હજ

પાયલ ઘોષે ફરીવાર વડાપ્રધાન-ગૃહમંત્રીને અપીલ કરી, કહ્યું- ન્યાય માટે હજી પણ રાહ જોઈ રહી છું

www.divyabhaskar.co.in |

અનુરાગ કશ્યપ પર રેપનો આક્ષેપ મૂકનાર બોલિવૂડ એક્ટ્રેસ પાયલ ઘોષે ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમિત શાહ પાસે ન્યાયની અપીલ કરી છે. તેણે PM, ગૃહમંત્રીની સાથે સાથે રાષ્ટ્રીય મહિલા પંચના પ્રમુખ રેખા શર્માને ટૅગ કરીને ટ્વીટ કરી હતી. પાયલે કહ્યું હતું, 'મારા મિત્ર તથા મેનેજરને અનુરાગ કશ્યપ તરફથી રેફરન્સ તરીકે મારી ફિલ્મ 'ઉસરાવેલ્લી' જોવા માટે કહ્યું હતું, કારણ કે અમે એક પ્રોજેક્ટ પર ચર્ચા કરવા માટે મળવાના હતા. મિસ્ટર કશ્યપે કારણ વગર મારી તથા મારા કો-સ્ટાર (જુનિયર NTR) સાથેના સંબંધો ખરાબ કર્યા હતા. હું હજી પણ ન્યાયની રાહ જોઈ રહી છું.'

પાયલે અનુરાગ પર ગંભીર આક્ષેપ મૂક્યો
આ પહેલાંની ટ્વીટમાં પાયલે અનુરાગ પર ગંભીર આક્ષેપો મૂક્યા હતા. તેણે પોતાની એક ડિલિટેડ ટ્વીટ શૅર કરી હતી. આ ટ્વીટમાં તેણે દાવો કર્યો હતો કે અનુરાગ કશ્યપે તેના તથા જુનિયર NTR વચ્ચે શારીરિક સંબંધો હોવાની હિંટ આપી હતી. આ ટ્વીટમાં એક્ટ્રેસે એ પણ દાવો કર્યો હતો કે અનુરાગે તેની સાથે કામ કરી ચૂકેલી એક્ટ્રેસિસ એક કૉલ પર તેનો સાથ આપવા માટે તૈયાર રહે છે.

પાયલે ડિલિટેડ ટ્વીટની પ્રિન્ટ સ્ક્રીન તથા પોતાની મેનેજર સાથે થયેલા ચેટના સ્ક્રીન શોટ શૅર કરીને કહ્યું હતું, 'હવે તો તમને ખ્યાલ છે કે જ્યારે હું અનુરાગ કશ્યપને મળી તો તેમણે અંતે કેમ ખાસ કરીને જુનિયર NTRનો ઉલ્લેખ કર્યો હતો. તે સમયે 'ઉસરાવેલ્લી' ટીવી પર ચાલતી હતી. મારી મેનેજરે મને અનુરાગ કશ્યપને આ ફિલ્મ બતાવવાની કહી હતી, કારણ કે અમારી મિટિંગ 'હંસી તો ફંસી'ની કાસ્ટિંગ માટે થવાની હતી. જોકે, આ મારા જીવનની ભયંકર ઘટના બની ગઈ.'

22 સપ્ટેમ્બરે રેપનો કેસ કર્યો હતો
પાયલે 22 સપ્ટેમ્બરના રોજ મુંબઈના વર્સોવા પોલીસ સ્ટેશનમાં અનુરાગ કશ્યપ વિરુદ્ધ રેપનો કેસ કર્યો હતો. એક્ટ્રેસનો આક્ષેપ હતો કે 2013માં કશ્યપે વર્સોવામાં યારી રોડની એક જગ્યાએ તેની પર રેપ કર્યો હતો. અનુરાગની વિરુદ્ધ દુષ્કર્મ, ખોટું વર્તન, ખોટા ઈરાદાથી રોકવી તથા મહિલાનું અપમાન કરવાની કલમ હેઠળ કેસ કર્યો છે. જોકે, પોલીસ પૂછપરછમાં અનુરાગે આ આક્ષેપોને ખોટાં ગણાવ્યા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Payal Ghosh once again appealed to the Prime Minister-Home Minister, saying- I am still waiting for justice

Source

નેહા કક્કર 26 ઓક્ટોબરે પંજાબના ઝીરકપુરમાં રોહન પ્રીત સાથે લગ્ન કરશે? લોકો હજી પણ કન્ફ્યૂઝ

www.divyabhaskar.co.in |

લગ્નની અટકળો વચ્ચે નેહા કક્કર તથા રોહન પ્રીત સિંહનું વેડિંગ કાર્ડ સોશિયલ મીડિયામાં વાઈરલ થયું છે. આ કાર્ડ પ્રમાણે, નેહા તથા રોહનના લગ્ન 26 ઓક્ટોબર, 2020ના રોજ છે. બંને સેટલાઈટ ટાઉનના નામથી જાણીતા ઝીરકપુર (જિલ્લો મોહાલી, પંજાબી) સ્થિત ગુરુદ્વારામાં લગ્ન કરશે. કાર્ડમાં બંનેના નામની સાથે તેમના પેરેન્ટ્સના નામ પણ છે.

