raid

કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષની ધરપકડ, NCBએ બંનેની 4.30 કલાક પૂછપરછ કરી

www.divyabhaskar.co.in |

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો, એટલે કે NCBએ જાણીતી કોમેડિયન ભારતી સિંહની ડ્રગ્સ રાખવા અને તેનું સેવન કરવાના આરોપસર ધરપકડ કરી છે. તેના પતિ હર્ષ લિંબાચિયાની પૂછપરછ ચાલુ છે. NCB સાથેની પૂછપરછમાં ભારતી સિંહે તેના પતિ હર્ષ સાથે ગાંજાનું સેવન કરવાની વાત કબૂલી હતી. શનિવારે રાત્રે ભારતીને NCBની ઑફિસમાં જ રાખવામાં આવશે. આવતીકાલે રવિવારે ભારતીને કોર્ટમાં રજૂ કરાય તેવી શક્યતા છે.

શનિવારે સવારે આ દંપતીનાં મુંબઈસ્થિત ઘરે દરોડા પાડ્યા હતા. મળેલી માહિતી પ્રમાણે ભારતી અને હર્ષ લિંબાચિયાના ઘર અને ઑફિસેથી 86.5 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. આથી NCBએ વધુ પૂછપરછ માટે બંનેની અટકાયત કરી હતી. ન્યૂઝ એજન્સી ANIના સમાચાર પ્રમાણે, NCBએ શનિવારે સવારે અંધેરી, લોખંડવાલા અને વર્સોવાનાં ત્રણ અલગ અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા. એક ડ્રગ પેડલર સાથેની પૂછપરછ દરમિયાન આ બંનેનાં નામ સામે આવ્યાં હતાં. ત્યાર બાદ અંધેરી, લોખંડવાલા અને વર્સોવાસ્થિત ઘરમાં રેડ પાડવામાં આવી હતી. NCBના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ જણાવ્યું કે, હર્ષ અને ભારતીને અમે કસ્ટડીમાં પૂછપરછ માટે લીધાં છે. બંનેને ઝોનલ ઓફિસમાં આવીને સ્પષ્ટતા કરવાની ફરજ પડી હતી.

પૂછપરછ માટે ભારતી સિંહ NCBની ઑફિસે પહોંચી હતી
ભારતીની સાથોસાથ તેના પતિ હર્ષ લિંબાચિયાને પણ NCBની ઑફિસે લાવવામાં આવ્યો હતી

ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂતના અપમૃત્યુ પછી બહાર આવેલા બોલિવૂડ અને ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં છાનેખૂણે ચાલતા ડ્રગ્સના સેવનના અંકોડા મેળવવા માટે NCB સતત સેલિબ્રિટીઓનાં ઘરે દરોડા પાડી રહી છે. દિવાળી પહેલાં જ એક્ટર અર્જુન રામપાલને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો.

કોણ છે ભારતી સિંહ?
ભારતી સિંહ સ્ટેન્ડઅપ કોમેડિયન અને એક્ટ્રેસ છે. અત્યારે તે 'ધ કપિલ શર્મા શૉ'માં દેખાય છે. તેણે પોતાના કરિયરની શરૂઆત ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જથી કરી હતી. એ પછી એણે ઘણા શૉઝ કર્યા જેમાં 'કોમેડી સર્કસ', 'ઝલક દિખલા જા', 'નચ બલિયે' વગેરેનો સમાવેશ થાય છે. ભારતી સિંહે 3 ડિસેમ્બર, 2017ના રોજ ટેલિવિઝન રાઇટર હર્ષ લિંબાચિયા સાથે લગ્ન કર્યાં હતાં અને આ દંપતી અત્યારે સોની ટીવી પર 'ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર' નામનો શૉ હોસ્ટ કરી રહ્યું છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


NCB raid on comedian Bharti Singh’s Mumbai home, raids in Andheri, Versova and Lokhandwala in Mumbai

Source

PHOTOS : tv narcotics control bureau conducts raid at comedian bharti singh mumbai residence know every details mhjb Drug Case: कशामुळे NCB च्या रडावर आली भारती सिंह, वाचा काय आहे प्रकरण– News18 Lokmat

lokmat.news18.com |

बॉलिवूड ड्रग केस प्रकरणात एनसीबीने (Narcotics Control Bureau) प्रसिद्ध कॉमेडियन भारती सिंह (Bharati Singh) आणि तिचा नवरा हर्ष लिम्बाचिया यांच्या मुंबईतील फ्लॅटवर छापेमारी केली आहे.

