શવત

આદિત્ય નારાયણ પહેલી ડિસેમ્બરે શ્વેતા અગ્રવાલ સાથે મંદિરમાં લગ્ન કરશે, 50 લોકો સામેલ થશે

www.divyabhaskar.co.in |

સિંગર ઉદિત નારાયણનો દીકરો આદિત્ય નારાયણ પહેલી ડિસેમ્બરના રોજ ગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલ સાથે લગ્ન કરશે. આદિત્યે એક ઈન્ટરવ્યૂમાં પોતાના લગ્ન અંગે વાત કરી હતી. આદિત્યના મતે લગ્નમાં માત્ર નિકટના પરિવારના સભ્યો તથા ફ્રેન્ડ્સ હાજર રહેશે. લગ્ન મંદિરમાં કરવામાં આવશે અને ત્યારબાદ નાનકડું રિસેપ્શન આપવામાં આવશે.

કોવિડ 19ને કારણે વધુ લોકોને બોલાવવામાં આવ્યા નથી
વેબ પોર્ટલ સ્પોટબોયના અહેવાલ પ્રમાણે, આદિત્યે કહ્યું હતું, 'અમે પહેલી ડિસેમ્બરે લગ્ન કરવાના છીએ. કોવિડ 19ને કારણે અમે માત્ર નિકટના પરિવારના સભ્યો તથા ફ્રેન્ડ્સને બોલાવીશું. મહારાષ્ટ્રમાં લગ્નમાં 50થી વધુ લોકોને બોલાવવાની પરમિશન નથી. આથી જ મંદિરમાં લગ્ન કરવામાં આવશે અને પછી નાનકડું રિસેપ્શન.'

વધુમાં આદિત્યે કહ્યું હતું, 'કોવિડને કારણે વધુ લોકોને આમંત્રણ આપી શકાય તેમ નથી. ટીવી તથા મ્યૂઝિક વર્લ્ડના નિકટના મિત્રો જ લગ્નમાં આવશે.'

આ મહિને રોકા સેરેમની થઈ હતી
આદિત્ય નારાયણ તથા શ્વેતા અગ્રવાલની રોકા સેરેમની આ મહિનાની શરૂઆતમાં થઈ હતી. સેરેમનીની એક તસવીર સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ હતી.

સોશિયલ મીડિયામાં લગ્નની જાહેરાત કરી હતી
3 નવેમ્બરના રોજ આદિત્ય નારાયણે સોશિયલ મીડિયામાં પોતાના લગ્નની વાત કરી હતી. તેણે પોસ્ટમાં કહ્યું હતું, 'અમે લગ્ન કરવાના છીએ. હું નસીબદાર છું કે મને શ્વેતા મળી. મારી સોલમેટ, 11 વર્ષ પહેલાં અને હવે અમે ફાઈનલી ડિસેમ્બરમાં લગ્ન કરવા જઈ રહ્યાં છીએ. અમે માનીએ છીએ કે કોઈની પ્રાઈવેટ લાઈફને પ્રાઈવેટ રાખવી સૌથી સારી બાબત છે. લગ્નની તૈયારીઓ માટે સોશિયલ મીડિયામાંથી બ્રેક લઉં છું. તમને ડિસેમ્બરમાં મળીશ.'

જોકે, ત્યારબાદ આદિત્યે ચાર પોસ્ટ કરી હતી, તેમાંથી એક 'ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર'ના ફિનાલે શૂટિંગની હતી, બીજી માતાની બર્થડે પર કરી હતી, ત્રીજી પોસ્ટ દિવાળીને શુભેચ્છા પાઠવવાની હતી અને છેલ્લી પોસ્ટ 'ધ કપિલ શર્મા શો'ના પ્રમોશનની હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Aditya Narayan to marry Shweta Agarwal at temple on December 1, 50 people to attend

Source

શ્વેતા નંદા અને વાઈફ જયા સાથે અમિતાભ બચ્ચને એડ શૂટ કરી, ફેમિલી ફોટો શેર કરી કહ્યું- 'ફેમિલી એટ વર્ક'

www.divyabhaskar.co.in |

બોલિવૂડના મહાનાયક કોરોના મહામારીની વચ્ચે બેક ટુ બેક શૂટિંગ કરી રહ્યા છે. ગેમ રિયાલિટી શો 'કૌન બનેગા કરોડપતિ 12' સિવાય બિગ બીએ એક નવી એડનું શૂટિંગ પૂરું કર્યું છે જેમાં તેમની સાથે તેની પત્ની જયા બચ્ચન અને દીકરી શ્વેતા નંદા પણ સામેલ છે.

અમિતાભ બચ્ચનના પરિવાર સાથે શૂટિંગ કરતા ફેમિલી ટાઈમ પણ એન્જોય કર્યો. હાલમાં જ બિગ બીએ સેટ પરથી એક ફેમિલી ગ્રુપ ફોટો શેર કર્યો છે જે તેમણે ક્લિક કર્યો છે. તેમાં દીકરી શ્વેતા માસ્ક લગાવીને મોબાઈલ પકડતી દેખાઈ છે. આ ફોટો શેર કરીને અમિતાભ બચ્ચને ઇન્સ્ટા પર લખ્યું કે, 'ફેમિલી એટ વર્ક.'

અન્ય એક ફોટો બિગ બીએ ટ્વિટર પર પણ શેર કર્યો છે. તેમાં પરિવારનો લુક અલગ છે. શ્વેતા અને જયા બચ્ચને હેવી જ્વેલરી પહેરેલી છે.

આ પહેલાં પણ બિગ બી અને જયા બચ્ચન ઘણી જ્વેલરી બ્રાન્ડની એડમાં સાથે દેખાયા છે. આ સિવાય એક બ્રાન્ડ શૂટ દરમ્યાન અમિતાભ અને જયા કેટરીના કૈફના પેરેન્ટ્સ પણ બની ચૂક્યા છે. બિગ બીનો આખો પરિવાર જુલાઈમાં કોરોનગ્રસ્ત હતો અને તેમાંથી સાજા થયા બાદ બિગ બીએ KBC 12નું શૂટિંગ શરૂ કર્યું હતું. આ પહેલીવાર છે કે જ્યારે જયા અને શ્વેતાએ લોકડાઉન બાદ શૂટિંગ કર્યું હોય.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Amitabh Bachchan Shoots Advertisement With Daughter Shweta Nanda And Wife Jaya, Shares Family Photo And Says ‘Family At Work’

Source

શ્વેતા સિંહે કહ્યું, 'યે દિવાલી સુશાંત વાલી, જરૂરિયાતમંદોની મદદ કરો', 14 નવેમ્બરે સુશાંતના મોતને પાંચ મહિના પૂરા થશે

www.divyabhaskar.co.in |

દીવાળીના દિવસે એટલે કે 14 નવેમ્બરના રોજ સુશાંત સિંહ રાજપૂતના મોતને પાંચ મહિના પૂરા થઈ રહ્યા છે. જોકે, સુશાંતના પરિવારે ચાહકો તથા તેના સપોર્ટર્સને અપીલ કરી છે કે તેઓ 'યે દિવાલી સુશાંતવાલી' મનાવે. સુશાંતની બહેન શ્વેતાએ ધનતેરસના દિવસે એક ટ્વીટ કરીને સુશાંતની તસવીર શૅર કરીને આ અપીલ કરી છે.

