મટ

કૌન બનેગા કરોડપતિ: ગ્રાંડ ફીનાલે પહેલા સેક્સિએસ્ટ કમેંટ માટે અમિતાભ પર ભડક્યા ફેન્સ

gujarati.oneindia.com |
કૌન બનેગા કરોડપતિ શુક્રવારે સેનાના પરમવીર ચક્ર વિજેતાઓ સાથે તેનો ગ્રાન્ડ ફિનાલે રમી રહ્યો છે. પરંતુ તે પહેલા આ શો છેલ્લા એપિસોડ પહેલા જ ટીકાનો શિકાર બન્યા હતા. ટીકાઓનું કારણ એ છે કે અમિતાભ બચ્ચને એક મહિલા અર્થશાસ્ત્રીને કરેલી ટિપ્પણી, લોકોએ

Source

વડોદરાના કરજણમાં બ્લડ રિપોર્ટ માટે શિબિરનું આયોજન, સગર્ભા મહિલાઓ માટે કરાયું આયોજન

gujarati.oneindia.com |
વડોદરાના કરજણમાં બ્લડ રિપોર્ટ માટે શિબિરનું આયોજન, સગર્ભા મહિલાઓ માટે કરાયું આયોજન

Source

અમિતાભ બચ્ચનના અવાજવાળી કોરોના કોલર ટ્યુનથી ત્રાસી જઈને વ્યક્તિ દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યો, હટાવવા માટે યાચિકા કરી

www.divyabhaskar.co.in |

જાન્યુઆરી 2020માં દેશમાં કોરોનાનો પહેલો કેસ સામે આવ્યો હતો. ત્યારબાદ માર્ચ 2020થી દેશમાં લોકડાઉન થયું. આ વચ્ચે કોરોના વાઇરસ અવેરનેસ કોલર ટ્યુન ઘણી ચર્ચામાં રહી જે દરેક કોલ પહેલાં સંભાળતી હતી. ઓક્ટોબર 2020થી કોલર ટ્યુન તરીકે સંભળાતા અમિતાભના અવાજથી ત્રાસી જઈને હવે તેને હટાવવાની માગ થઇ રહી છે. માટે દિલ્હી હાઇકોર્ટમાં એક યાચિકા ફાઈલ થઇ છે.

ફેને પણ થોડા સમય પહેલાં ડિમાન્ડ કરી હતી
એક ફેને તો અમિતાભને સોશિયલ મીડિયા પર જ પૂછી લીધું હતું કે કોરોના કોલર ટ્યુન ક્યારે બંધ થશે? આના પર અમિતાભે જવાબ આપ્યો હતો અને માફી માગી હતી. જવાબમાં અમિતાભે લખ્યું, 'હું દેશ, પ્રાંત અને સમાજ માટે જે પણ કરું છું, તે ફ્રીમાં કરું છું. તમને કષ્ટ પડી રહ્યો છે તો હું માફી માગું છું, પણ આ વિષય મારા હાથમાં નથી.'

અમિતાભે ક્ષમા ત્રિપાઠી નામના ફેન ને જવાબ આપતાં માફી માગી હતી.

કોરોના કોલર ટ્યુનમાં પહેલા જસલીન ભલ્લાનો અવાજ સંભળાતો હતો. આ બંને કોલર ટયુન્સ છેલ્લા 8 મહિનાથી દરેકને સંભળાઈ રહી છે. અગાઉ પણ આને લઈને લોકોએ ઘણાં મીમ્સ બનાવી દીધાં છે. હવે તેને હટાવવા માટે લોકોને કાયદાનો સહારો લેવો પડી રહ્યો છે.

યાચિકા ફાઈલ કરનારને લોકો વધામણી આપી રહ્યા છે
યાચિકાના સમાચાર સાંભળીને લોકો ઘણા ખુશ છે. તેઓ સોશિયલ મીડિયા પર મીમ્સ અને કમેન્ટ્સ મારફતે યાચિકા ફાઈલ કરનારને આભાર કહી રહ્યા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


PIL Filed In Delhi High Court Seeking Removal Of COVID 19 Awareness Caller Tune In Voice Of Amitabh Bachchan

