સધ

રૂપિયા 5 હજારની લોન લઈ શો સુધી પહોંચ્યો કન્ટેસ્ટન્ટ, નેહા કક્કડે એક લાખ રૂપિયાની આર્થિક મદદ કરી

www.divyabhaskar.co.in |

નેહા કક્કડ આમ તો છેલ્લા કેટલાક દિવસોથી લગ્નને લઈ ચર્ચામાં રહ્યા હતા. પણ આ વખતે તેઓ દરિયાદિલીને લઈ સોશિયલ મીડિયા પર છવાઈ ગયા છે. લગ્ન બાદ નેહા કક્કડ કામ પર પરત આવી ગયા છે. નેહા ઈન્ડિયન આઈડલના જજ પેનલમાં છે. તેમણે શોમાં ઓડિશન આપવા આવેલ એક સ્પર્ધકની દુખભરી કહાની સાંભળી તેને એક લાખ રૂપિયાની મદદ કરી છે.

સોની ચેનલે આ એપિસોડનો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં જયપુરના એક સ્પર્ધક શહજાદ અલી તેના જીવન અંગે કહી રહ્યો છે. તે કહે છે કે કપડાની દુકાનમાં કામ કરે છે. બાળપણમાં માતાનું અવસાન થઈ ગયું. ઈન્ડિયન આઈડલના ઓડિશન સુધી પહોંચવા માટે શહજાદની નાનીએ પાંચ હજાર રૂપિયાની લોન લીધી છે.

નેહા ઉપરાંત શોના અન્ય જજ વિશાલ ડડલાનીએ પણ શહજાદ અલીને મદદ કરવાની ખાતરી આપી છે. તેમણે કહ્યું કે શહજાદને કોઈ સારા ગુરુ સાથે મુલાકાત કરાવશે, જેથી તેને સારી ટ્રેનિંગ મળી શકે. અત્રે ઉલ્લેખનીય છે કે પોપ્યુલર રિયલ્ટી શો ઈન્ડિયન આઈડલ 28મી નવેમ્બર રાત્રે 8 વાગે શરૂ થવા જઈ રહ્યો છે. તે પ્રત્યેક શનિવાર અને રવિવારે પ્રસારિત થશે. આ સિંગિંગ રિયાલિટી શોને લોકો ખૂબ પસંદ કરે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નેહા કક્કડની તાજેતરમાં પંજાબી સિંગર રોહનપ્રીત સિંહ સાથે લગ્ન થયા છે. તેમના લગ્નને લઈ ફેન્સ ખૂબ જ સરપ્રાઈઝ હતા. લગ્ન બાદ તેમની વેડિંગ ફોટોઝ ઈન્ટરનેટ પર છવાયેલા રહ્યા.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Contestant reached the show with a loan of Rs 5,000, Neha Kakkade helped financially with Rs 1 lakh

Source

અમદાવાદ : સલામ છે શહેર પોલીસને… કર્ફ્યુમાં ફરજ સાથેસાથે ભૂખ્યા સુધી પહોંચાડ્યું ભોજન

gujarati.oneindia.com |
અમદાવાદ : સલામ છે શહેર પોલીસને… કર્ફ્યુમાં ફરજ સાથેસાથે ભૂખ્યા સુધી પહોંચાડ્યું ભોજન

Source

અમિતાભ બચ્ચન, સલમાન ખાનથી લઈને કરીના કપૂર સુધી, બોલિવૂડ સેલેબ્સે ખાસ અંદાજમાં ફેન્સને દિવાળીની શુભકામના આપી

www.divyabhaskar.co.in |

આ વર્ષની દિવાળી અગાઉની દિવાળી કરતા હટકે હશે. દર દિવાળીમાં જ્યારે બોલિવૂડ સેલેબ્સ તેમના આલીશાન ઘરમાં પાર્ટી આપીને તહેવાર મનાવતા ત્યાં આ વર્ષે કોરોનાને કારણે મોટેભાગે બધા સામાન્ય સેલિબ્રેશન કરી પરિવાર સાથે દિવાળી મનાવી રહ્યા છે. આ સાથે જ સેલેબ્સે સોશિયલ મીડિયા મારફતે તેમના બધા ફેન્સને દિવાળીની શુભકામના આપી છે.

બિગ બીએ ટ્વીટ કર્યું કે, રામજન્મ ભૂમિ અયોધ્યામાં 5, 84,872 દિવા પ્રગટાવવાથી નવો વર્લ્ડ રેકોર્ડ બન્યો છે.

