મર

'કહોના પ્યાર હૈ'ની સફળતાથી ડરીને રીતિક રડવા લાગ્યો હતો, માફિયાઓએ રાકેશ રોશનને નફામાં હિસ્સો હડપ કરવા માટે ગોળી મારી હતી

www.divyabhaskar.co.in |

રીતિક રોશન 47 વર્ષનો થયો છે. 10 જાન્યુઆરી, 1974ના રોજ મુંબઈમાં જન્મેલા રીતિકે વર્ષ 2000માં આવેલી હિટ ફિલ્મ 'કહોના પ્યાર હૈ'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. રીતિકને પહેલી જ ફિલ્મથી એટલું સ્ટારડમ મળ્યું હતું કે અન્ય સ્ટાર્સ તો માત્ર કલ્પના જ કરી શકે. જોકે, આ સ્ટારડમથી રીતિક એ હદે ડરી ગયો હતો કે રડવા લાગ્યો હતો. રીતિકના પિતા રાકેશ રોશને એક ઈન્ટરવ્યૂમાં આ વાતનો ઘટસ્ફોટ કર્યો હતો.

રાકેશ રોશને કહ્યું હતું, 'કહોના પ્યાર હૈ' રિલીઝ થઈ પછીના ત્રણ-ચાર મહિના પછીની આ વાત છે. રીતિક રાતોરાત મળેલા સ્ટારડમને કારણે એ હદે ડરી ગયો હતો કે પોતાના રૂમમાં જઈને રડતો હતો. તેણે મને એવું કહ્યું હતું, 'હું આ સંભાળી શકીશ નહીં. હું કોઈ કામ કરી શકતો નથી. સ્ટૂડિયો જઈ શકતો નથી. મને મળવા માટે યુવક-યુવતીઓની બસ આવે છે. મને કામ શીખવાની તક જ મળતી નથી. બધા જ મને મળવા માગે છે.' આ વાત સાંભળીને મેં તેને સમજાવ્યો હતો કે વિચાર આવું કંઈ જ બન્યું જ ના હોત તો શું થાત? આને આશીર્વાદ સમજ. એડજસ્ટ અને આને ભારરૂપ ના સમજ.'

માફિયાઓએ પ્રોફિટમાં ભાગ માગ્યો હતો

  • રીતિકની રિયલ લાઈફ પણ ફિલ્મી લવ સ્ટોરી જેવી હતી. 'કહોના પ્યાર હૈ'માં જે રીતે રીતિક સોનાયા એટલે કે અમીષા પટેલને ટ્રાફિક સિગ્નલ પર મળે છે, તે જ રીતે રિયલ લાઈફમાં રીતિકે પહેલી જ વાર સુઝાનને ટ્રાફિક સિગ્નલ પર જોઈ હતી અને તેને પ્રેમ કરવા લાગ્યો હતો.
  • ફિલ્મ બ્લોકબસ્ટર થતાં જ રાકેશ રોશન પર માફિયાઓએ હુમલો કર્યો હતો. 21 જાન્યુઆી, 2000ના રોજ રાકેશ રોશન પર ગોળીઓ ચલાવવામાં આવી હતી, જેમાં એક ગોળી ખભા પર અને બીજી છાતીના ભાગે વાગી હતી. તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને તેમનો જીવ બચી ગયો હતો. આ હુમલો તેમને ધમકાવવા માટે કરવામાં આવ્યો હતો, જેથી તે 'કહોના પ્યાર હૈ'ના પ્રોફિટમાંથી માફિયાને હિસ્સો આપે.

અમીષાની માતાએ પણ ફિલ્મમાં કામ કર્યું હતું

  • ફિલ્મમાં રીતિકની છઠ્ઠી આંગળી ના દેખાય તે માટે શૂટિંગ દરમિયાન ગ્લવ્સ પહેરીને રાખતો હતો. તેથી જ ફિલ્મમાં તે લેફ્ટી બનીને રહ્યો.
  • દીકરીની ડેબ્યૂ ફિલ્મમાં અમીષા પટેલની માતા આશા પટેલે પણ કામ કર્યું હતું. રીતિકના ડબલ રોલ એટલે કે રાજની માતાના રોલમાં અમીષા પટેલની માતા હતી. જોકે, આ ફિલ્મ પહેલાં અમીષાના પરિવારે તેને ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી હતી.

શાહરુખ-કરીના પહેલી પસંદ હતા

  • ફિલ્મમાં પહેલાં શાહરુખ ખાન તથા કરીના કપૂરને પસંદ કરવામાં આવ્યા હતા. જોકે, શાહરુખે ના પાડી હતી. તેથી રીતિકને લેવામાં આવ્યો હતો. કરીનાની માતાએ શૂટિંગના થોડાં જ દિવસમાં ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ અમીષાને લેવામાં આવી હતી.

ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નામ નોંધાયેલું છે

  • શાહરુખની ફિલ્મ 'દિલ સે' પછી રીતિકની આ ફિલ્મે મ્યૂઝિકના તમામ અવોર્ડ્સ જીત્યા હતા. ફિલ્મને બેસ્ટ મ્યૂઝિક, લિરિક્સ, પ્લેબેક સિંગર મેલ, કોરિયોગ્રાફીનો અવોર્ડ્સ મળ્યો હતો. જોકે, આ તમામ અવોર્ડ્સ અલગ અલગ સોંગ્સ માટે હતા. આ ઉપરાંત 2002માં ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સના એડિશનમાં સૌથી વધુ અવોર્ડ મેળવાનારી ફિલ્મ તરીકે સામેલ કરવામાં આવી હતી. આ ફિલ્મને 92 અવોર્ડ મળ્યા હતા.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Hrithik roshan 47th birthday, know his interesting life facts