સુશાંતના પ્રયાસોને પૂરો કરોઃ શ્વેતા
શ્વેતાએ કહ્યું હતું, 'યે દિવાલી…સુશાંત વાલી. આવો, દરેક દિલમાં પ્રેમ તથા આશાનો દીપ પ્રગટાવીએ. આવો આ દિવાળી SSRના અંદાજમાં મનાવીએ.' શૅર કરેલી તસવીર પર લખવામાં આવ્યું હતું, 'સુશાંતને કોઈના જીવનમાં ખુશીઓ લાવવી પસંદ હતી. આથી જ નાના તથા જરૂરિયાતમંદ લોકો પાસેથી મીણબત્તિ કે દીવાઓ ખરીદો, જેથી તેઓ તહેવાર મનાવી શકે. જે મીઠાઈ ખરીદી શકતા નથી, તેમને મીઠાઈ વહેંચો. માનવતાને જીવિત રાખો અને જરૂરિયતામંદ લોકોની મદદ કરો. આની શરૂઆત 12 નવેમ્બરથી કરો.'

ભાઈના સપના બહેન પૂરા કરી રહી છે
સુશાંત 14 જૂનના રોજ પોતાના મુંબઈ સ્થિત ઘરમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. હાલમાં સુશાંત કેસની તપાસ CBI કરી રહ્યું છે. ED તથા NCB પણ તપાસ કરી રહ્યું છે. શ્વેતા સિંહ ભાઈ સુશાંતના અધૂરા સપના પૂરા કરવા માટે સતત સોશિયલ મીડિયામાં એક્ટિવ છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Shweta Singh says, ‘This Diwali Sushant Wali, help the needy’

Source

અભિનવ કોહલીની મુખ્યમંત્રીને અપીલ, વીડિયો શૅર કરીને કહ્યું- શ્વેતા દીકરાને મળવા દેતી નથી

www.divyabhaskar.co.in |

શ્વેતા તિવારીના બીજા પતિ અભિનવ કોહલી પોતાના દીકરા રેયાંશને મળવા માટેની એક પણ તક છોડવા માગતો નથી. સોમવાર, 9 નવેમ્બરના રોજ તેણે સોશિયલ મીડિયામાં એક પછી એક પાંચ વીડિયો શૅર કર્યા હતા. આ વીડિયોમાં શ્વેતા તિવારી પતિને દીકરાને મળતો અટકાવે છે. અભિનવે આક્ષેપ મૂક્યો છે કે શ્વેતાએ રેયાંશને હોટલના રૂમમાં છુપાવ્યો હતો.

મુખ્યમંત્રીને અપીલ કરી
અભિનવે સૌ પહેલાં જે વીડિયો શૅર કર્યો છે, તેના કેપ્શનમાં કહ્યું હતું, 'બીજા કોઈના નામે રૂમ લીધો હતો. સૌથી દુઃખની વાત એ છે કે પોલીસ પણ એક બાપને તેના દીકરા સાથે મળાવી શકી નહીં. હવે તે અહીંથી પણ ભાગી ગઈ. કેટલી મુશ્કેલીથી શોધી હતી. ઉદ્ધવ સાહેબ (મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે) તથા મિસિસ ઉદ્વવ સાહેબ મહેરબાની કરીને કંઈક કરો. પિતા તરીકે હું ઘણું જ સહન કરી રહ્યો છું. બાળકને મળવામાં મારી મદદ કરો.'

'હું દરવાજા પર બેલ મારતો રહ્યો'
અભિનવે બીજા વીડિયોમાં કહ્યું હતું, 'દીકરા સાથે થોડીકવાર મુલાકાત કરાવી અને પછી તે ગાયબ થઈ ગઈ. હું દરવાજા પર બેલ મારતો રહ્યો. આ તે બપોરનો વીડિયો છે અને બેબી કહી રહ્યો છે કે તમે હોટલ ના આવ્યા.' આ જ રીતે ત્રીજા વીડિયોના કેપ્શનમાં લખ્યું હતું, 'તે જ દિવસે.'

'મળી ના શકીએ એટલે બાળકને લઈ ભાગી ગઈ'
ચોથા વીડિયોમાં અભિનવે કહ્યું હતું, 'બાળક ના પાડતો હતો તો પણ મેં તેને ઘરે આવવા દીધી. તેને કન્વિન્સ કરવા દીધી. બાળક સૂઈ ના જતું ત્યાં સુધી તું રહેતી અને મારી સાથે તે શું કર્યું? ઘરમાં ના આવવા દીધો અને હું બાળકને મળી ના શકું એટલે ભાગી ગઈ. એ વિચારે કે હું જ તેને મળવા આવતો નથી.'

View this post on Instagram

Ussi din Same Day

A post shared by Abhinav Kohli (@abhinav.kohli024) on Nov 8, 2020 at 10:43pm PST

'મારી ભલાઈનો ફાયદો ઉઠાવે છે'
પાંચમા તથા અંતિમ વીડિયોમાં અભિનવે કહ્યું હતું, 'મારી ભલાઈનો ફાયદો ઊઠાવવામાં આવ્યો છે. મેથી સપ્ટેમ્બર સુધી મને દૂર રાખ્યો, કોરોના થયો તો બાળક મને આપી દીધું. જ્યારે બાળક જવા નહોતું માગતું તો પણ મેં કહ્યું કે આવ, સમજાવ અને લઈ જા. મને શું મળ્યું? બાળક છીનવી લીધું.'

અભિનવે શ્વેતાને લીગલ નોટિસ મોકલી છે
એક ઈન્ટરવ્યૂમાં અભિનવે કહ્યું હતું કે તેણે શ્વેતાને લીગલ નોટિસ મોકલી છે. નોટિસનો જવાબ 14 દિવસની અંદર આપવાનો છે. જો તે જવાબ નથી આપતી તો તેની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરશે.

