મદદ

KBC-12ની ચોથી મહિલા કરોડપતિ નેહા શાહ, કહ્યું- જીતેલી રકમથી લાઈફ સપોર્ટ સિસ્ટમ ખરીદીશ, જેનાથી ગરીબ બાળકોને મદદ કરી શકું

www.divyabhaskar.co.in |

અમિતાભ બચ્ચનના ટીવી શો 'KBC-12'માં ગુરુવારે મુંબઈની નેહા શાહ કરોડપતિ બની. શોની આ સીઝનમાં કરોડપતિ બનનારી નેહા ચોથી મહિલા કરોડપતિ છે. નેહા પ્રોફેશનથી ડોક્ટર છે. હાલમાં જ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં નેહાએ જણાવ્યું કે તે જીતેલી રકમથી કંઈક એવા સાધનો ખરીદવા ઈચ્છે છે, જેનાથી તે ગરીબ અને બીમાર લોકોની મદદ કરી શકે. આ સિવાય નેહાએ શો સાથે જોડાયેલી અમુક વાતો પણ શેર કરી.

જીતેલી રકમથી લાઈફ સપોર્ટ સિસ્ટમ અને ECG ખરીદીશ
45 વર્ષીય નેહાએ શોમાં એક કરોડ રૂપિયા જીત્યા છે. તે આ રકમથી ખુદનું ક્લિનિક સ્ટાર્ટ કરવા માગે છે. જોકે તેમાં વધુ પૈસાની જરૂર પડશે. આ વિશે નેહાએ કહ્યું, 'ઈચ્છા તો છે ખુદનું ક્લિનિક ખોલવાની પણ સાચું કહું તો આટલા પૈસામાં મારું આ સપનું પૂરું નહીં થાય. મેં નક્કી કર્યું કે આ જીતેલી રકમથી લાઈફ સપોર્ટ સિસ્ટમ ખરીદવા ઈચ્છું છું. કોરોના મહામારી દરમ્યાન મને ખ્યાલ આવ્યો કે જો અમારી પાસે ઓક્સિજન મશીન હોત તો અમે ઘણા ગરીબોની મદદ કરી શક્યા હોત. આ સાથે હું એક ECG મશીન પણ ખરીદવાનું વિચારી રહી છું. કુલ મળીને આ પૈસા હું મારા પ્રોફેશનમાં આગળ વધવા માટે વાપરીશ, જેનાથી ગરીબ લોકોની મદદ કરી શકું.'

છેલ્લા 20 વર્ષથી શોમાં આવવાની ટ્રાય કરી રહી હતી
નેહાએ કહ્યું, 'છેલ્લા 20 વર્ષોથી આ શોમાં આવવા પ્રયત્ન કરી રહી હતી અને આખરે મારી મહેનત રંગ લાવી. જોકે આ વખતની જર્ની સરળ ન હતી. શોમાં ફાઇનલ સિલેક્શન થયા પહેલાં ટીમે મને 2 વખત સ્ટેન્ડબાય પર રાખી હતી, ત્યારે ઘણી નિરાશ થઇ હતી. પણ આ સંઘર્ષના અંતથી ઘણી ખુશ છું. જ્યારે સ્ક્રીન પર ખુદને જોઈ તો ઘણો સંતોષ થયો.'

અમિતાબ બચ્ચન સાથે હોટ સીટ પર બેસવાના અનુભવ પર નેહાએ શું કહ્યું
હોસ્ટ અમિતાભ બચ્ચન સાથે હોટ સીટ પર બેસવાના અનુભવ પર નેહાએ કહ્યું, 'સાચું કહું તો આટલી મોટી રકમ જીતવાની ખુશી તો હતી જ પણ જે ખુશી અમિતાભ બચ્ચન સામે બેસીને થઇ તેને શબ્દોમાં વર્ણવી સરળ નથી. મિસ્ટર બચ્ચન તમને એટલા કમ્ફર્ટેબલ કરી દે છે કે તમે ભલે ગમે એટલા નર્વસ કેમ ન હોય, તે ડર કઢાવી નાખે છે. તે તમને પોતાના બનાવી લે છે અને એવી રીતે વાત કરે છે, જાણે આપણને વર્ષોથી ઓળખતા હોય. મારી આ જીતનો શ્રેય હું તેમને પણ આપવા ઈચ્છું છું કારણકે તેમણે આખી ગેમમાં મારી હિંમત વધારી.'

