડ ટેબ્લેટ અલ્પ્રાઝોલમ મળી હતી. તેની 19 ઓક્ટોબરે ધરપકડ કરાઈ હતી. એનસીબીના સૂત્રોએ જણાવ્યું કે સોમવારે સવારે આઠ વાગ્યે અર્જુન રામપાલના ઘરે દરોડાની કાર્યવાહી કરાઈ. ડ્રાઇવરની પણ આશરે આઠ કલાક સુધી પૂછપરછ કરાઈ હતી. મોબાઈલ તથા ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ પણ જપ્ત કરી લેવાયા હતા. રામપાલ(47)ને 11 નવેમ્બરે એનસીબીના અધિકારીઓએ પૂછપરછ માટે સમન્સ મોકલાવ્યું હતું. અભિનેતા સુશાંતના મૃત્યુ મામલે ડ્રગ્સનો એંગલ આવ્યા બાદથી નાર્કોટિક્સ બ્યુરો બોલિવૂડમાં નશીલી દવાઓના રેકેટની તપાસ કરી રહ્યું છે.

નડિયાદવાલાના ઘર સહિત 5 ઠેકાણે દરોડા
અગાઉ રવિવારે ફિરોજ નડિયાદવાલાના ઘરે એનસીબીના સર્ચ ઓપરેશન બાદ તેની પત્ની શબાના સઈદ સહિત પાંચ લોકોની ધરપકડ કરાઈ હતી. નડિયાદવાલાના ઘરેથી દસ ગ્રામ ગાંજો મળ્યો હતો. ફિરોજની સોમવારે એનસીબીના અધિકારીઓએ પૂછપરછ કરી. જ્યારે શબાનાનો મેડિકલ ટેસ્ટ કરાવ્યો હતો. એનસીબી ટીમે મુંબઈમાં નડિયાદવાલાના ઘર સહિત 5 ઠેકાણે દરોડા પાડ્યા હતા. આ રેડ ડ્રગ્સ પેડલર્સ અને સપ્લાયરની ધરપકડ અંગે હતા. આ દરમિયાન 717 ગ્રામ ગાંજો, 74 ગ્રામ ચરસ અને 95 ગ્રામ એમડી મળી આવ્યા હતા.

અર્જુનના ઘરે રેડ પાડી એજન્સીએ તેના ગેજેટ્સ જપ્ત કરી લીધા છે અને 11 નવેમ્બરે તેને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો છે. આ પહેલાં તપાસ એજન્સીએ રામપાલના ડ્રાઈવરને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી હતી. દિવ્ય ભાસ્કરે 1 ઓક્ટોબરે જ અર્જુન રામપાલના ડ્રગ્સ કનેક્શન વિશે જણાવી દીધું હતું. વાંચો, તે દિવસના સંપૂર્ણ સમાચાર જેમાં અમે NCBના અધિકારીના હવાલે જણાવ્યું હતું કે અર્જુન રામપાલ શાહરુખ ખાનના ઘરે ડ્રગ્સ લઈને જતો હતો.

સુશાંત ડેથ કેસમાં ડ્રગ્સ એન્ગલ સામે આવ્યા બાદ ઘણા બધા સ્ટાર્સના નામ સામે આવ્યા હતા. અર્જુન રામપાલનું નામ પણ સામે આવ્યું હતું. અગાઉ એક ડ્રગ પેડલરે NCB સમક્ષ એવી વાત રજૂ કરી હતી કે અર્જુન રામપાલ સુપરસ્ટાર શાહરુખ ખાનને ડ્રગ્સ સપ્લાય કરે છે. ત્યારબાદ અર્જુન રામપાલની લિવ ઈન પાર્ટનર ગેબ્રિએલ ડેમેટ્રીયડ્સના ભાઈ અગિસિલાઓસની લોનાવાલામાંથી ધરપકડ કરવામાં આવી હતી. જોકે જામીન મળ્યા બાદ ફરી તેને એજન્સીએ કસ્ટડીમાં લીધો છે. NCB અનુસાર 30 વર્ષીય અગિસિલાઓસ ડ્રગ્સ સપ્લાય કરતો હતો. એજન્સીએ તેની સપ્લાય ચેનને ટ્રેક કરીને અમુક પુરાવા પણ મેળવ્યા છે.

