રજ

રાજુ શ્રીવાસ્તવે ભારતીનો નશો કરવો તે ઈન્ડસ્ટ્રી માટે કલંક હોવાનું જણાવ્યું, સુનીલ પાલ અને નવીન પ્રભાકરે કહ્યું- 'હવે અમારા પર પણ આંગળી ઉઠી રહી છે'

www.divyabhaskar.co.in |

લોકપ્રિય કોમેડિયન ભારતી સિંહે ડ્રગ્સ લીધાના સમાચાર સાંભળીને તેમના ઘણા કો-સ્ટાર્સ ચોંકી ઉઠ્યા છે. તાજેતરમાં દિવ્ય ભાસ્કરે કોમેડી ઈન્ડસ્ટ્રીની કેટલીક જાણીતી હસ્તિઓ સાથે વાતચીત કરી જે ભારતી સિંહ સાથે કામ કરી ચૂક્યા છે. આ કોમેડિયન્સના જણાવ્યા પ્રમાણે ભારતીના નશા કરવાના સમાચારથી ક્યાંકને ક્યાંક ઈન્ડસ્ટ્રી પર અસર થશે.

કોમેડી કરવા માટે ડ્રગ્સ લેવાની જરૂર કેમ પડીઃ રાજુ શ્રીવાસ્તવ
વાતચીત દરમિયાન લોકપ્રિય હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવે ભારતીના આ કેસને કોમેડી ઈન્ડસ્ટ્રી પર કલંક ગણાવ્યો. રાજુએ કહ્યું, મને શરૂઆતમાં એવું લાગ્યું હતું કે આ ફેક ન્યૂઝ હશે. લાગ્યું હતું કે કોઈ ડ્રગ પેડલર પકડાયો હશે અને તપાસને ડાઈવર્ટ કરવા માટે તેને ભારતી અને હર્ષનું નામ લીધું હશે. તે મારી સારી મિત્ર છે અને મને વિશ્વાસ હતો કે તે ક્યારે પણ કોઈ ખોટું કામ કરી શકે તેમ નથી. તેના લગ્નમાં અમે 3 દિવસ સુધી ગોવામાં પાર્ટી કરી હતી. પરંતુ મારો વિશ્વાસ તૂટી ગયો જ્યારે તેને ડ્રગ્સ લેવાની વાતની કબૂલાત કરી. મને ગુસ્સો આવી રહ્યો છે. તેને આ બધું કરવાની શું જરૂર છે?

તેઓ આગળ કહે છે, "ભારતી એક સામાન્ય ઘરમાંથી આવે છે. તેણે ઘણી મહેનત કરીને નામના મેળવી હતી. અમે હંમેશાં તેણી પ્રશંસા કરતા હતા કે એક ફીમેલ કોમેડિયને અમારી ઈન્ડસ્ટ્રીનું નામ આટલું રોશન કર્યું. ભારતી બધાની આઈડલ બની ગઈ હતી. લોકોએ તેને આટલું સન્માન આપ્યું અને ખબર નહીં તે કોના કહેવામાં આવીને ખોટા રસ્તે ચાલવા લાગી. ડ્રગ્સ લઈને કોમેડી કરવાની કોઈ જરૂર નથી.

આ ઘટનામી તમામ કોમેડિયન પર ખરાબ અસપ પડશેઃ રાજુ
કેસ્ટો મુખર્જીનું ઉદાહરણ આપતા રાજુ આગળ કહે છે કે, કેસ્ટો મુખર્જીએ આખી જિંદગી દારૂડિયાનો રોલ નિભાવ્યો પરંતુ ક્યારે પણ તેમને દારૂને હાથ નથી લગાવ્યો. અમારી ઈન્ડસ્ટ્રીમાં ઘણા લોકોએ સંઘર્ષ કર્યો અને પૈસા કમાવ્યા પરંતુ ક્યારેય કોઈએ ખોટો રસ્તો પસંદ નથી કર્યો. આ ઘટનાથી માત્ર ભારતી સિંહ પર જ નહીં પરંતુ તમામ કોમેડિયન્સની કરિયર પર ખરાબ અસર પડશે. જ્યારે જ્યારે અમે ક્યાંક પરફોર્મ કરીશું તો લોકો અમને શંકાની દૃષ્ટિએ જોશે. જો અમે નોન-સ્ટોપ પરફોર્મ કરીશું તો લોકોને લાગશે કે અમે નશો કરીએ છીએ. ભારતીનો નશો કરવો તે ઈન્ડસ્ટ્રી માટે એક કલંક સમાન છે.

વિશ્વાસ નથી થઈ રહ્યો કે ભારતી આવો સી ગ્રેડ નશો કરે છેઃ સુનીલ પાલ
મને એ દિવસો યાદ છે જ્યારે તે મુંબઈ પહેલી વખત આવી હતી અને ઘણી ગભરાયેલી હતી. ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જના સેટ પર મેં તેને ઈન્ટ્રોડ્યુસ કરાવી હતી અને સ્ટેજ પર તે ઘણી નર્વસ હતી તે દિવસ અને આજના દિવસમાં જમીન-આસમાનનો તફાવત હતો. લોકોએ તેણે સ્ટારમાંથી સુપસ્ટાર બનાવી. મહિલાઓમાં પોતાનું નામ બનાવ્યું હતું. વિશ્વાસ નથી થઈ રહ્યો કે કામનો નશો કરનારી છોકરી ક્યારે સી ગ્રેડ નશો પણ કરશે. તેની માતા અને પરિવારના બીજા લોકો સામાન્ય છે, તેમના પર શું વીતતી હશે અત્યારે.