7 કરોડ રૂપિયાના સવાલનો જવાબ ન આપી શકી નેહા
શોમાં નેહાને એક કરોડ રૂપિયાનો સવાલ પૂછવામાં આવ્યો હતો તેના માટે નેહાએ આસ્ક ધ એક્સપર્ટ લાઈફ લાઈનની મદદથી સાચો જવાબ આપીને 1 કરોડ રૂપિયા જીતી લીધા. 7 કરોડ રૂપિયાના સવાલનો જવાબ નેહા આપી શકી નહીં અને તેણે ગેમ ક્વિટ કરી દીધી હતી. નેહા પહેલાં છત્તીસગઢની અનુપા દાસ, હિમાચલ પ્રદેશની જમ્મુ કાશ્મીરમાં પોસ્ટેડ મોહિતા શર્મા, રાંચીની નાઝીયા નસીમે 1 કરોડ રૂપિયા જીત્યા હતા. નેહા અને તેના પિતાએ લોકડાઉનમાં એક દિવસ માટે પણ તેમનું ક્લિનિક બંધ કર્યું ન હતું. તેમણે ઘણા કોરોનાના દર્દીઓની પણ સારવાર કરી અને તે હજુ પણ સારવાર કરી રહ્યા છે.

1 કરોડ રૂપિયા માટેનો સવાલ
સ્પેસમાં પહોંચનાર સૌપ્રથમ ચીની કોણ હતા? જે શેનઝોઉ સ્પેસક્રાફ્ટ મારફતે ગયા હતા?
વિકલ્પ: નેઈ હૈશર્ગ, યાંગ લીવેઇ, ફેઈ જુનલોન્ગ, જીંગ હાઇપેંગ
સાચો જવાબ- યાંગ લીવેઇ

7 કરોડ રૂપિયાનો સવાલ
ભારતના પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી અને પાકિસ્તાનના પ્રધાનમંત્રી જુલ્ફિકાર અલી ભુટ્ટો વચ્ચે થયેલી 1972ની ઐતિહાસિક વાર્તા શિમલામાં ક્યાં થઇ હતી?
વિકલ્પ: વાયસરીગલ લોજ, ગોર્ટન કૈસલે, બાર્ન્સ કોર્ટ, સેસિસ હોટલ
સાચો જવાબ – બાર્ન્સ કોર્ટ

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


KBC 12’s Fourth Women Crorepati Neha Shah Said Will Buy Life Support System With The Money So That I Can Help The Poor

Source

'હલ્લા બોલ' ફૅમ શિવકુમાર સાજા થઈને ઘરે આવ્યા, દીકરીએ કહ્યું- ના ભાઈએ મદદ કરી કે ના બોલિવૂડ-ટીવીમાંથી કોઈ આગળ આવ્યું

www.divyabhaskar.co.in |

અજય દેવગન સ્ટારર 'હલ્લા બોલ' જેવી ફિલ્મમાં કામ કરનાર શિવકુમાર વર્માને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યો છે. ડિસેમ્બરના પહેલાં વીકમાં તેમને ક્રોનિક ઓબ્સ્ટ્રેક્ટિવ પલ્મોનરી ડિસીઝ (COPD, એક જાતની શ્વસન તથા ફેફસાંની બીમારી)ને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્રણ ડિસેમ્બરના રોજ સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિયેશન (CINTAA)એ શિવ કુમાર હોસ્પિટલમાં હોવાની વાત શૅર કરી હતી. CINTAAએ તે સમયે 12 કલાકની અંદર ત્રણ સોશિયલ મીડિયા પોસ્ટ શૅર કરીને સલમાન ખાન, અક્ષય કુમાર, સની દેઓલ, અમિતાભ બચ્ચન જેવા દિગ્ગજો પાસે આર્થિક મદદ માગી હતી. જોકે, વર્માની દીકરી રાજસીએ કહ્યું હતું કે કુનિકા લાલ સિવાય કોઈએ પણ મદદ કરી નહોતી.