ધર્મશાલામાં દિવાળી

કરીના કપૂર, સૈફ અલી ખાન અને તૈમુર ધર્મશાલામાં છે. પ્રેગ્નન્ટ કરીનાએ પરિવાર સાથેનો એક વીડિયો શેર કરીને દિવાળી વિશ કરી હતી. ત્યાં તેમની સાથે મલાઈકા અરોરા અને જેકલીન ફર્નાન્ડિઝ પણ સામેલ છે. તેમણે સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યા હતા. અર્જુન કપૂર પણ હાલ ધર્મશાલામાં છે.

સલમાન ખાન હાલ 'બિગ બોસ 14' હોસ્ટ કરી રહ્યો છે. સલમાને ટ્રેડિશનલ કુર્તામાં ફોટો શેર કરીને લખ્યું, 'તમને બધાને દિવાળી અને સમૃદ્ધ નવા વર્ષની શુભકામના, સુરક્ષિત રહો.'

ડિમ્પલ ગર્લ પ્રીતિ ઝિન્ટાએ ટ્રેડિશનલ લુકમાં પૂજાની થાળી સાથેનો ફોટો શેર કરી લખ્યું, 'તમને બધાને હેપ્પી ધનતેરસ, હેપ્પી દિવાળી અને હેપ્પી ન્યૂ યર. આ તહેવારનો પ્રકાશ સૌની જિંદગીમાં ખુશી અને સમૃદ્ધિ લાવે. લવ યુ ઓલ. હેપ્પી દિવાળી.'

હાલમાં જરૂરિયાતમંદ લોકોના 'મસીહા' બનેલા સોનુ સૂદે લોકોને દિવાળી પર બીજાની ખુશીનું કારણ બનવા અપીલ કરી છે. તેણે લખ્યું, 'કોઈની દિવાળી હેપ્પી બનાવો, આ જ દિવાળીની શુભકામના આપવાની સાચી રીત છે.'

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Diwali 2020: Amitabh Bachchan, Salman Khan To Kareena Kapoor, Bollywood Stars Wishes Fans Happy Diwali In A Special Way

Source

ચાર દિવસ સુધી હર્ષવર્ધન રાણે ઓક્સિજન સપોર્ટ પર હતો, કોરોના પોઝિટિવ થતાં ICUમાં એડમિટ કરવામાં આવ્યો હતો

www.divyabhaskar.co.in |

'સનમ તેરી કસમ' ફૅમ હર્ષવર્ધન રાણે થોડાં દિવસ પહેલા કોરોના પોઝિટિવ હોવાની વાત સામે આવી હતી. એક્ટરને છેલ્લાં કેટલાંક દિવસોથી તાવ તથા માથામાં દુખાવો હતો. જ્યારે તેણે પહેલી વાર તપાસ કરાવી તો તેને વાઈરલ ફીવર હોવાની વાત કરવામાં આવી હતી. જોકે, પછી તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કોવિડ 19નો રિપોર્ટ આવ્યા બાદ તે ઘરમાં જ આઈસોલેટ થયો હતો. જોકે, બે દિવસ સુધી હર્ષવર્ધનની તબિયતમાં કોઈ સુધારો થયો નહોતો. હર્ષવર્ધન બીજીવાર હોસ્પિટલમાં ગયો તો તેને ઓક્સિજન સપોર્ટ સાથે ICUમાં એડમિટ કરવામાં આવ્યો હતો.

હર્ષવર્ધન રાણેની ફિલ્મ 'તૈશ' 29 ઓક્ટોબરના રોઝ ઝી5 પર રિલીઝ થવાની છે. આ ફિલ્મનું પ્રમોશન શરૂ થાય તે પહેલા જ હર્ષવર્ધન કોરોના પોઝિટિવ થયો છે. હવે તે ફિલ્મના પ્રમોશનમાં સામેલ થશે નહીં. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં હર્ષવર્ધને કહ્યું હતું, 'હું ઓક્સિજન સપોર્ટ પર હતો. મને બહુ જ ખરાબ લાગ્યું કે હું ફિલ્મને પ્રમોટ કરી શકીશ નહીં. મને હજી પણ નબળાઈ લાગે છે. સૌ પહેલા મને માથાનો દુખાવો તથા તાવ આવતો હતો. ચાર દિવસ બાદ પણ મારી તબિયતમાં કોઈ ફેર ના પડ્યો ત્યારે હોસ્પિટલ ગયો હતો. ડૉક્ટર્સે વાઈરલ ફીવર હોવાની વાત કહી હતી. જોકે, મેં કોવિડ 19નો ટેસ્ટ કરાવ્યો હતો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.'