Source

ડિરેક્ટર સંજય 'ચંદા મામા દૂર કે' બનાવીને સુશાંતને ટ્રિબ્યૂટ આપશે, કહ્યું- 'SSRની જગ્યાએ અન્ય કોઈને લેવા મારા માટે મુશ્કેલ'

www.divyabhaskar.co.in |

ડિરેક્ટર સંજય પૂરણ સિંહ ચૌહાણ ફિલ્મ 'ચંદા મામા દૂર કે' બનાવીને દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતને ટ્રિબ્યૂટ આપવા ઈચ્છે છે. હાલમાં જ સંજયે એક ઈન્ટરવ્યૂમાં આ વાતની જાહેરાત કરી હતી. આ ફિલ્મ સુશાંતનો ડ્રીમ પ્રોજેક્ટ હતો. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી સુશાંતના સૌથી નિકટ સંજય ભારતની પહેલી સ્પેસ ફિલ્મ બનાવવા માગતો હતો. ફિલ્મના કેરેક્ટરની તૈયારી માટે સુશાંત 2018માં નાસા પણ ગયો હતો. જોકે, બજેટને કારણે આ ફિલ્મ બની શકી નહોતી. પછી સુશાંતના મોત બાદ સંજયે આ ફિલ્મનું કામ બંધ કરી દીધું હતું. હવે સંજયે આ ફિલ્મ માટે સુશાંતના રિપ્લેસમેન્ટની શોધ કરવાનું શરૂ કર્યું છે.

સુશાંતને બદલે અન્ય કોઈને લેવો મુશ્કેલ
ઈન્ટરવ્યૂ દરમિયાન સંજયે કહ્યું હતું, 'મારા માટે આ ફિલ્મના લીડ રોલ માટે સુશાંતને બદલે અન્ય કોઈ કલાકારને લેવો દુઃખદાયી છે. અત્યારે ફિલ્મની સ્ક્રિપ્ટનું કામ બાકી છે. આ સાથે જ લીડ એક્ટર ફાઈનલ કરવાનો છે.'

સુશાંતની નિકટ હતો
આ પહેલાં સંજયે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ફિલ્મ પ્રોડ્યૂસરની સાથે સુશાંતને વિવાદ થયો હતો પરંતુ તેને કારણે તેમના સંબંધો ક્યારેય ખરાબ થયા નહોતા. તે હંમેશાં તેની નિકટ રહ્યો હતો. તેઓ નિયમિત રીકે વાત કરતા હતા. તેમની વચ્ચે ફિલ્મથી લઈ પુસ્તકો અંગેની વાતો થતી હતી.

સુશાંત કેસમાં CBI તપાસ
સુશાંત સિંહ રાજપૂતનું મોત 14 જૂન, 2020ના રોજ મુંબઈના બાંદ્રા સ્થિત ફ્લેટમાં થયું હતું. તેના મોત બાદ CBI, ED, NCB તપાસ કરી રહ્યા છે. જોકે, હજી સુધી તપાસનું કોઈ ચોક્કસ પરિણામ સામે આવ્યું નથી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Director Sanjay will pay tribute to Sushant by making ‘Chanda Mama Door Ke’, saying- ‘It is difficult for me to take someone else instead of SSR’

Source

દિયા મિર્ઝાએ કહ્યું- ફિલ્મમાં રોલ માટે ક્યારેય મારી મિત્રતાનો ઉપયોગ નથી કરતી, મારી પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ અલગ-અલગ જ રાખું છું

www.divyabhaskar.co.in |

એક્ટ્રેસ દિયા મિર્ઝા છેલ્લા બે દશકથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે. આ દરમ્યાન તેણે ઘણા લોકો સાથે કામ કર્યું છે ઘણા મિત્રો બનાવ્યા પણ તેનું કહેવું છે કે ફિલ્મમાં રોલ માટે તેણે ક્યારેય પર્સનલ રિલેશનનો ઉપયોગ નથી કર્યો. તેણે કહ્યું કે તે પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને અલગ-અલગ જ રાખે છે. આ વાત તેણે હાલમાં જ ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સાથેની વાતચીત દરમ્યાન કરી છે. આ દરમ્યાન તેણે એવું પણ જણાવ્યું કે તે બોલિવૂડમાં ક્યારેય કોઈ કેમ્પનો હિસ્સો નથી રહી.

દિયાએ કહ્યું, મારી જર્ની દરમ્યાન મેં ઘણા લોકો સાથે મિત્રતા કરી છે, જેની સાથે મેં કામ કર્યું છે. મારી તે બધા સાથે લાંબા સમય સુધી ચાલનારી મિત્રતા છે, પણ મેં ક્યારેય કોઈ ફિલ્મમાં રોલ માટે તેમની પહોંચનો ઉપયોગ નથી કર્યો. હું જે કામ કરું છું તે અને મારી મિત્રતાને અલગ જ રાખું છું.

જેવું કામ હું ઈચ્છું છું એવું ન મળે તો હું ઘણી નિરાશ થતી હતી
દિયા નવા વર્ષને લઈને ઘણી ઉત્સુક છે. તેને નવા વર્ષથી ઘણી આશાઓ છે. દિયાને લાગે છે કે તેને હવે એવું કામ મળવા લાગ્યું છે, જેવું તે હંમેશાંથી કરવા ઇચ્છતી હતી. તેને લાગે છે કે આ વર્ષ તેના કરિયરનું 2.0 વર્ઝન છે. દિયાએ કહ્યું, જે પ્રકારના રોલ મને ઓફર થઇ રહ્યા છે અને ફિલ્મમેકર્સ મારી સાથે જોડાઈ રહ્યા છે, એ એક ઈન્ડિકેશન છે કે હું કંઈક બદલવામાં સફળ રહી છું.