25 ઓક્ટોબર સુધી અભિનવની સાથે રેયાંશ હતો
અભિનવે કહ્યું હતું કે શ્વેતા તિવારીને કોરોના થતાં દીકરો રેયાંશ 40 દિવસ સુધી તેની સાથે રહ્યો હતો. 25 ઓક્ટોબરના રોજ શ્વેતાએ રેયાંશને જબરજસ્તી તેની સાથે લઈ ગઈ હતી. શ્વેતાએ એક અઠવાડિયા સુધી દીકરા સાથે વાત ના કરાવી અને કહ્યું પણ નહીં કે તે ક્યાં છે.

અભિનવ પત્ની શ્વેતાના શો 'મેરે ડેડ કી દુલ્હન'ના સેટ પર પણ ગયો હતો પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં. એક અઠવાડિયા પછી 2 નવેમ્બર, સોમવારના રોજ બંને વચ્ચે કેટલીક સેકન્ડ વાત થઈ હતી.

અભિનવે ધમકી આપી
2 નવેમ્બરના રોજ દીકરાને મળ્યા બાદ અભિનવ બીજીવાર શ્વેતાના ઘરે ગયો ત્યારે કોઈએ દરવાજો ખોલ્યો નહોતો. આ વાતથી નારાજ થઈને અભિનવે ઘરની બહાર સોશિયલ મીડિયામાં લાઈવ થયો હતો અને કહ્યું હતું કે તે થોડીવાર પહેલા દીકરાને મળ્યો હતો અને તે ઘણો જ ડરેલો હતો. આ લોકો આવું જ કરે છે. કોઈ પણ વ્યક્તિને એ હદે હેરાન કરી દે કે તે થાકી હારીને કંઈક ખોટું કરી બેસે.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે શ્વેતાએ અભિનવ વિરુદ્ધ ડોમેસ્ટિક વાયોલન્સ હેઠળ ફરિયાદ કરી હતી અને ત્યારબાદથી બંને અલગ રહે છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Abhinav Kohli appeals to CM, shares video and said shweta did not meet him to his son

Source

બીજા પતિ અભિનવના પત્ની પર ગંભીર આક્ષેપો, કહ્યું- 'પાંચ દિવસથી દીકરો ગુમ છે, શ્વેતા કહ્યા વગર અજાણી જગ્યાએ લઈ ગઈ છે'

www.divyabhaskar.co.in |

ટીવી શો 'મેરે ડેડ કી દુલ્હન' ફૅમ એક્ટ્રેસ શ્વેતા તિવારીએ ગયા વર્ષે બીજા પતિ અભિનવ કોહલી વિરુદ્ધ ડોમેસ્ટિક વાયોલન્સ હેઠળ ફરિયાદ કરી હતી અને પછી બંને અલગ રહેતા હતા. એક્ટ્રેસ કોરોના પોઝિટિવ થઈ તો તેનો દીકરો રેયાંશ પિતા અભિનવની સાથે રહેતો હતો. 25 ઓક્ટોબરના રોજ શ્વેતા પોતાના દીકરાને પરત લઈ આવી હતી. હવે અભિનવે આક્ષેપ મૂક્યો છે કે તેનો દીકરો છેલ્લાં પાંચ દિવસથી ગુમ છે અને શ્વેતા તેને જબરજસ્તી કોઈક અજાણી જગ્યાએ લઈ ગઈ છે.

View this post on Instagram

My Whole world❤️❤️❤️

A post shared by Shweta Tiwari (@shweta.tiwari) on Jun 13, 2020 at 8:40am PDT

અભિનવે કહ્યું હતું કે શ્વેતા કોરોના પોઝિટિવ થઈ પછી રેયાંશ 40 દિવસ સુધી તેની સાથે રહ્યો હતો. જોકે, 25 ઓક્ટોબરના રોજ શ્વેતા દીકરાને જબરજસ્તી પોતાની સાથે લઈ ગઈ હતી. અભિનવે અંગ્રેજી ન્યૂઝ પેપર ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું, 'રવિવાર, 25 ઓક્ટોબરના રોજથી મારો દીકરો રેયાંશ લાપતા છે. મને ખ્યાલ નથી કે તે ક્યા છે. તે છેલ્લાં 40 દિવસથી મારી સાથે હતો, પરંતુ ગયા રવિવારે શ્વેતા કહ્યા વગર મારા દીકરાને કોઈ અજાણી જગ્યાએ લઈ ગઈ છે.'

હું મારા દીકરા અંગે જાણવા માટે સેટ પર પણ ગયો હતોઃ અભિનવ
અભિનવે શ્વેતા પર આક્ષેપ કરતા કહ્યું હતું, 'હું શ્વેતાના સિરિયલના સેટ પર ગયો હતો કે હું મારા દીકરાને જોઈ તો શકીશ, એ વિચારે ત્યાં ગયો હતો. મેં પુરાવા તરીકે એક વીડિયો પણ બનાવ્યો છે પરંતુ તેણે મને કંઈ ના કહ્યું. સેટ પર તેને મારો મેસેજ પણ મળ્યો હતો પરંતુ તેણે કોઈ જવાબ આપ્યો નહીં અને દીકરા સાથે ગાયબ થઈ ગઈ હતી.'

View this post on Instagram

आज बड़े दिनों बाद ख़ुशी आई । आज तीन महीनों बाद मेरी रेयांश से video call पे काफ़ी लम्बी बातें हुई| उम्मीद है जल्द ही मिलूँगा भी । आप सब ने बहुत साथ दिया । शुक्रिया । पहले विरोध हद से ज़्यादा था लेकिन तब भी आप ने बहुत शक्ति दी और अब विरोध ना के बराबर हो गया । 🙏 Today happiness has knocked my door after months. Today I spoke for quite sometime with Reyansh on video call after three months. I am hopeful I will meet him soon. You all have really supported me. Thank You. Initially the trolling was immense but your support gave me strength, now your support has won and the trolling dwindled. 🙏

A post shared by Abhinav Kohli (@abhinav.kohli024) on Aug 15, 2020 at 12:00pm PDT

શ્વેતા વિરુદ્ધ લીગલ એક્શન લેશે
હાલમાં જ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં અભિનવે કહ્યું હતું કે તે દીકરાની કસ્ટડી માટે ટૂંક સમયમાં લીગલ એક્શન લેશે. અભિનવે કહ્યું હતું કે શ્વેતા તેને દીકરા રેયાંશથી અલગ કરવાનો પ્રયાસ કરે છે. દીકરાની કસ્ટડી ના આપવી પડે તે માટે શ્વેતા મેડિકલ સલાહની વિરુદ્ધ જઈને ચાર વર્ષના રેયાંશને સ્તનપાન કરાવે છે. આ ઉપરાંત અભિનવે શ્વેતા પર આક્ષેપ મૂક્યો હતો કે દીકરાને UK લઈ જવા માટે શ્વેતાએ વિઝાના ડોક્યૂમેન્ટ્સ પર તેની નકલી સહી કરી હતી.