Source

G5ની ફિલ્મ 'કાગઝ' બાદ, 'બચ્ચન પાંડે' સહિત 2021ની 5 મોટી ફિલ્મોમાં જોવા મળશે પંકજ ત્રિપાઠીની દમદાર એક્ટિંગ

www.divyabhaskar.co.in |

વર્ષ 2021ની શરૂઆતમાં જ પંકજ ત્રપાઠીએ વેબ ફિલ્મ કાગઝથી તેમના ફેન્સને સુંદર ગિફ્ટ આપી. ફિલ્મ કાગઝમાં પંકજ ત્રિપાઠીનો મજાકિયા અંદાજ અને દમદાર એક્ટિંગના ચારે કોર વખાણ થઈ રહ્યા છે. દર્શકો તેમને આ કિરદારમાં ખુબ પસંદ કરી રહ્યા છે. કાગઝ સિવાય આ વર્ષે પંકજ ત્રિપાઠી બીજી ઘણી ફિલ્મ્સમાં અલગ અલગ રોલ કરતા જોવા મળશે, આ વર્ષે પંકજના બકેટ લિસ્ટમાં ફિલ્મ 83, સંદિપ ઓર પિંકી ફરાર,બચ્ચન પાંડે,મિમિ ઓર મુંબઈ સાગર સામેલ છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


After G5’s ‘Kagaz’, Pankaj Tripathi’s strong acting will be seen in 5 big films of 2021 including ‘Bachchan Pandey’

Source

અર્જુન રામપાલની બહેનને બીજીવાર સમન્સ મળ્યા બાદ પૂછપરછ માટે NCBની ઓફિસ આવી

www.divyabhaskar.co.in |

બોલિવૂડના ડ્રગ્સ કનેક્શનમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ અર્જુન રામપાલની બહેન કોમલ રામપાલને બીજીવાર સમન્સ પાઠવ્યું છે. રિપોર્ટ પ્રમામે, ગયા અઠવાડિયે પણ કોમલને પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી પરંતુ તે આવી નહોતી. તેના વકીલે NCBને તે નહીં આવી શકે તે અંગેની માહિતી આપી દીધી હતી.

કોમલના ભાઈ અર્જુન રામપાલ તથા તેની સાઉથ આફ્રિકન પાર્ટનર ગેબ્રિએલની ડ્રગ્સ કેસમાં પૂછપરછ કરી હતી. ત્યારબાદ કોમલને સમન્સ પાઠવવામાં આવ્યું હતું. NCBએ ગેબ્રિએલના ભાઈના ધરપકડ કરી હતી અને હાલમાં તે જામીન પર છે.

કોમલ 1994માં મિસ ઈન્ડિયા ફાઈનલિસ્ટમાં રહી હતી અને પૂર્વ એરહોસ્ટ તથા સ્પા કન્સલ્ટન્ટ છે

કોમલ પર નકલી પ્રિસ્ક્રિપ્શન બનાવવાનો આક્ષેપ
NCBને અર્જુન રામપાલના ઘરમાંથી પ્રતિબંધિત દવાઓ મળી હતી. અર્જુને NCBની સામે એક જૂની તારીખનું પ્રિસ્ક્રિપ્શન રજૂ કર્યું હતું. આ પ્રિસ્ક્રિપ્શન એક્ટરની બહેન કોમલના કહેવા પર દિલ્હીના એક ડૉક્ટરે તૈયાર કર્યું હતું. NCBએ તે ડૉક્ટરનું નિવેદન CRPCની કલમ 164 હેઠળ મેજિસ્ટ્રેટની સામે નોંધવામાં આવ્યું છે. ડૉક્ટરના દાવા પ્રમાણે એક્ટરની બહેન માટે આ દવા લખવામાં આવી હતી.

રામપાલના ઘરેથી આ દવાઓ મળી હતી
NCBને દરોડા દરમિયાન કેટલીક દવાઓ અર્જુનના કૂતરા માટેની પણ મળી હતી. કૂતરાને જોઈન્ટમાં ઘણો જ દુખાવો થતો હતો અને વેટરનરી ડૉક્ટરે આ દવા લખી હતી. અર્જુનના ઘરેથી અલ્ટ્રાસેટ ટેબલેટ મળી હતી, જે પ્રિસ્ક્રાઈબ દવા છે અને બહુ જ દુખાવો થાય ત્યારે ઉપયોગમાં લેવામાં આવે છે. બીજી દવા ક્લોનાઝેપમ હતી. આ દવા પણ ડૉક્ટર પ્રિસ્ક્રાઈબ કરે પછી જ લઈ શકાય છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


