વરષથ

જે ફોટોને હેમામાલિની વર્ષોથી શોધી રહ્યા હતા તે હવે છેક મળ્યો, બોલિવૂડ ડેબ્યુ પહેલાં 14 વર્ષની ઉંમરે ફોટોશૂટ કરાવ્યું હતું

www.divyabhaskar.co.in |

ડ્રીમ ગર્લ હેમામાલિનીએ તેમના ફિલ્મી કરિયરની શરૂઆત 1968માં રાજ કપૂર સાથે 'સપનોં કે સોદાગર'થી કરી હતી. પરંતુ તે પહેલાં તેમણે એક તમિળ મેગેઝીન માટે ખાસ ફોટોશૂટ કરાવ્યું હતું. હેમા અંદાજે 55 વર્ષ જૂના આ ફોટોને તેમની બાયોગ્રાફીમાં સામેલ કરવા ઇચ્છતા હતા, પરંતુ તે સમયે તેમને આ ફોટો ન મળ્યો. શનિવારે જ્યારે આ ફોટો મળ્યો તો તેઓ ખુદને આ ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતા અટકાવી શક્યા નહીં.

બાયોગ્રાફીમાં સામેલ કરવા ઇચ્છતા હતા હેમા
હેમાએ લખ્યું- 'હું ઘણા વર્ષોથી આ ખાસ ફોટો શોધી રહી હતી. આ એક તમિળ મેગેઝીન માટે ખાસ ફોટોશૂટ કરવામાં આવ્યું હતું જેનું મને નામ યાદ નથી પણ મને એટલું યાદ છે કે AVM સ્ટુડિયોમાં તેનું શૂટિંગ થયું હતું. રાજ કપૂર સાહેબ સાથે સપનોં કા સોદાગરમાં ડેબ્યુ કર્યા પહેલાં, તે સમયે મારી ઉંમર 14 કે 15 વર્ષ હશે. હું મારી બાયોગ્રાફી 'બિયોન્ડ ધ ડ્રીમગર્લ'માં આ સામેલ કરવા ઇચ્છતી હતી જ્યારે રાઇટર રામ કમલ મુખર્જી તેને લખી રહ્યા હતા. પરંતુ દુઃખની વાત એ છે કે અમને ત્યારે ફોટો ન મળ્યો. આખરે હવે મને આ ફોટો મળ્યો માટે હું ઘણી ખુશ છું અને હવે હું આ તમારી સાથે શેર કરી રહી છું.

હેમાની ફિલ્મી સફર
મથુરાના સાંસદ હેમા 72 વર્ષના થયા છે. છેલ્લા ચાર દશક દરમ્યાન તે 150થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. તેમણે 1961માં સૌથી પહેલા પાંડવ વનવાસમમાં નાનો રોલ પ્લે કર્યો હતો. જાન્યુઆરી 2020માં તેમની વર્ષોથી અટકી પડેલી ફિલ્મ 'શિમલા મિર્ચી' પણ રિલીઝ થઇ ગઈ છે, જેમાં તેમની સાથે રાજકુમાર રાવ અને રકુલ પ્રીત સિંહ પણ હતા.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


The Photo That Hema Malini Searched For Years Was Found Now, She Had Photoshoot Of It Before Bollywood Debut

Source

શ્વેતા તિવારી પર તેના કર્મચારીએ છેતરપિંડીનો આરોપ લગાવ્યો, કહ્યું- '2 વર્ષથી મારા 52 હજાર રૂપિયા પરત કરી રહ્યા નથી'

www.divyabhaskar.co.in |

પોપ્યુલર ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી પર તેના એક કર્મચારીએ ફ્રોડનો આરોપ લગાવ્યો છે. એક્ટ્રેસની એક્ટિંગ સ્કૂલમાં ટીચર તરીકે કામ કરી ચૂકેલા રાજેશ પાણ્ડેયનું કહેવું છે કે શ્વેતા અંદાજે તેમના 52 હજાર રૂપિયા પરત કરી રહ્યા નથી. છેલ્લા બે વર્ષથી તે તેના પૈસા માટે શ્વેતાનો સંપર્ક કરવા પ્રયત્ન કરી રહ્યા છે પણ તે જવાબ આપી રહ્યા નથી.