અર્જુન રામપાલની લિવ ઈન પાર્ટનર ગેબ્રિએલ ડેમેટ્રીયડ્સના ભાઈ અગિસિલાઓસની લોનાવાલામાંથી ધરપકડ થઈ હતી

અત્યાર સુધી ઘણા લોકોની ધરપકડ થઇ
સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુની તપાસ પછી ડ્રગ્સ કેસમાં ધર્મા પ્રોડક્શનના પૂર્વ કર્મચારી ક્ષિતિજ રવિ પ્રસાદની પણ ધરપકડ થઇ છે. તે મુંબઈમાં કોકિન સપ્લાય કરનારા નાઈઝીરિયન ઓમેગા ગોડવિનના સંપર્કમાં હતા. જ્યારે સારા અલી ખાન, દીપિકા પાદુકોણ, રકુલપ્રીત સિંહ અને શ્રદ્ધા કપૂરને એજન્સીએ પૂછપરછ માટે બોલાવ્યા હતા.

ડ્રગ્સ કેસમાં રિયા ચક્રવર્તી, તેનો ભાઈ શોવિક ચક્રવર્તી, સુશાંતના સ્ટાફ મેમ્બર સેમ્યુઅલ મિરાન્ડા અને દીપેશ સાવંત સહિત ઘણો લોકોની ધરપકડ થઇ છે. તેમાં ડ્રગ્સ પેડલર્સ પણ સામેલ છે. રિયા ચક્રવર્તી આશરે એક મહિના સુધી જેલમાં રહ્યા પછી ગયા મહિને જામીન મળ્યા બાદ બહાર આવી છે. રિયાનો ભાઈ હજુ પણ જેલમાં જ છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Narcotics Control Bureau raids actor Arjun Rampal’s house in Mumbai

Source

Drug case: NCB raids Arjun Rampal’s house, summons him for questioning

indianexpress.com | Bollywood actor Arjun Rampal Monday was summoned by the Narcotics Management Bureau (NCB) in reference to a drug case. Rampal has been known as for additional questioning on November 11. The NCB additionally carried out a raid at Rampal’s premises in Mumbai …

Source

બોલિવૂડના જાણીતા પ્રોડ્યૂસર-ડિરેક્ટર દિનેશ વિજનના ઘર-ઓફિસમાં EDના દરોડા

www.divyabhaskar.co.in |

સુશાંત સિંહ રાજપૂત કેસમાં હવે EDએ બોલિવૂડ ફિલ્મમેકર દિનેશ વિજનના ઘર તથા ઓફિસમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. દિનેશ વિજન તથા સુશાંત સિંહે ફિલ્મ 'રાબ્તા'માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં સુશાંત તથા ક્રિતિ સેનન હતા. આ ફિલ્મ અંગે કરવામાં આવેલા પેમેન્ટ અંગે સવાલ છે. આ જ કારણે ED તપાસ કરી રહી છે.

ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ ગઈ હતી
2017માં નવ જૂનના રોજ 'રાબ્તા' ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મથી દિનેશ વિજને ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ રોમેન્ટિક-એક્શન હતી. આ ફિલ્મને દિનેશ વિજને કો-પ્રોડ્યૂસ કરી હતી. ફિલ્મમાં સુશાંત-ક્રિતિ ઉપરાંત જિમ સરભ, રાજકુમાર રાવ તથા વરુણ શર્મા મહત્ત્વના રોલમાં હતા. ફિલ્મમાં પુનર્જન્મ એંગલ પણ બતાવવામાં આવ્યો હતો. રિલીઝ પહેલા ફિલ્મ અંગે ખાસ્સો બઝ હતો પરંતુ રિલીઝ થયા બાદ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. સુશાંત તથા ક્રિતિએ પહેલી જ વાર આ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન સુશાંત તથા ક્રિતિના અફેરની ચર્ચાઓ પણ થવા લાગી હતી.

