લખ

પોતાની મોત પહેલા અભિનેત્રી દિવ્યા ભટનાગરે પત્ર લખી કર્યા ચોંકાવનારા ખુલાસા

gujarati.oneindia.com |
મુંબઈઃ સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હે’માં કામ કરી ચૂકેલ ટેલીવિઝન અભિનેત્રી દિવ્યા ભટનાગર હવે આ દુનિયામાં નથી રહી. તેનુ 7 ડિસેમ્બરે કોરોના વાયરસથી નિધન થઈ ગયુ હતુ. તે થોડા દિવસ પહેલા વાયરસથી સંક્રમિત મળી આવી હતી. તે ઘણા દિવસોથી હોસ્પિટલમાં

Source

દિવ્યા ભટનાગરના ભાઈનો દાવો, દીદીના કબાટમાંથી ચિઠ્ઠી મળી, પતિ ત્રાસ આપતો હોવાની વાત લખી હતી

www.divyabhaskar.co.in |

'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' જેવી સિરિયલમાં દેખાયેલી દિવ્યા ભટનાગરનું સોમવારે નિધન થયું છે. તે કોરોના, ન્યુમોનિયા અને હાઇપરટેંશન સામે લડી રહી હતી. હવે એક્ટ્રેસના ભાઈ દેવાશીષ ભટનાગરે દાવો કર્યો છે કે તેની બહેન એક ચિઠ્ઠી મૂકીને ગઈ છે જેમાં તેણે લગ્ન બાદ પતિ ગગન ગબરુના ત્રાસ અને અબ્યુઝ વિશે લખ્યું છે. દેવાશીષના જણાવ્યા મુજબ, દિવ્યાએ આ બાબતે નવેમ્બરમાં એક પોલીસ ફરિયાદ પણ ફાઈલ કરાવી હતી.

દિવ્યાએ ગગન પર ઘરેલુ હિંસાના આરોપ લગાવ્યા હતા
એક અંગ્રેજી ન્યૂઝ વેબસાઈટ સાથેની વાતચીતમાં દેવાશીષ ભટનાગરે જણાવ્યું કે, 'ગગને દીદીને તેમના લગ્ન બાદ તરત ટોર્ચર કરવાનું શરૂ કરી દીધું હતું. તેણે 7 નવેમ્બરે એક નોટ લખી હતી જેમાં જણાવ્યું કે ગગન તેને ટોર્ચર અને અબ્યુઝ કરી રહ્યા હતા. કાલે અમને કબાટમાંથી તે નોટ મળી. ડોમેસ્ટિક વાયોલન્સની એક ઘટના બાદ 16 નવેમ્બરે દીદીએ ગગન વિરુદ્ધ એનસી ફાઈલ કરવા માટે પોલીસને અપ્રોચ પણ કર્યા હતા. જ્યારે તે હોસ્પિટલમાં એડમિટ હતા ત્યારે મારી તેમની સાથે વાત થઇ હતી. મેં તેમને હિંમત રાખવા કહ્યું હતું.'

દેવોલિના ભટ્ટાચાર્જી પણ આવા આરોપ લગાવી ચૂકી છે
આ પહેલાં એક્ટ્રેસ દેવોલિના ભટ્ટાચાર્જીએ દિવ્યાના મૃત્યુ પર શોક જતાવ્યો હતો અને રડતા તેના પતિ ગગન પર તેને ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો હતો. દેવોલિનાના જણાવ્યા અનુસાર દિવ્યાનું મૃત્યુ માત્ર કોરોનાને કારણે નથી થયું પણ તેના પતિ ગગન ગબરુને કારણે તેને માનસિક અને શારીરિક પીડામાંથી પણ પસાર થવું પડ્યું. (વાંચો પૂરા સમાચાર)

11 દિવસ હોસ્પિટલમાં એડમિટ રહી દિવ્યા ભટનાગર
11 દિવસથી હોસ્પિટલમાં એડમિટ દિવ્યાએ સોમવારે મુંબઈની એક મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. દેવાશીષ ભટનાગરે આ વાતની પુષ્ટિ કરતા દિવ્ય ભાસ્કરને કહ્યું હતું કે, 'થોડા દિવસ પહેલાં અમે દીદીને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કર્યા હતા. જોકે તેમની તબિયત સુધરી ન હતી. આજે સવારે (7 ડિસેમ્બરે) કાર્ડિયાક અરેસ્ટને કારણે તેમનું નિધન થઇ ગયું. કારણ બીજા પણ છે, યોગ્ય સમયે આના પર વાતચીત કરીશ.'

