લઈન

NCB ભારતી-હર્ષને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવા ઈચ્છે છે, NDPS કોર્ટમાં અરજી કરી

www.divyabhaskar.co.in |

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) બોલિવૂડમાં ડ્રગ્સ કનેક્શનની તપાસ કરે છે. કોમેડિયન ભારતી સિંહ તથા તેના પતિ હર્ષ લિમ્બાચિયાના જામીન વિરુદ્ધ સ્પેશિયલ NDPS કોર્ટમાં ધા નાખી છે. NCBએ માત્ર ભારતી તથા હર્ષની જામીન અરજી રદ કરવાની માગણી જ નથી પરંતુ લોઅર કોર્ટના ઓર્ડરને કેન્સલ કરીને બંનેને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવાની પરવાનગી માગી છે. કોર્ટે મંગળવાર (પહેલી ડિસેમ્બર)ના રોજ બંનેને નોટિસ પાઠવી છે. આ કેસની સુનાવણી આવતા અઠવાડિયે કરવામાં આવશે.

23 નવેમ્બરે ભારતી-હર્ષને જામીન
ગાંજા લેવાના આક્ષેપમાં ભારતીને 22 નવેમ્બર તથા હર્ષને 23 નવેમ્બરના રોજ NCBએ અરેસ્ટ કર્યાં હતાં. NDPS કોર્ટે બંનેને ચાર ડિસેમ્બર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા હતા. જોકે, 24 નવેમ્બરના રોજ લોઅર કોર્ટે 15-15 હજાર રૂપિયાના બોન્ડ પર કોર્ટે જામીન આપ્યા હતા. ધરપકડ પહેલા NCBએ દરોડા પાડીને ભારતીના ઘરમાં 86.5 ગ્રામ ગાંજો જપ્ત કર્યો હતો. પતિ હર્ષે ગાંજો લેવાની વાત કબૂલ કરી હતી.

કોર્ટે પોલીસ કસ્ટડી આપવાની ના પાડી હતી
23 નવેમ્બરના રોજ NCBએ ભારતીની જ્યુડિશિયલ કસ્ટડી તથા હર્ષના રિમાન્ડ માગ્યા હતા. જોકે, કોર્ટે બંનેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. કોર્ટે કહ્યું હતું કે ભારતી તથા હર્ષના ઘર-ઓફિસમાંથી બહુ ઓછી માત્રામાં ગાંજો મળ્યો હતો. આ માત્ર વપરાશનો કેસ છે, આથી પોલીસ કસ્ટડીની જરૂર નથી. કોર્ટે એમ પણ કહ્યું હતું કે આ બંનેની જે કલમ હેઠળ ધરપકડ કરવામાં આવી છે, તેમાં માત્ર એક વર્ષની સજાની જોગવાઈ છે. આથી રિમાન્ડની જરૂર નથી.

હર્ષ વિરુદ્ધ ડ્રગ્સ ફાઈનાન્સ-ટ્રાન્સપોર્ટેશનની કલમ લગાવવામાં આવી
હર્ષ પર નાર્કોટિક્સ એક્ટ 1986ની કલમ 27A લગાવી છે. એટલે કે ડ્રગ્સના ફાઈનાન્સ તથા ટ્રાન્સપોર્ટેશનની કલમ લગાવી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


NCB wants Bharti-Harsh in custody for questioning

Source

પંચમહાલ : કોરોનાની સેકેન્ડ વેવની સ્થિતિને લઈને તંત્રની સમીક્ષા બેઠક યોજાઇ

gujarati.oneindia.com |
પંચમહાલ : કોરોનાની સેકેન્ડ વેવની સ્થિતિને લઈને તંત્રની સમીક્ષા બેઠક યોજાઇ

Source

'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'ની ટપ્પુ સેનાએ ગરીબ બાળકો સાથે દિવાળી મનાવી, ચંપક ચાચા ગિફ્ટ લઈને પહોંચ્યા

www.divyabhaskar.co.in |

જ્યાં એક તરફ મોટાભાગના ટીવી શોમાં દિવાળીની ધૂમ જોવા મળી રહી છે ત્યાં બીજી બાજુ સબ ટીવીના પોપ્યુલર કોમેડી શો 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'ની કાસ્ટે બીજા સાથે દિવાળીની ખુશી વહેંચવાનો નિર્ણય લીધો. દિવાળીના અવસર પર શોની ટપ્પુ સેનાએ ઝૂંપડી વિસ્તારના ગરીબ બાળકો સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કર્યો અને તેમની દિવાળી યાદગાર બનાવી. આ દરમ્યાન ચંપક ચાચા એટલે કે બાપુજીએ પણ બાળકો સાથે હાજરી આપી હતી.

રંગોળી, મીઠાઈ અને ફટાકડા સાથે હેપ્પી થઇ બાળકોની દિવાળી
દિવાળી પર ટપ્પુ સેનાના ટપ્પુ, ગોગી, ગોલી, પિંકુ અને સોનુ સેલિબ્રેશન માટે મુંબઈના એક ઝૂંપડી વિસ્તારના ગરીબ બાળકોની મુલાકાત માટે પહોંચ્યા હતા. બધા બાળકો તેમની સાથે રંગોળી, મીઠાઈ, ફટાકડા લઈને ગયા અને જેનાથી ગરીબ બાળકોની દિવાળી ખાસ બની શકી.

ફોટો ક્રેડિટ- પિન્કવીલા.

ગરીબ બાળકોમાં કપડાં અને મીઠાઈ વહેંચી
આ સેલિબ્રેશનના અમુક ફોટોઝ પણ સામે આવ્યા છે જેમાં ટપ્પુ સેનાએ બાળકો સાથે ખૂબ ડાન્સ પણ કર્યો છે. બધા એક્ટર્સ ટ્રેડિશનલ કપડાંમાં હતા. તેમણે ગરીબ બાળકોને કપડાં અને મીઠાઈ પણ વહેંચી. સેલિબ્રેશન દરમ્યાન કાસ્ટે કોરોનાને ધ્યાનમાં રાખીને બધી સાવચેતી પણ રાખી હતી.

