કંગના રનૌતની પાલી હિલ સ્થિત ઓફિસમાં તોડફોડ કર્યાના છ દિવસ બાદ BMCએ મંગળવાર (15 સપ્ટેમ્બર)ના રોજ એક્ટ્રેસની સોસાયટી ચેતક અંગે નોટિસ ફટકારી મેમ્બર્સની માહિતી માગી છે. ચેતક સોસાયટી એક સહકારી સમિતિ છે. માનવામાં આવે છે કે BMC આ કેસમાં કોઈ પણ એક્શન લઈ શકે છે. આ પહેલા BMCએ કંગનાની ખાર સ્થિતિ ઘરમાં ગેરકાયદેસર બાંધકામ હટાવવાની નોટિસ આપી હતી.
BMCએ કંગનાની સોસાયટીમાંથી આ 5 ડિટેલ્સ માગી
- સોસાયટીના પ્રમુખ સભ્યોની માહિતી તથા પાર્ટનરની યાદી
- છેલ્લા ત્રણ વર્ષમાં સોસાયટીની બેઠક, બેંક અકાઉન્ટની માહિતી
- ચૂંટણી પ્રોસેસની સાથે મેમ્બર્સની ટ્રાન્સફર યાદી
- રેલ હાઉસ તથા બંગલાના અલૉકેશનની માહિતી
- એગ્રીમેન્ટ સહિત બીજા પેપર્સની માહિતી
કંગનાએ BMC પાસે 2 કરોડનું વળતર માગ્યું
કંગના રનૌતે BMC પાસેથી પોતાની ઓફિસમાં કરેલી તોડફોડ બદલ રૂપિયા 2 કરોડનું વળતર માગ્યું છે. રિપોર્ટ પ્રમાણે, એક્ટ્રેસે BMCને એક નોટિસ ફટકારી છે. 9 સપ્ટેમ્બરના રોજ પાલી હિલ સ્થિત કંગનાની ઓફિસ મણિકર્ણિકા ફિલ્મ્સમાં ગેરકાયદેસર બાંધકામ થયું હોવાનું કહીને BMCએ તોડફોડ કરી હતી. 9 સપ્ટેમ્બરે મુંબઈ આવેલી કંગનાએ 13 સપ્ટેમ્બરના રોજ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં તેમણે પોતાની સાથે થયેલા અન્યાય અંગે વાત કરી હતી. આ પહેલા કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ પણ રાજ્યપાલ સાથે મુલાકાત કરી કંગનાને વળતર અપાવવાની માગણી કરી હતી.
કંગનાએ 2017માં પાલી હિલ સ્થિત બંગલો ખરીદ્યો હતો. આ વર્ષે જાન્યુઆરીમાં રિનોવેશનનું કામ પૂર્ણ થયું હતું. આ બંગલાને ઓફિસ-કમ-રેસિડન્સ બનાવવામાં આવ્યો છે. BMCએ ગેરકાયદેસર બાંધકામ ગણાવ્યું હતું. 1979ના પ્લાન પ્રમાણે, આ બંગલો રેસિડેન્શિયલ પ્રોપર્ટીમાં લિસ્ટેડ છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Source