દીકરાએ પણ મદદ ના કરી
ઈ ટાઈમ્સ સાથેની વાતચીતમાં રાજસીએ કહ્યું હતું, 'મને ખ્યાલ નથી કે આ દિવસો કેવી રીતે પસાર થયા છે. જે દિવસે ડેડીને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા હતા તે દિવસથી હું ચિંતામાં હતી. છ દિવસ સુધી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. મારા ભાઈએ પણ મદદ કરી નહોતી. મારો ભાઈ અમારાથી અલગ થઈ ગયો છે. તે પોતાની ગર્લફ્રેન્ડ સાથે અલગ રહે છે.'

વધુમાં રાજસીએ કહ્યું હતું, 'સૌથી નવાઈની વાત એ છે કે ટીવી કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી કોઈ તેમની મદદે આવ્યું નહોતું. ડેડી જ્યારે હોસ્પિટલમાં એડમિટ થયા તે જ દિવસે અમે મદદ માટે અપીલ કરી હતી. કેટલાંક લોકોએ તબિયત જાણવા માટે ફોન કર્યો હતો પરંતુ આર્થિક મદદ કોઈએ નહોતી કરી.'

'મારે મારી પાંચ લાખ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ તોડવી પડી હતી. દુર્દશા જોઈને અને ઓળખાણ આપીને અમે અટલાન્ટિસ હોસ્પિટલમાં થોડીક છૂટછાટ લીધી હતી. ડૉક્ટર્સનો ખૂબ આભાર કે તેમણે પિતાની સારી રીતે દેખરેખ કરી,'

ટીવી શો પ્રોડ્યૂસ કર્યા બાદ આર્થિક મુશ્કેલીમાં મૂકાયા
શિવકુમાર શર્માએ 'કહાની તોતા મૈના કી' તથા 'નાદાનિયાં' ટીવી શો પ્રોડ્યૂસ કર્યાં હતાં. રાજસીએ કહ્યું હતું, 'પ્રોમો પણ આવી ગયા હતા. જોકે, કેટલાંક મિડલમેન સતત પૈસા માગતા હતા. મારા પિતાએ બહુ જ રોકાણ કર્યું હતું અને રિકવરી થઈ નહીં. કમનસીબે આ શો ઓન એર પણ થયા નહીં.'

બે સંસ્થા તથા એક એક્ટ્રેસે મદદ કરી
રાજસીના મતે, CINTAAએ 50 હજાર રૂપિયાની મદદ કરી હતી. આ ઉપરાંત ફિલ્મ ઈન્ડસ્ટ્રી વેલફેર ટ્રસ્ટે પણ 50 હજાર રૂપિયા આપ્યા હતા. એક્ટ્રેસે કુનિકા લાલે પણ આર્થિક મદદ કરી હતી. આ સિવાય કોઈએ મદદ કરી નહોતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


tv actor Shivkumar recovers and comes home, daughter says – no one cane help

Source

પેરેન્ટ્સને બીજાની મદદ કરતા જોઈ સલમાનને ‘બીઈંગ હ્યુમન’ ફાઉન્ડેશનનો આઈડિયા આવ્યો હતો, આ છે તેના પાછળની સ્ટોરી

www.divyabhaskar.co.in |

સલમાન ખાન 27 ડિસેમ્બરે 55 વર્ષનો થઈ ગયો છે. પોતાની દરિયાદિલી માટે ફેમસ સલમાનનું એક ચેરિટી ફાઉન્ડેશન છે તેનું નામ ‘બીઈંગ હ્યુમન’ છે. તેની સ્થાપના 2007માં થઈ. સલમાન બાળપણથી તેના પેરેન્ટ્સને અન્યની મદદ કરતા જોતો હતો, આ જ કારણે ચેરિટી માટે તેનો રસ વધ્યો અને ફાઉન્ડેશન બનાવ્યું.

ફાઉન્ડેશન શું કરે છે?
‘બીઈંગ હ્યુમન’ બાળકોના સ્વાસ્થ્ય અને શિક્ષણ સહિત દરેક લોકોને બીમારીઓ અને મુશ્કેલ સમયે આર્થિક મદદ કરે છે. અત્યાર સુધી તે બાળકોના સ્વાસ્થ્ય, હાર્ટ સર્જરી અને શિક્ષણ પર કરોડો રૂપિયા ખર્ચી ચૂક્યો છે.