જેવું કામ ઈચ્છે તેવું ન મળવા પર થતી નિરાશાને લઈને વાત કરતા દિયાએ કહ્યું, મારા મિત્રો જાણે છે કે મારી લાઈફમાં એક એવો ફેઝ પણ આવ્યો હતો. જ્યાં મને કામ મળી રહ્યું ન હતું અને જેવું કામ હું ઇચ્છતી હતી તેવું કામ ન મળતા હું ઘણી નિરાશ થઇ ગઈ હતી. અમારી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઉંમર ઘણી મેટર કરે છે, 32-33 થતા જ કામ પણ અલગ પ્રકારનું મળવા લાગે છે. હું ક્યારેય કોઈ કેમ્પનો હિસ્સો નથી રહી. મારા ઘણા સારા મિત્રો છે અને હું તેમની દોસ્તીનો ફાયદો તેમની પાસેથી સારી જાણકારી લેવા માટે કે કામ માગવા માટે નથી ઉઠાવતી.

દિયા ગયા વર્ષે 'થપ્પડ'માં દેખાઈ હતી
ગયા વર્ષે દિયા અનુભવ સિન્હાની ફિલ્મ 'થપ્પડ'માં દેખાઈ હતી. આ પહેલાં તે રાજકુમાર હિરાણીની ફિલ્મ 'સંજુ'માં સંજય દત્તની પત્ની માન્યતાના રોલમાં હતી. દિયાએ 2019માં ZEE5 પર રિલીઝ થયેલી 'કાફીર'થી ડિજિટલ ડેબ્યુ કર્યું હતું. તેણે 'દમ', 'પરિણીતા', 'દસ' અને 'હનીમૂન ટ્રાવેલ્સ પ્રાઇવેટ લિમિટેડ' જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. દિયાએ 2001માં રિલીઝ થયેલી ફિલ્મ 'રહના હૈ તેરે દિલ મેં'થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં દિયા સાથે આર માધવન લીડ રોલમાં હતો.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Dia Mirza Said I Have Never Used My Friendships To Demand A Role In A Film

Source

કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને જાનથી મારી નાખવાની ધમકી મળી

www.divyabhaskar.co.in |

ઉત્તર પ્રદેશ ફિલ્મ વિકાસ પરિષદના પ્રમુખ તથા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. કહેવાય છે કે રાજુ શ્રીવાસ્તવ તથા તેના સલાહકાર અજીત સક્સેના તથા PRO ગર્વિત નારંગને ફોન પર ધમકી આપવામાં આવી હતી.

રાજુ શ્રીવાસ્તવે ગૃહમંત્રી અમિત શાહને આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી તેવી માગણી કરી છે. સાત વર્ષ પહેલાં પણ મુંબઈમાં રાજુ શ્રીવાસ્તવને પાકિસ્તાનના કરાચી તથા દુબઈથી ફોન પર મારી નાખવાની ધમકી આપી હતી. તે સમયે રાજુએ મહારાષ્ટ્રમાં FIR કરી હતી.

ગયા વર્ષે ખંડણી માગી હતી
ગયા વર્ષે મે મહિનામાં કોમેડિયન પાસેથી ખંડણી માગવામાં આવી હતી અને પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી હતી. રાજુ શ્રીવાસ્તવને કોઈ મહિલા સાથે આપત્તિજનક હાલતમાં વીડિયો હોવાનું કહીને ખંડણી માગવામાં આવતી હતી. કોમેડિયને UPના DGPને ફરિયાદ કરી હતી કે તેને ત્રણ મહિનાથી ફોન કરીને હેરાન કરવામાં આવી રહ્યો છે. ત્યારબાદ લખનઉની હઝરતગંજ પોલીસે તપાસ કરીને એક વ્યક્તિની ધરપકડ કરી હતી.

UP ફિલ્મસિટી પર નિવેદન આપ્યું હતું
ઉલ્લેખનીય છે કે UP સરકાર નોઈડાની પાસે એક ફિલ્મસિટી બનાવી રહી છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનઉમાં ફિલ્મ સાથે જોડાયેલા લોકો સાથે વાત કરી હતી. આ અંગે રાજુ શ્રીવાસ્તવે કહ્યું હતું કે નોઈડામાં બની રહેલી ફિલ્મસિટી આધુનિક હશે. મુંબઈ, હૈદરાબાદ તથા ચેન્નઈમાં પહેલેથી જ ફિલ્મસિટી છે અને હવે તેઓ ઉત્તર પ્રદેશમાં ફિલ્મસિટી બનાવશે. ફિલ્મસિટીને કોઈ એક જગ્યા સુધી સીમિત કરી શકાય નહીં.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Comedian Raju Srivastava received death threats

Source

મોના સિંહ આમિરની પંજાબી સાંભળીને આશ્રર્યચકિત થઈ ગઈ, કહ્યું- શૂટિંગ દરમિયાન મારા કરતાં પણ વધુ સારું પંજાબી બોલી રહ્યા હતા

www.divyabhaskar.co.in |

આમિર ખાન, કરીના કપૂર ખાન, માનવ વિજ સ્ટારર ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' માં મોના સિંહે પોતાના ભાગનું શૂટિંગ લગભગ પૂરું કરી લીધું છે. હવે તેની પાસે થોડા જ દિવસોનું કામ બાકી છે. મોનાએ તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં આમિર ખાન સંબંધિત કેટલીક ખાસ વાતો શેર કરી અને પોતાનું શૂટિંગ પૂર્ણ કરવા વિશે પણ જણાવ્યું હતું.

શનિવારે આમિર ખાન પત્ની કિરણ રાવ, દીકરી ઈરા ખાન અને દીકરા આઝાદ ખાનની સાથે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. રિપોર્ટના અનુસાર, આમિર પોતાની 15મી વેડિંગ એનિવર્સરી માટે મુંબઈ પરત આવ્યો છે. એરપોર્ટ પર આમિરની સાથે તેનો ભાણીઓ પૂર્વ એક્ટર ઈમરાન ખાન પણ પોતાની દીકરી ઈમારાની સાથે ત્યાં હાજર હતો. આમિર અને કિરણ 28 ડિસેમ્બર 2005ના રોજ લગ્નના બંધનમાં જોડાયા હતા.