AIIMSની ફોરેન્સિક ટીમે સુશાંતે આત્મહત્યા કરી હોવાની વાત કરી
CBI સૂત્રો પાસેથી મળેલી માહિતીને આધારે ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આ કેસમાં CBIને હત્યા સાથે જોડાયેલા એક પણ પુરાવા મળ્યા નથી, ઘરમાં કોઈએ ઝપાઝપી કરી હોય અથવા જબરજસ્તી ઘુસવાનો પ્રયાસ કર્યો હોય તેવા કોઈ પુરાવા મળ્યા નથી. હત્યા સાથે જોડાયેલા અન્ય પુરાવા પણ મળ્યા નથી. ત્યારબાદ મર્ડર થિયરી પૂરી રીતે ફેલ થઈ હતી અને હવે એજન્સી એ કારણો તપાસી રહી છે કે સુશાંત કયા સંજોગોમાં પોતાનો જીવ લેવા મજબૂર બન્યો હતો.

હવે CBI આ એંગલ પર તપાસ કરશે
આત્મહત્યા કેસ સ્પષ્ટ થયા બાદ CBI હવે એ જાણવા માગે છે કે સુશાંતે કેમ આત્મહત્યા કરી હતી, જેમાં રિયા-શોવિકની ભૂમિકા, બોલિવૂડમાં પ્રોફેશનલ દુશ્મનાવટ, નેપોટિઝમ, નશીલી દવાનો દુરુપયોગ તથા એક્ટરના માનસિક સ્વાસ્થ્યનો એંગલ સામેલ છે.

ફોરેન્સિક ઓડિટમાં પણ કંઈ જ શંકાસ્પદ ના મળ્યું
બીજી બાજુ સુશાંતના બેંક ખાતાના ફોરેન્સિક ઓડિટ રિપોર્ટમાં પણ કોઈ જ શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન જોવા મળ્યું નથી. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, સુશાંતના તમામ બેંક ખાતામાં છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન 70 કરોડ રૂપિયાની લેવડ-દેવડ થઈ હતી, જેમાંથી માત્ર 55 લાખ રૂપિયા રિયા ચક્રવર્તી પાછળ ખર્ચ કરવામાં આવ્યા હતા. સુશાંતે મોટાભાગે પ્રવાસ, સ્પા તથા ગિફ્ટ ખરીદવા માટે પૈસા ખર્ચ કર્યા હતા.

સુશાંતના પિતાએ કેસ કર્યો હતો
રિયા વિરુદ્ધ સુશાંતના પિતા કે કે સિંહે પટનામાં 15 કરોડ રૂપિયાનો ફ્રોડનો કેસ ફાઈલ કરાવ્યો હતો. ત્યાર બાદ EDએ મની લોન્ડરિંગનો કેસ ફાઈલ કર્યો હતો અને એક્ટ્રેસની ત્રણ વખત પૂછપરછ કરી. જોકે, EDએ હજુ તેનો ફાઇનલ રિપોર્ટ જાહેર કર્યો નથી. આ કેસની તપાસ દરમિયાન રાજપૂતનાં બેન્ક ખાતાંનું ફોરેન્સિક ઓડિટ કરવામાં આવ્યું હતું.

રિયાને જામીન મળ્યા
ડ્રગ્સ કેસમાં છેલ્લાં એક મહિનાથી ભાયખલા જેલમાં બંધ રિયાને સાત ઓક્ટોબરના રોજ બોમ્બે હાઈકોર્ટે જામીન આપ્યા હતા. આ પહેલા સેશન્સ કોર્ટે રિયાના 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી વધારી હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


ED raids Bollywood producer-director Dinesh Vijan’s home-office

Source

error:
Scroll to Top