NCBન

રિયા ચક્રવર્તીથી ભારતી સિંહઃ ડ્રગ્સ કેસમાં NCBની અડફેટે ચડેલાં સેલેબ્સ

www.divyabhaskar.co.in |

સુશાંતસિંહ રાજપૂતના અપમૃત્યુ પછી તેને 'ન્યાય' અપાવવાના નામે શરૂ થયેલી ઝુંબેશ અનેક ગલીકૂંચીઓ અને રાજકારણના આટાપાટામાંથી પસાર થતી છેવટે ડ્રગ્સના 'રાજમાર્ગ' પર આવી. તપાસનો દોર પણ સ્થાનિક પોલીસથી શરૂ થઈને CBI, ED અને છેવટે NCBના હાથમાં આવ્યો. વિવિધ સેલિબ્રિટીઓ અને તેમના સપોર્ટિંગ સ્ટાફને સાણસામાં લેવાનું કામ પણ સૌથી વધુ NCB એટલે કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ જ કર્યું છે. સુશાંતસિંહ રાજપૂતની નજીકના લોકોની જૂની વ્હોટ્સએપ ચેટ લીક થઈને વાઇરલ થતાં NCBએ તેના પરથી એક્શન લેવાનું શરૂ કર્યું હતું. શનિવારે સવારે NCBએ કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાનાં ઘરે દરોડા પાડ્યા હતા, જેમાં અમુક માત્રામાં ગાંજો મળી આવતાં આ દંપતીને NCBની કચેરીએ પૂછપરછ માટે પણ બોલાવવામાં આવ્યું હતું. પરંતુ ચાર કલાકમાં જ બ્રેકિંગ ન્યૂઝ આવ્યા કે આ ડ્રગ કેસમાં ભારતી સિંહની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે આ લખાઈ રહ્યું છે ત્યારે પણ તેના પતિ હર્ષનો NCB પાસેથી છૂટકારો નથી થયો. દિવાળીના થોડા દિવસ પહેલાં બોલિવૂડ સ્ટાર અર્જુન રામપાલ અને તેની ગર્લફ્રેન્ડને પણ NCBએ પૂછપરછ માટે બોલાવ્યાં હતાં. જૂન મહિનામાં સુશાંતના અપમૃત્યુથી શરૂ થયેલા આ દોરમાં અત્યાર સુધીમાં દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન સહિતનાં મોટાં નામ NCBની અડફેટે ચડી ગયાં છે અને તેમણે મીડિયાની વીંધી નાખતી નજરોની વચ્ચે NCBની ઑફિસે હાજરી આપવી પડી હતી. અત્યાર સુધીમાં NCBએ ફિલ્મ બિઝનેસ સાથે જોડાયેલા લોકો તથા સંખ્યાબંધ ડ્રગ પેડલર્સની પૂછપરછ કરી છે અને 27થી વધુ ધરપકડ કરી છે. પરંતુ સૌથી વધુ ધ્યાન કાયદાની સામે વામણા થઈ પડેલા સેલેબ્સે જ ખેંચ્યું હતું.

અત્યાર સુધીમાં કયાં કયાં સેલેબ્સ NCBની અડફેટે ચડી ગયાં છે તેની સંપૂર્ણ યાદી આ રહીઃ

રિયા ચક્રવર્તી અને શોવિક ચક્રવર્તી

અભિનેત્રી રિયા ચક્રવર્તી સુશાંતસિંહ રાજપૂત સાથે લિવ ઈન રિલેશનશિપમાં હતી. રિયાના ભાઈ સાથે પણ સુશાંતને સારા સંબંધો હતા અને તેમણે સાથે મળીને બિઝનેસની પણ શરૂઆત કરી હતી. સુશાંત સાથે કનેક્શન ધરાવતી રિયા અને શોવિકની વ્હોટ્સએપ ચેટ લીક થયા બાદ NCB સક્રિય થયું હતું. NCBએ પહેલાં રિયા અને શોવિકને પૂછપરછ માટે બોલાવ્યા બાદ બંનેની 'નેશનલ ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટન્સિસ એક્ટ' હેઠળ ડ્રગ્સના કથિત સેવન તથા પોતાની પાસે રાખવા બદલ ધરપકડ કરી હતી. જોકે પાછળથી રિયાને જામીન મળી ગયાં, પરંતુ તેનો ભાઈ શોવિક હજુ પણ જેલના સળિયા પાછળ છે. પોતાનાં નિવેદનોમાં રિયાએ સ્વીકાર્યું હતું કે સુશાંત ડ્રગ્સ લેતો હતો.

દીપિકા પાદુકોણ અને તેની મેનેજર કરિશ્મા પ્રકાશ

રિયા ચક્રવર્તીની ધરપકડ બાદ એકદમ ગરમ થઈ ગયેલા માહોલમાં NCBએ સુપરસ્ટાર દીપિકા પાદુકોણ અને તેની મેનેજર કરિશ્મા પ્રકાશને પણ તેડું મોકલ્યું હતું. દરઅસલ, દીપિકા અને કરિશ્માની 2017ના વર્ષની એક જૂની વ્હોટ્સએપ ચેટ લીક થઈ હતી, જેમાં તે બંને 'માલ' વિશે વાત કરી રહ્યાં હતાં. NCBએ સમન્સ મોકલ્યું તે વખતે દીપિકા ગોવામાં શૂટિંગ કરી રહી હતી. ત્યાંથી પરત આવીને તેણે NCBની ઑફિસમાં હાજરી આપી હતી. જોકે પાછળથી NCBએ સ્ટેટમેન્ટમાં જણાવ્યું કે દીપિકા અને તેની મેનેજર કરિશ્માએ માલ, વીડ, હેશ, ડૂબ જેવા શબ્દોનો ઉપયોગ માત્ર કોડનેમ તરીકે કર્યો હતો. કરિશ્મા પ્રકાશ ટેલેન્ટ મેનેજમેન્ટ કંપની KWAN માટે કામ કરતી હતી.

આ પણ વાંચોઃ કોમેડિયન ભારતી સિંહની ધરપકડ:ભારતીના ઘર અને ઑફિસેથી 86.5 ગ્રામ ગાંજો મળ્યો, પતિ હર્ષ સાથે ગાંજો લેવાની વાત કબૂલી

રકુલ પ્રીત સિંહ

NCBની અડફેટે આવેલી બોલિવૂ઼ડની ટોચની સેલિબ્રિટીઓમાં રકુલ પ્રીત સિંહનો પણ સમાવેશ થતો હતો. મીડિયા રિપોર્ટ્સમાં બહાર આવેલી માહિતી પ્રમાણે 26 સપ્ટેમ્બરના રોજ NCB સમક્ષ ઇન્ટરોગેશનમાં રકુલે રિયાનું નામ લઇને કહેલું કે રિયા ચક્રવર્તી પોતાના ઘરે ડ્રગ્સ ડિલિવર કરાવતી હતી. પરંતુ બીજા જ દિવસે રકુલે દિલ્હી હાઈકોર્ટમાં ધા નાખી કે મીડિયામાં ચાલતી માહિતી તદ્દન ખોટી છે અને તે બંધ થવી જોઈએ.

શ્રદ્ધા કપૂર

NCBએ ડ્રગ કેસમાં બોલાવેલી મોટી સેલિબ્રિટીઓમાં શ્રદ્ધા કપૂરનું નામ પણ સામેલ હતું. સુશાંતના પાવના ખાતે આવેલા ફાર્મ હાઉસ પર થયેલી પાર્ટીમાં શ્રદ્ધા પણ આમંત્રિત હતી. મીડિયામાં ચાલેલી માહિતી પ્રમાણે શ્રદ્ધાએ NCB સમક્ષ સ્વીકાર્યું કે એણે રિયા ચક્રવર્તીની ભૂતપૂર્વ મેનેજર જયા સાહા સાથે ચેટ્સ એક્સચેન્જ કરી હતી.

સારા અલી ખાન

સૈફપુત્રી સારા અલી ખાનને પણ NCBએ સમન્સ મોકલીને પૂછપરછ માટે બોલાવી હતી. સારાએ સુશાંત સાથે કેદારનાથ ફિલ્મમાં કામ કર્યું હતું. સુશાંતના ભૂતપૂર્વ ફ્લેટમેટ અને સાથીદાર એવા સેમ્યુ્લ હૉકિપે આપેલી માહિતી પ્રમાણે સુશાંત અને સારા બંને રિલેશનશિપમાં હતાં, પરંતુ સોનચીડિયાની નિષ્ફળતા બાદ બંનેનું બ્રેકઅપ થઈ ગયેલું. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સારાએ ડ્રગ્સ લીધાનો ઇનકાર કર્યો હતો.