વધુમાં હર્ષવર્ધને કહ્યું હતું, 'રિપોર્ટ પોઝિટિવ આવ્યના બે દિવસ બાદ પણ તાવ તથા માથામાં દુખાવો હતો. હું બીજીવાર હોસ્પિટલ ગયો. તેમણે તરત જ મને ICUમાં એડમિટ કર્યો હતો. આઠ દિવસ બાદ તાવ તથા માથાનો દુખાવો ઓછો થયો હતો.'

View this post on Instagram

#PALI from #TAISH on 29th October on @zee5premium🔥

A post shared by Harshvardhan Rane (@harshvardhanrane) on Oct 23, 2020 at 10:30pm PDT

હર્ષવર્ધનની અપકમિંગ ફિલ્મ 'તૈશ'ને બિજોય નામ્બિયારે ડિરેક્ટ કરી છે. હર્ષવર્ધને કહ્યું હતું, 'બિજોય રોજ 2થી ત્રણ વાર ફોન કરીને મારી તબિયત પૂછે છે. આ ફિલ્મના પાત્રની તૈયારી માટે મેં મારી જાતને બે અઠવાડિયે રૂમમાં બંધ કરી દીધી હતી. જોકે, જ્યારે ટ્રેલર લૉન્ચ થયું ત્યારે પણ હું આઈસોલેશનમાં હતો. જોકે, તે વખતે કારણ અલગ હતું.' આ ફિલ્મમાં હર્ષવર્ધન રાણેની સાથે સંજીદા શેખ, કૃતિ ખરબંદા તથા જિમ સરભ છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Harshvardhan Rane was on oxygen support for four days, was admitted to ICU after corona tested positive.

Source

કોરોના સંક્રમિત થવા પર ‘મેડમ સર’ એક્ટ્રેસ ગુલ્કી જોશીએ કહ્યું, ‘ઘણા દિવસો સુધી હું પથારીમાંથી ઊભી થઇ શકતી નહોતી’

www.divyabhaskar.co.in |

થોડા દિવસ પહેલાં ટીવી શો મેડમ સરની લીડ એક્ટ્રેસ ગુલ્કી જોશી કોરોનાની ઝપેટમાં આવી ગઈ હતી. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા એક્ટ્રેસે પોતાને ઘરમાં 14 દિવસ સેલ્ફ ક્વોરન્ટીન કરી છે. દિવ્ય ભાસ્કર સાથે વાતચીત દરમિયાન ગુલ્કીએ કહ્યું કે તે કેવી રીતે સંક્રમણ સામે લડી રહી છે.

ગુલ્કીએ કહ્યું, ‘કોરોના સંક્રમણની ઝપેટમાં આવ્યાને મને આશરે એક અઠવાડિયું થઇ ગયું છે અને સાચે આ સંક્રમણ ઘણું પીડાદાયક છે. એવું નથી કે મને કોઈ લક્ષણ દેખાયા નહોતા. અઠવાડિયાં પહેલાં તાવ આવ્યો હતો અને ઘણી નબળાઈ લાગતી હતી. હું રોજ શૂટ માટે જતી હતી આથી મારી આજુબાજુ લોકો હોવાના જ. હું નહોતી ઈચ્છતી કે મારે કારણે અન્ય કોઈને તકલીફ પડે આથી મેં મારો કોરોના ટેસ્ટ કરાવ્યો. મારી ઈમ્યુનિટી ઘણી નબળી છે. અને મને જે વાતનો ડર હતો તે જ થયું. મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. મેં મારી જાતને ઘરમાં સેલ્ફ ક્વોરન્ટીન કરી.’

‘ઘણા દિવસોથી પલંગ પરથી ઊભી થઇ શકી નહોતી’
વધુમાં તેણે કહ્યું કે, શરુઆતના દિવસોમાં મને ઘણી તકલીફ થતી હતી, ઘણા દિવસોથી હું પથારી પરથી ઊભી થઇ શકતી નહોતી. માત્ર ખાવા માટે જ ઊભી થતી હતી. ટ્રીટમેન્ટને લીધે હવે નબળાઈ ઓછી છે. એવું લાગી રહ્યું છે કે, છેલ્લા બે દિવસથી હું થોડા હોશમાં આવી છું. જો બધું યોગ્ય હશે તો આવતા અઠવાડિયાંના અંત સુધીમાં શૂટિંગ શરુ કરી દઈશ. આશા છે કે હવે રિપોર્ટ નેગેટિવ આવે.