ફાઉન્ડેશનનું રેવન્યૂ મોડલ શું છે?
આ ફાઉન્ડેશન અલગ રેવન્યૂ મોડલ પર કામ કરે છે. લોકો સાથેથી ડોનેશન લેવાને બદલે બીઈંગ હ્યુમનનાં કપડાં ઓનલાઈન અને સ્ટોર પર વેચીને પૈસા ભેગા કરવામાં આવે છે. સેલ્સનો અમુક ભાગ જરૂરિયાતમંદ લોકોની મદદ માટે ખર્ચ કરવામાં આવે છે. બીઈંગ હ્યુમન પાસે કપડાં વેચીને રૂપિયા આવે છે. તેનું મન્ધાના ઇન્ડસ્ટ્રી લિમિટેડ સાથે ટાઈઅપ છે. મન્ધાનાના એન્યુઅલ રિપોર્ટ પ્રમાણે, કંપનીના કુલ 17 બીઈંગ હ્યુમન સ્ટોર, 6 ફ્રેન્ચાઈઝી આઉટલેટ, 99 સ્ટોર-ઈન-સ્ટોર, 60 ડીસ્ટ્રીબ્યુટર અને 100 ઇન્ટરનેશનલ આઉટલેટ છે, તેઓ બીઈંગ હ્યુમનનાં કપડાં વેચે છે.

પ્રમોશન સલમાન ખાન પોતે કરે છે
જ્યારથી આ ફાઉન્ડેશનની સ્થાપના થઇ છે ત્યારથી તેના પ્રમોશનની જવાબદારી સલમાન ખાનના ખભા પર જ છે. તે મોટા ભાગે બીઈંગ હ્યુમનનાં કપડાંમાં જ દેખાય છે. એટલું જ નહિ પણ તે પોતાના મિત્રો અને સંબંધીઓને બીઈંગ હ્યુમનનાં કપડાં જ ગિફ્ટ કરે છે. ઘણીવાર ફેશન શો દ્વારા બીઈંગ હ્યુમનનાં કપડાંને પ્રમોટ કરે છે. તેમાં ઘણા બોલિવૂડ સ્ટાર્સ રેમ્પ વોક કરતા જોવા મળે છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Seeing parents helping others, Salman came up with the idea of ‘Being Human’ Foundation, this is the story behind it.

Source

ભરૂચ : વાગરા તાલુકાના પણીયાદરામાં પાણી મુદ્દે પ્રદર્શન બન્યું વધુ ઉગ્ર, પોલીસે કર્યો લાઠીચાર્જ

gujarati.oneindia.com |
ભરૂચ : વાગરા તાલુકાના પણીયાદરામાં પાણી મુદ્દે પ્રદર્શન બન્યું વધુ ઉગ્ર, પોલીસે કર્યો લાઠીચાર્જ

Source

ખેડૂત આંદોલન મુદ્દે કંગના-દિલજીત ગાળાગાળી પર ઊતરી આવ્યાં, એક્ટ્રેસના સો.મીડિયા અકાઉન્ટને સસ્પેન્ડ કરવા હાઈકોર્ટમાં અરજી

www.divyabhaskar.co.in |

કંગના રનૌતે ખેડૂત આંદોલન પર એક પોસ્ટ કરી હતી. કંગનાએ શાહીન બાગ વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનાર બિલકિસ બાનોએ ખેડૂત આંદોલનમાં ભાગ લીધો હોવા અંગે પોસ્ટ કરી હતી. જોકે, કંગનાએ જે તસવીર શૅર કરી હતી, તે બિલકિલ બાનોની નહોતી અને ત્યારબાદ કંગનાએ આ પોસ્ટ ડિલીટ કરી નાખી હતી. જોકે, કંગનાની આ પોસ્ટ પર પંજાબી કલાકારો આક્રોશમાં છે. સિંગર જસબીર જસ્સી, હિમાંશી ખુરાના બાદ હવે દિલજીત દોસાંજે કંગનાને મણ મણની ચોપડાવી હતી, તો સામે કંગનાએ પણ અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને દિલજીતને ખખડાવી નાખ્યો હતો. એક તબક્કે બંને એકબીજા સામે ગાળાગાળી પર ઊતરી આવ્યાં હતાં.