મને મોટો ભાઈ કહીને બોલાવે છે પરંતુ મોટા ભાઈ તરીકે હું ક્યારે સમજી ના શક્યો કે તે ખોટા રસ્તે ચાલે છે. આજે એક માણસના કારણે લોકો અમારા પર પણ શંકા કરવાનું શરૂ કરી દીધું છે. અમારા પરિવારના લોકો અમને પણ પૂછી રહ્યા છે કે ક્યાંક અમે તો કોઈ ખોટું કામ નથી કરી રહ્યાને?

તેણે આ બધું કરવાની જરૂરિયાત શા માટે પડી: નવીન પ્રભાકર
ભારતીને ઘણા વર્ષોથી હું ઓળખું છું અને મને ખરેખર વિશ્વાસ નથી થઈ રહ્યો કે, તે નશો કરે છે. તે આટલા નીચલા સ્તરે આવી ગઈ છે. તેણે આ બધું કરવાની જરૂરિયાત શા માટે પડી? વિશ્વાસ કરવો મુશ્કેલ છે. આશા રાખું છું કે આ એક પણ વાત સાચી ન હોય. બની શકે તેને કોઈ ફસાવી રહ્યું હોય. ભારતી અને હર્ષ નશો કરે છે તે વાતથી ઈન્ડસ્ટ્રીના ઘણા લોકોને ઝાટકો લાગ્યો છે. તેની ખૂબ ખરાબ અસર પડી છે.

ઉપાસના સિંહ: રિયાલીટી શોથી લઈને લાઈવ પર્ફોર્મન્સ સુધી ભારતી સાથે મેં કામ કર્યું છે. મને ઘણો શોક લાગ્યો કે તે ડ્રગ્સના કેસમાં પકડાઈ છે. હું વિચારી પણ નથી શકતી કે મારી આસપાસના લોકો સાથે આવું કંઈ થઈ શકે છે. મારા મત પ્રમાણે કોમેડી કરવું એટલું મુશ્કેલ નથી કે આપણને ડ્રગ્સ માટે કોમેડી કરવી પડે. સમજાઈ નથી રહ્યું કે ભારતીએ આ શા માટે કર્યું તેણે ખોટું કર્યું છે.

ભારતીના ન્યૂઝ સાંભળી મારો પરિવાર મારા પર શંકા કરે છે: પરિતોષ
આ સમાચારને 2 દિવસ થઈ ગયા છે મને હજુ પણ વિશ્વાસ નથી થઈ રહ્યો. ભારતી સિંહની ધરપકડ થઈ છે તેનાથી વધારે શોકિંગ વાત શું હોઈ શકે છે. વિચિત્ર લાગી રહ્યું છે. મેં તેની સાથે ઘણા કામ કર્યા છે અને ક્યારેય પણ આવું કંઈક મારી આંખેથી નથી જોયું. તે સાધારણ છોકરી છે ખબર નહી કેવી રીતે તે આ બધામાં ફંસાઈ ગઈ. અમારા જેવા નાના શહેરના લોકોને ઘણા વિશ્વાસ સાથે પરિવાર મુંબઈ જેવા શહેરમાં મોકલે છે અને આ સમાચાર સાંભળી તેઓ મારા પર પણ શંકા કરી રહ્યા છે. તેની ખરાબ અસર પડી રહી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Bharti Singh Drug Case: Raju Srivastava Said That Bharti’s Intoxication Was A Blemish On The Industry

Source

છેડતીના આક્ષેપોને કારણે વિજય રાઝ ફિલ્મમાંથી બહાર, કહ્યું- આ પીડાદાયક છે, પરિવાર તથા જાતને રોજ મરતાં જોવી દુઃખદાયી

www.divyabhaskar.co.in |

એક્ટર વિજય રાઝ હાલમાં વિવાદોમાં છે. 'શેરની'ના શૂટિંગ દરમિયાન વિજય રાઝ પર આસિસ્ટન્ટ ડિરેક્ટરે છેડતીનો આક્ષેપ મૂક્યો હતો. ફિલ્મનું શૂટિંગ મધ્ય પ્રદેશના બાલાઘાટમાં થતું હતું. છેડતીના આક્ષેપો બાદ વિજય રાઝને ફિલ્મમાંથી હાંકી કાઢવામાં આવ્યો છે. વિજય હાલમાં મુંબઈમાં છે. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં વિજયે કહ્યું હતું કે આ ઘણું જ દુઃખદાયી છે. પોતાની આંખોની સામે પિતા, દીકરી, પરિવાર, માન-સન્માન તથા પોતાને રોજ-રોજ, દરેક ક્ષણે ચુપચાપ અસહાય રીતે મરતા જોવા અસહનીય છે.

