PriyankaChopra

પ્રિયંકા ચોપરાએ માતા સાથે UKમાં કોરોના પ્રોટોકોલ તોડ્યો, સલૂનમાં પોલીસ આવી ગઈ

www.divyabhaskar.co.in |

હાલમાં પ્રિયંકા ચોપરા લંડનમાં છે. અહીંયા બુધવાર, છ જાન્યુઆરીના રોજ પ્રિયંકાએ UKના કોવિડ 19ના નિયમોનો ભંગ કર્યો હતો. હાલમાં ઈંગ્લેન્ડમાં કોરોનાનો નવો સ્ટ્રેન વધુ ઘાતક હોવાથી 15 ફેબ્રુઆરી સુધી લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લૉકડાઉન હેઠળ સલૂન તથા સ્પા સહિત પર્સનલ કેર સર્વિસ બંધ કરી દેવામાં આવી છે. પ્રિયંકા ચોપરા માતા મધુ ચોપરા સાથે સલૂનમાં જોવા મળી હતી.

પોલીસે કોઈને દંડ ફટકાર્યો નહીં
સૂત્રોના મતે, પોલીસ નોટિંગહિલના લેન્સડાઉન મ્યૂઝ સ્થિત સૂલનમાં સાંજે 5.40 વાગે આવી હતી. પોલીસે સલૂનના માલિકને મૌખિક રીતે કોવિડ 19ના નિયમોનું પાલન કરવાની સૂચના આપી હતી. પોલીસે સલૂનમાં હાજર કોઈને પણ દંડ ફટકાર્યો નથી. ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાંક સમયથી પ્રિયંકા પતિ નિક જોનાસ સાથે લંડનમાં રહે છે. તે લંડનમાં ફિલ્મ 'ટેક્સ્ટ ફોર યુ'ના શૂટિંગ માટે આવી હતી.

પોલીસ આવ્યા બાદ પ્રિયંકા બહાર જતી રહી
પોલીસને જ્યારે સલૂન ખુલ્લું હોવાની જાણ થઈ ત્યારે તે આવી હતી અને સૂલનમાં રહેલાં વ્યક્તિઓ સાથે વાત કરી હતી. ત્યારબાદ પ્રિયંકા ચોપરા બહાર નીકળી ગઈ હતી. સલૂનમાં સેલિબ્રિટી સ્ટાઈલિસ્ટ જોશ વૂડ પણ હતો. પોલીસે તેને પણ ધમકાવ્યો હતો પરંતુ દંડ કર્યો નહોતો.

પ્રિયંકા ચોપરાના સ્પોકપર્સને ચોખવટ કરી
પ્રિયંકા ચોપરાના સ્પોકપર્સને ચોખવટે કરતાં કહ્યું હતું, 'સરકારી ગાઈડલાઈનનું પાલન કરવામાં આવ્યું હતું. પ્રિયંકા ચોપરા પોતાની ફિલ્મના શૂટિંગ માટે હેર કલર કરાવવા આવી હતી. જોશ વૂડ તેને હેર કલરી કરી આપવાનો હતો. સલૂન માત્રને માત્ર પ્રોડક્શન હાઉસ માટે ખોલવામાં આવ્યું હતું. તમામના ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને સરકારી નિયમોનું પણ પાલન કરવામાં આવ્યું હતું. સરકારી સલાહ પ્રમાણે, કોવિડ 19ની ગાઈડલાઈન સાથે ફિલ્મ તથા ટીવી પ્રોડક્શન ચાલુ રાખી શકાય છે. પોલીસને જરૂરી દસ્તાવેજો પણ બતાવવામાં આવ્યા હતા.'

હાલમાં જ ઈંગ્લેન્ડના વડાપ્રધાને લૉકડાઉનની જાહેરાત કરી
હાલમાં જ ઈંગ્લેન્ડના વડાપ્રધાન બોરિસ જૉનસને UKમાં ત્રીજા લૉકડાઉનની જાહેરાત કરી હતી. કોવિડ 19ના નિયમો તોડવા પર પ્રિયંકા પર 10 હજાર પાઉન્ડનો દંડ લાગી શકતો હતો.

બ્રિટનમાં લૉકડાઉનને કારણે હેર, બ્યૂટી, નેલ, સલૂન, ટેટુ પાર્લર, સ્પા, મસાજ પાર્લર, પિયર્સિંગની દુકાનો બંધ છે. લૉકડાઉન હોવા છતાંય પ્રિયંકા ચોપરા સલૂનમાં ગઈ હતી.