ઉલ્લેખનીય છે કે શ્વેતા તિવારીએ રાજા ચૌધરીને ડિવોર્સ આપ્યા બાદ વર્ષ 2013માં અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા હતા. શ્વેતાએ ગયા વર્ષે પોલીસ ફરિયાદ કરી હતી પરંતુ બંનેના ડિવોર્સ થયા નથી. શ્વેતાની દીકરી પલક (જે પહેલા પતિ રાજા ચૌધરીની છે)એ પણ અભિનવ પર હેરેસમેન્ટના આક્ષેપો મૂક્યા હતા.

પતિ અભિનવે શ્વેતા પર ગંભીર આરોપ લગાવ્યો- 'કસ્ટડી માટે ડોક્ટર વિરુદ્ધ જઈને 4 વર્ષના બાળકને સ્તનપાન કરાવે છે, નકલી સહી પણ કરી'

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


tv actor Abhinav Kohli alleges his son is missing since five days, blames Shweta Tiwari

Source

પતિ અભિનવે શ્વેતા પર ગંભીર આરોપ લગાવ્યો- 'કસ્ટડી માટે ડોક્ટર વિરુદ્ધ જઈને 4 વર્ષના બાળકને સ્તનપાન કરાવે છે, નકલી સહી પણ કરી'

www.divyabhaskar.co.in |

ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીના પતિ અભિનવ કોહલીએ તેના વિરુદ્ધ લીગલ એક્શન લેવાનો નિર્ણય લીધો છે. અભિનવના જણાવ્યા મુજબ શ્વેતા તેને તેના 4 વર્ષના દીકરા રેયાંશ કોહલીથી અલગ કરી રહી છે. હાલમાં જ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીત દરમ્યાન, અભિનવે તેની આપવીતી સંભળાવી. અમે શ્વેતા તિવારી સાથે પણ અભિનવ દ્વારા લગાવવામાં આવેલા આ આરોપો પર વાતચીત કરવાની ટ્રાય કરી પણ તે હાજર ન હતી.

મેડિકલ સલાહ વિરુદ્ધ શ્વેતા સ્તનપાન કરાવવાના પ્રયાસ કરે છે
છેલ્લા ઘણા દિવસોથી શ્વેતા મને રેયાંશને મળવા દેતી ન હતી. હાલમાં જ શ્વેતાને કોરોના થયો હતો. ત્યારબાદ તેણે રેયાંશને મારી પાસે મોકલી દીધો હતો. બીજે દિવસે જ તેને તાવના લક્ષણ દેખાવાના સ્ટાર્ટ થઇ ગયા, મેં વીડિયો કોલિંગ કરીને મારા ડોક્ટર સાથે વાત કરી તો તેણે કહ્યું કે આમાં કોઈ શંકા નથી કે રેયાંશ કોરોના પોઝિટિવ છે કારણકે તે શ્વેતા સાથે બે દિવસ રહ્યો હતો. શ્વેતાનો પહેલાં જ કોવિડ ટેસ્ટ થઇ ગયો હતો અને તેણે તે જ હાલતમાં સ્તનપાન પણ કરાવ્યું હતું.

રેયાંશ નવેમ્બરમાં 4 વર્ષનો થશે પરંતુ બધી મેડિકલ સલાહ વિરુદ્ધ શ્વેતા તેને સ્તનપાન કરાવવાની ટ્રાય કરે છે જેથી હું કસ્ટડીના કેસમાં કોર્ટ જાઉં તો કોર્ટમાં જણાવી શકે કે તે સ્તનના દૂધ પર છે. ઘણીવાર રેયાંશના બાળરોગ એક્સપર્ટ અને ડેન્ટિસ્ટે શ્વેતાને રેયાંશને સ્તનપાન ન કરાવવા માટે કહ્યું છે કારણકે આનાથી તેના આગળના દાંત ખરાબ થઇ ગયા છે, પરંતુ તેની સલાહનો કોઈ ફાયદો ન થયો.

બાળકોની પ્રોડક્ટ હાનિકારક હોવા છતાં પૈસા માટે પ્રમોટ કરે છે
ભગવાનની દયાથી રેયાંશ થોડા જ દિવસમાં કોવિડ નેગેટિવ થઇ ગયો. જોકે તેના શરીરમાં ઘણી એલર્જી થઇ હતી. શ્વેતા પૈસા માટે જોન્સન એન્ડ જોન્સનના પ્રોડક્ટને પ્રમોટ કરે છે જે ઘણા બાળકો માટે હાનિકારક છે. જ્યારે મેં શ્વેતાને આ વાત કરી તો તેણે પણ આ સ્વીકાર્યું અને તેની પ્રોડક્ટ યુઝ કરતા અટકાવી. જોકે તે તેના સોશિયલ મીડિયા પર આજે પણ તેનું પ્રમોશન કરે છે.

રેયાંશને ફરી પોતાની પાસે લઇ જવા માટે પોલીસ બોલાવી
જ્યારે શ્વેતાનો ક્વોરન્ટીન પીરિયડ પૂરો થયો ત્યારે રેયાંશની પાછા જવાની વાત આવી. હું દુઃખી થઇ ગયો. તેણે તેની માતાને બે અઠવાડિયાથી જોઈ ન હતી માટે તે પાછો જતો રહ્યો પરંતુ બીજે જ દિવસે તે એટલો બધો રડ્યો કે ઉઠ્યા બાદ થોડા જ સમયમાં તેને મારી પાસે લઇ આવ્યા. શ્વેતા તે સમય સુધી કામ માટે નીકળી ગઈ હતી. તે દિવસ પછીથી રેયાંશ શ્વેતાના ઘરે જવા માટે તૈયાર ન હતો. કોઇ રીતે શ્વેતા તેને ફોસલાવી લેતી અને તે પાછો જતો રહેતો.

2-3 દિવસ પછી તેણે સાવ જવાનું બંધ કરી દીધું. તે તેને કોઈ રમકડાં દેખાડીને મનાવવાની ટ્રાય કરતી, પણ તે તેની સાથે જવા માટે તૈયાર ન હતો. તે રેયાંશ સાથે રોજ રમવા આવવા લાગી, તેને ફોસલાવતી પણ રેયાંશ તેની સાથે જવા રેડી ન હતો. તે મને અને આ ઘરને છોડવા રાજી ન હતો. મારી પાસે આ બધું રેકોર્ડ કરેલો વીડિયો છે. ત્યારે તે વેકેશન માણવા જવા ઇચ્છતી હતી.