હાલમાં જ તારક મેહતા શોના 3 હજાર એપિસોડ પૂરા થયા છે. શો છેલ્લા 12 વર્ષથી સતત દર્શકોને મનોરંજન આપી રહ્યો છે. હાલ TRP બાબતે શોને સારો રિસ્પોન્સ નથી મળી રહ્યો. ગયા અઠવાડિયે શો TRP ચાર્ટમાં 5મા નંબર પર હતો જોકે આ અઠવાડિયે શો ફરી ટોપ 5 શોના લિસ્ટમાંથી બહાર છે.

કૌન બનેગા કરોડપતિ 12:IPS ઓફિસર મોહિતા શર્મા શોના બીજા કરોડપતિ બન્યા, કહ્યું- 'કોઈ સપનું એવું નથી જે આ પૈસા પૂરા કરી શકે, દેશની સેવા કરવા ઈચ્છું છું'

ટ્રોલ:અંકિતાએ બોયફ્રેન્ડ વિકી સાથેની રોમેન્ટિક તસવીર શૅર કરી તો સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ, યુઝર્સે કહ્યું- સુશાંતને ભૂલી ગઈ?

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Tarak Mehta’s Inverted Eyeglass Pappu Army Celebrates Diwali With Poor Children Of Basti, Champak Uncle Arrived With Gift

Source

અમિતાભ બચ્ચન, સલમાન ખાનથી લઈને કરીના કપૂર સુધી, બોલિવૂડ સેલેબ્સે ખાસ અંદાજમાં ફેન્સને દિવાળીની શુભકામના આપી

www.divyabhaskar.co.in |

આ વર્ષની દિવાળી અગાઉની દિવાળી કરતા હટકે હશે. દર દિવાળીમાં જ્યારે બોલિવૂડ સેલેબ્સ તેમના આલીશાન ઘરમાં પાર્ટી આપીને તહેવાર મનાવતા ત્યાં આ વર્ષે કોરોનાને કારણે મોટેભાગે બધા સામાન્ય સેલિબ્રેશન કરી પરિવાર સાથે દિવાળી મનાવી રહ્યા છે. આ સાથે જ સેલેબ્સે સોશિયલ મીડિયા મારફતે તેમના બધા ફેન્સને દિવાળીની શુભકામના આપી છે.

બિગ બીએ ટ્વીટ કર્યું કે, રામજન્મ ભૂમિ અયોધ્યામાં 5, 84,872 દિવા પ્રગટાવવાથી નવો વર્લ્ડ રેકોર્ડ બન્યો છે.

ધર્મશાલામાં દિવાળી

કરીના કપૂર, સૈફ અલી ખાન અને તૈમુર ધર્મશાલામાં છે. પ્રેગ્નન્ટ કરીનાએ પરિવાર સાથેનો એક વીડિયો શેર કરીને દિવાળી વિશ કરી હતી. ત્યાં તેમની સાથે મલાઈકા અરોરા અને જેકલીન ફર્નાન્ડિઝ પણ સામેલ છે. તેમણે સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યા હતા. અર્જુન કપૂર પણ હાલ ધર્મશાલામાં છે.

સલમાન ખાન હાલ 'બિગ બોસ 14' હોસ્ટ કરી રહ્યો છે. સલમાને ટ્રેડિશનલ કુર્તામાં ફોટો શેર કરીને લખ્યું, 'તમને બધાને દિવાળી અને સમૃદ્ધ નવા વર્ષની શુભકામના, સુરક્ષિત રહો.'

ડિમ્પલ ગર્લ પ્રીતિ ઝિન્ટાએ ટ્રેડિશનલ લુકમાં પૂજાની થાળી સાથેનો ફોટો શેર કરી લખ્યું, 'તમને બધાને હેપ્પી ધનતેરસ, હેપ્પી દિવાળી અને હેપ્પી ન્યૂ યર. આ તહેવારનો પ્રકાશ સૌની જિંદગીમાં ખુશી અને સમૃદ્ધિ લાવે. લવ યુ ઓલ. હેપ્પી દિવાળી.'

હાલમાં જરૂરિયાતમંદ લોકોના 'મસીહા' બનેલા સોનુ સૂદે લોકોને દિવાળી પર બીજાની ખુશીનું કારણ બનવા અપીલ કરી છે. તેણે લખ્યું, 'કોઈની દિવાળી હેપ્પી બનાવો, આ જ દિવાળીની શુભકામના આપવાની સાચી રીત છે.'

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Diwali 2020: Amitabh Bachchan, Salman Khan To Kareena Kapoor, Bollywood Stars Wishes Fans Happy Diwali In A Special Way

Source

નરેશ કનોડિયાના ઘરની બહાર પ્રોડ્યૂસરની લાઈન લાગતી, પત્નીએ પણ સમય માગવો પડ્યો હતો

www.divyabhaskar.co.in |

ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર અને પૂર્વ ધારાસભ્ય એવા નરેશ કનોડિયાનું મોટાભાઈ મહેશ કનોડિયાના નિધનના ત્રીજા દિવસે નિધન થયું હતું અને તેમના અંતિમ સંસ્કાર ગાંધીનગર ખાતે સેક્ટર 30 ખાતે કરવામાં આવ્યા હતા. 20 ઓક્ટોબરે તેમને કોરોના થયો હતો અને 22મીએ અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.