કંગનાનું સોશિયલ મીડિયા અકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવે
કંગના પોતાના સોશિયલ મીડિયામાં અવાર-નવાર બોલિવૂડ સેલેબ્સને આડે હાથ લેતી હોય છે. આ ઉપરાંત તે બેફામ નિવેદનો આપતી હોય છે. આ વાતને ધ્યાનમાં લઈ બોમ્બે હાઈકોર્ટમાં તેના સોશિયલ મીડિયા અકાઉન્ટને સસ્પેન્ડ કરવા માટે અરજી કરવામાં આવી છે.એક્ટ્રેસ બિદિતા બાગે સોશિયલ મીડિયાને ફરિયાદ કરીને કંગનાનું અકાઉન્ટ બંધ કરવામાં આવે તેવી પોસ્ટ કરી હતી.

કંગના-દિલજીતે સોશિયલ મીડિયામાં એક પછી એક પોસ્ટ કરી
કંગનાએ દિલજીતને સંબોધીને કહ્યું હતું, 'ઓ કરન જોહરના પાલતુ, શાહીન બાગમાં જે બિલકિસ બાનો દાદીજી વિરોધ પ્રદર્શનમાં જોવા મળ્યાં હતાં, તે જ દાદી ખેડૂત આંદોલનમાં દેખાવો કરતાં જોવા મળ્યાં હતા. મહિન્દર કૌરજીને હું તો ઓળખતી પણ નથી. તમે લોકોએ શું નાટક ચાલુ રાખ્યા છે? બંધ કરો આ બધું.'

અન્ય એક પોસ્ટમાં કંગનાએ કહ્યું હતું, 'એ ગીધડાંઓ સાંભળો… મારા મૌનને મારી નબળાઈ ના સમજો. હું જોઉં છું કે તમે કેવી રીતે નિર્દોષોને ખોટું બોલીને ઉશ્કેરો છો અને પછી તેમનો ઉપયોગ કરો છો. જેવી રીતે શાહીન બાગનું સત્ય સામે આવ્યું તે જ રીતે આ આંદોલનનું પણ સત્ય સામે આવશે. પછી હું એક મસ્ત સ્પીચ લખીશ અને તમારા ચહેરા કાળા પડી જશે.'

કંગનાની આ રીતની પોસ્ટ જોઈને દિલજીતથી પણ રહેવાયું નહીં અને તેણે પણ ઈંટનો જવાબ પથ્થરથી આપવાનું નક્કી કર્યું હતું. તેણે પોતાની પોસ્ટ પંજાબીમાં લખી હતી.

દિલજીતે કહ્યું હતું, 'અરે, તો તે જેટલા લોકો સાથે કામ કર્યું તો તું એ બધાની પાલતુ છે? તો તો પછી તારા માલિકોની યાદી બહુ લાંબી થઈ જશે. આ બોલિવૂડ નથી, પંજાબ છે. ખોટું બોલીને તેમની લાગણી સાથે રમવાનું બંધ કર.'

વધુમાં દિલજીતે કહ્યું હતું, 'હું બોલિવૂડનો નથી પરંતુ પંજાબનો છું. હું બોલિવૂડમાં સંઘર્ષ નથી કરતો મેડમ. બોલિવૂડવાળા જ મને કહે છે કે સર અમારી ફિલ્મમાં કામ કરો.'

કંગના-દિલજીત સોશિયલ મીડિયામાં આમને-સામને

અન્ય એક પોસ્ટમાં દિલજીતે કહ્યું હતું, 'બોલવામાં તો તમીઝ છે નહીં. કોઈની માતા કે બહેનને આવું કેવી રીતે કહી શકાય. તું પોતે એક સ્ત્રી છો અને અન્ય સ્ત્રીને 100-100 રૂપિયાવાળી કહે છે. અમારા માટે પંજાબની માતાઓ ભગવાન સમાન છે. પંજાબી લખ્યું છે તેનું ગૂગલ કરી દેજે.'

