વરષય

85 વર્ષીય દિગ્ગજ બંગાળી અભિનેતા સૌમિત્ર ચેટરજીનું અવસાન, લાંબા સમયથી બીમાર હતા

www.divyabhaskar.co.in |

દિગ્ગજ બંગાળી અભિનેતા સૌમિત્ર ચેટરજીનું અવસાન થયું છે. તેઓ 85 વર્ષના હતા. છેલ્લા એક મહિનાથી તેમની હાલત ગંભીર હતી. 40 દિવસ અગાઉ તેમને કોલકાતાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેઓ તેમની પાછળ પત્ની, પુત્ર અને પુત્રીને છોડી ગયા છે. તા. 6 ઓક્ટોબરે કોરોના થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. કોરોનામાંથી મુક્ત થયા પછી તેમને અન્ય બીમારી લાગુ પડી હતી. દાદાસાહેબ ફાળકે એવોર્ડ વિજેતા ચેટરજીએ સત્યજીત રાયની ફિલ્મ અપુર સંસારથી પોતાની કેરિયરની શરૂઆત કરી હતી.

શનિવાર, 14 નવેમ્બરના રોજ ડૉક્ટર્સની ટીમે આ માહિતી આપી હતી. એક્ટરને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર મૂકવામાં આવ્યા હતા. 15 નવેમ્બરના રોજ બપોરે 12.15 વાગે સૌમિત્ર ચેટર્જીએ અંતિમ શ્વાસ લીધા હતા. ઉલ્લેખનીય છે કે સૌમિત્રનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ 6 ઓક્ટોબરના રોજ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેઓ કોરોના નેગેટિવ આવ્યા હતા પરંતુ કોવિડ એન્સેફૈલોપેથીને કારણે અન્ય મુશ્કેલીઓ ઊભી થઈ હતી.

દાદા સાહેબ ફાળકે અવોર્ડથી સન્માનિત સૌમિત્ર ચેટર્જીને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા, પરંતુ તેઓ કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપી નહોતી. તેમની સારવાર કરતાં એક ડૉક્ટર્સે કહ્યું હતું, 'અમારા તમામ પ્રયાસો બાદ પણ તેઓ ફિઝિયોલોજિકલ સિસ્ટમને કોઈ રિસ્પોન્ડ કરતાં નથી. તેમની હાલત પહેલાં કરતાં વધારે ખરાબ છે. તેમને દરેક પ્રકારના સપોર્ટ પર મૂકવામાં આવ્યા છે અને તે જીવન માટે ઝઝૂમી રહ્યા છે.'

સમાચાર એજન્સી 'PTI'ના પ્રમાણે, ડૉક્ટર્સે કહ્યું હતું, 'કોરોનાને કારણે તેમની નર્વસ સિસ્ટમ નિષ્ક્રિય થઈ ગઈ હતી અને તમામ પ્રયાસો નિષ્ફળ સાબિત થયા હતા. અમે તેમને સ્ટેરોયડ, ઈમ્યુનોગ્લોબુલિન, કાર્ડિયોલોજી, એન્ટિ વાઈરલ થેરપી, ઈમ્યુનોલોજી બધું જ કરવાનો પ્રયાસ કર્યો હતો.' છેલ્લાં 40 દિવસથી ન્યૂરોલોજી, નેફ્રોલોજી, કાર્ડિયોલોજી, ક્રિટિકલ કૅર મેડિસિનના એક્સપર્ટની એક ટીમ સૌમિત્ર ચેટર્જીની સારવાર કરી હતી.

ડૉક્ટર્સે કહ્યું હતું, 'અમને દુઃખ છે કે તેઓ કોઈ પ્રતિક્રિયા આપતા નથી. અમે છેલ્લીવાર પ્રયાસ કરી રહ્યા છીએ. ત્યાં સુધી કે તેમના પરિવારે પણ એ વાત સ્વીકારી લીધી છે કે તેમની હાલતમાં હવે કોઈ સુધારો થશે નહીં.'

ડૉક્ટર્સે કહ્યું હતું કે તેમની તબિયત દિવસે દિવસે બગડતી જતી હતી. સિટી સ્કેન પણ કરવામાં આવ્યો હતો. EEG કરવામાં આવ્યો હતો પરંતુ તેમના મગજની અંદર બહુ જ ઓછી ગતિવિધિ નોંધાઈ હતી. ઓક્સિજનનું પ્રમાણ વધી ગયું હતું. કિડની યોગ્ય રીતે કામ કરતી નહોતી. સૌમિત્રને ગયા ગુરુવારના (12 નવેમ્બર) રોજ પહેલીવાર પ્લાસ્મફેરેસિસ આપવામાં આવ્યું હતું અને પછી ટ્રેકોસ્ટોમી કરવામાં આવી હતી.

સત્યજીત રે અને સૌમિત્ર ચેટર્જીની જુગલ જોડી
બંગાળના ખૂબ જાણીતા એક્ટર સૌમિત્ર ચેટર્જી ખાસ ફિલ્મમેકર સત્યજીત રે સાથેના તેમના કામને કારણે વધુ જાણીતા હતા. સત્યજીત રે અને સૌમિત્ર ચેટર્જીએ 14 ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. તેમણે 1959માં ડેબ્યૂ પણ સત્યજીત રેની ફિલ્મ 'અપૂર સંસાર'થી કર્યું હતું. આ ઉપરાંત તેઓ ઓસ્કર વિજેતા સત્યજીત રે દ્વારા તૈયાર કરવામાં આવેલા ડિટેક્ટિવ કેરેક્ટર ફેલુદાને પ્લે કરનારા પહેલા એક્ટર હતા. તેમણે 100 ફિલ્મમાં કામ કર્યું હતું અને તેમાંથી બે હિંદી ફિલ્મ 'નિરૂપમા' તથા 'હિન્દુસ્તાની સિપાહી' હતી. હિંદીમાં તેમણે 'સ્ત્રી કા પત્ર' નામની ફિલ્મ ડિરેક્ટ કરી હતી. છેલ્લે તેઓ મોટા પડદે 2019માં આવેલી બંગાળી ફિલ્મ 'સાંજબાતી'માં દેખાયા હતા.

