રપય

FWICE એ રામ ગોપાલ વર્મા વિરુદ્ધ લીગલ એક્શન લીધા, ડિરેક્ટર પર ફેડરેશનના વર્કર્સને સવા કરોડ રૂપિયા ન ચૂકવવાનો આરોપ

www.divyabhaskar.co.in |

ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સીને એમ્પ્લોયઝ (FWICE)એ પ્રોડ્યુસર- ડિરેક્ટર રામ ગોપાલ વર્મા વિરુદ્ધ લીગલ એક્શન લીધા છે. કલાકારો, ટેક્નિશિયન અને વર્કર્સને મહેનતાણું ન ચૂકવવાની સ્થિતિમાં હવે ભવિષ્યમાં ફેડરેશનના 32 યુનિયનના એકપણ સભ્ય રામગોપાલ સાથે કામ નહીં કરે. ખબર અનુસાર રામ ગોપાલ વર્માએ કલાકારો, ટેક્નિશિયન અને વર્કર્સને સવા કરોડ રૂપિયા આપ્યા નથી. જ્યારે ફેડરેશન તેમને 2018થી પેમેન્ટ કરવા માટે કહેતું આવતું રહ્યું છે.

રામે મુંબઈ ફેડરેશનના સવા કરોડ રૂપિયા નથી ચૂકવ્યા
દિવ્ય ભાસ્કર સાથેની વિશેષ વાતચીતમાં ફેડરેશનના પ્રેસિડેન્ટ બીએન તિવારીએ જણાવ્યું કે રામ ગોપાલ વર્મા વિરુદ્ધ 2018થી લોકોની ફરિયાદ આવી રહી છે. પહેલા તેમણે મુંબઈ છોડ્યું, અહીંયા પણ ઓફિસના લોકોને પેમેન્ટ આપ્યું ન હતું. ત્યારબાદ તે હૈદરાબાદ અને ત્યાંથી ગોવા જતા રહ્યા. હૈદરાબાદના એસોસિએશનના પણ પૈસા બાકી છે, પણ કેટલા બાકી છે તે ખ્યાલ નથી. પરંતુ મુંબઈ ફેડરેશનના સવા કરોડ રૂપિયા બાકી છે. તેના માટે અમારે બે વખત ગોવા જવું પડ્યું. તે બોલતા રહ્યા કે તમે આવો, આપણે મળીને વાત કરી લઈએ છીએ પણ ત્યાં ગયા બાદ અમારા ફોન રિસીવ કરવાના બંધ કરી દેતા હતા.

ગરીબ વર્કર્સને પૈસા ન આપીને ખરાબ કામ કરી રહ્યા છે
બીએન તિવારીએ આગળ જણાવ્યું, હજુ 4 જાન્યુઆરી, 2021ના રોજ અમને રામ ગોપાલે હૈદરાબાદ મળવા બોલાવ્યા હતા. કહ્યું અહીંયા આવી જાઓ, વાત કરીશું. ત્યાં જઈને ફોન પર હેલો, હેલો બોલીને ફોન કાપી નાખતા હતા. ત્યારબાદ ફોન જ સ્વિચ ઓફ કરી દીધો. તેમની સાથે મુલાકાત પણ ન થઇ. આ માણસે અમને ઘણા હેરાન કર્યા છે. એક ફેમસ ડિરેક્ટર- પ્રોડ્યુસર થઈને આ રીતે કલાકારો, ટેક્નિશિયન અને ગરીબ વર્કર્સને પૈસા ન આપીને ખરાબ કામ કરી રહ્યા છે. જેના પૈસા બાકી છે, તે ઓછામાં ઓછા 50 લોકો હશે. અમે 2018માં જ તેમને નોન કોઓપરેશન નોટિસ મોકલી દીધી હતી. તેની જાણકારી બોડી વગેરેને પણ આપી દેવામાં આવી છે પણ રામ ગોપાલ ટાઈમ આપતા રહ્યા, વિનંતી કરતા રહ્યા, પણ કઈ કર્યું નહીં.

ભવિષ્યમાં રામ ગોપાલ સાથે કામ ન કરવાનો નિર્ણય
ફેડરેશનના પ્રેસિડેન્ટ બીએન તિવારી, જનરલ સેક્રેટરી અશોક દુબે અને ટ્રેઝરર ગંગેશ્વરલાલ શ્રીવાસ્તવ (સંજુ ભાઈ) એ પ્રેસ નોટ રિલીઝ કરી જણાવ્યું કે આ બાબતે અમે લોકોએ તેમને પહેલાં જ નોટિસ મોકલી છે. FWICE તરફથી રામ ગોપાલ વર્માને 17 સપ્ટેમ્બર, 2020ના રોજ લેટર લખીને તે કલાકારો, ટેક્નિશિયન અને ગરીબ વર્કર્સનું આખું લિસ્ટ અને પેમેન્ટની રકમ વિશે જણાવવામાં આવ્યું હતું.

