ડ્રગ્સ કેસમાં ફસાયેલી ભારતી સિંહને કપિલ શર્માના શોમાંથી હાંકી કાઢવાની ચર્ચા પર કૃષ્ણા અભિષેકે કહ્યું- હું અને કપિલ તેની સાથે છીએ

www.divyabhaskar.co.in |

ડ્રગ્સ કેસમાં ફસાયેલી કોમેડિયન ભારતી સિંહની મુશ્કેલીઓ ઓછી થતી નથી. કહેવાય છે કે ડ્રગ્સ કેસમાં નામ આવ્યા બાદ ભારતીને 'ધ કપિલ શર્મા'માંથી હાંકી કાઢવામાં આવી છે. ચેનલે ભારતીને શોમાંથી બહાર કરવાનો નિર્ણય લીધો છે. આ અંગે જ્યારે શોના અન્ય કલાકાર કૃષ્ણા અભિષેકને પૂછવામાં આવ્યું તો તેણે આ વાતનું ખંડન કર્યું હતું.

'હું ભારતીની સાથે'
કૃષ્ણાએ કહ્યું હતું, 'મેં ચેનલ તરફથી હજી સુધી આવી કોઈ વાત સાંભળી નથી. ચેનલે આ અંગે કોઈ ચર્ચા કરી નથી. જો આવું કંઈ પણ થયું તો હું ભારતીને સપોર્ટ કરીશ. તેણે કામ પર પરત આવવું જોઈએ, જે થવાનું હતું એ થઈ ગયું. હું અને કપિલ શર્મા તેની સાથે ઊભા છીએ. કપિલે એમ પણ કહ્યું હતું કે તેને ભારતીને બહેન કહેવા પર ગર્વ છે અને ભલે ગમે તેવી પરિસ્થિતિ આવે, તે હંમેશાં તેને સાથ આપશે.'

કૃષ્ણાએ એક ઈન્ટરવ્યૂમાં કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો. રાજુએ ભારતીની ધરપકડ બાદ સોશિયલ મીડિયામાં તેની ઘણી જ ટીકા કરી હતી. કૃષ્ણાએ કહ્યું હતું કે કપિલ શર્માની પૂરી ટીમ રાજુથી ઘણી જ નારાજ છે. તેણે બહુ જ બકવાસ કર્યો હતો. તેણે જે પણ કહ્યું તે શોકિંગ હતું. તેણે બધા સાથે લાઈફટાઈમ રિલેશન ખરાબ કરી નાખ્યા.

કોણ છે ભારતી સિંહ?
ભારતી સિંહ સ્ટેન્ડઅપ કોમેડિયન છે. તે 'ધ કપિલ શર્મા શો'માં જોવા માળે છે. ભારતીએ 2017માં રાઈટર હર્ષ લિમ્બાચિયા સાથે લગ્ન કર્યાં હતાં. ભારતીએ પોતાની કરિયરની શરૂઆત 'ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ' સાથે કરી હતી. ત્યારબાદ તેણે વિવિધ કોમેડી શોમાં કામ કર્યું હતું.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


the kapil sharma show krushna-abhishek-on-bharti-singh-i-stand-by-bharti-she-has-my-unconditional-support

Source

મૃણાલ ઠાકુરે ‘જર્સી’ ફિલ્મનું શૂટિંગ શરુ કર્યું, કહ્યું, ‘હું કોઈ પણ કામ વગર ઘરે બેસી શકું છું, પરંતુ મારા યુનિટને પગાર નહિ મળે’

www.divyabhaskar.co.in |

‘જર્સી’ ફિલ્મના છેલ્લા શેડ્યુલના થોડા અઠવાડિયાં પછી મૃણાલ ઠાકુર શૂટિંગ માટે ચંડીગઢ પહોંચી ગઈ છે. દેશમાં કોવિડના વધતા જતા કેસ દરમિયાન સ્થિતિ વધારે જોખમી બની રહી છે. યુનિટના મેમ્બરના મનમાં પણ કોરોનાની બીક બેસી ગઈ છે. આ વિશે મૃણાલ ઠાકુરનું કહેવું છે કે, દરેકના દિલમાં ડર છે પરંતુ આ સમયે કામ કરવું જરૂરી છે. જો એક્ટર જ કામ નહિ કરે તો તેનું નુકસાન આખા યુનિટને ભોગવવું પડશે.

‘શૂટિંગમાં દરેક વાતનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે’
મૃણાલે જણાવ્યું કે, ‘જ્યારે અમે ફરીથી કામ કરવાનો નિર્ણય કર્યો હતો ત્યારે અને આ સ્થિતિનું અનુમાન લગાવ્યું હતું. આ ચિંતાજનક છે પરંતુ મને નિર્માતા અને આખી યુનિટ પર વિશ્વાસ છે. જો અમે ગાઈડલાઈન્સનું પાલન કરે છે અને કડક નિયમો ફોલો કરીશું તો ફિલ્મ પૂરી થઇ શકશે. ફિલ્મના શૂટિંગ દરમિયાન કોઈ પણ મુશ્કેલી આવી શકે છે પણ અમે બહારની દુનિયા સાથે કોન્ટેક્ટ ઓછા કરવા માટે બધા પ્રયત્નો કરીશું. અમારી પાસે સેટ પટ ડોક્ટર અને સેનિટરી ઓફિસર છે. તેઓ સતત અમારી પર નજર રાખી રહ્યા છે. આ કપરા સમયમાં અમે એક સારા સમયની આશા કરીએ છીએ.’

મૃણાલ ઠાકુરને યુનિટ મેમ્બર્સની ચિંતા
વધુમાં તેણે કહ્યું કે, ‘ફિલ્મ પૂરી કરવી એ એક પ્રાથમિકતા છે કારણકે અમે ક્યાં સુધી કામ રોકીશું. લોકો ભોજન માટે પણ સંઘર્ષ કરી રહ્યા છે. એક ફિલ્મ માત્ર એક સ્ટારથી બનતી નથી. આખો યુનિટ પરિવાર છે. હું ઘરે બેસવું સહન કરી શકું છું, પરંતુ મને ખબર છે કે હું કામ નહિ કરું તો મારા યુનિટને પણ પગાર નહિ મળે. આ આપણા બધાની જવાબદારી છે. હા, મને થોડો ડર લાગે છે પરંતુ લોકો પર આર્થિક ભાર એટલો બધો છે કે આપણે બધાએ આ વાતનું ધ્યાન રાખવું પડશે.’

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Mrunal Thakur Started Shooting For Jersey “I Can Sit At Home Without Work, But My Unit Will Not Get Salary

Source

વિવાહિત હોવા છતાં બોની શ્રીદેવીને દિલ દઈ બેઠા હતા, પહેલી પત્નીને કહ્યું હતું- હું તેના વગર નહીં રહી શકું અને બીજા લગ્ન કરી લીધા

www.divyabhaskar.co.in |

બોલિવૂડના જાણીતા પ્રોડ્યુસર બોની કપૂર 11 નવેમ્બરે રોજ 65 વર્ષના થયા છે. તેની પર્સનલ લાઈફની સ્ટોરી ઘણી રસપ્રદ છે. શ્રીદેવી સાથેના લગ્ન પણ ઘણા ચર્ચિત હતા, તેમની લવલાઈફ જર્ની ઘણા ટફ રોડ પરથી પસાર થઇ હતી.

વાત એમ છે કે શરૂઆતમાં તો આ વનસાઈડ લવ જ હતો. ભલે તેની શરૂઆત ફિલ્મ 'મિસ્ટર ઇન્ડિયા'થી થઇ છે, પણ બોની, શ્રીદેવીના પ્રેમમાં ત્યારે જ પડી ગયા હતા, જ્યારે તે 1980ના દશકમાં તમિળ ફિલ્મ કરતા હતા.

