મળવ

BMCએ સોનુ સૂદને ગણાવ્યા નિયમો તોડનાર, શરદ પવારને મળવા પહોંચ્યા અભિનેતા

gujarati.oneindia.com |
Sonu Sood meets Sharad Pawar: BMCએ નોટિસ મળ્યા બાદ ફિલ્મ અભિનેતા સોનુ સૂદે એનસીપી ચીફ શરદ પવાર સાથે આજે મુલાકાત કરી. વાસ્તવમાં ગેરકાયદે નિર્માણ માટે બીએમસીએ સોનુ સૂદને નોટિસ મોકલી છે અને તેમને વારંવાર નિયમો તોડનાર ગણાવ્યા છે. ત્યારબાદ સોનૂ સૂદે

Source

અભિનવ કોહલીની મુખ્યમંત્રીને અપીલ, વીડિયો શૅર કરીને કહ્યું- શ્વેતા દીકરાને મળવા દેતી નથી

www.divyabhaskar.co.in |

શ્વેતા તિવારીના બીજા પતિ અભિનવ કોહલી પોતાના દીકરા રેયાંશને મળવા માટેની એક પણ તક છોડવા માગતો નથી. સોમવાર, 9 નવેમ્બરના રોજ તેણે સોશિયલ મીડિયામાં એક પછી એક પાંચ વીડિયો શૅર કર્યા હતા. આ વીડિયોમાં શ્વેતા તિવારી પતિને દીકરાને મળતો અટકાવે છે. અભિનવે આક્ષેપ મૂક્યો છે કે શ્વેતાએ રેયાંશને હોટલના રૂમમાં છુપાવ્યો હતો.

મુખ્યમંત્રીને અપીલ કરી
અભિનવે સૌ પહેલાં જે વીડિયો શૅર કર્યો છે, તેના કેપ્શનમાં કહ્યું હતું, 'બીજા કોઈના નામે રૂમ લીધો હતો. સૌથી દુઃખની વાત એ છે કે પોલીસ પણ એક બાપને તેના દીકરા સાથે મળાવી શકી નહીં. હવે તે અહીંથી પણ ભાગી ગઈ. કેટલી મુશ્કેલીથી શોધી હતી. ઉદ્ધવ સાહેબ (મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે) તથા મિસિસ ઉદ્વવ સાહેબ મહેરબાની કરીને કંઈક કરો. પિતા તરીકે હું ઘણું જ સહન કરી રહ્યો છું. બાળકને મળવામાં મારી મદદ કરો.'

'હું દરવાજા પર બેલ મારતો રહ્યો'
અભિનવે બીજા વીડિયોમાં કહ્યું હતું, 'દીકરા સાથે થોડીકવાર મુલાકાત કરાવી અને પછી તે ગાયબ થઈ ગઈ. હું દરવાજા પર બેલ મારતો રહ્યો. આ તે બપોરનો વીડિયો છે અને બેબી કહી રહ્યો છે કે તમે હોટલ ના આવ્યા.' આ જ રીતે ત્રીજા વીડિયોના કેપ્શનમાં લખ્યું હતું, 'તે જ દિવસે.'

'મળી ના શકીએ એટલે બાળકને લઈ ભાગી ગઈ'
ચોથા વીડિયોમાં અભિનવે કહ્યું હતું, 'બાળક ના પાડતો હતો તો પણ મેં તેને ઘરે આવવા દીધી. તેને કન્વિન્સ કરવા દીધી. બાળક સૂઈ ના જતું ત્યાં સુધી તું રહેતી અને મારી સાથે તે શું કર્યું? ઘરમાં ના આવવા દીધો અને હું બાળકને મળી ના શકું એટલે ભાગી ગઈ. એ વિચારે કે હું જ તેને મળવા આવતો નથી.'

View this post on Instagram

Ussi din Same Day

A post shared by Abhinav Kohli (@abhinav.kohli024) on Nov 8, 2020 at 10:43pm PST

'મારી ભલાઈનો ફાયદો ઉઠાવે છે'
પાંચમા તથા અંતિમ વીડિયોમાં અભિનવે કહ્યું હતું, 'મારી ભલાઈનો ફાયદો ઊઠાવવામાં આવ્યો છે. મેથી સપ્ટેમ્બર સુધી મને દૂર રાખ્યો, કોરોના થયો તો બાળક મને આપી દીધું. જ્યારે બાળક જવા નહોતું માગતું તો પણ મેં કહ્યું કે આવ, સમજાવ અને લઈ જા. મને શું મળ્યું? બાળક છીનવી લીધું.'