આ મોટા સન્માન મળ્યા

 • 2012માં એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીનું સૌથી મોટું સન્માન દાદા સાહેબ ફાળકે અવોર્ડ મળ્યો
 • ત્રણવાર નેશનલ ફિલ્મ અવોર્ડ મળ્યો
 • 2004માં ભારત સરકારે પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા હતા

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


85-year-old Bengali actor Soumitra Chatterjee is in critical condition and has been admitted to hospital for the last 40 days.

Source

સુશાંતની ફિલ્મ 'કાઈ પો છે'ના 53 વર્ષીય કો-એક્ટર આસિફ બસરાની આત્મહત્યા, કૂતરાના બેલ્ટથી ગળેફાંસો ખાધો

www.divyabhaskar.co.in |

કાઈપો છે સહિત અનેક ફિલ્મોમાં અભિનય કરનાર અભિનેતા આસીફ બસરાએ હિમાચલના ધર્મશાલામાં ભાડાના ઘરમાં આત્મહત્યા કરી છે. તે 53 વર્ષના હતા. તેમણે કૂતરાના બેલ્ટ વડે ફાંસી લગાવી હતી. બ્લેક ફ્રાઈડે, પરઝાનિયા, જબ વી મેટ, વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ, હિચકી વગેરેમાં કામ કર્યું હતું. પોલીસે આ કેસની તપાસ શરૂ કરી છે. આસિફ છેલ્લાં પાંચ વર્ષથી મેક્લોડગંજમાં ભાડાના મકાનમાં રહેતા હતા. અહીંયા તેમની સાથે એક વિદેશી મહિલા મિત્ર પણ રહેતી હતી. પોલીસ દરેક એંગલથી તપાસ કરી રહી છે.

પાલતુ કૂતરાના બેલ્ટથી ગળેફાંસો ખાધો
આસિફ ગુરુવાર, 12 નવેમ્બરના રોજ પાલતુ કૂતરા સાથે ફરવા નીકળ્યા હતા. ઘરે આવીને તેમણે પાલતુ કૂતરાના બેલ્ટથી ગળેફાંસો ખાધો હતો. પોલીસને શરૂઆતની તપાસમાં ડિપ્રેશનને કારણે આત્મહત્યા કરી હોવાનું લાગે છે. કાંગડાના SP વિમુક્ત રંજનના મતે, શરૂઆતની તપાસમાં ડિપ્રેશનની વાત સામે આવી છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.

53 વર્ષીય આસિફ બસરા 'પરઝાનિયાં', 'બ્લેક ફ્રાઈડે' ઉપરાંત હોલિવૂડ મૂવી 'આઉટસોર્સ'માં પણ જોવા મળ્યા હતા. 'વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ'માં ઈમરાનના પિતાનો રોલ પ્લે કર્યો હતો. 1998માં આસિફે એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે અનેક ફિલ્મમાં કામ કર્યું હતું. આસિફે ગુજરાતી ફિલ્મ 'રોંગ સાઈડ રાજુ'માં પણ કામ કર્યું હતું. તેમણે 'હોસ્ટેજ' તથા 'પાતાલ લોક' જેવી વેબ સીરિઝમાં પણ કામ કર્યું હતું.

હંસલ મહેતાએ દુઃખ વ્યકત કર્યું

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Asif Basra, 53-year-old co-actor of Sushant Singh Rajput film ‘Kai Po Cheh’ commits suicide

Source

78 વર્ષીય બિગ બીએ બ્લોગમાં લખ્યું- નવી જનરેશનને જોઈને ખૌફમાં છું, ખુદને અસહાય અને નાનો અનુભવી રહ્યો છું

www.divyabhaskar.co.in |

મહાનાયક અમિતાભ બચ્ચનના જણાવ્યા મુજબ તેઓ નવી જનરેશનને જોઈને ડરમાં છે અને ખુદને તેમની સામે નાનો અનુભવી રહ્યા છું. 78 વર્ષીય બિગ બીએ હાલમાં જ તેમના બ્લોગમાં લખ્યું કે 50 વર્ષનું લાબું કરિયર હોવા છતાં તે દર કલાકે કંઈક પાઠ શીખી રહ્યા છે. ખાસ કરીને ત્યારે જ્યારે તેઓ નવા ટેલેન્ટને ઊભરતા જુએ છે.

'અસહાય અને નાનો અનુભવી રહ્યો છું'
બિગ બીએ તેના બ્લોગમાં લખ્યું, 'હું નવી જનરેશનથી ખૌફમાં છું. હું સ્ક્રીનથી બહાર નીકળતા ફ્રેશ ટેલેન્ટના સેલિબ્રેશનમાં છું. હું ખુદને જોઉં છું તો તેમની સામે અસહાય અને નાનો અનુભવું છું.'