શ્રીદેવીની નજીક જવા માટે ઘણો પરસેવો પાડ્યો
બોની તેને મળવા ચેન્નઈ પણ ગયા, પરંતુ શ્રીદેવી સિંગાપોર હોવાને કારણે તેને મળી ન શક્યા. પછી તેની ડેબ્યુ ફિલ્મ 'સોલહવાં સાલ' રિલીઝ થઇ અને તેને જોઈને બોની એટલા પ્રભાવિત થઇ ગયા કે તેમણે નક્કી કરી લીધું કે તે પ્રોડ્યુસર તરીકે શ્રીદેવી સાથે ફિલ્મમાં કામ કરશે. એક દિવસ તે ફિલ્મ સેટ પર તેમને મળવા પહોંચી ગયા, પણ શ્રીદેવીએ જણાવ્યું કે તેનું કામ તેમની માતા જુએ છે.

જ્યારે તે તેના થનારા સાસુને મળ્યા તો તેમણે કહ્યું કે શ્રીદેવી 'મિસ્ટર ઇન્ડિયા'માં કામ કરી શકે છે, પણ તેની ફી 10 લાખ રૂપિયા હશે. બોની કપૂરે જવાબ આપ્યો કે 11 લાખ આપશે. શ્રીદેવીની માતા ખુશ થઇ ગઈ અને આ રીતે બોની કપૂરને તેના પ્રેમની નજીક જવાનો અવસર મળી ગયો.

તેમણે શ્રીદેવી માટે ખાસ વ્યવસ્થા કરી હતી, પરંતુ હજુ પણ બોનીની મંઝિલ દૂર હતી. આ બાજુ, શ્રીદેવી મિથુન ચક્રવર્તીના પ્રેમમાં હતી અને બીજી તરફ બોનીએ મોના કપૂર સાથે અરેન્જ મેરેજ કરી લીધા હતા. ત્યારબાદ મિથુન અને શ્રીદેવી અલગ થઇ ગયા અને બોનીએ ફરીવાર શ્રીદેવીની નજીક જવાનું શરૂ કરી દીધું. તે ફરી એકવાર તેમને મળવા સ્વિત્ઝર્લેન્ડ પણ પહોંચી ગયા હતા.

માતાની બીમારી બાદ અંતર ઘટ્યું
સ્ટોરીમાં ટર્નિંગ પોઇન્ટ ત્યારે આવ્યો જ્યારે શ્રીદેવીની માતા ઘણી બીમાર પડી અને તેમની સારવાર અમેરિકામાં ચાલી રહી હતી. આ દરમ્યાન બોની કપૂર શ્રીદેવીનો મેન્ટલી, ઇમોશલી અને ફાયનાન્શ્યલી સપોર્ટ બન્યા. તેમની માતાના સારવારના બિલ પણ બોનીએ ચૂકવ્યા હતા. શ્રીદેવી તેમના આ સમર્પણથી ઘણા પ્રભાવિત થયા અને તેમણે બોનીના લવ પ્રપોઝલને 'હા' પાડી દીધી.

બોની અને મોનાના રિલેશન નબળા પડી ગયા. બોનીએ મોનાને ચોખ્ખુ કહી દીધું કે તે શ્રીદેવી વગર નહીં રહી શકે. ત્યારબાદ મોના સાથે તેમના સંબંધ તૂટી ગયા. 1996માં બોની અને શ્રીદેવીએ લગ્ન કરી લીધા.

તેમને બે દીકરી છે જેનું નામ જાહ્નવી અને ખુશી કપૂર છે. 2018માં શ્રીદેવીનું અકાળે મૃત્યુ થતા બોની ભાંગી પડ્યા. તેઓ આજે પણ ઘણા સાર્વજનિક અવસરે શ્રીદેવીને યાદ કરીને ભાવુક થઇ જાય છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


When Boney Kapoor Confessed To His Ex wife That He Was In Love With Sridevi

Source

જ્યારે કરણ જોહરે કહ્યું હતું, હું શાહરુખનો જરાપણ ફેન ન હતો, કારણકે મને લાગતું હતું કે તે ઓવરએક્ટિંગ કરે છે

www.divyabhaskar.co.in |

ફિલ્મમેકર કરણ જોહરનું એક જૂનું સ્ટેટમેન્ટ મીડિયામાં વાઇરલ થઈ રહ્યું છે, જેમાં તેણે કહ્યું હતું કે તેને શાહરુખ નથી ગમતો. કારણકે તેને લાગતું હતું કે તે ઓવરએક્ટિંગ કરે છે. કરણ જોહરનું આ સ્ટેટમેન્ટ તેની ઓટોબાયોગ્રાફી 'એન અનસૂટેબલ બોય'માંથી લેવામાં આવ્યું છે, જે તેણે પૂનમ સક્સેના સાથે મળીને લખી છે.

'હું તેનો જરાપણ ફેન ન હતો'
કરણે બુકમાં લખ્યું છે, 'શાહરુખ 1991માં આવ્યો અને હું તેનો જરાપણ ફેન ન હતો. તે મને સાવ ઓછો ગમતો હતો. પરંતુ અપૂર્વ મેહતા (કરણના મિત્ર અને ધર્મા પ્રોડક્શનના CEO) ને તે ઘણો પસંદ હતો. હું આમિરની ટીમમાં હતો અને તે શાહરુખની ટીમમાં. એક તરફ છોકરીઓ હતી જે શાહરુખ માટે પાગલ હતી અને બીજી તરફ મારા જેવા લોકો જે આમિર માટે પાગલ હતા.'

મને 'દીવાના' ગમી ન હતી
કરણે કહ્યું, 'હું શાહરુખ ખાનનો ફેન ન હતો, કારણકે મને લાગતું હતું કે તે ઓવરએક્ટિંગ કરે છે. મને તેની 'દીવાના' (ડેબ્યુ ફિલ્મ) ગમી ન હતી અને અપૂર્વ કહેતો હતો કે આમિર બોરિંગ છે. તું તેના વિશે ફીલ શું કરે છે? અમારા વચ્ચે આમિર અને શાહરુખને લઈને આ ઝઘડો ચાલતો રહેતો હતો, જેમ કે તે અમારા સંબંધી હોય અને અમારે તેમના તરફથી તેના સમર્થનમાં ઉતરવું પડતું હતું. તે ઘણી પેશનેટ ફાઇટ્સ હતી.'

'કરન- અર્જુન'ના સેટ પર પહેલી મુલાકાત
કરણ જોહરના જણાવ્યા મુજબ, તેની અને શાહરુખની પહેલી પ્રોપર મુલાકાત 'કરન-અર્જુન'ના સેટ પર થઇ હતી. તેણે તેની બુકમાં લખ્યું છે કે તેના પિતા યશ જોહર શાહરુખને ફિલ્મ 'ડુપ્લિકેટ'માં સાઈન કરવા ઇચ્છતા હતા.

જ્યારે તે શાહરુખને મળવા 'કરન-અર્જુન'ના સેટ પર ગયા તો તેને પણ સાથે લઇ ગયા. કરણ અનુસાર તો તે એ દરમ્યાન ઘણા નર્વસ હતા અને તેણે કાજોલ (જે તે સમયે 'જાતી હું મેં'નું શૂટિંગ કરી રહી હતી)ને પૂછ્યું હતું કે શું તે પણ સેટ પર છે.