અભિનવે શ્વેતાને લીગલ નોટિસ મોકલી છે
એક ઈન્ટરવ્યૂમાં અભિનવે કહ્યું હતું કે તેણે શ્વેતાને લીગલ નોટિસ મોકલી છે. નોટિસનો જવાબ 14 દિવસની અંદર આપવાનો છે. જો તે જવાબ નથી આપતી તો તેની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરશે.

25 ઓક્ટોબર સુધી અભિનવની સાથે રેયાંશ હતો
અભિનવે કહ્યું હતું કે શ્વેતા તિવારીને કોરોના થતાં દીકરો રેયાંશ 40 દિવસ સુધી તેની સાથે રહ્યો હતો. 25 ઓક્ટોબરના રોજ શ્વેતાએ રેયાંશને જબરજસ્તી તેની સાથે લઈ ગઈ હતી. શ્વેતાએ એક અઠવાડિયા સુધી દીકરા સાથે વાત ના કરાવી અને કહ્યું પણ નહીં કે તે ક્યાં છે.

અભિનવ પત્ની શ્વેતાના શો 'મેરે ડેડ કી દુલ્હન'ના સેટ પર પણ ગયો હતો પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં. એક અઠવાડિયા પછી 2 નવેમ્બર, સોમવારના રોજ બંને વચ્ચે કેટલીક સેકન્ડ વાત થઈ હતી.

અભિનવે ધમકી આપી
2 નવેમ્બરના રોજ દીકરાને મળ્યા બાદ અભિનવ બીજીવાર શ્વેતાના ઘરે ગયો ત્યારે કોઈએ દરવાજો ખોલ્યો નહોતો. આ વાતથી નારાજ થઈને અભિનવે ઘરની બહાર સોશિયલ મીડિયામાં લાઈવ થયો હતો અને કહ્યું હતું કે તે થોડીવાર પહેલા દીકરાને મળ્યો હતો અને તે ઘણો જ ડરેલો હતો. આ લોકો આવું જ કરે છે. કોઈ પણ વ્યક્તિને એ હદે હેરાન કરી દે કે તે થાકી હારીને કંઈક ખોટું કરી બેસે.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે શ્વેતાએ અભિનવ વિરુદ્ધ ડોમેસ્ટિક વાયોલન્સ હેઠળ ફરિયાદ કરી હતી અને ત્યારબાદથી બંને અલગ રહે છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Abhinav Kohli appeals to CM, shares video and said shweta did not meet him to his son

Source

સંજય દત્ત જોડિયાં સંતાનોને મળવા પત્ની માન્યતા સાથે દુબઈ ગયો, લોકડાઉન અને અભ્યાસને લીધે 6 મહિનાથી ઇકરા અને શહરાનથી દૂર હતોમંગળવારે સંજય દત્ત અને માન્યતા દત્ત સ્પેશિયલ ફ્લાઈટથી દુબઈ જવા રવાના થયા. દુબઈ જવાનું કારણ સંજયના જોડિયાં બાળકો છે જે છેલ્લા 6 મહિનાથી દૂર છે. દેશમાં લોકડાઉનને લીધે માન્યતા પણ સંજયની સાથે નહોતી, ઇકરા અને શહરાન દુબઈમાં અભ્યાસ કરે છે આથી બંને ઇન્ડિયા આવી શક્યા નહોતા.

માન્યતાએ સફર દરમિયાન બે ફોટોઝ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કર્યા હતા અને લખ્યું, જીવનને માણો. ફ્લાઈટમાં સંજયનું સ્વાગત એક કોફીથી કરવામાં આવ્યું જેની પર લાટે આર્ટની મદદથી સંજયનો ફોટો હતો. સંજયને લંગ કેન્સર હોવાના સમાચાર ખબર પડતા માન્યતા બાળકોને દુબઈ જ રાખીને ભારત આવી હતી.

ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના સમાચાર પ્રમાણે, સંજયની તબિયત પહેલા કરતાં સારી છે. તે એક અઠવાડિયાં કે 10 દિવસમાં પાછો આવી જશે. સંજુના સંતાનો દુબઈમાં જ છે તેને મળવા માટે તે ગયો છે. સંતાનોનો અભ્યાસ દુબઈમાં ચાલુ છે. સંજુએ થોડા દિવસ પહેલાં પોતાનો નવો લુક કર્યો છે. માન્યતાએ ફોટો શેર કર્યો છે તેમાં સંજયના ચહેરા પર ખુશી દેખાઈ રહી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Sanjay Dutt Arrives In Dubai To Meet Twins Iqra And Shaharan With Wife Manyata

Source

અગાઉ હિટ સંગીતનો અનુભવ મેળવી ચૂકેલા દેવ આનંદને શંકર જયકિસને આશ્ચર્યનો આંચકો આપ્યો….

‘આય હેડ ઓલરેડી ટેસ્ટેડ સ્વીટ ફ્રૂટ્સ ઓફ હિટ મ્યુઝિક ઇન ધ પાસ્ટ વ્હેન આય સાઇન્ડ અમિયા ચક્રવર્તીઝ પતિતા…’ મુલાકાતની શરૂઆતમાં જ દેવ આનંદ બોલી ઊઠયા હતા. (અમિયા ચક્રવર્તીની ફિલ્મ પતિતા કરી એ પહેલાં હું હિટ સંગીતનો સ્વાદ માણી ચૂક્યો હતો.) ગુરૂ દત્ત નિર્દેશિત બે ફિલ્મો બાજી (૧૯૫૧) અને જાલમાં એસ ડી બર્મને સંગીત પીરસ્યું હતું અને એ હિટ સાબિત થયું હતું. પછી દેવ આનંદે કહ્યું કે હકીકતમાં એ દિવસોમાં નિર્માતા નિર્દેશક કેપ્ટન હતા, સ્ટાર સિસ્ટમ હજુ આવી નહોતી અને હું પણ અભિનેતા તરીકે ઘડાઇ રહ્યો હતો. શંકર જયકિસને મારા દોસ્ત રાજ કપૂરની ફિલ્મોમાં સ્ફૂતદાયક સંગીત પીરસીને નવી હવા સર્જી હતી. પતિતામાં આ બંને શું કરે છે એ જોવા જાણવાની ઇંતેજારી મને હતી.

દેવ આનંદ સાથે પણ શંકર જયકિસને થોડીક ફિલ્મો કરી. આ બંનેસંગીતકારોએ લગભગ સાઠ-બાસઠ ગીતો દેવ આનંદ માટે રચ્યાં એમ કહી શકાય. આવી મોટા ભાગની ફિલ્મોમાં દેવ આનંદે હીરો તરીકે મુખ્ય ભૂમિકા કરેલી. આ ફિલ્મો અન્ય બેનર્સની હતી અને એમાં ખુદ દેવ આનંદે કહ્યું એમ એ યુગ નિર્માતા-નિર્દેશકોનો હતો એટલે ફિલ્મ સર્જકે જે સંગીતકાર પસંદ કર્યા હોય એ કલાકારોએ સ્વીકારવાના રહેતા. જો કે અગાઉ કહેલું એમ શંકર જયકિસને દેવ આનંદને સંપૂર્ણ સંતોષ થાય એવું સંગીત પીરસ્યું હતું. દેવ આનંદ અને શંકર જયકિસન સર્વપ્રથમ ફિલ્મ પતિતામાં સાથે થયા. 

૧૯૫૩માં આવેલી ફિલ્મ પતિતામાં અમીર-ગરીબ વચ્ચે પાંગરતા પ્રેમની અને સંજોગોની મારી બળાત્કારનો શિકાર બની ગયેલી યુવતીની કથા હતી. દેવ આનંદ અને ઉષા કિરણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મનાં બઘાં ગીતો સરસ હતાં પરંતુ સૌથી યાદગાર ગીતો પૂરતી વાત મર્યાદિત રાખીએ તો ત્રણ ગીતો આજેય સંગીત રસિકોને આકર્ષતાં રહ્યાં છે. શંકર જયકિસનનો જાદુઇ ભૈરવી અહીં એક અદ્ભૂત પ્રણયગીતમાં માણવા મળે છે. ગરીબ ઘરની યુવતીને જ્યારે અનાયાસે સહાય મળે છે અને જીવનમાં પહેલીવાર પ્યારનો અહેસાસ થાય છે ત્યારે કેવો શબ્દાતીત આનંદ અનુભવે છે એ હસરત જયપુરીએ લખેલા ગીતમાં અનુભવાય છે.