72થી વધુ એક્ટ્રેસ સાથે કામ કર્યું
નરેશ કનોડિયાની પ્રથમ ફિલ્મ 'વેલીને આવ્યાં ફૂલ' 1969માં રિલીઝ થઈ હતી. યાને કે પાંચ દાયકામાં પથરાયેલી સુદીર્ઘ કારકિર્દીમાં તેમણે 125થી પણ વધુ ફિલ્મમાં કામ કર્યું હતું. આ દરમિયાન તેમણે દરેક દોરની સુપરહિટ અભિનેત્રીઓ સાથે પણ કામ કર્યું હતું. તેમાં સ્નેહલતા, અરુણા ઈરાની, રોમા માણેક સહિત 72 હિરોઈન સાથે સ્ક્રીન શૅર કર્યો હતો. નવાઈની વાત એ છે કે નરેશ કનોડિયાએ પદ્મારાણી તથા તેમનાં દીકરી ડેઇઝી ઈરાની એમ બંને સાથે હીરો તરીકે કામ કર્યું હતું.

હજુ બે દિવસ પહેલાં જ અવસાન પામેલા મોટા ભાઈ મહેશ કનોડિયા સાથે મળીને 'મહેશ-નરેશ' નામથી આ બેલડીએ ફિલ્મોમાં સંગીત પણ આપ્યું હતું. મહેશ-નરેશે 150થી વધુ ફિલ્મોમાં સંગીત આપ્યું હતું, જેમાં 15થી વધુ હિંદી ફિલ્મો પણ સામેલ હતી. મહેશ-નરેશે કન્નડ ફિલ્મમાં પણ સંગીત આપ્યું હતું.

એમના ઘરની બહાર પ્રોડ્યૂસરોની લાઇનો લાગતી
ગુજરાતી ઈન્ડસ્ટ્રીના જાણીતા ફિલ્મ અભ્યાસુ જીતેન્દ્ર બાંધણીયાએ 'દિવ્ય ભાસ્કર' સાથેની વાતચીતમાં કહ્યું હતું, 'એક પત્રકાર તરીકે સૌ પહેલી વાર નરેશ કનોડિયા સાથે મળવાનું થયું હતું અને પછી તેમની સાથે ઘર જેવા સંબંધો બંધાઈ ગયા હતા. નરેશભાઈ તેમની સાથે જોડાયેલા લોકોની દરકાર ઘણી જ કરતા હતા. તેઓ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી મોટા સુપરસ્ટાર હતા પરંતુ તેમના પર ક્યારેય સ્ટારડમ હાવી થયું નહોતું. તે દરેક લોકોનું ધ્યાન રાખતા હતા. નરેશભાઈ ઘણાં જ વ્યસ્ત રહેતા. તેમની શિફ્ટ સતત ચાલુ રહેતી. તેમના ઘરની બહાર પ્રોડ્યૂસરોની લાઈન લાગતી હતી. તેઓ ઘરમાં પૂરતો સમય આપી શકતા નહોતા. આથી એક દિવસ કંટાળીને તેમનાં પત્ની રતનબેને નરેશભાઈને એવું કહ્યું હતું કે અમે પણ જો આ પ્રોડ્યૂસરોની લાઈનમાં બેસીએ તો તમે અમને ક્યારની ડેટ આપશો. અમને તમારી ડેટ જોઈએ છીએ.'

જયશંકર સુંદરીએ 100 રૂપિયાનું ઈનામ આપ્યું હતું
વધુમાં જીતેન્દ્ર બાંધણીયાએ કહ્યું હતું, 'એકવાર નરેશભાઈ અને મહેશભાઈ અમદાવાદના મિર્ઝાપુર વિસ્તારમાં એક્ટિંગ માટે જતા હતા. અહીંયા તેમણે રંગભૂમિનું ગીત 'હતી અમારે ઘેર મહેર, લક્ષ્મીની વાડી…' ગાયું હતું. આ ગીત ગાતા હતા ત્યારે જયશંકર સુંદરીએ નરેશ કનોડિયાને 100 રૂપિયા ઈનામ આપ્યું હતું અને આ ઈનામથી તેઓ ઘણાં જ ખુશ થઈ ગયા હતા.'

જીતેન્દ્ર બંધાણીયાએ નરેશ કનોડિયાને ટાઈમના પર્ફેક્ટ ગણાવતાં કહ્યું હતું, 'તેઓ સમયસર સેટ પર આવી જતા અને એક પછી એક શિફ્ટમાં કામ કરતા હતા. તેઓ ઘણીવાર પોતાની કારમાં જ મેકઅપ કરીને લેતા અને સેટ પર જઈને સીધું શૂટિંગ શરૂ કરી દેતા, જેથી સમયનો બગાડ ન થાય.'

મહેશ-નરેશના શો 20થી વધુ દેશોમાં થયા હતા. આ તમામ શોનું મેનેજમેન્ટ નરેશભાઈ કરતા હતા. શો શરૂ થાય તે પહેલાં નાનામાં નાની વાતોનું ધ્યાન રાખતા. દરેક ઈન્સ્ટ્રૂમેન્ટ ચેક કરતા હતા કે બધુ ઓકે છે કે નહીં? આટલું જ નહીં, ઘણીવાર તે સ્ટેજ પર કૂદકા મારીને પણ જોઈ લેતા કે સ્ટેજ બરોબર તો છે ને? મહેશભાઈને સહેજ પણ તકલીફ ન પડે તે વાતનું તેઓ શો દરમિયાન પૂરતું ધ્યાન રાખતા. ઘણીવાર મહિનામાં 35થી વધુ શો કરતા, પરંતુ તેમના ચહેરા પર ક્યારેય થાક જોવા મળતો નહીં.'

છેલ્લી ફિલ્મ અધૂરી રહી
નરેશ કનોડિયા સાથેનાં સંસ્મરણો વાગોળતાં ગુજરાતી ફિલ્મોના જાણીતા ગીતકાર, ડિરેક્ટર કેશવ રાઠોડે કહ્યું, 'નરેશભાઈની ઘણી ગુજરાતી ફિલ્મનાં ગીતો મેં લખ્યા છે, જેમાં 'રાજકુંવર', 'વટનો કટકો', 'વટ વચન ને વેર' સહિતની અનેક ફિલ્મ કરી છે. તેમના જવાથી ગુજરાતી ઈન્ડસ્ટ્રીને ઘણી જ મોટી ખોટ પડી છે. નરેશભાઈ મારી સાથે 'જય હડકશા માતા'માં કામ કરવાના હતા. આ ફિલ્મનું મુહૂર્ત પોરવા ગામમાં થયું હતું અને ત્યારે બેથી ત્રણ લાખ લોકો ભેગા થયા હતા. જોકે, કમનસીબે આ ફિલ્મ હવે અધૂરી રહી ગઈ.'

