લઈ

'તાંડવ'થી લઈ 'ધ વ્હાઈટ ટાઈગર' સહિત જાન્યુઆરીમાં આ સિરીઝ ને ફિલ્મ રિલીઝ થશે

www.divyabhaskar.co.in |

પૉલિટિકલ ડ્રામા 'તાંડવ' તથા 'ધ વ્હાઈટ ટાઈગર' સહિત આ મહિને ડિજિટલ પ્લેટફોર્મ પર ઓરિજિનલ કન્ટેન્ટ લઈને આવશે, જેમાં પ્રિયંકા ચોપરા તથા સૈફ અલી ખાન જેવા બિગ સ્ટાર્સની પણ સિરીઝ સામેલ છે. જાણીએ જાન્યુઆરીમાં કઈ સિરીઝ રિલીઝ થશે.

તાંડવ
પ્લેટફોર્મઃ એમેઝોન પ્રાઈમ વીડિયો
રિલીઝ ડેટઃ 15 જાન્યુઆરી, 2021
કાસ્ટઃ સૈફ અલી ખાન, ડિમ્પલ કાપડિયા, કૃતિકા કામરા, ગૌહર ખાન, સુનીલ ગ્રોવર, ડિનો મોરિયા, કુમુદ મિશ્રા

અલી અબ્બાસની અપકમિંગ વેબ સિરીઝ 'તાંડવ' 15 જાન્યુઆરીએ રિલીઝ થશે. આ એક પૉલિટિકલ ડ્રામા છે, જેમાં બોલિવૂડના જાણીતા સેલેબ્સ જોવા મળશે. ફિલ્મમાં રાજકીય રહસ્યોની વાત કરવામાં આવી છે. 'તાંડવ'ના કુલ 9 એપિસોડ છે.

વાન્ડા વિઝન
પ્લેટફોર્મઃ ડિઝ્ની પ્લસ હોટ સ્ટાર
રિલીઝ ડેટઃ 15 જાન્યુઆરી, 2021
કાસ્ટઃ એલિઝાબેથ ઓલસન, પૉલ બટાલી

2019માં રિલીઝ થયેલી લોકપ્રિય ફિલ્મ 'એવેન્જર એન્ડ ગેમ' તથા 'સ્પાઈડર મેનઃ ફાર ફ્રોમ હોમ' પછી માર્વલ પોતાની પહેલી સિરીઝ 'વાન્ડા વિઝન' લઈને આવ્યું છે. ફિલ્મમાં સુપરહીરો કેરેક્ટર વાન્ડા મેક્સીમૉફ તથા વિઝનની વાત છે. તેઓ પોતાના સુપર પાવર્સ છોડીને આઈડલ જીવન જીવવાનો પ્રયાસ કરે છે, જ્યાં તેમને લાગે છે કે કંઈક ખોટું થઈ રહ્યું છે.

ઝિદ
પ્લેટફોર્મઃ ઝી5
રિલીઝ ડેટઃ 22 જાન્યુઆરી, 2021
કાસ્ટઃ અમિત સાધ, સુશાંત સિંહ, અમૃતા પુરી, અલી ગોની, ગગન રંધાવા, પ્રીત કરણ પહવા​​​​​​​

આ સિરીઝ કારગિવ વૉરના હીરો મેજર દીપ સિંહ સેંગરના જીવન પર આધારિત છે. કારગિલ વૉરમાં ગોળી વાગવાને કારણે મેજર દીપ સિંહના શરીરનો નીચલો હિસ્સો લકવાગ્રસ્ત થઈ ગયો હતો. જોકે, તેમણે હાર માની નહીં. બોની કપૂર આ સિરીઝના પ્રોડ્યૂસર છે. આ સિરીઝથી તેઓ વેબ પ્રોડ્યૂસર તરીકે ડેબ્યૂ કરે છે.