વકીલે બચાવ કર્યો
વિજય રાઝના વકીલ સવીના બેદી સચ્ચરે પોતાના ક્લાયન્ટનો બચાવ કર્યો હતો. તેમણે POSH એક્ટની કલમ 14ના નિયમ 10નો ઉલ્લેખ કર્યો હતો. આ કલમ ફરિયાદીની ખોટી તથા દુર્ભાવનાપૂર્ણ આક્ષેપો પર સજા નક્કી કરે છે. સવીનાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું હતું, 'આ ઘણું જ દુઃખદ છે કે તપાસ શરૂ થાય તે પહેલાં જ આરોપી પર 'ઝીરો ટોલરન્સ' નીતિ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. આ નીતિને કારણે ઘણીવાર પુરુષો પર હંમેશાંના માટે ચરિત્રહીનનો ધબ્બો રહી જાય છે.'

સવીનાએ વધુમાં કહ્યું હતું, 'આપણા દેશમાં કહેવામાં આવ્યું છે કે 'ભલે 99 દોષી છૂટી જાય પરંતુ એક નિર્દોષને ક્યારેય સજા મળવી જોઈએ નહીં.' એવું પણ કહેવાય છે કે જ્યાં સુધી ગુનો સાબિત ના થઈ જાય ત્યાં સુધી દોષીને ગુનેગાર કહી શકાય નહીં. મને આશા છે કે આ સિદ્ધાંતનો આ કેસમાં યોગ્ય રીતે અમલ કરવામાં આવશે. હાલમાં કેસ કોર્ટમાં છે અને તેથી જ તે ફરિયાદીની ફરિયાદો પર કોઈ ટિપ્પણી કરી શકે નહીં. જોકે, વિશ્વાસ છે કે મારા ક્લાયન્ટ કોર્ટમાં પોતાનો પક્ષ તથા પુરાવા યોગ્ય રીતે રજૂ કરશે. દેશની ન્યાય વ્યવસ્થામાં મારા ક્લાયન્ટને ન્યાય મળશે.'

ઉમેશ શુક્લાએ સપોર્ટ કર્યો
ફિલ્મ 'આંખ મિચૌલી'માં વિજયની સાથે કામ કરતાં ડિરેક્ટર ઉમેશ શુક્લાએ એક્ટરનો બચાવ કર્યો હતો. તેમણે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું હતું, 'મને આ આક્ષેપો ખોટાં લાગે છે. મેં તેમની સાથે કામ કર્યું છે. વિજય દરેક વ્યક્તિ સાથે સારી રીતે વાત કરે છે. તે ઘણો જ મિલનસાર છે. અમારી ટીમમાં પણ બે આસિસ્ટન્ટ ડિરેક્ટર યુવતીઓ હતી. કોસ્ચ્યુમ ડિપાર્ટમેન્ટમાં પણ છોકરી હતી. તે તમામ સાથે યોગ્ય રીતે વર્તન કરતો હતો.'

વધુમાં ઉમેશ શુક્લાએ કહ્યું હતું, 'માત્ર આક્ષેપોના આધારે કોઈને ફિલ્મમાંથી હટાવી દેવા એ વાત ખોટું છે. પુરાવાના આધાર પર કાર્યવાહી કરવી જોઈએ. જો આક્ષેપો ખોટાં સાબિત થયા તો એક્ટરની બ્રાન્ડ વેલ્યુને કઈ હદે અસર થાય છે, તે બધાને ખબર છે. મેં ક્યારેય વિજયને આ પ્રકારની એક્ટિવિટીમાં જોયો નથી. મેન ટુ મેન ટોકમાં ઘણીવાર લોકો મજાકમાં લૂઝ ટૉક કરતાં હોય છે. જોકે, વિજયે મજાકમાં પણ ક્યારેય લૂઝ ટોક કરી નથી.'

શું છે કેસ?
થોડાં સમય પહેલાં વિદ્યા બાલનની ફિલ્મ 'શેરની'નું શૂટીંગ બાલાઘાટમાં થયું હતું. 29 ઓક્ટોબરના રોજ રેન્જર્સ યુનિવર્સિટીમાં બનાવવામાં આવેલા સેટ પર વિજય રાઝ પર આસિસ્ટન્ટ ડિરેક્ટરે અયોગ્ય રીતે સ્પર્શ કરવાનો આક્ષેપ મૂક્યો હતો. પહેલાં તો વિજયે પ્રોડક્શનના લોકોની સામે પીડિતાની માફી માગી હતી. જોકે, બે ત્રણ દિવસ બાદ પીડિતાએ વિજય રાઝ પર પોલીસ કેસ કર્યો હતો.

પીડિતાની માફી માગી હતી
સૂત્રોના મતે, સેટ પર વિજય રાઝે પીડિતાના ખભા પર હાથ મૂક્યો હતો. વિજય રાઝે દલીલ કરી હતી કે તેણે ખોટાં ઈરાદાથી હાથ મૂક્યો નહોતો. પીડિતાની ઉંમર તેની દીકરી જેવડી છે. દીકરીની ઉંમરની કોઈ પણ છોકરી સાથે તે આવું કરવાનું તો તે સપનામાં પણ વિચારી શકે નહીં. જોકે, પીડિતાને અયોગ્ય થયું હોવાનું લાગ્યું તો તેણે માફી પણ માગી હતી. જોકે, પીડિતાએ વિજય રાઝને માફ કર્યો નહીં. પીડિતાની ફરિયાદ બાદ વિજય રાઝની મહારાષ્ટ્રના ગોંદિયા જિલ્લાથી ધરપકડ કરવામાં આવી હતી. જોકે, ધરપકડ બાદ વિજયને જામીન પર છોડવામાં આવ્યો હતો.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