NCB summons Arjun Rampal’s sister for second time

Source

Vogueના કવર પર દેખાઇ કમલા હેરિસ, પ્રિયંકા ચોપડાએ જણાવ્યું ભારત માટે કેમ ખાસ છે તેમની સફળતા

gujarati.oneindia.com |
ગયા વર્ષે નવેમ્બરમાં યુ.એસ. માં રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. જો બિડેન અને કમલા હેરિસની જોડીએ ટ્રમ્પને સત્તામાંથી બહાર કરી દીધા હતા. બંને જલ્દીથી શપથ લેશે. કમલા હેરિસના ઉપરાષ્ટ્રપતિ બનવાથી ભારતીય પણ ખુશ છે, કેમ કે તેના માતાપિતા ભારતીય મૂળના

Source

મેડમ ચીફ મિનિસ્ટર, 20 વાર થયું લુક ટ્રાયલ, વાળ કપાવતી તો લગ્નમાં 'તેરે નામ'ની રાધે લાગતી રિચા ચઢ્ઢા માટે વિગ પહેરી

www.divyabhaskar.co.in |

રિચા ચઢ્ઢાની ફિલ્મ 'મેડમ ચીફ મિનિસ્ટર'નું ટ્રેલર હાલમાં જ રિલીઝ થયું છે. ત્યારબાદથી જ રિચાનો લુક ઘણો ચર્ચામાં છે. ફિલ્મમાં તેના માટે અલગ પ્રકારનો લુક ડિઝાઇન કરવામાં આવ્યો હતો. મશરૂમ કટવાળા આ લુકને ફાઇનલ કરતા પહેલાં ડિરેક્ટર સુભાષ કપૂરે રિચા પર અંદાજે 20 અલગ- અલગ લુક ટ્રાય કર્યા. તે રિચાના વાળ કટ કરાવવા ઇચ્છતા ન હતા પણ ફિલ્મ ફાઇનલ થયાના એક અઠવાડિયા પછી જ રિચા- અલીની લગ્નની ડેટ ફિક્સ થઇ ગઈ હતી.

ડિરેક્ટરે વિગની સલાહ આપી
ત્યારબાદ રિચાને લાગ્યું કે જો તે તેના વાળ કપાવી લેતી તો લગ્ન દરમ્યાન તે મશરૂમ કટમાં નજર આવશે. અથવા તો હેર સ્ટાઇલ સલમાન ખાનની ફિલ્મ 'તેરે નામ'ની રાધે જેવી લાગતી. પોતાના લગ્નમાં તો તે એવી દેખાવા ઇચ્છતી ન હતી. ત્યારબાદ ડિરેક્ટરે રિચાને વિગ પહેરવાનો આઈડિયા આપ્યો. આ રીતે તેનો લુક ફાઇનલ થયો.

પરંતુ લગ્ન અને ફિલ્મની રિલીઝ ટળી ગઈ
જોકે આ સ્ટોરી ત્યારની છે જ્યારે એપ્રિલ 2020માં રિચા- અલીના લગ્ન થવાના હતા. કોરોના વાઇરસને કારણે માર્ચ 2020થી દેશભરમાં લોકડાઉન લાગી ગયું હતું. આવામાં ન તો લગ્ન થયા ન ફિલ્મ રિલીઝ થઇ. વર્ષ વીતી ગયું છે અને લોકડાઉન ખતમ થયા બાદ જીવન પાટે આવી ગયું છે. રિચાની આ ફિલ્મ પણ 22 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે.

આવી છે ફિલ્મની સ્ટોરી
આ ફિલ્મ એક એવી છોકરીની સ્ટોરી છે જે દલિત સમાજથી છે અને સંઘર્ષો બાદ મુખ્યમંત્રી બને છે. મેડમ ચીફ મિનિસ્ટર એક એવી છોકરી છે જે ન કોઈ સામે નમે છે અને કોઈ બીજાના દબાણમાં વિશ્વાસ નથી રાખતી. પણ પોતાના કામના દમ પર તે સત્તાના સૌથી ઊંચા શિખર પર પહોંચે છે. ફિલ્મમાં રિચા ચઢ્ઢા સિવાય માનવ કૌલ અને સૌરભ શુક્લા પણ છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Richa Chadha Didn’t Cut Her Hair Due To Marriage, Instead She Wore Wig In Movie Madam Chief Minister

Source

કચ્છ : સાંભળવાની જન્મજાત ખામી ધરાવતા બાળકો માટે કોક્લિયર ઈંપ્લાંટ સર્જરીનો પ્રારંભ

gujarati.oneindia.com |
કચ્છ : સાંભળવાની જન્મજાત ખામી ધરાવતા બાળકો માટે કોક્લિયર ઈંપ્લાંટ સર્જરીનો પ્રારંભ

