મળ

અમરેલી : વિકટર, ચાંચ, ખેરાનાં દરિયાકાંઠે યાયાવર પક્ષીઓનો મેળો જામ્યો, વિદેશી પક્ષીઓનું આગમન શરૂ

gujarati.oneindia.com |
અમરેલી : વિકટર, ચાંચ, ખેરાનાં દરિયાકાંઠે યાયાવર પક્ષીઓનો મેળો જામ્યો, વિદેશી પક્ષીઓનું આગમન શરૂ

Source

મૃણાલ ઠાકુરે ‘જર્સી’ ફિલ્મનું શૂટિંગ શરુ કર્યું, કહ્યું, ‘હું કોઈ પણ કામ વગર ઘરે બેસી શકું છું, પરંતુ મારા યુનિટને પગાર નહિ મળે’

www.divyabhaskar.co.in |

‘જર્સી’ ફિલ્મના છેલ્લા શેડ્યુલના થોડા અઠવાડિયાં પછી મૃણાલ ઠાકુર શૂટિંગ માટે ચંડીગઢ પહોંચી ગઈ છે. દેશમાં કોવિડના વધતા જતા કેસ દરમિયાન સ્થિતિ વધારે જોખમી બની રહી છે. યુનિટના મેમ્બરના મનમાં પણ કોરોનાની બીક બેસી ગઈ છે. આ વિશે મૃણાલ ઠાકુરનું કહેવું છે કે, દરેકના દિલમાં ડર છે પરંતુ આ સમયે કામ કરવું જરૂરી છે. જો એક્ટર જ કામ નહિ કરે તો તેનું નુકસાન આખા યુનિટને ભોગવવું પડશે.

‘શૂટિંગમાં દરેક વાતનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે’
મૃણાલે જણાવ્યું કે, ‘જ્યારે અમે ફરીથી કામ કરવાનો નિર્ણય કર્યો હતો ત્યારે અને આ સ્થિતિનું અનુમાન લગાવ્યું હતું. આ ચિંતાજનક છે પરંતુ મને નિર્માતા અને આખી યુનિટ પર વિશ્વાસ છે. જો અમે ગાઈડલાઈન્સનું પાલન કરે છે અને કડક નિયમો ફોલો કરીશું તો ફિલ્મ પૂરી થઇ શકશે. ફિલ્મના શૂટિંગ દરમિયાન કોઈ પણ મુશ્કેલી આવી શકે છે પણ અમે બહારની દુનિયા સાથે કોન્ટેક્ટ ઓછા કરવા માટે બધા પ્રયત્નો કરીશું. અમારી પાસે સેટ પટ ડોક્ટર અને સેનિટરી ઓફિસર છે. તેઓ સતત અમારી પર નજર રાખી રહ્યા છે. આ કપરા સમયમાં અમે એક સારા સમયની આશા કરીએ છીએ.’

મૃણાલ ઠાકુરને યુનિટ મેમ્બર્સની ચિંતા
વધુમાં તેણે કહ્યું કે, ‘ફિલ્મ પૂરી કરવી એ એક પ્રાથમિકતા છે કારણકે અમે ક્યાં સુધી કામ રોકીશું. લોકો ભોજન માટે પણ સંઘર્ષ કરી રહ્યા છે. એક ફિલ્મ માત્ર એક સ્ટારથી બનતી નથી. આખો યુનિટ પરિવાર છે. હું ઘરે બેસવું સહન કરી શકું છું, પરંતુ મને ખબર છે કે હું કામ નહિ કરું તો મારા યુનિટને પણ પગાર નહિ મળે. આ આપણા બધાની જવાબદારી છે. હા, મને થોડો ડર લાગે છે પરંતુ લોકો પર આર્થિક ભાર એટલો બધો છે કે આપણે બધાએ આ વાતનું ધ્યાન રાખવું પડશે.’