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Divya Bhatnagar’s Brother Devashish Claims In A Note She Had Stated That Her Husband Tortures And Abuses Her

Source

ક્રિસ્ટોફર નોલને ડિમ્પલ કાપડિયા માટે સ્પેશિયલ નોટ લખી, અક્ષય કુમારે કહ્યું, 'મા પર ગર્વ છે, આનાથી વધુ ખુશ ના હોઈ શકું'

www.divyabhaskar.co.in |

ક્રિસ્ટોફર નોલનની ફિલ્મ 'ટેનેટ' ભારતમાં રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મમાં ડિમ્પલ કાપડિયા છે. ડિમ્પલ કાપડિયાના જમાઈ અક્ષય કુમારે સોશિયલ મીડિયામાં સાસુમાની તસવીર શૅર કરી હતી. આ સાથે જ ક્રિસ્ટોફર નોલને ડિમ્પલ માટે લખેલી સ્પેશિયલ નોટ પણ શૅર કરી હતી.

શું પોસ્ટ કરી?
અક્ષય કુમારે કહ્યું હતું, 'જમાઈ તરીકે આ ક્ષણે મને ગર્વ થઈ રહ્યો છે. ક્રિસ્ટોફર નોલને ડિમ્પલ કાપડિયા અંગે સ્પેશિયલ નોટ લખી છે. જો હું તેમના સ્થાને હોત તો હું ક્યારેય આગળ ના વધી શક્યો હોત પરંતુ 'ટેનેટ'માં તેમનો જાદુ જોઈને ઘણો જ ગર્વ અનુભવું છુ.'

ક્રિસ્ટોફર નોલને શું કહ્યું?
ક્રિસ્ટોફરે પોતાની સ્પેશિયલ નોટમાં કહ્યું હતું, 'ડિમ્પલ, ઘણો જ પ્રેમ, આદર. ડિમ્પલ, હું શું કહું? તમારી સાથે કામ કરીને ઘણો જ આનંદ થયો. તમે જે પ્રિયાનું પાત્ર ભજવ્યું અને તેને દુનિયા સમક્ષ લાવ્યા તે ઘણું જ અદભૂત રહ્યું. તમે તમારી મહાન કુશળતા તથા મહેનત 'ટેનેટ'ને આપી તે માટે ઘણો જ આભાર. શુભેચ્છા.'

ઉલ્લેખનીય છે કે 'ટેનેટ' ચાર ડિસેમ્બના રોજ ભારતમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં ડિમ્પલ કાપડિયાએ પ્રિયાનો રોલ પ્લે કર્યો છે. ફિલ્મનું શૂટિંગ મુંબઈ સહિત દુનિયાના સાત દેશોમાં કરવામાં આવ્યું છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Christopher Nolan pens note for Dimple Kapadia, Akshay Kumar said, I couldn’t be more happy and proud of Ma

Source

અર્થતંત્રમાં સુધારાના સંકેત : સતત બીજા મહિને જીએસટીનું કલેક્શન એક લાખ કરોડને પાર

gujarati.oneindia.com |
અર્થતંત્રમાં સુધારાના સંકેત : સતત બીજા મહિને જીએસટીનું કલેક્શન એક લાખ કરોડને પાર

Source

રૂપિયા 5 હજારની લોન લઈ શો સુધી પહોંચ્યો કન્ટેસ્ટન્ટ, નેહા કક્કડે એક લાખ રૂપિયાની આર્થિક મદદ કરી

www.divyabhaskar.co.in |

નેહા કક્કડ આમ તો છેલ્લા કેટલાક દિવસોથી લગ્નને લઈ ચર્ચામાં રહ્યા હતા. પણ આ વખતે તેઓ દરિયાદિલીને લઈ સોશિયલ મીડિયા પર છવાઈ ગયા છે. લગ્ન બાદ નેહા કક્કડ કામ પર પરત આવી ગયા છે. નેહા ઈન્ડિયન આઈડલના જજ પેનલમાં છે. તેમણે શોમાં ઓડિશન આપવા આવેલ એક સ્પર્ધકની દુખભરી કહાની સાંભળી તેને એક લાખ રૂપિયાની મદદ કરી છે.

સોની ચેનલે આ એપિસોડનો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં જયપુરના એક સ્પર્ધક શહજાદ અલી તેના જીવન અંગે કહી રહ્યો છે. તે કહે છે કે કપડાની દુકાનમાં કામ કરે છે. બાળપણમાં માતાનું અવસાન થઈ ગયું. ઈન્ડિયન આઈડલના ઓડિશન સુધી પહોંચવા માટે શહજાદની નાનીએ પાંચ હજાર રૂપિયાની લોન લીધી છે.

નેહા ઉપરાંત શોના અન્ય જજ વિશાલ ડડલાનીએ પણ શહજાદ અલીને મદદ કરવાની ખાતરી આપી છે. તેમણે કહ્યું કે શહજાદને કોઈ સારા ગુરુ સાથે મુલાકાત કરાવશે, જેથી તેને સારી ટ્રેનિંગ મળી શકે. અત્રે ઉલ્લેખનીય છે કે પોપ્યુલર રિયલ્ટી શો ઈન્ડિયન આઈડલ 28મી નવેમ્બર રાત્રે 8 વાગે શરૂ થવા જઈ રહ્યો છે. તે પ્રત્યેક શનિવાર અને રવિવારે પ્રસારિત થશે. આ સિંગિંગ રિયાલિટી શોને લોકો ખૂબ પસંદ કરે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નેહા કક્કડની તાજેતરમાં પંજાબી સિંગર રોહનપ્રીત સિંહ સાથે લગ્ન થયા છે. તેમના લગ્નને લઈ ફેન્સ ખૂબ જ સરપ્રાઈઝ હતા. લગ્ન બાદ તેમની વેડિંગ ફોટોઝ ઈન્ટરનેટ પર છવાયેલા રહ્યા.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Contestant reached the show with a loan of Rs 5,000, Neha Kakkade helped financially with Rs 1 lakh