કંગનાને ટાર્ગેટ કરતી દિલજીતની પોસ્ટ
કંગનાએ દિલજીતને જવાબ આપ્યો
કંગનાએ ફરી એકવાર શાહીન બાગ તથા ખેડૂત આંદોલનની વાત કરી હતી

વકીલે કહ્યું, 'કંગના સાત દિવસની અંદર માફી માગે નહીંતર કેસ માટે તૈયાર રહે'
આ પહેલાં કંગનાની પોસ્ટના સંદર્ભે પંજા એન્ડ હરિયાણા હાઈકોર્ટ ચંદીગઢના સીનિયર વકીલ તથા એક્ટિવિસ્ટ હાકમ સિંહે એક્ટ્રેસને લીગલ નોટિસ મોકલી હતી. હાકમ સિંહે પોતાની નોટિસમાં કહ્યું હતું કે અભિવ્યક્તિ દરેક વ્યક્તિ વિશેષનો બંધારણીય હક છે. કંગનાએ પોતાની કમેન્ટને કારણે માત્ર દાદી જ નહીં દેશભરની મહિલાઓનું અપમાન કર્યું છે. આથી તમારે માફી માગવી પડશે. હાકમ સિંહે આ નોટિસમાં કંગનાને સાત દિવસની અંદર માફી માગવાનું કહ્યું છે. જો તે આમ નહીં કરે તો તેની પર માનહાનિનો કેસ કરવામાં આવશે, તેમ કહ્યું હતું.

કંગનાએ આ પોસ્ટ ડિલીટ કરી નાખી હતી

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


farmer bill Kangana Ranaut-Diljit Dosanjh fight turns ugly

Source

ભારતી સિંહ-હર્ષ લિમ્બાચિયાને જામીનમાં મદદ કરનાર NCB મુંબઈના બે અધિકારી સસ્પેન્ડ

www.divyabhaskar.co.in |

બોલિવૂડમાં ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ પોતાના બે અધિકારીઓ પર એક્શન લીધા છે. મુંબઈ NCBના બે અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તેમની પર શંકા વ્યક્ત કરવામાં આવી છે કે તેમણે કોમેડિયન ભારતી સિંહ, હર્ષ લિમ્બાચિયા તથા દીપિકા પાદુકોણની મેનેજર કરિશ્માને જામીનમાં મદદ કરી છે.

આ ઉપરાંત NCBના વકીલની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવી રહી છે, કારણ કે જ્યારે આ સ્ટાર્સની જામીનની સુનાવણી થતી હતી ત્યારે વકીલ કોર્ટમાં હાજર રહ્યા નહોતા. આ જ કારણે NCB પોતાનો પક્ષ રજૂ કરી શક્યું નહીં. આ બંને અધિકારીઓ પર ડિપાર્ટમેન્ટલ તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે NCBને કોમેડિયન ભારતી સિંહના ઘરમાંથી અંદાજે 86.5 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું હતું. ત્યારબાદ ભારતીની ધરપકડ કરવામાં આવી હતી. ભારતી તથા તેના પતિ હર્ષને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલામાં આવ્યા હતા. જોકે, ભારતીએ કોર્ટમાં અરજી કરતાં તેમને જામીન મળી ગયા હતા, કારણ કે NCBના કોઈ અધિકારી કે વકીલ કોર્ટમાં હાજર રહ્યાં નહોતાં.

આવું જ બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણની મેનેજર કરિશ્મા પ્રકાશ સાથે થયું. તેના ઘરમાંથી 1.7 ગ્રામ હૈશ મળી આવ્યું હતું. કરિશ્માએ જ્યારે જામીન અરજી કરી ત્યારે પણ NCBના કોઈ અધિકારી કોર્ટમાં નહોતા અને તેને જામીન મળી ગયા હતા. હવે NCB તરફથી NDPS કોર્ટમાં અરજી કરવામાં આવી છે અને હર્ષ તથા ભારતીના જામીન રદ કરવામાં આવે તેવી માગણી કરી છે.