કરણે લખ્યું કે, 'મને લાગે છે કે શાહરુખ એરોગન્ટ હશે, પરંતુ મળ્યાના 5 મિનિટ પછી જ મારા વિચાર બદલી ગયા હતા.' કરણ જોહરે લખ્યું છે કે શાહરુખે તેને ફિલ્મોમાં આવવાની સલાહ આપી હતી અને તેણે કહ્યું હતું કે, 'નહીં નહીં, હું ઇન્સ્ટ્રેસટેડ નથી.'

બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું
કરણ જોહરે 1998માં 'કુછ કુછ હોતા હૈ'થી ડિરેક્ટર તરીકે ડેબ્યુ કર્યું હતું, જેનો હીરો શાહરુખ ખાન હતો. આ સિવાય, કરણના ડિરેક્શનમાં શાહરુખે 'કભી ખુશી કભી ગમ', 'કભી અલવિદા ન કહના', 'માય નેમ ઇઝ ખાન' અને 'એ દિલ હૈ મુશ્કિલ'માં કામ કર્યું છે.

જોકે, શાહરુખ અને કરણ જોહરે પહેલીવાર 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે'માં સાથે કામ કર્યું હતું, જે ડિરેક્ટર તરીકે આદિત્ય ચોપરાની ડેબ્યુ ફિલ્મ હતી. આ ફિલ્મમાં કરણ શાહરુખના મિત્ર રોકીના રોલમાં હતો.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


When Karan Johar Says I Was Not Shah Rukh Khan’s Fan At All

Source

પ્રિયંકા ચોપરાએ કહ્યું, મિસ વર્લ્ડ ક્રાઉનિંગના વોક દરમ્યાન લોકો વિચારી રહ્યા હતા કે હું નમસ્તે કરી રહી છું, પણ મેં ડ્રેસ પકડ્યો હતો

www.divyabhaskar.co.in |

પ્રિયંકા ચોપરાએ અત્યાર સુધી ઘણીવાર રેડ કાર્પેટ પર સ્ટનિંગ ડ્રેસ પહેર્યા છે. સ્ટાઇલ સ્ટેટમેન્ટમાં ગ્લોબલ લેવલ પર ખુદની અલગ ઓળખ બનાવી છે. તેમાં અમુક ડ્રેસ એવા પણ હતા જેને પહેરવામાં અસુવિધા પણ રહી. તેમાંના બે ડ્રેસ એવા હતા જેમાં તે સૌથી વધુ અન્કમ્ફર્ટેબલ હતી. પહેલી વખત ત્યારે જ્યારે તેણે મિસ વર્લ્ડનો તાજ પહેર્યો અને બીજી વખત 2018માં જ્યારે તેણે રાલ્ફ લોરેનનો ડ્રેસ કેરી કર્યો હતો.

વોક કરવા સમયે નમસ્તે જ કરતી રહી
પ્રિયંકાએ એક મેગેઝીનને આપેલા ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો કે તેની લાઈફની સૌથી મોટી ઇવેન્ટમાં જ તે સૌથી વધુ અન્કમ્ફર્ટેબલ હતી. તેણે કહ્યું કે, હું ઘણી સ્ટ્રેસમાં હતી. ઇવેન્ટના અંતમાં ડ્રેસની આખી ટેપ નીકળી ગઈ હતી. જ્યારે હું વોક કરી રહી હતી તો નમસ્તે જ કરતી રહી. લોકો વિચારતા હતા કે હું નમસ્તે કરતી હતી પણ મેં ડ્રેસ પકડ્યો હતો.

કોર્સેટમાં શ્વાસ લઇ શકતી ન હતી- પ્રિયંકા
ડ્રેસને લઈને બીજી ઘટના એ હતી જ્યારે 2018માં પ્રિયંકાએ મેટ ગાલા ઇવેન્ટમાં રાલ્ફ લોરેનનો ડ્રેસ પહેર્યો હતો. પીસીએ કહ્યું કે, તે રાલ્ફ લોરેનનો બ્લડ રેડ ડ્રેસ હતો. તેમાં ગોલ્ડન હેડ ગિયર હતું. પરંતુ તે ડ્રેસની અંદર જે કોર્સેટ હતું તેમાં હું શ્વાસ લઇ શકતી ન હતી. મને લાગતું હતું કે મારી પાંસળીઓ દબાઈ રહી હતી. ડિનર સમયે તે પહેરીને બેસવું સૌથી કઠિન હતું. સ્વાભાવિક છે કે હું તે રાત્રે કંઈપણ સરખી રીતે જમી શકી ન હતી.

કરવાચોથ મનાવવા ઘરે પરત આવી
પ્રિયંકા થોડા દિવસો પહેલાં તેની ફિલ્મ મેટ્રિક્સ 4ના શૂટિંગ માટે જર્મનીમાં હતી. ફિલ્મમાં કીનુ રિવ્સ લીડ રોલમાં છે જોકે પ્રિયંકાના રોલ વિશે વધુ જાણકારી નથી. કરવાચૌથ પહેલાં તે અમેરિકા પરત ફરી અને પતિ નિક જોનસ સાથે બીજી કરવાચૌથ મનાવી.

પ્રિયંકા ચોપરા સાથે જોડાયેલા આ સમાચાર પણ તમે વાંચી શકો છો…

કરવાચોથ 2020:લાલ સાડી અને હાથમાં પૂજાની થાળી સાથે પ્રિયંકા ચોપરાએ વિદેશમાં મનાવી કરવાચોથ, વાઇરલ થઈ તસવીરો

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Priyanka Chopra Shared Behind Most Uncomfortable Fashion Moments During Miss World Crowning And Met Gala

Source

'બિગ બોસ 7' વિનર ગૌહર ખાને બોયફ્રેન્ડ જૈદ દરબાર સાથે સગાઈ કરી, ફોટો શેર કરીને કોરિયોગ્રાફર બોલ્યો- 'તેણે હા પાડી'

www.divyabhaskar.co.in |

'બિગ બોસ 14'માં તૂફાની સિનિયર બનીને હાજર રહેલી ગૌહર ખાન જૈદ દરબાર સાથેના રિલેશનને લઈને ચર્ચામાં છે. સતત સમાચાર આવી રહ્યા હતા કે બંને ડિસેમ્બરમાં લગ્ન કરવાના છે જોકે ગૌહરે થોડા દિવસ પહેલાં આ સમાચારને અફવા ગણાવી હતી. હવે ખુદ ગૌહરે તેના ફેન્સને સરપ્રાઈઝ આપતા પબ્લિકલી બોયફ્રેન્ડ જૈદ દરબાર સાથેની સગાઈનું અનાઉન્સમેન્ટ કરી દીધું છે.

જૈદ દરબાર મ્યુઝિક કમ્પોઝર ઇસ્માઇલ દરબારના દીકરા છે. જૈદ ખુદ ડાન્સ કોરિયોગ્રાફર અને ઇન્ફ્લુએન્સર છે. હાલમાં જ કોરિયોગ્રાફરે તેના ઇન્સ્ટા પર ગૌહર સાથેનો એક સુંદર ફોટો શેર કરીને જણાવ્યું કે ગૌહરે લગ્ન માટે હા પાડી દીધી છે. આ સાથે તેણે કેપ્શનમાં સગાઈની રિંગ વાળું ઈમોજી પણ શેર કર્યું છે.

