સથ

2021નુ સૌથી રોમેન્ટીક સોંગ 'કતરા' ટૂંક સમયમાં થશે રિલીઝ

gujarati.oneindia.com |
મુંબઈઃ ઋતિક ભૌમિક, જેકી ભગનાનીના જેજસ્ટ મ્યૂઝિક સાથે પોતાના પહેલા મ્યુઝિક વીડિયો ‘કતરા’ માટે ખૂબ જ ઉત્સાહિત છે. ઋતિક ભૌમિકે બંદિશ બેંડિટ્સની શાનદાર સફળતા બાદ એક રોમેન્ટીક અને સુંદર શરૂઆત કરી છે. અભિનેતાએ હાલમાં જ પોતાના આગામી મ્યુઝિક વીડિયો ‘કતરા’ માટે

Source

વિદેશી મૂળની બેકગ્રાઉન્ડ ડાન્સર બની ડિરેક્ટર અલી અબ્બાસની દુલ્લહનિયા, આ સેલેબ્સે પણ વિદેશીઓ સાથે લગ્ન કર્યાં

www.divyabhaskar.co.in |

'સુલતાન', 'ભારત' અને 'ટાઇગર ઝિંદા હૈ' જેવી ફિલ્મોના ડિરેક્ટર અલી અબ્બાસ ઝફર હાલ સિક્રેટ વેડિંગને લઈને ચર્ચામાં છે. અલીએ 3 જાન્યુઆરીના રોજ દેહરાદૂનમાં ફ્રાન્સની અલિસિયા સાથે લગ્ન કર્યાં હતાં. અલિસિયા ફિલ્મ 'ભારત'માં દિશા પટનીના સોન્ગ 'સ્લો મોશન'માં બેકગ્રાઉન્ડ ડાન્સર હતી. આ ફિલ્મના સેટ પર અલી અને અલિસિયા વધુ ક્લોઝ આવ્યા અને બંનેએ લગ્ન કરી લીધા.

જોકે, અલી આવા પહેલા સેલેબ નથી જેને કોઈ વિદેશી પાર્ટનર પસંદ કર્યો હોય. અગાઉ પણ બોલિવૂડના ઘણા સેલેબ્સને વિદેશીઓએ એટ્રેક્ટ કર્યા છે અને પછી તે લગ્નના બંધનમાં બંધાઈ ગયા. નજર કરીએ આવા જ સેલેબ્સ પર…

પ્રિયંકા ચોપરા

ગ્લોબલ સેલિબ્રિટી બની ચૂકેલી દેસી ગર્લ પ્રિયંકા ચોપરાએ ડિસેમ્બર, 2018માં અમેરિકન સિંગર નિક જોનસ સાથે લગ્ન કરી લીધા હતા. બંને એક અવોર્ડ શો દરમ્યાન વધુ નજીક આવ્યા હતા જ્યાં તેમની પહેલી મુલાકાત થઇ હતી. ત્યારબાદ ડેટિંગ શરૂ થયું અને બંનેએ જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં સાત ફેરા લીધા. નિક ક્રિશ્ચન છે અને પ્રિયંકા હિન્દૂ, માટે લગ્ન બંને રીતિ-રિવાજોથી થયા હતા.

પ્રિટી ઝિન્ટા

પ્રિટી ઝિન્ટાએ તેનાથી 10 વર્ષ નાના અમેરિકન મૂળના જિન ગુડઇનફ સાથે લગ્ન કરી લીધા હતા. 29 ફેબ્રુઆરી, 2016ના રોજ કપલે લોસ એન્જલસમાં એક પ્રાઇવેટ સેરેમનીમાં સાત ફેરા લીધા હતા. લગભગ 6 મહિના પછી પ્રિટી અને જિનના વેડિંગ ફોટોઝ સામે આવ્યા હતા.

શ્રિયા સરન

'ગલી ગલી મેં ચોર હૈ' અને 'દ્રશ્યમ' જેવી બોલિવૂડ ફિલ્મોની હિરોઈન રહેલી શ્રિયા સરને માર્ચ, 2018માં સિક્રેટલી લગ્ન કરી લીધા હતા. તેણે રશિયન મૂળના ટેનિસ પ્લેયર આન્દ્રેઈ કોશેચેવ સાથે હિન્દૂ રીતરિવાજથી લગ્ન કર્યાં હતાં.