અમિતાભ બચ્ચને તેમના બ્લોગમાં લખ્યું છે કે તે નસીબદાર છે કે તે એક એવા યુગમાં રહે છે, જ્યાં પ્રતિભાઓને પડદા પર સ્ટ્રોંગલી પોતાની આવડત દેખાડવાનો અવસર મળતા જોઈ શકાય છે.

થોડા દિવસ પહેલાં બિગ બી ટ્રોલ થયા હતા
અમિતાભ બચ્ચને અગાઉ તેમનો એક ફોટો શેર કરીને લખ્યું હતું કે, 'એક વાત તો નક્કી છે કે દુનિયામાં લોકો પાસે નવરાશ તો ઘણી છે.' ત્યારબાદ તેમને સોશિયલ મીડિયા પર ઘણા ટ્રોલ કરવામાં આવ્યા હતા.

એક યુઝરે કમેન્ટ કરીને લખ્યું હતું, 'ત્યારે જ તો તમારી વાહિયાત ફિલ્મો જોઈને તમને સુપરસ્ટાર બનાવી દીધા.' એક અન્ય યુઝરની કમેન્ટ હતી, 'માટે જ તો તમે મહાનાયક બન્યા. બાકી કોણ જાત તમારી 3 કલાકની ફિલ્મ જોવા.' એક યુઝરે લખ્યું, 'સાચું કહ્યું.. પોતાના ટ્વીટને નંબર આપવા, આ પણ નવરાશથી ઓછું નથી.'

છેલ્લે 'ગુલાબો સીતાબો'માં દેખાયા હતા
અમિતાભ બચ્ચન હાલ 'કૌન બનેગા કરોડપતિ 12' હોસ્ટ કરી રહ્યા છે. ફિલ્મોમાં તે છેલ્લે 'ગુલાબો સિતાબો'માં દેખાયા હતા, જે એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થઇ હતી. તેમની અપકમિંગ ફિલ્મમાં અયાન મુખર્જીની 'બ્રહ્માસ્ત્ર' અને રૂમી જાફરીની 'ચેહરે' સામેલ છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Amitabh Bachchan Says I Am In Awe Of This New Breed

Source

બીચ પર કપડાં વગર દોડ્યા 55 વર્ષીય બર્થડે બોય મિલિન્દ સોમણ, ટ્વિટર યુઝર્સે ખૂબ મજા લીધી

www.divyabhaskar.co.in |

એક્ટર અને મોડલ મિલિન્દ સોમણ 4 નવેમ્બરે 55મો જન્મદિવસ મનાવી રહ્યા છે પરંતુ હંમેશાંની જેમ તેમણે બર્થડે પર શોકિંગ વસ્તુ કરી છે. મિલિન્દે સોશિયલ મીડિયા પર તેનો ન્યૂડ ફોટો શેર કર્યો છે અને લખ્યું છે, હેપ્પી બર્થડે ટુ મી. આ ફોટો તેની પત્ની અંકિતા કુંવરે ક્લિક કર્યો છે. જોકે, બીચ ક્યાંનો છે તેનો ઉલ્લેખ પોસ્ટમાં નથી.

પત્ની અંકિતાએ સ્વીટ મેસેજ આપ્યો
મિલિન્દની પત્ની અંકિતાએ કપલ ફોટો શેર કરી બર્થડે વિશ કરતા લખ્યું, 'તે વ્યક્તિને જન્મદિવસની શુભેચ્છા જેની પાસે મારું દિલ અને આત્મા છે. હું તને મારા અસ્તિત્વના દરેક અણુ સાથે પ્રેમ કરું છું. હું તને દરેક દિવસે સેલિબ્રેટ કરું છું. 12 કિલોમીટર બીચ રનિંગ બાદ ટમેટા જેવા લાલ થઇ ગયા.'

ફિટનેસ ફ્રીક છે મિલિન્દ
બર્થડે બોય મિલિન્દ અઠવાડિયાંમાં 3થી 4 વખત રનિંગ કરે છે. તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે 9 વર્ષની ઉંમરે જ નેશનલ સ્વિમિંગ ચેમ્પિયન હતા. ત્યારબાદ 23 વર્ષ સુધી સ્વિમિંગમાં એક્ટિવ પણ રહ્યા. સ્વિમિંગ છોડ્યા બાદ 38 વર્ષ સુધી કોઈ ફિઝિકલ એક્ટિવિટી ન કરી પણ તેનાથી તેના વજનમાં કઈ ફર્ક ન પડ્યો. 19 વર્ષની ઉંમરથી અત્યારસુધી તેમનું વજન એકસરખું જ છે.

યુઝર્સે ઘણી મજા લીધી
ફોટો જોઈને જ ટ્રોલર્સ અને મીમર્સ એક્ટિવ થઇ ગયા અને તેમણે મિલિન્દને એકથી એક ચડિયાતા મીમ બનાવીને ગિફ્ટ આપી. કોઈએ તેમના મોડલિંગના દિવસોના ન્યૂડ ફોટો સેશનના ફોટો શેર કર્યા તો કોઈએ અન્ડરગાર્મેન્ટ્સ બનાવી દીધા. જોકે આ એક્સ્ટ્રા ઓર્ડિનરી કપલે હંમેશાંની જેમ આ વખતે પણ આ ટ્રોલર્સ અને મીમર્સની ચિંતા નથી કરી. તે બંને આ ખાસ દિવસ એન્જોય કરી રહ્યા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Milind Soman Celebrated His 55th Birthday With Nude Running On Goa Beach And Wife Ankita Click Him

Source

61 વર્ષીય સંજય દત્ત કોકિલાબેન હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યો, બાળકોની બર્થડે પાર્ટીમાં વીડિયો કૉલથી સામેલ થયો

www.divyabhaskar.co.in |

કેન્સરને હરાવી દેનાર 61 વર્ષીય સંજય દત્ત કોકિલાબેન હોસ્પિટલમાંથી પોતાના ઘરે આવી ગયો છે. બુધવાર, 21 ઓક્ટોબરના રોજ સંજય પોતાની બહેન પ્રિયા દત્ત સાથે ઘરની બહાર જોવા મળ્યો હતો. સંજય પિંક રંગના કુર્તા તથા વ્હાઈટ પાયજામામાં જોવા મળ્યો હતો.