કેટલાક મીડિયા રિપોર્ટ પ્રમાણે, શોના મેકર્સે ગુલ્કીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો તે છતાં શોનું શૂટિંગ કરાવ્યું. જો કે, એક્ટ્રેસના કહેવા પ્રમાણે આ વાત સાચી નથી. તેણે કહ્યું કે, ‘ખબર નહિ આવી અફવા કોણ ફેલાવે છે, તેમાં કોઈ હકીકત નથી. હું બે દિવસ સેટ પર નહોતી ગઈ તેમાંથી એક દિવસ મારી રજા હતી અને બીજા દિવસે આખા યુનિટની રજા હતી. આ દરમિયાન જ મને તાવ આવ્યો હતો અને પ્રોડ્યુસરને જણાવ્યું. તેમણે મને આરામ કરવાની સલાહ આપી અને સ્ટોરી લાઈનમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો. મને સંક્રમણનાં લક્ષણ દેખાયાં છે ત્યારથી મેં એક પણ સીન શૂટ કર્યો નથી.’ ગુલ્કીનો રિપોર્ટ પોઝિટિવ આવતાં મેકર્સે આખા યુનિટનો ટેસ્ટ કરાવ્યો હતો.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


On Being Corona Positive, ‘Madam Sir’ Actress Gulki Joshi Said, “It Is Very Painful, I Could Not Even Get Up From Bed For A Long Time”.

Source

ડ્રગ્સ કેસમાં ફસાયેલા ટીવી કપલ અબિગેલ પાંડે અને સનમ જોહરે શેર કર્યો રોમેન્ટિક ફોટો, કોરિયોગ્રાફરે લખ્યું, 'હું ત્યાં સુધી નહીં ડરું, જ્યાં સુધી તું સાથે છે'

www.divyabhaskar.co.in |

સુશાંત સિંહના મૃત્યુ બાદ ઇન્ડસ્ટ્રીનું મોટું ડ્રગ કનેક્શન સામે આવ્યું છે. ઘણા મોટા બોલિવૂડ સેલેબ્સ સાથે ટીવીનું પોપ્યુલર કપલ અબિગેલ પાંડે અને સનમ જોહર પણ NCBના નિશાના પર હતું. મુંબઈના મોટા ડ્રગ પેડલર સાથે લિંક મળ્યા બાદ બંનેની નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB)એ સતત બે દિવસ પૂછપરછ કરી હતી. બંનેના ઘરે દરોડા પણ પડ્યા હતા જેમાં ડ્રગ્સની અમુક માત્રા મળતા બંને વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ કેસ ફાઈલ થયો હતો. તેના થોડા જ દિવસ પછી કપલે સાથે એક રોમેન્ટિક ફોટો શેર કરીને એકબીજાનો સાથ આપવાની વાત કરી છે.

ટીવી એક્ટ્રેસ અબિગેલ પાંડેએ હાલમાં જ તેના ઇન્સ્ટા અકાઉન્ટ પર તેના બોયફ્રેન્ડ સાથેનો ફોટો શેર કર્યો છે જેમાં સનમ એક્ટ્રેસના ગાલ પર કિસ કરી રહ્યો છે. આ ફોટો સાથે એક્ટ્રેસે લખ્યું, 'સાથે રહીને સૌથી સ્ટ્રોંગ, તારા પર ગર્વ છે, આપણા પર ગર્વ છે. વફાદારી જ આપણી સૌથી મોટી ખૂબી છે અને હંમેશાં રહેશે.'

અબિગેલ પાંડેની આ પોસ્ટ પછી થોડા સમય બાદ બોયફ્રેન્ડ સોનમ જોહરે પણ તે જ ફોટો શેર કરીને લખ્યું, 'જ્યારે રાત આવે અને દુનિયામાં અંધારું થઇ જાય અને માત્ર ચંદ્ર જ પપ્રકાશ આપે, નહીં, હું નહીં ડરું, હું નહીં ડરું જ્યાં સુધી તું મારી સાથે છે. મારી સાથે રહે. નથી ડરતો.'

રોમેન્ટિક ફોટો પર સનમનું કેપ્શન.