સિમોન ખંભાતા

રિયા ચક્રવર્તીએ લીધેલાં નામોમાં એક નામ ફેશન ડિઝાઇનર સિમોન ખંભાતાનું પણ હતું. એટલે તેને પણ NCBનું તેડું આવેલું. લીક થયેલી વ્હોટ્સએપ ચેટમાં તેણે કથિત રીતે ડ્રગ્સની માગણી કરેલી.

જયા સાહા અને શ્રુતિ મોદી

સુશાંતની ભૂતપૂર્વ મેનેજર શ્રુતિ મોદી અને રિયાની ટેલેન્ટ મેનેજર જયા સાહા બંનેની NCBએ પૂછપરછ કરી હતી. જયા સાહા મુંબઈ સ્થિત ટેલેન્ટ મેનેજર છે જે KWAN ટેલેન્ટ મેનેજમેન્ટ કંપની માટે કામ કરે છે. આ કંપની વતી એણે સુશાંત માટે પણ કામ કરેલું. શ્રુતિ મોદીએ એવો દાવો કરેલો કે રિયા સુશાંતનાં નાણાંનું મેનેજમેન્ટ સંભાળતી હતી.

મધુ મન્ટેના

સપ્ટેમ્બર મહિનામાં જ NCBએ ફિલ્મ પ્રોડ્યુસર મધુ મન્ટેનાને સમન્સ પાઠવીને પૂછપરછ માટે બોલાવ્યો હતો. મધુ મન્ટેનાનું નામ જયા સાહા સાથેની પૂછપરછ દરમિયાન ઊછળ્યું હતું. મધુ મન્ટેનાએ અગાઉ 'ઉડતા પંજાબ' ફિલ્મ કો-પ્રોડ્યુસ કરી હતી, જેના કેન્દ્રમાં પણ ડ્રગ્સનો કાળો કારોબાર જ હતો.

અર્જુન રામપાલ​​​​​​​​​​​​​​

આ સમગ્ર 'બોલિવૂડ ડ્રગ્સ પ્રકરણ'માં અર્જુન રામપાલ પહેલો પુરુષ સ્ટાર બન્યો, જેને NCBનું તેડું આવ્યું હોય. આ પહેલાં NCB દ્વારા માત્ર મહિલા કલાકારોને જ ટાર્ગેટ બનાવાતી હોવાની પણ ફરિયાદો ઊઠી હતી. NCBએ પહેલાં અર્જુન રામપાલના ઘરે દરોડો પાડીને કેટલીક પ્રતિબંધિત દવાઓ તથા ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ કબ્જે કર્યા હતા. ત્યારબાદ 11 નવેમ્બરે તેને અને તેની ગર્લફ્રેન્ડ તથા લિવ ઇન પાર્ટનર ગેબ્રિયેલા દેમેત્રિએડ્સને પૂછપરછ માટે બોલાવ્યાં હતાં. સાથોસાથ ગેબ્રિયેલાના ભાઈ એગિસિલાઓસ અને એક ઑસ્ટ્રેલિયન આર્કિટેક્ટ પૉલ બાર્ટેલની ધરપકડ કરાઈ હતી. જોકે અર્જુન રામપાલે પોતાની પાસેથી મળેલી દવાઓનું યોગ્ય પ્રિસ્ક્રિપ્શન હોવાની વાત કરી હતી.

ફિરોઝ નડિયાદવાલા અને તેની પત્ની શબાના સઈદ

જાણીતા પ્રોડ્યુસર ફિરોઝ નડિયાદવાલાના ઘરે NCBએ કરેલી રેડમાં 10 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. ત્યારબાદ ફિરોઝ નડિયાદવાલાની પત્ની શબાના સઈદની ધરપકડ કરવામાં આવી હતી અને તેના બીજા દિવસે ફિરોઝ નડિયાદવાલાની પણ પૂછપરછ થઈ હતી. જોકે મુંબઈ કોર્ટે શબાના સઈદને 15 હજાર રૂપિયાના પર્સનલ બોન્ડ પર જામીન આપી દીધા હતા.

ભારતી સિંહ અને તેનો પતિ હર્ષ લિંબાચિયા​​​​​​​​​​​​​​

કોમેડિયન ભારતી સિંહનાં ઘર અને ઑફિસે શનિવારે સવારે NCBએ દરોડા પાડ્યા હતા, જેમાંથી 86.5 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. તેને પગલે બંનેને NCBએ પૂછપરછ માટે બોલાવ્યા હતા. ચાર કલાકની પૂછપરછને અંતે ભારતીની ધરપકડ કરવામાં આવી હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Riya Chakraborty to Bharti Singh: Celebs caught by NCB in drug case

Source

દીપિકા પાદુકોણની મેનેજર કરિશ્મા પ્રકાશના ઘરે NCBના દરોડા, ડ્રગ્સનો જથ્થો જપ્ત

www.divyabhaskar.co.in |

દીપિકા પાદુકોણની મેનેજર કરિશ્મા પ્રકાશના ઘરે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ મંગળવારે દરોડા પાડ્યા. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, કરિશ્માના ઘરેથી ડ્રગ્સની કંઝપ્શન ક્વોન્ટિટી જપ્ત થઈ છે. જે બાદ તેમની ફરી પૂછપરછ માટે NCBએ સમન્સ મોકલ્યું છે. NCBએ આ પહેલાં પણ કરિશ્માની બે વખત પૂછપરછ કરી ચુક્યું છે. એક વખત દીપિકા પાદુકોણને સામે બેસાડીને કરિશ્માની પૂછપરછ કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, કરિશ્મા પોતાના ઘરમાં હાજર ન હતી. જે બાદ NCBએ ઘર પર સમન્સ ચોંટાડ્યું હતું. NCB સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કરિશ્માનું નામ કેટલાંક ડ્રગ્સ પેડલરે પૂછપરછ દરમિયાન આપ્યું હતું.

દીપિકા અને કરિશ્માની ડ્રગ્સ ચેટ સામે આવી હતી

થોડાં દિવસો પહેલાં દીપિકા અને કરિશ્મા વચ્ચે ડ્રગ્સને લઈને થયેલી વાતચીત સામે આવી હતી. દીપિકા-કરિશ્મા વચ્ચે આ વાતચીત 28 ઓક્ટોબર 2017નાં રોજ થઈ હતી. કરિશ્મા સાથે થયેલી વાતચીતમાં દીપિકાએ 'hash' અને 'weed' જેવાં શબ્દોનો ઉપયોગ કર્યો હતો. પ્રતિબંધિત ડ્રગ્સ સાથે જોડાયેલી ભાષામાં hashનો ઉપયોગ હશીશ માટે થાય છે.

જો કે બંને વચ્ચે થયેલી વાતચીતમાં તે સ્પષ્ટ નથી થયું કે 'hash' અને 'weed'નો ઉપયોગ કોના માટે કરવાનો હતો. આ ડ્રગ્સના પ્રમાણનો પણ કોઈ જ ઉલ્લેખ થયો ન હતો, પરંતુ આ વોટ્સએપ ચેટ દીપિકાની મુશ્કેલી વધારવા માટે પુરતી છે.

આ રીતે કરિશ્માથી દીપિકા સુધી પહોંચ્યુ ડ્રગ્સ કનેક્શન

દીપિકાની મેનેજર તરીકે કામ કરતી કરિશ્મા પ્રકાશ 'ક્વાન' નામની એક સેલિબ્રિટી મેનેજમેન્ટ કંપનીમાં કામ કરે છે. આ કંપની 40થી વધુ બોલીવુડ સેલિબ્રિટીઝને ટેલેન્ટ મેનેજરની ફેસિલિટી પુરી પાડે છે. રિયા ચક્રવર્તીની મેનેજર જયા સાહા પણ આ કંપની માટે જ કામ કરે છે. જયા, કરિશ્માની સીનિયર છે.