ધ વ્હાઈટ ટાઈગર
પ્લેટફોર્મઃ નેટફ્લિક્સ
રિલીઝ ડેટઃ 22 જાન્યુઆરી, 2021
કાસ્ટઃ પ્રિયંકા ચોપરા, રાજકુમાર રાવ, આદર્શ ગૌરવ

ન્યૂ યોર્ક ટાઈમ્સની બેસ્ટ સેલિંગ બુક પર આધારિત આ ફિલ્મમાં સમાજની અમીરી-ગરીબીની વાત કરવામાં આવી છે. ડિરેક્ટર રમિન બહરાની છે. પ્રિયંકા ચોપરા કો-પ્રોડ્યૂસર છે.

ફેટઃ ધ વિંક્સ સાગા
રિલીઝ ડેટઃ 22 જાન્યુઆરી, 2021
કાસ્ટઃ અબિગેલ કોવેન, ડેની ગ્રેફિન, હેના વાન, એલિસા, ફ્રેડી થ્રોપ, પ્રીશિયસ મુસ્તફા

2004માં આવેલો શો 'વિંક્સ ક્લબ'માંથી પ્રેરિત થઈને આ સિરીઝ બનાવવામાં આવી છે. સિરીઝમાં અબિગેલે બૂમનું પાત્ર ભજવ્યું છે, જે નવા લોકોની વચ્ચે પોતાના ડેન્જર મેજિકલ પાવરને કંટ્રોલ કરવાની ટ્રેનિંગ લે છે. આ સિરીઝના કુલ 6 એપિસોડ છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


in month of january these series will stream on digital platform

Source

રજનીકાંતથી લઈ રાજેશ ખન્ના સુધી, કોઈ 26 દિવસ તો કોઈ 4 વર્ષ, આ સ્ટાર્સ રાજનીતિમાં ઓછો સમય જ ટકી શક્યા

www.divyabhaskar.co.in |

સાઉથ સુપરસ્ટાર રજનીકાંતનું રાજકારણમાં આવવાનું સપનું અધરું જ રહી ગયું. 70 વર્ષીય રજનીકાંતે તબિયતને કારણે રાજકારણમાં ના આવવાનો નિર્ણય લીધો છે. 3 ડિસેમ્બરે રજનીકાંતે કહ્યું હતું કે તેઓ નવી પાર્ટીની જાહેરાત કરશે અને 2021માં વિધાનસભાની ચૂંટણી લડશે.

31 ડિસેમ્બરના રોજ નવી પાર્ટીની જાહેરાત કરવામાં આવશે. જોકે, માત્ર 26 દિવસની અંદર જ રજનીકાંતે રાજકારણને અલવિદા કહી દીધું છે. આ પહેલાં પણ ઘણાં સ્ટાર્સે રાજકારણમાં એન્ટ્રી લીધી પરંતુ તેઓ દૂર થઈ ગયા.

રાજેશ ખન્ના

બોલિવૂડના પહેલા સુપરસ્ટાર રાજેશ ખન્નાએ 1992માં કોંગ્રેસની ટિકિટ પર દિલ્હી બેઠક પરથી ચૂંટણી લડી હતી અને તેઓ જીત્યા પણ હતા. ચાર વર્ષ સુધી રાજકારણમાં સક્રિય રહ્યા બાદ 1996માં રાજકારણ છોડી દીધું હતું.

અમિતાભ બચ્ચન

1984માં એક્ટિંગમાંથી બ્રેક લઈને અલ્હાબાદથી કોંગ્રેસની ટિકિટ પર બિગ બી ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. જોકે, બોફોર્સ કાંડમાં નામ આવ્યા બાદ રાજીનામું આપી દીધું હતું અને ક્યારેય રાજકારણમાં ના આવવાનો નિર્ણય લીધો હતો.

