શરદ

BMCએ સોનુ સૂદને ગણાવ્યા નિયમો તોડનાર, શરદ પવારને મળવા પહોંચ્યા અભિનેતા

gujarati.oneindia.com |
Sonu Sood meets Sharad Pawar: BMCએ નોટિસ મળ્યા બાદ ફિલ્મ અભિનેતા સોનુ સૂદે એનસીપી ચીફ શરદ પવાર સાથે આજે મુલાકાત કરી. વાસ્તવમાં ગેરકાયદે નિર્માણ માટે બીએમસીએ સોનુ સૂદને નોટિસ મોકલી છે અને તેમને વારંવાર નિયમો તોડનાર ગણાવ્યા છે. ત્યારબાદ સોનૂ સૂદે

Source

12 વર્ષના સંઘર્ષ બાદ 'મિર્ઝાપુર 2'ના શરદ શુક્લાને ઓળખ મળી, એક સમયે સ્ટૂડિયોની બહાર ન્યૂઝ પેપર પર સૂતો હતો

www.divyabhaskar.co.in |

વેબ સીરિઝ 'મિર્ઝાપુર'ની બીજી સિઝનમાં અન્ય પાત્રોની સાથે શરદ શુક્લાનું પાત્ર પણ ઘણું જ લોકપ્રિય થયું છે. આ પાત્રને એક્ટર અંજુમ શર્માએ ભજવ્યું છે. તે છેલ્લાં 12 વર્ષથી એક્ટિંગ વર્લ્ડમાં સંઘર્ષ કરી રહ્યો છે. ઘણાં ઓછા લોકોને ખ્યાલ હશે કે અંજુમે 'તનુ વેડ્સ મનુ' જેવી ફિલ્મના ડિરેક્ટર આનંદ એલ રાયની સાથે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. આ સમયે ઘણીવાર તે ન્યૂઝ પેપર પાથરીને સૂતો હતો. દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં અંજુમ શર્માએ પોતાની જર્ની અંગે વાત કરી હતી.

ઓસ્કર વિનર ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું
અંજુમ શર્માએ એક્ટિંગ કરિયરની શરૂઆત બ્રિટિશ ડ્રામા 'સ્લમડોગ મિલિયોનર'થી કરી હતી. આ ફિલ્મ અંગે તેણે કહ્યું હતું, 'જ્યારે હું થિયેટરમાં વ્યસ્ત હતો ત્યારે એક ફોન આવ્યો હતો અને ફોરેન ફિલ્મ માટે ઓડિશન આપવાની હોવાની વાત કહેવામાં આવી હતી.

'મેં ઓડિશન આપ્યું હતું. જોકે, જે રોલ માટે ઓડિશન આપ્યું તે રોલ મને મળ્યો નહોતો. ત્રણ-ચાર મહિના પછી ફિલ્મના કો-ડિરેક્ટર તથા કાસ્ટિંગ ડિરેક્ટર લવલીન ટંડનનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું શૂટિંગ ચાલુ થઈ ગયું છે. ફિલ્મમાં એક રોલ છે અને તે તેને લેવા માગે છે.'

સ્ટિલ કેમેરો ખરીદવા માટે આ રોલ કર્યો
અંજુમે આગળ કહ્યું હતું, 'મને ખ્યાલ હતો કે ડેની બોયલ હોલિવૂડના જાણીતા ડિરેક્ટ રછે. આથી જ મને ફિલ્મમાં રસ હતો. આ ઉપરાંત મારે DSLR સ્ટિલ કેમેરો ખરીદવો હતો. આથી મને જે પૈસા મળ્યા તેમાંથી મેં કેમેરો ખરીદ્યો હતો. ફિલ્મને જ્યારે ઓસ્કર મળ્યો ત્યારે મને થયું કે ચાલો શરૂઆત તો સારી થઈ. તે સમયે કોઈએ મને કહ્યું હતું કે હવે તું જીવનમાં ગમે કર પરંતુ તારા કરિયરની ફિલ્મ પહેલી ઓસ્કર વિનિંગ ફિલ્મ તરીકે જાણીતી બનશે.'

'મિર્ઝાપુર' આ રીતે મળી
અંજુમે કહ્યું હતું, 'મેં 'જંગલ બુક' નામથી એક નાટક કર્યું હતું. આ નાટકને શેર ખાનના પોઈન્ટ ઓફ વ્યૂથી બનાવવામાં આવ્યું હતું અને મેં લીડ રોલ પ્લે કર્યો હતો. પ્લે પૂરું થયું પછી મારી પાસે ગુરુ (ગુરમીત સિંહ)નો ફોન આવ્યો હતો અને એક રોલ હોવાની વાત કરી હતી. સિઝન વનમાં માત્ર એક સીન જેટલો જ રોલ હતો પરંતુ મહત્ત્વનો હતો.'

'મેં તરત જ હા પાડી દીધી. તે સમયે ડિજિટલ પ્લેટફોર્મ નવું હતું પરંતુ હું સારા કન્ટેન્ટમાં કામ કરવા માગતો હતો. જોકે, જ્યારે સીરિઝ આવી ત્યારે મારો જે મુંડનવાળો સીન હતો, તે સૌથી છેલ્લે હતો. વાસ્તવમાં તે સીન છેલ્લે નહોતો. એડટિંગ ટેબલ પર મારો રોલ સાવ છેલ્લે નાખી દેવામાં આવ્યો હતો.'

'મેકર્સને લાગ્યું કે તે પહેલી સિઝનમાં એવી કંઈ ક્લૂ મૂકે કે આ પાત્રના માધ્યમથી નવી સિઝનમાં કંઈક નવી વાર્તા આવશે. જ્યારે સિઝન 2ની વાર્તા લખાઈને આવી અને મેં વાંતી તો સમજી ગયો કે આ બહુ જ ડિટેલ્ડ તથા અલગ પ્રકારનું મુશ્કેલ પાત્ર છે.'

અંજુમના મતે, તેને ખ્યાલ નથી કે ત્રીજી સિઝનમાં તેના પાત્ર સાથે શું થશે પરંતુ બીજી સિઝન બાદ તેને જે લોકપ્રિયતા મળી છે તે હાલમાં તેને એન્જોય કરે છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Sharad Shukla of ‘Mirzapur 2’ was identified after 12 years of struggle, once sleeping on a newspaper outside the studio

Source

error:
Scroll to Top