bollywood actor Vijay Raaz breaks silence on molestation allegations against him

Source

કંગનાએ કહ્યું, ‘ક્યાં રાજા ભોજ, ક્યાં ગંગુ તેલી; CM ઉદ્ધવ ઠાકરેએ સત્તા માટે પોતાના પિતાના સિદ્ધાંત વેચ્યા’

www.divyabhaskar.co.in |

એક્ટ્રેસ કંગના રનૌતે ફરી એકવાર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર નિશાન તાક્યું છે. શનિવારે સવારે એક ટ્વીટ કરીને કહ્યું કે, ‘CM ઉદ્ધવ ઠાકરે પોતાના પિતાના સિદ્ધાંતોને ભૂલી ગયા છે.’ એક્ટ્રેસે થોડા દિવસ પહેલાં રિપબ્લિક ટીવી પર કાર્યવાહીને લઈને કહ્યું કે, ‘ધિક્કાર છે આ સરકારને જે પત્રકારો પર અત્યાચારો કરે છે.’

BMCએ ઓફિસ પર બુલડોઝર ચલાવ્યાના કેસમાં એક્ટ્રેસ છેલ્લા ઘણા દિવસોથી મહારાષ્ટ્ર સરકાર, BMC, મુંબઈ પોલીસ અને સીએમ ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ ગુસ્સો ઠાલવી રહી છે. આ દરમિયાન મુંબઈ પોલીસ અને એક ધર્મ વિશેષ વિરુદ્ધ વિવાદજનક ટ્વીટ કરવા પર 23 ઓક્ટોબરે અંધેરી કોર્ટમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ ફરિયાદની સુનાવણી 10 નવેમ્બરે થશે.

26 ઓક્ટોબરે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં કંગનાને બોલાવી
આ પ્રકારના વધુ એક ધર્મ વિશેષ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી પછી એક્ટ્રેસ કંગના અને તેની બહેન રંગોલી પર બાંદ્રા પોલીસ સ્ટેશનમાં કેસ ફાઈલ થયો છે. પૂછપરછ માટે કંગનાને 26 ઓક્ટોબર અને તેની બહેન રંગોલીને 27 ઓક્ટોબરે બોલાવી છે. હાલ નાના ભાઈનાં લગ્નમાં સામેલ થવા માટે બંને બહેનો હિમાચલ પ્રદેશમાં ભામ્બલામાં છે. જો તેમની વિરુદ્ધ પુરાવા મળશે તો તેમની ધરપકડ પણ થઇ શકે છે.

આ કલમ હેઠળ કેસ નોંધાયો
બાંદ્રાના મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ જયદેવ વાય. ઘુલેએ કંગના વિરુદ્ધ CRPCની કલમ 156 (3) હેઠળ FIR નોંધવાના આદેશ આપ્યા હતા. તેની પર એક્શન લઇ પોલીસે કંગના અને તેની બહેન વિરુદ્ધ CRPCની કલમ 153 A, 295 A, 124 A અને 34 હેઠળ કેસ ફાઈલ કર્યો છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Kangana Ranaut Uddhav Thackeray News Update: Manikarnika Actress Hit Out At Maharashtra CM Over Mumbai Police Register FIR Against Republic TV Editorial Team

Source

અમદાવાદ : પ્રિન્સ પાર્થ ફિલ્મ દ્વારા 'જોડે રેજો રાજ' ગીતની ભૂમિ ત્રિવેદીના સ્વર સાથે ડિજિટલ પ્લેટફોર્મ પર રજૂઆત

gujarati.oneindia.com |
અમદાવાદ : પ્રિન્સ પાર્થ ફિલ્મ દ્વારા ‘જોડે રેજો રાજ’ ગીતની ભૂમિ ત્રિવેદીના સ્વર સાથે ડિજિટલ પ્લેટફોર્મ પર રજૂઆત

Source

થ્રિલર વેબ સીરિઝથી ડિજિટલ ડેબ્યૂ કરશે, રાજ નિદિમોરુ તથા કૃષ્ણ ડીકેના ડિરેક્શનમાં બનનારી સીરિઝ સાઈન કરી

www.divyabhaskar.co.in |

વિશ્વભરમાં કોરોનાને કારણે ઘણાં બધા દેશોના થિયેટર બંદ છે. આથી જ તમામનું ધ્યાન વેબ પ્લેટફોર્મ પર છે. મોટા મોટા એક્ટર્સ પણ હવે વેબ સીરિઝમાં કામ કરવા તૈયાર થઈ ગયા છે. હવે શાહિદ કપૂર OTT પ્લેટફોર્મ પર થ્રિલર સીરિઝથી ડેબ્યૂ કરી રહ્યો છે.

વેબ પોર્ટલ પિંકવિલાના રિપોર્ટ પ્રમાણે, શાહિદ કપૂરે એક ડિજિટલ સીરિઝ સાઈન કરી છે. આ સીરિઝને ડિરેક્ટર રાજ તથા કૃષ્ણા ડિરેક્ટ કરશે. આ ડિરેક્ટર્સે 'સ્ત્રી' ફિલ્મ તથા વેબ સીરિઝ 'ધ ફેમિલી મેન'થી લોકપ્રિયતા મેળવી હતી. 'ધ ફેમિલી મેન'ની સફળતા બાદ બંનેને અનેક OTT પ્લેટફોર્મ માટે સીરિઝ બનાવવાની ઓફર મળી હતી. ત્યારબાદ બંનેએ જાણીતા ડિજિટલ પ્લેટફોર્મ સાથે સીરિઝ સાઈન કરી હતી.