Source

'કહોના પ્યાર હૈ'ની સફળતાથી ડરીને રીતિક રડવા લાગ્યો હતો, માફિયાઓએ રાકેશ રોશનને નફામાં હિસ્સો હડપ કરવા માટે ગોળી મારી હતી

www.divyabhaskar.co.in |

રીતિક રોશન 47 વર્ષનો થયો છે. 10 જાન્યુઆરી, 1974ના રોજ મુંબઈમાં જન્મેલા રીતિકે વર્ષ 2000માં આવેલી હિટ ફિલ્મ 'કહોના પ્યાર હૈ'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. રીતિકને પહેલી જ ફિલ્મથી એટલું સ્ટારડમ મળ્યું હતું કે અન્ય સ્ટાર્સ તો માત્ર કલ્પના જ કરી શકે. જોકે, આ સ્ટારડમથી રીતિક એ હદે ડરી ગયો હતો કે રડવા લાગ્યો હતો. રીતિકના પિતા રાકેશ રોશને એક ઈન્ટરવ્યૂમાં આ વાતનો ઘટસ્ફોટ કર્યો હતો.

રાકેશ રોશને કહ્યું હતું, 'કહોના પ્યાર હૈ' રિલીઝ થઈ પછીના ત્રણ-ચાર મહિના પછીની આ વાત છે. રીતિક રાતોરાત મળેલા સ્ટારડમને કારણે એ હદે ડરી ગયો હતો કે પોતાના રૂમમાં જઈને રડતો હતો. તેણે મને એવું કહ્યું હતું, 'હું આ સંભાળી શકીશ નહીં. હું કોઈ કામ કરી શકતો નથી. સ્ટૂડિયો જઈ શકતો નથી. મને મળવા માટે યુવક-યુવતીઓની બસ આવે છે. મને કામ શીખવાની તક જ મળતી નથી. બધા જ મને મળવા માગે છે.' આ વાત સાંભળીને મેં તેને સમજાવ્યો હતો કે વિચાર આવું કંઈ જ બન્યું જ ના હોત તો શું થાત? આને આશીર્વાદ સમજ. એડજસ્ટ અને આને ભારરૂપ ના સમજ.'

માફિયાઓએ પ્રોફિટમાં ભાગ માગ્યો હતો

  • રીતિકની રિયલ લાઈફ પણ ફિલ્મી લવ સ્ટોરી જેવી હતી. 'કહોના પ્યાર હૈ'માં જે રીતે રીતિક સોનાયા એટલે કે અમીષા પટેલને ટ્રાફિક સિગ્નલ પર મળે છે, તે જ રીતે રિયલ લાઈફમાં રીતિકે પહેલી જ વાર સુઝાનને ટ્રાફિક સિગ્નલ પર જોઈ હતી અને તેને પ્રેમ કરવા લાગ્યો હતો.
  • ફિલ્મ બ્લોકબસ્ટર થતાં જ રાકેશ રોશન પર માફિયાઓએ હુમલો કર્યો હતો. 21 જાન્યુઆી, 2000ના રોજ રાકેશ રોશન પર ગોળીઓ ચલાવવામાં આવી હતી, જેમાં એક ગોળી ખભા પર અને બીજી છાતીના ભાગે વાગી હતી. તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને તેમનો જીવ બચી ગયો હતો. આ હુમલો તેમને ધમકાવવા માટે કરવામાં આવ્યો હતો, જેથી તે 'કહોના પ્યાર હૈ'ના પ્રોફિટમાંથી માફિયાને હિસ્સો આપે.

અમીષાની માતાએ પણ ફિલ્મમાં કામ કર્યું હતું

  • ફિલ્મમાં રીતિકની છઠ્ઠી આંગળી ના દેખાય તે માટે શૂટિંગ દરમિયાન ગ્લવ્સ પહેરીને રાખતો હતો. તેથી જ ફિલ્મમાં તે લેફ્ટી બનીને રહ્યો.
  • દીકરીની ડેબ્યૂ ફિલ્મમાં અમીષા પટેલની માતા આશા પટેલે પણ કામ કર્યું હતું. રીતિકના ડબલ રોલ એટલે કે રાજની માતાના રોલમાં અમીષા પટેલની માતા હતી. જોકે, આ ફિલ્મ પહેલાં અમીષાના પરિવારે તેને ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી હતી.