શેખર સુમન

2009માં કોંગ્રેસ પાર્ટી જોઈન કરનાર શેખર સુમને 3 વર્ષમાં જ રાજકારણને અલવિદા કહી દીધું હતું. આ દરમિયાન તેમણે પટનાસાહિબમાંથી શત્રુધ્ન સિંહા વિરુદ્ધ ચૂંટણી લડી હતી પરંતુ હારનો સામનો કરવો પડ્યો હતો.

ગોવિંદા

ગોવિંદાએ પણ પોતાની એક્ટિંગ કરિયરને સાઈડમાં મૂકીને રાજકારણમાં ઝંપલાવવાની ભૂલ કરી હતી. 2004માં કોંગ્રેસની ટિકિટ પરથી લોકસભા ચૂંટણી લડી હતી. તે જીતી પણ ગયો હતો. જોકે, ચાર વર્ષની અંદર જ ગોવિંદાએ રાજકારણ છોડી દીધું હતું.

અર્શી ખાન

'બિગ બોસ 14'માં જોવા મળેલી અર્શી ખાન આ વર્ષે ફેબ્રુઆરીમાં કોંગ્રેસ પાર્ટી જોઈન કરી હતી. જોકે, છ મહિનાની અંદર જ તેણે રાજીનામું આપી દીધું હતું. તેણે કહ્યું હતું કે પ્રોફેશનલ કમિટમેન્ટ્સને કારણે તે રાજકારણમાં ફોકસ કરી શકતી નથી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


From Rajinikanth to Rajesh Khanna, some 26 days or some 4 years, these stars could only survive in politics for a short time.

Source

આલિયા ભટ્ટથી લઈ આયુષ્માન ખુરાના સુધી, આ બોલિવૂડ સ્ટાર્સ કરોડોના ઘરના માલિક બન્યાં

www.divyabhaskar.co.in |

2020નું વર્ષ કોરોનાને કારણે દુનિયા માટે નિરાશજનક રહ્યું છે. કેટલાંક સ્ટાર્સે શૂટિંગ ના હોવાથી ફ્રી સમયમાં પોતાના માટે ઘરી ખરીદ્યું હતું. જાણીએ 2020માં ક્યા સ્ટાર્સે કરોડોની પ્રોપર્ટી ખરીદી?

આયુષ્માન ખુરાનાએ ચંદીગઢમાં ઘર ખરીદ્યું

આયુષ્માન ખુરાનાએ આ વર્ષે સેક્ટર 6, પંચકુલા, ચંદીગઢમાં પરિવાર માટે ઘર ખરીદ્યું હતું. આ ઘરની કિંમત અંદાજે 9 કરોડ રૂપિયા છે. આ ઘરમાં આયુષ્માન પત્ની, બે બાળકો, માતા-પિતા, ભાઈ અપાર શક્તિ અને તેના પરિવાર સાથે રહેશે.

અરશદ વારસીએ ગોવામાં વિલા ખરીદ્યો

અરશદ વારસીએ ગોવામાં પ્રાઈમ લોકેશન પર હેરિટેજ વિલા ખરીદ્યો હતો. આ વિલા વર્ષ 1875ની આસપાસ બનાવવામાં આવ્યો હતો. લૉકડાઉન શરૂ થાય તેના થોડાં દિવસ પહેલાં જ અરશદે આ વિલા લીધો હતો.

યામી ગૌતમે ડુપ્લેક્સ ખરીદ્યું

યામી ગૌતમે આ વર્ષે ચંદીગઢમાં ડુપ્લેક્સ ખરીદ્યું હતું. આ ડુપ્લેક્સ ઉપરાંત, 2016માં યામીએ 100 વર્ષ જૂનું એક ફાર્મ હાઉસ ખરીદ્યું હતું. આ ફાર્મહાઉસ 25 એકરમાં ફેલાયેલું છે અને તે હિમાચલ પ્રદેશમાં છે.

