Four

દિશા પટનીની સફર:એક્ટ્રેસ નહીં પણ સાયન્ટિસ્ટ બનવું હતું, અત્યાર સુધીના ચાર વર્ષના કરિયરમાં બેવાર સલમાન ખાન સાથે કામ કર્યું

www.divyabhaskar.co.in |
દિશા નાનપણથી ભણવામાં હોંશિયાર હતી,હિન્દી ફિલ્મમાં ડેબ્યુ 2016માં આવેલી ‘એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’થી કર્યું હતું

Source

ફર્સ્ટ વીક કલેક્શન:રાજકુમાર રાવ-જાહન્વી કપૂરની ફિલ્મ 'રૂહી'એ રવિવારે સારો બિઝનેસ કર્યો, ચાર દિવસમાં 12.58 કરોડની કમાણી કરી

www.divyabhaskar.co.in |
ફર્સ્ટ વીક કલેક્શન:રાજકુમાર રાવ-જાહન્વી કપૂરની ફિલ્મ 'રૂહી'એ રવિવારે સારો બિઝનેસ કર્યો, ચાર દિવસમાં 12.58 કરોડની કમાણી કરી

Source

ગોલ્ડન ગ્લોબ 2021 વિનર્સ લિસ્ટ:મોશન પિક્ચરની ડ્રામા કેટેગરીમાં ચેડવિક બોસમેન બેસ્ટ એક્ટર, 'ધ ક્રાઉન'ને ચાર અવોર્ડ મળ્યા

www.divyabhaskar.co.in |
ગોલ્ડન ગ્લોબ 2021 વિનર્સ લિસ્ટ:મોશન પિક્ચરની ડ્રામા કેટેગરીમાં ચેડવિક બોસમેન બેસ્ટ એક્ટર, 'ધ ક્રાઉન'ને ચાર અવોર્ડ મળ્યા

Source

કરીનાએ નતાશા દલાલને વરુણ ધવનની મંગેતર કહી, વરુણનો ઘટસ્ફોટ- નતાશાએ મને ચાર વાર રિજેક્ટ કર્યો હતો

www.divyabhaskar.co.in |

કરીના કપૂર રેડિયો ચેટ શોની બીજી સીઝનનું શૂટિંગ કરી રહી છે. હાલમાં જ વરુણ ધવને આ શોમાં ફિલ્મ 'કુલી નંબર 1'નું પ્રમોશન કર્યું હતું. વરુણ સાથેની વાતચીતમાં કરીનાએ નતાશા દલાલને તેની મંગેતર કહી હતી. વરુણે ઘટસ્ફોટ કર્યો હતો કે નતાશાએ તેને ત્રણથી ચાર વાર રિજેક્ટ કર્યો હતો.

લગ્ન અંગે વરુણે કહ્યું, મને લાગે છે કે લગ્ન કરવા જોઈએ
વરુણ તથા નતાશા કોલેજથી એકબીજાના મિત્ર છે અને ઘણાં વર્ષોથી રિલેશનશિપમાં છે. લગ્ન અંગે વરુણે કહ્યું હતું, 'આટલાં લાંબા સમયથી એકબીજાની સાથે રહ્યાં બાદ મને લાગે છે કે લગ્ન કરવા જોઈએ. જ્યારે હું મારા ભાઈ-ભાભીને જોઉં છું, ભત્રીજીને જોઉં છું તો લાગે છે કે આ યોગ્ય છે.'

મને તો લિવ ઈનમાં રહેવામાં પણ વાંધો નહોતોઃ વરુણ
વરુણે વધુમાં કહ્યું હતું, 'નતાશા તથા તેનો પરિવાર અમારા સંબંધો અંગે ઘણો જ રિલેક્સ છે. મને એક સમય બાદ એવું લાગ્યું હતું કે તમારે એકબીજાની સાથે રહેવું જોઈએ. મને તથા નતાશાને લિવ ઈનમાં રહેવામાં પણ વાંધો નહોતો. જોકે, મારા પેરેન્ટ્સ આ માટે તૈયાર નહોતા. તેઓ ઈચ્છતા હતા કે હું લગ્ન જ કરું.'