પ્રિયંકા ચોપરા સલૂનમાંથી માતા સાથે બહાર આવી હતી, તે સમયની તસવીરો

પ્રિયંકા ચોપરા વ્હાઈટ વિન્ટર સૂટમાં જોવા મળી હતી
બે પોલીસ અધિકારી સલૂનમાં આવ્યા હતા, સેલિબ્રિટી સ્ટાઈલિસ્ટ જોશ વૂડને પોલીસે ધમકાવ્યો હતો
પ્રિયંકા ચોપરા પોતાની માતા મધુ ચોપરા સાથે જોવા મળી હતી
પોલીસ આવ્યા બાદ પ્રિયંકા તરત જ સલૂનની બહાર આવી ગઈ હતી
પોલીસને સલૂન ખુલ્લું હોવાની જાણ થતાં તરત જ આવી ગઈ હતી

સોશિયલ મીડિયામાં પ્રિયંકા ચોપરાની મજાક ઉડી

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Priyanka Chopra broke Corona protocol in UK with mother, police came to the salon

Source

પ્રિયંકા ચોપરાએ કમલા હેરિસનું વોગ કવર પેજ શૅર કરીને કહ્યું, 'મહિલા, એક ભારતીય મહિલા'

www.divyabhaskar.co.in |

અમેરિકન વોગ મેગેઝિનના કવર પેજ પર અમેરિકાનાં વાઈસ-પ્રેસિડેન્ટ કમલા હેરિસને જોતાં બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા ઘણી જ ખુશ થઈ છે. પ્રિયંકાએ સોશિયલ મીડિયામાં વોગનું કવર પેજ શૅર કરીને કહ્યું હતું કે એક ભારતીય મહિલા ટૂંક સમયમાં જ વ્હાઈટ હાઉસમાં જશે.

સોશિયલ મીડિયામાં પોસ્ટર શૅર કર્યું
પ્રિયંકા ચોપરાએ મેગેઝિનનું કવર પેજ શૅર કરીને ગયા અઠવાડિયે અમેરિકામાં કેપિટલ હિલમાં જે હિંસા થઈ એનાથી પોતાના સ્પેશિયલ મેસેજની શરૂઆત કરી હતી. પ્રિયંકાએ કહ્યું હતું, 'વોશિંગ્ટન DCમાં કેપિટલ હિલમાં આ અઠવાડિયે એવી વસ્તુઓ સામે આવી છે કે એની ભયાનકતા જોયા બાદ આ વચન આપી રહ્યું છે કે માત્ર 10 દિવસમાં અમેરિકાને નેતૃત્વનું આ પ્રકારનું હકારાત્મક ઉદાહરણ વારસામાં મળશે. એક મહિલા, એક મહિલાનો રંગ, એક ભારતીય મહિલા. એક બ્લેક વુમન. એક મહિલા જેનાં પેરન્ટ્સ અમેરિકાની બહાર જન્મ્યાં હતાં. બીજું કંઈ ખાસ હોઈ શકે છે, વાઈસ-પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયાં બાદ નાનકડી છોકરી માત્ર એવી દુનિયા અંગે જાણે છે, જ્યાં એક મહિલા અમેરિકાની ઉપરાષ્ટ્રપ્રમુખ છે. તે ભારતમાંથી આવે છે, એક દેશ (વિશ્વભરના અન્યની જેમ) જ્યાં ઘણી મહિલા નેતાઓ છે, અમેરિકામાં તે પહેલી મહિલા બનશે એ વિશ્વાસ કરવો મુશ્કેલ છે. જોકે આ અંતિમ નહીં હોય એ વિશ્વાસ સાથે. '

આ પહેલાં પ્રિયંકા ચોપરા વોગના કવર પેજ પર જોવા મળી હતી
પ્રિયંકા ચોપરા વોગ અમેરિકાના કવર પેજ પર વર્ષ 2019ના જાન્યુઆરી અંકમાં જોવા મળી હતી. પ્રિયંકા ચોપરા પહેલી ભારતીય સેલેબ હતી, જે વોગ અમેરિકાના કવર પેજ પર આવી હતી.