શાહરુખ-કરીના પહેલી પસંદ હતા

  • ફિલ્મમાં પહેલાં શાહરુખ ખાન તથા કરીના કપૂરને પસંદ કરવામાં આવ્યા હતા. જોકે, શાહરુખે ના પાડી હતી. તેથી રીતિકને લેવામાં આવ્યો હતો. કરીનાની માતાએ શૂટિંગના થોડાં જ દિવસમાં ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ અમીષાને લેવામાં આવી હતી.

ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નામ નોંધાયેલું છે

  • શાહરુખની ફિલ્મ 'દિલ સે' પછી રીતિકની આ ફિલ્મે મ્યૂઝિકના તમામ અવોર્ડ્સ જીત્યા હતા. ફિલ્મને બેસ્ટ મ્યૂઝિક, લિરિક્સ, પ્લેબેક સિંગર મેલ, કોરિયોગ્રાફીનો અવોર્ડ્સ મળ્યો હતો. જોકે, આ તમામ અવોર્ડ્સ અલગ અલગ સોંગ્સ માટે હતા. આ ઉપરાંત 2002માં ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સના એડિશનમાં સૌથી વધુ અવોર્ડ મેળવાનારી ફિલ્મ તરીકે સામેલ કરવામાં આવી હતી. આ ફિલ્મને 92 અવોર્ડ મળ્યા હતા.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Hrithik roshan 47th birthday, know his interesting life facts

Source

ડિરેક્ટર સંજય 'ચંદા મામા દૂર કે' બનાવીને સુશાંતને ટ્રિબ્યૂટ આપશે, કહ્યું- 'SSRની જગ્યાએ અન્ય કોઈને લેવા મારા માટે મુશ્કેલ'

www.divyabhaskar.co.in |

ડિરેક્ટર સંજય પૂરણ સિંહ ચૌહાણ ફિલ્મ 'ચંદા મામા દૂર કે' બનાવીને દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતને ટ્રિબ્યૂટ આપવા ઈચ્છે છે. હાલમાં જ સંજયે એક ઈન્ટરવ્યૂમાં આ વાતની જાહેરાત કરી હતી. આ ફિલ્મ સુશાંતનો ડ્રીમ પ્રોજેક્ટ હતો. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી સુશાંતના સૌથી નિકટ સંજય ભારતની પહેલી સ્પેસ ફિલ્મ બનાવવા માગતો હતો. ફિલ્મના કેરેક્ટરની તૈયારી માટે સુશાંત 2018માં નાસા પણ ગયો હતો. જોકે, બજેટને કારણે આ ફિલ્મ બની શકી નહોતી. પછી સુશાંતના મોત બાદ સંજયે આ ફિલ્મનું કામ બંધ કરી દીધું હતું. હવે સંજયે આ ફિલ્મ માટે સુશાંતના રિપ્લેસમેન્ટની શોધ કરવાનું શરૂ કર્યું છે.

સુશાંતને બદલે અન્ય કોઈને લેવો મુશ્કેલ
ઈન્ટરવ્યૂ દરમિયાન સંજયે કહ્યું હતું, 'મારા માટે આ ફિલ્મના લીડ રોલ માટે સુશાંતને બદલે અન્ય કોઈ કલાકારને લેવો દુઃખદાયી છે. અત્યારે ફિલ્મની સ્ક્રિપ્ટનું કામ બાકી છે. આ સાથે જ લીડ એક્ટર ફાઈનલ કરવાનો છે.'

સુશાંતની નિકટ હતો
આ પહેલાં સંજયે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ફિલ્મ પ્રોડ્યૂસરની સાથે સુશાંતને વિવાદ થયો હતો પરંતુ તેને કારણે તેમના સંબંધો ક્યારેય ખરાબ થયા નહોતા. તે હંમેશાં તેની નિકટ રહ્યો હતો. તેઓ નિયમિત રીકે વાત કરતા હતા. તેમની વચ્ચે ફિલ્મથી લઈ પુસ્તકો અંગેની વાતો થતી હતી.

સુશાંત કેસમાં CBI તપાસ
સુશાંત સિંહ રાજપૂતનું મોત 14 જૂન, 2020ના રોજ મુંબઈના બાંદ્રા સ્થિત ફ્લેટમાં થયું હતું. તેના મોત બાદ CBI, ED, NCB તપાસ કરી રહ્યા છે. જોકે, હજી સુધી તપાસનું કોઈ ચોક્કસ પરિણામ સામે આવ્યું નથી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Director Sanjay will pay tribute to Sushant by making ‘Chanda Mama Door Ke’, saying- ‘It is difficult for me to take someone else instead of SSR’

Source

error:
Scroll to Top