Source

अभिनेत्री दीपिका पादुकोणची मॅनेजर करिश्मा प्रकाश चौकशीला गैरहजर

www.lokmat.com |

Drug Case : एनसीबीचे नव्याने समन्स

Source

દીપિકા પાદુકોણની મેનેજર કરિશ્મા પ્રકાશના ઘરે NCBના દરોડા, ડ્રગ્સનો જથ્થો જપ્ત

www.divyabhaskar.co.in |

દીપિકા પાદુકોણની મેનેજર કરિશ્મા પ્રકાશના ઘરે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ મંગળવારે દરોડા પાડ્યા. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, કરિશ્માના ઘરેથી ડ્રગ્સની કંઝપ્શન ક્વોન્ટિટી જપ્ત થઈ છે. જે બાદ તેમની ફરી પૂછપરછ માટે NCBએ સમન્સ મોકલ્યું છે. NCBએ આ પહેલાં પણ કરિશ્માની બે વખત પૂછપરછ કરી ચુક્યું છે. એક વખત દીપિકા પાદુકોણને સામે બેસાડીને કરિશ્માની પૂછપરછ કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, કરિશ્મા પોતાના ઘરમાં હાજર ન હતી. જે બાદ NCBએ ઘર પર સમન્સ ચોંટાડ્યું હતું. NCB સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કરિશ્માનું નામ કેટલાંક ડ્રગ્સ પેડલરે પૂછપરછ દરમિયાન આપ્યું હતું.

દીપિકા અને કરિશ્માની ડ્રગ્સ ચેટ સામે આવી હતી

થોડાં દિવસો પહેલાં દીપિકા અને કરિશ્મા વચ્ચે ડ્રગ્સને લઈને થયેલી વાતચીત સામે આવી હતી. દીપિકા-કરિશ્મા વચ્ચે આ વાતચીત 28 ઓક્ટોબર 2017નાં રોજ થઈ હતી. કરિશ્મા સાથે થયેલી વાતચીતમાં દીપિકાએ 'hash' અને 'weed' જેવાં શબ્દોનો ઉપયોગ કર્યો હતો. પ્રતિબંધિત ડ્રગ્સ સાથે જોડાયેલી ભાષામાં hashનો ઉપયોગ હશીશ માટે થાય છે.

જો કે બંને વચ્ચે થયેલી વાતચીતમાં તે સ્પષ્ટ નથી થયું કે 'hash' અને 'weed'નો ઉપયોગ કોના માટે કરવાનો હતો. આ ડ્રગ્સના પ્રમાણનો પણ કોઈ જ ઉલ્લેખ થયો ન હતો, પરંતુ આ વોટ્સએપ ચેટ દીપિકાની મુશ્કેલી વધારવા માટે પુરતી છે.

આ રીતે કરિશ્માથી દીપિકા સુધી પહોંચ્યુ ડ્રગ્સ કનેક્શન

દીપિકાની મેનેજર તરીકે કામ કરતી કરિશ્મા પ્રકાશ 'ક્વાન' નામની એક સેલિબ્રિટી મેનેજમેન્ટ કંપનીમાં કામ કરે છે. આ કંપની 40થી વધુ બોલીવુડ સેલિબ્રિટીઝને ટેલેન્ટ મેનેજરની ફેસિલિટી પુરી પાડે છે. રિયા ચક્રવર્તીની મેનેજર જયા સાહા પણ આ કંપની માટે જ કામ કરે છે. જયા, કરિશ્માની સીનિયર છે.

NCB, CBI અને EDની ટીમ જયાની અનેક વખત પૂછપરછ કરી ચુકી છે. તપાસ દરમિયાન NCBને જયા અને કરિશ્મા વચ્ચે થયેલી ચેટની જાણ થઈ હતી. જે બાદ સમગ્ર મામલો દીપિકા સુધી પહોંચ્યો હતો.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


થોડાં દિવસ પહેલાં દીપિકા અને કરિશ્મા વચ્ચે ડ્રગ્સને લઈને થયેલી વાતચીત સામે આવી હતી. બંને વચ્ચે આ વાતચીત 28 ઓક્ટોબર 2017નાં રોજ થઈ હતી.

Source

সুশান্তের বাগান বাড়িতে NCB-র তল্লাশি, উদ্ধার বিভিন্ন ওষুধ-সহ নানান নেশার সামগ্রী|Hookah, ashtray, medicines recovered from Sushant Singh Rajput’s Pavana Lake farmhouse after NCB raid | bollywood – News18 Bangla, Today's Latest Bengali News

সুশান্ত সিং রাজপুতের মৃত্যু তদন্তের মধ্যেই ড্রাগের গন্ধ পায় সিবিআই! তদন্ত শুরু করে নারকোটিক্স কন্ট্রোল ব্যুরো

Source

error:
Scroll to Top