લીઝા હેડન

લીઝાએ 29 ઓક્ટોબર, 2016ના રોજ તેના લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ ડીનો લલવાણી સાથે લગ્ન કરી લીધા હતા. બંનેએ થાઈલેન્ડના ફુકેતમાં સ્થિત અમનપુરી વચ્ચેના બીચ રિઝોર્ટમાં લગ્ન કર્યાં હતાં. જેના ફોટો લીઝાએ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. લીઝાનો પતિ મૂળ પાકિસ્તાનના બ્રિટિશ એન્ત્રોપ્રેન્યોર ગુલ્લુ લલવાણીનો દીકરો છે.

સેલિના જેટલી

'જાનશીં'થી બોલિવૂડ ડેબ્યુ કરનારી સેલિનાએ ઓસ્ટ્રિયા બેઝ્ડ પીટર હાગ સાથે જુલાઈ, 2011માં લગ્ન કર્યાં હતાં. માર્ચ 2012માં સેલિનાએ ટ્વિન્સ બાળકોને જન્મ આપ્યા. ત્યારબાદ પાંચ વર્ષ પછી સપ્ટેમ્બર 2017માં તે ફરીવાર ટ્વિન્સ બાળકોની માતા બની. તેમાંથી એક બાળક શમશેર હાર્ટ પ્રોબ્લેમને કારણે બચી શક્યું નહીં અને મૃત્યુ પામ્યું. સેલિના છેલ્લે 2012માં આવેલી ફિલ્મ 'વિલ યુ મેરી મી'માં દેખાઈ હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Bollywood Celebrities Who Married Foreigners

Source

રીના રોયનું શત્રુધ્ન સિંહા સાથે 7 વર્ષ સુધી અફેર ચાલ્યું હતું, બ્રેકઅપ પછી પાકિસ્તાની ક્રિકેટર સાથે લગ્ન કર્યાં હતાં

www.divyabhaskar.co.in |

બોલિવૂડ એક્ટ્રેસ રીના રોય 64 વર્ષના થયા છે. તેમનો જન્મ સાત જાન્યુઆરી, 1957માં મુંબઈમાં થયો હતો. રીનાનું સાચું નામ સાયરા અલી હતું. 1972થી 1985 સુધી તેઓ બોલિવૂડમાં એક્ટિવ રહ્યાં હતાં.

રીનાએ ફિલ્મી કરિયરમાં 'જાની દુશ્મન', 'નાગિન', 'કાલીચરણ', 'વિશ્વનાથ', 'આશા' સહિત ઘણી ફિલ્મમાં કામ કર્યું છે. રીનાની પ્રોફેશનલ લાઈફને બદલે અંગત જીવનની ચર્ચા વધુ થતી હતી. બોલિવૂડમાં જે સમયે રીના કરિયરની ટોચ પર હતાં તે જ સમયે તેમનું અફેર શત્રુધ્ન સિંહા સાથે ચાલતું હતું.

શત્રુધ્નની પત્નીને અફેર અંગે ખબર હતી
9 જુલાઈ, 1980ના રોજ શત્રુધ્ન સિંહાએ પૂનમ સાથે લગ્ન કર્યાં હતાં. આ સમયે શત્રુધ્નનું નામ રીના રોય સાથે ચર્ચાતુ હતું. એક ઈન્ટરવ્યૂમાં શત્રુધ્ને કહ્યું હતું કે રીના સાથે તેમના સંબંધો સાત વર્ષ સુધી રહ્યાં હતાં. બંનેએ આ સમયે ઘણી ફિલ્મમાં કામ કર્યું હતું અને તેમની જોડી ચાહકોને ઘણી જ પસંદ હતી.

અન્ય એક ઈન્ટરવ્યૂમાં શત્રુધ્ન સિંહાની પત્ની પૂનમે એવો ઘટસ્ફોટ કર્યો હતો કે તેને પતિ તથા રીના વચ્ચેના અફેર અંગેની બધી જ ખબર હતી. જ્યારે તેને અફેર અંગે ખબર પડી ત્યારે તે બંનેના જીવનથી દૂર થઈ ગયા હતા. જોકે, શત્રુધ્ન એવી યુવતી સાથે લગ્ન કરવા નહોતા માગતા, જેના પર તે વિશ્વાસ ના કરતા હોય. તેને ખ્યાલ હતો કે લગ્ન બાદ પણ બંને વચ્ચે અફેર રહ્યું હતું.