વોગે પર કમલા હેરિસનો ફોટો શૅર કર્યો તો વિવાદ થયો
વોગના ફેબ્રુઆરી ઈસ્યુમાં કમલા હેરિસ કવર પેજ પર જોવા મળશે. વોગે પોતાના સોશિયલ મીડિયામાં કમલા હેરિસની તસવીરો શૅર કરી હતી. એક તસવીરમાં કમલા હેરિસ ગ્રીન-પિંક બેકગ્રાઉન્ડમાં જોવા મળે છે, જ્યારે અન્ય તસવીરમાં ગોલ્ડન બેકગ્રાઉન્ડમાં જોવા મળે છે. જોકે તસવીરો શૅર કર્યા બાદ જ વિવાદ ઊભો થયો હતો. સોશિયલ મીડિયામાં યુઝર્સે વોગ પર એવો આક્ષેપ મૂક્યો છે કે તેણે મેગેઝિનના કવર પેજ પર કમલા હેરિસના સ્કીન ટોનને યોગ્ય રીતે બતાવવામાં આવ્યો નથી. યુઝર્સે 'વ્હાઈટવોશિંગ'નો આક્ષેપ પણ કર્યો છે. આ ઉપરાંત યુઝર્સે ફોટોઝને વ્યવસ્થિત રીતે એડિટ ના કર્યા હોવાની વાત પણ કરી હતી. યુઝર્સે આ અંગે પોતાના નારાજગી પ્રગટ કરીને સોશિયલ મીડિયામાં ગુસ્સો વ્યક્ત કર્યો છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


પ્રિયંકા ચોપરા તથા કમલા હેરિસ

Source

બ્રિટનમાં ફસાયા પ્રિયંકા ચોપડા અને આફતાબ શિવદસાની, હોલિવૂડ ફિલ્મનું શૂટિંગ કરી રહી છે PC

www.divyabhaskar.co.in |

બ્રિટિશ સરકારે કોરોનાના નવો સ્ટ્રેનને જોઈને ફરી એકવાર લોકડાઉન કરી દીધું છે. આ અગાઉ કરતાં વધુ ખતરનાક છે. આવામાં બ્રિટનમાં ટ્રાવેલ પણ બેન થયું છે. પ્રિયંકા ચોપરા અને આફતાબ શિવદસાની આ નિર્ણયને કારણે ત્યાં ફસાયા છે. રિપોર્ટ્સ મુજબ, પ્રિયંકા ચોપરા ત્યાં તેની હોલિવૂડ ફિલ્મ ટેક્સ્ટ ફોર યુનું શૂટિંગ કરી રહી છે.

ફિલ્મમાં તેની સાથે હ્યુગન કામ કરી રહ્યો છે. ફિલ્મના ડિરેક્ટર જિમ સ્ટ્રોસ છે. એવું જણાવાઈ રહ્યું છે કે ફિલ્મનું મેનેજમેન્ટ કાસ્ટ અને ક્રૂ બને એટલી ઝડપથી અમેરિકા પાછા જવા માટે પ્રયત્ન કરી રહ્યા છે.

US કમબેક માટે સ્પેશિયલ પરમિશનની ટ્રાય
સૂત્રોએ જણાવ્યું કે પ્રોડક્શન ટીમે પ્રોડક્શન વર્ક અટકાવી દીધું છે. અત્યારે પ્રાથમિકતા કાસ્ટ અને ક્રૂને સેફ રાખવાની અને તેમને ઝડપથી અમેરિકા પરત મોકલવાની છે. સ્પેશિયલ પરમિશન લેવા માટેના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે, પણ નિયમ અગાઉ કરતા વધુ કડક હોવાને કારણે સામાન્ય કરતા વધુ સમય લાગી શકે છે. એટલે બની શકે છે કે પ્રિયંકા અને બાકી યુનિટ થોડા સમય માટે બ્રિટનમાં જ રોકાય.

પ્રિયંકાએ થોડા દિવસ પહેલાં સોશિયલ મીડિયા પર એક ફોટો પણ શેર કર્યો હતો જેમાં તે ફેસ શિલ્ડ સાથે હતી. તેણે જણાવ્યું હતું કે 2020માં શૂટિંગ કઈ રીતે થઇ રહ્યું છે. રોજ ટેસ્ટ થાય છે, ફેસ માસ્ક લગાવવામાં આવે છે, સ્પેશિયલ સિક્યોર ઝોનમાં શૂટિંગ કરવામાં આવી રહ્યું છે. આ સિવાય દરેક શોટ પછી માસ્ક લગાવવું જરૂરી છે. તેણે કહ્યું હતું કે ખુદ સુરક્ષિત રહીને બીજાને સુરક્ષિત રાખો અને પોતાનું કર્તવ્ય નિભાવો. પોઝિટિવ રહો અને ટેસ્ટ નેગેટિવ આવે.