બાળકોને વીડિયો કૉલથી જન્મદિવસની શુભેચ્છા પાઠવી
સંજય દત્તની પત્ની માન્યતા તથા તેના બે સંતાનો ઈકરા તથા શાહરાન દુબઈમાં છે. ઈકરા તથા શાહરાનનો 21 ઓક્ટોબરના રોજ 10મો જન્મદિવસ હતો. સંજય દત્ત બર્થડે પાર્ટીમાં વીડિયો કૉલથી સામેલ થયો હતો.

સંતાનોનો જન્મદિવસ પર હેલ્થ અપડેટ આપી હતી
સંજય દત્તે પોતાના ટ્વિન્સ ઈકરા તથા શાહરાનના 10મા જન્મદિવસે આ અંગેની જાહેરાત કરી હતી. સંજય દત્તે સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું કે તેણે બીમારી સામેનો જંગ જીતી લીધો છે. જોકે, સંજય દત્તે પોતાની આ પોસ્ટમાં ક્યાંય કેન્સરનો ઉલ્લેખ કર્યો નહોતો.

સંજય દત્તે પોસ્ટમાં કહ્યું હતું, 'છેલ્લાં કેટલાંક દિવસો મારા તથા મારા પરિવાર માટે ઘણાં જ મુશ્કેલભર્યા રહ્યા હતા. જોકે, કહેવાય છે ને કે ભગવાન પોતાના મજબૂત યોદ્ધાને જ મુશ્કેલ સમય આપે છે. આજે મારા સંતાનોના જન્મદિવસ પર હું આ યુદ્ધમાં જીતી ગયો હોવાની વાત કરું છું. હું તેમને સૌથી સારી ગિફ્ટ મારું સારું સ્વાસ્થ્ય આપું છું.

આ બધું તમારા સપોર્ટ તથા વિશ્વાસ વગર શક્ય નહોતું. હું મારા પરિવાર, ફ્રેન્ડ્સ તથા આ મુશ્કેલ સમયમાં મારી સાથે ઊભા રહેનાર ચાહકોનો દિલથી આભાર માનું છું. તમારા પ્રેમ, દયા તથા આશીર્વાદ માટે હું તમારો આભારી છું.

હું ખાસ કરીને કોકિલાબેન હોસ્પિટલના ડૉ. સેવંતી તથા તેમની ટીમ, ડૉક્ટર્સ, નર્સ તથા મેડિકલ સ્ટાફનો ખાસ આભાર માનું છું. છેલ્લાં કેટલાંક અઠવાડિયાથી તેમણે મારી ઘણી જ સારી રીતે દેખરેખ રાખી હતી.'

સૌથી પહેલા દિવ્ય ભાસ્કરે સંજય દત્તના સાજા થવાના સમાચાર આપ્યા હતા
સંજય દત્તે કેન્સરને હરાવી દીધું છે તે સમાચાર સૌ પહેલા દિવ્ય ભાસ્કરે આપ્યા હતા. 19 ઓક્ટોબરના રોજ સંજય દત્તના મિત્ર તથા ટ્રેડ એનાલિસ્ટ રાજ બંસલે કહ્યું હતું, 'સંજય દત્ત હવે ઠીક થઈ ગયો છે.' આ ઉપરાંત કોકિલાબેન હોસ્પિટલના સૂત્રોએ પણ આ વાતની પુષ્ટિ કરી હતી. સંજય દત્તનો PET (પોઝિટ્રોન એમિશન ટોમોગ્રાફી) ટેસ્ટનો રિપોર્ટ સામે આવ્યો હતો અને તેમાં કેન્સર ફ્રી હોવાની વાત કરવામાં આવી હતી.

11 ઓગસ્ટે કેન્સર હોવાની વાત સામે આવી હતી
સંજય દત્ત આઠ ઓગસ્ટના રોજ બીમાર પડ્યો હતો અને તે લીલાવતી હોસ્પિટલમાં દાખલ થયો હતો. અહીંયા કેટલાંક ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા અને પછી ત્રણ દિવસ બાદ એટલે કે 11 ઓગસ્ટના રોજ એ વાત સામે આવી હતી કે સંજય દત્તને ફેફસાંનું કેન્સર છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


61-year-old Sanjay Dutt returns home from Kokilaben Hospital, watching children’s birthday party video call