ન્યૂઝપેપર તથા મેગેઝિનમાં શત્રુધ્ન તથા રીનાના અફેર અંગેના સમાચારો છપાય ત્યારે પૂનમને ઘણું જ દુઃખ થતું હતું. શત્રુધ્ન સામે એ મુશ્કેલી હતી કે તે પ્રેમ કે લગ્નમાંથી કોની પસંદગી કરે. શત્રુધ્ન તથા પૂનમના પરિવારે એક્ટરને સમજાવ્યો હતો અને પછી શત્રુધ્ને રીનાનો સાથ છોડ્યો હતો.

એક ઈન્ટરવ્યૂમાં શત્રુધ્ને કહ્યું હતું, 'રીના સાથે મારો અંગત સંબંધ રહ્યો હતો. લોકો કહે છે કે લગ્ન બાદ રીના પ્રત્યેની મારી ફીલિંગ બદલાઈ ગઈ હતી. જોકે, મારા મતે તો તે વધી ગઈ હતી. હું નસીબદાર છું કે તેમણે તેમના જીવનના સાત વર્ષ મને આપ્યા હતા.' ઉલ્લેખનીય છે કે પૂનમ તથા શત્રુને બે દીકરાઓ લવ-કુશ તથા દીકરી સોનાક્ષી છે.

સોનાક્ષીની તુલના રીના રોય સાથે કરવામાં આવતી હતી
સોનાક્ષીએ ફિલ્મ 'દબંગ'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. આ સમયે એવી ચર્ચા થતી હતી કે સોનાક્ષીનો ચહેરો શત્રુધ્ન સિંહાની પૂર્વ પ્રેમિકા રીના રોય સાથે મળતો આવે છે.

સોનાક્ષીનો ચહેરો પોતાના ચહેરા સાથે મળતો આવતો હોવાની ચર્ચાથી રીના રોયે એક પ્રેસ કોન્ફરન્સમાં આ વાતોને પાયાવિહોણી ગણાવી હતી અને કહ્યું હતું કે સોનાક્ષીનો ચહેરો તેની માતા પૂનમ સાથે મળતો આવે છે. રીના રોયે પાકિસ્તાની ક્રિકેટર મોહસિન ખાન સાથે લગ્ન કર્યાં હતાં. આ લગ્નથી દીકરી સનમ જન્મી હતી. જોકે, રીના રોયે મોહસિન ખાનને ડિવોર્સ આપી દીધા હતા.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


bollywood actress reena roy 64th birthday on 7th January, know interesting facts of her life

Source

પિતા ઈરફાન ખાનની યાદમાં દીકરા બાબિલે ઈમોશનલ નોટ શેર કરી, શૂજિત સરકાર બોલ્યા- 2020નું સૌથી મોટું નુકસાન હતું તેમનું જવું

www.divyabhaskar.co.in |

બોલિવૂડના લેજન્ડ લેટ એક્ટર ઈરફાન ખાનની આજે પહેલી બર્થ એનિવર્સરી છે. ગયા વર્ષે 29 એપ્રિલ 2020ના રોજ ઈરફાનનું નિધન થઇ ગયું હતું. ઈરફાનની બર્થ એનિવર્સરી પર તેના ફેમિલી, ફ્રેન્ડ્સ અને ફેન્સ તેની યાદમાં સોશિયલ મીડિયા પર ઈમોશનલ પોસ્ટ શેર કરી રહ્યા છે. પિતાની બર્થ એનિવર્સરી પર તેના દીકરા બાબિલે એક જૂનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયો સાથે તેણે એક ઈમોશનલ નોટ શેર કરી છે.

બાબિલની ઈમોશનલ નોટ
વીડિયો શેર કરી બાબિલે નોટમાં લખ્યું, 'તમે ક્યારેય બર્થડે અને લગ્ન જેવા દિવસોના સેલિબ્રેશનને વધુ મહત્ત્વ આપતા ન હતા. માટે મને પણ ક્યારેય કોઈનો બર્થડે યાદ નથી રહેતો. કારણકે તમે ક્યારેય મારો બર્થડે યાદ નથી રાખ્યો અને ન મને ક્યારેય તમારો બર્થડે યાદ રાખવા કહ્યું. અમારા માટે બર્થડે રોજની જેમ નોર્મલ જ હોતો હતો. કારણકે અમે દરેક દિવસને સેલિબ્રેટ કરતા હતા. આ પ્રસંગે માતા જ આપણને યાદ કરાવતા હતા. પણ આજે હું ઇચ્છીને પણ તમારો જન્મદિવસ ભૂલી નથી શકતો. આજે તમારો બર્થડે છે બાબા.' બાબિલે જે વીડિયો શેર કર્યો છે, તેમાં ઈરફાન તેની પત્ની અને નાના દીકરા સાથે બાબિલ માટે વીડિયો મેસેજ રેકોર્ડ કરી રહ્યા છે.

