યદ

દિવાળી પર રિધ્ધિમા કપૂરને પિતા રિશી કપૂરની યાદ આવી, દિવાળી સેલિબ્રેશનના જુના ફોટો શેર કરી લખ્યું- 'મિસ યુ પાપા'

www.divyabhaskar.co.in |

લેજન્ડ એક્ટર રિશી કપૂર 31 એપ્રિલે દુનિયાને અલવિદા કહીને જતા રહ્યા. એક્ટરની દીકરી રિધ્ધિમા કપૂર તેમની ઘણી ક્લોઝ હતી જેને કારણે તે ઘણીવાર પિતાના અમુક યાદગાર ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. દિવાળીના ખાસ અવસર પર જ્યાં આખો દેશ સેલિબ્રેશન કરી રહ્યો છે ત્યાં દીકરીને પિતાની ગેરહાજરી સતાવી રહી છે.

રિદ્ધિમા કપૂર સાહની પિતાના મૃત્યુ બાદ માતા નીતુ કપૂર અને ભાઈ રણબીર કપૂર સાથે મુંબઈમાં હતી. દિવાળીના થોડા દિવસ પહેલાં જ તે તેના ઘર દિલ્હી પરત ફરી છે. આ વર્ષે દિવાળી પર પિતા નથી એટલે તેણે ગયા વર્ષના સેલિબ્રેશનના ફોટો શેર કર્યા છે. તેણે લખ્યું છે કે, 'ગયા વર્ષની યાદ. દિવાળી 2019. મિસ યુ પાપા.

તેની સ્ટોરીના ફોટોમાં રિશી કપૂર અને નીતુ કપૂર દીકરી સાથે પોઝ આપી રહ્યા છે. આ સિવાય રિધ્ધિમાએ નાના રિશીના ખોળામાં બેઠેલી તેની દીકરી સમારાનો ફોટો પણ શેર કર્યો છે. આ સાથે તેણે તૂટેલા દિલનું ઈમોજી પણ મૂક્યું છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Riddhima Kapoor Misses Her Father Rishi Kapoor On Diwali, Shared An Old Picture Of Diwali Celebrations And Said ‘Miss You Papa’

Source

ગુજરાત : સરકાર દ્વારા વધુ 32 જાતિઓનો બિન અનામત વર્ગમાં સમાવેશ કરાયો, આ રહી યાદી

gujarati.oneindia.com |
ગુજરાત : સરકાર દ્વારા વધુ 32 જાતિઓનો બિન અનામત વર્ગમાં સમાવેશ કરાયો, આ રહી યાદી

Source

મહેસાણા : નરેશ કનોડિયા અને મહેશ ભાઈ કનોડિયાનાં દુઃખદ અવસાન; શોકમગ્ન કનોડા ગામવાસીઓએ તેમના સામાજિક કાર્યોને કર્યાં યાદ

gujarati.oneindia.com |
મહેસાણા : નરેશ કનોડિયા અને મહેશ ભાઈ કનોડિયાનાં દુઃખદ અવસાન; શોકમગ્ન કનોડા ગામવાસીઓએ તેમના સામાજિક કાર્યોને કર્યાં યાદ

Source

શ્વેતા તિવારીનો પૂર્વ પતિ રાજા ચૌધરી છેલ્લાં 12 વર્ષથી દીકરી પલકથી દૂર છે, કહ્યું, ‘હું તેને બહુ યાદ કરું છું’

www.divyabhaskar.co.in |

શ્વેતા તિવારીની દીકરી પલક તિવારીએ હાલમાં જ પોતાનો 20મો બર્થડે સેલિબ્રેટ કર્યો છે. આ દિવસે શ્વેતા બચ્ચનના પૂર્વ પતિ રાજા ચૌધરીએ પોતાની દીકરીને યાદ કરીને તેનો ફોટો શેર કર્યો હતો. રાજાએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે તે ફોટો સાથે મારા ઘણા ઈમોશન જોડાયેલા છે, કારણ કે તેની સાથે ક્લિક કરેલો એ છેલ્લો ફોટો છે.

હાલમાં જ દિવ્ય ભાસ્કર સાથે વાતચીતમાં રાજાએ કહ્યું, આ ફોટો સાથે ઘણી યાદો જોડાયેલી છે. ઘણાં વર્ષો થઈ ગયાં હું મારી દીકરીને મળ્યો નથી અને મને યાદ છે ત્યાં સુધી આ ફોટો તેની સાથેનો છેલ્લો ફોટો છે. એટલે સ્વાભાવિક છે કે ઘણા ઈમોશન તેની સાથે જોડાયેલા છે. પલકના જન્મદિવસે મેં આ ફોટો સારા કેપ્શન ‘ટાઈમ જસ્ટ ફ્લાઈ’ સાથે પોસ્ટ કર્યો.

