'ભાભીજી ઘર પર હૈ'માં નેહા પેંડસેએ સૌમ્યા ટંડનને રિપ્લેસ કરી, કહ્યું- અફવાઓને કારણે મને આ શો મળ્યો

www.divyabhaskar.co.in |

પાંચ મહિના પછી સિરિયલ 'ભાભીજી ઘર પર હૈ'ના મેકર્સને ગોરી મેમ એટલે કે અનીતાભાભી મળી ગઈ છે. હવે આ શોમાં નેહા પેંડસે આ રોલ પ્લે કરતી જોવા મળશે. આ પહેલાં સૌમ્યા ટંડન આ રોલ પ્લે કરતી હતી. સૌમ્યાએ અંગત કારણોસર શો છોડી દીધો હતો. હાલમાં જ નેહાએ દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત કરી હતી. તેણે કહ્યું હતું કે તેના નામની ચર્ચાને કારણે મેકર્સે પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો અને તેને આ લોકપ્રિય પાત્ર ભજવવાની તક મળી.

મારા નામની અફવાને કારણે મને આ શો મળ્યો
નેહાએ કહ્યું હતું, 'પ્રોડ્યૂસર બેનિફર કોહલી અને હું ઘણાં જૂના મિત્રો છીએ. તેણે એકવાર અનીતાભાભીના પાત્રની વાત કરી હતી. તે સમયે મને આ શોમાં લેવાની કોઈ વાત થઈ નહોતી અને મને પણ આ રોલ ભજવવામાં કોઈ રસ નહોતો. જોકે, મારા નામની ઘણી જ ચર્ચા થવા લાગી હતી. દરેક જગ્યાએ એવું લખાતું કે હું સૌમ્યાને રિપ્લેસ કરું છું. તે અફવાનો પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો અને મને બેનિફરે આ રોલ ઓફર કર્યો. મને પણ રોલ ગમ્યો અને મેં તરત જ હા પાડી દીધી.'

સૌમ્યા સાથે તુલના થાય તો પણ હું આના માટે તૈયાર છું.
'સૌમ્યા છેલ્લાં પાંચ વર્ષથી આ પાત્ર ભજવતી હતી. આવામાં દર્શકો તુલના કરે તે સ્વાભાવિક છે. જ્યારે તમારા વિશે કોઈ ખરાબ બોલે તો તમને ખોટું લાગે છે. હું મેન્ટલી સ્ટ્રોંગ રહીને આગળ વધીશ. જો તુલના થાય છે તો હું આના માટે પણ તૈયાર છું.'

ત્રણ વર્ષ પહેલાં બૉડી શેમિંગનો શિકાર થઈ હતી
ત્રણ વર્ષ પહેલાં નેહા પોતાના વધેલા વજનને કારણે બૉડી શેમિંગનો શિકાર બની હતી. તેણે કહ્યું હતું, 'ત્રણ વર્ષ પહેલાં મારી સાથે જે થયું ત્યારથી લઈ અત્યાર સુધી લોકોની વચ્ચે ઘણી જ અવેરનેસ આવી ગઈ છે. તે સમયે હોર્મોનલ ચેન્જીસને કારણે મારું વજન વધી ગયું હતું. હવે મારું વજન નોર્મલ છે. મને ખબર નથી પડતી કે લોકોને બીજાની બૉડી અંગે કમેન્ટ કરવાનો હક આખરે કોણે આપ્યો. જોકે, હવે ઘણું પરિવર્તન આવ્યું છે. લોકો હવે 'પર્ફેક્શન'ની વ્યાખ્યા યોગ્ય રીતે સમજી ગયા છે. હવે દરેક પ્રકારની બૉડીનું સ્વાગત કરવામાં આવે છે.' ઉલ્લેખનીય છે કે નેહા છેલ્લે 'બિગ બોસ'ની બારમી સિઝનમાં જોવા મળી હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


In Bhabiji Ghar Par Hain Neha Pendse replaces Soumya Tandon, saying- I got this show due to rumors