આ વિશે અન્ય ઘણીવાર પણ રામ ગોપાલ વર્માને FWICE એ લેટર લખ્યો, પરંતુ તેમણે લેટર લેવાની જ ના પાડી દીધી. અમે ગોવાના મુખ્યમંત્રીને પણ 10 સપ્ટેમ્બરે, 2020ના લેટર લખ્યો હતો. પણ હવે મજબૂરીમાં તેમની સાથે ભવિષ્યમાં કામ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વિશે IMPPA અને GUILD તથા બધા પ્રમુખ યુનિયનોને સૂચિત કરી દેવામાં આવ્યું છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


FWICE Bans Director producer Ram Gopal Varma For Failing To Pay More Than Rs 1 Crore In Salaries To Workers

Source

ઉર્વશી રૌતેલા દુબઈમાં ન્યૂ યર પાર્ટીમાં પરફોર્મન્સ આપશે, માત્ર 15 મિનિટ માટે 4 કરોડ રૂપિયા ચાર્જ

www.divyabhaskar.co.in |

ઉર્વશી રૌતેલાએ ન્યૂ યર પાર્ટીમાં 15 મિનિટના પરફોર્મન્સ માટે 4 કરોડ રૂપિયાની મોટી રકમ ચાર્જ કરી છે. આ પાર્ટી 31 ડિસેમ્બરે રાત્રે દુબઇની 5 સ્ટાર હોટલ પ્લાઝ્ઝો વર્સસમાં હશે. આ પાર્ટીમાં એક્ટ્રેસ તેના ફેન્સ સાથે ખાસ વાતચીતનો સેશન પણ કરશે. ઉર્વશીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને જાણકારી આપી.

એક્ટ્રેસનો ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ
ઉર્વશી ટૂંક સમયમાં એક પ્રોજેક્ટમાં ઇજિપ્ત એક્ટર મોહમ્મ્દ રામાદાન સાથે કામ કરતી જોવા મળશે. થોડા દિવસ પહેલાં એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર રામાદાન સાથે ફોટો શેર કરીને લખ્યું હતું, 'આગામી ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ માટે ઇજિપ્ત એક્ટર મોહમ્મ્દ રામાદાન સાથે શૂટિંગ કરી રહી છું. જોકે આ પહેલાં પણ એક પ્રોજેક્ટ મિસ કરી ચૂકી છું. હું ઘણી ખુશ અને આભારી છું કે તમે મને પસંદ કરી. તમારા બધાના પ્રેમ અને આશીર્વાદ માટે આભાર.'

શાહરુખ ખાન પછી માત્ર ઉર્વશીને ઓળખે છે રામાદાન
ઇજિપ્ત એક્ટર મોહમ્મ્દ રામાદાનનું કહેવું છે કે તે બોલિવૂડમાં શાહરુખ ખાન બાદ માત્ર ઉર્વશી રૌતેલાને ઓળખે છે. તેણે એક્ટ્રેસના વખાણ કરતા કહ્યું, 'ઉર્વશી રૌતેલા બોલિવૂડની યુવા સુપરસ્ટાર છે, તેની સુંદરતા અને લોકપ્રિયતા અદભુત છે. તે ભારતીય સુંદરતાનું ચમકતું ઉદાહરણ છે. મને ભરોસો છે કે તમે જલ્દી હોલિવૂડ પ્રોજેક્ટ કરતા જોવા મળશો. ફેબ્રુઆરીથી જ અમારા પ્રોજેક્ટ માટે ઉર્વશી સાથે વાત ચાલી રહી હતી પણ અમારી આ યાત્રામાં મહામારી સ્પીડ બ્રેકર બનીને સામે આવી ગઈ. મને ઉર્વશી સાથે કામ કરવામાં ઘણી ખુશી થઇ.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Urvashi Rautela to perform at New Year party in Dubai, charged Rs 4 crore for just 15 minutes

Source

લોકડાઉનમાં 36 કરોડ રૂપિયા ફી વધી અક્ષય કુમારની, હવે એક ફિલ્મ માટે 135 કરોડ રૂપિયા લેશે

www.divyabhaskar.co.in |

દર વર્ષે 3-4 ફિલ્મોમાં જોવા મળનારા અક્ષય કુમારને બોલિવૂડની સફળતાની ગેરેન્ટી તરીકે જોવામાં આવે છે. તે સૌથી વ્યસ્ત એક્ટર્સમાંના એક છે. ત્યાં સુધી કે લોકડાઉનમાં જ્યારે તે શૂટિંગ ન કરી શક્યા તો તેણે તે સમયનો ઉપયોગ સ્ક્રિપ્ટ વાંચવામાં અને તેને ફાઇનલ કરવામાં કર્યો. રિપોર્ટ્સ મુજબ અક્ષયે માત્ર આગામી બે વર્ષની ફિલ્મો ફાઇનલ કરી છે એટલું જ નહીં તેણે તેની ફી પણ વધારી છે.

2022 માટે 135 કરોડ રૂપિયા ચાર્જ કરશે
બોલિવૂડ હંગામાના રિપોર્ટ અનુસાર, લોકડાઉનના થોડા મહિનામાં અક્ષયે તેની ફી 98 કરોડથી 108 કરોડ કરી. હાલમાં જ સાઈન કરેલી ફિલ્મો માટે 117 કરોડ રૂપિયા લીધા, જે 2021માં રિલીઝ થશે. જ્યારે 2022માં રિલીઝ થનારી ફિલ્મો માટે તે 135 કરોડ રૂપિયા ફી લેશે.

