ભરત

શું 'ધ કપિલ શર્મા શો'માંથી બહાર થઈ ગઈ ભારતી સિંહ? કિકુ શારદાએ જણાવી સચ્ચાઈ

gujarati.oneindia.com |
નવી દિલ્લીઃ જાણીતી કૉમેડિયન ભારતી સિંહને હાલમાં જ કોર્ટમાંથી જામીન મળ્યા છે. ભારતી અને તેના પતિ લેખક તેમજ ટીવી એન્કર હર્ષ લિંબાચિયાની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો(એનસીબી)એ તેમના ઘરે અને ઑફિસમાં પાડેલી રેડ બાદ ધરપકડ કરી લીધી હતી. તેમના ઘરેથી ગાંજો પણ જપ્ત

Source

ડ્રગ્સ કેસમાં ફસાયેલી ભારતી સિંહને કપિલ શર્માના શોમાંથી હાંકી કાઢવાની ચર્ચા પર કૃષ્ણા અભિષેકે કહ્યું- હું અને કપિલ તેની સાથે છીએ

www.divyabhaskar.co.in |

ડ્રગ્સ કેસમાં ફસાયેલી કોમેડિયન ભારતી સિંહની મુશ્કેલીઓ ઓછી થતી નથી. કહેવાય છે કે ડ્રગ્સ કેસમાં નામ આવ્યા બાદ ભારતીને 'ધ કપિલ શર્મા'માંથી હાંકી કાઢવામાં આવી છે. ચેનલે ભારતીને શોમાંથી બહાર કરવાનો નિર્ણય લીધો છે. આ અંગે જ્યારે શોના અન્ય કલાકાર કૃષ્ણા અભિષેકને પૂછવામાં આવ્યું તો તેણે આ વાતનું ખંડન કર્યું હતું.

'હું ભારતીની સાથે'
કૃષ્ણાએ કહ્યું હતું, 'મેં ચેનલ તરફથી હજી સુધી આવી કોઈ વાત સાંભળી નથી. ચેનલે આ અંગે કોઈ ચર્ચા કરી નથી. જો આવું કંઈ પણ થયું તો હું ભારતીને સપોર્ટ કરીશ. તેણે કામ પર પરત આવવું જોઈએ, જે થવાનું હતું એ થઈ ગયું. હું અને કપિલ શર્મા તેની સાથે ઊભા છીએ. કપિલે એમ પણ કહ્યું હતું કે તેને ભારતીને બહેન કહેવા પર ગર્વ છે અને ભલે ગમે તેવી પરિસ્થિતિ આવે, તે હંમેશાં તેને સાથ આપશે.'

કૃષ્ણાએ એક ઈન્ટરવ્યૂમાં કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો. રાજુએ ભારતીની ધરપકડ બાદ સોશિયલ મીડિયામાં તેની ઘણી જ ટીકા કરી હતી. કૃષ્ણાએ કહ્યું હતું કે કપિલ શર્માની પૂરી ટીમ રાજુથી ઘણી જ નારાજ છે. તેણે બહુ જ બકવાસ કર્યો હતો. તેણે જે પણ કહ્યું તે શોકિંગ હતું. તેણે બધા સાથે લાઈફટાઈમ રિલેશન ખરાબ કરી નાખ્યા.

કોણ છે ભારતી સિંહ?
ભારતી સિંહ સ્ટેન્ડઅપ કોમેડિયન છે. તે 'ધ કપિલ શર્મા શો'માં જોવા માળે છે. ભારતીએ 2017માં રાઈટર હર્ષ લિમ્બાચિયા સાથે લગ્ન કર્યાં હતાં. ભારતીએ પોતાની કરિયરની શરૂઆત 'ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ' સાથે કરી હતી. ત્યારબાદ તેણે વિવિધ કોમેડી શોમાં કામ કર્યું હતું.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


the kapil sharma show krushna-abhishek-on-bharti-singh-i-stand-by-bharti-she-has-my-unconditional-support

Source

ઓસ્કર અવોર્ડ માટે ભારત તરફથી બીજી એન્ટ્રી, લાઈવ એક્શન શોર્ટ ફિલ્મ કેટેગરી માટે 'શેમલેસ'ની પસંદગી

www.divyabhaskar.co.in |

ઓસ્કરમાં ફોરેન લેંગ્વેજમાં મલયાલમ ફિલ્મ 'જલિકટ્ટુ' બાદ હવે લાઈવ એક્શન શોર્ટ ફિલ્મ કેટેગરીમાં સયાની ગુપ્તા, હુસૈન દલાલ તથા ઋષભ કપૂરની ફિલ્મ 'શેમલેસ'ને પસંદગી કરવામાં આવી છે. કીથ ગોમ્સે લખેલી આ શોર્ટ ફિલ્મ ઓસ્કરમાં મોકલવામાં આવશે.