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Mrunal Thakur Started Shooting For Jersey “I Can Sit At Home Without Work, But My Unit Will Not Get Salary

Source

અમદાવાદ : કર્ફ્યુ દરમિયાન થંભી ગયુ અમદાવાદ, લૉકડાઉન જેવી જોવી મળી સ્થિતિ

gujarati.oneindia.com |
અમદાવાદ : કર્ફ્યુ દરમિયાન થંભી ગયુ અમદાવાદ, લૉકડાઉન જેવી જોવી મળી સ્થિતિ

Source

12 વર્ષના સંઘર્ષ બાદ 'મિર્ઝાપુર 2'ના શરદ શુક્લાને ઓળખ મળી, એક સમયે સ્ટૂડિયોની બહાર ન્યૂઝ પેપર પર સૂતો હતો

www.divyabhaskar.co.in |

વેબ સીરિઝ 'મિર્ઝાપુર'ની બીજી સિઝનમાં અન્ય પાત્રોની સાથે શરદ શુક્લાનું પાત્ર પણ ઘણું જ લોકપ્રિય થયું છે. આ પાત્રને એક્ટર અંજુમ શર્માએ ભજવ્યું છે. તે છેલ્લાં 12 વર્ષથી એક્ટિંગ વર્લ્ડમાં સંઘર્ષ કરી રહ્યો છે. ઘણાં ઓછા લોકોને ખ્યાલ હશે કે અંજુમે 'તનુ વેડ્સ મનુ' જેવી ફિલ્મના ડિરેક્ટર આનંદ એલ રાયની સાથે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. આ સમયે ઘણીવાર તે ન્યૂઝ પેપર પાથરીને સૂતો હતો. દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં અંજુમ શર્માએ પોતાની જર્ની અંગે વાત કરી હતી.

ઓસ્કર વિનર ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું
અંજુમ શર્માએ એક્ટિંગ કરિયરની શરૂઆત બ્રિટિશ ડ્રામા 'સ્લમડોગ મિલિયોનર'થી કરી હતી. આ ફિલ્મ અંગે તેણે કહ્યું હતું, 'જ્યારે હું થિયેટરમાં વ્યસ્ત હતો ત્યારે એક ફોન આવ્યો હતો અને ફોરેન ફિલ્મ માટે ઓડિશન આપવાની હોવાની વાત કહેવામાં આવી હતી.

'મેં ઓડિશન આપ્યું હતું. જોકે, જે રોલ માટે ઓડિશન આપ્યું તે રોલ મને મળ્યો નહોતો. ત્રણ-ચાર મહિના પછી ફિલ્મના કો-ડિરેક્ટર તથા કાસ્ટિંગ ડિરેક્ટર લવલીન ટંડનનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું શૂટિંગ ચાલુ થઈ ગયું છે. ફિલ્મમાં એક રોલ છે અને તે તેને લેવા માગે છે.'

સ્ટિલ કેમેરો ખરીદવા માટે આ રોલ કર્યો
અંજુમે આગળ કહ્યું હતું, 'મને ખ્યાલ હતો કે ડેની બોયલ હોલિવૂડના જાણીતા ડિરેક્ટ રછે. આથી જ મને ફિલ્મમાં રસ હતો. આ ઉપરાંત મારે DSLR સ્ટિલ કેમેરો ખરીદવો હતો. આથી મને જે પૈસા મળ્યા તેમાંથી મેં કેમેરો ખરીદ્યો હતો. ફિલ્મને જ્યારે ઓસ્કર મળ્યો ત્યારે મને થયું કે ચાલો શરૂઆત તો સારી થઈ. તે સમયે કોઈએ મને કહ્યું હતું કે હવે તું જીવનમાં ગમે કર પરંતુ તારા કરિયરની ફિલ્મ પહેલી ઓસ્કર વિનિંગ ફિલ્મ તરીકે જાણીતી બનશે.'