આ એક થ્રિલર સીરિઝ હશે, જેમાં બંનેએ શાહિદ કપૂરનું નામ ફાઈનલ કર્યું હતું. બંનેએ જ્યારે એક્ટરને સીરિઝની સ્ટોરી સંભળાવી તો શાહિદ તરત જ તૈયાર થઈ ગયો હતો. આ સીરિઝ માટે શાહિદે 100 કરોડ રૂપિયામાં ડીલ સાઈન કરી હોવાની ચર્ચા છે.

'જર્સી' ફિલ્મ બાદ સીરિઝનું શૂટિંગ શરૂ કરશે
શાહિદ કપૂર બોલિવૂડ ફિલ્મ 'જર્સી'માં જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ બાકી છે. લૉકડાઉન પહેલા આ ફિલ્મનું શૂટિંગ ચંદીગઢમાં થતું હતું. આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યા બાદ શાહિદ પોતાની સીરિઝનું શૂટિંગ શરૂ કરશે. આ પ્રોજેક્ટ ઉપરાંત શાહિદ તથા ગુનીત મોંગા વચ્ચે એક રીમેક ફિલ્મ વિશે ચર્ચા ચાલી રહી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


shahid kapoor Thriller to make digital debut with web series, signed a series to be directed by Raj Nidimoru and Krishna DK

Source

શ્વેતા તિવારીનો પૂર્વ પતિ રાજા ચૌધરી છેલ્લાં 12 વર્ષથી દીકરી પલકથી દૂર છે, કહ્યું, ‘હું તેને બહુ યાદ કરું છું’

www.divyabhaskar.co.in |

શ્વેતા તિવારીની દીકરી પલક તિવારીએ હાલમાં જ પોતાનો 20મો બર્થડે સેલિબ્રેટ કર્યો છે. આ દિવસે શ્વેતા બચ્ચનના પૂર્વ પતિ રાજા ચૌધરીએ પોતાની દીકરીને યાદ કરીને તેનો ફોટો શેર કર્યો હતો. રાજાએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે તે ફોટો સાથે મારા ઘણા ઈમોશન જોડાયેલા છે, કારણ કે તેની સાથે ક્લિક કરેલો એ છેલ્લો ફોટો છે.

હાલમાં જ દિવ્ય ભાસ્કર સાથે વાતચીતમાં રાજાએ કહ્યું, આ ફોટો સાથે ઘણી યાદો જોડાયેલી છે. ઘણાં વર્ષો થઈ ગયાં હું મારી દીકરીને મળ્યો નથી અને મને યાદ છે ત્યાં સુધી આ ફોટો તેની સાથેનો છેલ્લો ફોટો છે. એટલે સ્વાભાવિક છે કે ઘણા ઈમોશન તેની સાથે જોડાયેલા છે. પલકના જન્મદિવસે મેં આ ફોટો સારા કેપ્શન ‘ટાઈમ જસ્ટ ફ્લાઈ’ સાથે પોસ્ટ કર્યો.

View this post on Instagram

Time just fly ……

A post shared by Raja Chaudhary (@rajachaudhary) on Oct 9, 2020 at 5:44am PDT

રાજાએ કહ્યું કે, ‘12 વર્ષથી વધારે સમય થઇ ગયો છે, હું મારી દીકરીને મળ્યો નથી. હું તેને બહુ મિસ કરું છું. હું તેની સાથે ઈમેલ, વોટ્સએપ કે નોર્મલ મેસેજથી વાત કરતો રહું છું, પરંતુ આટલાં વર્ષોમાં અમે ક્યારેય મળ્યાં નથી. અમારો સંબંધ ખબર નથી કેવો છે પણ અમે મળી શકતાં નથી. સ્વાભાવિક છે કે એક બાપ-દીકરીના બોન્ડિંગને હું બહુ મિસ કરું છું.’

એક્ટિંગ ડેબ્યુ કરવા પર શુભેચ્છા આપી
પલક તિવારી ટૂંક સમયમાં રોઝી ફિલ્મથી એક્ટિંગ ડેબ્યુ કરવાની છે. આ બાબતે રાજાએ કહ્યું, ‘હું પલકના નિર્ણયથી ઘણો ખુશ છું. મારા આશીર્વાદ હંમેશાં તેની સાથે જ રહેશે.’