આમિરની પંજાબી સાંભળીને આશ્ચર્ય થયું
રિપોર્ટ્સના અનુસાર, મોના સિંહ આ ફિલ્મમાં આમિર ખાનની બહેનની ભૂમિકા નિભાવી રહી છે. પરંતુ મોનાએ એ વાતને નકારી કાઢતા કહ્યું કે, "હું તેની બહેન નથી બની. અત્યારે હું રોલ વિશે કંઈ કહી શકતી નથી. તેણે કહ્યું કે, મને ઈન્ડસ્ટ્રીમાં 17 વર્ષ થઈ ગયા. આ 17 વર્ષમાં આમિર ખાનની સાથે 'થ્રી ઈટિયટ્સ' બાદ 'લાલ સિંહ ચડ્ઢા' માં ફરીથી કામ કરી રહી છું. તેઓ સારા વ્યક્તિ અને એક સારા અભિનેતા છે. તેઓ ઘણા ઈન્ટેલિજેન્ટ છે.

મોનાએ આગળ કહ્યું કે "તેમની સાથે કામ કરીએ ત્યારે ઘણું શીખવા મળે છે. તેઓ ફિલ્મમાં મારા કરતા પણ સારું પંજાબી બોલી રહ્યા છે. મને સૌથી વધારે આશ્ચર્ય થયું કે હું ખુદ પંજાબી છું, તેમ છતાં મારા કરતાં વધુ સારું પંજાબી બોલી રહ્યા હતા. તેમની એક્ટિંગ સેન્સ સહિતની બધી બાબતો જોઈને ઘણું શીખવા મળે છે."

આશા છે કે 'લાલ સિંહ ચડ્ઢા' ડિસેમ્બર 2021માં રિલીઝ થશે
પોતાનું શૂટિંગ પૂરું કરવા વિશે મોના સિંહે કહ્યું કે, હું સપ્ટેમ્બરમાં શૂટિંગ માટે દિલ્હી ગઈ હતી. ત્યારબાદ ઓક્ટોબરમાં પાછી જઈને શૂટ કર્યું. હવે જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2021માં બાકીનું શૂટ કરીશ. પરંતુ હવે મારું વધારે કામ બાકી નથી. માત્ર બે ત્રણ દિવસનું કામ બાકી છે. આશા છે કે ડિસેમ્બર 2021માં આ ફિલ્મ રિલીઝ થઈ જશે.

મસ્તીખોર છે આમિર
આમિરના મસ્તીભર્યા સ્વભાવ વિશે મોનાએ કહ્યું, "હા તેઓ મસ્તીખોર તો છે. અમારી એક એચઓડી આવાન છે. તેઓ તેમની સાથે 12-15 ફિલ્મ કરી ચૂકી છે. અમારા બધાની સામે આમિર સર, આવાનની ઘણી મજાક ઉડાવતા હતા."

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Mona Singh was amazed to hear Aamir’s Punjabi, saying- he was speaking better Punjabi than me during the shooting

Source

નતાશા દલાલ સાથે સગાઇને લઇ વરૂણ ધવને કર્યો ખુલાસો, કહ્યું- મારી લાઇફમાં બીજુ કોઇ નથી

gujarati.oneindia.com |
વરૂણ ધવન કૂલી નંબર 1 માં સતત વ્યસ્ત રહે છે. આ પ્રમોશનને લીધે તે તાજેતરમાં કરીના કપૂરના શો વ્હોટ વુમન વોન્ટમાં પહોંચ્યો હતો. જે બાદ વરૂણ ધવનની તેમની અંગત જિંદગી વિશેની ફિલ્મ વિશે વધુ ચર્ચા શરૂ થઈ હતી. આ શોમાં કરીના

Source

અનુરાગ કશ્યપ વિરુદ્ધ કાર્યવાહી ના થતાં નારાજ પાયલ ઘોષે કહ્યું, 'શું પ્રોસેસને આગળ વધારવા માટે મારે મરવું પડશે?'

www.divyabhaskar.co.in |

અનુરાગ કશ્યપ પર રેપનો આક્ષેપ મૂકનારી એક્ટ્રેસ પાયલ ઘોષે તપાસમાં મોડું થતું નારાજગી વ્યક્ત કરી છે. સોમવાર, 21 ડિસેમ્બરના રોજ તેણે સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'ચાર મહિના થઈ ગયા અને પુરાવા આપ્યા હોવા છતાંય અનુરાગ કશ્યપ વિરુદ્ધ હજી સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. શું પ્રોસેસને આગળ વધારવા માટે મારે મરવું પડશે.'

મુંબઈ પોલીસ પર કામ ના કરવાનો આક્ષેપ
પાયલ અન્ય એક પોસ્ટમાં મુંબઈ પોલીસ પર યોગ્ય રીતે કામ ના કરવાનો આક્ષેપ મૂક્યો હતો. તેણે કહ્યું હતું, 'આટલો સમય થઈ ગયો અને મુંબઈ પોલીસે પોતાનું કામ યોગ્ય રીતે કર્યું નથી. આ મહિલાઓની બાબત છે અને આપણે જાગૃત થવાની જરૂર છે કે આપણે શું ઉદાહરણ આપી રહ્યાં છીએ.'

પાયલે વડાપ્રધાન-ગૃહમંત્રીને પણ અપીલ કરી હતી
પાયલ ઘોષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમિત શાહ પાસે ન્યાયની અપીલ કરી હતી. ગયા મહિને તેણે PM તથા ગૃહમંત્રીની સાથે નેશનલ વુમન કમિશનના પ્રમુખ રેખા શર્માને ટૅગ કરીને સોશિયલ મીડિયા પોસ્ટ લખી હતી, જેમાં કહ્યું હતું, 'મારા મિત્ર તથા મેનેજરે અનુરાગ કશ્યપને રેફરન્સ તરીકે મારી ફિલ્મ (ઉસરાવેલ્લી) જોવાનું કહ્યું હતું, કારણ કે અમે એક પ્રોજેક્ટ પર ચર્ચા કરવા માટે મળવાના હતા. મિસ્ટર કશ્યપે કોઈ પણ જાતની સચ્ચાઈ જાણ્યા વગર મારા તથા મારા કો-સ્ટાર (જુનિયર NTR)ના સંબંધો ખરાબ કર્યાં હતાં. હજી પણ ન્યાયની રાહ જોઉં છું.'