View this post on Instagram

💍♥️ @gauaharkhan

A post shared by Zaid Darbar (@zaid_darbar) on Nov 4, 2020 at 9:38pm PST

'બિગ બોસ 7'ની વિનર રહી ચૂકેલી ગૌહર ખાને પણ ઇન્સ્ટા પર જૈદ સાથેનો ફોટો શેર કરીને સગાઈને કન્ફર્મ કરી છે. સગાઈના ન્યૂઝ આવતા જ સતત ઇન્ડસ્ટ્રીના મિત્રો અને ફેન્સ વધામણી આપી રહ્યા છે.

24 ડિસેમ્બરે જૈદ- જોહર લગ્ન કરશે
હાલમાં જ આવેલા સ્પોટબોયના સમાચાર મુજબ ગૌહર ખાન આ વર્ષે 24 ડિસેમ્બરે જૈદ સાથે લગ્ન કરવાની છે. લગ્ન મુંબઈમાં થવાના છે જેમાં નજીકના સંબંધી અને મિત્રો જ સામેલ થશે. બંનેના પરિવારે લગ્નની તૈયારી શરૂ કરી દીધી છે. લગ્નની બધી વિધિ ત્રણ દિવસ સુધી ચાલશે. ગૌહરની બહેન નિગાર ખાન અને પરિવારના લોકો પણ ટૂંક સમયમાં દુબઈથી ઇન્ડિયા આવવાના છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Confirm: Bigg Boss 7 Winner Gauhar Khan Engaged To Boyfriend Zaid Darbar, While Sharing The Picture, Choreographer Said ‘She Said Yes’

Source

'બેટર હાફ'ના સેટ પર આશિષ સાથે હું બહુ જ ઝઘડતી': નેહા મહેતા; 'વિટામિન શી'ના ડિરેક્ટર ફૈસલે કહ્યું- 'ફિલ્મમાં માજીનો સંવાદ આશિષભાઈએ ડબ કર્યો હતો'

www.divyabhaskar.co.in |

જાણીતા ગુજરાતી ફિલ્મમેકર, અભિનેતા, વોઈસ આર્ટિસ્ટ આશિષ કક્કડનું 2 નવેમ્બરના રોજ કોલકાતા ખાતે ઊંઘમાં જ માસિવ હાર્ટ અટેકથી અવસાન થયું હતું. આશિષ કક્કડે પોતાની 'બેટર હાફ' (2010) ફિલ્મથી ગુજરાતી સિનેમામાં નવો પ્રાણ ફૂંક્યો હતો. ત્યારબાદ તેમણે 2016માં 'મિશન મમ્મી' નામની ગુજરાતી ફિલ્મ ડિરેક્ટ કરી હતી. આશિષ કક્કડ પોતાની હાસ્યવૃતિ તથા મોજીલા સ્વભાવને કારણે જાણીતા હતા. દિવ્ય ભાસ્કરે ગુજરાતી સિનેમાના જાણીતા લોકો સાથે વાત કરીને આશિષ કક્કડ સાથેની તેમની યાદોને વાગોળી હતી.

નેહા મહેતાએ કહ્યું, 'મિત્ર નહીં મારા માટે પરિવાર'
એક્ટ્રેસ નેહા મહેતાએ કહ્યું હતું, 'આશિષ કક્કડ મારા માટે મિત્ર નહીં પરંતુ તે મારો પરિવાર હતો. હું મુંબઈમાં સંઘર્ષ કરતી હતી ત્યારથી આશિષભાઈ તથા તોમાલીભાભીને ઓળખું છું. મુંબઈમાં હું થિયેટર કરતી હતી ત્યારે મારા દસેક મિત્રો હતા, તેમાંથી એક આશિષભાઈ હતા. ગુજરાતી ઈન્ડસ્ટ્રીના મોટાભાગના લોકો આશિષભાઈ સાથે જોડાયેલા હતા. 'પ્રેમ એક પૂજા'માં મેં પહેલી જ વાર આશિષ કક્કડ સાથે કામ કર્યું. આ ફિલ્મમાં તે આસિસ્ટન્ટ તરીકે જોડાયા હતા. ત્યારબાદ અમે 'જન્મોજન્મ'માં કામ કર્યું હતું. દૂરદર્શનની સિરિયલ 'પાવક જ્વાળા'માં સાથે કામ કર્યું હતું. પછી અમે 'બેટર હાફ'માં સાથે કામ કર્યું હતું.'

'આશિષભાઈ સાથે બહુ જ ઝઘડતી હતી'
નેહા મહેતાએ આગળ કહ્યું હતું, 'તે જે રીતે કરિયર પાછળ ભાગતા હતા તે જોઈને હું તેમની સાથે બહુ જ ઝઘડતી હતી. તમે ખાવામાં પણ પૂરતું ધ્યાન આપતા નથી. આ સમયે તે હંમેશાં કહેતા 'બેટા એમાં એવું છે ને નેહા કે દેખાશે બધું જ આમાંથી જ વીણીને જે મહેલ બનાવે તેને ડિરેક્ટર કહેવાય, સત્યજીત રેને બધા એમને એમ થોડી બન્યા છે. દુઃખ સહન કરીને પોતાની પેશન પૂરી કરે છે. એ સ્વાદ ચાખવાની મજા જ અલગ છે.'

'બેટર હાફ'ના સેટ પર આશિષ કક્કડ, નેહા મહેતા તથા અન્ય

'બેટર હાફ'ના સેટ પર ઝઘડો થયો હતો'
નેહાએ વધુમાં કહ્યું હતું, 'ફિલ્મના સેટ પર મારી તથા આશિષ વચ્ચે એક સીન અંગે જોરદાર ઝઘડો હતો. તેમના કહ્યા મુજબ હું સીન ભજવવા તૈયાર નહોતી. તેમણે મને એવું કહ્યું હતું કે જો નેહા તું ઘણી જ સારી એક્ટ્રેસ છે પરંતુ આ મારું વિઝન છે. મારું વિઝન તારામાં આવવા દે. પછી હું ડિરેક્ટર્સના વિઝનને સમજી હતી અને તેમના કહ્યાં પ્રમાણે સીન ભજવ્યો હતો. આ સીન બાદ આશિષભાઈની આંખ ભીની થઈ ગઈ હતી.

'ગુજરાતી સિનેમાના અમિતાભ બચ્ચન કહેતી'
નેહાએ વાત કરતાં કહ્યું હતું, 'આશિષભાઈને હસવું બહુ જ ગમતું હતું. હું તેમને ગુજરાતી અમિતાભ બચ્ચન કહેતી. તેમનો અવાજ બહુ જ સુંદર છે. અમદાવાદમાં વોઈસ ઓવર રિલેટેડ કંઈ પણ મહત્ત્વની વાત બની હોય તો તેમાં તમને અચૂકપણે આશિષભાઈનો અવાજ સાંભળવા મળે.

'મહિના પહેલા વાત થઈ હતી'
નેહાએ કહ્યું હતું, 'મહિના પહેલા જ તેમની સાથે વાત થઈ હતી અને તેમણે કહ્યું હતું કે હવે આગળ શું? તો મેં તેમને કહ્યું હતું કે બીજી ફિલ્મ પ્લાન કરીએ. તો તેમણે એવું કહ્યું હતું કે આવી જજે અમદાવાદ. તું ફાઈનાન્સર શોધી લાવજે. આ પ્લાન અમારો અધૂરો રહી ગયો. એમની પાસે સારા એવા કામના પ્લાનિંગ હતા. તે હંમેશાં કહેતા કે 'સારા બનો નહીંતર રહી જશો.' IIM સામેની કિટલીમાં બેસીને તે કલાકો સુધી ચર્ચા કરતા હતા. ગુજરાત કોલેજ આગળના મને દાળવડા ખવડાવ્યા હતા. તેઓ ક્યારેય કોઈની ફરિયાદ કરતા નહોતા.'