NCB, CBI અને EDની ટીમ જયાની અનેક વખત પૂછપરછ કરી ચુકી છે. તપાસ દરમિયાન NCBને જયા અને કરિશ્મા વચ્ચે થયેલી ચેટની જાણ થઈ હતી. જે બાદ સમગ્ર મામલો દીપિકા સુધી પહોંચ્યો હતો.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


થોડાં દિવસ પહેલાં દીપિકા અને કરિશ્મા વચ્ચે ડ્રગ્સને લઈને થયેલી વાતચીત સામે આવી હતી. બંને વચ્ચે આ વાતચીત 28 ઓક્ટોબર 2017નાં રોજ થઈ હતી.

Source

NCBના અધિકારીનો મોટો ખુલાસો-શાહરુખ ખાનના ઘરે ડ્રગ્સ લઈને જતો હતો અર્જુન રામપાલ, ગુપ્તચર સંસ્થા પાસેથી નક્કર પૂરાવા મળ્યા

www.divyabhaskar.co.in |

બોલીવુડ ડ્રગ્સ કેસમાં મોટો ખુલાસો આવ્યો છે. NCBની પૂછપરછમાં ડ્રગ્સ પેડલર્સે બોલીવુડના ચાર હિરોના નામ પણ આપ્યા છે. તેમા શાહરુખ ખાન, રણબીર કપૂર, અર્જુન રામપાલ અને ડિનો મોરિયાનો સમાવેશ થાય છે. મોટા સમાચાર એ છે કે અર્જુન રામપાલ શાહરુખને ડ્રગ્સ સપ્લાય કરતો રહ્યો છે. અત્યાર સુધી ફક્ત અભિનેત્રીઓના જ નામ આવતા હતા. આ પ્રથમ વખત છે કે મોટા અભિનેતાઓના નામ પણ સામે આવી રહ્યા છે.

NCBના એક અધિકારીએ પોતાનું નામ નહીં છાપવાની શરતે બોલીવુડના મોટા નામોનો આ ખુલાસો કર્યો છે. તેમની સાથે વાતચીતની સંપૂર્ણ રેકોર્ડિંગ ભાસ્કર પાસે છે. બે દિવસથી મીડિયામાં નામ આવતા ન હતા, તેના બદલે ફક્ત 'A','D', 'R' અને 'S' કોડ નામથી જ માહિતી આપવામાં આવતી હતી.

હવે સ્પષ્ટ થઈ ગયુ છે કે A એટલે અર્જુન રામપાલ, D એટલે ડિનો મોરિયા, R એટલે રણબીર કપૂર અને S એટલે શાહરુખ ખાનના નામ છે. NCBના અધિકારીઓએ કહ્યું છે કે ડ્રગ પેડલરના સોર્સના જણાવ્યા પ્રમાણે અર્જુન રામપાલ શાહરુખ ખાનને ડ્રગ સપ્લાઈ કરતો રહ્યો છે. જોકે ડિનો મોરિયા કોને સપ્લાય કરતો હતો? આ અંગે અધિકારીએ કહ્યું કે હવે પછીની માહિતી મેળવવાની બાકી છે. પૂછપરછ ચાલી રહી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


NCB official’s big revelation: Arjun Rampal was carrying drugs to Shah Rukh Khan’s house

Source

ધર્મા પ્રોડક્શનના પૂર્વ પ્રોડ્યુસર ક્ષિતિજ રવિ પ્રસાદ 6 દિવસની NCBની કસ્ટડીમાં

www.divyabhaskar.co.in |

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ સાથે સંકળાયેલા ડ્રગ્સ એંગલની તપાસમાં બોલિવૂડ હસ્તીઓ પર સિકંજો કસવાનું જારી છે. એનસીબીએ ધર્મા પ્રોડક્શનના પૂર્વ આસિસ્ટન્ટ ડિરેક્ટર ક્ષિતિજ રવિ પ્રસાદની શનિવારે ધરપકડ કરી હતી. એજન્સીએ રવિવારે તેને મેજિસ્ટ્રેટ સામે ઓનલાઈન રજૂ કર્યો હતો, જ્યાં તેને ત્રીજી ઓક્ટોબર સુધી હિરાસતમાં મોકલી દેવાયો હતો.

એનસીબીના અધિકારી મુરારી લાલે ક્ષિતિજ પ્રસાદના રિમાન્ડ માંગતા કોર્ટને જણાવ્યું હતું કે, ધરપકડ કરાયેલા ડ્રગ પેડલર સંકેત પટેલે ક્ષિતિજ પ્રસાદ અને બીજા આરોપી કરમજીત સિંહ આનંદના માધ્યમથી કેટલાક લોકોને ગાંજો સપ્લાય કર્યો હતો. આ સપ્લાય પ્રતિ 50 ગ્રામ કન્સાઈન્મેન્ટના રૂ. 3,500ની કિંમતે કુલ 12 વાર કરાયું હતું. આશરે 600 ગ્રામ ગાંજાના રૂ. 42 હજાર વસૂલવામાં આવ્યા હતા. એટલે ક્ષિતિજ પ્રસાદ પાસેથી પૂરતી માહિતી મેળવવા તેને નવ દિવસના રિમાન્ડ સોંપવામાં આવે. જોકે, આ દલીલો પછી મેજિસ્ટ્રેટે છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ દરમિયાન એનસીબીએ શનિવારે દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર, રકુલપ્રીત સિંહ અને કરિશ્મા પ્રકાશના મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા, જેમાં દીપિકાના બે ફોન સામેલ છે.

અત્યાર સુધી 20ની ધરપકડ, જેમાંથી 18 બોલિવૂડના
એનસીબીએ અત્યાર સુધી 20 લોકોની ધરપકડ કરી છે, જેમાંથી 18 લોકો બોલિવૂડ સાથે સંકળાયેલા છે. એનસીબીએ ક્ષિતિજ પ્રસાદ પહેલા રિયા ચક્રવતી, તેનો ભાઈ શોવિક, અબ્બાસ લખાણી, કરણ અરોર, જેદ વિલ્તરા, અબ્દુલ બાસિત પરિહાર, સેમ્યુઅલ મિરાન્ડા, દીપેશ સાવંત, કૈઝન ઈબ્રાહિમ, અનુજ કેસવાની, અંકુશઅનરેજા, કરમજીત સિંહ આનંદ, સંકેત પટેલ, સંદીપ ગુપ્તા, આફતાબ અન્સારી, ડ્વેન ફર્નાન્ડિસ, સૂર્યદીપ મલહોત્રા, ક્રિસ કોસ્ટા અને રાહિલ વિશ્રામની ધરપકડ કરી છે.

રકુલપ્રીત સિંહે પણ ક્ષિતિજનું નામ લીધું
રકુલપ્રીત સિંહની પૂછપરછમાં પણ ક્ષિતિજ પ્રસાદનું નામ ખૂલ્યું છે. એનસીબીના સમન્સ મળ્યા પછી ક્ષિતિજ દિલ્હીથી મુંબઈ પહોંચ્યો હતો. એનસીબીએ એરપોર્ટ પરથી જ તેને હિરાસમાં લઈ લીધો હતો, પરંતુ એ પહેલા એજન્સીએ તેના મુંબઈ સ્થિત ઘરે દરોડા પાડીને ડ્રગ્સ કબ્જે કર્યું હતું.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


ધર્મા પ્રોડક્શનના પૂર્વ પ્રોડ્યુસર ક્ષિતિજ રવિ પ્રસાદની ફાઇલ તસવીર.

Source

રિયા ચક્રવર્તી સાથેની ડ્રગ્સ ચેટ પર રકુલપ્રીત સિંહે NCBને સ્પષ્ટતા આપતા કહ્યું, 'ડૂબ રોલ્ડ સિગરેટ હોય છે, ડ્રગ્સ નહીં'

www.divyabhaskar.co.in |

સુશાંત સિંહ રાજપૂત ડેથ કેસ સાથે જોડાયેલા ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ શુક્રવારે એક્ટ્રેસ રકુલપ્રીત સિંહની પૂછપરછ કરી છે. રિપોર્ટ્સ મુજબ રિયા ચક્રવર્તીએ તપાસ એજન્સી સામે તેનું નામ લીધું હતું ત્યારબાદ તેને સમન્સ મોકલવામાં આવ્યું હતું.

પૂછપરછ દરમ્યાન, રકુલે રિયા સાથેની તેની ડ્રગ્સ રિલેટેડ વાતચીત વિશે જણાવ્યું. તેણે NCB ના અધિકારીઓને કહ્યું કે તે ચેટમાં જે 'ડૂબ'નો ઉલ્લેખ હતો તે રોલ્ડ સિગરેટ હોય છે, કોઈ નાર્કોટિક્સ પદાર્થ કે ડ્રગ્સ નહીં.