19 વર્ષની ઉંમરે શ્વેતા તિવારીએ 1998માં એક્ટર રાજા ચૌધરી સાથે લવ મેરેજ કર્યા હતા. લગ્નનાં થોડાં વર્ષ પછી શ્વેતાએ રાજા પર ડોમેસ્ટિક વાયોલન્સનો આરોપ મૂક્યો હતો. લગ્નનાં 9 વર્ષ પછી શ્વેતાએ 2007માં ડિવોર્સનો કેસ ફાઈલ કર્યો. કેસ લાંબો ખેંચાયા પછી 10 ઓક્ટોબર 2012માં બંનેએ છૂટાછેડા લીધા.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Shweta Tiwari’s Ex Husband Raja Chaudhary Have Not Meet His Daughter Palak For The Last 12 Years, Said ‘I Miss Her So Much’

Source

30 ઓક્ટોબરના રોજ 'સિંઘમ' ફૅમ એક્ટ્રેસ કાજલ અગ્રવાલ બિઝનેસમેન ગૌતમ કિચલુ સાથે લગ્ન કરશે

www.divyabhaskar.co.in |

હિંદી, તમિળ તથા તેલુગુ ફિલ્મની લોકપ્રિય એક્ટ્રેસ કાજલ અગ્રવાલ 30 ઓક્ટોબરના રોજ લગ્ન કરવાની છે. કાજલે સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને આ અંગેની માહિતી આપી હતી. કાજલે કહ્યું હતું કે તે મુંબઈમાં ગૌતમ કિચલુ સાથે લગ્ન કરશે. આ પ્રસંગે ચાહકોના આશીર્વાદ મળે તેવી ઈચ્છા વ્યક્ત કરે છે.

કાજલે પોતાની પોસ્ટમાં કહ્યું હતું, 'આ કહેવામાં મને ઘણો જ આનંદ થાય છે કે હું 30 ઓક્ટોબરના રોજ મુંબઈમાં ગૌતમ સાથે લગ્ન કરવાની છું. બહુ જ નાનકડું ફંકશન કરવામાં આવશે અને માત્ર પરિવારના સભ્યો જ સામેલ થશે.'

View this post on Instagram

♾🙏🏻

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on Oct 5, 2020 at 10:56pm PDT

'આ મહામારીએ નિશ્ચિત રીતે આપણી ખુશીઓમાં થોડી ઊણપ લાવી દીધી છે પરંતુ અમે અમારું જીવન એકબીજાની સાથે શરૂ કરવા અંગે ઘણાં જ રોમાંચિત છીએ. તમને આ વાત કહેવામાં ઘણો જ આનંદ અનુભવીએ છીએ.'

'છેલ્લાં જેટલાં વર્ષોથી તમે મને જે પ્રેમ આપ્યો છે, તેના માટે હું તમારી આભારી છું. આ અવિશ્વસનીય નવી સફરમાં અમે તમારા આશીર્વાદ ઈચ્છીએ છીએ. હું ભવિષ્યમાં પણ દર્શકોનું મનોરંજન કરવાનું કામ ચાલુ રાખીશ, પરંતુ એક નવા ઉદ્દેશ તથા અર્થની સાથે. તમારું ક્યારેય પૂરું ના થનાર સમર્થન માટે તમારો આભાર.'

લગ્નની જાહેરાત કરી તે પહેલાં જ કાજલ અગ્રવાલ ચર્ચામાં આવી હતી. રિપોર્ટ પ્રમાણે, બંનેએ ગયા મહિને સગાઈ કરી હતી.

View this post on Instagram

🤍

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on Oct 5, 2020 at 5:19am PDT

કોણ છે ગૌતમ કિચલુ?
રિપોર્ટ પ્રમાણે, ગૌતમ કિચલુ એક બિઝનેસમેન છે અને તે ઈન્ટિરિયર તથા હોમ ડેકોર સાથે જોડાયેલ ઈ-કોમર્સ પ્લેટફોર્મ 'ડિસર્ન લિવિંગ'નો માલિક છે. કાજલે 'સિંઘમ', 'સ્પેશિયલ 26', 'મગધીરા' જેવી ફિલ્મમાં કામ કર્યું છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


ગૌતમ કિચલુ હોમ ડેકોર તથા ઈન્ટિરિયર ડિઝાઈનિંગ સાથે જોડાયેલો ઓનલાઈન બિઝનેસ કરે છે

Source

પ્રિયંકા ચોપડાનુ હૉલિવુડમાં રાજ, બેસ્ટ સપોર્ટીંગ એક્ટ્રેસ માટે ઑસ્કર નૉમિનેશન!

gujarati.oneindia.com |
પ્રિયંકા ચોપડાએ હવે ધીમે ધીમે હૉલિવુડમાં પણ પોતાના પગ જમાવી લીધા છે. સમાચારોની માનીએ તો પ્રિયંકા ચોપડાને આ વર્ષે પોતાની ફિલ્મ વ્હાઈટ ટાઈગર માટે બેસ્ટ સપોર્ટીંગ એક્ટ્રેસનુ ઑસ્કર નૉમિનેશન પણ મળી શકે છે. આવુ હૉલિવુડ વેરાઈટી મેગેઝીનની પ્રેડીક્શન લિસ્ટ કહે છે.

Source

CBI ટૂંક સમયમાં ફાઇનલ રિપોર્ટ રજૂ કરી શકે છે, નિતેશ રાણેએ કહ્યું- તેમને દિશાના મૃત્યુનું સત્ય ખબર છે, CBI સામે ખુલાસો કરશે3 મહિના પસાર થઈ ગયા પછી પણ આ કેસ હજુ સોલ્વ થયો નથી કે સુશાંત સિંહ રાજપૂતનું મૃત્યુ હતું કે આત્મહત્યા. મુંબઈ પોલીસ દ્વારા એક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ ફાઈલ કરાવ્યા બાદ આ મામલો બિહાર પોલીસ, ED, CBI અને નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો સુધી પહોંચી ગયો છે.