ઉલ્લેખનીય છે કે ફિલ્મ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોત બાદની તપાસમાં ડ્રગ્સ કેસની વાતો સામે આવી હતી. અત્યાર સુધી NCBએ અનેક ફિલ્મ સ્ટાર્સ, ટીવી સ્ટાર્સ તથા પ્રોડક્શન કંપનીઓ સાથે જોડાયેલા લોકોની પૂછપરછ કરી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Two NCB Mumbai officials suspended for helping Bharti Singh-Harsh Limbachia get bail

Source

રૂપિયા 5 હજારની લોન લઈ શો સુધી પહોંચ્યો કન્ટેસ્ટન્ટ, નેહા કક્કડે એક લાખ રૂપિયાની આર્થિક મદદ કરી

www.divyabhaskar.co.in |

નેહા કક્કડ આમ તો છેલ્લા કેટલાક દિવસોથી લગ્નને લઈ ચર્ચામાં રહ્યા હતા. પણ આ વખતે તેઓ દરિયાદિલીને લઈ સોશિયલ મીડિયા પર છવાઈ ગયા છે. લગ્ન બાદ નેહા કક્કડ કામ પર પરત આવી ગયા છે. નેહા ઈન્ડિયન આઈડલના જજ પેનલમાં છે. તેમણે શોમાં ઓડિશન આપવા આવેલ એક સ્પર્ધકની દુખભરી કહાની સાંભળી તેને એક લાખ રૂપિયાની મદદ કરી છે.

સોની ચેનલે આ એપિસોડનો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં જયપુરના એક સ્પર્ધક શહજાદ અલી તેના જીવન અંગે કહી રહ્યો છે. તે કહે છે કે કપડાની દુકાનમાં કામ કરે છે. બાળપણમાં માતાનું અવસાન થઈ ગયું. ઈન્ડિયન આઈડલના ઓડિશન સુધી પહોંચવા માટે શહજાદની નાનીએ પાંચ હજાર રૂપિયાની લોન લીધી છે.

નેહા ઉપરાંત શોના અન્ય જજ વિશાલ ડડલાનીએ પણ શહજાદ અલીને મદદ કરવાની ખાતરી આપી છે. તેમણે કહ્યું કે શહજાદને કોઈ સારા ગુરુ સાથે મુલાકાત કરાવશે, જેથી તેને સારી ટ્રેનિંગ મળી શકે. અત્રે ઉલ્લેખનીય છે કે પોપ્યુલર રિયલ્ટી શો ઈન્ડિયન આઈડલ 28મી નવેમ્બર રાત્રે 8 વાગે શરૂ થવા જઈ રહ્યો છે. તે પ્રત્યેક શનિવાર અને રવિવારે પ્રસારિત થશે. આ સિંગિંગ રિયાલિટી શોને લોકો ખૂબ પસંદ કરે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નેહા કક્કડની તાજેતરમાં પંજાબી સિંગર રોહનપ્રીત સિંહ સાથે લગ્ન થયા છે. તેમના લગ્નને લઈ ફેન્સ ખૂબ જ સરપ્રાઈઝ હતા. લગ્ન બાદ તેમની વેડિંગ ફોટોઝ ઈન્ટરનેટ પર છવાયેલા રહ્યા.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Contestant reached the show with a loan of Rs 5,000, Neha Kakkade helped financially with Rs 1 lakh

Source

શ્વેતા સિંહે કહ્યું, 'યે દિવાલી સુશાંત વાલી, જરૂરિયાતમંદોની મદદ કરો', 14 નવેમ્બરે સુશાંતના મોતને પાંચ મહિના પૂરા થશે

www.divyabhaskar.co.in |

દીવાળીના દિવસે એટલે કે 14 નવેમ્બરના રોજ સુશાંત સિંહ રાજપૂતના મોતને પાંચ મહિના પૂરા થઈ રહ્યા છે. જોકે, સુશાંતના પરિવારે ચાહકો તથા તેના સપોર્ટર્સને અપીલ કરી છે કે તેઓ 'યે દિવાલી સુશાંતવાલી' મનાવે. સુશાંતની બહેન શ્વેતાએ ધનતેરસના દિવસે એક ટ્વીટ કરીને સુશાંતની તસવીર શૅર કરીને આ અપીલ કરી છે.