અક્ષયને દરેક પ્રોડ્યુસર કાસ્ટ કરવા ઈચ્છે છે
આ રિપોર્ટ અનુસાર, લો રિસ્ક, લો બજેટ, એશ્યોર્ડ રિટર્ન મોડલ અને માર્કેટમાં તેની ડિમાન્ડને જોઈને દરેક પ્રોડ્યુસર તેને ફિલ્મમાં કાસ્ટ કરવા ઈચ્છે છે. આ જોઈને અક્ષયે ઇકોનોમિક ફોર્મ્યુલા અપનાવીને 2022માં રિલીઝ થનારી તેની બધી ફિલ્મોની ફી વધારીને 135 કરોડ રૂપિયા કરી દીધી.

કેટલું બજેટ હશે અને શું હશે કલેક્શન?
અક્ષયની મોટાભાગની ફિલ્મોનું બજેટ લગભગ 35થી 45 કરોડ વચ્ચે રહેશે. આ સિવાય 15 કરોડ રૂપિયા પ્રિન્ટ અને પબ્લિસિટી પર ખર્ચ થશે. કુલ મળીને ફિલ્મ પર 50થી 60 કરોડ રૂપિયા રહેશે. જો તેમાં અક્ષયની ફી ઉમેરવામાં આવે તો આ બજેટ 185થી 195 કરોડ રૂપિયા વચ્ચે રહેશે. જો ફિલ્મના કલેક્શનની વાત કરીએ તો સેટેલાઇટ અને ડિજિટલ રાઇટ્સથી અંદાજે 80થી 90 કરોડ રૂપિયા આવશે. મ્યુઝિક રાઇટ્સથી અંદાજે 10 કરોડ રૂપિયાની કમાણી થશે. ભારતમાં બોક્સઓફિસ કલેક્શન 210થી 220 કરોડ રૂપિયા હશે.

મિત્રને ફીમાં 20%નું ડિસ્કાઉન્ટ આપ્યું
જણાવવામાં આવી રહ્યું છે કે પોતાના મિત્ર પ્રોડ્યુસર સાજીદ નડિયાદવાલાને અક્ષયે તેની ફીના માર્કેટ રેટના હિસાબે 20%ની વિશેષ છૂટ આપી છે. કારણકે સાજીદ મોટા પાયે ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે અને અક્ષય નથી ઈચ્છતો કે તેના પર ભાર આવે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


અક્ષય કુમારની અપકમિંગ ફિલ્મોમાં ‘સૂર્યવંશી’, ‘અતરંગી રે’, ‘પૃથ્વીરાજ’, ‘રામસેતુ’, ‘મિશન લાયન’, ‘રક્ષાબંધન’ વગેરે સામેલ છે.

Source

મીડિયા રિપોર્ટ્સ પર આદિત્ય નારાયણને હસવું આવ્યું, કહ્યું- મારા નવા ઘરની સાચી કિંમત 10.50 કરોડ રૂપિયા છે

www.divyabhaskar.co.in |

ઘણા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સિંગર અને ટીવી હોસ્ટ આદિત્ય નારાયણે જે મુંબઈમાં 5 BHK ઘર ખરીદ્યું છે, તેની કિંમત અંદાજે 4 કરોડ રૂપિયા છે. હવે આ બાબતે ખુદ આદિત્યનું રિએક્શન સામે આવ્યું છે. તેના જણાવ્યા અનુસાર મીડિયામાં ઘરની કિંમત ઘણી ઓછી જણાવવામાં આવી રહી છે. એક ઇન્ટરવ્યૂમાં આદિત્યે રિપોર્ટ્સ પર હસતા કહ્યું, 'હાહા. ઘણી ઓછી. માર્કેટ પ્રાઇસ ઓછી લખી નાખી. હકીકતમાં આની કિંમત 10.50 કરોડ રૂપિયા છે. સર હું ત્યારથી કામ કરી રહ્યો છું, જ્યારે બાળક હતો.'

પેરેન્ટ્સના ઘરથી થોડા અંતરે જ ઘર છે
આદિત્યે અગાઉ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, 'મેં અંધેરીમાં 5 BHK ઘર ખરીદ્યું છે, જે મારાં પેરેન્ટ્સના ઘરથી ત્રણ બિલ્ડીંગ છોડીને છે. 3-4 મહિનામાં અમે ત્યાં શિફ્ટ થઇ જશું. પેરેન્ટ્સ અમારાથી થોડા અંતરે જ રહેશે.' આદિત્યના જણાવ્યા મુજબ તેણે તેનું નવું ઘર ઘણા વર્ષોની બચતથી ખરીદ્યું છે.