સૂત્રોના હવાલાથી જાણકારી સામે આવી રહી છે કે CBI આગામી દિવસોમાં આ કેસ સાથે જોડાયેલી ફાઇનલ તપાસનો રિપોર્ટ રજૂ કરી શકે છે. તે AIIMSના ફાઇનલ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે. 17 તારીખે દિલ્હીમાં AIIMSના ડોક્ટર્સની એક ફાઇનલ બેઠક થવાની છે. એવું માનવામાં આવી રહ્યું છે કે CBI આ કેસમાં આત્મહત્યાનો એન્ગલ લઈને આગળ વધી રહી છે. અત્યારસુધીમાં તેમને હત્યા કે કોઈપણ પ્રકારના ષડ્યંત્રના સંકેત નથી મળ્યા. આજે પણ અમુક લોકોને પૂછપરછ માટે CBI DRDO ગેસ્ટહાઉસ બોલાવી શકે છે.

આ વચ્ચે NCB (નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો)એ આ કેસમાં 17 લોકોને અરેસ્ટ કરી લીધા છે. અરેસ્ટ થયેલા લોકોમાં સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને તેનો ભાઈ શોવિક પણ સામેલ છે. બંને 22 સપ્ટેમ્બરથી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. બંનેની નીચલી કોર્ટમાં બેવાર જામીન અરજી રિજેક્ટ થઇ ગઈ છે. જામીન માટે હવે તેમની પાસે હાઇકોર્ટનો વિકલ્પ બચે છે. જોકે 6 દિવસથી જેલમાં રહેતી રિયા ચક્રવર્તીના વકીલ સતીશ માનશિંદેનું કહેવું છે કે તેમના ક્લાયન્ટ જામીન માટે ઉતાવળ નથી કરી રહ્યાં. સોમવારે બપોરે વકીલને રિયા અને શોવિકની રદ થયેલી અરજીના ચુકાદાની કોપી મળી ગઈ છે. માનવામાં આવી રહ્યું છે કે આજે અથવા કાલ સુધી તેઓ હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે.

નિતેશ રાણેએ કહ્યું, તેમને દિશાના મૃત્યુનું સત્ય ખબર છે
મહારાષ્ટ્રના મોટા નેતા નારાયણ રાણેના દીકરા અને BJP નેતા નિતેશ રાણેએ રિપબ્લિક ભારત ન્યૂઝને આપેલા એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે તેમને સુશાંતની એક્સ મેનેજર દિશા સલિયનના મૃત્યુનું સત્ય ખબર છે, પરંતુ તેઓ ઈચ્છે છે કે દિશાનો બોયફ્રેન્ડ રોહન ખુદ સામે આવીને સત્ય જણાવે. નિતેશ રાણેએ કહ્યું હતું કે જે પુરાવા રોહન રાય છુપાવી રહ્યા છે એ મારી પાસે છે. જો રોહન CBIને સત્ય નહીં જણાવે તો હું જણાવીશ. તેમણે સવાલ ઉઠાવ્યો કે જે દિશા સાથે રહેતો હતો રોહન તે ગાયબ કેમ છે? જ્યારે દિશા પડી તો રોહન ત્યાં 25 મિનિટ પછી કેમ આવ્યો? પાર્ટીમાં દિશાને બોલાવી હતી, પરંતુ તે જવા ઇચ્છતી ન હતી.

તમે મુંબઈ આવો, હું તમારું રક્ષણ કરીશ
રાણેનું કહેવું છે કે હું રોહન રાયને જણાવવા ઈચ્છું છું કે તમે મુંબઈ આવો. ડરો નહીં. તમે બધું સાચું એજન્સીને જણાવો. તેમણે કહ્યું હતું કે રોહન રાય સાથે પૂછપરછ થઈ તો બધું સામે આવી જશે, 8 જૂને પાર્ટીમાં એક નેતા પણ સામેલ હતા. એ જ દિવસે દિશાનું મૃત્યુ થયું હતું. એ પાર્ટીમાં એક બિલ્ડર, બે એક્ટર, એક એક્ટરનો ભાઈ અને એક મોટા નેતા પણ સામેલ હતા. દિશાના મૃત્યુના એક અઠવાડિયા પછી 14 જૂને બાંદરાસ્થિત ફ્લેટમાં સુશાંતની ડેડબોડી લટકેલી મળી હતું.

નિતેશ રાણેના જણાવ્યા અનુસાર, 'સુશાંત સિંહ રાજપૂત 8 જૂન પછીથી ઘણો હેરાન હતો. 8 તારીખે પાર્ટીમાં એવા કયા લોકો હાજર હતા, જેને બચાવવા માટે સરકાર આટલી મહેનત કરી રહી છે? માત્ર રિયા માટે સરકાર આટલી મહેનત નથી કરતી.'