પછી તેણે પોલીસનો ઉપયોગ કર્યો. હું પોલીસ સ્ટેશન ન જઈ શક્યો કારણકે મારો દીકરો મને એક ક્ષણ માટે પણ છોડવા તૈયાર ન હતો અને કોરોના કાળમાં મારા દીકરાને પોલીસ સ્ટેશન લઇ જવું મને ઉચિત ન લાગ્યું. પછી સાંજ સુધી તેણે એક પોલીસ ઓફિસરને મારા ઘરે એક અનઓફિશિયલ મેસેજ સાથે મને પોલીસ સ્ટેશન આવવા કહ્યું, પરંતુ મેં તેને પણ કહ્યું કે બાળક મને આવવા નહીં દે અને બાળકને ઓફિસરની સામે પૂછવામાં આવ્યું કે શું તે તેના મમ્મીના ઘરે જવા ઈચ્છે છે પરંતુ તેણે ના પાડી દીધી. મેં તે રેકોર્ડ કર્યું છે.

રેયાંશ વગર પ્રમોશનલ ટૂર પર નીકળી ગઈ
પોલીસના ગયા બાદ શ્વેતા ઘરે આવી, જોકે મને ખબર હતી કે તેણે પોલીસ મોકલી હતી તેમ છતાં મેં તેને આવવા દીધી. તેણે એવો દેખાડો કર્યો જાણે કઈ થયું જ નથી અને તેણે રેયાંશને સમજાવવાની પૂરી ટ્રાય કરી પરંતુ તેણે તેની સાથે જવાની ના પાડી દીધી. મેં વિચાર્યું કે તે હવે તેની રજા પણ કેન્સલ કરી દેશે. પરંતુ મને આશ્ચર્ય થયું કે તે તેના ઘરના બધા લોકો સાથે રેયાંશને લીધા વગર વેકેશન પર જતી રહી. આ એક પ્રમોશનલ ટૂર હતી જ્યાં તે ફ્રીમાં ગઈ હતી. ત્યાંથી આવ્યા બાદ શ્વેતા થોડા દિવસ પછી (24 ઓક્ટોબરે) ખોટું બોલીને રેયાંશને ફરી તેના ઘરે લઇ ગઈ. ત્યારપછિથી અત્યારસુધી તેણે નથી મારી સાથે વાત કરી કે નથી રેયાંશ સાથે વાત કરાવી. હું ઘણીવાર તેના શોના સેટ પર પણ ગયો પરંતુ તે ત્યાં પણ મને ઇગ્નોર કરી રહી છે.

વિઝા બનાવવા માટે મારી નકલી સહી કરી
શ્વેતાએ મારી નકલી સહી કરીને રેયાંશના યુકેના વિઝા બનાવવાની ટ્રાય કરી હતી મારી પાસે તેનો લીગલ પુરાવો છે. શ્વેતાના એક મિત્રે મને તેનું પ્લાનિંગ જણાવ્યું હતું અને મને લાગ્યું જ હતું કે તે રેયાંશને અમેરિકા અથવા તો યુકે લઇ જવાના પ્લાનિંગમાં છે. આ બંને દેશના નિયમ મુજબ, બાળકનાં બંને પેરેન્ટ્સની સહી હોવી જોઈએ. મેં ક્યારેય NOC પર સહી નથી કરી. શ્વેતા એ મારી નકલી સહી કરી. નસીબદાર હતો કે મેં 15 દિવસ પહેલાં જ બંને દેશોને લેટર લખીને આ બાબતે જાણ કરી દીધી હતી. તે કઈ હદ સુધી જઈ શકે છે તે કોઈપણ અંદાજો લગાવી શકે નહીં.

શ્વેતા અને તેની દીકરી પલક કોઈપણ વ્યક્તિને સંપૂર્ણ રીતે નષ્ટ કરી શકે છે
શ્વેતા અને તેની દીકરી પલક કોઈપણ વ્યક્તિને સંપૂર્ણ રીતે નષ્ટ કરી શકે છે. તે માત્ર એક વ્યક્તિનો ઉપયોગ કરીને તેને ફેંકવામાં વિશ્વાસ રાખે છે. પોતાના લાભ માટે તે એક નાના બાળકને હર્ટ કરવામાં અને દુઃખ આપવામાં પણ પાછળ નહીં ખસે. સમાજમાં તે ખૂબ સોફ્ટ હોવાનો ઢોંગ કરે છે પણ બાળક પ્રત્યે ઘણી ક્રૂર છે.

હું મારા હક માટે લડીશ
આવતા અઠવાડિયે હું શ્વેતા વિરુદ્ધ લીગલ એક્શન લેવાનો છું. હું મારા દિકરાથી અલગ થવા નથી માગતો. હજુ સુધી અમારા ડિવોર્સ નથી થયા. અત્યાર સુધી શ્વેતાએ મારા પર ઘણા ખોટા આરોપ લગાવ્યા છે પણ હવે હું પીછેહટ નહીં કરું. હું મારા હક માટે લડીશ.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Husband Abhinav Kohli Makes Serious Allegations Against Shweta Tiwari “she Is Breastfeeding 4 year old Child Against Doctor’s Suggestion For Custody, Did My Fake Signature Too”

Source

શ્વેતા તિવારી પર તેના કર્મચારીએ છેતરપિંડીનો આરોપ લગાવ્યો, કહ્યું- '2 વર્ષથી મારા 52 હજાર રૂપિયા પરત કરી રહ્યા નથી'

www.divyabhaskar.co.in |

પોપ્યુલર ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી પર તેના એક કર્મચારીએ ફ્રોડનો આરોપ લગાવ્યો છે. એક્ટ્રેસની એક્ટિંગ સ્કૂલમાં ટીચર તરીકે કામ કરી ચૂકેલા રાજેશ પાણ્ડેયનું કહેવું છે કે શ્વેતા અંદાજે તેમના 52 હજાર રૂપિયા પરત કરી રહ્યા નથી. છેલ્લા બે વર્ષથી તે તેના પૈસા માટે શ્વેતાનો સંપર્ક કરવા પ્રયત્ન કરી રહ્યા છે પણ તે જવાબ આપી રહ્યા નથી.