પાયલે પોતાની અન્ય એક ડિલિટેડ પોસ્ટમાં દાવો કર્યો હતો કે અનુરાગ કશ્યપે તેના તથા જુનિયર NTR વચ્ચે શારીરિક સંબંધ હોવાનું હિંટ આપ્યું હતું. આ જ પોસ્ટમાં તેણે એવો પણ દાવો કર્યો હતો કે અનુરાગે તેને કહ્યું હતું કે તેની સાથે કામ કરી ચૂકેલી એક્ટ્રેસ એક કોલ પર તેની સાથે કંઈ પણ કરવા માટે તૈયાર રહે છે.

22 સપ્ટેમ્બરે રેપ અંગેની ફરિયાદ કરી હતી
પાયલે 22 સપ્ટેમ્બરના રોજ મુંબઈના વર્સોવા પોલીસ સ્ટેશનમાં અનુરાગ કશ્યપ વિરુદ્ધ રેપનો કેસ કર્યો હતો. એક્ટ્રેસનો આક્ષેપ છે કે કશ્યપે 2013માં વર્સોવામાં યારી રોડના લોકેશન પર તેનો રેપ કર્યો હતો. અનુરાગ વિરુદ્ધ દુષ્કર્મ, ખોટો વ્યવહાર, મહિલાનું અપમાન કરવાની કલમ હેઠળ કેસ કરવામાં આવ્યો છે. જોકે, પોલીસ પૂછપરછમાં અનુરાગે આ આક્ષેપોને ખોટા ગણાવ્યા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Payal Ghosh, annoyed that Anurag Kashyap was not prosecuted, said, “Do I have to die to move the process forward?”

Source

અનુપમ ખેરે કહ્યું- માત્ર ટેલેન્ટના દમ પર અહીં સુધી નથી પહોંચ્યો, મારા એટીટ્યૂડનો પણ મહત્ત્વનો રોલ

www.divyabhaskar.co.in |

અનુપમ ખેરનું નવું પુસ્તક 'યોર મોસ્ટ ડે ઈઝ ટુડે' હાલમાં જ લોન્ચ કરવામાં આવ્યું. કોરોના કાળમાં લખાયેલા આ પુસ્તકમાં અનુપમ ખેરે જીવનના પોઝિટિવ પાસાઓ અંગે વાત કરી છે. ભાસ્કર સાથેની વાતચીતમાં તેમણે જીવન જીવવા અંગેની સલાહ આપી હતી. વાંચો, ઈન્ટરવ્યૂના મુખ્ય અંશો…

સવાલઃ કોરોનાકાળમાં ડિપ્રેશન વધ્યું, લોકોની નોકરી ગઈ, બિઝનેસ ઠપ થયો. બોલિવૂડમાં ઘણાં કલાકારોએ સુસાઈડ કર્યું. આવી પરિસ્થિતિમાં કોઈ પોતાના જીવનના ખરાબ સમયને બેસ્ટ કેવી રીતે બનાવી શકે?
20 માર્ચના રોજ જ્યારે હું ન્યૂ યોર્કથી મુંબઈ આવ્યો તો મને એ વાતનો અહેસાસ થયો કે કોરોના આપણાં તમામના જીવનને અસર કરશે. મેં ક્યારેય મુંબઈને આટલું શાંત જોયું નહોતું. એરપોર્ટને ક્યારેય વેરાન જોયું નહોતું. મારા મિત્ર અનિલ કપૂરે કહ્યું હતું કે 14 દિવસ પહેલાં કોઈને મળતો નહીં. જોકે, હું આશાવાદી છું. જોકે, મને લાગ્યું કે શું આમાં મને કોઈ આશાનું કિરણ જોવા મળશે? વાદળોની પાછળ શું સિલ્વર લાઈન જોવા મળશે? પછી એક દિવસ કોયલ અને અન્ય પક્ષીઓના અવાજ સાંભળ્યા.

39 વર્ષમાં મને પહેલી જ વાર લાગ્યું કે માણસ પિંજરામાં કેદ છે અને પશુ-પક્ષીઓ આઝાદ છે. આપણે જીવનમાં દરેક પરિસ્થિતિમાં હકારાત્મકતા શોધવાની જ છે. હું અહીંયા માત્ર ટેલેન્ટના દમ પર નથી પહોંચ્યો પરંતુ મારા એટીટ્યૂડે પણ મહત્ત્વની ભૂમિકા છે. ક્યારેય આશાવાદી વલણમાં ઊણપ આવવા દીધી નથી. આ વલણ તમારે પણ રાખવાનું છે. ભલે ગમે તેટલી ખરાબ સ્થિતિ કેમ ના હોય પરંતુ તમને આશાનું એક નાનું કિરણ તો દેખાવું જ જોઈએ. બસ તેને શોધવાનું છે.

સવાલઃ કોરોનાકાળમાં સૌથી વધુ શું પોઝિટિવ અનુભવ્યું?
એ જ કે વ્યક્તિને જીવનકાળમાં માત્ર ત્રણ વસ્તુઓ સિવાય અન્ય કોઈની જરૂર નથી. આપણે મૃગતૃષ્ણાની પાછળ ભાગીએ છીએ, પરંતુ તેનું તો જીવનમાં કોઈ મહત્ત્વ જ નથી. આપણે કિંમતી બેગ, ડાર્ક ચશ્મા, મોંઘી ગાડી પાછળ ભાગીએ છીએ પરંતુ જ્યારે લૉકડાઉન જાહેર થયું તો માત્ર ત્રણ વાતો જ મનમાં રહી. કોઈ પણ રીતે માતા-પિતા-પત્ની-બાળકો પાસે પહોંચી જાઉં, જીવન જરૂરિયાતની વસ્તુઓ મળતી રહે અને વાઈફાઈ ચાલતું રહે.