અબિગેલ પાંડેનું નામ ડ્રગ પેડલરે NCBની પૂછપરછમાં જણાવ્યું હતું. ત્યારબાદ બંનેની પૂછપરછ થઇ. રિપોર્ટ મુજબ તો અબિગેલ પાંડેએ પૂછપરછમાં સારા ખાન અને અંગદ હસીઝાના નામનો ખુલાસો કર્યો હતો ત્યારબાદ તેમને સમન્સ મોકલવામાં આવ્યું હતું. અંગદે ભાસ્કર સાથેની વાતચીતમાં ડ્રગ્સ કનેક્શનની વાત પર કહ્યું કે તે આવા કોઈ વ્યક્તિને નથી જાણતો અને તેને આ કેસ સાથે કોઈ લેવા દેવા નથી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


TV Couple Abigail Pandey And Sanam Johar Shares Romantic Picture Together Who Caught In Drug Case, Choreographer Wrote, ‘I Will Not Be Afraid As Long As You Stand By Me’

Source

રાહુલ રોયથી લઈને સિદ્ધાર્થ શુક્લા સુધી, જાણો શું કરી રહ્યા છે બિગ બોસ વિનર્સ

www.divyabhaskar.co.in |

બિગ બોસની 14મી સીઝન 3 ઓક્ટોબરથી શરૂ થઇ રહી છે. 2006થી શરૂ થયેલા શો બિગ બોસની અત્યાર સુધી 13 સીઝન થઇ ગઈ છે. બિગ બોસ 13નો વિનર સિદ્ધાર્થ શુક્લા બન્યો હતો. તે આ સીઝનમાં ગેસ્ટ તરીકે દેખાશે.

શો જીત્યા પછી સિદ્ધાર્થ દર્શન રાવલના મ્યુઝિક વીડિયો ‘ભૂલા દુંગા’માં શહનાઝ ગિલ સાથે દેખાયો હતો. એ પછી બીજા સોંગ ‘દિલ કો કરાર આયા’માં તેની ઓપોઝિટ નેહા શર્મા દેખાઈ હતી. સિદ્ધાર્થની પહેલાં ઘણા સેલિબ્રિટી બિગ બોસ જીતી ચૂક્યા છે, હાલ તેઓ શું કરે છે તે જાણીએ..

1. સીઝન: બિગ બોસ 12
વિનર: દીપિકા કક્કર

બિગ બોસ જીત્યા પછી દીપિકા ટીવી સિરિયલ ‘કહાં તુમ કહાં હમ’માં દેખાઈ હતી, તે 17 જૂન 2019થી 14 માર્ચ 2020 સુધી પ્રસારિત થઇ હતી. એ પછી તે કોઈ પણ ફિલ્મ કે શોમાં દેખાઈ નથી પરંતુ સોશિયલ મીડિયામાં ઘણી પોપ્યુલર છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 2 મિલિયન ફોલોઅર્સ છે. તે પોતાની યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે.

2.સીઝન: બિગ બોસ 11
વિનર: શિલ્પા શિંદે

બિગ બોસ જીત્યા પછી શિલ્પા શિંદે એક પણ પ્રોજેક્ટમાં દેખાઈ નથી પરંતુ 2020માં તેણે કોમેડી શો ‘ગેંગ્સ ઓફ ફિલ્મીસ્તાન’થી કમબેક કરવાના પ્રયત્નો કર્યા પણ તે સફળ ન થઇ. તેણે મેકર્સ પર ઘણા આરોપો મૂકીને શો છોડી દીધો.

3.સીઝન: બિગ બોસ 10
વિનર: મનવીર ગુજ્જર

મનવીર પ્રથમ એવો વિનર છે જે સેલેબ નથી. એક કોમનરની રીતે તેણે શોમાં એન્ટ્રી લીધી અને જીતી ગયો. જો કે, શો જીત્યા પછી મનવીર તેનો ફેમિલી બિઝનેસ સંભાળી રહ્યો છે.

4.સીઝન: બિગ બોસ 9
વિનર: પ્રિન્સ નરુલા

પ્રિન્સે શો જીત્યો અને તેના થોડા વર્ષો પછી કો-કન્ટેસ્ટન્ટ યુવિકા ચૌધરી સાથે લગ્ન કર્યાં. એ પછી બંને ટીવી શો ‘લાલ ઈશ્ક’માં દેખાયા હતાં. તેઓ ડાન્સ રિયાલિટી શો ‘નચ બલિયે 9’ના વિજેતા પણ બન્યા. પ્રિન્સ છેલ્લી ઘણી સીઝનથી ‘MTV રોડીઝ’નો પાર્ટ છે અને ‘નાગિન 3’માં પણ દેખાયો હતો.