Source

લાખો લોકોને શેરબજારનો ચસ્કો લગાડનાર એક ગુજરાતી હતો..

www.gujaratsamachar.com |

દેશના લાખો લોકોને શેરબજારનો ચસ્કો લગાડનાર કોઇ હોય તો તે હર્ષદ મહેતા છે. તેને કૌભાંંડી તરીકે ભલે ચિતરાય પણ શેેર બજારમાં ખઇ બદેલા સ્થાપિત હીતોની આંખે હર્ષદ મહેતાએ પાણી લાવી દીધા હતા. શેર બજારમાં જોખમી રોકાણ કરનારા દરેક હર્ષદ મહેતાનું મીની રૂપ છે એમ માની લેવું જોઇએ. શેર બજારમાં આંધળૂકીયો સટ્ટો રમનારા પણ હર્ષદ મહેતાજ હોય છે. જ્યારે લોકો શેેરબજારમાં મોટું રોકાણ કરે છે ત્યારે તેનું કટુંબ કહે છે કે જો જો હર્ષદ મહેતા જેવું ના થાય. 

શેર બજારને સટ્ટા હજાર તરીકે ચીતરવાનો જશ હર્ષદ મહેતાને મળી શકે એમ છે. કેટલાક લોકો એમ માને છે કે બિગબુલ હર્ષદ મહેતાને હિરો તરીકેને ચીતરવામાં આવી રહ્યો છે તે ખોટું થઇ રહ્યું છે. એક વેબ સિરીઝ મારફતે હર્ષદ મહેતાનું જીન ફરી બહાર કઢાયું છે. હર્ષદ મહેતાને કેટલાકે નાયક કહ્યો છે તો કેટલાકે ખલનાયક કહ્યો છે. હકિકત એ છે કે આ બી.કોમ પાસે આર્થિક ક્ષેત્રના નિષ્ણાતોને માથું ખંજવાળતા કરી દીધા હતા. જ્યારે હર્ષદ મહેતાનો અસલી ચહેરો બહાર આવ્યો ત્યારે લોકો મોંમાં આંગળા નાખી ગયા હતા.  ત્યારનું ૧૯૯૨નું કૌભાંડ ૨૮ વર્ષ પછી ફરી લોકોની નજરમાં લવાયું છે. આવું જરૂરી એટલા માટે છે કે નવી પેઢી તે સમજી શકે .આ એ સમય હતો કે જ્યારે મોબાઇલ કે ઇન્ટરનેટ નહોતા.

બજાર પણ ઓનલાઇન નહોતું. હર્ષદ મહેતા જેવા ગણત્રીબાજ શેરબજારીયાઓ પણ નહોતા. બધું શુષ્ક-શુષ્ક ચાલતું હતું. ટોચના ચાર પાંચ દલાલો માર્કેટમાં રમ્યા કરતા હતા. તે કોઇને ફાવવા દેતા નહોતા. હર્ષદ મહેતાને એન્ટ્રી વખતે નસીબે સાથ નહોતો આપ્યો હતો. હર્ષદ મહેતાએ જ્યારે પહેલો સોદો કર્યો ત્યારે તે ફ્લોપ ગયો હતો અને  પૈસા મુકવાનો વારો આવ્યો હતો. કહે છે કે બે-ત્રણ સોદા પછી હર્ષદ મહેતાને ખબર પડી હતી કે પૈસા સિવાય શેર બજારમાં પગ જમાવી શકાય એમ નથી. ગામના પૈસે ધંધો કરવાનું એટલા માટે નક્કી કર્યું હતું કે પોતાની પાસે કોઇ પૈસો નહોતો.

જ્યારે જ્યારે શેરબજારમાં કોઇ મોટી ઉછળકૂદ થાય છે કે કોઇ મોટો કડાકો થાય છે ત્યારે ત્યારે હષર્દ મહેતા યાદ આવે છે. હર્ષદ મહેતાના કારણે ઘણા લોકો કમાયા છે અને રોયા પણ છે. હર્ષદ મહેતા એ વ્યક્તિ છે કે જેના કારણે લોકો શેરબજારમાં પૈસા રોકતા થયા હતા. કેટલાક શેર બજારને ઓળખતા થયા હતા.