આ સમય અનેક રીતે પોઝિટિવ સાબિત થયો. જે મિત્રો સાથે વર્ષોથી વાત નહોતી થઈ તેની સાથે વાત થઈ. નવા શોખ તથા આદતો એક્સપ્લોર કરી. 10 ધોરણમાં જ્યારે અમે ભણતા ત્યારે 150 મિત્રોએ ફોટો પડાવ્યો હતો, તેમાંથી મેં 40નો સંપર્ક કરીને વાત કરી. મેડિટેશન કર્યું. જીવનમાં પોઝ આવ્યો, જેની બહુ જ જરૂર હતી.

સવાલઃ સુશાંત સિંહ રાજપૂતની સૌથી સારી વાત કઈ હતી?
સુશાંતની આંખોમાં સેન્સ ઓફ વન્ડર હતું. તેની વાતોમાં જાદુઈ અસર જોવા મળતી. તે જીવનમાં કંઈક કરવા માગતો હતો. મને એ વાતનું દુઃખ છે કે હવે તે આ દુનિયામાં નથી. તેના અનેક સપનાઓ હતા. જ્યારે અમે મહેન્દ્ર સિંહ ધોનીની બાયોપિક કરી ત્યારે મેં તેને મહેનત કરતાં જોયો હતો. તેની ખોટ હંમેશાં સાલસે.

સવાલઃ તમે 65ના થઈ ગયા. તમારા સાથીઓની તુલનામાં તમે અત્યાર સુધી બહુ જ એક્ટિવ છો, હોલિવૂડ જઈ આવ્યા, હવે એવું શું કરશો જે એકદમ 'અનુપમ' હોય?
અત્યારે તો જીવનનો ઈન્ટરવલ આવ્યો છે. આપણું મનોબળ અંદરથી આવે છે. હું ક્યારેય ખોટું બોલવાનો પ્રયાસ કરતો નથી. તબિયતનું ધ્યાન રાખું છું. મને નિષ્ફળ જવાનો ડર લાગતો નથી. ઘણાં લોકો જીવનના કોઈ તબક્કે અટકી જાય છે અને નવી વસ્તુ ટ્રાય કરતાં પહેલાં વિચારે છે કે સફળતા મળશે કે નહીં. આ પ્રકારનો અપ્રોચ રાખનાર લોકો મિડિયોકેર બનીને રહી જાય છે.

મારા પિતાજીએ બહુ પહેલાં કહ્યું હતું, 'Failure Is an Event, Not a Person.’ એટલે કે વ્યક્તિ નિષ્ફળ નથી જતો પરંતુ પરિસ્થિતિ નિષ્ફળ જાય છે. બીજી વાત એ કહી હતી કે કોઈને ખુશ કરવા સૌથી સરળ કામ છે. હું બંને વાતો પર અમલ કરું છું. કંઈક ખોવાઈ જાય તો તેનાથી દુઃખી નથી થતો. આ બધી વાતો મને એક્ટિવ રાખે છે. રોજ સવારે જ્યારે આંખો ખુલે છે ત્યારે ભગવાનનો આભાર માનું છું. એક નવા દિવસની શરૂઆત થઈ. જીવન સુંદર છે.

સવાલઃ કોરોનાકાળમાં માતાની કઈ વાત સૌથી વધુ કામ આવી? પુસ્તક સાથે જોડાયેલો કોઈ કિસ્સો હોય તો શૅર કરો?
પુસ્તકનું ટાઈટલ જ માતાએ આપેલાં શિક્ષણમાંથી છે. જ્યારે અમે નાના હતા ત્યારે માતા જ અમને પગપાળા સ્કૂલે મૂકવા આવતી. હું અને મારો નાનો ભાઈ રાજુ 15 મિનિટ ચાલીને સ્કૂલે આવતા. સ્કૂલના ગેટ આગળ માતા અમને નાસ્તાનો ડબ્બો આપતી અને કશ્મીરીમાં કહેતી, 'યોર બેસ્ટ ડે ઈઝ ટુડે.' આજનો દિવસ તમારા જીવનનો સૌથી ઉત્તમ દિવસ છે. સ્કૂલ કે નાટકમાં જીતીએ કે હારીએ અમે ખુશ જ રહેતા. માતાએ જ સહનશીલતા શીખવી છે.

સવાલઃ જ્યારે તમે પુસ્તક લખતા ત્યારે કોરોનાવાઈરસને કારણે દુનિયાની સ્થિતિ અંગે મનમાં શું વિચારો ચાલતા?
મનુષ્ય જાતિએ આ દુનિયામાં ઘણો જ ઉત્પાત મચાવ્યો છે. આપણે ભૂલી ગયા હતા કે આ દુનિયામાં અન્ય જીવ-જંતુ તથા પ્રાણીઓ રહે છે. આપણે લાલચમાં એ હદે ખોવાઈ ગયા કે અન્ય કોઈનો વિચાર જ કર્યો નહીં. આ નાનકડાં વાઈરસે આપણે શીખવી દીધું કે બીજાની દેખરેખ પણ આપણે જ રાખવાની છે. લાલચ પર લગામ રાખવાની જરૂર છે. જ્યારે સાગર મંથન થયું ત્યારે અમૃતની સાથે ઝેર પણ નીકળ્યું હતું. આગામી યુગમાં લોકો સહાનુભૂતિની સાથે જીવશે. બીજા અંગે વિચાર કરશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


anupam kher special interview

Source

ફિલ્મમાં અર્જુન રામપાલની લવ ઇન્ટરેસ્ટ બની દિગાંગના સૂર્યવંશી બોલી- પિરિયોડિક ફિલ્મમાં કામ કરવાનું મારું સપનું પૂરું થયું