સમન્સ મળવાની વાતને નકારતી રહી
આ પહેલાં ગુરુવારે સવાર સુધી રકુલ કહી રહી હતી કે તેને NCB તરફથી કોઈ સમન્સ મળ્યું ન હતું. જોકે, પછી NCBએ જણાવ્યું કે રકુલે સમન્સ મળ્યું હોવાની વાત માની લીધી છે. તેણે પોતાનું એડ્રેસ પણ અપડેટ કરાવી દીધું છે. અગાઉ NCBએ કહ્યું હતું કે, એક્ટ્રેસનો સંપર્ક સાધવા માટે ઘણા પ્લેટફોર્મ્સ મારફતે ટ્રાય કરવામાં આવી પરંતુ વાત થઇ ન શકી. તેમને ફોન પણ કર્યો હતો પરંતુ રિસ્પોન્સ ન મળ્યો.

સાઉથ ઇન્ડસ્ટ્રીમાં ઘણું નામ કમાયું
રકુલે 18 વર્ષની ઉંમરમાં કોલેજ દરમ્યાન જ મોડલિંગ શરૂ કરી દીધું હતું. ત્યારબાદ 2009માં તેણે કન્નડ ફિલ્મ 'ગિલ્લી'થી એક્ટિંગ ડેબ્યુ કર્યું. ત્યારબાદ સાઉથ ફિલ્મોમાં કરિયર બનાવ્યા પછી હૈદરાબાદ શિફ્ટ થઇ ગઈ હતી. તેણે તેલુગુ ફિલ્મોમાં 'કેરતમ' અને તમિળ ફિલ્મોમાં 'ઠદાઈયારા થાક્કા'થી ડેબ્યુ કર્યું. ત્યારબાદ ઘણી ફિલ્મોમાં કામ કરીને સાઉથ ઇન્ડસ્ટ્રીમાં ફેમસ થઇ.

બોલિવૂડમાં શરૂઆત ફ્લોપ રહી
સાઉથમાં નામ કમાયા પછી રકુલે 2014માં બોલિવૂડમાં એન્ટ્રી લીધી. ફિલ્મ 'યારિયાં'થી ડેબ્યુ કર્યું જે ફ્લોપ રહી. તેના ચાર વર્ષ પછી તે 'અય્યારી'માં જોવા મળી હતી. 2019માં તે 'દે દે પ્યાર દે' અને 'મરજાવાં'માં સામેલ હતી. ત્યારબાદ આ વર્ષે તેની ફિલ્મ 'શિમલા મિર્ચ' રિલીઝ થઇ હતી જે એકદમ ફ્લોપ સાબિત થઇ હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Rakul Preet Singh Explains To NCB What ‘doob’ Reference In WhatsApp Chats With Rhea Chakraborty Meant

Source

સામાન્ય ગાડીઓ અને સાદા કપડામાં NCBની પૂછપરછ માટે પહોંચી દીપિકા પાદુકોણ અને સારા અલી ખાન, ઓફિસ બહાર શ્રદ્ધા કપૂર કોન્ફિડન્ટ દેખાઈ

www.divyabhaskar.co.in |

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી બોલિવૂડના ઘણા ચહેરા સામે આવ્યા છે. ડ્રગ્સ કેસમાં શનિવારે દીપિકા પાદુકોણ, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરની પૂછપરછ થઇ છે. NCBએ તેમને ડ્રગ્સ કનેક્શન પર સવાલ જવાબ કર્યા હતા.

મેકઅપ વગર ટ્રેડિશનલ કપડામાં દીપિકા પહોંચી
હંમેશાં તેના ગ્લેમર અંદાજને લઈને ચર્ચામાં રહેનારી દીપિકા પાદુકોણ મેકઅપ વગર, ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને NCBના ગેસ્ટ હાઉસ પહોંચી હતી. સવારે 9:50 વાગ્યે તેની ગાડી કોલાબા સ્થિત ગેસ્ટ હાઉસ પહોંચી તો ઘણા અચંબિત થઇ ગયા કારણકે એક્ટ્રેસ તેની શાનદાર લક્ઝરી ગાડીને બદલે સામાન્ય ગાડીમાં આવી હતી. આ નિર્ણય તેને કદાચ મીડિયાથી બચવા માટે કર્યો હતો.

એક્ટ્રેસની લગભગ 5 કલાક પૂછપરછ થઇ અને તેણે મેનેજર સાથેની ડ્રગ ચેટની વાત સ્વીકારી છે. એક્ટ્રેસ ફટાફટ ઓફિસ બહાર નીકળી અને ગાડીમાં બેસી ગઈ. હંમેશાં કેમેરા જોઈને પોઝ આપનારી દીપિકા આજે નજર છુપાવતી દેખાઈ હતી.

કોટનના ડ્રેસમાં ચશ્મા પહેરી સારા અલી ખાન પહોંચી હતી
સારા અલી ખાન બપોરે 1 વાગ્યે NCB ઓફિસ પહોંચી હતી. તેના ઘર બહાર પણ મીડિયાની ઘણી ભીડ હતી. એક્ટ્રેસ ગુલાબી અને સફેદ રંગનો સૂટ પહેરીને આવી હતી. વાળ બાંધેલા અને ચશ્મા પહેર્યા હતા. સારા એકલી જ પૂછપરછ માટે પહોંચી હતી.

મીડિયા ભીડ હોવા છતાં સારા કોઈ જ એક્સપ્રેશન વગર ગાડીમાંથી ઉતરીને ઓફિસમાં જતી રહી. ઓફિસ બહાર તેના માટે બાઉન્સર્સ પણ હતા. રિયા ચક્રવર્તીએ પૂછપરછ દરમ્યાન સારાનું નામ લીધું હતું. સારા અલી ખાન સાંજે 6 વાગ્યા પછી NCB ઓફિસની બહાર નીકળી હતી. સારાએ સુશાંત સાથેના રિલેશનશિપની વાત સ્વીકારી છે. એવું પણ કહ્યું કે, 'કેદારનાથ'ના શૂટિંગ દરમ્યાન તે ડ્રગ્સ લેતો હતો. પોતે ડ્રગ્સ લે છે તે વાત નકારી દીધી છે.

શ્રદ્ધા કપૂર કોન્ફિડન્ટ દેખાઈ
શ્રદ્ધા કપૂરે પૂછપરછમાં સુશાંત ડ્રગ્સ લેતો હતો તેવું જણાવ્યું છે. એક્ટ્રેસ 11:50 વાગ્યે સવારે ઓફિસ પહોંચી હતી. તેણે પીળા રંગની ચિકનકારી કુર્તી અને ડેનિમ પહેર્યું હતું. ખભે બેગ લટકાવીને સારા આત્મવિશ્વાસ સાથે ગાડીમાંથી ઉતરીને ઓફિસમાં ગઈ હતી. દીપિકાની પૂછપરછ NCBના કોલાબા સ્થિત ગેસ્ટ હાઉસમાં થઇ હતી અને શ્રદ્ધા કપૂરની પૂછપરછ બલ્લાર્ડ એસ્ટેટ સ્થિત NCBની મેઈન ઓફિસમાં થઇ હતી.

શ્રદ્ધા કપૂર પણ સાંજે 6 વાગ્યા પછી ઓફિસમાંથી બહાર નીકળી હતી. શ્રદ્ધાએ કહ્યું કે તે સુશાંત સાથે 'છિછોરે' ફિલ્મની સક્સેસ પાર્ટીમાં તેના ફાર્મહાઉસ પર ગઈ હતી જ્યાં ડ્રગ્સ હતા. પરંતુ તેણે તેનું સેવન કર્યું ન હતું.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Shraddha Kapoor, Deepika Padukone And Sara Ali Khan, Who Arrived For NCB Inquiries In Vehicles And Clothes, Appeared Outside The Office

Source

રિપોર્ટમાં દાવો- NCBની પૂછપરછમાં શ્રદ્ધાએ કબૂલ્યું- સુશાંતે વેનિટી વેનમાં ડ્રગ્સ લીધું હતું, સારાએ કહ્યું- સુશાંત સાથે રિલેશનમાં હતી અને તે ડ્રગ્સ લેતો હતો

www.divyabhaskar.co.in |

ડ્રગ્સ કેસમાં NCBના રડાર પર રહેલી દીપિકા પાદુકોણ, સારા અલી ખાન તથા શ્રદ્ધા કપૂરની આજે, 26 સપ્ટેમ્બરના રોજ પૂછપરછ કરવામાં આવશે. ડ્રગ્સ કેસમાં સામે આવેલાં નામમાં દીપિકા પાદુકોણ સૌથી મોટી સેલિબ્રિટી છે. તે બોલિવૂડમાં એ-લિસ્ટેડ એક્ટ્રેસિસમાં સામેલ છે. દીપિકા પાદુકોણની NCBના ગેસ્ટ હાઉસમાં સાડા પાંચ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. શ્રદ્ધા કપૂર NCBની ઓફિસ પહોંચી ગઈ હતી. સારા અલી ખાન પણ NCBની ઓફિસમાં છે. દીપિકાએ ડ્રગ્સ ચેટની વાત સ્વીકારી લીધી છે.