'મિર્ઝાપુર' આ રીતે મળી
અંજુમે કહ્યું હતું, 'મેં 'જંગલ બુક' નામથી એક નાટક કર્યું હતું. આ નાટકને શેર ખાનના પોઈન્ટ ઓફ વ્યૂથી બનાવવામાં આવ્યું હતું અને મેં લીડ રોલ પ્લે કર્યો હતો. પ્લે પૂરું થયું પછી મારી પાસે ગુરુ (ગુરમીત સિંહ)નો ફોન આવ્યો હતો અને એક રોલ હોવાની વાત કરી હતી. સિઝન વનમાં માત્ર એક સીન જેટલો જ રોલ હતો પરંતુ મહત્ત્વનો હતો.'

'મેં તરત જ હા પાડી દીધી. તે સમયે ડિજિટલ પ્લેટફોર્મ નવું હતું પરંતુ હું સારા કન્ટેન્ટમાં કામ કરવા માગતો હતો. જોકે, જ્યારે સીરિઝ આવી ત્યારે મારો જે મુંડનવાળો સીન હતો, તે સૌથી છેલ્લે હતો. વાસ્તવમાં તે સીન છેલ્લે નહોતો. એડટિંગ ટેબલ પર મારો રોલ સાવ છેલ્લે નાખી દેવામાં આવ્યો હતો.'

'મેકર્સને લાગ્યું કે તે પહેલી સિઝનમાં એવી કંઈ ક્લૂ મૂકે કે આ પાત્રના માધ્યમથી નવી સિઝનમાં કંઈક નવી વાર્તા આવશે. જ્યારે સિઝન 2ની વાર્તા લખાઈને આવી અને મેં વાંતી તો સમજી ગયો કે આ બહુ જ ડિટેલ્ડ તથા અલગ પ્રકારનું મુશ્કેલ પાત્ર છે.'

અંજુમના મતે, તેને ખ્યાલ નથી કે ત્રીજી સિઝનમાં તેના પાત્ર સાથે શું થશે પરંતુ બીજી સિઝન બાદ તેને જે લોકપ્રિયતા મળી છે તે હાલમાં તેને એન્જોય કરે છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Sharad Shukla of ‘Mirzapur 2’ was identified after 12 years of struggle, once sleeping on a newspaper outside the studio

Source

NCBએ આજે દીપિકા પાદુકોણની મેનેજરને પૂછપરછ માટે બોલાવી, ઘરમાંથી ડ્રગ્સ મળી આવ્યું હતું

www.divyabhaskar.co.in |

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ દીપિકા પાદુકોણની મેનેજર કરિશ્મા પ્રકાશને આજે એટલે કે 28 ઓક્ટોબરના રોજ પૂછપરછ માટે બોલાવી છે. NCBએ કરિશ્માના ઘરે મંગળવાર (27 ઓક્ટોબર)ના રોજ દરોડા પાડ્યા હતા અને ત્યાં હશીશ મળી આવ્યું હતું. જોકે, આ કાર્યવાહી દરમિયાન કરિશ્મા તેના ઘરે નહોતી. આથી જ NCBએ તેના ઘરની બહાર સમન્સ લગાવ્યું હતું. તપાસમાં સામે આવ્યું કે કરિશ્મા ડ્રગ્સ પેડલર્સ સાથે સતત કોન્ટેક્ટમાં હતી.

કરિશ્માના ઘરે 1.8 ગ્રામ હશીશ મળી આવ્યું હતું
NCBના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ કહ્યું હતું કે કરિશ્માના આસપાસના લોકો, ઓફિસના લોકો તથા તમામ ઓળખીતાઓને સમન્સની માહિતી આપવામાં આવી છે. NCBના એક અન્ય અધિકારીએ કહ્યું હતું કે સીક્રેટ ઈન્ફોર્મેશનને આધારે કરિશ્માના વર્સોવા સ્થિત ઘરમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી 1.8 ગ્રામ હશીશ મળી આવ્યું હતું.