www.divyabhaskar.co.in |

એક્ટ્રેસ દિગાંગના સૂર્યવંશી તેની અપકમિંગ ફિલ્મ 'ધ બેટલ ઓફ ભીમા કોરેગાંવ'ને લઈને ઘણી ઉત્સાહિત છે. દિગાંગના ફિલ્મમાં લીડ એક્ટર અર્જુન રામપાલના લવ ઇન્ટરેસ્ટનો રોલ પ્લે કરશે. હાલમાં જ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીત દરમ્યાન, એક્ટ્રેસે જણાવ્યું કે તેને પિરિયોડિક ફિલ્મો જોવી ઘણી ગમે છે. આ ફિલ્મમાં કામ કરવું તેના માટે કોઈ સપનાથી ઓછું નથી. વાતચીત દરમ્યાન, તેણે તેની પ્રોફેશનલ લાઈફ સાથે જોડાયેલી અમુક રસપ્રદ વાતો પણ શેર કરી છે.

કેટલા વર્ષનું મારું સપનું પૂરું થયું
દિગાંગનાએ કહ્યું, 'જ્યારે મેં આ ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચી, ત્યારે હું ભીમા કોરેગાંવ વિશે જાણવા માટે ઘણી ઉત્સુક થઇ. તેની સ્ટોરી એટલી રસપ્રદ હતી કે હું ખુદને તેની સાથે જોડતા અટકવાની શકી નહીં. મને પર્સનલી પિરિયોડિક ફિલ્મો ઘણી પસંદ છે. મેં અત્યારસુધી ઘણી પિરિયોડિક ફિલ્મો જોઈ છે, એવી ઈચ્છા સાથે કે મને કોઈવાર આવી ફિલ્મનો હિસ્સો બનવાનો મોકો મળશે. હવે જ્યારે 'ધ બેટલ ઓફ ભીમા કોરેગાંવ'માં કામ કરવાનો મોકો મળ્યો, તો લાગે છે જાણે કેટલા વર્ષનું મારું સપનું પૂરું થઇ ગયું. કોરોના બાદ જ્યારે લોકો થિયેટરમાં જશે, તો તેમને મોટી સ્ક્રીન પર સિનેમેટિક સીન્સ જોવાનો અનુભવ ઘણો ગમશે.'

અર્જુન એક ઘણો શોર્ટેડ માણસ છે
અર્જુન રામપાલ સાથે કામ કરવાના અનુભવ વિશે એક્ટ્રેસે જણાવ્યું કે, 'અર્જુન એક ઘણો શોર્ટેડ માણસ છે અને તેની સાથે કામ કરવાનો મારો અનુભવ ઘણો સારો હતો. સાચું કહું તો તેમની પાસેથી ઘણું શીખવા પણ મળ્યું. શરૂઆતમાં તેમની સાથે શૂટિંગ કરવામાં થોડી ખચકાતી હતી કારણકે સ્વાભાવિક છે કે હું તેમને જાણતી ન હતી. પરંતુ જેમ- જેમ દિવસ પસાર થયા, તેમણે મને ઘણું કમ્ફર્ટેબલ ફીલ કરાવ્યું. એક સમયે એવું લાગ્યું જાણે અમે એકબીજાને ઘણા સમયથી જાણીએ છીએ. તેમની સાથે કામ કરવા દરમ્યાન ઘણા પોઝિટિવ વાઈબ્સ આવે છે.'

'બિગ બોસ'ને ફોલો નથી કરતી
એક્ટ્રેસ 'બિગ બોસ 9'નો હિસ્સો રહી ચૂકી છે. જોકે, આ શો જોવાનું તેને ગમતું નથી. આ બાબતે તેણે કહ્યું, 'હું એ ઘરમાં રહેલી છું. મેં મારી સીઝન પછી એક પણ સીઝન નથી જોઈ. હું બિગ બોસને ફોલો પણ નથી કરતી. હા, સલમાન સરની ઘણી મોટી ફેન છું , તો તેમના માટે કોઈવાર વીકેન્ડના એપિસોડની ઝલક જોઈ લઉં છું. મને તેમના વાઈબ્સ ઘણા સારા લાગે છે. જોકે કન્ટેસ્ટન્ટને જોવા મારા માટે મુશ્કેલ ટાસ્ક છે. હવે તેમના ડ્રામા સહન નથી થતા. (હસતા)'

'જલેબી'થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું
'ધ બેટલ ઓફ ભીમા કોરેગાંવ' સિવાય એક્ટ્રેસ એક તેલુગુ ફિલ્મમાં પણ કામ કરી રહી છે. તેમાં તે એક કબડ્ડી પ્લેયરના રોલમાં દેખાશે. બંને ફિલ્મો આવતા વર્ષે રિલીઝ થશે. એક્ટ્રેસે મુકેશ ભટ્ટ અને મહેશ ભટ્ટ ના બેનર હેઠળ બનેલી ફિલ્મ 'જલેબી' સાથે બોલિવૂડ ડેબ્યુ કર્યું હતું. આ સિવાય તેણે ગોવિંદા સાથે બે ફિલ્મ 'ફ્રાઈડે' અને 'રંગીલા રાજા' પણ કરી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


The Battle Of Bhima Koregaon: Digangana Suryavanshi Said, My Dream Of Working In A Periodic Film Is Come True

Source

'તારક મહેતા'ની જૂની સોનુએ કહ્યું, દેશમાં ખેડૂત આંદોલન ચાલે છે, ને લોકો મારી બિકીની તસવીરોની વાતો કરે છે

www.divyabhaskar.co.in |

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં નિધિ ભાનુશાલીએ ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે આ સિરિયલમાં સોનુનો રોલ પ્લે કર્યો હતો. જોકે, પછી તેણે આ સિરિયલ છોડી દીધી હતી. હાલમાં નિધિ 20 વર્ષની છે. સપ્ટેમ્બર મહિનામાં નિધિ ગોવા ફરવા ગઈ હતી અને તેણે બિચ પર બિકીની પહેરી હોય તેવી તસવીરો સોશિયલ મીડિયામાં શૅર કરી હતી. નિધિની બિકીની તસવીરો છેક હવે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ છે. નિધિએ આ બિકીની તસવીરો અંગે હાલમાં જ અંગ્રેજી વેબ પોર્ટલ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે દેશમાં એક બાજુ ખેડૂત આંદોલન જેવી મહત્ત્વની ઘટના બની રહી છે તો બીજી બાજુ લોકો તેની બિકીની તસવીરો પર વાતો કરે છે.