Source

કંગનાએ પ્રિયંકા-દિલજીતને આડેહાથ લીધા, કહ્યું- ખેડૂતોને ઉશ્કેરીને ગાયબ થઈ ગયા, હવે જુઓ ખેડૂતો અને દેશની શું હાલત છે

www.divyabhaskar.co.in |

ખેડૂત આંદોલનની વચ્ચે કંગના રનૌત તથા દિલજીત દોસાંજે વચ્ચેની સોશિયલ મીડિયા વૉર ચર્ચામાં રહી હતી. હવે કંગનાએ પ્રિયંકા ચોપરાને પણ ખેડૂતોના સપોર્ટમાં ઊભા રહેવા બદલ આડેહાથ લીધી છે. કંગનાએ બંને પર પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. કંગનાએ ખેડૂત આંદોલનવાળી જગ્યાનો એક વીડિયો શૅર કરીને કહ્યું બંને સેલેબ્સ ખેડૂતોને ભડકાવીને ગુમ થઈ ગયા.

વીડિયો બનાવીને કહો- વિરોધ કોનો કરવાનો છે?
કંગનાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, હું ઈચ્છું છું કે દિલજીત તથા પ્રિયંકાજી, જે ખેડૂતો માટે લોકલ ક્રાંતિકારીની ભૂમિકામાં જોવા મળ્યાં. તેઓ એક વીડિયોના માધ્યમથી ખેડૂતોને એ તો જણાવે કે તેમણે વિરોધ કઈ વાતનો કરવાનો છે. બંને ખેડૂતોને ઉશ્કેરીને ગાયબ થઈ ગયા અને જુઓ ખેડૂતો તથા દેશની આ સ્થિતિ છે.

પહેલાં કંગનાએ આ વાત કહી હતી
થોડાં દિવસ પહેલાં કંગનાએ PM મોદીની એક પોસ્ટ શૅર કરી હતી, જેમાં PM ખેડૂતોને સંદેશો આપી રહ્યાં હતાં. કંગનાએ કહ્યું હતું, પ્રિય દિલજીત, પ્રિયંકા, જો તમને વાસ્તવમાં ખેડૂતોની ચિંતા છે, જો તમે વાસ્તવમાં માતાઓને સન્માન આપો છો તો સાંભળી લો કે ફાર્મર્સ બિલ શું છે? કે પછી પોતાની માતા, બહેનો તથા ખેડૂતોનો ઉપયોગ કરીને દેશદ્રોહીઓની ગુડ બુક્સમાં આવવા માગો છો? વાહ રે દુનિયા વાહ.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


bollywood actress Kangana Ranaut’s Attacked Again On Diljit Dosanjh And Priyanka Chopra;

Source

Winter Special : શું તમે જાણો છો શિયાળામાં બનતાં સ્પેશ્યલ વસાણાંના ફાયદા… આવો જાણીએ…

gujarati.oneindia.com |
Winter Special : શું તમે જાણો છો શિયાળામાં બનતાં સ્પેશ્યલ વસાણાંના ફાયદા… આવો જાણીએ…

Source

શું 'ધ કપિલ શર્મા શો'માંથી બહાર થઈ ગઈ ભારતી સિંહ? કિકુ શારદાએ જણાવી સચ્ચાઈ

gujarati.oneindia.com |
નવી દિલ્લીઃ જાણીતી કૉમેડિયન ભારતી સિંહને હાલમાં જ કોર્ટમાંથી જામીન મળ્યા છે. ભારતી અને તેના પતિ લેખક તેમજ ટીવી એન્કર હર્ષ લિંબાચિયાની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો(એનસીબી)એ તેમના ઘરે અને ઑફિસમાં પાડેલી રેડ બાદ ધરપકડ કરી લીધી હતી. તેમના ઘરેથી ગાંજો પણ જપ્ત

Source

આગલા અઠવાડિયે બિગ બૉસ 14નો ફિનાલે, શું ખરેખર શો ખતમ થઈ જશે, સલમાન ખાને હકિકત જણાવી

gujarati.oneindia.com |
નવી દિલ્હીઃ બિગ બૉસ 14ના વીકેંડના વારમાં શનિવારે સલમાન ખાને ઘરવાળાઓને એમ કહીને દંગ કરી દીધા કે ફિનાલે આવતા અઠવાડિયે જ થશે. સલમાન ખાને આની સાથે બધાને એમ કહીને ચોંકાવી દીધા કે રૂબીના દિલૈક શોના ફિનાલે સુધી પહોંચી ગઈ છે. તેના