વિક્રાંત મૈસીએ મુંબઈમાં ઘર ખરીદ્યુ

'મિર્ઝાપુર'માં બબલુનું પાત્ર ભજવીને લોકપ્રિય થનાર વિક્રાંતે આ વર્ષે લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ શીતલ સાથે અચાનક સગાઈ કરીને ચાહકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. દિવાળીના સમયે વિક્રાંતે મુંબઈમાં પોતાનું નવું ઘર ખરીદ્યું હતું. વિક્રાંત હજી સુધી આ ઘરમાં શિફ્ટ થયો નથી. હાલમાં આ ઘરમાં ઈન્ટિરિયરનું કામ ચાલે છે.

આલિયા ભટ્ટે પ્રેમીની બિલ્ડિંગમાં અપાર્ટમેન્ટ લીધું

હાલમાં જ આલિયા ભટ્ટે મુંબઈના બાંદ્રામાં આવેલા વાસ્તુ પાલી હિલ કોમ્પ્લેક્સમાં 2460 સ્કેવફૂટનું અપાર્ટમેન્ટ ખરીદ્યું હતું. આ ઘરની કિંમત અંદાજે 32 કરોડ રૂપિયા છે. બાંદ્રાની આ જ બિલ્ડિંગમાં રણબીર કપૂર રહે છે. આલિયાના નવા ઘરનું ઈન્ટિરિયર ગૌરી ખાન કરે છે. આલિયા પાસે જુહૂ તથા લંડનમાં એક-એક ઘર છે.

રીતિક રોશને બે ઘર ખરીદ્યા

જુહુમાં સી ફેસિંગ એપાર્ટમેન્ટ બાદ રીતિકે આ વર્ષે બે નવા ખરીદ્યા છે. બંને ઘર જુહૂ-વર્સોવા લિંક રોડની મન્નત બિલ્ડિંગના 14, 15 તથા 16મા માળે છે. આ ઘર 38 હજાર સ્કેવરફૂટના છે. આ ઘરની કિંમત અંદાજે 100 કરોડ રૂપિયા હોવાનું ચર્ચાય છે. બે ઘરમાંથી એક ઘર ડુપ્લેક્સ તથા એક ઘર પેન્ટહાઉસ છે. રીતિક આ બંને ઘરને ભેગા કરીને એક મેન્શન બનાવશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


From Alia Bhatt to Ayushmann Khurrana, these Bollywood stars became homeowners

Source

'કુલી નંબર 1'થી લઈ 'લવ આજકલ 2' સુધી, આ વર્ષે રિલીઝ થયેલી આ ફિલ્મ્સ દર્શકોને કંટાળાજનક લાગી

www.divyabhaskar.co.in |

2020ના શરૂઆતના ત્રણ મહિના પછી મોટાભાગની ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી હતી. આમાંથી ઘણી એવી ફિલ્મ હતી, જેની દર્શકો આતુરતાથી રાહ જોતા હતા. જોકે, આ ફિલ્મે કોઈ કમાલ બતાવી નહીં. જાણીએ કઈ ફિલ્મે ચાહકોને નિરાશ કર્યાં.

કુલી નંબર 1

વરુણ ધવન તથા સારા અલી ખાનની 'કુલી નંબર 1' 25 ડિસેમ્બરના રોજ એમેઝોન પ્રાઈમ વીડિયો પર સ્ટ્રીમ કરવામાં આવી હતી. આ ફિલ્મ 1995માં આવેલી 'કુલી નંબર 1'ની રીમેક છે. આ ફિલ્મમાં ગોવિંદા તથા કરિશ્મા લીડ રોલમાં હતાં. વરુણ-સારાની ફિલ્મ સ્ટ્રીમ થયા બાદ સોશિયલ મીડિયામાં ઘણી જ મજાક ઉડાવવામાં આવી છે. વરુણની એક્ટિંગ તથા કેટલાંક એક્શન સીન મજાકનો મુદ્દો બન્યો છે. ઓરિજિનલ ફિલ્મે ચાહકોનું ભરપૂર મનોરંજન કર્યું હતું તો રીમેક દર્શકો માટે માથાનો દુખાવો સાબિત થઈ છે.