છ વર્ષ સુધી સિરિયલમાં કામ કર્યું
નિધિ 12 વર્ષની હતી ત્યારે તેણે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં સોનુનું પાત્ર ભજવવાની શરૂઆત કરી હતી. નિધિ પહેલાં સોનુનું પાત્ર ઝીલ મહેતા પ્લે કરતી હતી. ઝીલે વધુ અભ્યાસ માટે આ શો છોડી દીધો હતો. નિધિ 18 વર્ષની થઈ ત્યારે તેણે આ શો છોડી દીધો હતો. તેણે પણ અભ્યાસ માટે જ આ શો છોડવાનો નિર્ણય કર્યો હતો. નિધિ મુંબઈની મીઠીબાઈ કોલેજમાં અભ્યાસ કરી રહી છે.

સિરિયલ છોડ્યા બાદ એક પણ એપિસોડ જોયા નથી
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે, નિધિએ જ્યારથી 'તારક મહેતા..' સિરિયલ છોડી છે ત્યારબાદથી તેણે એક પણ એપિસોડ જોયો નથી. નિધિના સ્થાને હાલમાં પલક સિધવાણી સિરિયલમાં સોનુનું પાત્ર ભજવી રહી છે. નિધિએ કહ્યું હતું કે પલક ઘણી જ સારી છોકરી છે અને તેઓ ઘણીવાર બહાર સાથે ગયા છે. જોકે, તેણે હવે સિરિયલનો એક પણ એપિસોડ જોયો નથી. નિધિ ભાનુશાલી ફિલ્મમેકર બનવા માગે છે. જોકે, તે ટીવી કે બોલિવૂડમાં એક્ટ્રેસ તરીકે કામ કરવા તૈયાર છે.

બિકીની તસવીરો અંગે આ વાત કહી
નિધિને પૂછવામાં આવ્યું કે સોશિયલ મીડિયામાં તેણે ગ્લેમરસ તસવીરો પોસ્ટ કરી હતી અને જે અચાનક જ વાઈરલ થઈ હતી તો તે આ અંગે શું કહેશે? જેના જવાબમાં તેણે કહ્યું હતું કે તે તેનું જીવન છે અને જેમ બીજા કંઈક કરે અને તસવીરો શૅર કરે બસ તેણે પણ એ જ રીતે તસવીરો શૅર કરી હતી. જોકે, તેને નવાઈ લાગી જ્યારે તેની તસવીરો સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ કરવા લાગી હતી. તેના માટે આ બહુ ફન્ની છે, કારણ કે દેશમાં અન્ય મહત્ત્વના મુદ્દાને બદલે તેની તસવીરોની ચર્ચા થઈ રહી છે. દેશમાં ઘણું બધું બની રહ્યું છે અને લોકો પાસે તેની બિકીની તસવીરો પર વાત કરવાનો સમય છે. તેણે આ વિશે તેના ક્લોઝ ફ્રેન્ડ્સ સાથે પણ વાત કરી હતી. તેને આ મુદ્દે થોડો ગુસ્સો પણ આવ્યો હતો. વધુમાં નિધિએ કહ્યું હતું કે તેને ખ્યાલ જ નહોતો કે આવું કંઈ થશે અને તેણે તસવીરો વાઈરલ કરવા માટે બિકીની પહેરી નહોતી. ખરી રીતે તો તે સેલિબ્રિટી ન્યૂઝને ફોલો પણ કરતી નથી અને તેથી જ તેના પરિવારના સભ્યો તથા ફ્રેન્ડ્સે તેને બિકીની તસવીરોવાળા સમાચારની લિંક શૅર કરી ત્યારે તેને આ વાતની જાણ થઈ હતી. ત્યારે તેણે એમ કહ્યું હતું કે દેશમાં ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે ત્યારે ખરેખર લોકોને આ વિશે વાત કરવાનો સમય છે?

બિકીની તસવીરો વાઈરલ થતાં પેરેન્ટ્સે શું કહ્યું?
નિધિએ કહ્યું હતું કે તેની બિકીની તસવીરો વાઈરલ થતાં તેને પેરેન્ટ્સે કહ્યું હતું કે લોકો તને હજી ભૂલ્યાં નથી.

દિવાળીમાં દિશા વાકાણીને મળી હતી
નિધિ દિવાળીમાં સિરિયલમાં દયાભાભીનો રોલ પ્લે કરતી દિશા વાકાણીને મળી હતી. નિધિએ કહ્યું હતું કે તેમની વચ્ચે તે સિરિયલમાં ક્યારેય કમબેક કરશે તે વિશે કોઈ વાત થઈ નહોતી. તેની મમ્મી તથા દિશા ખાસ ફ્રેન્ડ છે. ઉલ્લેખનીય છે કે દિશા વાકાણી સપ્ટેમ્બર, 2017થી આ શોમાં જોવા મળી નથી. દિશાએ મૅટરનિટી લીવ લીધી હતી. જોકે, તે છ મહિના બાદ પણ શોમાં પરત ફરી નહોતી. અવાર-નવાર ચર્ચા થાય છે કે દિશા શોમાં કમબેક કરશે. જોકે, હજી સુધી દિશા શોમાં પાછી ફરી નથી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Taarak Mehta Ka Ooltah Chashmah old sonu aka nidhi bhanushali glamorous pics viral on social media

Source

error:
Scroll to Top