Source

બે મહિના બાદ 61 વર્ષીય સંજય દત્ત કેન્સર ફ્રી, ફેફસાંનું ચોથા સ્ટેજનું કેન્સર હોવાની વાત સામે આવી હતી

www.divyabhaskar.co.in |

સંજય દત્તને ફેફસાંનું કેન્સર હતું, જોકે હવે તે કેન્સર ફ્રી થઈ ગયો છે. હાલમાં જ સંજય દત્તે કોકિલાબેન હોસ્પિટલમાં PET (પોઝિટ્રોન એમિશન ટોમોગ્રાફી) ટેસ્ટ કરાવ્યો હતો. કેન્સર તપાસમાં આ સૌથી ઑથેન્ટિક તપાસ માનવામાં આવે છે. નિકટના મિત્ર તથા ટ્રેડ એનાલિસ્ટ રાજ બંસલે સંજય દત્ત કેન્સર ફ્રી થયો હોવાની વાતની પુષ્ટિ કરી હતી. દિવ્ય ભાસ્કરને કોકિલાબેન હોસ્પિટલનાં સૂત્રોએ આ અંગે જણાવ્યું હતું. આજે એટલે કે 19 ઓક્ટોબરના રોજ સંજય દત્તનો PET રિપોર્ટ આવ્યો હતો અને એમાં તે કેન્સર ફ્રી હોવાની જાણ થઈ હતી. સંજય દત્ત તથા માન્યતા દત્ત પણ આ અંગેની ઓફિશિયલ માહિતી મોડી સાંજ સુધી રિલીઝ કરશે, એમ માનવામાં આવે છે.

હોસ્પિટલનાં સૂત્રોએ કહ્યું હતું, 'ખરી રીતે કેન્સર કોષમાં બિન-કેન્સર કોષની તુલનામાં મેટાબોલિક દર એટલે કે ચય-ઉપાચય દર વધુ હોય છે. રાસાયણિક ગતિવિધિના આ ઉચ્ચ સ્તરને કારણે કેન્સરના કોષો PET ટેસ્ટમાં એકદમ ચમકતા દેખાઈ આવે છે, આથી જ આ ટેસ્ટ કેન્સરનું નિદાન કરવામાં સૌથી વધુ ઉપયોગી છે. આ સાથે PET સ્કેનથી એ વાતની માહિતી પણ મળે છે કે કેન્સર શરીરમાં કેટલું ફેલાયું છે.'

હાલમાં જ સંજુબાબાએ કેન્સર અંગે વાત કરી હતી
હાલમાં સંજય દત્ત હેર સ્ટાઈલિસ્ટ અલીમ હાકીમના સલૂનમાં ગયો હતો અને અહીં તેણે પોતાની બીમારી અંગે વાત કરી હતી. સંજય દત્તે વિડિયોમાં કહ્યું હતું, 'હાઇ, હું સંજય દત્ત છું. સલૂનમાં પાછા આવવાનું ગમ્યું. નવો હેરકટ કરાવ્યો. તમે મારા જીવનનાં જખમ જોશો, પરંતુ હું એને હરાવીશ. હું કેન્સરમાંથી ટૂંક સમયમાં બહાર આવીશ. અલીમ અને હું લાંબા સમયથી સાથે છીએ. તેના પિતા મારા પિતાના વાળ કાપતા હતા. હાકીમસાબ 'રોકી'માં સ્ટાઈલિસ્ટ હતા અને પછી અલીમે મારા વાળ કાપવાની શરૂઆત કરી હતી. હું તેનો ગીની પિગ (પૈસાનો ગલ્લો) છું. અલીમ હંમેશાં મારા વાળ પર પ્રયોગો કરતો રહેતો હોય છે. 'KGF ચેપ્ટર 2'માં મારો લૂક દાઢીવાળો હશે. હું નવેમ્બરમાં આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરીશ. હું સેટ પર પાછો ફરીને ખુશ છું. આવતીકાલે હું 'શમશેરા'નું ડબિંગ કરીશ.'

સંજય દત્તે કિમોથેરપી નહીં, પરંતુ ઈમ્યુનોથેરપી લીધી હતી

હાલમાં જ સોશિયલ મીડિયામાં સંજય દત્તની એક તસવીર વાઈરલ થઈ હતી. આ તસવીરમાં સંજય દત્ત ઘણો જ વીક જોવા મળ્યો હતો. આ તસવીરને કારણે એવી ચર્ચા થવા લાગી હતી કે કિમોથેરપીને કારણે વજન ઘટી ગયું છે. જોકે સાચી વાત અલગ જ છે. દિવ્ય ભાસ્કરને મળેલી માહિતી પ્રમાણે, સંજય દત્ત કિમોથેરપી લેતો નથી અને તેનું વજન 20 કિલો ઘટ્યું નથી. દિવ્ય ભાસ્કરને માહિતી આપતાં સંજય દત્તના નિકટના સાથીઓએ કહ્યું હતું કે તેના વજનમાં માત્ર પાંચ કિલોનો ઘટાડો થયો છે. તેણે કિમોને બદલે ઈમ્યુનોથેરપી કરાવી હતી. સંજય દત્તની બીમારી એટલી ગંભીર નથી, જેટલી મીડિયામાં કહેવાઈ રહી છે. નિકટના સાથીઓએ કહ્યું હતું કે સંજયે કિમોને બદલે ઈમ્યુનોથેરપી લીધી હતી. આ એક નવી ટેક્નિક છે. આ ટેક્નિકમાં પ્રતિરક્ષક કોષ (સેલ), કેન્સરના મેલિનેન્ટ કોષ સામે લડવામાં મદદ કરે છે.