શ્રદ્ધાએ કહ્યું, સુશાંત ડ્રગ્સ લેતો હતો
સૂત્રોના હવાલેથી દાવો કરવામાં આવ્યો હતો કે પૂછપરછમાં શ્રદ્ધાએ ડ્રગ્સની વાત કબૂલી હતી, પરંતુ તેણે ડ્રગ્સ લેવાની વાતનો ઈનકાર કર્યો હતો. શ્રદ્ધાએ કહ્યું હતું કે સુશાંત ડ્રગ્સ લેતો હતો. તેણે વેનિટી વેનમાં સુશાંતને ડ્રગ્સ લેતા જોયો હતો. 'છિછોરે'ની પાર્ટીમાં ડ્રગ્સનો ઉપયોગ થયો હતો પરંતુ તેણે ડ્રગ્સ લીધું નહોતું.

સારાએ કહ્યું, સુશાંત સાથે રિલેશનશિપમાં હતી
સૂત્રોના હવાલેથી દાવો કરવામાં આવ્યો છે કે સારાએ NCBની પૂછપરછમાં કહ્યું હતું કે 'કેદારનાથ'ના શૂટિંગ દરમિયાન બંને વચ્ચેના સંબંધોની શરૂઆત થઈ હતી. ફિલ્મના શૂટિંગ બાદ તે સુશાંતના કેપ્રી હાઉસના ઘરમાં રહેવા જતી રહી હતી. બંને પાંચ દિવસ માટે થાઈલેન્ડના કોહ સમુઈ આયલેન્ડમાં ગયા હતા અને અહીંયા પાર્ટી કરી હતી. સારાએ કહ્યું હતું કે સુશાંત શૂટિંગ દરમિયાન ડ્રગ્સ લેતો હતો.

દીપિકાની સાડા પાંચ કલાક પૂછપરછ
NCBના ડેપ્યુટી ડિરેક્ટર કેપીએસ મલ્હોત્રા તથા તેમની ટીમ દીપિકાની પૂછપરછ કરી હતી. સૌ પહેલાં દીપિકાને ડ્રગ્સ અંગે સવાલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ દીપિકાની મેનેજર કરિશ્માને સામસામે બેસાડીને પૂછપરછ કરાઈ રહી છે. NCB દીપિકાના કેટલાંક સવાલોના જવાબથી સંતુષ્ટ નથી. દીપિકાની NCBની પાંચ અધિકારીઓની ટીમે પૂછપરછ કરી હતી. આ પાંચ અધિકારીમાં એક મહિલા અધિકારી પણ સામેલ હતાં. NCBના અધિકારીઓએ દીપિકાનો ફોન એક બાજુ મુકાવી દીધો હતો.

કરન જોહરના પૂર્વ અધિકારીની ધરપકડ
કરણ જોહરના પૂર્વ કર્મચારી ક્ષિતિજ પ્રસાદની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરી હતી. ક્ષિતિજ પ્રસાદના ઘરે NCBએ દરોડા પાડીને થોડી માત્રામાં ગાંજો જપ્ત કર્યો હતો. NCBએ ક્ષિતિજ પ્રસાદની 24 કલાકથી વધુ સમય પૂછપરછ કરી હતી.

હવે કેપીએસ મલ્હોત્રા હવે સારા-શ્રદ્ધાની પૂછપરછ કરશે
કેપીએસ મલ્હોત્રાએ પહેલા NCBના ગેસ્ટહાઉસમાં દીપિકા પાદુકોણની પૂછપરછ કરી હતી. દીપિકાની પૂછપરછ કર્યા બાદ તેઓ ગેસ્ટહાઉસમાંથી નીકળી ગયા હતા. માનવામાં આવે છે કે હવે તેઓ NCBની ઓફિસમાં જઈને સારા તથા શ્રદ્ધાની પૂછપરછ કરશે.

સુશાંત કેસમાં સારા-શ્રદ્ધાની પૂછપરછ
સારા અલી ખાન તથા શ્રદ્ધા કપૂરની પૂછપરછ સુશાંત સિંહ રાજપૂત મોત કેસના સંદર્ભે થઈ રહી છે. આ બંનેની પૂછપરછ સમીર વાનખેડે, મહિલા કોન્સ્ટેબલ તથા એક અન્ય અધિકારી રહી રહ્યા છે. બંનેને સુશાંતની આઈલેન્ડ પાર્ટી, CBD ઓઈલ તથા ડ્રગ્સ અંગે સવાલો કરવામાં આવી રહ્યા છે.

સારા અલી ખાન એક વાગે NCBની ઓફિસ આવી હતી

લીગલ ટીમની સલાહ લીધી
NCBની ઓફિસ સારા તથા શ્રદ્ધા 10.30 વાગે આવવાના હતી પરંતુ બંનેએ NCBના અધિકારીઓ સમક્ષ સમય માગ્યો હતો. સારા તથા શ્રદ્ધાએ પોતાની લીગલ ટીમની સલાહ લેવા માટે NCB પાસેથી સમય માગ્યો હતો. NCBએ બંનેને પરવાનગી આપી છે. સારાએ પોતાની માતા અમૃતા સિંહની સાથે લીગલ ટીમ સાથે વીડિયો કોન્ફરન્સિંગની મદદથી સલાહ લીધી હતી.

શ્રદ્ધા 11.45 વાગે NCBની ઓફિસ પહોંચી ગઈ હતી.

દીપિકા લખીને સ્ટેટમેન્ટ નહીં આપે
રિયા તથા રકુલ પ્રીત સિંહે NCBને લેખિત સ્ટેટમેન્ટ આપ્યું હતું. જોકે, દીપિકા લેખિતમાં સ્ટેટમેન્ટ આપશે નહીં. દીપિકા જે બોલશે, તેને ટાઈપ કરવામાં આવશે અને આ કાગળ પર દીપિકાની સહી લેવામાં આવશે.

દીપિકાની NCB ગેસ્ટ હાઉસમાં તો સારા-શ્રદ્ધાની NCBની ઓફિસમાં પૂછપરછ
NCB ગેસ્ટ હાઉસથી લઈ મેઈન રોડ સુધી મુંબઈ પોલીસે બેરિકેડ્સ લગાવી દીધા છે. દીપિકા પાદુકોણની અહીંયા પૂછપરછ થઈ રહી છે. જ્યારે સારા અલી ખાન તથા શ્રદ્ધા કપૂરની NCBની ઓફિસમાં પૂછપરછ થશે. શ્રદ્ધા કપૂર તથા સારા અલી ખાનની પૂછપરછ NCB અધિકારી સમીર વાનખેડે કરશે.

દીપિકા 9.45 વાગે NCBના ગેસ્ટ હાઉસ પહોંચી ગઈ હતી

દીપિકા-સારા-શ્રદ્ધાને આ સવાલો પૂછવામાં આવી શકે છે

દીપિકાને આ પાંચ સવાલ પૂછવામાં આવી શકે છેઃ
1. શું તમે ક્યારેય ડ્રગ્સ લીધું હતું અથવા તો ખરીદ્યું હતું? જો હા તો ક્યાંથી અને કેવી રીતે?
2. તમારો મોબાઈલ નંબર કન્ફર્મ કરો. કરિશ્મા પ્રકાશ તથા જયા સાહા સાથેની ચેટ તમારી છે કે નહીં?
3. તમે કરિશ્માને ક્યારથી ઓળખો છો? તમારી કેવી રીતે મુલાકાત થઈ?
4. તમે ક્યારેય ડ્રગ્સની વ્યવસ્થા કરવાની વાત કહી હતી અને કેટલીવાર ડ્રગ્સ ખરીદવા માટે કહ્યું હતું? તમે ડ્રગ્સ પોતાના માટે ખરીદ્યું કે અન્ય કોઈ માટે?
5. તમે કરિશ્માને પેમેન્ટ કર્યું હતું? હા તો પેમેન્ટ મોડ શું હતો? કોકો રેસ્ટોરાંમાં જે પાર્ટી થઈ તેમાં ડ્રગ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો?