નરેશ કનોડિયા ગુજરાતી સિનેમામાં હોરર, ડિસ્કો ડાન્સ લાવ્યા
ગુજરાતી ફિલ્મ નિષ્ણાત કાર્તિકેય ભટ્ટે 'દિવ્ય ભાસ્કર' સાથેની વાતચીતમાં કહ્યું હતું, 'વેલીને આવ્યાં ફૂલ'થી નરેશભાઈએ 1968-69થી ગુજરાતી ફિલ્મમાં કામ કરવાની શરૂઆત કરી હતી. આ પહેલા મહેશ ભટ્ટે 'જીગર અને અમી' તથા 'તાનારીરી'માં સંગીત આપ્યું હતું. 'તાનારીરી'માં હોળીના ગીતમાં મહેશ તથા નરેશભાઈએ નાનકડો રોલ પણ કર્યો હતો (એ ફિલ્મમાં આ બંનેને 'મહેશ કુમાર' અને 'નરેશ કુમાર' તરીકે ક્રેડિટ અપાઈ હતી). પછી 1976માં મહેશ-નરેશે ફિલ્મ પ્રોડક્શન શરૂ કર્યું હતું અને તેમાં તેમણે સૌ પહેલા 'તમે રે ચંપો ને અમે કેળ' બનાવી હતી. આ ગુજરાતીની એક માત્ર હોરર ફિલ્મ છે અને તે બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. આ ફિલ્મમાં સંગીત મહેશ-નરેશે આપ્યું હતું. ત્યારબાદ તેમણે 'મેરુ માલણ, 'વણઝારી વાવ', 'ઢોલા મારુ' જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું. હરકિસન મહેતાની નવલકથા 'જોગ સંજોગ' પરથી બનેલી ફિલ્મમાં નરેશ કનોડિયા લીડ રોલમાં હતા. આ આધુનિક વાર્તા હતી. આ ફિલ્મથી નરેશ કનોડિયાએ ડિસ્કો ડાન્સ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઈન્ટ્રોડ્યૂસ કર્યો હતો. આ ફિલ્મમાં ગીત 'આ દુનિયા મસ્તરામની..'માં નરેશ કનોડિયાએ ડાન્સ કર્યો હતો. તેમણે પોતાની પહેલી જ ફિલ્મ 'વેલીને આવ્યાં ફૂલ'માં શમ્મી કપૂર સ્ટાઈલનો ડાન્સ કર્યો હતો. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના તેઓ પહેલા ડાન્સિંગ સુપરસ્ટાર હતા. તેમની લટ ઉલાળવાની સ્ટાઈલ ઘણી જ લોકપ્રિય થઈ હતી. તેમણે દેશ-વિદેશમાં ઘણા શો કર્યા હતા. યુનેસ્કોએ તેમને કલ્ચરલ પ્રતિનિધિત્વનું સર્ટિફિકેટ આપ્યું હતું. સંગીતમાં સૂર મહેશ કનોડિયા તો તાલ નરેશ કનોડિયા નક્કી કરતા હતા. બંને ભાઈઓ ખરા અર્થમાં સૂર-તાલ જેવા હતા.

થિયેટરોમાં રૂપિયા ઊછળતા
નરેશ કનોડિયા વિશે વધુ માહિતી આપતાં કાર્તિકેય ભટ્ટ કહે છે, 'ગોવિંદભાઈ પટેલ તથા નરેશ કનોડિયાની અનેક ફિલ્મો હિટ રહી હતી. નરેશ કનોડિયાએ પહેલાં સ્નેહલતા સાથે જોડી જમાવી હતી. પછી તેમણે રોમા માણેક, દીપિકા ચિખલિયા તથા યુવાન અભિનેત્રીઓ સાથે પણ કામ કર્યું. તેમનાં ગીતો ઘણાં જ લોકપ્રિય થતાં હતાં. 1986-96 દરમિયાન નરેશ કનોડિયાની ફિલ્મો ગોલ્ડન જ્યુબિલી (50 અઠવાડિયાં) તથા સિલ્વર જ્યુબિલી (25 અઠવાડિયાં) સેલિબ્રેટ કરતી હતી. તે સમયે 100 કરોડ ક્લબનો ટ્રેન્ડ નહોતો. તે સમયે દોઢ કે બે રૂપિયા ટિકિટ રહેતી અને ફિલ્મ લાખોની કમાણી કરતી હતી. તેમની ફિલ્મની ટિકિટો બ્લેકમાં વેચાતી હતી. આજે તો 100-125 સીટનાં મલ્ટિપ્લેક્સ હાઉસફુલ હોવાનું કહેવાઈ રહ્યું છે પરંતુ તે સમયે 1000 સીટનાં થિયેટર હાઉસફુલ જતાં અને તેમાં ટિકિટો બ્લેકમાં વેચાતી હતી. તેમનું ગીત 'જાગને માલણ', 'ઓઢણી ઓઢું' જેવાં ગીતો જ્યારે થિયેટરમાં વાગતાં ત્યારે લોકો રૂપિયા ઉડાવતા અને ડાન્સ કરવા લાગતા હતા. તેમણે હિંદી ફિલ્મ 'છોટા આદમી'માં પણ કામ કર્યું હતું. નરેશ કનોડિયા પોતાની સ્ટાઈલથી હટકે કરવા માગતા તો ડિરેક્ટર્સ તેમને ના પાડી દેતા અને તેમને જૂની સ્ટાઈલ જ કરવાનું કહેતા. તેઓ એટલા નમ્ર કલાકાર હતા કે નવા કલાકારો સાથે તેમણે કેરેક્ટર ભૂમિકા પણ ભજવી છે.'