આઠ ઓગસ્ટે હોસ્પિટલમાં દાખલ થયો હતો
સંજય દત્ત આઠ ઓગસ્ટના રોજ લીલાવતી હોસ્પિટલમાં એડમિટ થયો હતો. અહીં વિવિધ ટેસ્ટ કરાવ્યા બાદ સંજય દત્તને કેન્સર હોવાનું નિદાન કરવામાં આવ્યું હતું. 10 ઓગસ્ટના રોજ સંજય દત્તને રજા આપવામાં આવી હતી. ત્યાર બાદ એવી ચર્ચા થવા લાગી કે સંજય દત્તને ફેફસાંનું ચોથા સ્ટેજનું કેન્સર છે. જોકે પરિવારે આ મુદ્દે કોઈ વાત કરી નહોતી. સંજય દત્તની પત્ની માન્યતાએ એક સ્ટેટમેન્ટ રિલીઝ કર્યું હતું,પરંતુ તેમાં પણ બીમારી અંગે કોઈ વાત કરી નહોતી. આ સ્ટેટમેન્ટમાં માન્યતાએ કહ્યું હતું, 'સંજય દત્ત ઝડપથી સાજો થાય એ માટે જેણે પણ પ્રાર્થના કરી તે તમામનો હું આભાર માનું છું. આ તબક્કે અમારે હિંમત તથા પ્રાર્થનાની જરૂર છે. ભૂતકાળમાં પરિવાર ઘણી જ મુશ્કેલીમાંથી પસાર થઈ ચૂક્યો છે, પરંતુ મને વિશ્વાસ છે કે આ સમય પણ પસાર થઈ જશે. જોકે હું દરેકને હૃદયપૂર્વક સંજુના ચાહકોને વિનંતી કરું છું કે તેઓ કોઈ જાતની અટકળો કે અફવાઓ પર ધ્યાન ના આપે, પરંતુ અમને પ્રેમ તથા સપોર્ટ આપે. સંજુ હંમેશાં ફાઈટર રહ્યો છે અને પરિવાર પણ. ભગવાને ફરીવાર એકવાર અમારી પરીક્ષા લેવાનું નક્કી કર્યું છે. અમને તમારી પ્રાર્થના તથા આશીર્વાદની જરૂર છે અને અમને ખ્યાલ છે કે અમે દર વખતની જેમ આ વખતે પણ જીતીશું. ચાલો, આપણે આ તકે પ્રકાશ તથા હકારાત્મકતા ફેલાવીએ.'

કોકિલાબેન હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી
સંજય દત્તની બીમારીની વાત સામે આવ્યા બાદ માન્યતાએ રિલીઝ કરેલા સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે સંજયના તમામ ચાહકો તથા શુભેચ્છકોનો હું આભાર માની શકું તેમ નથી. સંજય પોતાના જીવનમાં અનેક ચઢાવ-ઉતારમાંથી પસાર થયો છે, પરંતુ તે માત્ર ને માત્ર ચાહકોના સપોર્ટને કારણે આમાંથી બહાર આવી શક્યો છે, આથી જ અમે હંમેશાં તમારા આભારી રહીશું. અમે અત્યારે જે પરિસ્થિતિમાં છીએ એ માટે અમને તમારા પ્રેમની અપેક્ષા છે.

 • એક પરિવાર તરીકે અમે આ પરિસ્થિતિને હકારાત્મકતાની સાથે લડવાનો નિર્ણય લીધો છે. અમે હાસ્ય સાથે જીવનને સામાન્ય રીતે જીવવાના પ્રયાસમાં છીએ, કારણ કે આ એક લાંબી લડાઈ હશે. સંજય માટે નેગેટિવિટી વગર આ કરવાની જરૂર છે.
 • આ મુશ્કેલ સમયમાં હું હોમ ક્વોરન્ટીન પિરિયડમાં છું અને તેથી જ સંજયની સાથે હોસ્પિટલમાં તેની સાથે રહીશ નહીં. જોકે આ પિરિયડ થોડા સમયમાં પૂરો થઈ જશે. દરેક લડાઈમાં મશાલ લઈને ચાલનારા તથા કિલ્લાની દેખરેખ માટે કોઈ વ્યક્તિ હોય છે.
 • પ્રિયાએ અમારા પરિવાર દ્વારા ચાલતા કેન્સર ફાઉન્ડેશન સાથે બે દાયકાથી કામ કર્યું છે. તેમણે પોતાની માતાને આ બીમારી સામે ઝઝૂમતાં જોયાં છે. તે જ અમારી મશાલ પકડીને ઊભાં છે અને હું કિલ્લાની સંભાળ રાખીશ.
 • જે લોકો સતત પૂછી રહ્યા છે તેમને હું કહેવા માગીશ કે સંજય પોતાની શરૂઆતની સારવાર મુંબઈમાં જ કરાવશે. અમે આગળની યોજના ત્યારે જ બનાવીશું જ્યારે કોવિડ-19ની પરિસ્થિતિ સામાન્ય થઈ જાય. હાલમાં સંજય કોકિલાબેન હોસ્પિટલના ડોક્ટર્સના શરણે છે.
 • હું દરેકને હાથ જોડીને વિનંતી કરું છું કે સંજયની બીમારીના સ્ટેજ અંગે અનુમાન ના લગાવો. ડૉક્ટર્સને પોતાનું કામ કરવા દો. અમે સતત તેમની તબિયતના સુધારા અંગે અપડેટ આપતા રહીશું.
 • સંજય માત્ર મારા પતિ કે અમારાં બાળકોના પિતા નથી પરંતુ પિતા સુનીલ અને માતા નરગિસના ગયા બાદ તે અંજુ તથા પ્રિયા માટે પિતા સમાન છે. તે અમારા પરિવારનાં દિલ તથા આત્મા છે.
 • જ્યારે અમારો પરિવાર એકદમ હચમચી ઊઠ્યો છે ત્યારે અમે મનથી લડવાનું નક્કી કર્યું છે. તમે કરેલી પ્રાર્થના તથા ભગવાનનો સાથ મેળવીને અમે આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવીશું. અમે જીતીશું.