દિશાએ આત્મહત્યા ન કરી હોવાનો દાવો
નિતેશ રાણેએ વધુમાં કહ્યું હતું કે દિશા સલિયનનું મર્ડર થયું છે, 'હું દાવા સાથે કહી શકું છું કે દિશાએ આત્મહત્યા નથી કરી. જો આ આત્મહત્યા છે તો રોહન, તેના મિત્રો, પાડોશીઓ અને વોચમેન ગભરાયેલા કેમ છે?' નિતેશ રાણેએ CBI તપાસના વખાણ કરતાં કહ્યું હતું કે તેમને આ વાતની ખુશી છે કે તેઓ યોગ્ય દિશા તરફ આગળ વધી રહ્યા છે અને ટૂંક સમયમાં સત્ય સામે આવશે.

લોનાવલાના ફાર્મહાઉસ પરથી ઘણી વસ્તુઓ મળી
થોડા દિવસ પહેલાં NCBએ સુશાંતના લોનાવલા ફાર્મહાઉસમાં દરોડા પાડ્યા હતા, જ્યાંથી ઘણી વસ્તુઓ મળી છે. એમાં એક ડોક્ટરનો કાગળ, દવાઓ, કૃત્રિમ હુક્કો, અમુક સંદિગ્ધ નશીલા પદાર્થ મળ્યાં છે. ફાર્મહાઉસના કર્મચારીઓએ બોલિવૂડના અમુક સેલેબ્સ ત્યાં આવતા અને પાર્ટીમાં સામેલ થતા હોવાની પુષ્ટિ કરી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


CBI આગામી દિવસોમાં આ કેસ સાથે જોડાયેલી ફાઇનલ તપાસનો રિપોર્ટ રજૂ કરી શકે છે.

Source

એક્ટર પ્રોડ્યુસર સચિન જોશીએ શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી, એક કિલો સોનાની ખરીદી સાથે જોડાયેલો કેસએક્ટર પ્રોડ્યુસર સચિન જોશીએ શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા વિરુદ્ધ મુંબઈના એક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સચિનનો આરોપ છે કે એક કિલો સોનાની ખરીદીમાં તેમની સાથે ફ્રોડ થયો છે. આ સોનુ તેણે સતયુગ ગોલ્ડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની ગોલ્ડ સ્કીમ યોજના હેઠળ ખરીદ્યું હતું. સચિન અનુસાર શિલ્પા અને રાજ જ આ કંપનીના પ્રમુખ છે.

જ્યારે શિલ્પા અને રાજના નજીકના લોકોનું કહેવું છે કે સચિન જોશીએ આવું કરીને ખુદ માટે આફતને આમંત્રણ આપ્યું છે. કારણકે સચિનને સોનુ ત્યાં સુધી નહીં મળે જ્યાં સુધી તે કોર્ટમાં રકમ જમા નથી કરતા. અંદરના સૂત્રે તો ત્યાં સુધી કહ્યું કે શિલ્પા અને રાજે તો પહેલેથી જ સચિન પર ચેક બાઉન્સનો કેસ ફાઈલ કરાવીને રાખ્યો છે.

કોર્ટની નજર હેઠળ રહેશે તે સોનુ
સૂત્રોના જણાવ્યા મુજબ, '11 સપ્ટેમ્બરે માનનીય હાઈ કોર્ટે 7 સપ્ટેમ્બરે 2020ના તે આદેશને બદલી નાખ્યો જેમાં સચિન જોશીને કોર્ટમાં જમા પડેલા એક કિલો સોનાને મેળવવાની મંજૂરી આપી દીધી હતી. નવા આદેશમાં કોર્ટે સચિનને સોનુ લેતા અટકાવી હાલ તેને કોર્ટની નજરમાં ત્યાં સુધી સુરક્ષિત રાખવાનો આદેશ આપ્યો છે જ્યાં સુધી આ બંને પાર્ટીઓ મેટરને સોલ્વ ન કરી દે.'

આ છે આખી મેટર
જોશીના જણાવ્યા મુજબ માર્ચ 2014માં તેણે સતયુગ પ્રાઇવેટ લિમિટેડ કંપની પાસેથી 18.58 લાખ રૂપિયામાં એક કિલો સોનુ ખરીદ્યું હતું. તે સમયે પાંચ વર્ષની યોજના હેઠળ તેને એક ગોલ્ડ કાર્ડ આપવામાં આવ્યું હતું અને દાવો કરવામાં આવ્યો કે નિશ્ચિત સમય પૂરો થયા બાદ તે તેના બદલામાં સોનુ લઇ શકે છે.

ઇન્વેસ્ટમેન્ટના સમયે શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા આ જ કંપનીમાં પ્રમુખ પદો પર નિયુક્ત હતા. માર્ચ 2019માં પાંચ વર્ષ પૂરા થયા બાદ જોશીએ જ્યારે આ કાર્ડને વટાવવાની ટ્રાય કરી તો તેને ખબર પડી કે કંપનીની બાંદ્રા-કુર્લા સ્થિત ઓફિસ બંધ થઇ ગઈ છે. ત્યારબાદ તે સતત કંપનીનો સંપર્ક કરતા રહ્યા પણ તેને કોઈ જવાબ ન મળ્યો.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


સચિન જોશીએ 2014માં ગોલ્ડ ટ્રેડિંગ કરનારી એક કંપની પાસેથી એક કિલો સોનુ ખરીદ્યું હતું. તે સમયે તે કંપનીમાં શિલ્પા શેટ્ટી અને તેના પતિ પ્રમુખ પદો પર નિયુક્ત હતા.

Source

error:
Scroll to Top