કરિશ્માના જે ઘરે કાર્યવાહી કરવામાં આવી તે તેનું બીજું ઘર છે. માનવામાં આવે છે કે તે અહીંયા આવતી-જતી રહે છે. જોકે, તેના વકીલે આ વાતનું ખંડન કર્યું હતું કે તે અહીંયા રહે છે. NCBએ આ પહેલા કરિશ્માની બેવાર પૂછપરછ કરી હતી, જેમાં એકવાર દીપિકા પાદુકોણની સામે બેસાડીને પૂછપરછ કરવામાં આવી હતી.

દીપિકા-કરિશ્માની ડ્રગ્સ ચેટ સામે આવી હતી
ઉલ્લેખનીય છે કે ગયા મહિને દીપિકા અને કરિશ્મા વચ્ચે ડ્રગ્સ અંગે થયેલી વાતચીત સામે આવી હતી. દીપિકા-કરિશ્મા વચ્ચે આ વાતચીત 28 ઓક્ટોબર 2017નાં રોજ થઈ હતી. કરિશ્મા સાથે થયેલી વાતચીતમાં દીપિકાએ 'hash' અને 'weed' જેવાં શબ્દોનો ઉપયોગ કર્યો હતો. પ્રતિબંધિત ડ્રગ્સ સાથે જોડાયેલી ભાષામાં hashનો ઉપયોગ હશીશ માટે થાય છે. જોકે, બંને વચ્ચે થયેલી વાતચીતમાં તે સ્પષ્ટ નથી થયું કે 'hash' અને 'weed'નો ઉપયોગ કોના માટે કરવાનો હતો. આ ડ્રગ્સના પ્રમાણનો પણ કોઈ જ ઉલ્લેખ થયો નહતો, પરંતુ આ વ્હોટ્સએપ ચેટ દીપિકાની મુશ્કેલી વધારવા માટે પૂરતી છે.

આ રીતે કરિશ્માથી દીપિકા સુધી પહોંચ્યુ ડ્રગ્સ કનેક્શન
દીપિકાની મેનેજર તરીકે કામ કરતી કરિશ્મા પ્રકાશ 'ક્વાન' નામની એક સેલિબ્રિટી મેનેજમેન્ટ કંપનીમાં કામ કરે છે. આ કંપની 40થી વધુ બોલીવુડ સેલિબ્રિટીઝને ટેલેન્ટ મેનેજરની સુવિધા પૂરી પાડે છે. રિયા ચક્રવર્તીની મેનેજર જયા સાહા પણ આ કંપની માટે જ કામ કરે છે. જયા, કરિશ્માની સીનિયર છે. NCB, CBI અને EDની ટીમ જયાની અનેક વખત પૂછપરછ કરી ચૂકી છે. તપાસ દરમિયાન NCBને જયા અને કરિશ્મા વચ્ચે થયેલી ચેટની જાણ થઈ હતી.ત્યારબાદ સમગ્ર મામલો દીપિકા સુધી પહોંચ્યો હતો.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


NCBએ ગયા મહિને કરિશ્માની બેવાર પૂછપરછ કરી હતી, જેમાં એકવાર દીપિકાની સામે બેસાડીને સવાલ-જવાબ કરવામાં આવ્યા હતાઃ ફાઈલ તસવીર

Source

નિક્કી તંબોલીનો એક્સ બોયફ્રેન્ડ શહનવાઝ આલમ 'બિગ બોસ 14'માં એન્ટ્રી લઇ શકે છે, તેની યાદમાં બોક્સર ઈસ્ત્રી કરતી જોવા મળી એક્ટ્રેસ