Source

શું ‘સ્કેમ 1992’માં હર્ષદ મહેતાનો રોલ પ્રતિક ગાંધી નહિ પણ વરુણ ધવન પ્લે કરવાનો હતો? એક્ટરે જાતે જ હકીકત જણાવી

www.divyabhaskar.co.in |

છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર અફવા ઊડી રહી હતી કે ‘સ્કેમ 1992’ વેબ સિરીઝમાં હર્ષદ મહેતાનો રોલ વરુણ ધવન પ્લે કરવાનો હતો. વરુણે આ બધી અફવા પર ચોખવટ કરી છે. એક યુઝરે તેના ટ્વીટમાં લખ્યું કે, શું તમે જાણો છો, વરુણ ધવન ‘સ્કેમ 1992’માં હર્ષદ મહેતાનો રોલ પ્લે કરવાનો હતો. પણ હંસલ મહેતાને પ્રતિક ગાંધીનું મનમાં સૂજયું એ એ પછી શું થયું એ બધાને ખબર છે.

આ ટ્વીટને ખોટું કહી વરુણે લખ્યું, ‘આ સાચું નથી. મારા ખ્યાલથી આ રોલ માટે માત્ર પ્રતિક ગાંધી જ એકમાત્ર ચોઈસ હોઈ શકે છે. તેઓ બ્રિલિયન્ટ છે. સ્કેમ 1992નો મોટો ફેન છું.

આની પહેલાં વેબ સિરીઝના ડિરેક્ટર હંસલ મહેતાએ એક અફવા પર પોતાનું રિએક્શન આપ્યું હતું. રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું હતું કે, ‘સ્કેમ 1992’ IMDB પર ટોપ રેટેડ ટેલિવિઝન પ્રોગ્રામ છે. આ રિપોર્ટ પર હંસલ મહેતાએ કહ્યું હતું, આ સાચું નથી. અમે 21મા નંબર પર છે. આ સમાચાર ખોટા છે. ‘સ્કેમ 1992’ 9/10 રેટિંગ સાથે ટોપ 250 શોમાં IMDBના લિસ્ટમાં 21મા નંબર પર છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Varun Dhawan Refutes Rumours Of Being First Choice For Scam 1992

Source

રૂપિયા 5 હજારની લોન લઈ શો સુધી પહોંચ્યો કન્ટેસ્ટન્ટ, નેહા કક્કડે એક લાખ રૂપિયાની આર્થિક મદદ કરી

www.divyabhaskar.co.in |

નેહા કક્કડ આમ તો છેલ્લા કેટલાક દિવસોથી લગ્નને લઈ ચર્ચામાં રહ્યા હતા. પણ આ વખતે તેઓ દરિયાદિલીને લઈ સોશિયલ મીડિયા પર છવાઈ ગયા છે. લગ્ન બાદ નેહા કક્કડ કામ પર પરત આવી ગયા છે. નેહા ઈન્ડિયન આઈડલના જજ પેનલમાં છે. તેમણે શોમાં ઓડિશન આપવા આવેલ એક સ્પર્ધકની દુખભરી કહાની સાંભળી તેને એક લાખ રૂપિયાની મદદ કરી છે.

સોની ચેનલે આ એપિસોડનો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં જયપુરના એક સ્પર્ધક શહજાદ અલી તેના જીવન અંગે કહી રહ્યો છે. તે કહે છે કે કપડાની દુકાનમાં કામ કરે છે. બાળપણમાં માતાનું અવસાન થઈ ગયું. ઈન્ડિયન આઈડલના ઓડિશન સુધી પહોંચવા માટે શહજાદની નાનીએ પાંચ હજાર રૂપિયાની લોન લીધી છે.

