હઈ

જ્યારે બાદશાહના 'અભી તો પાર્ટી શુરૂ હુઈ હૈ' સોન્ગ વચ્ચે સ્ટેજ પર પોલીસ આવી ગઈ હતી, લોકો રાડો પાડવા લાગ્યા હતા- અબ કર લે હેન્ડલ

www.divyabhaskar.co.in |

રેપર બાદશાહ અને સિંગર સુખબીર સિંહ હાલમાં જ કોમેડી શો 'ધ કપિલ શર્મા શો'માં આવ્યા હતા. આ દરમ્યાન બાદશાહે તેના સોન્ગ 'અભી તો પાર્ટી શુરૂ હુઈ હૈ' સાથે જોડાયેલો એક રસપ્રદ કિસ્સો શેર કર્યો. રેપરના જણાવ્યા મુજબ ઘટના ત્યારની છે, જ્યારે રોહિણી (દિલ્હી)માં તે સ્ટેજ શો કરી રહ્યો હતો.

સ્ટેજ પર પોલીસ આવી ગઈ હતી
બાદશાહે જણાવ્યું કે જ્યારે તે ફિલ્મ 'ખૂબસુરત'ના સોન્ગ 'અભી તો પાર્ટી શુરૂ હુઈ હૈ' ગાઈ રહ્યો હતો તો તેમાં લાઈન 'આંટી પુલીસ બુલા લેગી તો યાર તેરા કર લેગા હેન્ડલ' આવી તો સાચેમાં ત્યાં પોલીસ આવી ગઈ. આ જોઈને હાજર ઓડિયન્સમાંથી અવાજ આવ્યો કે 'અબ કર લે હેન્ડલ'. બાદશાહની વાત સાંભળીને કપિલ, સુખબીર, અર્ચના પૂરણ સિંહ સહિત ત્યાં હાજર લોકો ખૂબ હસવા લાગ્યા.

કપિલે નામ લઈને જોક ક્રેક કર્યો
બાદશાહનું નામ લઈને કપિલ શર્માએ જોક ક્રેક કર્યો. કપિલે રેપરને પૂછ્યું, 'નામ તો તમારું બાદશાહ છે. જ્યારે લોકડાઉન ચાલી રહ્યું હતું, બાદશાહ ત્યારે પણ બાદશાહ હતા કે પછી રામુ કાકા (સામાન્ય રીતે ફિલ્મોમાં ઘરમાં કામ કરનારા નોકરને આ નામથી બોલાવવામાં આવે છે) બની ગયા હતા.

ઈલૈયા રાજાના દીકરા સાથે નવું સોન્ગ કરી રહ્યો છે
બાદશાહે શોમાં જણાવ્યું કે તે ફેમસ મ્યુઝિક કમ્પોઝર ઈલૈયા રાજાના દીકરા યુવાન શંકર રાજા સાથે નવું સોન્ગ 'ટોપ ટક્કર' કરી રહ્યો છે. તેના જણાવ્યા અનુસાર, આ સોન્ગ હાલમાં જ ગૂગલ દ્વારા નેશનલ ક્રશ જાહેર કરવામાં આવેલી રશ્મિકા મંદાના પર પિક્ચરાઇઝ્ડ હશે, જે સાઉથની ઘણી મોટી એક્ટ્રેસ છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


When Police Arrived At The Stage Show Of Badshah, The People Screamed Now Handle It

Source

હાઈ બ્લડ પ્રેશરને કારણે કમ્પ્લીટ બેડ રેસ્ટની સલાહ, વિઝિટર્સને મળવાની પરવાનગી નહીં

www.divyabhaskar.co.in |

અભિનેતા રજનીકાન્તને હાઈ બીપીને કારણે શુક્રવારે હૈદરાબાદની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રજનીકાન્ત હૈદરાબાદની તેમની ફિલ્મ અન્નાથેનું શૂટિંગ કરવા આવ્યા હતા. ક્રૂના ચાર લોકોને કોરોના આવતાં શૂટિંગ બંધ કરાયું છે. 70 વર્ષના રજનીકાન્તને આ અગાઉ રીનલ ટ્રાન્સપ્લાન્ટ પછી ઓક્ટોબર મહિનામાં પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલે કહ્યું હતું, 'રજની તથા તેમની સારવાર કરતાં ડૉક્ટર્સે અપીલ કરી છે કે તેમને ડિસ્ટર્બ કરવામાં ના આવે. વિઝિટર્સને પણ મળવાની પરવાનગી નથી, કારણ કે રજનીકાંતને આરામની જરૂર છે.'