શ્વેતાની એક્ટિંગ સ્કૂલમાં ટીચર હતા રાજેશ પાણ્ડેય
દિવ્ય ભાસ્કર સાથેની વાતચીત દરમ્યાન રાજેશે જણાવ્યું કે, 'હું છેલ્લા પાંચ વર્ષથી શ્વેતા તિવારીની એક્ટિંગ સ્કૂલમાં એક્ટિંગ શીખવતો હતો. વર્ષ 2012થી તેમની એકેડમી સાથે જોડાયેલો છું જ્યાં અંદાજે 10-15 બાળકો નિયમિત રીતે એક્ટિંગ શીખતા હતા. દુર્ભાગ્યપણે બે વર્ષ પહેલાં શ્વેતાને તેની એક્ટિંગ સ્કૂલ બંધ કરવી પડી કારણકે ત્યાં બાળકો આવતા ન હતા. જોકે તેમણે મને આશ્વાસન આપ્યું હતું કે તે મારા પૈસા પરત કરી દેશે. આજે બે વર્ષ થઇ ગયા છે, તેમણે મારી બાકીની સેલરી પણ નથી આપી અને ઇન્કમ ટેક્સના નામે કાપેલા પૈસા પણ નથી આપી રહ્યા.'

રાજેશે આગળ જણાવ્યું કે, 'આજે જ્યારે કોરોનામાં બધા લોકો એકબીજાની મદદ કરવા માટે આગળ આવી રહ્યા છે ત્યારે તેનાથી વિરુદ્ધ શ્વેતા તિવારી જી મારા પૈસા જેમાં એક મહિનાની સેલરી 40,000 પરત આપી રહ્યા નથી. હદ તો એ છે કે તેમણે સેલરીના 10% ઇન્કમ ટેક્સના નામે કાપીને કહ્યું હતું કે તે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં જમા કરાવશે જે હજુપણ જમા નથી કરાવ્યા જે લગભગ 12,000 છે. 6-7 મહિનાથી બધી સ્કૂલ બંધ છે. મારી આર્થિક સ્થિતિ સાવ વણસી ગઈ છે.'

'મેં શ્વેતાને આ વચ્ચે ઘણીવાર કહ્યું કે પ્લીઝ મને મારા પૈસા આપી દો પરંતુ તેમણે ન મારો ફોન ઉઠાવ્યો કે ન મારા મેસેજનો જવાબ આપ્યો. તેમણે ઘણીવાર મને બ્લોક પણ કરી દીધો. હવે હું મારા ઘરનું ભાડું પણ નથી આપી શકતો.'

પૈસા પરત માગતા શ્વેતા તિવારીએ બ્લોક કરી દીધો.

રાજેશ આશા કરે છે કે શ્વેતાની આ વાત લોકો સુધી પહોંચ્યા બાદ તે તેના પૈસા પરત કરી દેશે. તેણે કહ્યું કે, 'તે એક સ્ત્રી છે તેનું સન્માન પણ કરું છું પરંતુ તેમનું આ વર્તન માફી લાયક નથી. આવા સમયમાં જ્યારે પૈસા કોઈ પાસે નથી, હું ક્યાં જાઉં અને કોની પાસે મદદ માગું.'

'કેટલા લોકો માટે શ્વેતા તિવારી એક પ્રેરણા છે. લોકો તેમને પસંદ કરે છે પરંતુ તેમનું બીજું રૂપ એ છે જેને હું જોઈ રહ્યો છું. ખુદની હાલત પર શરમ આવે છે. મારી પાસે હવે એટલા પૈસા છે કે હું 3-4 દિવસનું જમી શકું. આશા કરું છું કે મારી આ અરજી જોઈને તે મારા પૈસા પરત કરી દે.' દિવ્ય ભાસ્કરે આ બાબતે શ્વેતા તિવારીની પ્રતિક્રિયા લેવા તેનો સંપર્ક કર્યો, જોકે તે હાજર ન હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Shweta Tiwari Ex Employee Accuse Her Of Cheating, Said She Isnt Returning My 52 Thousands Rs From Last Two Years

Source

સુશાંત સિંહના મોતના ચાર મહિના બાદ મોટી બહેન શ્વેતા સિંહે ટ્વિટર-ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ ડિલીટ કર્યા

www.divyabhaskar.co.in |

સુશાંત સિંહ રાજપૂતની મોટી બહેન શ્વેતા સિંહ કીર્તિએ આજે એટલે કે 14 ઓક્ટોબરના રોજ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ ડિલીટ કર્યા હતા. આજે જ સુશાંતના મોતને ચાર મહિના પૂરા થયા છે. શ્વેતા ભાઈના મોત બાદથી સોશિયલ મીડિયામાં સતત ન્યાય માટેની ઝૂંબેશ ચલાવતી હતી.

ઈન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કર્યો હતો
સુશાંતના મોતને ચાર મહિના પૂરા થતા શ્વેતાએ ઈન્સ્ટાગ્રામ પર એક્ટરનો જૂનો વીડિયો પોસ્ટ કરીને કહ્યું હતું, સાચે જ પ્રેરણાદાયી. આ વીડિયોમાં સુશાંત કોઈ ફિલ્મ માટે ટ્રેનિંગ લેતો જોવા મળ્યો હતો. સુશાંત રનિંગ, સાયકલિંગ, જોગિંગ કરતો જોવા મળ્યો હતો.

શ્વેતાએ થોડાં દિવસ પહેલા આ ટ્વીટ કરી હતી
શ્વેતાની છેલ્લી ટ્વીટ પણ સુશાંતને લગતી હતી. તેણે કહ્યું હતું, 'જેમને સફળતાની આશા નથી અને નિષ્ફળાતનો થોડોક અંદેશો પણ મળે તો તેઓ છોડી દે છે. જોકે, મુશ્કેલ લોકો આવું ક્યારેય કરતા નથી.' શ્વેતાએ ભારપૂર્વક કહ્યું હતું કે આપણે બધા મજબૂત, પાવરફુલ છીએ તથા પોતાની શક્તિમાં જ વિશ્વાસ કરવાની જરૂર છે.