View this post on Instagram

Time just fly ……

A post shared by Raja Chaudhary (@rajachaudhary) on Oct 9, 2020 at 5:44am PDT

રાજાએ કહ્યું કે, ‘12 વર્ષથી વધારે સમય થઇ ગયો છે, હું મારી દીકરીને મળ્યો નથી. હું તેને બહુ મિસ કરું છું. હું તેની સાથે ઈમેલ, વોટ્સએપ કે નોર્મલ મેસેજથી વાત કરતો રહું છું, પરંતુ આટલાં વર્ષોમાં અમે ક્યારેય મળ્યાં નથી. અમારો સંબંધ ખબર નથી કેવો છે પણ અમે મળી શકતાં નથી. સ્વાભાવિક છે કે એક બાપ-દીકરીના બોન્ડિંગને હું બહુ મિસ કરું છું.’

એક્ટિંગ ડેબ્યુ કરવા પર શુભેચ્છા આપી
પલક તિવારી ટૂંક સમયમાં રોઝી ફિલ્મથી એક્ટિંગ ડેબ્યુ કરવાની છે. આ બાબતે રાજાએ કહ્યું, ‘હું પલકના નિર્ણયથી ઘણો ખુશ છું. મારા આશીર્વાદ હંમેશાં તેની સાથે જ રહેશે.’

19 વર્ષની ઉંમરે શ્વેતા તિવારીએ 1998માં એક્ટર રાજા ચૌધરી સાથે લવ મેરેજ કર્યા હતા. લગ્નનાં થોડાં વર્ષ પછી શ્વેતાએ રાજા પર ડોમેસ્ટિક વાયોલન્સનો આરોપ મૂક્યો હતો. લગ્નનાં 9 વર્ષ પછી શ્વેતાએ 2007માં ડિવોર્સનો કેસ ફાઈલ કર્યો. કેસ લાંબો ખેંચાયા પછી 10 ઓક્ટોબર 2012માં બંનેએ છૂટાછેડા લીધા.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Shweta Tiwari’s Ex Husband Raja Chaudhary Have Not Meet His Daughter Palak For The Last 12 Years, Said ‘I Miss Her So Much’

Source

જયા સાહાએ NCBની પૂછપરછમાં શ્રદ્ધા કપૂર માટે CBD ઓર્ડર કર્યો હોવાની વાત સ્વીકારી, નમ્રતા સાથેની ચેટ અંગે કહ્યું- મને કંઈ યાદ નથી

www.divyabhaskar.co.in |

થોડાં દિવસ પહેલા સુશાંત સિંહ રાજપૂત મોત કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યા બાદ અનેક મોટા નામો સામે આવ્યા છે. આ દરમિયાન NCBએ જયા સાહાની બે દિવસ પૂછપરછ કરી હતી અને આ પૂછપરછમાં અનેક મહત્ત્વના ખુલાસા સામે આવ્યા હતા. સાહાએ તપાસ એજન્સીને કહ્યું હતું કે તેણે શ્રદ્ધા કપૂર માટે ઓનલાઈન ઓર્ડર કરીને CBD ઓઈલની વ્યવસ્થા કરી આપી હતી.

પૂછપરછ દરમિયાન NCBએ જયાને શ્રદ્ધા સાથે થયેલી વાતચીતના સ્ક્રીનશોર્ટ્સ બતાવ્યા હતા અને અનેક સવાલ કર્યા હતા. જયાએ શ્રદ્ધા માટે CBD ઓઈલની વ્યવસ્થા કરી આપી હોવાનું સ્વીકાર્યું હતું. આ ડ્રગ ભારતમાં બૅન છે.

અનેક સેલેબ્સને CBD ઓઈલ આપ્યું હોવાની વાત સ્વીકારી
ઈન્ડિયા ટુડેના અહેવાલ પ્રમાણે, પૂછપરછમાં જયા સાહાએ સ્વીકાર્યું છે કે શ્રદ્ધા કપૂર ઉપરાંત સુશાંત સિંહ રાજપૂત, રિયા ચક્રવર્તી, ફિલ્મમેકર મધુ મન્ટેના તથા પોતાના માટે CBD ઓઈલની વ્યવસ્થા કરતી હતી. NCBએ જયાને નમ્રતા શિરોડકર સાથેની ચેટ અંગે સવાલ કર્યો હતો તેણે કહ્યું હતું કે તે ચેટ તેની જ છે પરંતુ શેના વિશે હતી, તે તેને યાદ નથી.