મયુર ચૌહાણે કહ્યું, 'હંમેશાં પ્રોત્સાહન આપતા'
ગુજરાતી એક્ટર મયુર ચૌહાણે કહ્યું હતું, 'હું એન્જિનિયરિંગ કોલેજમાં ભણતો હતો ત્યારે ઈન્ડસ્ટ્રીના હોય તેવા કોઈ વ્યક્તિને મળ્યો હોઉં તેમાંથી એક આશિષ કક્કડ હતા. મેં એમને કહ્યું હતું કે મારે આ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવું છે. તેમણે મને બહુ જ સારી રીતે ટ્રીટ કર્યો હતો અને પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે મને એવું કહ્યું હતું કે તું આ વ્યક્તિને જઈને મળી આવ. તે તને હેલ્પ કરશે. ત્યારથી મારે આશિષભાઈ સાથે પરિચય થયો હતો. પછી ફંક્શન કે નાટકમાં અમે મળતા. પછી અમે 'મોગલી બલ્લુ, ટનાક ટુંમ ટુંમ'માં સાથે કામ કર્યું હતું. આશિષભાઈ બહુ જ હકારાત્મક વ્યક્તિ હતા. તેઓ સતત જોક મારતા રહે. તે નવું-નવું એક્સપ્લોર કરતા રહે. તેઓ કોઈ પણ મુદ્દા પર ચર્ચા-દલીલો કરતા રહે.'

'મોગલી બલ્લુ, ટનાક ટુંમ ટુંમ'ના નાટક દરમિયાન આશિષ કક્કડ તથા અર્ચન ત્રિવેદી

'તું સારું જ કરે છે'
વધુમાં મયુર ચૌહાણે કહ્યું હતું, 'નાટકના શો પહેલાં જો હું નર્વસ હોઉં તો તે એમ કહેતા કે તું મસ્ત જ કરે છે. નાટક દરમિયાન હું એમને પૂછું કે કેવું જાય છે? તો એમ જ કહેતા કે તું બહુ મસ્ત કરે છે. બેક સ્ટેજની વાત કરીએ તો આ નાટકમાં આમ તો બાળકો માટેનું જ હતું. આથી અમે બાળક જેવું જ વર્તન કરતાં. બેક સ્ટેજમાં હોઈએ ત્યારે નાટક જોવા બેઠેલાં બાળકો અંગે કહેતા કે આ જો કેવો લાગે છે? અમે ઓડિયન્સને ઓબ્ઝર્વ કરતા. તેઓ ઓડિયન્સને જોઈને અમને કહેતા પણ ખરા કે આ પ્રકારની ઓડિયન્સ છે તો આ રીતનું કરી શકાશે. હંમેશાં સલાહ આપતા. બાળકો સાથે એમનું ટ્યૂનિંગ ઘણું જ સારું હતું. રિહર્સલમાં તેઓ સાયકલ લઈને આવતા અને મેં સાયકલ ચલાવી હતી. એ દરેક વ્યક્તિને સમાનતાથી ટ્રીટ કરતા હતા. તેઓ જમવાની તથા કુકિંગ અંગેની પુષ્કળ વાતો કરતા હતા. એકવાર એમના ઘરે ગયો હતો ત્યારે તે ટેબલ ટેનિસ રમતા હતા અને હું તેમની સાથે થોડું રમ્યો પણ હતો.'

ડિરેક્ટર ફૈસલે કહ્યું, 'બે દિવસ પહેલાં જ આશિષભાઈ સાથે વાત કરી હતી'
ડિરેક્ટર ફૈસલ હાશમીએ ગુજરાતી ફિલ્મ 'વિટામિન શી'માં આશિષ કક્કડ સાથે કામ કર્યું હતું. તેમણે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું હતું, 'આશિષભાઈ સાથે મારે ગાઢ સંબંધો હતાં. મારી ફિલ્મ મેં સૌ પહેલા આશિષભાઈને નેરેટ કરી હતી. આ ફિલ્મમાં જે બધા કલાકારોએ કામ કર્યું છે, તેમનો સંપર્ક પણ આશિષભાઈએ જ કરાવી આપ્યો હતો. મને સતત સપોર્ટ કરતા રહેતા હતા. મારી ફિલ્મ 'શોર્ટસર્કિટ' દરમિયાન પણ તેઓ મને પૂછતા કે કેવું ચાલે છે, કંઈ મદદની જરૂર હોય તો કહેજે. મારી પર 30 ઓક્ટોબરના રોજ આશિષભાઈનો ફોન આવ્યો હતો. તેમને મારું કંઈક કામ હતું. તેમણે મને ફોનમાં એવું પણ કહ્યું કે તું હવે કેમ મારા માટે રોલ લખતો નથી. મેં ત્યારે જવાબ આપ્યો હતો કે હવે આપણે સાથે કામ કરવાનું જ છે. પછી તેમણે એમ કહ્યું હતું કે આપણે શાંતિથી વાત કરવાની છે. હું પછી વાત કરીશ. અત્યારે હું ક્યાંક બેઠો છું.'

'​​​​​​​માજીનો સંવાદ આશિષભાઈએ જ ડબિંગ કર્યો હતો'
વધુમાં ફૈસલે કહ્યું હતું, 'વિટામિન શી'માં એક માજીનું ડબિંગ હતું. તો એ વખતે ડબિંગ સ્ટૂડિયોમાં આશિષભાઈનું ડબિંગ ચાલતું હતું. માજીનો માત્ર એક જ ડાયલોગ હતો. મેં તેમને પૂછેલું કે માજીના કેરેક્ટરના ડબિંગ માટે કોઈ તમારી પાસે કોઈ છે? તો તેમણે એવું કહ્યું કે આ એક ડાયલોગ હું જ બોલી આપું છું. આ માજીનો સંવાદ આશિષભાઈ જ બોલ્યા હતા. આ સમયે અમે બહુ જ હસ્યા હતા. જ્યારે ફિલ્મમાં આ સંવાદ આવ્યો ત્યારે અમે બંને એકબીજાની સામે જોઈને બહુ જ હસ્યા હતા, કારણ કે અમને બંને ખબર હતી કે આ માજીનો અવાજ કોનો છે?'

ફિલ્મ 'વિટામિન શી'ના એક સીનમાં આશિષ કક્કડ, કુમકુમ દાસ તથા ભક્તિ કુબાવત

'​​​​​​​સેટ પર ઘણી જ મસ્તી કરતા'​​​​​​​
ફૈસલે આગળ વાત કરતાં કહ્યું હતું, 'સેટ પર આશિષભાઈ એકદમ મજાક મસ્તીના મૂડમાં રહેતા. તેઓ સામેના એક્ટરને કહી દેતા કે જો હું ક્યાંક ભૂલી જાઉં તો તું સંભાળી લેજે.