ખાલી પીલી

16 ઓક્ટોબરે સ્ટ્રીમ થયેલી 'ખાલી પીલી'માં ઈશાન ખટ્ટર તથા અનન્યા પાંડે લીડ રોલમાં હતાં. આ ફિલ્મ સ્ટાર કિડ્સના કાસ્ટિંગને કારણે તથા વિવાદિત સોંગ 'બિયોન્સે શર્મા જાયેંગી'ને કારણે વિવાદમાં આવી હતી. મકબૂલ ખાનના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મને દર્શકોએ વખોડી કાઢી હતી.

સડક 2

આલિયા ભટ્ટ, સંજય દત્ત, આદિત્ય રોય કપૂરની 'સડક 2' ઘણી જ ડિસ અપોઈન્ટિંગ સાબિત થઈ હતી. આ ફિલ્મ મહેશ ભટ્ટના ડિરેક્શનમાં બનેલી 1991ની 'સડક'ની સીક્વલ હતી. આ ફિલ્મ અંગે ચાહકોને ઘણી જ આશા હતી. આ ફિલ્મની સોશિયલ મીડિયામાં ઘણી જ મજાક કરવામાં આવી હતી અને મીમ્સ શૅર કરવામાં આવ્યા હતા.

લવ આજ કલ 2

વર્ષ 2006માં રિલીઝ થયેલી 'લવ આજ કલ'ની રીમેક આ વર્ષે વેલેન્ટાઈન ડે પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં કાર્તિક તથા સારા અલી ખાન લીડ રોલમાં હતાં. આ ફિલ્મ ફ્લોપ રહી હતી.

શિકારા

વિધુ વિનોદ ચોપરાની ફિલ્મ 'શિકારા' કાશ્મીરી પંડિતો પર બનેલી છે. આ ફિલ્મમાં વાસ્તવિક મુદ્દાને બદલે લવ સ્ટોરી પર વધુ ફોકસ કરવામાં આવ્યું હતું. ફિલ્મ ઘણાં જ વિવાદ બાદ રિલીઝ થઈ હતી. જોકે, રિલીઝ બાદ આ ફિલ્મને સાવ મોળો પ્રતિસાદ મળ્યો હતો. અનેક મહત્ત્વના તથ્યોને મેકર્સે ધ્યાન ના આપ્યું હોવાથી દર્શકોને ફિલ્મ અધૂરી હોવાની લાગણી થઈ હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


From ‘Coolie No 1’ to ‘Love Aaj kal 2’, these films released this year were boring

Source

ગુજરાતમાં ઉત્તરાયણની પર્વની ઉજવણીને લઈ હાઈકોર્ટની રાજ્ય સરકારને ટકોર

gujarati.oneindia.com |
ગુજરાતમાં ઉત્તરાયણની પર્વની ઉજવણીને લઈ હાઈકોર્ટની રાજ્ય સરકારને ટકોર

Source

'કુલી નં 1' પછી 'જર્સી'થી લઈ 'ધ ઈન્ટર્ન' સુધી, આ છે બોલિવૂડની અપકમિંગ રીમેક તથા સીક્વલ ફિલ્મ

www.divyabhaskar.co.in |

સારા અલી ખાન તથા વરુણ ધવનની ફિલ્મ 'કુલી નંબર 1' 25 ડિસેમ્બરના રોજ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ 1995માં રિલીઝ થયેલી ગોવિંદા-કરિશ્માની 'કુલી નંબર 1'ની રીમેક છે. બોલિવૂડમાં છેલ્લાં ઘણાં સમયથી બ્લોકબસ્ટર ફિલ્મની રીમેક બનાવવામાં આવી રહી છે.