સુપરસ્ટાર રજનીકાંતને શુક્રવાર (25 ડિસેમ્બર) સવારે હૈદરાબાદની અપોલો હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. 70 વર્ષીય રજનીકાંતનું બ્લડપ્રેશર ચઢ-ઊતર થતું હતું. આ સાથે જ તેમને થાક લાગતો હતો. કહેવાય છે કે જ્યાં સુધી તેમનું બીપી સામાન્ય નહીં થાય ત્યાં સુધી તેમને ડિસ્ચાર્જ આપવામાં આવશે નહીં. તેમનામાં કોવિડ-19 કે અન્ય કોઈ બીજા લક્ષણો જોવા મળ્યાં નથી.

હોસ્પિટલે પ્રેસ નોટ રિલીઝ કરી
અપોલો હોસ્પિટલે રજનીકાંતની હેલ્થ અપડેટ અંગે પ્રેસ નોટ રિલીઝ કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું, 'મિસ્ટર રજનીકાંતને આજે સવારે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. તેઓ છેલ્લા 10 દિવસથી હૈદરાબાદમાં શૂટિંગ કરતા હતા. સેટ પર કેટલાક લોકો કોવિડ-19 પોઝિટિવ આવ્યા હતા. મિસ્ટર રજનીકાંતનો ટેસ્ટ 22 ડિસેમ્બરના રોજ કરવામાં આવ્યો હતો અને તે નેગેટિવ હતો. ત્યાર બાદ તેમણે પોતાની જાતને આઈસોલેટ કરી હતી અને ડૉક્ટર સતત તેમની દેખરેખ રાખતા હતા. તેમનામાં કોવિડ-19ના એક પણ લક્ષણ નથી, તેમનું બ્લડપ્રેશરમાં ગંભીર રીતે વધ-ઘટ જોવા મળી હતી અને વધુ તપાસ અર્થે તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. જ્યાં સુધી તેમનું બ્લડપ્રેશર નૉર્મલ નહીં થાય ત્યાં સુધી તેમને ડિસ્ચાર્જ આપવામાં આવશે નહીં. બ્લડપ્રેશરની વધઘટ સિવાય તેમને અન્ય કોઈ લક્ષણો નથી અને કાર્ડિયો–વૅસ્ક્યુલર સ્ટેબલ છે.'

કોરોના રિપોર્ટ નેગેટિવ
થોડા સમય પહેલાં રજનીકાંતની ફિલ્મ 'અન્નાથે'ના સેટ પર સાત ક્રૂ-મેમ્બર્સ કોરોના પોઝિટિવ આવ્યા હતા. ત્યાર બાદ શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું હતું. હૈદરાબાદમાં આ ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું.

14 ડિસેમ્બરથી શૂટિંગ શરૂ થયું હતું
રજનીકાંતે 14 ડિસેમ્બરથી ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું હતું. તેમની દીકરી ઐશ્વર્યાએ સેટ પરની તસવીર શૅર કરી હતી. રજનીકાંત બાયો બબલમાં રહીને જ શૂટિંગ કરતા હતા. શૂટિંગ ઈનડોર જ હતું. ટોટલ 45 દિવસનું શૂટિંગ હતું, પરંતુ હવે ફરીવાર ક્યારે શરૂ થશે એ નક્કી નથી.

40 ટકા શૂટિંગ બાકી
ફિલ્મનું શૂટિંગ 40 ટકા બાકી છે. ફિલ્મમાં રજનીકાંત કૅરિંગ ભાઈના રોલમાં તથા કીર્તિ સુરેશ બહેનના રોલમાં જોવા મળશે. ફિલ્મમાં પ્રકાશ રાજ તથા જેકી શ્રોફ મહત્ત્વના રોલમાં છે. ફિલ્મને શિવાએ ડિરેક્ટ કરી છે. નયનતારા બીજીવાર રજનીકાંત સાથે કામ કરી રહી છે. આ પહેલાં તેણે 'દરબાર'માં કામ કર્યું હતું. 'અન્નાથે' ફિલ્મ દશેરા પર રિલીઝ થવાની હતી, પરંતુ કોવિડ 19ને કારણે શૂટિંગ પૂરું થઈ શક્યું નહીં. હવે આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે.