સૌમ્ય જોષીએ કહ્યું, 'તર્ક તથા હાસ્યનો માણસ હતો'
દિવ્ય ભાસ્કરની વાતચીતમાં રાઈટર, ડિરેક્ટર સૌમ્ય જોષીએ કહ્યું હતું, 'મને ઘણો જ આઘાત લાગ્યો છે અને આ માન્યામાં ના આવે એવી વાત છે. મારા જીવનનું પહેલું નાટક મેં 19 વર્ષની ઉંમરે ડિરેક્ટ કરેલું હતું. આ વખતે લિમિટેડ રિસોર્સ હોય, પૈસા બહુ ના હોય અને શું કરવું અને શું ના કરવું તેની બહુ ખબર ના પડતી હોય તેવું બનતું હોય છે. આ નાટકમાં આશિષ કામ કરતો હતો. બધા સ્ટૂડન્ટ્સે ભેગા થઈને બનાવ્યું હતું. આશિષ તે નાટકનો મોભ જેવો હતો. નાટક ઉપરાંત જે બધી જ વસ્તુઓનો જે ભાર હતો તે બે કે ત્રણ લોકોના ખભા પર હતો અને આશિષ તેમાંથી એક હતો. સંઘર્ષની પરિસ્થિતિમાં હંમેશાં સાથે હોય. અમારી વચ્ચે 1993-94થી સંબંધ છે. પછી તો અમે (અમદાવાદમાં) ઋતુરાજની કિટલીની બહાર અમે વર્ષોના વર્ષો સાંજ સાથે ગાળી હતી. એની એક ખૂબી ઊડીને આંખે આવે એવી હતી અને તે એ હતી કે કોઈ પણ સારી પ્રવૃત્તિ હોય તો તે પોતાની છે, તેમ સમજીને જોડાઈ જતો હતો. તે તર્ક અને હાસ્યનો માણસ હતો. ઘણીવાર લાંબી લાંબી ચર્ચા કરતો તો અમે કહેતા પણ ખરા કે તું વધુ પડતા તર્ક લગાવી રહ્યો છે. તે તાર્કિક રહીને હસતાં-રમતાં જીવનારો માણસ હતો.'

અભિષેક જૈને કહ્યું, 'મારા માટે તે લકી હતા'
ફિલ્મ ડિરેક્ટર અભિષેકે જૈને કહ્યું હતું, 'કરિયરના દરેક તબક્કે અમે સાથે રહ્યા છીએ. ઘણી બધી યાદો છે. એકાદ પહેલા અમે વૉકિંગ કરતાં સમયે મળ્યા હતા. 2010માં હું તેમની ફિલ્મ 'બેટર હાફ'ના સેટ પર ગયો હતો અને મેં વિચારી રહ્યો હતો કે મારે પહેલી ફિલ્મ બનાવી છે. પછી તેમની સાથે સેટ પર વાત કરી. પછી હું ચોક્કસ થઈ ગયો હતો કે મારે ફિલ્મ બનાવવી છે. ત્યારથી લઈ અત્યાર સુધી તેમનો સપોર્ટ, પ્રોત્સાહન, ફિડબેક, સજેશન બધું જ કામ લાગ્યું છે. કોઈ પણ વસ્તુ માટે મારે જ્યારે પણ મદદની જરૂર હોય તો હું સૌ પહેલાં તેમનો સંપર્ક કરતો હતો. મારી પહેલી ફિલ્મ 'કેવી રીતે જઈશ'માં પહેલા ક્લેપબોર્ડમાં તેમનો સીન હતો. આ દિવસ 11-11-11 હતો અને આ દિવસ મને હંમેશના માટે યાદ રહી જશે. મારી બંને ('બે યાર' તથા 'કેવી રીતે જઈશ') ફિલ્મમાં તેમણે નાનકડો રોલ પ્લે કર્યો હતો. મારા માટે તે લકી હતા. મને ગુજરાતી ફિલ્મ બનાવવા માટે ઘણું જ પ્રોત્સાહન આપ્યું હતું. તેમની સાથેની યાદો ઘણી બધી છે.'

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


આશિષ કક્કડ સાથે કામ કરી ચૂકેલા કસબીઓ (ઈનસેટમાં) નેહા મહેતા, અભિષેક જૈન તથા ફૈસલ હાશમીએ તેમની સાથેનાં સંભારણાં દિવ્ય ભાસ્કર સાથે શૅર કર્યાં હતાં

Source

લવીના લોધ પર મહેશ-મુકેશ ભટ્ટે એક કરોડનો માનહાનિનો કેસ દાખલ કર્યો તો એક્ટ્રેસના પતિએ કહ્યું- હું મહેશ-મુકેશ ભટ્ટનો સંબંધી નથી

www.divyabhaskar.co.in |

એક્ટ્રેસ લવીના લોધના આક્ષેપો પર તેના પતિ સુમિત સભ્રવાલે ચોખવટી કરી હતી. સુમિતે ડ્રગ્સ લેવાનો તથા મહેશ ભટ્ટ-મુકેશ ભટ્ટના સંબંધી હોવાની વાતનો ઈનકાર કર્યો હતો. સુમિતે પોતાના વકીલ ફૈઝ મર્ચન્ટના માધ્યમથી ઓફિશિયલ સ્ટેટમેન્ટ રિલીઝ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે લવીનાએ સુમિતને મહેશ તથા મુકેશ ભટ્ટનો ભાણેજ કહ્યો હતો.

'અમે અમારા ક્લાયન્ટ અંગે ચિંતિત'
સુમિતના વકીલે પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું હતું, 'અમે અમારા ક્લાયન્ટ સુમિત સભ્રવાલ અંગે ચિંતિંત છીએ. ક્લાયન્ટથી અલગ થઈ ચૂકેલી પત્ની લવીનાએ પોતાના વીડિયોમાં જે દાવા કર્યા છે તે ખોટા છે. અમારા ક્લાયન્ટે ખેદ વ્યક્ત કરીને કહ્યું છે કે મહેશ ભટ્ટ તથા મુકેશ ભટ્ટ જેવા સારા લોકોના નામ 2016થી અટકી પડેલા મેરિટલ ડિસ્પ્યૂટ કેસમાં લાવવામાં આવ્યા છે અને તેમનું નામ બદનામ કરવામાં આવી રહ્યું છે.'

ક્લાયન્ટ ભટ્ટ બ્રધર્સના સંબંધી નથી
વકીલે વધુમાં કહ્યું હતું, 'અમે સ્પષ્ટ કરવા માગીએ છીએ કે અમારા ક્લાયન્ટ વિશેષ પ્રાઈવેટ લિમિટેડમાં કર્મચારી છે. તે મહેશ ભટ્ટ તથા મુકેશ ભટ્ટના સંબંધી નથી.' વકીલના મતે, આ કેસમાં મહેશ ભટ્ટ તથા મુકેશ ભટ્ટનું નામ ષડયંત્ર હેઠળ લેવામાં આવી રહ્યું છે. સુમિતનો આક્ષેપ છે કે લવીનાએ આ બધું ડિવોર્સ કેસમાં સેટલમેન્ટ કરાવવા માટે કર્યું છે.

લવીનાએ શું આક્ષેપો મૂક્યા હતા?
થોડાં દિવસ પહેલા લવીનાએ વીડિયો રિલીઝ કરીને કહ્યું હતું, 'મેં મહેશ ભટ્ટના ભાણેજ સુમિત સભ્રવાલ સાથે લગ્ન કર્યા છે પરંતુ ડિવોર્સનો કેસ ફાઈલ કર્યો છે. સુમિત બોલિવૂડ એક્ટ્રેસિસ સપના પબ્બી તથા અમાયરા દસ્તુરને ડ્રગ્સ સપ્લાય કરે છે. આટલું જ નહીં તેના ફોનમાં અલગ-અલગ છોકરીઓની તસવીરો પણ છે. તે ડિરેક્ટર્સને છોકરીઓની તસવીર બતાવે છે અને પછી છોકરીઓ સપ્લાય કરે છે. મહેશ ભટ્ટ આ વાત સારી રીતે જાણે છે. મહેશ ભટ્ટ ઈન્ડસ્ટ્રીના સૌથી મોટા ડૉન છે. તેઓ આખી સિસ્ટમ ઓપરેટ કરે છે. જો તમે તેમના નિયમો માનો નહીં તો તેઓ તમારું જીવન દુષ્કર બનાવી દે છે. મહેશ ભટ્ટે અનેક લોકોનું જીવન બરબાદ કર્યું છે અને તેમને બેકાર બનાવી દીધા છે. તેમના એક ફોન કોલથી લોકો પોતાની નોકરી ગુમાવી દે છે. મેં જ્યારથી કેસ ફાઈલ કર્યો ત્યારથી તેઓ મારી પાછળ હાથ ધોઈને પડ્યા છે. એકવાર તો તેઓ મારા ઘરમાં આવ્યા હતા અને મને ઘરેથી કાઢી મૂકવાનો પ્રયાસ કર્યો હતો. કોઈ મારી ફરિયાદ લેતું નહોતું, અનેક પ્રયાસો બાદ મારી ફરિયાદ લેવામાં આવી પરંતુ અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.'