સુપરસ્ટાર પરંતુ એક વ્યક્તિ તરીકે સાવ નમ્ર
ગુજરાતી ઈન્ડસ્ટ્રીના જાણીતા પ્રોડ્યૂસર-ડિરેક્ટર-રાઇટર જશવંત ગાંગાણી કહે છે, 'નરેશભાઈ બહુ જ સહજ, ટેલેન્ટેડ તથા ખેલદિલીવાળા એક સારા વ્યક્તિ તથા એક્ટર હતા. તેમણે અંતિમ શ્વાસ સુધી કામ કર્યું હતું. મહેશ-નરેશ એટલે રામ-લક્ષ્મણની જોડી, બે ખોળિયા એક જીવ જેવા હતા. હું તેમને સમ્રાટ કહેતો હતો. તેમણે નાના ગામના સામાન્ય પરિવારમાંથી આવીને શેરીમાં હાર્મોનિયમ પર ગીત ગાતા અને પછી આખા વિશ્વમાં તેમણે હજારો પ્રોગ્રામ કર્યા હતા. બંને ભાઈઓએ ખૂબ જ મહેનત કરી હતી. શરૂઆતમાં તેમની આર્થિક સ્થિતિ સારી નહોતી અને 12-15 વર્ષની ઉંમરથી કામ કરવાની શરૂઆત કરી હતી. પહેલાં મહેશ કુમાર એન્ડ પાર્ટી એ રીતે ગ્રુપનું નામ હતું. નરેશભાઈનું નામ જ્હોનીસ જુનિયર તરીકે બ્રેકેટમાં આવતું. પછી નરેશભાઈએ 'કનોડા ફિલ્મ્સ' હેઠળ ફિલ્મ બનાવવામાં આવી હતી અને નરેશ કનોડિયા સુપરસ્ટાર બન્યા હતા. પછી મહેશ એન્ડ નરેશ પાર્ટી એ રીતે બેન્ડનું નામ રાખવામાં આવ્યું હતું.'

સંવાદો તરત જ યાદ રહી જતા
જશવંત ગાંગાણી તથા નરેશ કનોડિયાએ પહેલી વાર 1999માં 'મન સાયબાની મેડીએ'માં કામ કર્યું હતું. જશવંતભાઈએ કહ્યું હતું, 'નરેશભાઈ એક વાર પાનું જોઈ લે એટલે તમામ ડાયલોગ્સ તેમને તરત જ યાદ રહી જતા. આટલું જ નહીં તેમને સામેની વ્યક્તિના માત્ર સંવાદો જ નહીં પરંતુ તેના રિએક્શન પણ ખબર રહેતા. તેમને સંવાદો યાદ રાખવાની ગોડ ગિફ્ટ મળી હતી. તેઓ એક જ વારમાં સંવાદોનાં પાનાં પોતાના મનમાં સ્કેન કરી નાખતા હતા. તેમને કારણે ભાગ્યે જ બીજો કે ત્રીજો ટેક થયો હશે. સેટ પર તેમણે ક્યારેય સ્ટારડમ બતાવ્યું નહોતું. તેઓ સેટ પર આવીને એમ કહેતા કે 'ગાંગાણી સાહેબ હું આવી ગયો છું, મારો સીન આવે ત્યારે કહેજો.' આટલી સહજતા તેમનામાં હતી.'

કનોડિયા પરિવાર સાથે 40-41 વર્ષના સંબંધો
ગુજરાતી ફિલ્મના જાણીતા ગીતકાર પ્રશાંત કેદાર જાદવે 'દિવ્ય ભાસ્કર' સાથેની વાતચીતમાં કહ્યું હતું, 'મારી સાથે એમને 40-41 વર્ષો જેટલા જૂના સંબંધો હતા. મેં મહેશભાઈને એક ગરબો લખીને આપ્યો હતો. આ ગરબાને આધારે મહેશભાઈએ મારી પાસે 'ઓઢણી ઓઢું ઓઢું ને ઊડી જાય' ગીત લખાવ્યું હતું. મને મહેશભાઈએ કહ્યું હતું કે આ એક રોમેન્ટિક સોંગ છે. આ સમયે હું બરોડા હતો અને મારી સાથે વાત કરી હતી. તે સમયે તેમના શો બહુ જ થતા હતા અને એક દિવસમાં બે શો થતા હતા. પછી હું બરોડામાં ઉત્સવ હોટલમાં રહીને મેં તેમને 'ઓઢણી…' ગીત આખું લખીને આપ્યું હતું. મને કલ્પના નહોતી કે આ ગીત આટલું હિટ જશે. 1989માં 'રામાયણ' સિરિયલ હિટ રહી હતી. 'જોડે રેજો રાજ'માં દીપિકા ચિખલિયા હતી. મને એક દિવસ ફોન આવ્યો અને મને મુંબઈ આવવાનું કહ્યું હતું. તે સમયે મારી પાસે પૂરતા પૈસા પણ નહોતા. હું ટ્રેનમાં મુંબઈ ગયો અને પછી બારેક વાગે મહેશ-નરેશભાઈને મળ્યો હતો. તેમણે મને ફિલ્મ અંગે વાત કરી અને મને ગીત લખવાનું કહ્યું હતું. પાંચ વાગે સ્ટૂડિયો બુક કરાવ્યો હતો. મેં પછી એક જ બેઠકમાં આખું ગીત લખ્યું હતું. એમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નહોતો. તેઓ આખો દિવસ ફિલ્મનું શૂટિંગ કરતા અને રાત્રે શો કરતા હતા. તે સમયે આજના જેવું સોશિયલ મીડિયા નહોતું પણ તેમના શોમાં હજારો લોકો આવતા હતા. તેઓ એકદમ સરળ વ્યક્તિ હતા. તેમને યુગ પ્રવર્તક કહી શકાય.'