પત્ની અને દીકરી સાથે ઇંગ્લેન્ડ આવ્યો હતો આફતાબ
ટ્રાવેલિંગ કરનારો આફતાબ પણ બ્રિટનમાં ફસાઈ ગયા છે. તે તેની પત્ની અને દીકરી સાથે ઇંગ્લેન્ડ ગયા હતા. તેને ભારત આવીને પોતાના હોમ પ્રોડક્શન સાથે કામ શરૂ કરવાનું હતું. તેમણે કહ્યું કે નવા પ્રોજેક્ટની ડેટને લઈને વાત ચાલી રહી છે, જોકે આ પ્રોજેક્ટ જાન્યુઆરી પહેલાં શરૂ નહીં થઇ શકે. ક્રિસમસ પ્લાન વિશે તેણે કહ્યું હતું કે અમે લોકો સાર્વજનિક જગ્યાઓ પર નહીં જઈએ કારણકે દીકરી હજુ નાની છે. અમે કોઈ જોખમ લેવા ઇચ્છતા નથી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Priyanka Chopra And Aftab Shivdasani Stranded In UK Amid Tier 4 Lockdown

Source

પ્રિયંકા ચોપરાએ શેર કર્યું તેની બુક 'અનફિનિશ્ડ'નું કવર, આવતા વર્ષે જાન્યુઆરીમાં આવશે બુક

www.divyabhaskar.co.in |

પ્રિયંકા ચોપરા જોનસ તેની બુકને લઈને ઘણી ઉત્સુક છે. તેણે સોશિયલ મીડિયા પર આ બુકનું કવર શેર કર્યું છે. આ બુક આવતા વર્ષે જાન્યુઆરીમાં માર્કેટમાં આવી જશે. તેણે આ મેમોયરનું અનાઉન્સમેન્ટ 2018માં કર્યું હતું અને આ વર્ષે ઓક્ટોબરમાં તે પૂરી થઇ ગઈ છે.

પ્રિયંકાએ લખ્યું- બુક નથી, કવર છે
પ્રિયંકાએ લખ્યું, આ એ જ અવસર હશે, જ્યારે હું મારી પહેલી બુકની કોપી હાથમાં લઈશ, જોકે આ તો માત્ર કવર છે. મેં આને બુક પર કવર કરી દીધું જેથી ફીલ કરી શકું. હું આવતા મહિને આવનારી અનફિનિશ્ડની પહેલી કોપી માટે રાહ જોઈ શકું એમ નથી. પ્રિયંકાએ ઓક્ટોબરમાં બુક વિશે માહિતી શેર કરી હતી. પ્રિ-ઓર્ડરના આધારે તેણે કહ્યું હતું કે અનફિનિશ્ડ માર્કેટમાં આવ્યા પહેલાં 12 કલાકની અંદર એમેઝોન પર બેસ્ટ સેલિંગ બુક્સમાં સામેલ થઇ જશે. ત્યારે પ્રિયંકાએ લખ્યું હતું કે અમેરિકામાં અમને 12 કલાકમાં જ નંબર 1 બનાવવામાં માટે આભાર. આશા છે તમને બધાને આ બુક ગમશે.

અચીવમેન્ટ:પ્રિયંકા ચોપરાનું મેમોયર ‘અનફિનિશ્ડ’ 12 કલાકમાં અમેરિકાની બેસ્ટ સેલિંગ બુક બની, એક્ટ્રેસે લખ્યું, ‘આશા છે તમને બુક ગમશે’

બુક લખવાનો અનુભવ શેર કર્યો હતો
પ્રિયંકાએ બુક પૂરી કર્યા બાદ તેનો અનુભવ શેર કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે કઈ રીતે તેણે બધી માહિતી ભેગી કરી અને વિચાર્યું કે શું પાછળ છૂટી ગયું છે. હવે તેણે આ બુકનું કવર તેના સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. પણ, ફોટો જોઈને કોઈપણ એમ જ કહેશે કે આ કવર નહીં પરંતુ બુક છે. પ્રિયંકાની ખુશી જોઈને એવું જ લાગે છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Priyanka Chopra Shared Cover Of Her Book Unfinished

Source

error:
Scroll to Top