રાજકારણમાં ફોકસ કરશે
રજનીકાંત ત્રણ-ચાર અઠવાડિયાંમાં ફિલ્મનું શૂટિંગ પૂરું કરીને રાજકારણમાં ફોકસ કરવા માગે છે. હાલમાં જ રજનીકાંતે પોતાની પાર્ટીની જાહેરાત કરવાની વાત કરી હતી. તેઓ પાર્ટીની સત્તાવાર જાહેરાત 31 ડિસેમ્બરના રોજ કરશે.

હાલમાં જ 70મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો
રજનીકાંતે 12 ડિસેમ્બરના રોજ પોતાનો 70મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. વડાપ્રધાન મોદી સહિત અનેક દિગ્ગજોએ રજનીકાંતને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Rajinikanth admitted to hospital in Hyderabad due to fluctuations in blood pressure

Source

ક્રિસ્ટોફર નોલને ડિમ્પલ કાપડિયા માટે સ્પેશિયલ નોટ લખી, અક્ષય કુમારે કહ્યું, 'મા પર ગર્વ છે, આનાથી વધુ ખુશ ના હોઈ શકું'

www.divyabhaskar.co.in |

ક્રિસ્ટોફર નોલનની ફિલ્મ 'ટેનેટ' ભારતમાં રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મમાં ડિમ્પલ કાપડિયા છે. ડિમ્પલ કાપડિયાના જમાઈ અક્ષય કુમારે સોશિયલ મીડિયામાં સાસુમાની તસવીર શૅર કરી હતી. આ સાથે જ ક્રિસ્ટોફર નોલને ડિમ્પલ માટે લખેલી સ્પેશિયલ નોટ પણ શૅર કરી હતી.

શું પોસ્ટ કરી?
અક્ષય કુમારે કહ્યું હતું, 'જમાઈ તરીકે આ ક્ષણે મને ગર્વ થઈ રહ્યો છે. ક્રિસ્ટોફર નોલને ડિમ્પલ કાપડિયા અંગે સ્પેશિયલ નોટ લખી છે. જો હું તેમના સ્થાને હોત તો હું ક્યારેય આગળ ના વધી શક્યો હોત પરંતુ 'ટેનેટ'માં તેમનો જાદુ જોઈને ઘણો જ ગર્વ અનુભવું છુ.'

ક્રિસ્ટોફર નોલને શું કહ્યું?
ક્રિસ્ટોફરે પોતાની સ્પેશિયલ નોટમાં કહ્યું હતું, 'ડિમ્પલ, ઘણો જ પ્રેમ, આદર. ડિમ્પલ, હું શું કહું? તમારી સાથે કામ કરીને ઘણો જ આનંદ થયો. તમે જે પ્રિયાનું પાત્ર ભજવ્યું અને તેને દુનિયા સમક્ષ લાવ્યા તે ઘણું જ અદભૂત રહ્યું. તમે તમારી મહાન કુશળતા તથા મહેનત 'ટેનેટ'ને આપી તે માટે ઘણો જ આભાર. શુભેચ્છા.'

ઉલ્લેખનીય છે કે 'ટેનેટ' ચાર ડિસેમ્બના રોજ ભારતમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં ડિમ્પલ કાપડિયાએ પ્રિયાનો રોલ પ્લે કર્યો છે. ફિલ્મનું શૂટિંગ મુંબઈ સહિત દુનિયાના સાત દેશોમાં કરવામાં આવ્યું છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Christopher Nolan pens note for Dimple Kapadia, Akshay Kumar said, I couldn’t be more happy and proud of Ma