5.સીઝન: બિગ બોસ 8
વિનર: ગૌતમ ગુલાટી

​​​​​​​

શો જીત્યા પછી ગૌતમ ઇમરાન હાશમીની ફિલ્મ ‘અઝહર’માં રવિ શાસ્ત્રીના રોલમાં દેખાયો હતો. હવે તે સલમાન ખાનની સાથે ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’માં આવતા વર્ષે દેખાશે.

6.સીઝન: બિગ બોસ 7
વિનર: ગૌહર ખાન

ગૌહર ખાન બિગ બોસ 14માં ગેસ્ટ બનીને આવી હતી. શો જીત્યા પછી ‘ક્યા કૂલ હૈ હમ 3’માં તેનો ડાન્સ હતો. આ ઉપરાંત તે વિદ્યા બાલનની ફિલ્મ ‘બેગમ જાન’ અને આલિયા ભટ્ટ-વરુણ ધવન સ્ટારર ‘બદ્રીનાથ કી દુલ્હનિયા’માં પણ દેખાઈ હતી. લાસ્ટમાં તે વેબ શો ‘ધ ઓફિસ’માં દેખાઈ હતી.

7. સીઝન: બિગ બોસ 6
વિનર: ઉર્વશી ધોળકિયા

બિગ બોસ 6 જીત્યા બાદ ઉર્વશી ટીવી જગતમાં એક્ટિવ રહી. તેણે 'બડી દૂર સે આયે હૈં', 'ચંદ્રકાંતા- એક માયાવી પ્રેમ ગાથા'માં મહત્ત્વના રોલ પ્લે કર્યા હતા. તે છેલ્લે 'નચ બલિયે 9'માં એક્સ બોયફ્રેન્ડ અનુજ સચદેવા સાથે દેખાઈ હતી.

8. સીઝન: બિગ બોસ 5
વિનર: જુહી પરમાર

જુહી શો જીત્યા બાદ ગયા વર્ષે તંત્રથી ટીવી પર કમબેક કરતી દેખાઈ હતી. હવે તે ટૂંક સમયમાં ટીવી શો 'હમારી વાલી ગુડ ન્યૂઝ'માં દેખાશે.

9. સીઝન: બિગ બોસ 4
વિનર: શ્વેતા તિવારી

બિગ બોસ જીત્યા બાદ શ્વેતા ઘણા ટીવી શો અને વેબ સિરીઝમાં જોવા મળી. તે 'પરવરિશ', 'સજન રે જૂઠ મત બોલો', 'કુછ ખટ્ટી કુછ મીઠી' અને 'બેગુસરાય' જેવા ટીવી શોમાં દેખાઈ હતી. 2019માં તેણે ડિજિટલ વર્લ્ડમાં એન્ટ્રી લીધી અને વેબ સિરીઝ 'હમ તુમ એન્ડ ધેમ'માં દેખાઈ હતી. હાલ તે ટીવી શો 'મેરે ડેડ કી દુલ્હન'માં સામેલ છે.

10. સીઝન: બિગ બોસ 3
વિનર: વીરુ દારા સિંહ

વીરુ દારા સિંહ 'હાઉસફુલ 2' અને 'સન ઓફ સરદાર' જેવી ફિલ્મોમાં દેખાયા હતા. ગયા વર્ષે 'નચ બલિયે 9'થી ટીવી પર કમબેક કર્યું હતું.

11. સીઝન: બિગ બોસ 2
વિનર: આશુતોષ કૌશિક

આશુતોષ 'લાલ રંગ', 'જિલ્લા ગાઝિયાબાદ' અને 'કિસ્મત પૈસા દિલ્હી' જેવી ફિલ્મોમાં દેખાયો હતો. થોડા મહિના પહેલાં લોકડાઉનમાં લગ્ન કરવાને કારણે તે ચર્ચામાં હતો. લગ્નમાં ખર્ચ થનારા પૈસા બચાવીને આશુતોષે કોરોના માટેના PM-CARES ફંડમાં દાન કરી દીધા હતા.

12. સીઝન: બિગ બોસ 1
વિનર: રાહુલ રોય

બોલિવૂડ ફિલ્મ 'આશિકી'થી પોપ્યુલર થયા અને 'બિગ બોસ'ના પહેલા વિનર બનેલા રાહુલ રોય લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે. જોકે થોડા સમય પહેલાં C – ગ્રેડ ફિલ્મ 'હર સ્ટોરી'માં તેઓ દેખાયા હતા. રાહુલે આ પહેલાં ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે.