સારા અલી ખાનને આ સવાલો પૂછાઈ શકે છે
1. તમારો મોબાઈલ નંબર કન્ફર્મ કરો. સુશાંત સિંહ રાજપૂત સાથે કેવી રીતે મુલાકાત થઈ અને તેની સાથે શું સંબંધ હતો?
2. સુશાંત ફિલ્મ 'કેદારનાથ'ના સમયથી ડ્રગ્સ લઈ રહ્યો હતો? તમે તેની સાથે ક્યારેય ડ્રગ્સ લીધું હતું?
3. શું તમે સુશાંત સાથે થાઈલેન્ડ ગયા હતા? તમે ત્યાં ડ્રગ્સ લીધું હતું અથવા તમારી ટીમમાંથી કોઈએ આમ કર્યું હતું?
4. પાવના સ્થિત ફાર્મ હાઉસ પર તમે સુશાંત સાથે કેટલીવાર ગયા હતા? શું તમે એવી કોઈ પાર્ટીમાં સામેલ થયા હતા, જ્યાં ડ્રગ્સનો ઉપયોગ થતો હોય?
5. શું તમે ક્યારેય પોતાના માટે ડ્રગ્સ ખરીદ્યું હતું? કરમજીત ઉર્ફે કેજે નામની કોઈ વ્યક્તિને ઓળખો છો? શું તે તમારી પાસે ડ્રગ્સ લઈને આવ્યો હતો?

શ્રદ્ધા કપૂરને આ સવાલો પૂછાઈ શકે છે
1. સુશાંત તથા રિયા સાથે પહેલી મુલાકાત કેવી રીતે અને ક્યા થઈ હતી? તમે ક્યારેય રિયા તથા સુશાંતને ડ્રગ્સ લેતા જોયાં હતાં?
2. 2 માર્ચ, 2019ના રોજ પાવનામાં ફિલ્મ 'છિછોરે'ની પાર્ટી હતી. તમે તેમાં ગયા હતા? હા તો તે પાર્ટીમાં ડ્રગ્સનો ઉપયોગ થયો હતો અને તમે ડ્રગ્સ લીધું હતું?
3. જયા સાહા સાથે કેવી રીતે મુલાકાત થઈ? SLB કોણ છે, જેને તમે મળવા માગતા હતા અને કેમ? તેની સાથે મુલાકાત થઈ હતી? હા તો કેટલી વાર?
4. શું તમે CBD ઓઈલ ડ્રગ્સ લીધું હતું અથવા મગાવ્યું હતું? જયા કયા જિંદલ દ્વારા તમને CBD ઓઈલ મોકલવાની વાત કરતી હતી?
5. શું તમે ક્યારેય પોતાના માટે ડ્રગ્સ ખરીદ્યું હતું? કરમજીત ઉર્ફે કેજે નામની કોઈ વ્યક્તિને ઓળખો છો? શું તે તમારી પાસે ડ્રગ્સ લઈને આવ્યો હતો?

દીપિકાની મેનેજર કરિશ્માએ શું ખુલાસા કર્યા?
થોડાં સમય પહેલાં દીપિકા-કરિશ્માની 28 ઓક્ટોબર, 2017ની વ્હોટ્સએપ ચેટ વાઈરલ થઈ હતી. હવે આ ચેટ અંગે મોટો ખુલાસો કરવામાં આવ્યો હતો. સૂત્રોના મતે, આ વ્હોટ્સએપ ગ્રુપમાં ત્રણ લોકો સામેલ હતા, જેમાં દીપિકા, મેનેજર કરિશ્મા પ્રકાશ તથા જયા સાહા હતા. આ ગ્રુપની એડમિન દીપિકા પાદુકોણ પોતે જ હતી. 2017માં બનેલું ગ્રુપ થોડાં દિવસ પહેલાં જ ડિલિટ કરી નાખવામાં આવ્યું છે. સૂત્રોના મતે, આ ગ્રુપમાં દીપિકાની મેનેજર કરિશ્મા તથા રિયાની મેનેજર જયા સાહા મેમ્બર હતા. તપાસ એજન્સીને આ ગ્રુપની અનેક ડ્રગ ચેટ મળી હતી. આને આધારે NCB એક સિન્ડિકેટ ચલાવવાનો કેસ દાખલ કરી શકે છે.

વ્હોટ્સએપ ચેટમાં દીપિકા એડમિન હતી

કરિશ્માએ સ્વીકાર્યું, દીપિકાએ જ તેને આ ગ્રુપમાં સામેલ કરી હતી
NCBની પૂછપરછમાં કરિશ્મા પહેલા રડવા લાગી હતી. ત્યારબાદ તેની સામે પુરાવા રાખવામાં આવ્યા તો કરિશ્માએ એક્ટ્રેસ અંગે મોટા ખુલાસા કર્યા છે. સૂત્રોના મતે, કરિશ્માએ એમ કહ્યું હતું કે દીપિકાએ આ ગ્રુપમાં તેને જબરજસ્તી સામેલ કરી હતી.

ગ્રુપમાં 12 સભ્યો હતા, દીપિકા ઉપરાંત બે ગ્રુપ એડમિન હતા
સૂત્રોના મતે, આ ગ્રુપમાં કુલ 12 સભ્યો હતા, દીપિકા ઉપરાંત 2 અન્ય સભ્યો એડમિન હતા. કરિશ્માએ પોતાની પૂછપરછમાં કહ્યું હતું કે તે જયા સાહાના હાથ નીચે કામ કરતી હતી અને અનેકવાર દીપિકા સાથે વાત થઈ હતી. જયા તથા દીપિકાની મુલાકાત પણ તેણે જ કરાવી હતી. કરિશ્માએ દીપિકા માટે ડ્રગ્સ ખરીદવાની વાત સ્વીકારી છે. આ ગ્રુપની ચેટ એ વાત સાબિત કરે છે કે અનેક સેલિબ્રિટીઝ ડ્રગ્સ ખરીદવા માટે પોતાના સ્ટાફ કે મેનેજરનો ઉપયોગ કરે છે.

દીપિકાએ મેનેજર પર દબાણ બનાવ્યું
રિપબ્લિક ટીવીના રિપોર્ટ પ્રમાણે, દીપિકાએ પોતાની મેનેજર કરિશ્મા પ્રકાશ પર દબાણ બનાવ્યું હતું કે તે NCB સમક્ષ અન્ય કોઈ ઘટસ્ફોટ ના કરે અને કોઈ માહિતી ના આપે. ચેનલના અહેવાલ પ્રમાણે, દીપિકાને શંકા છે કે તેની મેનેજર તથા ક્વાન કંપનીના કર્મચારીઓએ જ NCB સામે ડ્રગ સીક્રેટ્સ સાથે જોડાયેલા રહસ્યો ઉજાગર કર્યા છે અને તેમણે જ ડ્રગ ચેટ લીક કરી છે. કરિશ્મા પ્રકાશને પણ સમન પાઠવાવમાં આવ્યું હતું પરંતુ તેણે તબિયતનું બહાનું બતાવીને 25 સપ્ટેમ્બર પછી પૂછપરછ માટે આવવાની વાત કરી હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


deepika padukone at ncb office updates

Source

રકુલપ્રીત સિંહે નાર્કોટિક્સ બ્યૂરોએ પૂછપરછ કરી, દીપિકા પાદુકોણની મેનેજર હાજર, કરન જોહરના પ્રોડક્શન હાઉશના ડિરેક્ટરના ઘરે NCBના દરોડા

www.divyabhaskar.co.in |

સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ બોલિવૂડમાં ડ્રગ્સની તપાસ કરતી એજન્સી નાર્કોટિક્સ બ્યુરોએ આજે, 25 સપ્ટેમ્બરના રોજ રકુલપ્રીત સિંહની પૂછપરછ શરૂ કરી છે. રકુલ ગુરુવાર, 24 સપ્ટેમ્બરના રોજ હૈદરાબાદથી પરત ફરી છે. ઉલ્લેખનીય છે કે સનમ તથા અબીગેલે આપેલી માહિતીને આધારે NCBએ મુંબઈમાં ત્રણ જગ્યાએ દરોડા પાડ્યા છે.