નતાશાએ ઘણીવાર રિજેક્ટ કર્યો
વરુણે આગળ કહ્યું હતું, 'હું નતાશાને પહેલીવાર છઠ્ઠા ધોરણમાં હતો ત્યારે ક્લાસમાં મળ્યો હતો. ત્યારે અમે એકબીજાને ડેટ કરતાં નહોતા. 12 ધોરણ સુધી અમે સારા મિત્રો હતા. મને આજે પણ યાદ છે કે અમે માણેકજી કૂપર સ્કૂલમાં હતા. તે બાસ્કેટ બોલની યલો ટીમમાં તથા હું રેડ ટીમમાં હતો. લંચ દરમિયાન કેન્ટીનમાં જ્યારે તે મારી સામે આવી તો મને પહેલી નજરમાં પ્રેમ થઈ ગયો હતો. જોકે, તેણે ત્રણથીચાર વાર મને રિજેક્ટ કર્યો હતો. જોકે, મેં હિંમત હારી નહોતી.'

વરુણ તથા નતાશાના લગ્ન અંગે અફવા હતી કે આ બંને થાઈલેન્ડમાં ડેસ્ટિનેશન વેડિંગ કરવાનું વિચારી રહ્યાં છે. જોકે, કોવિડ 19ને કારણે તેમણે લગ્ન પોસ્ટપોન કર્યાં હતાં.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Kareena calls Natasha Dalal Varun Dhawan’s fiancee , Varun’s revelation – Natasha rejected me four times

Source

અર્ચનાએ જણાવ્યું- 4 વર્ષ સુધી લગ્નની વાત છુપાવી હતી, પતિ પરમીત સેઠીનો પરિવાર લગ્નની વિરુદ્ધ હતો

www.divyabhaskar.co.in |

કોમેડી શો' ધ કપિલ શર્મા શો'ની જજ અર્ચના પૂરણ સિંહે લેટેસ્ટ એપિસોડમાં એક ખુલાસો કર્યો છે. અર્ચનાએ જણાવ્યું કે, ચાર વર્ષ સુધી પતિ પરમીત સેઠી અને તેણે તેમના લગ્નની વાત છુપાવી હતી કારણકે પરમીત સેઠીના પરિવારને અર્ચનાના એક્ટ્રેસ હોવા પર આપત્તિ હતી અને તે આ લગ્ન વિરુદ્ધ હતા.

'કપિલ શર્મા શો'ના રવિવારે (6 ડિસેમ્બરે) ટેલિકાસ્ટ થયેલા એપિસોડમાં સિંગર નેહા કક્કર અને તેના પતિ રોહનપ્રીત સિંહ સેલિબ્રિટી ગેસ્ટ હતા. આ દરમ્યાન અર્ચનાએ નેહા અને રોહનને જણાવ્યું કે, પરમીત સેઠીના માતાપિતા બંનેના લગ્નની વિરુદ્ધ હતા. કારણકે તેમને અર્ચનાના એક્ટ્રેસ હોવા પર વાંધો હતો. તેને કારણે તેમણે લગ્ન માટે ના પાડી દીધી હતી પણ પરમીતે અર્ચનાને કહ્યું હતું કે તે તેની સાથે જ લગ્ન કરશે.

અર્ચનાએ આગળ જણાવ્યું કે, જે દિવસે પરમીતના માતાપિતાએ ના પાડી તે જ દિવસે પરમીત તેની સાથે લગ્ન કરવા માટે તૈયાર થઇ ગયા હતા. ત્યારબાદ અમે બંને પંડિત પાસે ગયા. તેમણે પરમીતને પૂછ્યું કે છોકરી વયસ્ક તો છે ને? પરમીતે તેમને કહ્યું કે તે મારાથી વધુ વયસ્ક છે. પછી પંડિતજીએ બીજે દિવસે આવવા કહ્યું હતું.

અર્ચનાએ તે દિવસને યાદ કરીને કહ્યું કે, તે સૈફ અલી ખાનની ડેબ્યુ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા. સેટ પર તેણે કોઈને પણ જણાવ્યું ન હતું કે તે લગ્ન કરી રહ્યા છે. ત્યાં સુધી કે જ્યારે તેના લગ્ન થઇ રહ્યા હતા ત્યારે તેને તેના હેરડ્રેસરનો ફોન આવ્યો હતો પણ તેમણે તેને પણ કઈ ન જણાવ્યું. અંદાજે ચાર વર્ષ સુધી લગ્નની વાત છુપાવી પડી હતી. અર્ચનાએ કહ્યું કે તે જમાનામાં સોશિયલ મીડિયા ન હતું તો આવામાં અમે બંને આરામથી નીકળી ગયા હતા.