Source

પોલેન્ડમાં અમિતાભ બચ્ચનના પિતાના નામ પર ચાર રસ્તાનું નામ, બિગ બીએ કહ્યું- દશેરા પર આનાથી વધુ કોઈ સારી ગિફ્ટ ના હોઈ શકે

www.divyabhaskar.co.in |

અમિતાભ બચ્ચનના પિતા તથા કવિ ડૉ. હરિવંશ રાય બચ્ચનના નામ પર પોલેન્ડના વ્રોકલા શહેરના એક ચાર રસ્તાનું નામ રાખવામાં આવ્યું છે. આ વાતની માહિતી બિગ બીએ સોશિયલ મીડિયામાં આપી હતી. તેમણે ઈમોશનલ થઈને કહ્યું હતું, 'વ્રોકલા, પોલેન્ડના સિટી કાઉન્સિલે એક ચાર રસ્તાનું નામ મારા પિતાના નામ પર રાખવાનો નિર્ણય લીધો છે. દશેરા પર આનાથી સારી કોઈ ગિફ્ટ હોઈ શકે નહીં. પરિવાર, વ્રોકલાના ભારતીય સમુદાય તથા ભારત માટે ગર્વની ક્ષણ. જય હિંદ.'

બિગ બીએ ટ્વિટર પર આ અંગેની ટ્વીટ કરી હતી. આ સાથે તેમણે રામચરિત માનસની એક ચોપાઈ તથા તેનો અર્થ સમજાવ્યો હતો.

પોલેન્ડમાં પહેલા પણ હરિવંશ રાય બચ્ચનનું સન્માન કરવામાં આવ્યું હતું
ગયા વર્ષે ડિસેમ્બરમાં પોલેન્ડના એક ચર્ચમાં ડૉ. હરિવંશ રાય બચ્ચન માટે પ્રાર્થના યોજવામાં આવી હતી. અહીંયાના લોકોનો પ્રેમ જોઈને બિગ બી ભાવુક થઈ ગયા હતા અને તેમણે પ્રાર્થનાની તસવીર સોશિયલ મીડિયામાં શૅર કરી હતી.

અમિતાભે પોતાની પોસ્ટમાં કહ્યું હતું, 'યુરોપના સૌથી જૂના ચર્ચમાંથી એક. પોલેન્ડમાં બાબુજી માટે પ્રાર્થના યોજાઈ. દિલને સ્પર્શી જતી અને ભાવુક કરતી ક્ષણ. તેમની આત્માને શાંતિ તથા પ્રેમ મળ્યો હશે. આ સન્માન માટે બિશપ તથા પોલેન્ડની જનતાનો આભાર.'

તે સમયે બિગ બી પોતાની ફિલ્મ 'ચેહરે'નું શૂટિંગ કરી રહ્યા હતા. આ ફિલ્મને રૂમી જાફરીએ ડિરેક્ટ કરી છે. આ દરમિયાન તેઓ ચર્ચમાં યોજાયેલી પ્રાર્થનામાં હાજર રહ્યા હતા.

પોલેન્ડના કોલેજના વિદ્યાર્થીઓએ મધુશાલાનું પઠન કર્યું હતું
આ વર્ષે જુલાઈમાં પોલેન્ડની એક કોલેજના વિદ્યાર્થીઓએ ડૉ. હરિવંશ રાય બચ્ચનની 'મધુશાલા'નું પઠન કર્યું હતું. આનો વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો જ વાઈરલ થયો હતો.

બિગ બીએ આ વીડિયો સોશિયલ મીડિયામાં શૅર કરીને કહ્યું હતું, 'મારી આંખોમાંથી આંસુ વહેવવા લાગ્યા. વ્રોકલા, પોલેન્ડને યુનેસ્કો સિટી ઓફ લિટરેચરથી સન્માનિત કરવામાં આવ્યું છે. આજે તેમણે યુનિવર્સિટીના ટેરેસ પર બાબુજીની મધુશાલાનું પઠન કર્યું. તેમણે સંદેશો આપ્યો કે વ્રોકલા ડૉ. હરિવંશ રાય બચ્ચનનું શહેર છે. '

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


cross roads in Poland named after Amitabh Bachchan’s father, Big B said- there can be no better gift than this on Dussehra