આ પહેલા EDએ રિયા ચક્રવર્તી તથા જયા સાહા વચ્ચે થયેલી ડ્રગ્સ ચેટનો ખુલાસો કર્યો હતો. જયાએ રિયાને કહ્યું હતું કે તે સુશાંતની ચા કે કૉફીમાં CBD ઓઈલના કેટલાંક ટીપાં નાખી શકે છે. 30-40 મિનિટ પછી કિક મળશે.

NCBએ કરિશ્મા પ્રકાશ વિરુદ્ધ સમન પાઠવ્યું
NCBએ દીપિકા પાદુકોણની ટેલેન્ટ મેનેજર કરિશ્મા પ્રકાશને સમન પાઠવ્યું હતું. જોકે, તેની તબિયત ખરાબ હોવાથી તેણે 25 સપ્ટેમ્બર પછી આવવાની વાત કરી હતી. કરિશ્મા તથા જયા સાહા એક જ ટેલેન્ટ કંપનીમાં કામ કરે છે.

અનેક એક્ટ્રેસ સકંજામાં
ડ્રગ્સ કેસની તપાસમાં અત્યાર સુધી અનેક એક્ટ્રેસના નામ સામે આવ્યા છે, જેમાં સારા અલી ખાન, રકુલપ્રીત સિંહ, શ્રદ્ધા કપૂર, દીપિકા પાદુકોણ, દિયા મિર્ઝા, નમ્રતા શિરોડકર તથા ફેશન ડિઝાઈનર સિમોન ખંબાટા સામેલ છે.

બોટમેન સારા-રકુલ-શ્રદ્ધાનું નામ લીધું હતું
પૂછપરછ દરમિયાન લોનાવલાના એક બોટમેને કહ્યું હતું કે સુશાંતની સાથે તેના પાવના ફાર્મહાઉસમાં રિયા ચક્રવર્તી, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર તથા રકુલ પ્રીત સિંહ પાર્ટી કરવા આવતા હતા. અહીંયા થતી પાર્ટીમાં ગાંજો તથા દારૂનો ઉપયોગ સામાન્ય હતો.

દીપિકાનું નામ સામે આવ્યું
ડ્રગ્સ કેસમાં હવે દીપિકાનું નામ સામે આવ્યું છે. દીપિકા તથા તેની મેનેજર કરિશ્માની ચેટ સામે આવી છે. આ ચેટ 28 ઓક્ટોબર, 2017ની છે. આ ચેટમાં દીપિકાએ કરિશ્મને પૂછ્યું હતું, 'માલ હૈ ક્યા?'

NCB દીપિકા, સારા તથા રકુલને બોલાવી શકે છે
NCBના એક અધિકારીએ નામ જાહેર ના કરવાની શરતે કહ્યું હતું કે પહેલા કરિશ્મા પ્રકારની પૂછપરછ થશે. જો જરૂર પડી તો દીપિકાને પણ સમન મોકલવામાં આવશે. દીપિકા ઉપરાંત સારા તથા રકુલને પણ સમન મોકલાય તેવી શક્યતા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


જયા સાહા સેલિબ્રિટી મેનેજમેન્ટ કંપની ક્વાનમાં કામ કરે છે. 40થી વધુ બોલિવૂડ સેલેબ્સ આ કંપનીના ક્લાયન્ટ છે

Source

અનુપમ ખેરે 31 વર્ષ પહેલા આતંકીઓના હાથે માર્યા ગયેલા કાશ્મીરી પંડિતને યાદ કર્યા, કહ્યું- આ દિવસથી હિંદુઓ પર અત્યાચારની શરૂઆત થઈ હતીઅનુપમ ખેર તથા ફિલ્મમેકર અશોક પંડિતે 14 સપ્ટેમ્બર, સોમવારના રોજ સોશિયલ મીડિયામાં 31 વર્ષ પહેલા આતંકવાદીઓના હાથે માર્યા ગયેલા સમાજસેવક ટીકાલાલ ટપલુને યાદ કર્યા હતા. ટપલુની હત્યા બાદ ત્યાં કાશ્મીરી પંડિતો તથા હિંદુઓ વિરુદ્ધ હિંસા શરૂ થઈ હતી. આથી જ ત્યાં આજના દિવસને શહીદ દિવસ તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે.