1992માં અર્ચના અને પરમીતનાં લગ્ન થયાં
1992માં ફિલ્મ 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે'માં પરમીતે સારું પરફોર્મ કર્યું હતું અને તે ઘણો ફેમસ થયો હતો. તે પહેલાં 1992માં જ પરમીત અને અર્ચનાએ લગ્ન કર્યાં હતાં. તેમને બે બાળકો છે આર્યમાન અને આયુષ્માન. પૂર્વ ક્રિકેટર અને એક્સ જજ નવજોત સિંહ સિધ્ધુએ શો છોડ્યો ત્યારબાદ 2019માં અર્ચના 'ધ કપિલ શર્મા શો'ની જજ બની છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Archana Puran Singh Reveals She Had To Hide Her Marriage With Parmeet Sethi For Four Years

Source

ચાર દિવસ સુધી હર્ષવર્ધન રાણે ઓક્સિજન સપોર્ટ પર હતો, કોરોના પોઝિટિવ થતાં ICUમાં એડમિટ કરવામાં આવ્યો હતો

www.divyabhaskar.co.in |

'સનમ તેરી કસમ' ફૅમ હર્ષવર્ધન રાણે થોડાં દિવસ પહેલા કોરોના પોઝિટિવ હોવાની વાત સામે આવી હતી. એક્ટરને છેલ્લાં કેટલાંક દિવસોથી તાવ તથા માથામાં દુખાવો હતો. જ્યારે તેણે પહેલી વાર તપાસ કરાવી તો તેને વાઈરલ ફીવર હોવાની વાત કરવામાં આવી હતી. જોકે, પછી તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કોવિડ 19નો રિપોર્ટ આવ્યા બાદ તે ઘરમાં જ આઈસોલેટ થયો હતો. જોકે, બે દિવસ સુધી હર્ષવર્ધનની તબિયતમાં કોઈ સુધારો થયો નહોતો. હર્ષવર્ધન બીજીવાર હોસ્પિટલમાં ગયો તો તેને ઓક્સિજન સપોર્ટ સાથે ICUમાં એડમિટ કરવામાં આવ્યો હતો.

હર્ષવર્ધન રાણેની ફિલ્મ 'તૈશ' 29 ઓક્ટોબરના રોઝ ઝી5 પર રિલીઝ થવાની છે. આ ફિલ્મનું પ્રમોશન શરૂ થાય તે પહેલા જ હર્ષવર્ધન કોરોના પોઝિટિવ થયો છે. હવે તે ફિલ્મના પ્રમોશનમાં સામેલ થશે નહીં. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં હર્ષવર્ધને કહ્યું હતું, 'હું ઓક્સિજન સપોર્ટ પર હતો. મને બહુ જ ખરાબ લાગ્યું કે હું ફિલ્મને પ્રમોટ કરી શકીશ નહીં. મને હજી પણ નબળાઈ લાગે છે. સૌ પહેલા મને માથાનો દુખાવો તથા તાવ આવતો હતો. ચાર દિવસ બાદ પણ મારી તબિયતમાં કોઈ ફેર ના પડ્યો ત્યારે હોસ્પિટલ ગયો હતો. ડૉક્ટર્સે વાઈરલ ફીવર હોવાની વાત કહી હતી. જોકે, મેં કોવિડ 19નો ટેસ્ટ કરાવ્યો હતો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.'

વધુમાં હર્ષવર્ધને કહ્યું હતું, 'રિપોર્ટ પોઝિટિવ આવ્યના બે દિવસ બાદ પણ તાવ તથા માથામાં દુખાવો હતો. હું બીજીવાર હોસ્પિટલ ગયો. તેમણે તરત જ મને ICUમાં એડમિટ કર્યો હતો. આઠ દિવસ બાદ તાવ તથા માથાનો દુખાવો ઓછો થયો હતો.'