મહેશ ભટ્ટ પહેલા જ સ્ટેટમેન્ટ રિલીઝ કરીને આ વાત કહી હતી
મહેશ તથા મુકેશ ભટ્ટના પ્રોડક્શન હાઉસ વિશેષ ફિલ્મ્સના લીગલ કાઉન્સિલ નાયક એન્ડ કંપનીએ એક સ્ટેટમેન્ટ રિલીઝ કર્યું હતું. આ સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું હતું, 'લવીના લોધે એક વીડિયો રિલીઝ કર્યો છે. તેણે અમારા ક્લાયન્ટ મહેશ ભટ્ટ પર ખોટાં આક્ષેપો મૂક્યા છે. આ આક્ષેપો બદનક્ષીભર્યા છે અને કાયદામાં તેના ગંભીર પરિણામો પણ છે. અમારા ક્લાયન્ટ આ અંગે કાર્યવાહી કરશે.'

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


લવીનાએ 2010માં હિમેશ રેશમિયાની સાથે ‘કજરારે’ ફિલ્મથી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ પૂજા ભટ્ટે ડિરેક્ટ કરી હતી

Source

નવરાત્રીના પાવન અવસર પર પ્રેગ્નન્સીના નવમા મહિનામાં પહોંચી અમૃતા રાવ, કહ્યું- 'હવે હું ખુદ માનો અવતાર ધારણ કરવાની છું'

www.divyabhaskar.co.in |

'ઇશ્ક વિશ્ક' , 'વિવાહ' અને 'મેં હૂં ના' જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ અમૃતા ટૂંક સમયમાં નાના મહેમાનનું સ્વાગત કરવાની છે. એક્ટ્રેસ અને તેના પતિ અનમોલ પહેલીવાર પેરેન્ટ્સ બનવા માટે ઘણા ઉત્સુક છે. નવરાત્રીના ખાસ અવસરે એક્ટ્રેસ તેની પ્રેગ્નન્સીના નવમા મહિનામાં છે જે તેના માટે એક આશીર્વાદની જેમ છે.

અમૃતાએ ઇન્સ્ટા પર બેબી બમ્પ સાથેનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો સાથે જ નવરાત્રીમાં નવમો મહિનો શરૂ થવા પર એક્ટ્રેસે લખ્યું કે, 'નવરાત્રી અને નવ મહિના. મારા પ્રિય, નવરાત્રીના પાવન અવસર પર પ્રેગ્નન્સીના નવમા મહિનામાં આવવાથી ધન્ય ફીલ કરી રહી છું. આ નવ દિવસ માતા દુર્ગા અને તેના નવ અવતારોને સમર્પિત કરું છું અને ખુદ માતાનો અવતાર ગ્રહણ કરીને નવા ચરણમાં એન્ટર થવા જઈ રહી છું. હું આ યુનિવર્સમાં મહિલાઓની સૌથી વધુ એનર્જીને નમન કરું છું જેમ કે હું સારા વિશ્વાસ સાથે સરેન્ડર કરી રહી છું.'

આગળ એક્ટ્રેસે લખ્યું, 'મા દુર્ગા દરેક માતા અને માતા બનનારી મહિલાને શક્તિ આપે અને મધરહૂડમાં આવનારા દરેક પવિત્ર અવતારને રાખવા માટે વધુ શક્તિ આપે. તમને બધાને અષ્ટમીની વધામણી.'

અમૃતાએ વર્ષ 2016માં RJ અનમોલ સાથે લગ્ન કર્યાં હતાં. બંને હાલ ક્વોલિટી ટાઈમ પસાર કરી રહ્યા છે. એક ઇન્ટરવ્યૂમાં અમૃતાએ જણાવ્યું કે પ્રેગ્નન્સીના ફેઝમાં પતિ તેની ઘણી કાળજી લઇ રહ્યો છે. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં અનમોલે જણાવ્યું કે તેમને રેગ્યુલર બ્લડ ચેક અપ દરમ્યાન જ પ્રેગ્નન્સીની જાણ થઇ. તેણે જણાવ્યું કે, મારે બ્લડ ગ્રુપનો ટેસ્ટ કરાવવો હતો માટે ડોક્ટરને ઘરે બોલાવ્યા હતા. ત્યારે જ અમૃતાનો પણ બ્લડ ટેસ્ટ કરાવ્યો હતો. રિપોર્ટ મળ્યાના અઠવાડિયા બાદ જ લોકડાઉન અનાઉન્સ થયું. આનાથી અમને સાથે રહેવાનો અવસર મળી ગયો.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Amrita Rao’s 9th Month Of Pregnancy On The Auspicious Occasion Of Navratri, Said ‘Now I Am Going To Be An Avatar Of Mother Myself’

Source

નવાં અંજલિભાભીએ કહ્યું, હું અહીંયા નેહા મહેતા બનવા આવી નથી, હું સુનૈના બનીને જ ચાહકોનું મનોરંજન કરીશ

www.divyabhaskar.co.in |

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં હવે અંજલિભાભી તરીકે એક્ટ્રેસ સુનૈના ફોઝદાર જોવા મળે છે. છેલ્લાં 12 વર્ષથી નેહા મહેતા અંજલિભાભીના રોલમાં જોવા મળતી હતી. જોકે, લૉકડાઉન બાદથી ફરીવાર શૂટિંગ શરૂ થયું તો તેણે આ શોમાં કામ કરવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ સુનૈના ફોઝદારને લેવામાં આવી હતી.

હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં સુનૈનાએ આ શો અંગે વાત કરી હતી. તેણે કહ્યું હતું, 'હું માનું છું કે દર્શકોને પોઝિટિવ તથા નેગેટિવ ફિડબેક આપવાનો પૂરો હક છે. અમને જે પણ લોકપ્રિયતા મળી તે માત્રને માત્ર દર્શકોને કારણે જ મળી છે. તેથી જ દર્શકોના વખાણની સાથે સાથે તેમના નેગેટિવ ફિડબેક માટે પણ હું તૈયાર છું. મને ખ્યાલ છે કે મારી તુલના થશે, કારણ કે આ શો ઘણો જ લોકપ્રિય છે અને ચાહકોને આ પાત્ર ઘણું જ પસંદ છે.'