શ્વેતાની એક્ટિંગ સ્કૂલમાં ટીચર હતા રાજેશ પાણ્ડેય
દિવ્ય ભાસ્કર સાથેની વાતચીત દરમ્યાન રાજેશે જણાવ્યું કે, 'હું છેલ્લા પાંચ વર્ષથી શ્વેતા તિવારીની એક્ટિંગ સ્કૂલમાં એક્ટિંગ શીખવતો હતો. વર્ષ 2012થી તેમની એકેડમી સાથે જોડાયેલો છું જ્યાં અંદાજે 10-15 બાળકો નિયમિત રીતે એક્ટિંગ શીખતા હતા. દુર્ભાગ્યપણે બે વર્ષ પહેલાં શ્વેતાને તેની એક્ટિંગ સ્કૂલ બંધ કરવી પડી કારણકે ત્યાં બાળકો આવતા ન હતા. જોકે તેમણે મને આશ્વાસન આપ્યું હતું કે તે મારા પૈસા પરત કરી દેશે. આજે બે વર્ષ થઇ ગયા છે, તેમણે મારી બાકીની સેલરી પણ નથી આપી અને ઇન્કમ ટેક્સના નામે કાપેલા પૈસા પણ નથી આપી રહ્યા.'

રાજેશે આગળ જણાવ્યું કે, 'આજે જ્યારે કોરોનામાં બધા લોકો એકબીજાની મદદ કરવા માટે આગળ આવી રહ્યા છે ત્યારે તેનાથી વિરુદ્ધ શ્વેતા તિવારી જી મારા પૈસા જેમાં એક મહિનાની સેલરી 40,000 પરત આપી રહ્યા નથી. હદ તો એ છે કે તેમણે સેલરીના 10% ઇન્કમ ટેક્સના નામે કાપીને કહ્યું હતું કે તે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં જમા કરાવશે જે હજુપણ જમા નથી કરાવ્યા જે લગભગ 12,000 છે. 6-7 મહિનાથી બધી સ્કૂલ બંધ છે. મારી આર્થિક સ્થિતિ સાવ વણસી ગઈ છે.'

'મેં શ્વેતાને આ વચ્ચે ઘણીવાર કહ્યું કે પ્લીઝ મને મારા પૈસા આપી દો પરંતુ તેમણે ન મારો ફોન ઉઠાવ્યો કે ન મારા મેસેજનો જવાબ આપ્યો. તેમણે ઘણીવાર મને બ્લોક પણ કરી દીધો. હવે હું મારા ઘરનું ભાડું પણ નથી આપી શકતો.'

પૈસા પરત માગતા શ્વેતા તિવારીએ બ્લોક કરી દીધો.

રાજેશ આશા કરે છે કે શ્વેતાની આ વાત લોકો સુધી પહોંચ્યા બાદ તે તેના પૈસા પરત કરી દેશે. તેણે કહ્યું કે, 'તે એક સ્ત્રી છે તેનું સન્માન પણ કરું છું પરંતુ તેમનું આ વર્તન માફી લાયક નથી. આવા સમયમાં જ્યારે પૈસા કોઈ પાસે નથી, હું ક્યાં જાઉં અને કોની પાસે મદદ માગું.'

'કેટલા લોકો માટે શ્વેતા તિવારી એક પ્રેરણા છે. લોકો તેમને પસંદ કરે છે પરંતુ તેમનું બીજું રૂપ એ છે જેને હું જોઈ રહ્યો છું. ખુદની હાલત પર શરમ આવે છે. મારી પાસે હવે એટલા પૈસા છે કે હું 3-4 દિવસનું જમી શકું. આશા કરું છું કે મારી આ અરજી જોઈને તે મારા પૈસા પરત કરી દે.' દિવ્ય ભાસ્કરે આ બાબતે શ્વેતા તિવારીની પ્રતિક્રિયા લેવા તેનો સંપર્ક કર્યો, જોકે તે હાજર ન હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Shweta Tiwari Ex Employee Accuse Her Of Cheating, Said She Isnt Returning My 52 Thousands Rs From Last Two Years