Source

કોરોના પોઝિટિવ 85 વર્ષીય એક્ટર સૌમિત્ર ચેટર્જી હજી પણ ICUમાં, ડૉક્ટર્સે કહ્યું- તેમને તાવ નથી પરંતુ તેઓ હાઈ રિસ્ક ઝોનમાં છે

www.divyabhaskar.co.in |

85 વર્ષીય દિગ્ગજ બંગાળી ફિલ્મ એક્ટર સૌમિત્ર ચેટર્જી કોલકાતાની હોસ્પિટલના ICUમાં દાખલ છે. તેમની તબિયત ગંભીર છે. ડૉક્ટર્સના મતે 85 વર્ષીય સૌમિત્ર હાલમાં અર્ધ-બેહોશીની હાલતમાં છે. જોકે, તેમનું ઓક્સિજન લેવલ નોર્મલ છે. તેમને 6 ઓક્ટોબરના રોજ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા અને ત્યારે તેમનું ઓક્સિજન લેવલ ઘણું જ ઓછું હતું. તેમનો કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.

હાલમાં હાઈ રિસ્ક ઝોનમાં
ન્યૂઝ એજન્સી PTI સાથેની વાતચીતમાં ડૉક્ટરે કહ્યું હતું, 'સૌમિત્રનું સોડિયમ લેવલ યોગ્ય છે પરંતુ પોટેશિયમ લેવલ ઓછું છું. પોટેશિયમ લેવલને સુધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેઓ અર્ધ બેહોશી હાલતમાં છે. ઓક્સિજન લેવલ નોર્મલમ છે. તેમને તાવ નથી પરંતુ તેઓ હજી પણ હાઈ રિસ્ક ઝોનમાં છે.'

બેચેની થતા ICUમાં શિફ્ટમાં કરવામાં આવ્યા
શુક્રવાર, 9 ઓક્ટોબરના રોજ સૌમિત્રને બેચેની જેવું લાગતા ડૉક્ટર્સે ICUમાં શિફ્ટ કર્યા હતા. આ પહેલા તેમની દીકરી પૌલોમીએ કહ્યું હતું કે ડૉક્ટર્સ તેના પિતાનું ધ્યાન રાખી રહી છે. તેમનું બ્લડ પ્રેશર નોર્મલ છે અને ઓક્સિજનની જરૂર નથી.

સત્યજીત રે અને સૌમિત્ર ચેટર્જીની જુગલ જોડી
બંગાળના ખૂબ જાણીતા એક્ટર સૌમિત્ર ચેટર્જી ખાસ ફિલ્મમેકર સત્યજીત રે સાથેના તેમના કામને કારણે વધુ જાણીતા છે. સત્યજીત રે અને સૌમિત્ર ચેટર્જીએ 14 ફિલ્મમાં સાથે કામ કર્યું છે. તેમણે 1959માં ડેબ્યૂ પણ સત્યજીત રેની ફિલ્મ 'અપૂર સંસાર'થી કર્યું હતું. આ ઉપરાંત તેઓ ઓસ્કર વિજેતા સત્યજીત રે દ્વારા તૈયાર કરવામાં આવેલા ડિટેક્ટિવ કેરેક્ટર ફેલુદાને પ્લે કરનારા પહેલા એક્ટર હતા. તેમણે 100 ફિલ્મમાં કામ કર્યું છે અને તેમાંથી બે હિંદી ફિલ્મ 'નિરૂપમા' તથા 'હિન્દુસ્તાની સિપાહી' છે. હિંદીમાં તેમણે 'સ્ત્રી કા પત્ર' નામની ફિલ્મ ડિરેક્ટ કરી હતી. છેલ્લે તેઓ મોટા પડદે 2019માં આવેલી બંગાળી ફિલ્મ 'સાંજબાતી'માં દેખાયા હતા.

આ મોટા સન્માન મળ્યા

  • 2012માં એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીનું સૌથી મોટું સન્માન દાદા સાહેબ ફાળકે અવોર્ડ મળ્યો
  • ત્રણવાર નેશનલ ફિલ્મ અવોર્ડ મળ્યો
  • 2004માં ભારત સરકારે પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા હતા

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


સૌમિત્ર ચેટર્જીએ અંદાજે 100 ફિલ્મમાં કામ કર્યું છે

Source

error:
Scroll to Top