સકનડ

પંચમહાલ : કોરોનાની સેકેન્ડ વેવની સ્થિતિને લઈને તંત્રની સમીક્ષા બેઠક યોજાઇ

gujarati.oneindia.com |
પંચમહાલ : કોરોનાની સેકેન્ડ વેવની સ્થિતિને લઈને તંત્રની સમીક્ષા બેઠક યોજાઇ

Source

કરીનાએ ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો, સેકન્ડ પ્રેગ્નન્સી અને ચોથીવાર પિતા બનવા પર સૈફે શું કહ્યું હતું

www.divyabhaskar.co.in |

કરીના કપૂર ખાન બીજીવાર માતા બનવાની છે. આ વર્ષે ઓગસ્ટ મહિનામાં આ વાતની જાહેરાત કરી હતી કે તે અને સૈફ આવતા વર્ષની શરુઆતમાં બીજા બાળકનું વેલકમ કરશે.

હાલમાં એક ઇન્ટરવ્યૂમાં જ્યારે કરીનાને પૂછવામાં આવ્યું કે ગુડ ન્યૂઝ સાંભળીને પતિ સૈફે શું રિએક્ટ કર્યું હતું તેના જવાબમાં કહ્યું કે, ‘અમારા ઘરમાં કઈ પણ ફિલ્મી થયું નથી કારણકે સૈફ ઘણો નોર્મલ અને રિલેક્સ હતો. તે ખુશ હતો, મેં પહેલાં પણ કહ્યું હતું કે અમે બેબી પ્લાન કર્યું નહોતું પરંતુ હવે અમે આ વાતને સેલિબ્રેટ કરી રહ્યા છીએ અને એકબીજા સાથે આ સુંદર પળ જીવી રહ્યા છીએ.’

ચોથીવાર પિતા બનશે
આમ જોવા જઈએ તો આ કરીના-સૈફની બીજું બાળક છે પણ સૈફ 50 વર્ષની ઉંમરે ચોથીવાર પિતા બનશે. અમૃતા સિંહ સાથે લગ્ન પછી તે સારા અલી ખાન અને ઈબ્રાહિમ ખાનનો પિતા બન્યો હતો. 3 મહિનાના ડેટિંગ પછી સૈફ અને અમૃતાએ વર્ષ 1991માં છુપાઈને સિક્રેટ વેડિંગ કર્યા હતા, કારણકે બંને પોતાના ઘરવાળાના રિએક્શનથી ડરતા હતા. તેનું કારણ હતું સૈફ અને અમૃતા વચ્ચે ઉંમરનું અંતર. અમૃતા સૈફ કરતાં આશરે 12 વર્ષ મોટી હતી.

લગ્નના 13 વર્ષ પછી અલગ થયા
13 વર્ષ સુધી એકબીજાનો સાથ આપ્યા પછી વર્ષ 2004માં કપલ અલગ થઇ ગયું હતું. અમૃતા સાથે અલગ થયા પછી 3 વર્ષ સુધી સ્વિસ મોડેલ રોસા કેટલાનો સાથે સૈફે ડેટિંગ કર્યું, પરંતુ આ રિલેશનશિપ લાંબા સમય સુધી ના ટક્યું અને બ્રેકઅપ થઇ ગયું. વર્ષ 2007માં ફિલ્મ ટશનના સેટ પર સૈફ અને કરીના મળ્યા. બંને 5 વર્ષ સુધી એકબીજાને ડેટ કરતા રહ્યા અને 16 ઓક્ટોબર, 2012ના રોજ લગ્ન કર્યા. હાલ બંને દીકરા તૈમૂરના પેરેન્ટ્સ છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


This Is Show Saif Ali Khan Reacted On Wife Kareena Kapoor Khan’s Second Pregnancy

Source

error:
Scroll to Top