14 ઓક્ટોબરે 'મન કી બાત 4 SSR' કેમ્પેન ચલાવવાની વાત કરી હતી
શ્વેતાએ સોશિયલ મીડિયામાં એક ખાસ કેમ્પેન ચલાવવાની વાત કરી હતી. તેણે સુશાંતના ચાહકોને અપીલ કરી હતી કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાનો મેસેજ 'મન કી બાત' કહેશે. શ્વેતાએ ટ્વીટ કરીને કહ્યું હતું, 'Mann Ki Baat 4 SSR ન્યાય તથા સત્ય જાણવા માટે પોતાનો અવાજ ઉઠાવવાની સારી તક છે. અમે આ કેમ્પેન હેઠળ લોકોને ભેગા કરવા માગી છીએ કે જનતા ન્યાયની રાહમાં છે. જેમણે મને હંમેશાં સાથ આપ્યો તેવા મારા ટ્વિટર પરિવારનો હું આભાર વ્યક્ત કરવા માગું છું, '

વધુમાં શ્વેતાએ કહ્યું હતું, '14 ઓક્ટોબરના રોજ સવારે આઠથી રાતના આઠ સુધી સુશાંતના ચાહકો વડાપ્રધાનને 'મન કી બાત' પોર્ટલ પર રેકોર્ડેડ સંદેશાઓ મોકલશે. આ ઉપરાંત ફેસબુક, ટ્વિટર તથા ઈન્સ્ટાગ્રામ પર મેસેજ લખીને PMO તથા PMને ટૅગ કરે.

શ્વેતા અમેરિકામાં રહે છે
શ્વેતા અમેરિકામાં રહે છે. સુશાંતના મોતના બે દિવસ બાદ તે અમેરિકાથી ભારત આવી હતી. ભારત આવ્યા બાદથી શ્વેતાએ સોશિયલ મીડિયામાં અલગ-અલગ રીતે સુશાંતને ન્યાય અપાવવાની વાત કરી હતી. શ્વેતાએ સુશાંતના પચાસ સપનાઓમાંથી એક સપનું એવું એક હજાર વૃક્ષો વાવવાનું સપનું પૂરું કર્યું હતું. શ્વેતા નિયમિત રીતે સોશિયલ મીડિયામાં સુશાંતના જૂના વીડિયો પોસ્ટ કરતી હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Four months after Sushant Singh’s death, elder sister Shweta Singh deleted her Twitter-Instagram account.

Source

શ્વેતા તિવારીનો પૂર્વ પતિ રાજા ચૌધરી છેલ્લાં 12 વર્ષથી દીકરી પલકથી દૂર છે, કહ્યું, ‘હું તેને બહુ યાદ કરું છું’

www.divyabhaskar.co.in |

શ્વેતા તિવારીની દીકરી પલક તિવારીએ હાલમાં જ પોતાનો 20મો બર્થડે સેલિબ્રેટ કર્યો છે. આ દિવસે શ્વેતા બચ્ચનના પૂર્વ પતિ રાજા ચૌધરીએ પોતાની દીકરીને યાદ કરીને તેનો ફોટો શેર કર્યો હતો. રાજાએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે તે ફોટો સાથે મારા ઘણા ઈમોશન જોડાયેલા છે, કારણ કે તેની સાથે ક્લિક કરેલો એ છેલ્લો ફોટો છે.

હાલમાં જ દિવ્ય ભાસ્કર સાથે વાતચીતમાં રાજાએ કહ્યું, આ ફોટો સાથે ઘણી યાદો જોડાયેલી છે. ઘણાં વર્ષો થઈ ગયાં હું મારી દીકરીને મળ્યો નથી અને મને યાદ છે ત્યાં સુધી આ ફોટો તેની સાથેનો છેલ્લો ફોટો છે. એટલે સ્વાભાવિક છે કે ઘણા ઈમોશન તેની સાથે જોડાયેલા છે. પલકના જન્મદિવસે મેં આ ફોટો સારા કેપ્શન ‘ટાઈમ જસ્ટ ફ્લાઈ’ સાથે પોસ્ટ કર્યો.

View this post on Instagram

Time just fly ……

A post shared by Raja Chaudhary (@rajachaudhary) on Oct 9, 2020 at 5:44am PDT

રાજાએ કહ્યું કે, ‘12 વર્ષથી વધારે સમય થઇ ગયો છે, હું મારી દીકરીને મળ્યો નથી. હું તેને બહુ મિસ કરું છું. હું તેની સાથે ઈમેલ, વોટ્સએપ કે નોર્મલ મેસેજથી વાત કરતો રહું છું, પરંતુ આટલાં વર્ષોમાં અમે ક્યારેય મળ્યાં નથી. અમારો સંબંધ ખબર નથી કેવો છે પણ અમે મળી શકતાં નથી. સ્વાભાવિક છે કે એક બાપ-દીકરીના બોન્ડિંગને હું બહુ મિસ કરું છું.’

એક્ટિંગ ડેબ્યુ કરવા પર શુભેચ્છા આપી
પલક તિવારી ટૂંક સમયમાં રોઝી ફિલ્મથી એક્ટિંગ ડેબ્યુ કરવાની છે. આ બાબતે રાજાએ કહ્યું, ‘હું પલકના નિર્ણયથી ઘણો ખુશ છું. મારા આશીર્વાદ હંમેશાં તેની સાથે જ રહેશે.’

19 વર્ષની ઉંમરે શ્વેતા તિવારીએ 1998માં એક્ટર રાજા ચૌધરી સાથે લવ મેરેજ કર્યા હતા. લગ્નનાં થોડાં વર્ષ પછી શ્વેતાએ રાજા પર ડોમેસ્ટિક વાયોલન્સનો આરોપ મૂક્યો હતો. લગ્નનાં 9 વર્ષ પછી શ્વેતાએ 2007માં ડિવોર્સનો કેસ ફાઈલ કર્યો. કેસ લાંબો ખેંચાયા પછી 10 ઓક્ટોબર 2012માં બંનેએ છૂટાછેડા લીધા.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Shweta Tiwari’s Ex Husband Raja Chaudhary Have Not Meet His Daughter Palak For The Last 12 Years, Said ‘I Miss Her So Much’

Source

હવે કંગનાનો જયા બચ્ચન પર પ્રહાર, કહ્યું- 'મારી જગ્યાએ શ્વેતા હોત, સુશાંતની જગ્યાએ અભિષેક હોત ત્યારે પણ તમે આમ જ કહેત?'રાજ્યસભા સાંસદ જયા બચ્ચને કંગના રનૌતનું નામ લીધા વગર તેના પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. જયા બચ્ચને કહ્યું હતું, 'જે લોકોએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રસિદ્ધિ મેળવી, તેઓ તેને ગટર કહી રહ્યા છે. જયાએ સરકારને અપીલ કરી હતી કે તે આવા લોકોને કહે કે આ પ્રકારની ભાષાનો ઉપયોગ ના કરે. હવે, કંગનાએ જયા બચ્ચનને સામે જવાબ આપ્યો છે અને ટ્વિટર પર એક પછી એક એમ ત્રણ ટ્વીટ કરી હતી.