1 ડિસેમ્બરે મંદિરમાં થયાં લગ્ન
લેજન્ડ સિંગર ઉદિત નારાયણના દીકરા આદિત્ય નારાયણે 1 ડિસેમ્બરે લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલ સાથે જુહુ સ્થિત ઇસ્કોન મંદિરમાં લગ્ન કર્યાં હતાં. કોરોનાને કારણે સેરેમનીમાં બંને પક્ષોના ફેમિલી મેમ્બર્સ, સંબંધીઓ અને સિલેક્ટેડ ફ્રેન્ડ્સ મળીને અંદાજે 50 લોકો સામેલ થયા. 2 ડિસેમ્બરે મુંબઈમાં આદિત્ય- શ્વેતાનું વેડિંગ રિસેપ્શન થયું જેમાં ભારતી સિંહ, હર્ષ લીંબાચીયા અને ગોવિંદા સહીત ઘણા સેલેબ્સ તેને વધામણી આપવા પહોંચ્યા હતા.

મિડ ડિસેમ્બરમાં હનીમૂન પર જશે
આદિત્યે હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે તે અને શ્વેતા ડિસેમ્બરના મધ્યમાં હનીમૂન પર જશે. તેણે કહ્યું, 'હાલ અમે હોમ હનીમૂન પર છીએ. અમે એકબીજા માટે જગ્યા પસંદ કરી રહ્યા છીએ. અમારું નવું ઘર તૈયાર થાય ત્યાં સુધી બેચલર પેડને પ્રોપર ઘરમાં કન્વર્ટ કરવામાં આવી રહ્યું છે.'

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Aditya Narayan Reveals The Actual Price Of His 5 BHK Home

Source

રૂપિયા 5 હજારની લોન લઈ શો સુધી પહોંચ્યો કન્ટેસ્ટન્ટ, નેહા કક્કડે એક લાખ રૂપિયાની આર્થિક મદદ કરી

www.divyabhaskar.co.in |

નેહા કક્કડ આમ તો છેલ્લા કેટલાક દિવસોથી લગ્નને લઈ ચર્ચામાં રહ્યા હતા. પણ આ વખતે તેઓ દરિયાદિલીને લઈ સોશિયલ મીડિયા પર છવાઈ ગયા છે. લગ્ન બાદ નેહા કક્કડ કામ પર પરત આવી ગયા છે. નેહા ઈન્ડિયન આઈડલના જજ પેનલમાં છે. તેમણે શોમાં ઓડિશન આપવા આવેલ એક સ્પર્ધકની દુખભરી કહાની સાંભળી તેને એક લાખ રૂપિયાની મદદ કરી છે.

સોની ચેનલે આ એપિસોડનો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં જયપુરના એક સ્પર્ધક શહજાદ અલી તેના જીવન અંગે કહી રહ્યો છે. તે કહે છે કે કપડાની દુકાનમાં કામ કરે છે. બાળપણમાં માતાનું અવસાન થઈ ગયું. ઈન્ડિયન આઈડલના ઓડિશન સુધી પહોંચવા માટે શહજાદની નાનીએ પાંચ હજાર રૂપિયાની લોન લીધી છે.

નેહા ઉપરાંત શોના અન્ય જજ વિશાલ ડડલાનીએ પણ શહજાદ અલીને મદદ કરવાની ખાતરી આપી છે. તેમણે કહ્યું કે શહજાદને કોઈ સારા ગુરુ સાથે મુલાકાત કરાવશે, જેથી તેને સારી ટ્રેનિંગ મળી શકે. અત્રે ઉલ્લેખનીય છે કે પોપ્યુલર રિયલ્ટી શો ઈન્ડિયન આઈડલ 28મી નવેમ્બર રાત્રે 8 વાગે શરૂ થવા જઈ રહ્યો છે. તે પ્રત્યેક શનિવાર અને રવિવારે પ્રસારિત થશે. આ સિંગિંગ રિયાલિટી શોને લોકો ખૂબ પસંદ કરે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નેહા કક્કડની તાજેતરમાં પંજાબી સિંગર રોહનપ્રીત સિંહ સાથે લગ્ન થયા છે. તેમના લગ્નને લઈ ફેન્સ ખૂબ જ સરપ્રાઈઝ હતા. લગ્ન બાદ તેમની વેડિંગ ફોટોઝ ઈન્ટરનેટ પર છવાયેલા રહ્યા.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Contestant reached the show with a loan of Rs 5,000, Neha Kakkade helped financially with Rs 1 lakh

Source

અક્ષય કુમાર 362 કરોડ રૂપિયા કમાણી કરીને વિશ્વનો છઠ્ઠો સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા બન્યો, સલમાન, શાહરૂખ પાછળ છે

www.divyabhaskar.co.in |

અક્ષય કુમાર બોલિવૂડને દર વર્ષે સૌથી વધુ ફિલ્મો આપીને ફેન્સનું દિલ જીતી લે છે. તે સાથે અક્ષય કુમારે દુનિયાના સૌથી વધારે કમાણી કરનારા એક્ટર્સના લિસ્ટમાં પણ સ્થાન મેળવી લીધું છે. તાજેતરમાં આવેલા ફોર્બ્સની સૌથી વધારે કમાણી કરનારા ટૉપ 10 એક્ટરના લિસ્ટમાં 48.5 મિલિયન ડૉલર (362 કરોડ રૂપિયા) વાર્ષિક કમાણી કરીને અક્ષયે છઠ્ઠું સ્થાન મેળવ્યું છે. આ લિસ્ટમાં તેમણે ગ્લોબલ સ્ટાર શાહરૂખ ખાન અને સલમાનને પાછળ છોડી દીધા છે. જાણો બોલિવૂડના સૌથી વધારે કમાણી કરતા એક્ટર-