NCB આજે દીપિકા પાદુકોણની મેનેજર કરિશ્મા પ્રકાશ તથા કરણ જોહરની ધર્મા પ્રોડક્શનના ડિરેક્ટર ક્ષિતિજ રવિ પ્રસાદની પણ પૂછપરછ કરશે. NCBએ ક્ષિતિજ પ્રસાદના ઘરે દરોડા પાડ્યા હતા.

કરિશ્મા પ્રકાશ 11 વાગે ઓફિસ આવી હતી

આવતીકાલે ત્રણ એક્ટ્રેસની પૂછપરછ
26 સપ્ટેમ્બરના રોજ NCB સારા અલી ખાન, દીપિકા પાદુકોણ તથા શ્રદ્ધા કપૂરની પૂછપરછ કરશે.

રણવીરે દીપિકાની સાથે રહેવાની અરજી કરી
સૂત્રોના જણાવ્યા મુજબ, રણવીરે NCBને અરજી કરી છે કે દીપિકાની પૂછપરછ દરમિયાન તેને સાથે રહેવાની મંજૂરી આપવામાં આવે. સાથે રહેવાના કારણમાં તેણે કહ્યું છે કે દીપિકા ક્યારેક ક્યારેક ડરી જાય છે, એટલા માટે તેને સાથે રહેવાની મંજૂરી આપવામાં આવે. રણવીરે અરજીમાં એમ પણ કહ્યું છે કે તે કાયદાનું પાલન કરનાર નાગરિક છે. નિયમો જાણે છે કે તપાસ દરમિયાન તે હાજર ન રહી શકે છતાં પણ NCB ઓફિસની અંદર આવવાની તેને પરવાનગી આપવામાં આવે. જોકે તેની અરજી પર હજુ કોઈ નિર્ણય લેવાયો નથી.

રાખી સાવંતનો દાવોઃ સ્લિમ રહેવા માટે અનેક સેલેબ્સ ડ્રગ્સ લે છે
તો બીજી બાજુ રાખીએ દાવો કર્યો છે કે અનેક સેલેબ્સ ભૂખ ના લાગે એ માટે ડ્રગ્સ લે છે. મોટા ભાગના સેલેબ્સ ગાંજો અથવા ચરસ લેતા હોય છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


રકુલપ્રીત સિંહ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ઓફિસ જવા માટે રવાના થઈ ચૂકી છે.

Source

જયા સાહાએ NCBની પૂછપરછમાં શ્રદ્ધા કપૂર માટે CBD ઓર્ડર કર્યો હોવાની વાત સ્વીકારી, નમ્રતા સાથેની ચેટ અંગે કહ્યું- મને કંઈ યાદ નથી

www.divyabhaskar.co.in |

થોડાં દિવસ પહેલા સુશાંત સિંહ રાજપૂત મોત કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યા બાદ અનેક મોટા નામો સામે આવ્યા છે. આ દરમિયાન NCBએ જયા સાહાની બે દિવસ પૂછપરછ કરી હતી અને આ પૂછપરછમાં અનેક મહત્ત્વના ખુલાસા સામે આવ્યા હતા. સાહાએ તપાસ એજન્સીને કહ્યું હતું કે તેણે શ્રદ્ધા કપૂર માટે ઓનલાઈન ઓર્ડર કરીને CBD ઓઈલની વ્યવસ્થા કરી આપી હતી.

પૂછપરછ દરમિયાન NCBએ જયાને શ્રદ્ધા સાથે થયેલી વાતચીતના સ્ક્રીનશોર્ટ્સ બતાવ્યા હતા અને અનેક સવાલ કર્યા હતા. જયાએ શ્રદ્ધા માટે CBD ઓઈલની વ્યવસ્થા કરી આપી હોવાનું સ્વીકાર્યું હતું. આ ડ્રગ ભારતમાં બૅન છે.

અનેક સેલેબ્સને CBD ઓઈલ આપ્યું હોવાની વાત સ્વીકારી
ઈન્ડિયા ટુડેના અહેવાલ પ્રમાણે, પૂછપરછમાં જયા સાહાએ સ્વીકાર્યું છે કે શ્રદ્ધા કપૂર ઉપરાંત સુશાંત સિંહ રાજપૂત, રિયા ચક્રવર્તી, ફિલ્મમેકર મધુ મન્ટેના તથા પોતાના માટે CBD ઓઈલની વ્યવસ્થા કરતી હતી. NCBએ જયાને નમ્રતા શિરોડકર સાથેની ચેટ અંગે સવાલ કર્યો હતો તેણે કહ્યું હતું કે તે ચેટ તેની જ છે પરંતુ શેના વિશે હતી, તે તેને યાદ નથી.

આ પહેલા EDએ રિયા ચક્રવર્તી તથા જયા સાહા વચ્ચે થયેલી ડ્રગ્સ ચેટનો ખુલાસો કર્યો હતો. જયાએ રિયાને કહ્યું હતું કે તે સુશાંતની ચા કે કૉફીમાં CBD ઓઈલના કેટલાંક ટીપાં નાખી શકે છે. 30-40 મિનિટ પછી કિક મળશે.

NCBએ કરિશ્મા પ્રકાશ વિરુદ્ધ સમન પાઠવ્યું
NCBએ દીપિકા પાદુકોણની ટેલેન્ટ મેનેજર કરિશ્મા પ્રકાશને સમન પાઠવ્યું હતું. જોકે, તેની તબિયત ખરાબ હોવાથી તેણે 25 સપ્ટેમ્બર પછી આવવાની વાત કરી હતી. કરિશ્મા તથા જયા સાહા એક જ ટેલેન્ટ કંપનીમાં કામ કરે છે.

અનેક એક્ટ્રેસ સકંજામાં
ડ્રગ્સ કેસની તપાસમાં અત્યાર સુધી અનેક એક્ટ્રેસના નામ સામે આવ્યા છે, જેમાં સારા અલી ખાન, રકુલપ્રીત સિંહ, શ્રદ્ધા કપૂર, દીપિકા પાદુકોણ, દિયા મિર્ઝા, નમ્રતા શિરોડકર તથા ફેશન ડિઝાઈનર સિમોન ખંબાટા સામેલ છે.

બોટમેન સારા-રકુલ-શ્રદ્ધાનું નામ લીધું હતું
પૂછપરછ દરમિયાન લોનાવલાના એક બોટમેને કહ્યું હતું કે સુશાંતની સાથે તેના પાવના ફાર્મહાઉસમાં રિયા ચક્રવર્તી, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર તથા રકુલ પ્રીત સિંહ પાર્ટી કરવા આવતા હતા. અહીંયા થતી પાર્ટીમાં ગાંજો તથા દારૂનો ઉપયોગ સામાન્ય હતો.

દીપિકાનું નામ સામે આવ્યું
ડ્રગ્સ કેસમાં હવે દીપિકાનું નામ સામે આવ્યું છે. દીપિકા તથા તેની મેનેજર કરિશ્માની ચેટ સામે આવી છે. આ ચેટ 28 ઓક્ટોબર, 2017ની છે. આ ચેટમાં દીપિકાએ કરિશ્મને પૂછ્યું હતું, 'માલ હૈ ક્યા?'

NCB દીપિકા, સારા તથા રકુલને બોલાવી શકે છે
NCBના એક અધિકારીએ નામ જાહેર ના કરવાની શરતે કહ્યું હતું કે પહેલા કરિશ્મા પ્રકારની પૂછપરછ થશે. જો જરૂર પડી તો દીપિકાને પણ સમન મોકલવામાં આવશે. દીપિકા ઉપરાંત સારા તથા રકુલને પણ સમન મોકલાય તેવી શક્યતા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


જયા સાહા સેલિબ્રિટી મેનેજમેન્ટ કંપની ક્વાનમાં કામ કરે છે. 40થી વધુ બોલિવૂડ સેલેબ્સ આ કંપનીના ક્લાયન્ટ છે

Source

જયા સાહા ઉપરાંત શ્રુતિ મોદી અને મધુ મન્ટેનાને NCBનું તેડું, બુધવારે પૂછપરછ માટે હાજર થવા ફરમાન કર્યું, જયા સાહાની ટોચની અભિનેત્રીઓ સાથે ડ્રગ ચેટ સામે આવી હતી

www.divyabhaskar.co.in |

રિયા તથા સુશાંતની ટેલેન્ટ મેનેજર જયા સાહાની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ સોમવાર, 21 સપ્ટેમ્બરના રોજ પૂછપરછ કરી હતી. હવે NCBએ મંગળવારે પણ જયા સાહા ઉપરાંત શ્રુતિ મોદી અને પ્રોડ્યુસર મધુ મન્ટેનાને પણ પૂછપરછ માટે બુધવારે હાજર થવા ફરમાન કર્યું છે.