વધુમાં સુનૈનાએ કહ્યું હતું, 'હું માનું છું કે દરેકને તક મળવી જોઈએ. હું અહીંયા નેહાજી (એક્ટ્રેસ નેહા મહેતા, જૂનાં અંજલિભાભી) બનવા માટે આવી નથી. હું સુનૈના બનીને જ ચાહકોનું મનોરંજન કરીશ. હું મારા ચાહકોને કારણે અહીંયા છું અને હું કોઈની પણ અવગણના કરવાની નથી. કેટલાંક લોકો કહે છે કે મારો અવાજ આવો છે અને બીજી ઘણી વાતો કહી છે. અલગ-અલગ પ્રકારે મારી તુલના થઈ રહી છે. હું માત્ર એટલું જ કહીશ કે હું અહીંયા કોઈનું સ્થાન લેવા આવી નથી. હું અહીંયા મારી પોતાની ઓળખ બનાવવા આવી છું. હું ઈચ્છું છું કે દર્શકો મને તક આપે અને પ્રેમ કરે.'

નેહા મહેતાએ કેમ શો છોડ્યો હતો?
નેહા મેહતાએ કહ્યું હતું, 'ક્યારેક સેટ પર ગ્રુપીઝમ થાય છે અને કેટલીક બાબતોમાં તમે ચૂપ રહીને જવાબ આપો એ જ સારું છે. હું અહીં એ કહેવા નથી માગતી કે હું સ્પર્ધા, ઈર્ષ્યા, પાવર ગેમ તથા અહંકારની શિકાર બની હતી અને આ બધી બાબતો માણસને અંધ બનાવે છે. મને લાખો લોકો પાસેથી પ્રશંસા મળી છે અને અનેક લોકોએ મારામાંથી પ્રેરણા લીધી છે. મારી જવાબદારી છે કે હું વસ્તુઓને ખોટી રીતે પ્રેરિત કરું નહીં. વધુમાં, જો તમે આ અંગે વધુ જાણવા માગશો તો કોઈપણ એ વાત સ્વીકારશે નહીં કે તેઓ ખોટા છે.'

અહીં એક જ નિયમ ચાલે છે
નેહા મેહતાએ કહ્યું હતું, 'મેં આ પહેલાં છોડવાની વાત કહી નહોતી. સાચી વાત તો એ છે કે અહીં એક જ નિયમ છે, 'તમારે કામ કરવું હોય તો કરો, નહીંતર છોડીને જતા રહો.'

શો છોડવા અંગે નેહા મેહતાએ કહ્યું હતું, 'એક સમયે મને એવું લાગ્યું કે બસ મારે અહીં અટકવું જોઈએ. દરેક લોકો કહેતા હોય છે કે થોડી બાબતો ચલાવી લેવી જોઈએ, આખરે શો ટીમવર્કથી બને છે અને દરેકનો એમાં ફાળો હોય છે. જોકે આ વાત સિવાય એક્ટિંગના ફિલ્ડમાં મારું એક અલગ માન-સન્માન છે. મેં 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' પહેલાં પણ ઘણું જ કામ કર્યું છે. એવું નથી કે 'તારક મેહતા..'એ મને સેલિબ્રિટી બનાવી હોય, પરંતુ સાચી વાત એ હતી કે 'તારક મેહતા'માં એક સેલિબ્રિટી કામ કરતી હતી. એક ભણેલી-ગણેલી તથા ભાવુક વ્યક્તિ હોવાને નાતે મેં આ અંગે ઘણું જ વિચાર્યું હતું. આ શો મને નિયમિત રીતે કામ તથા પૈસા આપતો હતો. કેટલીક બાબતો દરેક જગ્યાએ બનતી હોય છે અને તમારે તમારી જાત સાથે શાંતિ રાખવી પડે છે. જોકે તેમ છતાંય મને લાગ્યું કે આ સમયે હવે મારે અટકવાની જરૂર છે અને મેં સાચો નિર્ણય લીધો હતો.'

નેહાની વાત પર અસિત મોદીએ શું કહ્યું હતું?
દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં અસિત મોદીએ કહ્યું હતું, 'ચાર મહિના પહેલાં નેહા મેહતાએ અમને લખીને મોકલાવ્યું હતું કે તે પોતાની મરજીથી આ શો છોડે છે. અમે તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. અમે તેની સાથે વાત કરીને જાણવા માગતા હતા કે એવી કોઈ વાત હોય તો અમે તેની મદદ કરવા તૈયાર હતા. જોકે તેની સાથે કોઈ સંપર્ક થઈ શક્યો નહોતો. 10 જુલાઈથી ફરી વાર શૂટિંગ શરૂ કરવામાં આવ્યું હતું. 10 ઓગસ્ટ સુધી નેહાએ કોઈ જવાબ આપ્યો નહોતો. પછી જ્યારે અમને વાત કરવાની તક મળી ત્યારે અમે તેની તમામ ચિંતાઓ દૂર કરવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. તેને શોમાં પરત આવવાનું પણ કહ્યું હતું. જોકે તેણે ત્યાં સુધીમાં આ શો છોડવાનું નક્કી કરી નાખ્યું હતું અને તે આ શોમાં પરત આવવા માગતી નહોતી.'

કોઈ શો છોડે છે તો ખરાબ લાગે છે
વધુમાં અસિત મોદીએ કહ્યું હતું, 'અમે તેનું તથા તેના નિર્ણયનું સન્માન કરીએ છીએ. તે લાંબા સમયથી આ શો સાથે જોડાયેલી હતી. આ વાતમાં કોઈ શંકા નથી કે તેણે આટલાં વર્ષોમાં પોતાનું બેસ્ટ પર્ફોર્મન્સ આપ્યું હતું. મારું કામ ટીમને એક તાંતણે બાંધીને રાખવાનું છે. આટલી મોટી ટીમ છે અને આ મારો પરિવાર છે. કોઈ શો છોડે છે તો ખરાબ લાગે છે, પરંતુ હું કંઈ કરી શકું તેમ નથી. શોનું શૂટિંગ શરૂ થયું પછી અમે નેહા મેહતા સાથે વાત કરી હતી અને તેને સમજાવવાનો ઘણો જ પ્રયાસ કર્યો હતો. જોકે તેણે ત્યારે જ સ્પષ્ટ કર્યું હતું કે તે આ શોમાં પરત આવવા માગતી નથી. ત્યારે જ અમે અંજલિ મેહતાના રોલ માટે નવા કલાકારની શોધ કરી હતી. બસ, આ જ વાત છે. અમે નવા કલાકારને લીધો અને તે સારું કામ કરે છે. કોઈ કલાકારને લીધા બાદ તેને તે પાત્રમાંથી હટાવી દેવા અથવા તો કાઢી મૂકવા શક્યા નથી.'

નાની-મોટી વાત તો થતી રહે
બંને વચ્ચે થયેલા અણબનાવ પર અસિત મોદીએ કહ્યું હતું, 'જુઓ, નાની-મોટી વાત તો થતી હોય છે અને આવું કયા પરિવારમાં નથી થતું. આ બધું તો બે ઘડીની વાત છે. અમે બધા ભૂલીને આગળ વધીએ છીએ અને ખુશીથી રહીએ છીએ. દરેક વસ્તુનું સોલ્યુશન હોય છે. જો ક્યારેક અણબનાવ હોય તો હું તેમને સમજાવું છું. તેમની સાથે વાત કરું છું. મેં નેહા સાથે પણ વાત કરી હતી, પરંતુ તે શોમાં કામ કરવા તૈયાર નહોતી, આથી હું કંઈ જ કરી શકું તેમ નહોતો.' ઉલ્લેખનીય છે કે હાલમાં નેહા મેહતાના સ્થાને સુનૈના ફોજદાર અંજલિભાભીનું પાત્ર ભજવે છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Taarak Mehta Ka Ooltah Chashmah New Anjali Bhabhi said, I have not come here to be Neha Mehta, I will entertain the fans only by becoming Sunaina

Source

error:
Scroll to Top