અક્ષય કુમાર- બોલિવૂડના ખિલાડી કુમાર અક્ષયની ફિલ્મ 'લક્ષ્મી' તાજેતરમાં ડિજિટલ પ્લેટફોર્મ ડિઝની પ્લસ હૉટસ્ટાર VIP પર રિલીઝ થઈ છે. રેકોર્ડ બ્રેક કરતાં આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર સૌથી વધુ વખત જોવાયેલી ફિલ્મ બની છે. આ ફિલ્મ ઉપરાંત એક્ટર ટૂંક સમયમાં કૃતિ સેનનની સાથે 'બચ્ચન પાંડે', સારા અલી ખાન અને ધનુષની સાથે 'અતરંગી રે', વાણી કપૂરની સાથે 'બેલ-બૉટમ' અને મિસ વર્લ્ડ માનુષી છિલ્લરની સાથે 'પૃથ્વીરાજ' ફિલ્મ લઈને આવી રહ્યો છે. ફિલ્મો ઉપરાંત અક્ષયની મોટાભાગની કમાણી પ્રોડક્ટ એન્ડોર્સમેન્ટ દ્વારા થાય છે.

સલમાન ખાન- સુપરસ્ટાર સલમાન ખાન દર વર્ષે ઈદના પ્રસંગે પોતાની ફિલ્મથી ફેન્સને ભેટ આપે છે જો કે, આ વર્ષે કોરોના અને થિયેટરો બંધ થવાથી આવું થઈ શક્યું નહીં. આ વર્ષે સલમાનની ફિલ્મ 'રાધે' અને 'કભી ઇદ કભી દિવાલી' રિલીઝ થવાની હતી પરંતુ ફિલ્મોનું શૂટિંગ પૂરું થઈ શક્યું નહીં. લોકડાઉન ખૂલતાં જ રાધે ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું પરંતુ મેકર્સ હજી પણ સંપૂર્ણ રીતે થિયેટરો ખોલવાની રાહ જોઈ રહ્યા છે. 2020માં એક પણ ફિલ્મ રિલીઝ ન થઈ હોવા છતાં સલમાન ખાન બોલિવૂડનો બીજો સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા છે. દર ફિલ્મમાંથી 100 કરોડ રૂપિયા ફી લેનાર એક્ટરે બિગ બોસ 14 માટે 450 કરોડ રૂપિયા ફી લીધી છે.

શાહરૂખ ખાન – બોલિવૂડનો કિંગ શાહરૂખ ખાન છેલ્લે વર્ષ 2018માં રિલીઝ થયેલી ફિલ્મ ઝીરોમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર વધુ કમાણી કરી શકી નહોતી. ત્યારબાદથી અભિનેતા સૌથી વધુ કમાણી કરનારા અભિનેતાનાં લિસ્ટમાં ત્રીજા નંબરે છે. ફિલ્મો ઉપરાંત શાહરૂખનું પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ એન્ટરટેનમેન્ટટ વેબ મૂવીઝ અને સિરીઝ પ્રોડ્યૂસ કરી રહ્યું છે. અભિનેતાએ તાજેતરમાં જ દીપિકા પાદુકોણ સાથે ફિલ્મ 'પઠાણ' પર કામ શરૂ કર્યું છે.

આમિર ખાન- વર્ષમાં એક પણ હિટ ફિલ્મ ન આપનાર આમિર ખાન કરીના કપૂર સાથે ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' લઇને આવી રહ્યો છે. લોકડાઉનને કારણે આ ફિલ્મનું શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું હતું, જો કે, અભિનેતાએ શૂટિંગ કરવાની મંજૂરી મળ્યા બાદ ફિલ્મનું કામ ફરી શરૂ કરી દીધું છે. આ વર્ષે આમિરની કોઈ ફિલ્મ રિલીઝ નહીં થવા છતાં અભિનેતા આ વર્ષની સૌથી વધુ કમાણી કરનાર અભિનેતાના લિસ્ટમાં ચોથા નંબરે છે.

અજય દેવગણ- વર્ષ 2020ની શરૂઆતમાં જ બ્લોકબસ્ટર હિટ ફિલ્મ 'તાન્હાજી' આપીને અભિનેતા અજય દેવગન બોલિવૂડમાં સૌથી વધુ કમાણી કરનારો પાંચમો અભિનેતા બની ગયો છે. અજય દેવગણની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર દીપિકાની ફિલ્મ 'છપાક' સાથે ક્લેશ થઈ હતી. તેમ છતાં, આ ફિલ્મે સારું પ્રદર્શન કરીને લગભગ 277 કરોડ રૂપિયાનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું.