નેહા ઉપરાંત શોના અન્ય જજ વિશાલ ડડલાનીએ પણ શહજાદ અલીને મદદ કરવાની ખાતરી આપી છે. તેમણે કહ્યું કે શહજાદને કોઈ સારા ગુરુ સાથે મુલાકાત કરાવશે, જેથી તેને સારી ટ્રેનિંગ મળી શકે. અત્રે ઉલ્લેખનીય છે કે પોપ્યુલર રિયલ્ટી શો ઈન્ડિયન આઈડલ 28મી નવેમ્બર રાત્રે 8 વાગે શરૂ થવા જઈ રહ્યો છે. તે પ્રત્યેક શનિવાર અને રવિવારે પ્રસારિત થશે. આ સિંગિંગ રિયાલિટી શોને લોકો ખૂબ પસંદ કરે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નેહા કક્કડની તાજેતરમાં પંજાબી સિંગર રોહનપ્રીત સિંહ સાથે લગ્ન થયા છે. તેમના લગ્નને લઈ ફેન્સ ખૂબ જ સરપ્રાઈઝ હતા. લગ્ન બાદ તેમની વેડિંગ ફોટોઝ ઈન્ટરનેટ પર છવાયેલા રહ્યા.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Contestant reached the show with a loan of Rs 5,000, Neha Kakkade helped financially with Rs 1 lakh

Source

બોમ્બે હાઈકોર્ટે પોલીસને સવાલ પૂછ્યો- જો કોઈ સરકારની વાત નહીં સાંભળે તો શું તેના પર રાજદ્રોહની કલમ લગાવી દેવામાં આવશે?

www.divyabhaskar.co.in |

બોમ્બે હાઇકોર્ટે કંગના રનૌતની વિરુદ્ધ FIR રદ કરવાની ના પાડી દીધી છે. તે ઉપરાંત કંગના અને તેની બહેન રંગોલીને 8 જાન્યુઆરીએ બપોરે 12થી 2 વચ્ચે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં હાજર રહેવાનો આદેશ આપ્યો છે. યાને કે કંગના અને તેની બહેન રંગોલીને હાલ પૂરતી તો રાહત થઈ છે. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કંગના પર રાજદ્રોહની કલમ લાદવા બદલ પોલીસને ઠપકો પણ આપ્યો હતો. કોર્ટે પૂછ્યું- જે પણ સરકારના અનુસાર નહીં ચાલે, શું તેના પર રાજદ્રોહની કલમ લગાવી દેવામાં આવશે?

મુંબઈ પોલીસે કંગના અને રંગોલીને ત્રણ વખત સમન્સ મોકલ્યું હતું. પરંતુ તે હાજર ન થઈ, અને સોમવારે હાઇકોર્ટમાં યાચિકા ફાઈલ કરીને FIR રદ કરવાની અને સમન્સ પર સ્ટે આપવાની અપીલ કરી. કોર્ટે સમન્સ મળ્યા બાદ પણ કંગનાને પોલીસની સામે રજૂ ન થવા પર સવાલ પૂછ્યો. તેના પર કંગનાના વકીલે તેઓ શહેરની બહાર હોવાનું કહ્યું હતું. કોર્ટે કંગનાને મુંબઈ પરત ફરવાની તારીખ પૂછી. ત્યારે આ અંગે વકીલ સ્પષ્ટ જવાબ આપી શક્યા નહીં, ત્યારે કોર્ટે તરત કંગનાને ફોન કરવાનો આદેશ આપ્યો.

પોલીસને પૂછ્યું- શું નાગરિકો સાથે આવું વર્તન કરો છો?
કોર્ટે મુંબઈ પોલીસની FIRમાં IPCની સેક્શન 124A (રાજદ્રોહની કલમ) જોડવા પર સવાલ ઉઠાવ્યો. તેમણે મુંબઈ પોલીસને પૂછ્યું કે "શું તમે નાગરિકો સાથે આ પ્રકારનો વ્યવહાર કરો છો? અમે અન્ય કલમો સમજી શકીએ છીએ. પરંતુ 124A કેમ? જો કેસ એટલો ગંભીર હતો તો તમારે FIR દાખલ કરવી જોઈતી હતી. પરંતુ FIR મેજિસ્ટ્રેટની 156 (3) હેઠળ આપેલા ઓર્ડર પછી ફાઇલ કરી.