સંજય દત્તના વર્કફ્રન્ટની વાત કરીએ તો સંજય દત્ત છેલ્લે મહેશ ભટ્ટની ફિલ્મ 'સડક 2'માં જોવા મળ્યો હતો. હાલમાં સંજય દત્ત પાસે 'ભુજઃ ધ પ્રાઈડ', 'તોરબાઝ', 'KGF ચેપ્ટપ 2', 'શમશેરા', 'પૃથ્વીરાજ' તથા 'ડમ ડમ ડિગા' જેવી ફિલ્મ છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


after 2 month treatment sanajy dutt cancer free

Source

કોરોના પોઝિટિવ 85 વર્ષીય એક્ટર સૌમિત્ર ચેટર્જી હજી પણ ICUમાં, ડૉક્ટર્સે કહ્યું- તેમને તાવ નથી પરંતુ તેઓ હાઈ રિસ્ક ઝોનમાં છે

www.divyabhaskar.co.in |

85 વર્ષીય દિગ્ગજ બંગાળી ફિલ્મ એક્ટર સૌમિત્ર ચેટર્જી કોલકાતાની હોસ્પિટલના ICUમાં દાખલ છે. તેમની તબિયત ગંભીર છે. ડૉક્ટર્સના મતે 85 વર્ષીય સૌમિત્ર હાલમાં અર્ધ-બેહોશીની હાલતમાં છે. જોકે, તેમનું ઓક્સિજન લેવલ નોર્મલ છે. તેમને 6 ઓક્ટોબરના રોજ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા અને ત્યારે તેમનું ઓક્સિજન લેવલ ઘણું જ ઓછું હતું. તેમનો કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.

હાલમાં હાઈ રિસ્ક ઝોનમાં
ન્યૂઝ એજન્સી PTI સાથેની વાતચીતમાં ડૉક્ટરે કહ્યું હતું, 'સૌમિત્રનું સોડિયમ લેવલ યોગ્ય છે પરંતુ પોટેશિયમ લેવલ ઓછું છું. પોટેશિયમ લેવલને સુધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેઓ અર્ધ બેહોશી હાલતમાં છે. ઓક્સિજન લેવલ નોર્મલમ છે. તેમને તાવ નથી પરંતુ તેઓ હજી પણ હાઈ રિસ્ક ઝોનમાં છે.'

બેચેની થતા ICUમાં શિફ્ટમાં કરવામાં આવ્યા
શુક્રવાર, 9 ઓક્ટોબરના રોજ સૌમિત્રને બેચેની જેવું લાગતા ડૉક્ટર્સે ICUમાં શિફ્ટ કર્યા હતા. આ પહેલા તેમની દીકરી પૌલોમીએ કહ્યું હતું કે ડૉક્ટર્સ તેના પિતાનું ધ્યાન રાખી રહી છે. તેમનું બ્લડ પ્રેશર નોર્મલ છે અને ઓક્સિજનની જરૂર નથી.

સત્યજીત રે અને સૌમિત્ર ચેટર્જીની જુગલ જોડી
બંગાળના ખૂબ જાણીતા એક્ટર સૌમિત્ર ચેટર્જી ખાસ ફિલ્મમેકર સત્યજીત રે સાથેના તેમના કામને કારણે વધુ જાણીતા છે. સત્યજીત રે અને સૌમિત્ર ચેટર્જીએ 14 ફિલ્મમાં સાથે કામ કર્યું છે. તેમણે 1959માં ડેબ્યૂ પણ સત્યજીત રેની ફિલ્મ 'અપૂર સંસાર'થી કર્યું હતું. આ ઉપરાંત તેઓ ઓસ્કર વિજેતા સત્યજીત રે દ્વારા તૈયાર કરવામાં આવેલા ડિટેક્ટિવ કેરેક્ટર ફેલુદાને પ્લે કરનારા પહેલા એક્ટર હતા. તેમણે 100 ફિલ્મમાં કામ કર્યું છે અને તેમાંથી બે હિંદી ફિલ્મ 'નિરૂપમા' તથા 'હિન્દુસ્તાની સિપાહી' છે. હિંદીમાં તેમણે 'સ્ત્રી કા પત્ર' નામની ફિલ્મ ડિરેક્ટ કરી હતી. છેલ્લે તેઓ મોટા પડદે 2019માં આવેલી બંગાળી ફિલ્મ 'સાંજબાતી'માં દેખાયા હતા.

આ મોટા સન્માન મળ્યા

 • 2012માં એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીનું સૌથી મોટું સન્માન દાદા સાહેબ ફાળકે અવોર્ડ મળ્યો
 • ત્રણવાર નેશનલ ફિલ્મ અવોર્ડ મળ્યો
 • 2004માં ભારત સરકારે પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા હતા

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


સૌમિત્ર ચેટર્જીએ અંદાજે 100 ફિલ્મમાં કામ કર્યું છે

Source

ગ્રાહકો ન આવતાં 80 વર્ષીય યુગલ રડી પડ્યું, વીડિયો વાયરલ થયો, બોલિવૂડે કહ્યું 'ચલો દિલ્હી મટર પનીર ખાવા' અને લોકો ઉમટી પડ્યા

www.divyabhaskar.co.in |

સોશિયલ મીડિયામાં હાલમાં જ એક વિડિયો વાઈરલ થયો હતો. આ વિડિયોમાં વૃદ્ધ યુગલની વાત સાંભળીને આખો દેશ મદદ માટે આગળ આવ્યો છે. દિલ્હીમાં ઢાબા ચલાવીને ગુજરાન કરનારું આ યુગલ આર્થિક તંગીનો સામનો કરી રહ્યું છે. ઢાબામાં કોઈ જમવા આવતું નહોતું. વિડિયો સામે આવ્યા બાદ હવે બોલિવૂડ સેલેબ્સ તથા ક્રિકેટર્સે મદદ માટે હાથ લંબાવ્યો છે. સોનમ કપૂર, રવીના ટંડન, સ્વરા ભાસ્કર, સુનીલ શેટ્ટી સહિતે કેમ્પેન શરૂ કર્યું છે.