તે સમયે લોકો બંેકોમાં મુકેલો પૈસો બહાર કાઢીને શેેર બજારમાં લગાવતા હતા. હર્ષદ મહેતા નહોતો જુગારી કે નહોતો સટ્ટાબાજ. તેના કુટુંબમાં કોઇ શેરબજારને સમજતું નહોતું. રોટલી દાળભાત ખાઇનેે રહેતું હસતું મધ્યમવર્ગનું ગુજરાતી કુટુંબ ક્યારેય પૈસાદાર થવાનું કે કોઇ જોખમ ઉઠાવવાનું સપનું પણ નહોતું જોતું.

હર્ષદ મહેતા બાહોશ એટલા માટે થયો કે તેની પાસે શેરબજારમાં રોકવાના પૈસા નહોતા એટલે તે ગામના પૈસે ધંધો કરવા ટેવાઇ ગયો હતો. પૈસા હોય તો કેટલીક સ્ક્રીપ્ટ પોતાની રીતે ચલાવી શકાય છે એમ જાણી ગયેલા હર્ષદ મહેતા બજારમાંથી પૈસા શોધવા નિકળ્યા ત્યારે બેંકોના નિયમેા અને ફાયનાન્સ ક્ષેત્રે ચાલતા લુપહોલ્સ તેમની નજરમાં આવી ગયા હતા. આ લુપહોલ્સમાં આંગળી કરીને તેમણે માખણ કાઢ્યું હતું. હર્ષદ મહેતાએ બેંકોને સમજાવ્યું હતું કે મને પૈસા આપવામાં તમારે કંઇ ગુમાવવાનું નથી. તે સમયના બેંકના વહિવટકારો તેની વાતમાં આવી ગયા હતા અને હર્ષદ મહેતા ધારે તે સ્ક્રીપ્ટને ઉંચી લાવતો હતો અને પછાડતો પણ હતો. ત્યારે શેરબજાર હકીકતે સટ્ટાહજાર બની ગયું હતું. 

જ્યારે શેરબજારના બે-ચાર રસિયાઓ ભેગા થાય ત્યારે તેમની વચ્ચેની વાતો થતી જોઇને એમ લાગે કે આ બધા હર્ષદ મહેતાના વંશજો છે. આ લોકો એકના દશ કરવાની વાતો કરતા હોય છે. તેમની વાતો સાંભળીને નજીક ઉભેલા કોઇ પણ પૈસા કમાવવાના સપનાં જોવા લાગે છે અને ડીમેટ એકાઉન્ટ ખોલાવીને  શેર માર્કેટમાં ઝંપલાવે છે. શેર બજારને ડુંગર દૂરથી રળીયામણાં સાથે સરખાવી શકાય. ધીરજ અને મક્કમ રહેવાનો ગુણ વિકસાવ્યા પછી શેર બજારમાં પ્રવેશ કરવો જોઇએ. લોકોને ઉંચું બજાર ગમે છે પણ તૂટતું બજાર ઘણાને સ્ટ્રોક લાવી દે છે. હર્ષદ મહેતાને આદર્શ બનાવી શકાય નહીં તેની સ્ટોરી કચકડામાંજ સારી લાગે હર્ષદ મહેતા જેવા પ્લાનીંગ વિચારી શકાય પણ તેને અમલમાં ના મુકી શકાય.

Source

દુબઈની જે હોટલમાં નેહા કક્કર-રોહન પ્રીત મનાવી રહ્યાં છે હનીમૂન, એક રાતનું ભાડું એક લાખ રૂપિયા

www.divyabhaskar.co.in |

નેહા કક્કર તથા રોહન પ્રીત સિંહ દુબઈમાં હનીમૂન મનાવી રહ્યા છે. બંનેએ 24 ઓક્ટોબરના રોજ લગ્ન કર્યા હતા. નેહાએ હનીમૂનની ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં શૅર કરી છે. નેહા જે પણ તસવીર શૅર કરે છે, તેમાં તે દુબઈની એટલાન્ટિસ ધ પામને ટૅગ કરે છે. અહીંયા એક રાત રોકાવવાનું ભાડું એક લાખ રૂપિયા છે.

ધ પામમાં આ રેન્જમાં રૂમ મળે છે
રોહન પ્રીત સિંહ તથા નેહાએ ઈન્સ્ટાગ્રામમાં એટલાન્ટિસ હોટલની અનેક તસવીરો શૅર કરી છે. ઈન્ડિયા ટુડેના એક અહેવાલ પ્રમાણે, ધ પામમાં બે લોકો માટે એક દિવસનું સૌથી ઓછું ભાડું 26,834 રૂપિયા છે, જ્યારે સૌથી મોંઘો રૂમ પ્રેસિડેન્શિયલ છે, જેની કિંમત 3,21,414 રૂપિયા છે. અન્ય રૂમ 60 હજારથી એક લાખની અંદરના છે.

નેહા-રોહન રીગલ રૂમમાં રોકાયા છે
નેહાની ઈન્સ્ટા પોસ્ટ પરથી સ્પષ્ટ ખ્યાલ આવે છે કે બંને રીગલ રૂમ ક્લબમાં રોકાયા છે. એટલાન્ટિસની ઓફિશિયલ સાઈટ પ્રમાણે, આ રીગલ રૂમનું એક રાતનું ભાડું 72,403 રૂપિયા છે. જો તમે બ્રેકફાસ્ટ કરો છો તો આ કિંમત વધીને 89,370 રૂપિયા થાય છે. બ્રેકફાસ્ટની સાથે ડિનર પણ કરો છો તો ભાડું 1,01,813 રૂપિયા જેટલું થાય છે.