અનુપમ ખેરે ટ્વીટ કરીને કહ્યું હતું, 'આજથી 39 વર્ષ પહેલા 59 વર્ષીય સોશિયલ વર્કર શ્રી ટીકાલાલ ટપલુજીની આતંકવાદીઓએ 14 સપ્ટેમ્બરના રોજ હત્યા કરી દીધી હતી અને ત્યારથી જ અહીંયા કાશ્મીરી પંડિતો પર અત્યાચાર શરૂ થયા હતા. આ ઘા ભલે ભરાઈ ગયા પરંતુ આપણે તેને ભૂલ્યા નથી અને ભૂલવા પણ જોઈએ નહીં.'#KPMartyrsDay

અનુપમ ખેરે અન્ય ટ્વીટમાં પોતાની ભૂલ સુધારી
અનુપમ ખેરે આ ઘટના 39 વર્ષ પહેલા બની હોવાની વાત કહી હતી. જોકે, આ ઘટના 14 સપ્ટેમ્બર, 1989માં બની હતી. ત્યારબાદ એક્ટરે પોતાની ભૂલ સુધારવા માટે અન્ય એક ટ્વીટમાં 31 વર્ષ એમ લખ્યું હતું.

અશોક પંડિતે પણ શ્રદ્ધાંજલિ આપી
ફિલ્મમેકર અશોક પંડિતે પણ સોશયિલ મીડિયામાં ટપલુને યાદ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. અશોક પંડિતે કહ્યું હતું, 'ભારતીય હોવાને કારણે કાશ્મીરમાં જેમને મારી નાખવામાં આવ્યા તે તમામ કાશ્મીરી હિંદુ ભાઈ-બહેનોનું યાદ કરી રહ્યો છું. આની શરૂઆત આજે 14 સપ્ટેમ્બર, 1989માં થઈ હતી. ઈસ્લામિક કટ્ટરપંથીઓએ કાશ્મીરી હિંદુ ટીકાલાલ ટપલુને તેમના ઘરની સામે મારી નાખ્યા હતા.'#KPMartyrsday'

અશોક પંડિતે એક વીડિયો પણ શૅર કર્યો હતો
અશોક પંડિતે એક વીડિયો પણ શૅર કર્યો હતો. આ વીડિયોમાં કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચારની વાત કહેવામાં આવી છે. આ વીડિયોમાં કહેવામાં આવ્યું હતું, '14 સપ્ટેમ્બર, 1989ની તારીખ ઘણાં લોકો માટે કોઈ મહત્ત્વની નહીં હોય પરંતુ નિર્વાસિત કાશ્મીરી હિંદુઓ-કાશ્મીરી પંડિતો માટે આ તારીખથી આતંકવાદીઓના અત્યાચારની શરૂઆત થઈ હતી.'

'પંડિત ટીકાલાલ ટપલુ જાણીતા વકીલ હતા અને એક મુખ્ય રાજકીય પાર્ટીના કાર્યકારી સભ્ય હતા. આ જ દિવસે તેમની હત્યા તેમના ઘરની બહાર આતંકવાદીઓએ કરી હતી. આ ઘટનાથી ત્યાં શાંતિ તથા સદભાવનાથી રહેતા લોકો હચમચી ઉઠ્યા હતા.'

'થોડાં દિવસ ત્યાં ઘરની બહાર નોટિસ લગાવવામાં આવી હતી અને કાશ્મીર ઘાટી છોડવાની વાત કહેવામાં આવી હતી. ત્યારબાદ તે લોકોએ નામની યાદી બનાવી હતી, પછી મોટા પાયે હત્યા તથા દુષ્કર્મ તથા યાતનાઓ આપવામાં આવી હતી.'

'વીણી-વીણીને કરવામાં આવેલી હત્યાઓ બાદ કાશ્મીર વેલીમાં હિંદુઓનો સફાયો કરવામાં આવ્યો અને આ જ કારણથી ત્યાંથી લોકોએ ભાગવું પડ્યું હતું. ત્રણ લાખ કાશ્મીરી હિંદુઓએ પોતાનું ઘર છોડ્યું અને તેમને પોતાના દેશમાં જ શરણાર્થી તરીકે રહેવા મજબૂર કરવામાં આવ્યા હતા. હજારો લોકોએ શિબિરમાં શરણ લેવી પડી હતી અને આજે પણ ઘણાં લોકો ત્યાં જ રહે છે.'

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Anupam Kher remembers Kashmiri Pandit killed by terrorists 31 years ago

Source

error:
Scroll to Top