View this post on Instagram

#PALI from #TAISH on 29th October on @zee5premium🔥

A post shared by Harshvardhan Rane (@harshvardhanrane) on Oct 23, 2020 at 10:30pm PDT

હર્ષવર્ધનની અપકમિંગ ફિલ્મ 'તૈશ'ને બિજોય નામ્બિયારે ડિરેક્ટ કરી છે. હર્ષવર્ધને કહ્યું હતું, 'બિજોય રોજ 2થી ત્રણ વાર ફોન કરીને મારી તબિયત પૂછે છે. આ ફિલ્મના પાત્રની તૈયારી માટે મેં મારી જાતને બે અઠવાડિયે રૂમમાં બંધ કરી દીધી હતી. જોકે, જ્યારે ટ્રેલર લૉન્ચ થયું ત્યારે પણ હું આઈસોલેશનમાં હતો. જોકે, તે વખતે કારણ અલગ હતું.' આ ફિલ્મમાં હર્ષવર્ધન રાણેની સાથે સંજીદા શેખ, કૃતિ ખરબંદા તથા જિમ સરભ છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Harshvardhan Rane was on oxygen support for four days, was admitted to ICU after corona tested positive.

Source

23 વર્ષની ઈરા ખાને વીડિયો શેર કરીને પોતાની મેન્ટલ હેલ્થ વિશે કહ્યું, ‘હું ક્લિનિકલી ડિપ્રેસ્ડ છું’

www.divyabhaskar.co.in |

10 ઓક્ટોબરના રોજ વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો. આજે પણ માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે લોકો સજાગ નથી. લોકો મેન્ટલ હેલ્થ પર વાત કરવાનું પસંદ કરતા નથી. હાલમાં જ આમિર ખાનની દીકરી ઈરાએ એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું હતું કે તે ડિપ્રેશનમાં છે.

શું કહ્યું વીડિયોમાં?
વીડિયોમાં ઈરાએ કહ્યું હતું, 'હાય, હું ડિપ્રેસ્ડ છું. હું છેલ્લાં ચાર વર્ષથી ડિપ્રેશનમાં છું. હું ડૉક્ટર પાસે ગઈ હતી. હું ક્લિનિકલી ડિપ્રેસ્ડ છું. જોકે, હવે મને સારું છે. છેલ્લાં એક વર્ષથી હું મેન્ટલ હેલ્થ અંગે કંઈ કરવા માગતી હતી પરંતુ મને ખ્યાલ નહોતો આવતો કે હું શું કરું? તો મેં વિચાર્યું કે હું તમને મારી સફર પર લઈ જાઉં. જોઈએ કે આગળ શું થાય છે?'

આથી મેં નક્કી કર્યું કે, તમને મારા સફર પર લઇ જઉં છું અને જોવું કે શું થાય છે. આશા છે કે આપણે બધા પોતાને સારી રીતે જાણી શકીશું. મેન્ટલ હેલ્થને સરે રીતે સમજી શકીશું. ચાલો, ત્યાંથી શરુ કરીએ, જ્યાંથી મેં શરૂઆત કરી હતી. હું કઈ વાતે ડિપ્રેસ્ડ છું? હું ડિપ્રેસ્ડ થનારી કોણ છું? મારી પાસે બધું છે ને?

વીડિયોના કેપ્શનમાં ઈરાએ લખ્યું છે, ‘ઘણું બધું ચાલી રહ્યું છે. ઘણા લોકો બહુ બધું કહી રહ્યા છે. વસ્તુઓ હકીકતમાં કન્ફયુઝિંગ અને સ્ટ્રેસફુલ તથા સરળ છે, પરંતુ યોગ્ય નથી. જિંદગી બધા પાસે છે. આ બધું કહેવાની જોઈ રીત નથી, પરંતુ મને લાગે છે કે મને કઈક મળી ગયું છે કે મને સમજાઈ ગયું છે, મેન્ટલ હેલ્થ અને મેન્ટલ ઈલ હેલ્થ વિશે.તો મારા સફરમાં મારી સાથે, અજીબ, ક્યારેક બાળકો જેવા અવાજ, પ્રામાણિક રીતે..વાતચીત શરુ કરીએ.’

23 વર્ષની ઈરાએ ગયા વર્ષે ‘યુરિપાઈડ્સ મેડિયા’ નામનાં પ્લે સાથે થિએટરમાં ડેબ્યુ કર્યું હતું. આ પ્લેને ડિરેક્ટ કર્યો હતો. આ શોથી વરુણ ધવનની ભત્રીજી અંજીની ધવને એક્ટ્રેસ તરીકે ડેબ્યુ કર્યું હતું.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Aamir Khan’s Daughter Ira Khan Suffering From Clinical Depression Since Last Four Years

Source

error:
Scroll to Top