લાલ સિંહ ચઢ્ઢા

આમિર ખાન તથા કરીના કપૂર ખાનની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' હોલિવૂડ ફિલ્મ 'ફોરેસ્ટ ગમ્પ'ની હિંદી રીમેક છે. ફિલ્મ આ વર્ષે ક્રિસમસ પર રિલીઝ થવાની હતી. જોકે, કોરોના અને લૉકડાઉનને કારણે શૂટિંગ પૂરું થયું નહીં. ફિલ્મને અદ્વૈત ચંદન ડિરેક્ટ કરે છે. 105 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મ હવે આવતા વર્ષે રિલીઝ થશે.

જર્સી

'અર્જુન રેડ્ડી'ની હિંદી રીમેક 'કબીર સિંહ' પછી વર્ષ 2019ની સાઉથ ફિલ્મ 'જર્સી'ની રીમેક આવી રહી છે. આ ફિલ્મ ક્રિકેટર પર આધારિત છે. ઓરિજિનલ ફિલ્મમાં હરીશ કલ્યાણે લીડ રોલ પ્લે કર્યો હતો. હિંદીમાં શાહિદ કપૂર જોવા મળશે.

રેમ્બો

સિદ્ધાર્થ આનંદ 'વૉર' પછી 'રેમ્બો' ડિરેક્ટ કરશે. આ ફિલ્મમાં ટાઈગર શ્રોફ જોવા મળશે. ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ કરી દેવામાં આવ્યો છે. આ ફિલ્મ 1982માં આવેલી સિલ્વેસ્ટર સ્ટેલૉનની ફિલ્મ 'રેમ્બો'ની હિંદી રીમેક છે.

ધ ઈન્ટર્ન

દીપિકા પાદુકોણ હોલિવૂડ ફિલ્મ 'ધ ઈન્ટર્ન'ની હિંદી રીમેકમાં જોવા મળશે. આ ફિલ્મમાં રિશી કપૂર પણ હતાં. જોકે, તેમના નિધન બાદ હવે કોઈ નવા કલાકારને લેવામાં આવશે. દીપિકા આ ફિલ્મ પ્રોડ્યૂસ પણ કરશે.

ધ ગર્લ ઓન ધ ટ્રેન

પરિણીતિ ચોપરા હોલિવૂડ ફિલ્મ તથા બેસ્ટ સેલર બુક 'ધ ગર્લ ઓન ધ ટ્રેન' પર આધારિત ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મના પોસ્ટર પણ રિલીઝ કરી દેવામાં આવ્યા છે. એક્ટ્રેસનો ઈન્ટેન્સ લુક જોવા મળ્યો હતો.

ભૂલ ભુલૈયા 2

વર્ષ 2007માં આવેલી બ્લોકબસ્ટર હૉરર કોમેડી ફિલ્મ 'ભૂલ ભુલૈયા 2' ચાહકોને ઘણી જ પસંદ આવી હતી. હવે કાર્તિક આર્યન ફિલ્મની સીક્વલમાં કામ કરી રહ્યો છે. તેની સાથે કિઆરા અડવાણી લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ 31 જુલાઈ, 2020ના રોજ રિલીઝ થવાની હતી. જોકે, કોરોનાને કારણે શૂટિંગ પૂરું થઈ શક્યું નહીં. ફિલ્મને અનીસ બઝ્મી ડિરેક્ટ કરશે.

દોસ્તાના 2

2008માં રિલીઝ થયેલી 'દોસ્તાના'માં પ્રિયંકા ચોપરા, અભિષેક બચ્ચન તથા જ્હોન અબ્રાહમ હતા. હવે આ ફિલ્મની સીક્વલ બની રહી છે. ફિલ્મમાં જાહન્વી કપૂર, કાર્તિક આર્યન તથા લક્ષ્ય લાલવાણી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


From ‘Coolie No. 1’ to ‘Jersey’ to ‘The Intern’, theses are Bollywood’s upcoming remake and sequel film