NCB હવે સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ એંગલથી પૂછપરછ કરી છે. રિયા ચક્રવર્તીની ચેટમાં જયા સાહાનું નામ સામે આવ્યું હતું. જોકે, ત્યારબાદ જયાની ચેટમાં શ્રદ્ધા કપૂર, D તથા K એમ ત્રણ નામો સામે આવ્યાં હતાં. આ ઉપરાંત આ ચેટમાં SLB તથા અમિતનું નામ પણ સામે આવ્યું છે. SLB બોલિવૂડમાં જાણીતું નામ છે.

ન્યૂઝ ચેનલ ‘રિપબ્લિક’ના અહેવાલ પ્રમાણે, જયાના વ્હોટ્સએપ ગ્રુપમાં બોલિવૂડના ટોચના સેલેબ્સ જોડાયેલા હતા. એક વ્હોટ્સએપ ગ્રુપમાં જયાએ બોલિવૂડની ટોચની એક્ટ્રેસિસ સાથે ડ્રગ્સ અંગે વાત કરી હતી. જયાના ફોનમાં આ બંનેના નામ 'D' તથા 'K' તરીકે સેવ કરવામાં આવ્યા હતા. 'D' હાલની બોલિવૂડની લીડિંગ એક્ટ્રેસમાંથી એક છે અને તે બોલિવૂડના ટોપ એક્ટર સાથે જોડાયેલી છે, જ્યારે 'K' એક્ટ્રેસ છે અને તેણે પોતાની કરિયરની શરૂઆત 90ના દાયકામાં કરી હતી અને 2000માં તે લીડિંગ એક્ટ્રેસ હતી.

ઓક્ટોબર 2017ની ચેટ સામે આવી
આ ચેટ 28 ઓક્ટોબર, 2017ની છે. આ ચેટમાં 'D'એ 'માલ' અંગે 'K' સાથે વાત કરી હતી અને 'K'એ જવાબ આપ્યો હતો કે તેની પાસે છે પરંતુ ઘરમાં છે. વધુમાં 'K' કહે છે કે તે અમિત પાસેથી માલ લઈ શકે છે. અમિતની પાસે માલ છે. 'D' સ્પષ્ટતા કરે છે કે તેને વીડ નહીં પણ હૅશ જોઈએ છીએ.

28 ઓક્ટોબર, 2017ના રોજ થયેલી વાતચીતઃ

 • સવારે 10.03 વાગે, Dએ Kને કહ્યું, તારી પાસે માલ છે?
 • સવારે 10.05 વાગે, Kએ જવાબ આપ્યોઃ હા મારી પાસે છે પરંતુ ઘરે છે. હાલમાં હું બાંદ્રામાં છું
 • સવારે 10.05 વાગે, Kએ લખ્યું: જો તું ઈચ્છે તો અમિતને પૂછી શકે છે
 • સવારે 10.07 વાગે, Dએ લખ્યું: હા… પ્લીઝ…
 • સવારે 10.08 વાગે, Kએ લખ્યું: અમિત તેની સાથે જ રાખે છે
 • સવારે 10.12 વાગે, Dએ લખ્યું: હૅશ છે ને?
 • સવારે 10.12 વાગે, Kએ લખ્યું: ના, વીડ છે
 • સવારે 10.14 વાગે, Kએ લખ્યું: કોકોની પાસે તું કેટલા વાગે આવીશ
 • સવારે 10.15 વાગે, Dએ લખ્યું: 11.30/12
 • સવારે 10.15 વાગે, Dએ લખ્યું: ત્યાં સુધી તે ક્યા છે?
 • Kએ લખ્યું: મને લાગે છે કે તેણે 11.30નું કહ્યું હતું, કારણ કે 12 વાગે તેને બીજી જગ્યાએ જવાનું છે.

ન્યૂઝ ચેનલ આજ તકે જયા તથા શ્રદ્ધા કપૂરની ચેટ અંગે વાત કરી હતી. આજ તકના અહેવાલ પ્રમાણે, આ ચેટમાં જયા કહે છે, 'જ્યારે તું નીચે આવે ત્યારે મને ફોન કરજે. હું નીચે આવીશ અને તને આપી દઈશ.' પછી જયા કહે છે, 'હેલ્લો, હું આજે તને CBD ઓઈલ મોકલી રહી છું.' આ વાત પર શ્રદ્ધા કહે છે, 'હાય, થેંક્યૂ.' જવાબમાં જયા સ્માઈલી મોકલે છે. ત્યારબાદ શ્રદ્ધા કહે છે, 'સાંભળ, SLBને મળવાની ઈચ્છા છે.' કહેવામાં આવી રહ્યું છે કે SLB બોલિવૂડનું મોટું નામ છે.

અન્ય ચેટમાં N, J તથા S સાથે થયેલી વાતચીતનો ખુલાસો
ટાઈમ્સ નાઉને મળેલી અન્ય એક ચેટમાં N, J તથા S નામની એક્ટ્રેસિસ વચ્ચેની વાતચીત છે, જેમાં N, Jને કહે છે, 'તે મને સારી ક્વોલિટીનું MD (ડ્રગ્સ) લેવાનું વચન આપ્યું હતું.' આપણે પાર્ટી કરીશું. તો Jએ Sને કહ્યું હતું, 'તું મને પેડલર કેવી રીતે બનાવી શકે. હું તો તને CBD ઓઈલ મોકલું છું.'

તપાસ એજન્સી CBD ઓઈલ ક્યાંથી આવે છે તેની શોધમાં
તપાસ એજન્સી આ કેસમાં જાણવા માગે છે કે આખરે જયા સાહા સેલેબ્સ માટે ક્યાંથી CBD ઓઈલ લાવતી હતી. એજન્સી SLB તથા અમિત અંગે પણ જયાને પૂછપરછ કરી શકે છે. આ બંનેના નામ ચેટમાં આવ્યા છે. જયાને બોલિવૂડ પાર્ટી, હૅશ તથા ડ્રગ પેડલર્સ અંગે સવાલો કરી શકે છે. ઉલ્લેખનીય છે કે જયાના વ્હોટ્સએપ ગ્રુપમાં અનેક બોલિવૂડ સેલેબ્સ સામેલ છે.

આ પહેલાં જયા-રિયાની ચેટ સામે આવી હતી
નોંધનીય છે કે આ પહેલા રિયા ચક્રવર્તી તથા ક્વાન ટેલેન્ટ મેનેજમેન્ટની ટેલેન્ટ મેનેજર જયા સાહાની ચેટને EDએ રિટ્રીવ કરી હતી. આ ચેટમાં જયાએ રિયાને કહ્યું હતું કે સુશાંતને CBD ઓઈલ આપવામાં આવે. ત્યારબાદ EDએ જયાની પૂછપરછ કરી હતી. જયાએ EDને આપેલા પોતાના નિવેદનમાં કહ્યું હતું કે તેણે ક્યારેય CBD ઓઈલ જેવું કંઈ જ સપ્લાય કર્યું નથી. જયાના મતે, સુશાંત સિંહ રાજપૂતે તેનો સંપર્ક કર્યો હતો અને કહ્યું હતું કે તે ડિપ્રેશનમાં છે. આ જ કારણે તેણે CBD ઓઈલ ચા કે કૉફી સાથે લેવાની સલાહ આપી હતી. આનાથી એક્ટરને રિલેક્સ થઈ શકે તેમ હતો. જયાએ EDને કહ્યું હતું કે સુશાંતને જે ઓઈલ લેવાની વાત કરી હતી તે પૂરી રીતે લીગલ છે. તે સરળતાથી શોપિંગ પોર્ટલ્સ પર મળી જાય છે. તેણે પણ ડિપ્રેશનમાં આ તેલનો ઉપયોગ કર્યો હતો.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Shraddha Kapoor asks Jaya Saha for CBD oil, WhatsApp With Jaya Saha

Source

error:
Scroll to Top