2020નું સૌથી મોટું નુકસાન ઈરફાનનું જવું : શૂજિત
2015માં રિલીઝ થયેલી ઈરફાનની ફિલ્મ 'પીકુ'ના ડિરેક્ટર શૂજિત સરકારે તેને યાદ કરીને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું, 'તે હવે આપણા વચ્ચે નથી. જો મને પૂછવામાં આવે કે 2020માં સૌથી મોટું નુકસાન શું થયું તો હું કહીશ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે 2020નું સૌથી મોટું નુકસાન હતું ઈરફાન ખાનનું જવું. હું કામના કરું છું કે તે આ સમયે તેની જાદુઈ દુનિયામાં જ્યાં પણ હશે, ખુશ હશે.'

કેન્સરથી સાજા થયા બાદ કોલન ઇન્ફેક્શન થયું હતું
બે વર્ષ સુધી સતત કેન્સર સામે લડ્યા બાદ ઈરફાન ખાને ગયા વર્ષે કોરોના લોકડાઉનના સમયમાં દુનિયાને અલવિદા કહી દીધું હતું. ઈરફાનને કેન્સરથી સાજા થયા બાદ કોલન ઇન્ફેક્શન થઇ ગયું હતું.

ઈરફાન ખાનની સિલેક્ટેડ ફિલ્મો અને સન્માન
ઈરફાન ખાને 2019માં બીમારીથી સાજા થયા બાદ 'અંગ્રેજી મીડિયમ'નું શૂટિંગ શરૂ કર્યું હતું, આ ફિલ્મ માર્ચ 2020માં રિલીઝ થઇ હતી. ઇરફાને 'લાઈફ ઈન અ મેટ્રો', 'ધ લંચ બોક્સ', 'મકબૂલ', 'પીકુ', 'તલવાર' અને 'હિન્દી મીડિયમ' જેવી શાનદાર ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેમણે 'હાસિલ' (નેગેટિવ રોલ), 'લાઈફ ઈન અ મેટ્રો' (બેસ્ટ એક્ટર), 'પાન સિંહ તોમર' (બેસ્ટ એક્ટર ક્રિટિક) અને 'હિન્દી મીડિયમ' (બેસ્ટ એક્ટર) માટે ફિલ્મફેર અવોર્ડ મળ્યો હતો. 'પાન સિંહ તોમર' માટે તેને નેશનલ અવોર્ડ મળ્યો હતો. કલા ક્ષેત્રે દેશનું ચોથું સૌથી મોટું સન્માન પદ્મશ્રી પણ મળ્યું છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


On Irfan Khan First Birth Anniversary Today Son Babil Shared Emotional Post In His Memory, Shoojit Sircar Said The Biggest Loss Of 2020 Was His Loss

Source

અભિષેક બચ્ચને 'બોબ બિસ્વાસ' માટે 12 કિલો વજન વધાર્યું, સુજોય ઘોષની સૌથી મોંઘી ફિલ્મ કોલકાતાના 42 લોકેશન પર શૂટ થઈ

www.divyabhaskar.co.in |

અભિષેક બચ્ચને તાજેતરમાં જ તેની અપકમિંગ ફિલ્મ ‘બોબ બિસ્વાસ’નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. સેટ પર હાજર પ્રોડક્શનની ટીમે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, આ ભૂમિકા માટે અભિષેકે 12 કિલો વજન વધાર્યું હતું. બંગાળી એક્સેંટ માટે ડાયરેક્ટર સુજોય ઘોષ પાસેથી ટ્રેનિંગ લીધી. તે ઉપરાંત પોતાના મોસાળના 42 લોકેશન પર શૂટિંગ કર્યું. ભૂમિકામાં જીવ રેડી દેવા માટે તેને વધારે મહેનત કરી. તે એટલા માટે કે ફિલ્મ 'કહાની'માં તેને બંગાળી અભિનેતા શાશ્વત ચેટર્જીએ તેને લોકપ્રિય બનાવી હતી.

