પ્રિયંકા ચોપરાએ કમલા હેરિસનું વોગ કવર પેજ શૅર કરીને કહ્યું, 'મહિલા, એક ભારતીય મહિલા'
અમેરિકન વોગ મેગેઝિનના કવર પેજ પર અમેરિકાનાં વાઈસ-પ્રેસિડેન્ટ કમલા હેરિસને જોતાં બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા ઘણી જ ખુશ થઈ છે. પ્રિયંકાએ સોશિયલ મીડિયામાં વોગનું કવર પેજ શૅર કરીને કહ્યું હતું કે એક ભારતીય મહિલા ટૂંક સમયમાં જ વ્હાઈટ હાઉસમાં જશે.
સોશિયલ મીડિયામાં પોસ્ટર શૅર કર્યું
પ્રિયંકા ચોપરાએ મેગેઝિનનું કવર પેજ શૅર કરીને ગયા અઠવાડિયે અમેરિકામાં કેપિટલ હિલમાં જે હિંસા થઈ એનાથી પોતાના સ્પેશિયલ મેસેજની શરૂઆત કરી હતી. પ્રિયંકાએ કહ્યું હતું, 'વોશિંગ્ટન DCમાં કેપિટલ હિલમાં આ અઠવાડિયે એવી વસ્તુઓ સામે આવી છે કે એની ભયાનકતા જોયા બાદ આ વચન આપી રહ્યું છે કે માત્ર 10 દિવસમાં અમેરિકાને નેતૃત્વનું આ પ્રકારનું હકારાત્મક ઉદાહરણ વારસામાં મળશે. એક મહિલા, એક મહિલાનો રંગ, એક ભારતીય મહિલા. એક બ્લેક વુમન. એક મહિલા જેનાં પેરન્ટ્સ અમેરિકાની બહાર જન્મ્યાં હતાં. બીજું કંઈ ખાસ હોઈ શકે છે, વાઈસ-પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયાં બાદ નાનકડી છોકરી માત્ર એવી દુનિયા અંગે જાણે છે, જ્યાં એક મહિલા અમેરિકાની ઉપરાષ્ટ્રપ્રમુખ છે. તે ભારતમાંથી આવે છે, એક દેશ (વિશ્વભરના અન્યની જેમ) જ્યાં ઘણી મહિલા નેતાઓ છે, અમેરિકામાં તે પહેલી મહિલા બનશે એ વિશ્વાસ કરવો મુશ્કેલ છે. જોકે આ અંતિમ નહીં હોય એ વિશ્વાસ સાથે. '
આ પહેલાં પ્રિયંકા ચોપરા વોગના કવર પેજ પર જોવા મળી હતી
પ્રિયંકા ચોપરા વોગ અમેરિકાના કવર પેજ પર વર્ષ 2019ના જાન્યુઆરી અંકમાં જોવા મળી હતી. પ્રિયંકા ચોપરા પહેલી ભારતીય સેલેબ હતી, જે વોગ અમેરિકાના કવર પેજ પર આવી હતી.
વોગે પર કમલા હેરિસનો ફોટો શૅર કર્યો તો વિવાદ થયો
વોગના ફેબ્રુઆરી ઈસ્યુમાં કમલા હેરિસ કવર પેજ પર જોવા મળશે. વોગે પોતાના સોશિયલ મીડિયામાં કમલા હેરિસની તસવીરો શૅર કરી હતી. એક તસવીરમાં કમલા હેરિસ ગ્રીન-પિંક બેકગ્રાઉન્ડમાં જોવા મળે છે, જ્યારે અન્ય તસવીરમાં ગોલ્ડન બેકગ્રાઉન્ડમાં જોવા મળે છે. જોકે તસવીરો શૅર કર્યા બાદ જ વિવાદ ઊભો થયો હતો. સોશિયલ મીડિયામાં યુઝર્સે વોગ પર એવો આક્ષેપ મૂક્યો છે કે તેણે મેગેઝિનના કવર પેજ પર કમલા હેરિસના સ્કીન ટોનને યોગ્ય રીતે બતાવવામાં આવ્યો નથી. યુઝર્સે 'વ્હાઈટવોશિંગ'નો આક્ષેપ પણ કર્યો છે. આ ઉપરાંત યુઝર્સે ફોટોઝને વ્યવસ્થિત રીતે એડિટ ના કર્યા હોવાની વાત પણ કરી હતી. યુઝર્સે આ અંગે પોતાના નારાજગી પ્રગટ કરીને સોશિયલ મીડિયામાં ગુસ્સો વ્યક્ત કર્યો છે.
Vice President-elect @KamalaHarris is our February cover star!
Making history was the first step. Now Harris has an even more monumental task: to help heal a fractured America—and lead it out of crisis. Read the full profile: https://t.co/W5BQPTH7AU pic.twitter.com/OCFvVqTlOk
— Vogue Magazine (@voguemagazine) January 10, 2021