આ છે વિશ્વના સૌથી વધુ કમાણી કરનારા એક્ટર
87.5 મિલિયન ડૉલરની કમાણી સાથે ડ્વેન જોનસન આ લિસ્ટમાં પહેલા નંબરે છે. આ ઉપરાંત, રાયન રેનોલ્ડ (71.5 મિલિયન ડૉલર), માર્ક વાહલબર્ગ (58 મિલિયન ડૉલર), બેન એફ્લેક 55 મિલિયન ડૉલર) અને વિન ડીઝલ 54 મિલિયન ડૉલર) સૌથી વધુ કમાણી કરનારા 5 અભિનેતાઓનાં લિસ્ટમાં સામેલ છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Akshay Kumar becomes world’s sixth highest earning actor with Rs 362 crore, behind Salman, Shah Rukh

Source

છત્તીસગઢની અનુપા દાસે એક કરોડ રૂપિયા જીત્યા, ત્રણ અઠવાડિયાંમાં ત્રણ મહિલાઓ કરોડપતિ બની

www.divyabhaskar.co.in |

ઝારખંડના રાંચી શહેરની નાઝિયા નસીમ અને હિમાચલ પ્રદેશના કાંગડાની મોહિતા શર્મા ગર્ગ પછી ‘કૌન બનેગા કરોડપતિ 12’ને ત્રીજી કરોડપતિ બની ગઈ છે. છત્તીસગઢ જગદલપુરની અનુપા દાસે 15 સવાલોનો સાચો જવાબ આપીને એક કરોડ રૂપિયા પોતાને નામ કરી લીધા છે. તે 25 નવેમ્બરના એપિસોડમાં અમિતાભ બચ્ચન સામે હોટ સીટ પર બેસશે અને 7 કરોડ રૂપિયાનો જેકપોટ પ્રશ્ન રમતી દેખાશે.

સોની ટીવીએ અનુપા દાસના એપિસોડનો પ્રોમો શેર કરીને કેપ્શનમાં લખ્યું છે, ‘અમારી નેક્સ્ટ કરોડપતિ અનુપા દાસ. શું તે 7 કરોડના પ્રશ્નનો જવાબ આપી શકશે? 25 નવેમ્બરે રાતે 9 વાગે જુઓ.

અનુપા દાસ કોણ છે?
અનુપા દાસે જગદલપુરની લોકલ પીજી કોલેજમાં ફિઝિક્સમાં Msc કર્યું છે અને દિલ્હીથી UPSCનું કોચિંગ કર્યું છે. હાલ તે આસના હાયર સેકન્ડરી સ્કૂલમાં ફિઝિક્સની લેક્ચરર તરીકે કામ કરી રહી છે. અનુપાના પિતા પંડિત દિનેશ દાસ એસ્ટ્રોલોજર છે, જ્યારે માતા રિટાયર્ડ બેન્કર છે.

સતત ત્રીજા મહિને મહિલા કરોડપતિ
KBCના ઈતિહાસમાં આ કદાચ પહેલીવાર થશે કે સતત ત્રણ અઠવાડિયાંમાં ત્રણ મહિલાઓ કરોડપતિ બની છે. 11 નવેમ્બરે નાઝિયા નસીમે 1 કરોડ રૂપિયા જીત્યા. એ પછી 17 નવેમ્બરે એપિસોડમાં IPS ઓફિસર મોહિતા શર્મા ગર્ગ એક કરોડ રૂપિયા જીતી અને બીજી કરોડપતિ બની. 25 નવેમ્બરના એપિસોડમાં અનુપા દાસ ત્રીજી કરોડપતિ બનશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


KBC 12: After Nazia Nasim & Mohita Sharma Garg Anupa Das Became The Third Woman Crorepati

Source

દુબઈની જે હોટલમાં નેહા કક્કર-રોહન પ્રીત મનાવી રહ્યાં છે હનીમૂન, એક રાતનું ભાડું એક લાખ રૂપિયા

www.divyabhaskar.co.in |

નેહા કક્કર તથા રોહન પ્રીત સિંહ દુબઈમાં હનીમૂન મનાવી રહ્યા છે. બંનેએ 24 ઓક્ટોબરના રોજ લગ્ન કર્યા હતા. નેહાએ હનીમૂનની ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં શૅર કરી છે. નેહા જે પણ તસવીર શૅર કરે છે, તેમાં તે દુબઈની એટલાન્ટિસ ધ પામને ટૅગ કરે છે. અહીંયા એક રાત રોકાવવાનું ભાડું એક લાખ રૂપિયા છે.

ધ પામમાં આ રેન્જમાં રૂમ મળે છે
રોહન પ્રીત સિંહ તથા નેહાએ ઈન્સ્ટાગ્રામમાં એટલાન્ટિસ હોટલની અનેક તસવીરો શૅર કરી છે. ઈન્ડિયા ટુડેના એક અહેવાલ પ્રમાણે, ધ પામમાં બે લોકો માટે એક દિવસનું સૌથી ઓછું ભાડું 26,834 રૂપિયા છે, જ્યારે સૌથી મોંઘો રૂમ પ્રેસિડેન્શિયલ છે, જેની કિંમત 3,21,414 રૂપિયા છે. અન્ય રૂમ 60 હજારથી એક લાખની અંદરના છે.