પોલીસે કંગનાને 3 વખત સમન્સ મોકલ્યું હતું
બાંદ્રામાં બોલિવૂડ કાસ્ટિંગ ડાયરેક્ટર અને ફિટનેસ ટ્રેનર મુનવ્વર અલી સૈયદે કંગનાની વિરુદ્ધ અરજી કરી હતી. યાચિકામાં કંગના પર બોલિવૂડને નેપોટિઝ્મ અને ફેવરેટિઝ્મનું હબ કહીને ઈન્ડસ્ટ્રીનું તેનું અપમાન કરી રહી હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે ગત સપ્તાહે કંગના અને રંગોલીને ત્રીજી વખત સમન્સ મોકલીને 23 અને 24 નવેમ્બરના રોજ હાજર રહેવા માટે કહ્યું હતું.

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતે બોમ્બે હાઇકોર્ટ સમક્ષ એક યાચિકા ફાઈલ કરીને તેની વિરુદ્ધ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ફાઈલ થયેલા કેસને રદ કરવાની માગ કરી છે. એક્ટ્રેસને મુંબઈ પોલીસ સમક્ષ 23 નવેમ્બરના રોજ સવારે 11 વાગ્યા સુધી હાજર થવાનું હતું. એક્ટ્રેસ હાલ હૈદરાબાદમાં 'થાલઈવી'ના શૂટિંગ માટે છે અને તે હાજર રહી ન હતી. એક્ટ્રેસ તરફથી તેના વકીલ રિઝવાન સિદ્દીકીએ હાઇકોર્ટમાં યાચિકા સબમિટ કરી છે. યાચિકા પર સુનાવણી કરતા બોમ્બે હાઇકોર્ટે તેને 8 જાન્યુઆરીએ બપોરે 12થી 2 વચ્ચે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં હાજર રહેવાનો આદેશ આપ્યો છે.

જસ્ટિસ એસ એસ શિંદેની બેન્ચે તેમનો નિર્ણય આપતા કહ્યું કે, 'અમે જે પ્રસ્તાવ રજૂ કરી રહ્યા છે, તેમાં અમે તમને સમય આપશું. અમે યાચિકાકર્તા (કંગના અને તેની બહેન રંગોલી)ને ધરપકડથી સુરક્ષા આપશું. તેમને જાન્યુઆરીમાં પૂછપરછ માટે આવવા દો.'

18 નવેમ્બરે કંગના અને તેની બહેન રંગોલી ચંદેલને ત્રીજી વખત સમન્સ મોકલવામાં આવ્યું હતું. આ સમન્સમાં કંગનાને 23 નવેમ્બરે અને તેની બહેન રંગોલી ચંદેલને 24 નવેમ્બરે હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું.

બંને બહેનો પર સોશિયલ મીડિયા પર સાંપ્રદાયિક તણાવ ફેલાવવાનો અને જજ પર વાંધાજનક ટિપ્પણી કરવાનો કેસ ફાઈલ થયો છે. બંને વિરુદ્ધ કોર્ટના આદેશ પર 17 ઓક્ટોબરે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં કેસ ફાઈલ થયો હતો. તે પહેલાં કંગનાને પૂછપરછ માટે 26 ઓક્ટોબર અને 3 નવેમ્બરે સમન્સ મોકલીને બોલાવવામાં આવી હતી. ભાઈના લગ્નનો હવાલો આપીને એક્ટ્રેસે 15 નવેમ્બર પછી પૂછપરછ માટે હાજર થવાની વાત કરી હતી.

બે ધર્મો વચ્ચે દ્વેષ પેદા કરવાનો આરોપ
સ્થાનિક કોર્ટના આદેશ પર કંગના વિરુદ્ધ મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં FIR ફાઈલ થઇ હતી. બંને બહેનો વિરુદ્ધ એક વિશેષ સમુદાય માટે વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરવા અને એક વિશેષ સમુદાય સાથે જોડાયેલા લોકોને ભડકાવવાનો આરોપ છે.