સુશાંતના પ્રયાસોને પૂરો કરોઃ શ્વેતા
શ્વેતાએ કહ્યું હતું, 'યે દિવાલી…સુશાંત વાલી. આવો, દરેક દિલમાં પ્રેમ તથા આશાનો દીપ પ્રગટાવીએ. આવો આ દિવાળી SSRના અંદાજમાં મનાવીએ.' શૅર કરેલી તસવીર પર લખવામાં આવ્યું હતું, 'સુશાંતને કોઈના જીવનમાં ખુશીઓ લાવવી પસંદ હતી. આથી જ નાના તથા જરૂરિયાતમંદ લોકો પાસેથી મીણબત્તિ કે દીવાઓ ખરીદો, જેથી તેઓ તહેવાર મનાવી શકે. જે મીઠાઈ ખરીદી શકતા નથી, તેમને મીઠાઈ વહેંચો. માનવતાને જીવિત રાખો અને જરૂરિયતામંદ લોકોની મદદ કરો. આની શરૂઆત 12 નવેમ્બરથી કરો.'

ભાઈના સપના બહેન પૂરા કરી રહી છે
સુશાંત 14 જૂનના રોજ પોતાના મુંબઈ સ્થિત ઘરમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. હાલમાં સુશાંત કેસની તપાસ CBI કરી રહ્યું છે. ED તથા NCB પણ તપાસ કરી રહ્યું છે. શ્વેતા સિંહ ભાઈ સુશાંતના અધૂરા સપના પૂરા કરવા માટે સતત સોશિયલ મીડિયામાં એક્ટિવ છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Shweta Singh says, ‘This Diwali Sushant Wali, help the needy’

Source

સોનુ સૂદની બુક 'I AM NO MESSIAH' ડિસેમ્બરમાં આવશે, મદદ કરવામાં પડેલી મુશ્કેલીઓની વાત કરવામાં આવી છે

www.divyabhaskar.co.in |

પ્રવાસીઓના મસીહા બનેલા સોનુ સૂદે થોડાં સમય પહેલાં જ ખુલાસો કર્યો હતો કે તે એક પુસ્તક લખી રહ્યો છે. હવે સોનુની ઓટોબાયોગ્રાફીનું ટાઈટલ રિવીલ થયું છે અને તે છે 'આઈ એમ નો મસીહા.' આ પુસ્તકમાં સોનુને મદદ દરમિયાન જે પણ મુશ્કેલીઓ આવી તેની વાત કરવામાં આવી છે.

બે ભાષામાં સોનુનું પુસ્તક
સોનુની આ બુક હિંદી તથા અંગ્રેજીમાં છે. સોનુએ સોશિયલ મીડિયામાં બુક કવર તથા અન્ય માહિતી શૅર કરી છે. તેણે કહ્યું હતું, 'આઈ એમ નો મસીહા', ડિસેમ્બરમાં આવશે. આ મારા જીવનની વાત છે. આ સાથે જ તે હજારો પ્રવાસી શ્રમિકોની પણ.' પુસ્તકને પેંગ્વિન ઈન્ડિયા પબ્લિશ કરશે. આ બુકના કવર સોનુ સૂદ તથા મીરા કે ઐય્યર એમ બે નામ લખવામાં આવ્યા છે.

સોનુ પોતાને મસીહા માનતો નથી
સોનુએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, 'લોકો ઘણાં જ દયાળુ છે અને તેઓ મને મસીહા કહે છે. જોકે, સાચી વાત એ છે કે હું મસીહા નથી. મારું મન કહે એ જ હું કરું છું. એક વ્યક્તિ હોવાને નાતે એકબીજાની મદદ કરવી આપણી જવાબદારી છે. હું ભગવાનનો આભારી છું કે તેમણે મને પ્રવાસીઓની મદદ કરવા માટે પસંદ કર્યો. મારું હૃદય મુંબઈ માટે ધબકે છે. અલબત્ત, આ મૂવમેન્ટ બાદ મને લાગે છે કે મારો જ એક હિસ્સો ઉત્તરપ્રદેશ, ઝારખંડ, બિહાર, આસામ તથા અન્ય રાજ્યોમાં પણ છે. જ્યાં મને નવા મિત્રો તથા ગાઢ સંબંધો મળ્યા. આથી જ મારી આત્મા સાથે જોડાયેલા આ તમામ અનુભવો તથા વાર્તાને હું પુસ્તકમાં લખીશ.'

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Sonu Sood’s book ‘I AM NO MESSIAH’ to be released in December

Source

error:
Scroll to Top