બોબ બિસ્વાસની ટ્રેજેડી બતાવવામાં આવશે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ફિલ્મમાં બોબ બિસ્વાસની લાઈફની ટ્રેજેડી પણ બતાવવામાં આવશે. ફિલ્મ અત્યારના સમયની છે. વધેલા વજન માટે અભિષેક બચ્ચને પ્રોસ્થેટિકની મદદ નથી લીધી. તેણે શક્ય એટલું વજન વધાર્યું. ફિલ્મ સંપૂર્ણપણે ગંભીર રાખવામાં આવી છે. તેમાં ન કોઈ રી-ક્રિએટેડ ગીતો રાખવામાં આવ્યા છે અને ન તો ઓરિજિનલ. બેકગ્રાઉન્ડમાં બંગાળી ફોક લોરના ગીતોની એકાદ લાઈન સાંભળવા મળી શકે છે.

સુજોય ઘોષની સૌથી મોંઘી ફિલ્મ
આ સુજોયની સૌથી મોંઘી ફિલ્મ છે. તેના પર લગભગ 80 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ ખર્ચના કારણે સુજોયને તેના બેનર હેઠળ બીજી ફિલ્મ ‘બ્લાઈન્ડ’માં કોસ્ટ કટિંગ કરવું પડ્યું છે. ગ્લાસગોમાં તેનું શૂટિંગ થઈ રહ્યું છે. ત્યાં ઈન્ડિયાથી ક્રૂ મેમ્બર તરીકે માત્ર એક ટીમ મેમ્બર ગયો છે. બાકીની ટેક્નિકલ ટીમ ત્યાથી હાયર કરવામાં આવી છે.

કોલકાતાનો નવો અંદાજ દેખાશે
સુજોય ઘોષ પોતાની ફિલ્મોમાં શહેરને ઇરાદાપૂર્વક પાત્ર તરીકે રાખે છે. જેમ કે, ‘બદલા’માં ગ્લાસગોને સુંદર રીતે દર્શાવવામાં આવ્યું હતું. અહીં સુજોય ઘોષે કોલકાતાને નવા અંદાજમાં બતાવવા માટે ત્યાંના 42 લોકેશન એક્સપ્લોર કર્યા છે. લોકેશનનો ધમધમાટ છ મહિના સુધી ચાલુ રહે છે..

હાવડાની સાથે ઘણા લોકેશન જોવા મળશે
આ વખતે કોલકાતાના હાવડા બ્રિજને એકાદ વખત બતાવવામાં આવ્યો છે. તેની સાથે ત્યાંના બાગ બજાર, શોભા બજાર, બીકે પાલ, સાઉથ કોલકાતા, ટોલીગંજ, ઈએમ બાઈપાસ, કમેંટ પાર્ક, દક્ષિણેશ્વર મંદિર, આલમ બજાર સહિત નોર્થ અને ઈસ્ટ કોલકાતાને પણ એક્સપ્લોર કર્યું છે. સિયાલદહ અને મોટા બજારવાળા વિસ્તાર ફિલ્મમાં જોવા મળશે. સેટ પર લાઈટિંગની વ્યવસ્થા થાય ત્યાં સુધી અભિષેક ક્રિકેટ રમતો હતો.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Abhishek Bachchan gains 12 kg for ‘Bob Biswas’, Sujoy Ghosh’s most expensive film shot at 42 locations in Kolkata

Source

મુહૂર્ત પૂજા સાથે 'બધાઈ દો'નું શૂટિંગ શરૂ થયું, એક્ટ્રેસ ભૂમિ પેડનેકરે કોરોના ટેસ્ટ કરાવ્યો

www.divyabhaskar.co.in |

ભૂમિ પેડનેકર અને રાજકુમાર રાવ સ્ટારર ફિલ્મ 'બધાઈ દો'નું શૂટિંગ શરૂ થયું છે. મુહૂર્ત પૂજા સાથે ટીમે ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું છે. 5 જાન્યુઆરીએ કોરોના પ્રોટોકોલ સાથે શૂટિંગ શરૂ થયાના ફોટોઝ ભૂમિએ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. આ ફિલ્મથી પહેલીવાર ભૂમિ અને રાજકુમાર રાવ સાથે કામ કરી રહ્યા છે. આયુષ્માન ખુરાના, સાન્યા મલ્હોત્રા, ગજરાજ રાવ, નીના ગુપ્તા અને સુરેખા સિક્રી સ્ટારર ‘બધાઈ હો’ ફિલ્મની સિક્વલ 'બધાઈ દો' છે.