www.divyabhaskar.co.in |

ટીવીના સૌથી વિવાદિત શો 'બિગ બોસ 14'માં ટૂંક સમયમાં અમુક નવી વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી થવાની છે. શહજાદ દેઓલ અને સારા ગુરપાલ બેઘર થયા બાદ આ અઠવાડિયે 'FIR' ફેમ ચંદ્રમુખી ચૌટાલા એટલે કે કવિતા કૌશિક અને 'કુમકુમ ભાગ્ય' ફેમ એક્ટ્રેસ નૈના સિંહ શોમાં વાઈલ્ડ કાર્ડ તરીકે આવી ગયા છે. આ સિવાય શોમાં ટીવી એક્ટર શાર્દુલ પાંડે પણ આવી રહ્યો છે. એવી પણ ચર્ચા છે કે શોને વધુ એન્ટરટેનિંગ બનાવવા માટે હવે આ સીઝનની સૌથી ચર્ચિત કન્ટેસ્ટન્ટ નિક્કી તંબોલીના એક્સ બોયફ્રેન્ડ શહનવાઝ આલમને શોમાં લાવવાની તૈયારી છે.

હાલમાં જ સ્પોટબોયે સૂત્રોના હવાલે લખ્યું હતું કે, નિક્કી તંબોલીનો એક્સ બોયફ્રેન્ડ શહનવાઝ આલમ શોમાં ટૂંક સમયમાં એન્ટ્રી લઇ શકે છે. મેકર્સ તેની સાથે સતત વાતચીત કરી રહ્યા છે અને જો બધું ઠીક રહ્યું તો તે શોમાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી તરીકે જોવા મળશે.

શરૂઆતના અઠવાડિયામાં ખુદ નિક્કી તંબોલીએ શોમાં તેના એક્સ બોયફ્રેન્ડ શહનવાઝનો ઉલ્લેખ કર્યો હતો. એટલું જ નહીં બીબી મોલમાંથી 7 આઈટમ લેવા દરમ્યાન નિક્કીએ તેના એક્સની બોક્સર લેવાની જીદ કરી હતી. આ જીદનું કારણ એ હતું કે નિક્કીને તેની યાદ આવી રહી હતી અને તેને કારણે બાકીના લોકોએ તેમના જરૂરી સામાનને છોડવો પડ્યો હતો. નિક્કીના આવા નિર્ણયથી ઘરવાળા ઘણા નારાજ થયા હતા. આ સિવાય તે ઘણીવાર બોયફ્રેન્ડની યાદમાં તેના બોક્સરને ઈસ્ત્રી કરતી જોવા મળી છે.

View this post on Instagram

#happysunday

A post shared by Shahnawaz Alam (@shahnawazalam553) on Oct 10, 2020 at 11:04pm PDT

કવિતા કૌશિક, નૈના સિંહ, શાર્દુલ પાંડે સિવાય પવિત્રા પુનિયાના એક્સ બોયફ્રેન્ડ પ્રતીક સહજપાલને પણ ઘરમાં લાવવાની તૈયારી થઇ રહી છે. શોમાં શહનવાઝ આલમ અને પ્રતીક સહજપાલની એન્ટ્રી ઘણી રસપ્રદ અને TRP માટે ઘણી ફાયદાકરક થઇ શકે છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Nikki Tamboli’s Ex Boyfriend Shahnawaz Alam To Be Enter In Bigg Boss 14, She Has Iron His Boxer Many Timesin The Show

Source

સુબ્રમણ્યમ સ્વામીએ વડાપ્રધાન મોદીને AIIMSના રિપોર્ટની સમીક્ષાની માગ કરી, કહ્યું- જવાબ નહીં મળે તો કોર્ટ જઈશ

www.divyabhaskar.co.in |

સુશાંત સિંહ ડેથ કેસમાં શરૂઆતથી જ ન્યાયની માગ કરી રહેલા ભાજપ નેતા અને રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લેટર લખ્યો છે. તેણે પીએમને AIIMSના રિપોર્ટની સમીક્ષા કરવાની માગ કરી છે. સાથે જ તેણે લખ્યું કે જો વડાપ્રધાન તરફથી તેમના લેટરનો કોઈ જવાબ નહીં આવે તો તે કોર્ટ પણ જઈ શકે છે.