લોકો હજી પણ કન્ફ્યૂઝઃ લગ્ન કે પછી પબ્લિસિટી સ્ટંટ?
નેહા તથા રોહન પ્રીતના લગ્નની ચર્ચા સતત થઈ રહી છે. જોકે, બંનેના લગ્ન પર ચાહકો કન્ફ્યૂઝ છે. જે દિવસે નેહા તથા રોહનના લગ્ન છે, તેના પાંચ દિવસ પહેલા એટલે કે 21 ઓક્ટોબરના રોજ બંનેનો નવો મ્યૂઝીક વીડિયો 'નેહુ દા બ્યાહ' રિલીઝ થવાનો છે. આથી જ ઘણાં લોકો માની રહ્યા છે કે લગ્નની વાત માત્ર પબ્લિસિટી સ્ટંટ છે. વાસ્તવમાં તેઓ લગ્ન કરવાના નથી.

નેહાએ મ્યૂઝિક વીડિયોનું પહેલું પોસ્ટર રિલીઝ કર્યું હતું
નેહાએ હાલમાં જ પોતાના મ્યૂઝિક વીડિયોનું પોસ્ટર રિલીઝ કર્યું હતું. રિલીઝ કરેલા પોસ્ટરમાં નેહા પિંક આઉટફિટમાં જોવા મળી હતી તો રોહનપ્રીત વ્હાઈટઆઉટફિટ તથા પીળાં રંગની પાઘડીમાં હતો. નેહાએ પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'નેહુ દા વ્યાહ', નેહા તથા રોહનપ્રીત, 21 ઓક્ટોબર. આ પોસ્ટ પર નેહાના ભાઈ ટોનીએ કમેન્ટ કરી હતી, 'બહુ જ ઉત્સાહી છું. નેહુએ આ ગીત કમ્પોઝ તથા લખ્યું છે. કેટલી ટેલેન્ટેડ છે…' જોકે, બાદશાહ તથા વિશાલ દદલાણી આ પોસ્ટ જોઈને કન્ફ્યૂઝ થઈ ગયા હતા. બાદશાહે કહ્યું હતું, 'યાર બહુ મોટી કન્ફ્યૂઝન છે.' તો વિશાલે કહ્યું હતું, 'અરે.. હવે હું ફરી કન્ફ્યૂઝ થઈ ગયો છું. વેડિંગ છે કે પછી કોઈ ફિલ્મ કે ગીત છે? સ્પષ્ટ રીતે કહો યાર કે કપડાં લેવાના છે કે નહીં? કે પછી ડાઉનલોડ, સ્ટ્રીમ, લાઈક, શૅર કરવાનું છે?

નેહાએ પોસ્ટમાં કહ્યું હતું, તું મારો છો
થોડાં દિવસ પહેલા નેહાએ પોતાની તથા રોહનની એક તસવીર શૅર કરી હતી. આ તસવીર શૅર કરીને સિંગરે કહ્યું હતું, 'તું મારો છે.' નેહાએ પોતાની તથા રોહનની જોડીને 'નેહુપ્રીત' નામ આપ્યું છે. નેહાની આ તસવીર પર કમેન્ટ કરતાં રોહને કહ્યું હતું, 'બાબુ આઈ લવ યુ સો મચ, જાન. હા, હું માત્ર તારો છું. મારું જીવન.' રોહને કમેન્ટ કરીને દુલ્હનની ઈમોજી શૅર કરી હતી.

રોહન પ્રીત રિયાલિટી શોમાં જોવા મળ્યો હતો
રોહન પ્રીત સિંહે 2019માં 'ઈન્ડિયાઝ રાઈઝિંગ સ્ટાર'ની ત્રીજી સિઝનમાં સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો. આ ઉપરાંત તે 'મુઝસે શાદી કરોંગે'માં સ્પર્ધક તરીકે જોવા મળ્યો હતો.