Source

શ્વેતા તિવારીનો પૂર્વ પતિ રાજા ચૌધરી છેલ્લાં 12 વર્ષથી દીકરી પલકથી દૂર છે, કહ્યું, ‘હું તેને બહુ યાદ કરું છું’

www.divyabhaskar.co.in |

શ્વેતા તિવારીની દીકરી પલક તિવારીએ હાલમાં જ પોતાનો 20મો બર્થડે સેલિબ્રેટ કર્યો છે. આ દિવસે શ્વેતા બચ્ચનના પૂર્વ પતિ રાજા ચૌધરીએ પોતાની દીકરીને યાદ કરીને તેનો ફોટો શેર કર્યો હતો. રાજાએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે તે ફોટો સાથે મારા ઘણા ઈમોશન જોડાયેલા છે, કારણ કે તેની સાથે ક્લિક કરેલો એ છેલ્લો ફોટો છે.

હાલમાં જ દિવ્ય ભાસ્કર સાથે વાતચીતમાં રાજાએ કહ્યું, આ ફોટો સાથે ઘણી યાદો જોડાયેલી છે. ઘણાં વર્ષો થઈ ગયાં હું મારી દીકરીને મળ્યો નથી અને મને યાદ છે ત્યાં સુધી આ ફોટો તેની સાથેનો છેલ્લો ફોટો છે. એટલે સ્વાભાવિક છે કે ઘણા ઈમોશન તેની સાથે જોડાયેલા છે. પલકના જન્મદિવસે મેં આ ફોટો સારા કેપ્શન ‘ટાઈમ જસ્ટ ફ્લાઈ’ સાથે પોસ્ટ કર્યો.

View this post on Instagram

Time just fly ……

A post shared by Raja Chaudhary (@rajachaudhary) on Oct 9, 2020 at 5:44am PDT

રાજાએ કહ્યું કે, ‘12 વર્ષથી વધારે સમય થઇ ગયો છે, હું મારી દીકરીને મળ્યો નથી. હું તેને બહુ મિસ કરું છું. હું તેની સાથે ઈમેલ, વોટ્સએપ કે નોર્મલ મેસેજથી વાત કરતો રહું છું, પરંતુ આટલાં વર્ષોમાં અમે ક્યારેય મળ્યાં નથી. અમારો સંબંધ ખબર નથી કેવો છે પણ અમે મળી શકતાં નથી. સ્વાભાવિક છે કે એક બાપ-દીકરીના બોન્ડિંગને હું બહુ મિસ કરું છું.’

એક્ટિંગ ડેબ્યુ કરવા પર શુભેચ્છા આપી
પલક તિવારી ટૂંક સમયમાં રોઝી ફિલ્મથી એક્ટિંગ ડેબ્યુ કરવાની છે. આ બાબતે રાજાએ કહ્યું, ‘હું પલકના નિર્ણયથી ઘણો ખુશ છું. મારા આશીર્વાદ હંમેશાં તેની સાથે જ રહેશે.’

19 વર્ષની ઉંમરે શ્વેતા તિવારીએ 1998માં એક્ટર રાજા ચૌધરી સાથે લવ મેરેજ કર્યા હતા. લગ્નનાં થોડાં વર્ષ પછી શ્વેતાએ રાજા પર ડોમેસ્ટિક વાયોલન્સનો આરોપ મૂક્યો હતો. લગ્નનાં 9 વર્ષ પછી શ્વેતાએ 2007માં ડિવોર્સનો કેસ ફાઈલ કર્યો. કેસ લાંબો ખેંચાયા પછી 10 ઓક્ટોબર 2012માં બંનેએ છૂટાછેડા લીધા.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Shweta Tiwari’s Ex Husband Raja Chaudhary Have Not Meet His Daughter Palak For The Last 12 Years, Said ‘I Miss Her So Much’

Source

સાબરકાંઠા : તલોદ તાલુકાના ગામો ચોમાસામાં છેલ્લાં 20 વર્ષથી વેઠે છે આ તકલીફ

gujarati.oneindia.com |
સાબરકાંઠા : તલોદ તાલુકાના ગામો ચોમાસામાં છેલ્લાં 20 વર્ષથી વેઠે છે આ તકલીફ

Source

error:
Scroll to Top