સ્વામીએ ટ્વિટર પર જાણકારી આપી
વડાપ્રધાનને લખેલા લેટરની જાણકારી સ્વામીએ ટ્વિટર પર આપી છે. તેણે લખ્યું કે, 'સુશાંતના ઓટોપ્સીએ લઈને ડો. સુધીર ગુપ્તાની સ્પેશિયલ ટીમના પરિણામની સમીક્ષા પર પીએમનો જવાબ નહીં મળે તો મારી પાસે જનહિત યાચિકા ફાઈલ કરવાનો અધિકાર છે. અનુચ્છેદ 19 અને 21 હેઠળ મને આ જાણવાનો અધિકાર છે કે સુશાંતનું મૃત્યુ કઈ રીતે થયું?

આ પહેલાં 12 ઓક્ટોબરે પણ સુબ્રમણ્યમ સ્વામીએ સુશાંતના મૃત્યુ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું હતું કે મૃત્યુના દિવસે, જે ગ્લાસમાં સુશાંતે ઓરેન્જ જ્યુસ પીધું હતું તેને સુરક્ષિત કેમ રાખવામાં ન આવ્યું. આમાં કોઈ આશ્ચર્ય નથી કે મુંબઈ પોલીસે તે એપાર્ટમેન્ટ સીલ ન કર્યો જેમાં ઘટના ઘટી હતી. જ્યારે, અપ્રાકૃતિક મૃત્યુમાં આવું કરવું જરૂરી હોય છે.

AIIMSની ટીમે આત્મહત્યાનો કેસ ગણાવ્યો
ડો. સુધીર ગુપ્તાની લીડરશિપમાં બનેલી AIIMSની ફોરેન્સિક ટીમે તેના ફાઇનલ રિપોર્ટમાં કહ્યું હતું કે આ ક્લીયર કટ આત્મહત્યાનો કેસ છે. રિપોર્ટમાં હત્યાની વાતને નકારી દેવામાં આવી હતી.

સુશાંતનો પરિવાર રિપોર્ટથી સંતુષ્ટ નથી
AIIMSના રિપોર્ટથી સુશાંતનો પરિવાર સંતુષ્ટ નથી. એક્ટરના પિતાના વકીલ વિકાસ સિંહે એક ન્યૂઝ ચેનલ પર કહ્યું હતું કે, AIIMSના ડોક્ટર ટીવી ચેનલ્સ પર જઈને તેમના મત રજૂ કરી રહ્યા છે પરંતુ રિપોર્ટ સાર્વજનિક નથી કર્યો. તેમણે એવું પણ કહ્યું હતું કે મીડિયામાં ડોક્ટર્સના આવા સ્ટેટમેન્ટ મેડિકલ કાઉન્સિલની એથિકલ ગાઇડલાઇન્સનું ઉલ્લંઘન છે. તેણે AIIMSના રિપોર્ટને કરપ્ટ ગણાવ્યા હતા.

ફોરેન્સિક ટીમના રિપોર્ટ સામે આવ્યા બાદ અમુક દિવસ પહેલાં વિકાસ સિંહે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમાં તેણે ફોરેન્સિક ટીમના હેડ ડો. સુધીર ગુપ્તાના એક સ્ટેટમેન્ટનો ઉલ્લેખ કરીને CBI પાસે કેસની ઊંડાણપૂર્વક તપાસ કરવાની માગ કરી હતી. વિકાસ સિંહે કહ્યું હતું કે જ્યારે મેં ડોક્ટર ગુપ્તાને સુશાંતના બોડીના ફોટોઝ બતાવ્યા હતા તો તેમણે કહ્યું હતું કે આ 200% ગળું દબાવીને જીવ લેવાનો કેસ છે, આત્મહત્યા નથી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Sushant Singh Rajput Death Case: Subramanian Swamy Writes Letter To PM Narendra Asking For A Re review On The AIIMS Report

Source

error:
Scroll to Top