એ ગીત એટલે લતાજીના કંઠે રજૂ થયેલું ‘કિસી ને અપના બના કે મુઝ કો મુસ્કુરાના સીખા દિયા, અંધેરે ઘર મેં કિસીને હંસ કે ચિરાગ જૈસે જલા દિયા….’ આ ગીતનું ઓરકેસ્ટ્રેશન જાણ્યે અજાણ્યે ઘર આયા મેરા પરદેશી.. ગીત યાદ કરાવી દે એવું હતું. ખાસ કરીને એમાં લાલા ગંગાવણે અને દત્તારામે ઢોલકી-ઢોલક પર જે લચકદાર કહેરવો વગાડયો એ સાંભળનાર પર ભૈરવીની બંદિશ સાથે ગજબના કામણ કરે છે. શૈલેન્દ્રે રચેલા પ્રેમના નાજુક શબ્દોને સંગીતકારોએ રમતિયાળ તર્જ વડે જીવંત કર્યા હતા.

રાગ પહાડીની ઝલક દર્શાવતું એક રોમાન્ટિક ડયુએટ પણ બેમિસાલ બની રહ્યું. અહીં શંકર જયકિસને એસ ડી બર્મનનો (ફિલ્મ બાજી અને જાલ)નો પ્રયોગ અજમાવી લીધો. દેવ આનંદ માટે હેમંત કુમારનો કંઠ વાપર્યો હતો. હેમંતદા અને લતાજીએ ગાયેલું એ સદાબહાર ગીત આ રહ્યું, ‘યાદ કિયા દિલને કહાં હો તુમ, ઝૂમતી બહાર હૈ કહાં હો તુમ, પ્યાર સે પુકાર લો જહાં હો તુમ, પ્યાર સે પુકાર લો જહાં હો તુમ…’ તર્જમાં પ્યાર સે પુકાર લો જહાં હો તુમ શબ્દોનું પુનરાવર્તન પ્રણયભાવનાને સઘન બનાવે છે. આ બંને ગીતો રસિકોને સ્વરનો કેફ અનુભવાવે એવાં બન્યાં છે.

તો એક ગીત મજબૂર માનવીના મનોભાવને વ્યક્ત કરે છે. ‘અંધે જહાં કે અંધે રાસ્તે જાયેં તો જાયેં કહાં…’ તલત મહેમૂદે ગાયેલું આ ગીત મજબૂરીથી દેહના સોદા કરતી વેશ્યાની કૂખે જન્મેલા પાત્ર (અભિનેતા આગા) પર ફિલ્માવાયું છે. આ પાત્ર બળાત્કારનો ભોગ બનીને આપઘાત કરવા જતી નાયિકા (ઉષા કિરણ)ને બચાવી લઇને આશ્રય આપે છે. ગીતકાર શૈલેન્દ્રે અહીં પરમાત્માને સંબોધીને પાત્રની દુર્દશા રજૂ કરી છે. ‘દુનિયા તો દુનિયા, તૂ ભી પરાયા, હમ યહાં ના વહાં…’ આ ગીતની દરેક પંક્તિમાં દીન-દુઃખીના દિલનો પોકાર અનુભવાય છે.

એવુંજ ઔર એક અદ્ભૂત ગીત તલતના કંઠે રજૂ થયું છે. એની વાત આપણે અગાઉ કરેલી. ઇંગ્લીશ કવિ શેલીના અવર સ્વીટેસ્ટ સોંગ્સ આર ધોસ ધેટ ટેલ ઓફ સેડેસ્ટ થોટ…. અહીં એનું સચોટ પુનઃસર્જન શૈલેન્દ્રે કર્યું છે. ‘હૈ સબ સે મધુર વો ગીત જિન્હેં હમ દર્દ કે સૂર મેં ગાતે હૈં…’ દેવ આનંદે પરોક્ષ શબ્દોમાં કહેલું કે પતિતાનું સંગીત મારા માટે વિસ્મયજનક આનંદદાયી સાબિત થયું હતું.

Source

error:
Scroll to Top