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


gujarati super star naresh kanodia interesting facts

Source

રાહુલ રોયથી લઈને સિદ્ધાર્થ શુક્લા સુધી, જાણો શું કરી રહ્યા છે બિગ બોસ વિનર્સ

www.divyabhaskar.co.in |

બિગ બોસની 14મી સીઝન 3 ઓક્ટોબરથી શરૂ થઇ રહી છે. 2006થી શરૂ થયેલા શો બિગ બોસની અત્યાર સુધી 13 સીઝન થઇ ગઈ છે. બિગ બોસ 13નો વિનર સિદ્ધાર્થ શુક્લા બન્યો હતો. તે આ સીઝનમાં ગેસ્ટ તરીકે દેખાશે.

શો જીત્યા પછી સિદ્ધાર્થ દર્શન રાવલના મ્યુઝિક વીડિયો ‘ભૂલા દુંગા’માં શહનાઝ ગિલ સાથે દેખાયો હતો. એ પછી બીજા સોંગ ‘દિલ કો કરાર આયા’માં તેની ઓપોઝિટ નેહા શર્મા દેખાઈ હતી. સિદ્ધાર્થની પહેલાં ઘણા સેલિબ્રિટી બિગ બોસ જીતી ચૂક્યા છે, હાલ તેઓ શું કરે છે તે જાણીએ..

1. સીઝન: બિગ બોસ 12
વિનર: દીપિકા કક્કર

બિગ બોસ જીત્યા પછી દીપિકા ટીવી સિરિયલ ‘કહાં તુમ કહાં હમ’માં દેખાઈ હતી, તે 17 જૂન 2019થી 14 માર્ચ 2020 સુધી પ્રસારિત થઇ હતી. એ પછી તે કોઈ પણ ફિલ્મ કે શોમાં દેખાઈ નથી પરંતુ સોશિયલ મીડિયામાં ઘણી પોપ્યુલર છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 2 મિલિયન ફોલોઅર્સ છે. તે પોતાની યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે.

2.સીઝન: બિગ બોસ 11
વિનર: શિલ્પા શિંદે

બિગ બોસ જીત્યા પછી શિલ્પા શિંદે એક પણ પ્રોજેક્ટમાં દેખાઈ નથી પરંતુ 2020માં તેણે કોમેડી શો ‘ગેંગ્સ ઓફ ફિલ્મીસ્તાન’થી કમબેક કરવાના પ્રયત્નો કર્યા પણ તે સફળ ન થઇ. તેણે મેકર્સ પર ઘણા આરોપો મૂકીને શો છોડી દીધો.

3.સીઝન: બિગ બોસ 10
વિનર: મનવીર ગુજ્જર

મનવીર પ્રથમ એવો વિનર છે જે સેલેબ નથી. એક કોમનરની રીતે તેણે શોમાં એન્ટ્રી લીધી અને જીતી ગયો. જો કે, શો જીત્યા પછી મનવીર તેનો ફેમિલી બિઝનેસ સંભાળી રહ્યો છે.

4.સીઝન: બિગ બોસ 9
વિનર: પ્રિન્સ નરુલા

પ્રિન્સે શો જીત્યો અને તેના થોડા વર્ષો પછી કો-કન્ટેસ્ટન્ટ યુવિકા ચૌધરી સાથે લગ્ન કર્યાં. એ પછી બંને ટીવી શો ‘લાલ ઈશ્ક’માં દેખાયા હતાં. તેઓ ડાન્સ રિયાલિટી શો ‘નચ બલિયે 9’ના વિજેતા પણ બન્યા. પ્રિન્સ છેલ્લી ઘણી સીઝનથી ‘MTV રોડીઝ’નો પાર્ટ છે અને ‘નાગિન 3’માં પણ દેખાયો હતો.

5.સીઝન: બિગ બોસ 8
વિનર: ગૌતમ ગુલાટી

​​​​​​​

શો જીત્યા પછી ગૌતમ ઇમરાન હાશમીની ફિલ્મ ‘અઝહર’માં રવિ શાસ્ત્રીના રોલમાં દેખાયો હતો. હવે તે સલમાન ખાનની સાથે ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’માં આવતા વર્ષે દેખાશે.

6.સીઝન: બિગ બોસ 7
વિનર: ગૌહર ખાન

ગૌહર ખાન બિગ બોસ 14માં ગેસ્ટ બનીને આવી હતી. શો જીત્યા પછી ‘ક્યા કૂલ હૈ હમ 3’માં તેનો ડાન્સ હતો. આ ઉપરાંત તે વિદ્યા બાલનની ફિલ્મ ‘બેગમ જાન’ અને આલિયા ભટ્ટ-વરુણ ધવન સ્ટારર ‘બદ્રીનાથ કી દુલ્હનિયા’માં પણ દેખાઈ હતી. લાસ્ટમાં તે વેબ શો ‘ધ ઓફિસ’માં દેખાઈ હતી.

7. સીઝન: બિગ બોસ 6
વિનર: ઉર્વશી ધોળકિયા

બિગ બોસ 6 જીત્યા બાદ ઉર્વશી ટીવી જગતમાં એક્ટિવ રહી. તેણે 'બડી દૂર સે આયે હૈં', 'ચંદ્રકાંતા- એક માયાવી પ્રેમ ગાથા'માં મહત્ત્વના રોલ પ્લે કર્યા હતા. તે છેલ્લે 'નચ બલિયે 9'માં એક્સ બોયફ્રેન્ડ અનુજ સચદેવા સાથે દેખાઈ હતી.

8. સીઝન: બિગ બોસ 5
વિનર: જુહી પરમાર

જુહી શો જીત્યા બાદ ગયા વર્ષે તંત્રથી ટીવી પર કમબેક કરતી દેખાઈ હતી. હવે તે ટૂંક સમયમાં ટીવી શો 'હમારી વાલી ગુડ ન્યૂઝ'માં દેખાશે.