બાબા તથા તેમનાં પત્ની વાત કરતાં કરતાં રડી પડ્યાં
વાઈરલ વિડિયોમાં 80 વર્ષનું કપલ છે. આ કપલ દિલ્હીના માલવીયનગરમાં 'બાબા કા ઢાબા' ચલાવે છે. વિડિયોમાં વૃદ્ધ રડતાં રડતાં કહે છે કે લૉકડાઉન તથા ચેપને કારણે તેમના ઢાબામાં લોકો જમવા આવતા નથી અને તેથી જ તેમને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિડિયો 'સ્વાદ ઓફિશિયલ' યુટ્યૂબ ચેનલનો છે. આ વિડિયોની એક ક્લિપ વસુંધરા શર્મા નામની ટ્વિટર યુઝરે શૅર કરી હતી. આ લખાય છે ત્યાં સુધી આ વિડિયો 2.2 મિલિયનથી વધુ વાર જોવામાં આવ્યો છે.

બે દીકરા-એક દીકરી મદદ નથી કરતા
બ્લોગર ગૌરવે આ વિડિયો શૂટ કર્યો હતો. 80 વર્ષીય કાંતા પ્રસાદ તથા તેમનાં પત્ની બદામીદેવી રોજ સવારે 6.30 વાગે ભોજન બનાવવાની શરૂઆત કરે છે. તેઓ સાડાનવ સુધીમાં ભોજન તૈયાર કરી લે છે. તેઓ દાળ, ભાત, શાક તથા પરાઠા બનાવે છે. તેઓ અંદાજે 30-50 પ્લેટ્સ તૈયાર કરે છે. વિડિયોમાં કાંતા પ્રસાદના ચહેરા પર માસ્ક લટકાવેલો છે અને તેઓ ચમચાથી મટર-પનીર શાક હલાવે છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ કેટલી કમાણી કરે છે? તો તેઓ ભાંગી પડ્યા હતા અને કહ્યું હતું કે તેમણે 10 રૂપિયાની કમાણી કરી છે. ચાર કલાકમાં તેમને 50 રૂપિયા જ મળ્યા છે. તેઓ ક્યારેય વધુ નફો કરી શક્યા નથી, પરંતુ મહામારીને કારણે તેઓ કમાણી કરી શકતા નથી. તેમને બે દીકરા કે દીકરી પાસેથી કોઈ મદદ મળતી નથી.

સોનમ કપૂરે કહ્યું, મને કોઈ નંબર આપી દો
સોનમ કપૂરે વિડિયો પર કમેન્ટ કરતાં કહ્યું હતું કે કોઈ આમનો નંબર આપી શકે છે, તે બંનેની મદદ કરવા માગે છે.

સ્વરાએ કહ્યું, ચલો મટર-પનીર ખાવા જઈએ

રવીનાએ કહ્યું, મને ફોટો મોકલો
રવીના ટંડને ટ્વિટર પર વિડિયો શૅર કરીને કહ્યું હતું, 'જેકોઈ પણ 'બાબા કા ઢાબા' પર જમવા જાય તેઓ તેમની એક તસવીર મને મોકલે. હું એ તસવીર સાથે એક મેસેજ ટ્વિટર પર પોસ્ટ કરીશ.'

સુનીલ શેટ્ટીએ કહ્યું, આવો, તેમનું હાસ્ય પાછું લઈ આવીએ
સુનીલ શેટ્ટીએ વિડિયો શૅર કરીને કહ્યું હતું, 'આવો, આપણે તેમનું હાસ્ય પાછું લાવીએ. આપણી આસપાસના વિક્રેતાઓને આપણી મદદની જરૂર છે.'

30 વર્ષથી દુકાન છે
જાણવા મળ્યું છે કે આ વૃદ્ધ કપલ છેલ્લાં 30 વર્ષથી માલવીયનગરમાં પોતાની આ દુકાન ચલાવે છે. સોશિયલ મીડિયામાં હજારો લોકો આ યુગલને મદદ કરી રહ્યું છે. આ જ કારણે આ વૃદ્ધ કપલના ચહેરા પર ફરીથી હાસ્ય આવી ગયું છે.

આપના ધારાસભ્યે મદદ કરી, લોકો પણ મદદે આવ્યા
આપના ધારાસભ્ય સોમનાથ ભારતીએ 'બાબા કા ઢાબા'ને જરૂરી સામાન આપ્યો હતો. આ ઉપરાંત આ જગ્યાએ ઘણા લોકો જમવા માટે ઊમટી પડ્યા છે. કાંતા પ્રસાદે કહ્યું હતું કે કોવિડ 19ને કારણે લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું અને તે દરમિયાન કોઈ વેચાણ થયું નહોતું. જોકે, હવે એવું લાગે છે કે આખું ભારત અમારી સાથે છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


80-year-old couple cries in ‘Baba Ka Dhaba’, Sonam Kapoor, Swara Bhaskar-Sunil Shetty launch campaign for help

Source

error:
Scroll to Top