કંગના પર યાચિકા કરનારાના આ આરોપ
કાસ્ટિંગ ડિરેક્ટર અને ફિટનેસ ટ્રેનર સાહિલ અશરફ અલી સૈયદની યાચિકા પર સુનાવણી કરતા બાંદ્રા કોર્ટે એક્ટ્રેસ વિરુદ્ધ FIR ફાઈલ કરવાનો આદેશ આપ્યો હતો. સાહિલ અશરફ અલી સૈયદે તેની યાચિકામાં લખ્યું છે કે, 'કંગના રનૌત છેલ્લા ઘણા મહિનાથી સતત બોલિવૂડને નેપોટિઝ્મ અને ફેવરેટિઝ્મનું હબ કહીને તેનું અપમાન કરી રહી છે. તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરી અને ટીવી ઇન્ટરવ્યૂ મારફતે તે હિન્દૂ અને મુસ્લિમ આર્ટિસ્ટ વચ્ચે ભાગલા પડાવી રહી છે.

તેમણે ઘણા જ વાંધાજનક ટ્વીટ કર્યા છે, જે માત્ર ધાર્મિક ભાવનાઓ જ નહીં પણ ઇન્ડસ્ટ્રીના ઘણા કલીગ્સની ભાવનાઓને પણ ઠેસ પહોંચાડે છે.' સાહિલે કોર્ટ સામે પુરાવા તરીકે કંગનાના ઘણા ટ્વીટ રાખ્યા.

આ ધારાઓ હેઠળ કેસ ફાઈલ થયો છે
બાંદ્રા મેટ્રોપોલિટનના મેજિસ્ટ્રેટ જયદેવ વાય ઘુલેએ કંગના વિરુદ્ધ CRPCની ધારા 156(3) હેઠળ FIR ફાઈલ કરવાના આદેશ આપ્યા હતા. તેના પર એક્શન લેતા પોલીસે કંગના અને તેની બહેન વિરુદ્ધ આ ધારાઓ હેઠળ કેસ ફાઈલ કર્યો છે.

ધારા 153 A: IPCની ધારા 153 (A) તે લોકો પર લગાવવામાં આવે છે જે ધર્મ, ભાષા, જાતી વગેરેને આધારે લોકોમાં નફરત ફેલાવવા પ્રયત્ન કરે છે. આમાં 3 વર્ષ સુધીની જેલ અથવા દંડ અથવા બંને થઇ શકે છે.
ધારા 295 A: આ ધારા હેઠળ એવા કાર્યને ગુનો માનવામાં આવે છે જ્યાં આરોપી વ્યક્તિ, ભારતના નાગરિકોના કોઈ વર્ગની ધાર્મિક ભાવનાઓને હાનિ પહોંચાડવાના ખરાબ આશયથી તે વર્ગ કે ધર્મ કે ધાર્મિક વિશ્વાસનું અપમાન કરે છે અથવા આવું કરવાનો પ્રયાસ કરે છે.
ધારા 124 A:જો કોઈપણ વ્યક્તિ ભારતની સરકારના વિરોધમાં સાર્વજનિક રૂપમાં એવું કઈ કરે જેનાથી દેશ સામે સુરક્ષાનો સંકટ પેદા થઇ શકે છે તો તેને ઉંમરકેદની સજા થઇ શકે છે. આ કાર્યના સમર્થન કરવા કે પ્રચાર- પ્રસાર કરવા પર પણ કોઈને દેશદ્રોહનો આરોપી માની લેવામાં આવે છે.
ધારા 34: આ ધારા મુજબ જ્યારે એક અપરાધિક કામ બધા વ્યકતિએ સામાન્ય હેતુથી કર્યું હોય, તો દરેક વ્યક્તિ આવા કાર્ય માટે જવાબદાર છે જેમ કે ગુનો તેણે એકલા એ જ કર્યો છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


બે ધર્મો વચ્ચે દ્વેષ પેદા કરવાના આરોપમાં કંગના વિરુદ્ધ મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં FIR ફાઈલ થઇ હતી. – ફાઈલ ફોટો

Source

અમદાવાદ : શા માટે કોરોના વકર્યો તે વિશે જણાવતા આરોગ્ય મંત્રાલયના ડૉ. એસ.કે. સિંઘ

gujarati.oneindia.com |
અમદાવાદ : શા માટે કોરોના વકર્યો તે વિશે જણાવતા આરોગ્ય મંત્રાલયના ડૉ. એસ.કે. સિંઘ