Source

કંગનાની લવ લાઈફ વિવાદિત રહી, 13 વર્ષ મોટા પરિણીત રીતિકથી લઈ 22 વર્ષ મોટા આદિત્ય પંચોલી સાથે સંબંધો હતાં

www.divyabhaskar.co.in |

કંગના રનૌત હાલમાં પોતાના પૂર્વ બોયફ્રેન્ડ રીતિક રોશનને કારણે ફરી એકવાર ચર્ચામાં છે. બંને વચ્ચે ચાર વર્ષ જૂના ઈમેલ વિવાદની તપાસ હવે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચનું ક્રાઈમ ઈન્ટેલિજન્સ યુનિટ કરશે. કંગના એક સમયે પરિણીત અને 13 વર્ષ મોટા રીતિકને ડેટ કરતી હતી.

આટલું જ નહીં સુઝાનને ડિવોર્સ આપ્યા બાદ રીતિકે કંગના સાથે સગાઈ કરી હોવાની ચર્ચા હતી. જોકે, પછી બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું. કંગનાની લવ લાઈફ હંમેશાં ચર્ચામાં રહી છે. કંગનાના લવ અફેર્સ પર એક નજર…

આદિત્ય પંચોલી

કંગના રનૌત જ્યારે મુંબઈમાં સ્ટ્રગલ કરતી હતી ત્યારે તેનું નામ તેનાથી 22 વર્ષ મોટા આદિત્ય પંચોલી સાથે જોડાયું હતું. પરિણીત તથા બે બાળકોના પતિ આદિત્યની સાથે અનેકવાર કંગના જાહેરમાં જોવા મળી હતી. કંગનાના મેન્ટર તરીકે આદિત્ય હતો. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, આદિત્ય તથા કંગના લિવ ઈન રિલેશનશિપમાં પણ રહેતા હતા.

પછી કંગનાએ આદિત્ય પર એવો આક્ષેપ મુક્યો હતો કે તે તેની સાથે મારપીટ અને શારીરિક શોષણ કરતો હતો.

અધ્યયન સુમન

આદિત્ય પછી કંગનાનું નામ શેખર સુમનના દીકરા અધ્યયન સાથે જોડાયું હતું. બંનેએ ફિલ્મ 'રાઝ 2'માં સાથે કામ કર્યું હતું. બંને વચ્ચે એક વર્ષ સુધી સંબંધો રહ્યા હતા. બ્રેકઅપ બાદ અધ્યયને એક ઈન્ટરવ્યૂમાં કંગના પર અનેક આક્ષેપો મુક્યા હતા. તેણે કહ્યું હતું કે કંગના તેની સાથે મારપીટ અને ગાળો આપતી હતી. આટલું જ નહીં તેણે કંગના પર એવો પણ આક્ષેપ મુક્યો હતો કે તે બ્લેક મેજિક કરે છે અને તેના ભોજનમાં લોહી નાખતી હતી.

અધ્યયને કહ્યું હતું કે તે કંગનાને ભૂલી ગયો છે અને તેની લાઈફમાં જે કંઈ ખરાબ થયું તે બધું ભૂલીને આગળ વધી ગયો છે. કંગના સાથેના સંબંધોને તે ક્યારેય યાદ કરવા માગતો નથી.

અજય દેવગન​​​​​​​

અજય દેવગનનું નામ પણ કંગના સાથે જોડાયું હતું. મીડિયા રિપોર્ટ પ્રમાણે, બંને ફિલ્મ 'વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ'ના સેટ પર એકબીજાની નિકટ આવ્યા હતા. અજયે 'તેજ' તથા 'રાસકલ્સ' જેવી ફિલ્મ માટે કંગનાનું નામ સજેસ્ટ કર્યું હતું. બંનેની નિકટતાથી અજયની પત્ની કાજોલ ગુસ્સામાં આવી ગઈ હતી અને પછી અજયે કંગના સાથેના સંબંધો તોડી નાખ્યા હતા.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Kangana’s love life has been controversial, from 13-year-old married Hrithik to 22-year-old Aditya Pancholi

Source

error:
Scroll to Top