નેહા-રોહન રીગલ રૂમમાં રોકાયા છે
નેહાની ઈન્સ્ટા પોસ્ટ પરથી સ્પષ્ટ ખ્યાલ આવે છે કે બંને રીગલ રૂમ ક્લબમાં રોકાયા છે. એટલાન્ટિસની ઓફિશિયલ સાઈટ પ્રમાણે, આ રીગલ રૂમનું એક રાતનું ભાડું 72,403 રૂપિયા છે. જો તમે બ્રેકફાસ્ટ કરો છો તો આ કિંમત વધીને 89,370 રૂપિયા થાય છે. બ્રેકફાસ્ટની સાથે ડિનર પણ કરો છો તો ભાડું 1,01,813 રૂપિયા જેટલું થાય છે.

હોટલે ખાસ વ્યવસ્થા કરી હતી
નેહા-રોહન માટે હોટલે પોતાના તરફથી પણ ખાસ વ્યવસ્થા કરી હતી. જ્યારે તેઓ હોટલમાં આવ્યા ત્યારે તેમના વેલકમ માટે ચોકલેટ્સ, કેક તથા અન્ય લક્ઝૂરિયસ ફેસિલિટી અરેન્જ કરવામાં આવી હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


The hotel in Dubai where Neha Kakkar-Rohan is staying one night’s rent of room is one lakh rs

Source

શ્વેતા તિવારી પર તેના કર્મચારીએ છેતરપિંડીનો આરોપ લગાવ્યો, કહ્યું- '2 વર્ષથી મારા 52 હજાર રૂપિયા પરત કરી રહ્યા નથી'

www.divyabhaskar.co.in |

પોપ્યુલર ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી પર તેના એક કર્મચારીએ ફ્રોડનો આરોપ લગાવ્યો છે. એક્ટ્રેસની એક્ટિંગ સ્કૂલમાં ટીચર તરીકે કામ કરી ચૂકેલા રાજેશ પાણ્ડેયનું કહેવું છે કે શ્વેતા અંદાજે તેમના 52 હજાર રૂપિયા પરત કરી રહ્યા નથી. છેલ્લા બે વર્ષથી તે તેના પૈસા માટે શ્વેતાનો સંપર્ક કરવા પ્રયત્ન કરી રહ્યા છે પણ તે જવાબ આપી રહ્યા નથી.

શ્વેતાની એક્ટિંગ સ્કૂલમાં ટીચર હતા રાજેશ પાણ્ડેય
દિવ્ય ભાસ્કર સાથેની વાતચીત દરમ્યાન રાજેશે જણાવ્યું કે, 'હું છેલ્લા પાંચ વર્ષથી શ્વેતા તિવારીની એક્ટિંગ સ્કૂલમાં એક્ટિંગ શીખવતો હતો. વર્ષ 2012થી તેમની એકેડમી સાથે જોડાયેલો છું જ્યાં અંદાજે 10-15 બાળકો નિયમિત રીતે એક્ટિંગ શીખતા હતા. દુર્ભાગ્યપણે બે વર્ષ પહેલાં શ્વેતાને તેની એક્ટિંગ સ્કૂલ બંધ કરવી પડી કારણકે ત્યાં બાળકો આવતા ન હતા. જોકે તેમણે મને આશ્વાસન આપ્યું હતું કે તે મારા પૈસા પરત કરી દેશે. આજે બે વર્ષ થઇ ગયા છે, તેમણે મારી બાકીની સેલરી પણ નથી આપી અને ઇન્કમ ટેક્સના નામે કાપેલા પૈસા પણ નથી આપી રહ્યા.'

રાજેશે આગળ જણાવ્યું કે, 'આજે જ્યારે કોરોનામાં બધા લોકો એકબીજાની મદદ કરવા માટે આગળ આવી રહ્યા છે ત્યારે તેનાથી વિરુદ્ધ શ્વેતા તિવારી જી મારા પૈસા જેમાં એક મહિનાની સેલરી 40,000 પરત આપી રહ્યા નથી. હદ તો એ છે કે તેમણે સેલરીના 10% ઇન્કમ ટેક્સના નામે કાપીને કહ્યું હતું કે તે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં જમા કરાવશે જે હજુપણ જમા નથી કરાવ્યા જે લગભગ 12,000 છે. 6-7 મહિનાથી બધી સ્કૂલ બંધ છે. મારી આર્થિક સ્થિતિ સાવ વણસી ગઈ છે.'

'મેં શ્વેતાને આ વચ્ચે ઘણીવાર કહ્યું કે પ્લીઝ મને મારા પૈસા આપી દો પરંતુ તેમણે ન મારો ફોન ઉઠાવ્યો કે ન મારા મેસેજનો જવાબ આપ્યો. તેમણે ઘણીવાર મને બ્લોક પણ કરી દીધો. હવે હું મારા ઘરનું ભાડું પણ નથી આપી શકતો.'

પૈસા પરત માગતા શ્વેતા તિવારીએ બ્લોક કરી દીધો.