ફિલ્મના સેટ પર ભૂમિએ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો જેનો વીડિયો તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. તેણે પૂજાના ફોટો, ફૂડ/ શૂટ ટેન્ટના ફોટો પણ શેર કર્યા છે. રાજકુમાર રાવે પણ સોશિયલ મીડિયા પર ભૂમિ સાથે કલેપબોર્ડ સહિતની પોસ્ટ શેર કરી છે.

ફિલ્મમાં રાજકુમાર રાવ શાર્દુલ નામના પોલીસ ઓફિસરના રોલમાં છે જે મહિલા પોલીસ સ્ટેશનમાં એકમાત્ર પુરુષ ઓફિસર હોય છે. ભૂમિ પીટી ટીચર સુમીના રોલમાં છે. ફિલ્મને ‘હન્ટર’ ફેમ ડિરેક્ટર હર્ષવર્ધન કુલકર્ણી ડિરેક્ટ કરવાના છે જ્યારે ઓરિજિનલ ફિલ્મના રાઇટર અક્ષત ઘિલ્ડિયાલે જ આ સિક્વલ ફિલ્મ લખી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Shooting of ‘Badhai Do’ begins with Muhurat Pooja, actress Bhumi Pednekar took corona test

Source

પહેલીવાર રીતિક અને જ્હોન 'ધૂમ 4'માં સાથે જોવા મળશે, દીપિકા પાદુકોણ લેડી વિલનની ભૂમિકામાં જોવા મળશે

www.divyabhaskar.co.in |

ફિલ્મ 'ધૂમ'ની સિરીઝના ચોથા પાર્ટને લઈને ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. તેને લઈને ફેન્સ પણ ઘણા એક્સાઇટેડ છે. ફિલ્મની પહેલી ફ્રેન્ચાઇઝીમાં, જ્હોન અબ્રાહમ, બીજામાં રીતિક રોશન અને ત્રીજામાં આમિર ખાને જબદરસ્ત એક્શનથી દર્શકોને પ્રભાવિત કર્યા હતા. મળતી માહિતી અનુસાર, હવે 'ધૂમ 4'માં જ્હોન અબ્રાહમ અને રીતિક રોશન એક સાથે જોવા મળી શકે છે. તે ઉપરાંત દીપિકા પાદુકોણ આ ફિલ્મમાં લેડી વિલનના રોલમાં જોવા મળશે.

પહેલી વખત દીપિકા અને જ્હોનની સાથે જોવા મળશે રીતિક
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દીપિકા અને રીતિક છેલ્લા ઘણા વર્ષોથી ઈન્ડસ્ટ્રીમાં છે. જો કે, બંનેએ અત્યાર સુધી એક પણ ફિલ્મ સાથે નથી કરી. યશરાજ કોઈપણ રીતે આ બંનેને એક પ્રોજેક્ટમાં સાથે લાવવાના પ્રયાસ ઘણા વર્ષોથી કરી રહ્યા હતા. 'ધૂમ 4' દ્વારા હવે તે શક્ય થઈ શકે છે. તે સાથે તેઓ જ્હોન અબ્રાહમને પણ આ ફ્રેન્ચાઈઝી સાથે જોડવાની પણ યોજના બનાવી રહ્યા છે. એક તરફ જ્યાં રીતિક પહેલી વખત દીપિકાની સાથે સ્કીન સ્પેસ શેર કરતો જોવા મળશે. તો બીજી તરફ તે જ્હોનની સાથે પણ પહેલી વખત કામ કરતો જોવા મળશે.