હોટલે ખાસ વ્યવસ્થા કરી હતી
નેહા-રોહન માટે હોટલે પોતાના તરફથી પણ ખાસ વ્યવસ્થા કરી હતી. જ્યારે તેઓ હોટલમાં આવ્યા ત્યારે તેમના વેલકમ માટે ચોકલેટ્સ, કેક તથા અન્ય લક્ઝૂરિયસ ફેસિલિટી અરેન્જ કરવામાં આવી હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


The hotel in Dubai where Neha Kakkar-Rohan is staying one night’s rent of room is one lakh rs

Source

આ સીઝનની સૌથી મોંઘી કન્ટેસ્ટન્ટ રૂબીના દિલૈક, માત્ર 14 દિવસ માટે તૂફાની સિનિયર સિદ્ધાર્થ શુક્લાએ 32 લાખ રૂપિયા લીધા

www.divyabhaskar.co.in |

ટેલિવિઝન રિયાલિટી શો બિગ બોસ 14માં રૂબીના દિલૈક સતત ચર્ચામાં રહે છે. એક્ટ્રેસને છેલ્લી ઘણી સીઝનથી શોમાં આવવા માટે ઓફર મળી રહી હતી જોકે તે સતત ના પાડી રહી હતી. પરંતુ આ વર્ષે એક્ટ્રેસ પતિ અભિનવ શુક્લા સાથે ઘરમાં આવી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે રૂબીના આ શોમાં રહેવા માટે દરેક અઠવાડિયે 5 લાખ રૂપિયા ફી લઇ રહી છે. જ્યારે તેના પતિને તેનાથી અડધી રકમ મળી રહી છે.

આ છે સૌથી વધુ ફી લેનારા ટોપ 5 કન્ટેસ્ટન્ટ
રૂબીના દિલૈક- રૂબીના દર અઠવાડિયે 5 લાખ રૂપિયા લઈને શોની સૌથી મોંઘી કન્ટેસ્ટન્ટ છે. હાલમાં રૂબીનાએ સલમાન પર પતિનું અપમાન કરવાનો આરોપ લગાવીને શો છોડવાની જીદ પકડી હતી. તેનું કહેવું છે કે તે આ શોમાં આવવા ઉતાવળા ન હતા અને રૂબીનાના કહેવા પર અભિનવ શોમાં આવ્યા છે આવામાં તેનું અપમાન કરવું યોગ્ય નથી.

જેસ્મિન ભસીન- ટીવી શો 'દિલ સે દિલ તક'માં આવેલી જેસ્મિન ભસીનને દર અઠવાડિયે 3 લાખ રૂપિયા મળી રહ્યા છે. આ સાથે એક્ટ્રેસ સીઝનની બીજી સૌથી મોંઘી કન્ટેસ્ટન્ટ છે. ઈમોશનલ થઈને ગેમ રમનારી જેસ્મિનના સલમાન ખાને પણ ઘણા વખાણ કર્યા છે.

સારા ગુરપાલ- શોના પહેલા જ અઠવાડિયે બેઘર થઇ ગયેલી પંજાબી સિંગર અને એક્ટ્રેસ સારા ગુરપાલ ત્રીજી સૌથી મોંઘી કન્ટેસ્ટન્ટ હતી. એક્ટ્રેસને દર અઠવાડિયે 2 લાખ રૂપિયા આપવામાં આવતા હતા. સારાને ઘરમાંથી તૂફાની સિનિયર્સની સહમતીથી બહાર કાઢવામાં આવી હતી જેનાથી સિંગર ઘણી નારાજ થઇ હતી.

નિશાંત મલકાની- 'ગુડ્ડન તુમસે ના હો પાયેગા' ફેમ એક્ટર નિશાંતને દર અઠવાડિયે 2 લાખ રૂપિયા આપવામાં આવી રહ્યા છે. બિગ બોસ 14માં આવ્યા પહેલાં જ તેણે જૂનો શો છોડી દીધો હતો.

એજાઝ ખાન- ફિલ્મો અને ટીવી શોથી ફેમ મેળવનારા એજાઝ ખાનને શોમાં દર અઠવાડિયે 1.8 લાખ રૂપિયા મળી રહ્યા છે. પહેલા અઠવાડિયે એક્ટરની ગેમ ખાસ લાગી ન હતી પણ સલમાને તેને સમજાવ્યો ત્યારબાદ એજાઝ ખુલીને ગેમ રમી રહ્યા છે.