9. સીઝન: બિગ બોસ 4
વિનર: શ્વેતા તિવારી

બિગ બોસ જીત્યા બાદ શ્વેતા ઘણા ટીવી શો અને વેબ સિરીઝમાં જોવા મળી. તે 'પરવરિશ', 'સજન રે જૂઠ મત બોલો', 'કુછ ખટ્ટી કુછ મીઠી' અને 'બેગુસરાય' જેવા ટીવી શોમાં દેખાઈ હતી. 2019માં તેણે ડિજિટલ વર્લ્ડમાં એન્ટ્રી લીધી અને વેબ સિરીઝ 'હમ તુમ એન્ડ ધેમ'માં દેખાઈ હતી. હાલ તે ટીવી શો 'મેરે ડેડ કી દુલ્હન'માં સામેલ છે.

10. સીઝન: બિગ બોસ 3
વિનર: વીરુ દારા સિંહ

વીરુ દારા સિંહ 'હાઉસફુલ 2' અને 'સન ઓફ સરદાર' જેવી ફિલ્મોમાં દેખાયા હતા. ગયા વર્ષે 'નચ બલિયે 9'થી ટીવી પર કમબેક કર્યું હતું.

11. સીઝન: બિગ બોસ 2
વિનર: આશુતોષ કૌશિક

આશુતોષ 'લાલ રંગ', 'જિલ્લા ગાઝિયાબાદ' અને 'કિસ્મત પૈસા દિલ્હી' જેવી ફિલ્મોમાં દેખાયો હતો. થોડા મહિના પહેલાં લોકડાઉનમાં લગ્ન કરવાને કારણે તે ચર્ચામાં હતો. લગ્નમાં ખર્ચ થનારા પૈસા બચાવીને આશુતોષે કોરોના માટેના PM-CARES ફંડમાં દાન કરી દીધા હતા.

12. સીઝન: બિગ બોસ 1
વિનર: રાહુલ રોય

બોલિવૂડ ફિલ્મ 'આશિકી'થી પોપ્યુલર થયા અને 'બિગ બોસ'ના પહેલા વિનર બનેલા રાહુલ રોય લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે. જોકે થોડા સમય પહેલાં C – ગ્રેડ ફિલ્મ 'હર સ્ટોરી'માં તેઓ દેખાયા હતા. રાહુલે આ પહેલાં ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે.

તેમાં 'સપને સાજન કે', 'પહેલા નશા', 'ગુમરાહ', 'ભૂકંપ', 'હંસતે ખેલતે', 'નસીબ', 'અચાનક ફિર કભી, 'નોટી બોય' અને 'ક્રાઇમ પાર્ટનર' જેવી ફિલ્મો સામેલ છે. તેઓ 2011માં આવેલી ફિલ્મ 'એલાન'માં દેખાયા હતા જે ફ્લોપ રહી હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


From Rahul Roy To Siddharth Shukla, Know What The Winners Of Bigg Boss Are Doing

Source

NCBના અધિકારીનો મોટો ખુલાસો-શાહરુખ ખાનના ઘરે ડ્રગ્સ લઈને જતો હતો અર્જુન રામપાલ, ગુપ્તચર સંસ્થા પાસેથી નક્કર પૂરાવા મળ્યા

www.divyabhaskar.co.in |

બોલીવુડ ડ્રગ્સ કેસમાં મોટો ખુલાસો આવ્યો છે. NCBની પૂછપરછમાં ડ્રગ્સ પેડલર્સે બોલીવુડના ચાર હિરોના નામ પણ આપ્યા છે. તેમા શાહરુખ ખાન, રણબીર કપૂર, અર્જુન રામપાલ અને ડિનો મોરિયાનો સમાવેશ થાય છે. મોટા સમાચાર એ છે કે અર્જુન રામપાલ શાહરુખને ડ્રગ્સ સપ્લાય કરતો રહ્યો છે. અત્યાર સુધી ફક્ત અભિનેત્રીઓના જ નામ આવતા હતા. આ પ્રથમ વખત છે કે મોટા અભિનેતાઓના નામ પણ સામે આવી રહ્યા છે.

NCBના એક અધિકારીએ પોતાનું નામ નહીં છાપવાની શરતે બોલીવુડના મોટા નામોનો આ ખુલાસો કર્યો છે. તેમની સાથે વાતચીતની સંપૂર્ણ રેકોર્ડિંગ ભાસ્કર પાસે છે. બે દિવસથી મીડિયામાં નામ આવતા ન હતા, તેના બદલે ફક્ત 'A','D', 'R' અને 'S' કોડ નામથી જ માહિતી આપવામાં આવતી હતી.

હવે સ્પષ્ટ થઈ ગયુ છે કે A એટલે અર્જુન રામપાલ, D એટલે ડિનો મોરિયા, R એટલે રણબીર કપૂર અને S એટલે શાહરુખ ખાનના નામ છે. NCBના અધિકારીઓએ કહ્યું છે કે ડ્રગ પેડલરના સોર્સના જણાવ્યા પ્રમાણે અર્જુન રામપાલ શાહરુખ ખાનને ડ્રગ સપ્લાઈ કરતો રહ્યો છે. જોકે ડિનો મોરિયા કોને સપ્લાય કરતો હતો? આ અંગે અધિકારીએ કહ્યું કે હવે પછીની માહિતી મેળવવાની બાકી છે. પૂછપરછ ચાલી રહી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


NCB official’s big revelation: Arjun Rampal was carrying drugs to Shah Rukh Khan’s house

Source

હાથમાં કમળનું ફૂલ લઈને કંગના રાજ્યપાલને મળી, કહ્યું- હું કોઈ રાજકારણી નથી, રાજકારણ સાથે મારે કોઈ લેવા-દેવા નથીકંગના રનૌતે આજે એટલે કે 13 સપ્ટેમ્બરના રોજ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી હતી. કંગનાએ રાજ્યપાલ સાથે પોતાની મુંબઈ સ્થિત ઓફિસમાં BMCએ કરેલી તોડફોડ અંગે વાત કરી હોવાનું માનવામાં આવે છે. કંગના પોતાની બહેન રંગોલી સાથે આવી હતી.