Source

રૂપાલી ગાંગુલીનો શો 'અનુપમા' દર્શકોની પહેલી પસંદ બન્યો, 'તારક મહેતા..' ફરી ટોપ 5માં

www.divyabhaskar.co.in |

રૂપાલી ગાંગુલી તથા સુધાંશુ પાંડેની ટીવી સિરિયલ 'અનુપમા' છેલ્લાં ઘણાં અઠવાડિયાથી TRP રિપોર્ટમાં ટોચ પર જોવા મળે છે. ગયા અઠવાડિયે TRP રિપોર્ટમાં 'બેરિસ્ટર બાબુ' ટોપ 5માં સામેલ હતો. આ વખતે આ શો ટોપ 5ની બહાર છે. આ અઠવાડિયે 'તારક મહેતા..' ટોપ 5માં છે. જાણીએ 45મા અઠવાડિયાનો TRP રિપોર્ટ.

  • અનુપમાઃ સ્ટાર પ્લસ પર આવતી સિરિયલ 'અનુપમા' એક એવી મહિલાની વાત છે, જેમાં તેણે પોતાનું જીવન પરિવારને આપ્યું છે. જોકે, તેને પરિવાર તરફથી માન-સન્માન મળ્યું નથી. થોડાં દિવસ પહેલાં જ શોમાં બતાવવામાં આવ્યું હતું કે અનુપમા પોતાના પતિ વનરાજને અને તેની પ્રેમિકા કાવ્યા સાથે રંગેહાથ પકડી લે છે. આ ટ્રેકથી શોની TRPમાં જબરજસ્ત ઊછાળો આવ્યો છે. હાલમાં અનુપમા પોતાના પગ પર ઊભા રહેવાનો પ્રયાસ કરે છે. શોમાં રૂપાલી ગાંગુલી તથા સુધાંશુ પાંડે લીડ રોલમાં છે.
  • કુંડલી ભાગ્યઃ ગયા અઠવાડિયાની તુલનામાં આ અઠવાડિયની TRP વધારો થયો છે. ગયા અઠવાડિયે આ શો ત્રણ નંબર હતો અને આ વખતે બીજા નંબર છે. શોમાં અદિતિ આર્યા, ધીરજ ધૂપર, પ્રીતા તથા કરણ લીડ રોલમાં છે.
  • કુમકુમ ભાગ્યઃ આ શોની લીડ કાસ્ટ અભી-પ્રજ્ઞા ટીવીની ફેવરિટ જોડીમાંથી એક છે. શોના પ્લોટમાં પ્રમાણે રિયાએ પ્રજ્ઞાનો જીવ બચાવ્યો હતો. ગયા અઠવાડિયે આ શો ચાર નંબર પર હતો. જ્યારે આ વખતે ત્રણ નંબર પર છે.
  • ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સરઃ લોકપ્રિય ડાન્સ રિયાલિટી શો 'ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સ'ની ગ્રાન્ડ ફિનાલે આ વીકમાં જોવા મળશે. ગયા અઠવાડિયે આ શો બીજા સ્થાને હતો. જોકે, આ વખતે TRPમાં ઘટાડો થયો છે. શોમાં મલાઈકા અરોરા, ટેરેન્સ તથા ગીતા કપૂર જજ છે.
  • તારક મહેતા કા ઉલ્ટા ચશ્માઃ એક લાંબા બ્રેક બાદ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સિરિયલ TRP ટોપ 5માં સામેલ થઈ છે. હાલના ટ્રેક પ્રમાણે પત્રકાર પોપટલાલની નોકરી જતી રહી છે અને તેને કારણે તે મિકેનિક બની ગયા છે.

દર્શકોને રિયાલિટી શો 'બિગ બોસ 14' પસંદ ના આવ્યો
'બિગ બોસ 14'ના મેકર્સે દર્શકોને ઈમ્પ્રેસ કરવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. એવિક્ટ થયા બાદ મેકર્સે TRP માટે કવિતા કૌશિકને શોમાં બીજીવાર બોલાવી છે. જોકે, આનાથી કંઈ ફાયદો થયો નહીં. ગઈ સિઝને TRPના તમામ રેકોર્ડ તોડી નાખ્યો હતો તો આ વખતે શો ટોપ 5માં પણ આવી શક્યો નથી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Rupali Ganguly’s show ‘Anupama’ became the first choice of the viewers, ‘Taraak Mehta ..’ again in the top 5

Source

error:
Scroll to Top