શહઝાદ દેઓલ સીઝનના સૌથી સસ્તા કન્ટેસ્ટન્ટ
શોમાં આ પાંચ સભ્યો સિવાય પવિત્રા પુનિયા અને અભિનવ શુક્લાને દર અઠવાડિયે 1.5 લાખ રૂપિયા, નિક્કી તંબોલીને 1.2 લાખ રૂપિયા, રાહુલ વૈદ્યને 1 લાખ રૂપિયા અને જાન કુમાર સાનુને 80 હજાર રૂપિયા મળી રહ્યા છે. શહઝાદ દેઓલને આ સીઝનમાં સૌથી ઓછી ફી 50 હજાર રૂપિયા મળી રહી હતી. તે બુધવારે શોમાંથી બહાર નીકળી ગયા હતા.

બે અઠવાડિયા ઘરમાં રહેવા માટે તૂફાની સિનિયર્સને લાખો રૂપિયા મળ્યા
સિદ્ધાર્થ શુક્લા- 32 લાખ રૂપિયા

હિના ખાન- 25 લાખ રૂપિયા

ગૌહર ખાન- 20 લાખ રૂપિયા

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Bigg Boss 14 Contestant Fees: Rubina DilaIK Is The Highest Paid Contestant Of This Season, Toofani Senior Siddharth Shukla Get Rs. 32 Lakhs For Just 14 Days

Source

પહેલી વખત દીપિકા પાદુકોણનું નામ સામે આવ્યું, દાવો-એક્ટ્રેસે ચેટ પર 'માલ હૈ ક્યા' લખી તેની મેનેજર કરિશ્મા પાસેથી હશીશ મંગાવ્યુ હતુ

www.divyabhaskar.co.in |

સુશાંત કેસની તપાસમાં હવે અનેક ફિલ્મી હસ્તીઓનું ડ્રગ્સ કનેક્શન એકપછી એક સામે આવી રહ્યું છે. સોમવારે સાંજે વધુ એક મોટી હસ્તી એટલે કે દીપિકા પાદુકોણનું નામ આવ્યુ છે. બે ટીવી ચેનલ (આજતક અને રિપબ્લિક)એ આ બાબતમાં ત્રણ વર્ષ જૂની ચેટને ટાંકી દીપિકા પાદુકોણનું ડ્રગ્સ કનેક્શન હોવાનો દાવો કર્યો છે.
NCBએ આ સંદર્ભમાં દીપિકાના મેનેજર કરિશ્મા પ્રકાશની પણ પૂછપરછ કરવા માટે સમન્સ પાઠવ્યુ છે. કારણ કે દીપિકાએ કરિશ્મા મારફતે જ હશીશ ડ્રગ્સ મંગાવ્યુ હતું. દીપિકા ચેટમાં હૈશ (હશીશ) ડ્રગ મંગાવે છે, જ્યારે સામે કરિશ્મા કહે છે કે હૈશ નહીં વીડ છે.

નિવેદન આપી શકે છે દીપિકા
સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ કેસમાં નામ સામે આવ્યા બાદ દીપિકા પાદુકોણ તેની લીગલ ટીમ સાથે સલાહ લઈ રહી છે અને કહેવામાં આવી રહ્યું છે કે આજે રાત્રે તેની તરફથી નિવેદન આવી શકે છે. બીજી બાજુ NCB ટીમ મંગળવારે દીપિકાના મેનેજર કરિશ્મા પ્રકાશ, ટેલેન્ટ મેનેજર જયા સાહાની ફરી વખત અને શ્રૃતિ મોદીની પૂછપરછ કરી શકે છે.

જયા સાહાને માસ્ટરમાઈન્ડ માનવામાં આવે છે
જ્યાં સુધી તપાસમાં સુશાંતની ટેલેન્ટ મેનેજર રહેલી જયા સાહાની ભૂમિકા માસ્ટરમાઈન્ડ તરીકે સામે આવી રહી છે. સોમવારે બપોરે શ્રદ્ધા કપૂરનું નામ પણ પહેલી વખત સામે આવ્યુ હતું, જ્યારે સારા અલી ખાન અને રકુલ પ્રીત સિંહ પર છેલ્લા કેટલાક દિવસોથી શંકા ઘેરી બની રહી છે. શ્રદ્ધા કપુરની ભૂમિકાવાળી વોટ્સએપ ચેટમાં પણ સીધી રીતે જયાની ભૂમિકા આવી રહી છે. જયા સાહાની કંપની ક્વાન 45 બોલીવુડ એક્ટર્સ અને એક્ટ્રેસિસ માટે ટેલેન્ટ મેનેજમેન્ટનું કામ કરે છે.

દીપિકા તેના મેનેજર મારફતે ડ્રગ મંગાવ્યુ હતુ

અહેવાલોને ટાંકી કહેવામાં આવી રહ્યું છે કે ડ્રગ કનેક્શનની તપાસ કરી રહેલી NCBની ટીમ દીપિકાની મેનેજર કરિશ્મા પ્રકાશ અને દીપિકા વચ્ચે એક લાંબી ચેટ ચી-સ્ટોર કરવામાં સફળતા મળી છે. તેમા દીપિકા કરિશ્મા પાસે ડ્રગ્સની માંગ કરી રહી છે. તેમા અમિત તથા શૈલ નામની બે વ્યક્તિ પણ છે. હજુ સુધી સ્પષ્ટ થયુ નથી કે અમિત અને શૈલ કોણ છે.