કંગના રાજ્યપાલને મળીને બહાર આવી ત્યારે તેના હાથમાં કમળનું ફૂલ હતું. કંગનાનાં હાથમાં કમળનું ફૂલ જોઈને લોકોમાં ચર્ચા થવા લાગી કે તે હવે ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડી શકે છે. કંગનાએ કહ્યું હતું કે એક નાગરિક હોવાને નાતે તેની સાથે જે પણ થયું તે અંગેની વાત તેણે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને કહી હતી. તેની સાથે જે અભદ્ર વ્યવહાર કરવામાં આવ્યો તે વાત તેણે કરી હતી. તેમણે મારી વાત દીકરી માનીને સાંભળી હતી. રાજકારણ સાથે તેને કોઈ લેવા-દેવા નથી. આશા છે કે તેને ન્યાય મળશે. રાજકારણમાં આવવા અંગે કંગનાએ કહ્યું હતું કે તે રાજકારણમાં આવવાની નથી.

આ પહેલા રાજ્યપાલે નારાજગી પ્રગટ કરી હતી
રાજ્યપાલ ભગતસિંહે કોશ્યારીએ BMCની કાર્યવાહી પર નારાજગી પ્રગટ કરી હતી. તેમણે આ અંગે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પ્રમુખ એડવાઈઝર અજોય મહેતા સાથે વાત કરી હતી. સૂત્રોના મતે, રાજ્યપાલ આ પૂરા વિવાદ અંગે એક રિપોર્ટ તૈયાર કરીને કેન્દ્રને મોકલવાના છે.

14 સપ્ટેમ્બરે કંગના મુંબઈથી જશે
કંગના નવ સપ્ટેમ્બરના રોજ મુંબઈ આવી હતી. તે 14 સપ્ટેમ્બર એટલે કે આવતીકાલે મુંબઈથી હિમાચલ પ્રદેશ જશે. કંગના પૂરા સાત દિવસ પણ મુંબઈમાં રહી નથી.

કંગનાના ઘરની બહાર પ્રદર્શન
કંગના રનૌતના ઘરની બહાર All India Panther Senaએ એક્ટ્રેસ વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. આ એક દલિત પાર્ટી છે. મુંબઈ વિરુદ્ધ કંગનાએ આપેલા નિવેદનને કારણે આ પાર્ટીઓ કંગનાનો વિરોધ કર્યો હતો.

રાજ્યપાલને મળતા પહેલાં કંગનાએ ટ્વીટ કરી હતી
કંગનાએ કહ્યું હતું, વાહ, દુર્ભાગ્યથી ભાજપ ડ્રગ્સ તથા માફિયા રેકેટનો પર્દાફાશ કરનારને સપોર્ટ કરે છે. જોકે, તેણે શિવસેનાના ગુંડાઓની જેમ મારો ચહેરો તોડવાની, મારી પર દુષ્કર્મ કરવાની તથા મારા લિંચિંગમાં સાથે આપવાની જરૂર હતી. નહીં સંજયજી? તેમની હિંમત કેવી રીતે થઈ કે જે માફિયાની સામે ઊભી રહે તેને સુરક્ષા આપે.

કંગના રાજ્યપાલને મળી તે પહેલા CM ઉદ્ધવ ઠાકરે જનતાને સંબોધન કર્યું હતું
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે વીડિયો-કોન્ફરન્સિંગ દ્વારા લોકોને સંબોધન કર્યું હતું. એક્ટ્રેસ કંગના રનૌત વિવાદ અંગે ઉદ્ધવે શરૂઆતમાં જ એ સ્પષ્ટ કરી દીધું હતું કે રાજ્યમાં ચાલી રહેલા રાજકારણ વિશે તેઓ અત્યારે નહીં, પછી બોલશે. તેમણે કંગનાનું નામ તો ના લીધું, પરંતુ એ સ્પષ્ટ કર્યું કે તેમના મૌનને નબળાઈ ના સમજવામાં આવે. તેમણે કહ્યું હતું કે રાજકીય વાવાઝોડા તો આવતાં રહેશે અને એનો સામનો તેઓ કરતા રહેશે. ત્યાર બાદ ઉદ્ધવે રાજ્યના નાગરિકોને કોરોનાની પરિસ્થિતિ અને એનાથી બચવાના ઉપાયો વિશે વાત કહી.

કંગનાએ કહ્યું, ‘મહારાષ્ટ્ર સરકારનો આતંક વધી રહ્યો છે’
નવ સપ્ટેમ્બરના રોજ કંગના મુંબઈ આવે તે પહેલા જ BMCએ કંગનાના ઓફિસમાં થયેલું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડ્યું હતું. ત્યાર બાદ કંગના અને શિવસેનાની બોલાચાલી વધી ગઈ હતી. કંગનાએ BMCની કાર્યવાહી પર કહ્યું હતું કે મુંબઈની સરખામણી PoK સાથે કરવામાં તેણે કંઈ ખોટું કર્યું નથી. શુક્રવાર, 11 સપ્ટેમ્બરની રાતે કંગનાએ એક મિનિટનો વીડિયો શેર કરીને કહ્યું હતું કે મહારાષ્ટ્ર સરકારમાં આતંક અને અત્યાચાર વધી રહ્યા છે. તેણે મુંબઈમાં નેવીના પૂર્વ ઓફિસર સાથે શિવસૈનિકોની ઝપાઝપી અને એક ટીવી-ચેનલ વિરુદ્ધ રાજ્ય સરકારની કાર્યવાહીનો ઉલ્લેખ કર્યો છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Kangana arrives at Raj Bhavan, talks with Maharashtra Governor about BMC

Source

error:
Scroll to Top