'ધૂમ 4' ની કહાની સ્ટાઈલિશ ચોર પર આધારિત હશે
ફિલ્મના કોન્સેપ્ટ વિશે સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અત્યાર સુધી ફિલ્મની ફ્રેન્ચાઈઝી મેલ એક્ટરના વિલનની આસપાસ રહેતી હતી. પછી ભલે તે જ્હોન હોય, રીતિક હો કે આમિર. જો કે, આ વખતે દર્શકોને ચોથા પાર્ટમાં ટ્વિસ્ટ જોવા મળશે. યશરાજ ફિલ્મની 'ધૂમ 4' ને આદિત્ય ચોપરા હવે એક અલગ સ્તર પર લઈ જવા માગે છે. જેના માટે તેમણે મનીષ શર્માને જ ફિલ્મના સ્ક્રિપ્ટિંગ માટે પસંદ કર્યા છે. 'ધૂમ 4'ની કહાણી એક સુંદર-સ્ટાઇલિશ ચોરની (દીપિકા પાદુકોણ) પર આધારિત હશે. પ્રોડક્શન હાઉસે આ ત્રણેય એક્ટર્સની શૂટિંગ ડેટ્સને લઈને વાતચીત શરૂ કરી દીધી છે. જો બધું યોગ્ય રહ્યું તો ફિલ્મનું શૂટિંગ આ વર્ષના અંત સુધી શરૂ થઈ જશે. અપેક્ષા છે કે, આ ફિલ્મને મનીષ જ ડાયરેક્ટ કરશે.

દીપિકા પહેલા મેકર્સે પ્રિયંકાને અપ્રોચ કરી હતી
દીપિકા પહેલા મેકર્સે પ્રિયંકા ચોપરાને આ ચોરની ભૂમિકા માટે અપ્રોચ કરી હતી. જો કે, પ્રિયંકા પાસે ડેટ્સ ન હોવાને કારણે મેકર્સને આખરે દીપિકાને પોતાના ડ્રીમ પ્રોજેક્ટમાં કાસ્ટ કરવાનો નિર્ણય કર્યો.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Hrithik and John will be seen together for the first time in ‘Dhoom 4’, Deepika Padukone will be seen in the role of Lady Villain

Source

રિયા ચક્રવર્તી ભાઈ શોવિક સાથે પહોંચી NCBની ઑફિસ, જાણો જામીન મળ્યા બાદ કેમ ગઈ?

gujarati.oneindia.com |
Rhea Chakraborty and brother Showik arrive at NCB office: રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિક ચક્રવર્તીને સોમવારે (4 જાન્યુઆરી) સવારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (Narcotics Control Bureau (NCB)ના કાર્યાલયમાં જોવા મળ્યા છે. રિયા અને શોવિક બંને(NCB)ઑફિસ પોતાની હાજરી નોંધાવા માટે પહોંચ્યા હતા.

Source

મલાઇકા અરોરા અને અર્જુન કપૂરે શેર કરી ન્યુ યરની તસવીર, ઇશકઝાદે સાથે કરી નવા વર્ષની શરૂઆત

gujarati.oneindia.com |
નવા વર્ષની ઉજવણી કરવા માટે મલાઇકા અરોરા અને અર્જુન કપૂર ગોવામાં સાથે પહોંચ્યા છે. હવે તે બંનેએ નવા વર્ષની શુભેચ્છા સાથે એક સરસ ફોટો શેર કર્યો છે. મલાઇકાએ ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર અર્જુન કપૂર સાથેનો ફોટો શેર કર્યો અને ચાહકોને નવા વર્ષની

Source

49 વર્ષની ઉંમરમાં બીજીવાર પિતા બનનાર મનોજ તિવારીએ કહ્યું- 'મોટી દીકરીના દબાણને વશ થઈને લૉકડાઉનમાં સુરભિ સાથે લગ્ન કર્યાં'

www.divyabhaskar.co.in |

એક્ટર, સિંગર તથા રાજકારણી મનોજ તિવારી 30 ડિસેમ્બરના રોજ બીજીવાર પિતા બન્યા. હવે, 49 વર્ષીય મનોજ તિવારીએ પોતાના બીજા લગ્ન અંગે ઘટસ્ફોટ કર્યો છે. તેમણે આઠ મહિના પહેલાં લૉકડાઉનમાં સિક્રેટલી લગ્ન કર્યાં હતાં. એક્ટરના મતે, બીજા લગ્ન માટે તેમની મોટી દીકરી ઋતિએ દબાણ કર્યું હતું.