કંગનાએ કહ્યું, થોડી દયા દાખવો
સંસદમાં જયા બચ્ચનના નિવેદન પર કંગનાએ ટ્વીટ કરીને વળતો પ્રહાર કર્યો હતો. તેણે એક ટ્વીટમાં કહ્યું હતું, 'જયાજી જો મારી જગ્યાએ તમારી દીકરી શ્વેતાને ટીનએજમાં માર મારવામાં આવ્યો હતો, ડ્રગ્સ આપવામાં આવ્યું હોય અને તેનું શોષણ થયું હોત ત્યારે પણ તમે આ જ વાત કહેત? અભિષેક સતત બુલીઈંગ તથા શોષણની વાત કરતો હોત અને એક દિવસ ગળેફાંસો ખાઈ જાત ત્યારે પણ તમે આમ જ કહેત? અમારા પ્રત્યે થોડી તો દયા દાખવો.'

અન્ય એક ટ્વીટમાં કંગનાએ કહ્યું હતું, એક જાણીતા કોરિયોગ્રાફરે કહ્યું હતું, 'રેપ કર્યો તો શું થયું, ભોજન પણ આપ્યું ને? શું તમે પણ આવું જ કંઈક કહી રહ્યાં છો? પ્રોડક્શન હાઉસમાં વ્યવસ્થિત HR ડિપાર્ટમેન્ટ નથી કે મહિલાઓ ફરિયાદ કરી શકે. પોતાનું જીવ જોખમમાં મૂકીને કામ કરનારા માટે કોઈ સલામતી કે ઈન્શ્યોરન્સ નથી. આઠ કલાકની ડ્યૂટીનો નિયમ પણ પાળવામાં આવતો નથી.'

'ગરીબને રોટલી મળી એટલે બસ, આ માનસિકતા બદલાવી જોઈએ. ગરીબને ભોજનની સાથે સાથે સન્માન તથા પ્રેમ પણ જોઈએ. મારી પાસે કામદારો તથા જુનિયર આર્ટિસ્ટ જે સુધારાઓ ઈચ્છે છે, તેની આખી યાદી તૈયાર છે. કોઈક દિવસ હું માનનીય વડાપ્રધાનને મળીશ ત્યારે આ મુદ્દે તેમની સાથે ચર્ચા કરીશ.'

જયા બચ્ચને સંસદમાં શું કહ્યું હતું?
જયા બચ્ચને રાજ્યસભામાં કહ્યું હતું, 'મનોરંજન ઈન્ડસ્ટ્રીમાં ઘણાં લોકો એવાં છે, જે સૌથી વધુ ટેક્સ ભરે છે. તેમ છતાંય તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે. આપણી ઈન્ડસ્ટ્રીને અનેક વચન આપવામાં આવે છે પરંતુ તે પૂરા કરવામાં આવતા નથી.'

'જે થાળીમાં જમે છે, તેમાં જ થૂંકે છે'
સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચને કહ્યું હતું, 'મને લાગે છે કે આ મહત્ત્વનું છે કે સરકાર આ ઈન્ડસ્ટ્રીને સાથ આપે. માત્ર એટલા માટે તેની હત્યા ના કરો, કારણ કે કેટલાક લોકો (ખરાબ) છે. તમે આખી ઈન્ડસ્ટ્રીની ઈમેજ ખરાબ કરી શકો નહીં. આ ઈન્ડસ્ટ્રી આંતરરાષ્ટ્રીય સ્તર પર તમને સન્માન આપે છે.' જયા બચ્ચને કોઈનું પણ નામ લીધા વગર કહ્યું હતું, 'હું કાલે ઘણી જ શરમજનક સ્થિતિમાં મૂકાઈ હતી, જ્યારે લોકસભામાં અમારા જ એક સભ્યે, જે આ જ ઈન્ડસ્ટ્રીના છે અને તેમણે ઈન્ડસ્ટ્રી વિરુદ્ધ વાત કહી. આ શરમજનક છે. જે થાળીમાં જમો છે, તે જ થાળીમાં થૂંકો છો. ખોટી વાત છે.'

જયા બચ્ચનની વાત પર રવિ કિશને શું કહ્યું હતું?
જયા બચ્ચનના નિવેદન પર રવિ કિશનને મંગળવાર, 15 સપ્ટેમ્બરના રોજ કહ્યું હતું, 'મને આશા હતી કે જયાજી મારુ સમર્થન કરતા હતા. ઈન્ડસ્ટ્રીમાં તમામ લોકો ડ્રગ્સ લેતા નથી, જોકે જે લોકો લે છે, તેઓ વિશ્વની સૌથી મોટી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ખતમ કરવાની યોજનાનો હિસ્સો છે. જ્યારે મેં અને જયાજીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને જોઈન કરી હતી ત્યારે આવી સ્થિતિ ન હતી. જોકે આજે ઈન્ડસ્ટ્રીને બચાવવાની જરૂર છે.'

રવિ કિશને લોકસભામાં શું કહ્યું હતું ?
આ પહેલાં 14 સપ્ટેમ્બર, સોમવારના રોજ ભાજપના સાંસદ રવિ કિશને લોકસભામાં ડ્રગ્સ અને બોલિવૂડ કનેક્શનનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે શૂન્ય કાળ દરમિયાન કહ્યું હતું, 'પાકિસ્તાન અને ચીનમાંથી ડ્રગ્સની તસ્કરી થઈ રહી છે. આ દેશની યુવા પેઢીને બરબાદ કરવાનું ષડયંત્ર છે. આપણા ફિલ્મ ઉદ્યોગમાં તેની ઘૂસણખોરી થઈ રહી છે અને NCB તેની તપાસ કરી રહ્યું છે. મારી માગ છે કે આ મામલામાં સખ્ત કાર્યવાહી કરવામાં આવે.'

કંગનાએ 26 ઓગસ્ટે બોલિવૂડને ગટર કહી હતી
26 ઓગસ્ટની સાંજે એક ટ્વીટમાં કંગનાએ PMOને ટૅગ કરીને કહ્યું હતું, 'જો નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો બોલિવૂડની તપાસ કરે છે તો એ લિસ્ટેડ સ્ટાર્સ જેલની પાછળ હશે. જો બ્લડ ટેસ્ટ થયો તો ઘણી ચોંકાવનારી વાતો સામે આવશે. આશા છે કે વડાપ્રધાનજી સ્વચ્છ ભારત મિશન હેઠળ બોલિવૂડ જેવી ગટરને સાફ કરશે.'

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Now Kangana’s attack on Jaya Bachchan, said- Even if your son was hanging, would you say the same?

Source

error:
Scroll to Top