તેમાં 'સપને સાજન કે', 'પહેલા નશા', 'ગુમરાહ', 'ભૂકંપ', 'હંસતે ખેલતે', 'નસીબ', 'અચાનક ફિર કભી, 'નોટી બોય' અને 'ક્રાઇમ પાર્ટનર' જેવી ફિલ્મો સામેલ છે. તેઓ 2011માં આવેલી ફિલ્મ 'એલાન'માં દેખાયા હતા જે ફ્લોપ રહી હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


From Rahul Roy To Siddharth Shukla, Know What The Winners Of Bigg Boss Are Doing

Source

ડ્રગ્સ કેસમાં અરેસ્ટ થયેલી રિયા ચક્રવર્તીના જામીન પર બોમ્બે હાઇકોર્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યો, સાત કલાક સુધી સુનાવણી હાથ ધરાઈ

www.divyabhaskar.co.in |

ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલ રિયા ચક્રવર્તી તથા તેના ભાઈ શોવિક ચક્રવર્તીની જામીન અરજી પર આજે 29 સપ્ટેમ્બરના રોજ બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી પૂરી થઇ ગઈ છે. કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. કોર્ટમાં આજે કુલ 7 કલાક સુનાવણી ચાલી. આ ઉપરાંત સુશાંતના હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડા, કુક દીપેશ સાંવત તથા ડ્રગ પેડલર બાસિતની જામીન અરજીનો નિર્ણય આવી શકે છે. આ તમામની જામીન અરજી બે વાર લોઅર કોર્ટે નામંજૂર કરી હતી. NCBના અધિકારીઓ શોવિકની જેલમાં પણ પૂછપરછ કરી ચૂક્યા છે.

રિયાના વકીલ સતીશ માનશિંદેએ કોર્ટમાં કહ્યું:

  • રિયા સુશાંતના જીવનમાં આવી તે પહેલાંથી જ સુશાંત નશીલી દવાઓ વગેરેનું સેવન કરતો હતો. રિયા કે શોવિક કોઈપણ ડ્રગ્સ કન્ઝ્યુમ કરતા નથી. NCBએ આરોપ લગાવ્યો કે સુશાંત સિંહ માટે ડ્રગ્સ ખરીદવા માટે તેના ડેબિટ કાર્ડ મારફતે રિયાએ 10,000 રૂપિયા કાઢ્યા હતા, પરંતુ તેમની પાસે આ વાતનો પુરાવો નથી કે રિયાએ ખરેખર ડ્રગ્સ લીધા હતા કે નહીં?
  • સુશાંતને ડ્રગ્સની લત હતી તે વાતની એક નહીં ત્રણ એક્ટ્રેસે પુષ્ટિ કરી છે. રિયાની જેમ શ્રદ્ધા કપૂર અને સારા અલી ખાને પણ આ વાત સ્વીકારી છે કે સુશાંત 2019 પહેલાંથી ડ્રગ્સ લેતો હતો.
  • જો આજે સુશાંત જીવતા હોત તો તેને ડ્રગ્સ લેવા માટે ધારા 27 હેઠળ દંડ ફટકારવામાં આવત, જેમાં 6 મહિનાથી 1 વર્ષ સુધીની સજા થઇ શકે છે. જો મુખ્ય ઉપભોક્તા તરીકે સુશાંતને માત્ર આટલી સજા થઇ શકે છે તો રિયા અને શોવિકને ધારા 27Aના આધારે કઈ રીતે આરોપી કહી શકાય જેમાં 10-20 વર્ષની સજાની જોગવાઈ છે.
  • NCBએ તેના આરોપમાં કહ્યું કે સુશાંત માટે રિયાએ માત્ર 25 ગ્રામ ડ્રગ્સ ખરીદ્યુ હતું. આ સાબિત કરે છે કે તેમનો (રિયા અને શોવિક) આટલી ઓછી માત્રામાં ડ્રગ્સ ખરીદવાનો ઈરાદો કોઈપણ રીતે વેપાર સાથે જોડાયેલો ન હતો. NCBએ રિયા પર ધારા 27A લગાવી છે જે વ્યાજબી નથી.
  • વકીલે કહ્યું કે NCB પાસે કેસની તપાસ કરવાનો કોઈ અધિકાર નથી. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર તેમણે કેસ CBIને ટ્રાન્સફર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે સુશાંતના મૃત્યુ સાથે જોડાયેલી બધી બાબતની CBI તપાસ હોવી જોઈએ.