આ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ચેટમાં દીપિકાનું કોડનેમ D અને કરિશ્માનું કોડનેમ K છે.

કરિશ્મા(K) અને દીપિકા(D)ની 28 ઓક્ટોબર,2017ની ચેટઃ

સવારે 10:03 વાગે, (+91-992——-) 'D' લખે છેઃ K…ક્યા તુમ્હારે પાસ માલ હૈ?

10:05 વાગે,(+91-961——-) 'K' લખે છેઃ મેરે પાસ હૈ, લેકીન ઘર મેં હૈ. મૈં બાંદ્રા મેં હૂં…

10.05 વાગે, K લખે છેઃ ક્યા મૈ અમિત સે કહૂં, અગર તુમ્હેં ચાહિએ તો.

10:07 વાગે, D લખે છે: Yes!! Pllleeeeasssee

10:08 વાગે,K લખે છેઃ અમિત* કે પાસ હૈ. વહ ઉસે લેકર આ રહા હૈ.

10:12 વાગે, D લખે છેઃ હૈશ ના?

10:12 વાગે, D લખે છેઃ નહીં વીડ

10:14 વાગે, K લખે છેઃ તુમ કિતને બજે KoKo આ રહી હો

10:15 વાગે,D લખે છેઃ 11:30/12 વાગે

10:15 વાગે,D લખે છેઃ શૈલ* કિતની બજે તક વહાં પહુંચ જાએગી?

K લખે છેઃ મુજે લગતા હૈ કિ ઉસને કહા 11:30 થા, ક્યોકી 12 બજે કિસી દૂસરી જગહ પર પહુંચના થા

એક્ટ્રેસ નમ્રતા શિરોડકરનું નામ પણ આવ્યુ

NCB ને દે ચેટ મળી છે તેમા નમ્રતા શિરોડકરનું નામ પણ સામે આવ્યુ છે. તેમા N કોડ નંબરવાળી એક એક્ટ્રેસ ડ્રગ્સ અંગે પૂછી રહી છે. દાવો છે કે તે એક્ટ્રેસ નમ્રતા શિરોડકરનો નંબર છે. ચેટમાં લખ્યુ છે કે તે મને પ્રોમિસ કર્યું હતું કે મને સારું MD બોમ્બેમાં આપીશ અને આપણે સાથે પાર્ટી કરશું. પછી એક્ટ્રેસે કહ્યું કે મને ખરેખર એક બ્રેકની જરૂર છે. જયા તરફથી કહેવામાં આવ્યુ કે- તુ મને એક પેડલર બનાવી રહી છે. તેમ છતા તારી વિશ મારા માટે કમાન્ડ છે.

કંગનાએ દીપિકાની ટીખળ કરતા લખ્યુ- ''માલ હૈ ક્યા"

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


The first time Deepika Padukone’s name came up, the suit-actress wrote ‘Mal Hai Kya’ on the chat and asked her manager Karishma for hashish.

Source

આશુતોષ રાણાએ શો દરમ્યાન જણાવ્યું કઈ રીતે તેમની અને રેણુકા શહાણેની પહેલી મુલાકાત થઇ, એક્ટ્રેસને પ્રપોઝ કરવા માટે જાતે કવિતા લખી હતી

www.divyabhaskar.co.in |

'ધ કપિલ શર્મા શો'માં આ રવિવારે ઇન્ડસ્ટ્રીની ટેલેન્ટેડ જોડી આશુતોષ રાણા અને રેણુકા શહાણે સેટ પર આવશે. શોમાં કપલ તેમની એક્ટિંગથી લઈને લાઈફ વિશેની ઘણી વાતો કરતા દેખાશે. શોમાં કલાકારોના જોક્સ પર પણ ખૂબ હસતા જોવા મળશે. આવામાં દર્શકો માટે પણ આ આનંદથી ભરપૂર વીકેન્ડ સાબિત થશે.

એક રસપ્રદ ચર્ચા દરમ્યાન આશુતોષ રાણાએ તેની અને રેણુકાની પહેલી મુલાકાત વિશે ઘણી વાતો શેર કરી. તેમણે કહ્યું, 'હંસલ મહેતાની ફિલ્મ 'જયતે'નો પ્રિવ્યૂ હતો સુમિત થિયેટરમાં તો હું રાજેશ્વરી સચદેવ અને તેજસ્વિની કોલ્હાપુરેને સાથે લઈને ગયો હતો. ત્યાં ગયો તો ખબર પડી કે રાજેશ્વરી અને રેણુકા ઘણા સારા મિત્રો હતા અને હું રેણુકાજીનો ફેન પણ હતો. સૈલાબ (સિરિયલ) તે સમયે આવતી હતી અને તેમની ફિલ્મ હમ આપકે હૈ કૌન પણ આવી ગઈ હતી તો હું તેમના કામથી પ્રભાવિત હતો. જ્યારે તેમને મળ્યો ત્યારે અમે અંદાજે અડધી કલાક વાત કરી અને મારા વિચાર ઘણા મળતા હતા.'