બીજી પત્ની સુરભિ, મનોજ તિવારીનું એડમિનિસ્ટ્રેટિવ જોતી હતી
ઈ ટાઈમ્સ સાથેની વાતચીતમાં મનોજે કહ્યું હતું, 'સુરભિ (બીજી પત્ની) અને મેં લૉકડાઉન દરમિયાન એપ્રિલમાં લગ્ન કર્યાં હતાં. તે એડમિનિસ્ટ્રેટિવ વર્ક જોતી હતી. તે સિંગર છે અને મારા એક મ્યૂઝિક વીડિયોમાં ગીત ગાઈ ચૂકી છે. દીકરી ઋતિએ સલાહ આપી હતી કે મારે અને સુરભિએ લગ્ન કરી લેવા જોઈએ. ઋતિ તથા સુરભિ એકબીજાની સાથે ઘણાં જ કમ્ફર્ટેબલ છે.'

મોટી દીકરી નાનીનું નામ રાખશે
વધુમાં મનોજ તિવારીએ કહ્યું હતું કે તેમની નાની દીકરીના જન્મ બાદ મોટી દીકરી ઘણી જ ખુશ છે. તેમણે કહ્યું હતું, 'ઋતિ જ્યારે પરત આવશે ત્યારે મારી નાની દીકરીનું નામકરણ કરશે. અત્યાર સુધી બંને બહેનો એકબીજાને મળી નથી. હું આ મુલાકાતની રાહ જોઈ રહ્યો છું. વીડિયો કોલ પર ઋતિએ નાની બહેનને જોઈ હતી પરંતુ મળવાની વાત કંઈક અલગ જ છે.'

પહેલી પત્ની અંગે પણ વાત કરી
પહેલી પત્ની રાની સાથેના સંબંધો અંગં મનોજે કહ્યું હતું, 'અમારી વચ્ચે કોઈ પણ પ્રકારની કડવાશ નથી. અમારી વચ્ચે સારા સંબંધો છે. જ્યારે 2010માં હું રાનીના કહેવાથી અલગ થયો હતો ત્યારે ઘણો જ ટેન્શનમાં હતો. તેના જવાથી જીવન બહુ જ વિચિત્ર થઈ ગયું હતું.'

મનોજ તિવારીના પહેલાં લગ્ન 11 વર્ષ ચાલ્યા હતા
પહેલી ફેબ્રુઆરી, 1971ના રોજ વારાણસીમાં જન્મેલા મનોજ તિવારીએ 2004માં ભોજપુરી ફિલ્મ 'સસુરા બડા પૈસાવાલા'થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. મનોજ તિવારીએ રાની સાથે 1999માં લગ્ન કર્યાં હતાં. આ લગ્નથી મનોજ તથા રાની દીકરી ઋતિના પેરેન્ટ્સ બન્યા હતા. વર્ષ 2010માં મનોજ તિવારી 'બિગ બોસ 4'માં સ્પર્ધક તરીકે જોવા મળ્યાં હતાં. આ શોમાં ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી પણ હતી. ઘરમાં મનોજ તિવારી તથા શ્વેતા તિવારીની નિકટતા ચર્ચાનું કારણ બની હતી. ઘરમાંથી બહાર આવ્યા બાદ પણ આ બંને ગાઢ મિત્રો રહ્યાં હતાં. તેમણે બે ભોજપુરી ફિલ્મમાં કામ કર્યું છે. સૂત્રોના મતે, મનોજ તિવારીની પત્નીને શંકા હતી કે તેના પતિનું શ્વેતા તિવારી સાથે અફેર છે. આ શંકાને કારણે રાનીએ મનોજ તિવારીને ડિવોર્સ આપ્યા હતા.

મનોજ તિવારી ડિવોર્સ આપવા તૈયાર નહોતાં
મનોજ તિવારીએ તે સમયે કહ્યું હતું કે તે દીકરી તથા પત્નીથી અલગ થવા તૈયાર નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે કોઈ તેમના લગ્નજીવનને બચાવી લે. વધુમાં તેમણે કહ્યું હતું કે તેમણે માત્રને માત્ર પત્નીના દબાણને કારણે જ ડિવોર્સ પેપર પર સાઈન કરી છે. તેમની પત્ની ઘરમાં સતત ટેન્શનમાં જીવતી હતી અને તે પત્નીની આવી હાલત જોઈ શકે તેમ નહોતા. મનોજ તિવારીએ કહ્યું હતું કે તેમના સંબંધો શ્વેતા તિવારી સાથે નથી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


first time manoj tiwari talked about his second marriage

Source

error:
Scroll to Top