NCB રિયાની જામીન અરજીનો વિરોધ કરશે
તપાસ એજન્સીએ સોમવાર, 28 સપ્ટેમ્બરના રોજ કોર્ટમાં કહ્યું હતું કે રિયા તથા શોવિક ડ્રગ્સ સિન્ડેકેટના એક્ટિવ મેમ્બર છે અને અનેક હાઈ સોસાયિટીના લોકો તથા ડ્રગ પેડલર્સ સાથે જોડાયેલા છે. આ બંને પર 27Aની કલમ નોંધવામાં આવી છે. આથી જ તેમને જામીન મળવા જોઈએ નહીં. જસ્ટિસ સારંગ વી કોતવાલની સિંગલ બેંચે 24 સપ્ટેમ્બરના રોજ NCB પાસે રિયાની જામીન અરજી પર જવાબ માગ્યો હતો. NCBએ કહ્યું હતું કે રિયાએ ડ્રગ્સ ખરીદવાની વાત કબૂલ કરી છે. તેણે એમ પણ કહ્યું છે કે ડ્રગ્સ ખરીદવા માટે તેણે સેમ્યુઅલ મિરાન્ડા, દીપેશ સાંવત તથા શોવિક ચક્રવર્તીને કહ્યું હતું. આજે આ કેસમાં NCB કોર્ટમાં પોતાના ફાઈન્ડિંગ્સ રજૂ કરશે, જેમાં દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર તથા સારા અલી ખાનના નિવેદન સામેલ છે. સુશઆંત સાથે જોડાયેલા કેસમાં અત્યાર સુધી 21 લોકોની ધરપકડ કરાઈ છે.

સુશાંતના પરિવારના વકીલે તપાસ પર સવાલ ઊભા કર્યા
થોડાં સમય પહેલા જ સુશાંતના પિતાના વકીલ વિકાસ સિંહે NCBની તપાસ સામે સવાલ ઊભા કર્યા હતા અને કહ્યું હતું કે આનાથી સત્ય સામે આવશે નહીં. હાલમાં તો મોટા-મોટા સ્ટાર્સની પરેડ થઈ રહી છે અને કોઈ પણ સ્ટાર પાસેથી ડ્રગ્સ મળ્યું નથી. CBI ટીમ હજી સુધી AIIMSની ટીમને કેમ મળી નથી? CBIએ હજી સુધી સુસાઈડથી મર્ડર કન્વર્ટ કરવામાં શું મુશ્કેલી નડી રહી છે? આટલું જ નહીં CBIએ કોઈ પ્રેસ સ્ટેટમેન્ટ પણ રિલીઝ કર્યું નથી. તપાસમાં ઘણું જ મોડું થઈ રહ્યું છે. CBI કહે કે અત્યાર સુધીની તપાસમાં શું મળી આવ્યું છે. વધુમાં વિકાસ સિંહે કહ્યું હતું કે ક્યાંકને ક્યાંક CBI તપાસમાં મોડું થઈ રહ્યું છે અને પરિવારને લાગે છે કે કેસના મૂળ સુધી જવાનો જે પ્રયાસ હતો, તેમાં હવે ઘટાડો થયો છે. જો તપાસ ટ્રેક પર પરત નહીં આવે તો આ ઠીક રહેશે નહીં.

ક્ષિતિજ તથા સેમ્યુઅલ મિરાન્ડા વચ્ચે સંબંધો
26 સપ્ટેમ્બરના રોજ આ કેસમાં ધર્મમેટિક એન્ટરટેઈનમેન્ટના પૂર્વ પ્રોડ્યૂસર-ડિરેક્ટર ક્ષિતિજ પ્રસાદની ધરપકડ કરવામાં આવી હતી. આ પૂછપરછમાં એક લિંક સેમ્યુઅલ મિરાન્ડા સાથે જોડાયેલી મળી હતી. NCBએ રિયાએ જે સિન્ડિકેટનો ભાગ ગણાવી હતી, તેમાં સેમ્યુઅલ મિરાન્ડા પણ સામેલ છે. NCBની પૂછપરછમાં ક્ષિતિજે કહ્યું હતું કે તે કરમજીત આનંદ પાસેથી ડ્રગ્સ ખરીદતો હતો. કરમજીત પાસેથી જ સેમ્યુઅલ ડ્રગ્સ લેતો હતો.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Bombay High Court hears Riya Chakraborty’s bail plea in drugs case, lower court rejects bail twice

Source

error:
Scroll to Top