આ પહેલા હિમાંશ કોહલી-આદિત્ય નારાયણ સાથે નામ જોડાયું હતું
નેહા કક્કર અને હિમાંશ કોહલી વર્ષ 2014થી ચાર વર્ષ સુધી રિલેશનમાં રહ્યા હતા. ચર્ચા હતી કે બંને ટૂંક સમયમાં લગ્ન કરશે પણ તે દરમિયાન બંનેના બ્રેકઅપના સમાચાર આવ્યાં હતાં. ગયા વર્ષે નેહાનું નામ હોસ્ટ આદિત્ય નારાયણ સાથે જોડાયું હતું. બંને 'ઈન્ડિયન આઈડલ'માં સાથે હતી. આ શોને આદિત્ય હોસ્ટ કરતો હતો અને નેહા જજ હતી. બંનેના લગ્નની અફવાને કારણે શોની TRPને ઘણો જ ફાયદો થયો હતો.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Will Neha Kakkar marry Rohan Preet on October 26 in Zirakpur, Punjab? wedding card viral

Source

કોરોના પોઝિટિવ 85 વર્ષીય એક્ટર સૌમિત્ર ચેટર્જી હજી પણ ICUમાં, ડૉક્ટર્સે કહ્યું- તેમને તાવ નથી પરંતુ તેઓ હાઈ રિસ્ક ઝોનમાં છે

www.divyabhaskar.co.in |

85 વર્ષીય દિગ્ગજ બંગાળી ફિલ્મ એક્ટર સૌમિત્ર ચેટર્જી કોલકાતાની હોસ્પિટલના ICUમાં દાખલ છે. તેમની તબિયત ગંભીર છે. ડૉક્ટર્સના મતે 85 વર્ષીય સૌમિત્ર હાલમાં અર્ધ-બેહોશીની હાલતમાં છે. જોકે, તેમનું ઓક્સિજન લેવલ નોર્મલ છે. તેમને 6 ઓક્ટોબરના રોજ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા અને ત્યારે તેમનું ઓક્સિજન લેવલ ઘણું જ ઓછું હતું. તેમનો કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.

હાલમાં હાઈ રિસ્ક ઝોનમાં
ન્યૂઝ એજન્સી PTI સાથેની વાતચીતમાં ડૉક્ટરે કહ્યું હતું, 'સૌમિત્રનું સોડિયમ લેવલ યોગ્ય છે પરંતુ પોટેશિયમ લેવલ ઓછું છું. પોટેશિયમ લેવલને સુધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેઓ અર્ધ બેહોશી હાલતમાં છે. ઓક્સિજન લેવલ નોર્મલમ છે. તેમને તાવ નથી પરંતુ તેઓ હજી પણ હાઈ રિસ્ક ઝોનમાં છે.'

બેચેની થતા ICUમાં શિફ્ટમાં કરવામાં આવ્યા
શુક્રવાર, 9 ઓક્ટોબરના રોજ સૌમિત્રને બેચેની જેવું લાગતા ડૉક્ટર્સે ICUમાં શિફ્ટ કર્યા હતા. આ પહેલા તેમની દીકરી પૌલોમીએ કહ્યું હતું કે ડૉક્ટર્સ તેના પિતાનું ધ્યાન રાખી રહી છે. તેમનું બ્લડ પ્રેશર નોર્મલ છે અને ઓક્સિજનની જરૂર નથી.

સત્યજીત રે અને સૌમિત્ર ચેટર્જીની જુગલ જોડી
બંગાળના ખૂબ જાણીતા એક્ટર સૌમિત્ર ચેટર્જી ખાસ ફિલ્મમેકર સત્યજીત રે સાથેના તેમના કામને કારણે વધુ જાણીતા છે. સત્યજીત રે અને સૌમિત્ર ચેટર્જીએ 14 ફિલ્મમાં સાથે કામ કર્યું છે. તેમણે 1959માં ડેબ્યૂ પણ સત્યજીત રેની ફિલ્મ 'અપૂર સંસાર'થી કર્યું હતું. આ ઉપરાંત તેઓ ઓસ્કર વિજેતા સત્યજીત રે દ્વારા તૈયાર કરવામાં આવેલા ડિટેક્ટિવ કેરેક્ટર ફેલુદાને પ્લે કરનારા પહેલા એક્ટર હતા. તેમણે 100 ફિલ્મમાં કામ કર્યું છે અને તેમાંથી બે હિંદી ફિલ્મ 'નિરૂપમા' તથા 'હિન્દુસ્તાની સિપાહી' છે. હિંદીમાં તેમણે 'સ્ત્રી કા પત્ર' નામની ફિલ્મ ડિરેક્ટ કરી હતી. છેલ્લે તેઓ મોટા પડદે 2019માં આવેલી બંગાળી ફિલ્મ 'સાંજબાતી'માં દેખાયા હતા.

આ મોટા સન્માન મળ્યા

  • 2012માં એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીનું સૌથી મોટું સન્માન દાદા સાહેબ ફાળકે અવોર્ડ મળ્યો
  • ત્રણવાર નેશનલ ફિલ્મ અવોર્ડ મળ્યો
  • 2004માં ભારત સરકારે પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા હતા

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


સૌમિત્ર ચેટર્જીએ અંદાજે 100 ફિલ્મમાં કામ કર્યું છે

Source

error:
Scroll to Top