પહેલી જ વખત આશુતોષે લિફ્ટ ઓફર કરી હતી
જયારે અમે બહાર નીકળ્યા તો રાત થઇ ગઈ હતી અને તે દિવસે રવિવાર હતો. મેં પૂછ્યું તમે ક્યા રહો છો? તો તેમણે કહ્યું હું દાદરમાં રહું છું. તો મેં પૂછ્યું તમે કઈ રીતે જશો? તમારી પાસે કાર નથી? તો તેઓ બોલ્યા કે આજ રવિવાર છે અને રવિવારે અમે અમારા સ્ટાફને રજા આપીએ છીએ અને મને ગાડી ચલાવતા નથી આવડતી. મેં તેમને પૂછ્યું કે શું હું તેમને ડ્રોપ કરી દઉં? તેમણે મને પૂછ્યું હું ક્યા રહું છું? મેં કહ્યું, હું ચેમ્બુરમાં રહું છું. તો મને કહ્યું કે હું મુંબઈમાં મોટી થઇ છું, જન્મ પણ અહીં જ છે, મેં આજ સુધી એવો કોઈ રસ્તો નથી જોયો જે જુહુથી દાદર થતા ચેમ્બુર જતો હોય. પછી તેમણે મને કહ્યું, તમે ચિંતા ન કરો મને ટેવ છે હું જતી રહીશ. આ સાંભળીને બધા ખિલખિલાટ હસવા લાગ્યા.

દશેરાની શુભકામના આપવાના બહાને કોલ કર્યો હતો
ડિરેક્ટર રવિ રાય તે બંને સાથે એક શો કરવા ઇચ્છતા હતા પરંતુ આશુતોષે તે ઘટનાનો ફાયદો લઈને રવિ પાસેથી રેણુકાનો નંબર માગી લીધો. ત્યારે ખબર પડી કે રેણુકા રાત્રે 10 વાગ્યા પછી કોઈના ફોનના જવાબ નથી આપતા અને કોઈ અજાણ્યા નંબરના ફોન પણ નથી લેતા. તમારે આન્સરિંગ મશીન પર મેસેજ અને બાકીની ડિટેલ્સ છોડવી પડતી હતી. આ વાતોને ધ્યાનમાં રાખીને આશુતોષે રેણુકાના આન્સરિંગ મશીન પર એક મેસેજ છોડ્યો જેમાં તેમણે રેણુકાને દશેરાની વધામણી આપી. જોકે તેમણે જાણીજોઈને તેમનો નંબર ન આપ્યો કારણકે તે વિચારી રહ્યા હતા કે જો રેણુકાને તેની સાથે વાત કરવી હશે તો તે ખુદ પ્રયત્ન કરશે અને તેનો નંબર શોધી લેશે.

લકીલી આશુતોષને તેની બહેન તરફથી મેસેજ મળ્યો કે રેણુકાનો ફોન આવ્યો હતો અને તેમણે દશેરાની શુભકામના માટે ધન્યવાદ કહ્યું છે. ત્યારબાદ અમુક સમય સુધી મેસેજની આપલે થતી રહી અને પછી રેણુકાએ આશુતોષને તેમનો પર્સનલ નંબર આપી દીધો.

આશુતોષે કહ્યું, 'મેં તે જ રાત્રે 10:30 વાગ્યે તેમને ફોન કરીને કહ્યું કે થેંક્યુ રેણુકા જી તમે તમારો નંબર આપ્યો અને ત્રણ મહિના અમે ફોન અ ફ્રેન્ડ રમતા રહ્યા.'

રેણુકા માટે જાતે કવિતા લખી હતી
આશુતોષને કવિતાઓ ગમતી અને રેણુકાને ગદ્ય. આશુતોષે એવું વિચારીને એક કવિતા લખી કે જો રેણુકાને રસ હશે તો તે જવાબ જરૂર આપશે અને જો નથી તો તેમાં રિજેક્શનનો સવાલ જ નથી આવતો. તે સમયે આશુતોષ હૈદરાબાદમાં શૂટિંગ કરી રહ્યા હતા અને રેણુકા ગોવામાં હતા. જ્યારે તેમણે રેણુકાને કવિતા વાંચીને સંભળાવી તો રેણુકાએ એવું કહીને જવાબ આપ્યો હતો કે તે તેમને પ્રેમ કરે છે. તેના પર આશુતોષે કહ્યું, તમે પરત આવો પછી આપણે આ વિષય પર વધુ વાત કરીએ છીએ. બસ પછી તો સૌ જાણે જ છે કે આગળ શું થયું. તે છેલ્લા ઘણા વર્ષોથી હેપ્પી મેરિડ લાઈફ એન્જોય કરી રહ્યા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Ashutosh Rana Told During The Kapil Sharma Show How He And Renuka Shahane Had Their First Meeting, Wrote A Poem To Propose The Actress

Source

error:
Scroll to Top