રાજેશ આશા કરે છે કે શ્વેતાની આ વાત લોકો સુધી પહોંચ્યા બાદ તે તેના પૈસા પરત કરી દેશે. તેણે કહ્યું કે, 'તે એક સ્ત્રી છે તેનું સન્માન પણ કરું છું પરંતુ તેમનું આ વર્તન માફી લાયક નથી. આવા સમયમાં જ્યારે પૈસા કોઈ પાસે નથી, હું ક્યાં જાઉં અને કોની પાસે મદદ માગું.'

'કેટલા લોકો માટે શ્વેતા તિવારી એક પ્રેરણા છે. લોકો તેમને પસંદ કરે છે પરંતુ તેમનું બીજું રૂપ એ છે જેને હું જોઈ રહ્યો છું. ખુદની હાલત પર શરમ આવે છે. મારી પાસે હવે એટલા પૈસા છે કે હું 3-4 દિવસનું જમી શકું. આશા કરું છું કે મારી આ અરજી જોઈને તે મારા પૈસા પરત કરી દે.' દિવ્ય ભાસ્કરે આ બાબતે શ્વેતા તિવારીની પ્રતિક્રિયા લેવા તેનો સંપર્ક કર્યો, જોકે તે હાજર ન હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Shweta Tiwari Ex Employee Accuse Her Of Cheating, Said She Isnt Returning My 52 Thousands Rs From Last Two Years

Source

રિતેશ દેશમુખ આજે પણ પત્ની જેનેલિયા પાસેથી રૂપિયા લે છે, કહ્યું, ‘તેણે મારાથી વધારે કમાણી કરી છે અને મને આ વાત પર ગર્વ છે’

www.divyabhaskar.co.in |

ધ કપિલ શર્મા શોમાં બોલિવૂડનું ફેમસ કપલ રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસુઝા પહોંચ્યા હતા. શોમાં કપિલ શર્મા સાથે વાતચીત દરમિયાન બંનેએ એકબીજાની કેટલીક રસપ્રદ વાતો શેર કરી છે.

ચર્ચા દરમિયાન કપિલે જેનેલિયાને પૂછ્યું કે, મસ્તી ફિલ્મમાં તેણે રિતેશની પત્નીનો રોલ પ્લે કર્યો હતો, તો શું આ ડિરેક્ટરનો વિચાર હતો? આ પ્રશ્ન પર રિતેશે તરત જ જવાબ આપ્યો કે, 'ના, હકીકતમાં મિલાપ ઝાવેરી (લેખક)એ ઇન્દુજી (ડિરેક્ટર ઇન્દ્ર કુમાર) સાથે મળીને અમને કાસ્ટ કર્યા હતા. નવાઈની વાત એ હતી કે, વર્ષ 2002માં અમે ડેટ કરવાનું શરુ કર્યું અને 2003માં શૂટિંગ દરમિયાન એક સિક્વન્સ આવે છે જેમાં અમારા લગ્ન થાય છે. એ બહુ વિચિત્ર સ્થિતિ હતી કે રિલેશનશિપના એક વર્ષમાં જ અમે સાથે બેઠાં હતાં અને લગ્ન કરી રહ્યાં હતાં.'

આ વાત પર જેનેલિયાએ કહ્યું કે, ‘ત્યારે અમને લાગતું હતું કે ભવિષ્યમાં શું થશે તેની ખબર નથી આથી આ જ પળને માણીએ.’ વધુમાં રિતેશે કહ્યું, ‘અમને ત્યારે ખબર નહોતી કે રિલેશનશિપ લગ્નમાં બદલશે કે નહિ પરંતુ તે પળ અમારા માટે ઘણી સારી હતી.’

કપિલે આગળ પૂછ્યું કે કે, ‘તે ફિલ્મમાં તમે બધી કમાણી તમારી પત્ની(જેનેલિયા)ના હાથમાં આપી દેતા હતા, રિયલ લાઈફમાં પણ આવું કરો છો?’ રિતેશે કહ્યું કે, ‘તેણે મારા કરતાં વધારે કમાણી કરી છે અને મને આ વાત પર ગર્વ છે કે મારી પત્નીએ મારાથી વધારે કમાણી કરી છે. આથી હું મહિનાનો પગાર લઈને કામ ચલાવી લઉં છું.’

જેનેલિયા ફિલ્મમાં કમબેક કરશે
વાતચીત દરમિયાન જેનેલિયાએ જણાવ્યું કે, ‘ફિલ્મોમાં કમબેક કરવાનું પ્લાનિંગ છે. મેં બાળકોને જન્મ આપ્યો ત્યારે મેં વિચાર્યું કે હું તેમના પર સરખું ધ્યાન આપું. હવે મને લાગે છે કે તેઓ 5 વર્ષના થઈ ગયાં છે અને સતત મારી દેખરેખની જરૂર નથી. તેમના મિત્રો છે અને આખો દિવસ સ્કૂલમાં જાય છે. તો ધીમે-ધીમે હું કામ શરુ કરી શકું છું.’

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Ritesh Deshmukh Still Takes Money From Wife Genelia D’Souza, Saying, “She Has Made More Than Me And I Am Proud Of It”

Source

error:
Scroll to Top