15 મિનિટની થ્રિલર કોમેડી
'શેમલેસ'નું પ્રોડક્શન એશલે ગોમ્સે કર્યું છે. 15 મિનિટની આ કોમેડી થ્રિલરમાં પિત્ઝા ડિલિવરી ગર્લ તથા વર્ક ફ્રોમ હોમ કરતાં પ્રોફેશનલ સેન્ટરમાં છે. ટેક્નોલોજીને કારણે માનવ આત્માને થયેલા નુકસાનની વાત આ ફિલ્મમાં કહેવામાં આવી છે. આ ફિલ્મને 'ટ્રેપ્ડ', 'સફર', 'સાઉન્ડ પ્રૂફ' તથા વિદ્યા બાલનની 'નટખટ'માંથી ઓસ્કર માટે પસંદ કરવામાં આવી છે.

કોરોનાને કારણે ઓસ્કર સેરેમનીની ડેટ ચેન્જ કરવામાં આવી
25 એપ્રિલ, 2021ના રોજ લોસ એન્જલસમાં 93મા એકેડમી અવોર્ડ માટે આ ભારત તરફથી બીજી એન્ટ્રી છે. આ પહેલાં મલયાલમ ફિલ્મ 'જલિકટ્ટુ'ને ઓફિશિયલ એન્ટ્રી તરીકે મોકલવામાં આવી હતી. દર વર્ષે ઓસ્કર સેરેમની ફેબ્રુઆરીમાં યોજાતી હોય છે. જોકે, કોરોનાને કારણે આ સેરેમની બે મહિના પછી એટલે કે એપ્રિલમાં યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Second entry from India for Oscar Awards, ‘Shameless’ selected for Live Action Short Film category

Source

પાયલને ભારત રત્ન ડૉ. આમ્બેડકર અવોર્ડ મળ્યો, ટ્રોલર્સે પૂછ્યું,‘શેના માટે મળ્યો? અમે તો તને અનુરાગ કશ્યપ વિવાદ પછીથી જ ઓળખીએ છીએ’

www.divyabhaskar.co.in |

પાયલ ઘોષ. આ નામ સપ્ટેમ્બરમાં ચર્ચામાં આવ્યું હતું જ્યારે તેણે અનુરાગ કશ્યપ પર યૌન શોષણના આરોપ લગાવી FIR ફાઈલ કરી હતી. એ પછી રામદાસ અઠાવલેની પાર્ટી રિપબ્લિક પાર્ટી ઓફ ઇન્ડિયા Aમાં પહોંચી ગઈ. હવે તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે કે તેને ભારત રત્ન અવોર્ડ મળ્યો છે. તેની પોસ્ટ જોઈને લોકોએ તેને શુભેચ્છા પાઠવવાને બદલે ટ્રોલ કરી હતી.

પાયલે સોશિયલ મીડિયા પર અવોર્ડનો ફોટો શેર કરીને લખ્યું કે, અવોર્ડ મેળવીને હું ખુશ થઇ. હું 26 નવેમ્બર સંવિધાનના દિવસે યોજાયેલા અવોર્ડ સેરેમનીમાં કઈ શકી નહોતી. હાર્ડ વર્કને લાંબા રસ્તા પર પસાર થવું પડે છે અને હું ઈચ્છું છું કે યુવાનો પણ આ વાત સમજી લે. આવી મુમેન્ટ મને વિનમ્ર બનાવે છે.

‘ટ્રોલર્સે પૂછ્યું, શેના માટે મળ્યો?’
પાયલે ભલે અવોર્ડ મળવા પર ખુશી જાહેર કરી હોય પરંતુ તેને ટ્રોલર્સના પ્રશ્નનો સામનો કરવો પડ્યો છે. એક યુઝરે પૂછ્યું કે, શેના માટે મળ્યો? અમે તો તને અનુરાગ કશ્યપ વિવાદ પછીથી જ ઓળખીએ છીએ. અન્ય યુઝરે પ્રશ્ન કર્યો કે, કઈ ખુશીમાં? બીજા યુઝરે લખ્યું, તે લોકોએ બેશરમ થઇને આપ્યો , એનો અર્થ એ નથી કે તમે પણ બેશરમ બનીને લઇ લો.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Payal Ghosh Received Bharat Ratna Dr. Ambedkar Award Trollers Asked What For

Source

Drugs Case: કૉમેડિયન ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાની જામીન અરજી પર આજે સુનાવણી

gujarati.oneindia.com |
મુંબઈઃ જાણીતી કૉમેડિયન ભારતી સિંહ અને તેના પતિ તેમજ ટીવી એન્કર હર્ષ લિંબાચિયાને રવિવારે મુંબઈની કિલા કોર્ટે ડ્રગ્ઝ કેસમાં 4 ડિસેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં રાખવાનો નિર્ણય લીધો હતો. જો કે ભારતી અને હર્ષે કોર્ટમાં પોતાની જામીન અરજી નાખી દીધી છે. તેની

Source

ભારતી સિંહ અને તેના પતિ સામે ડ઼્રગ્સ લેવા મામલે કેસ થયો

gujarati.oneindia.com |
નવી દિલ્હીઃ કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિની મુશ્કેલીઓ ઘટતી જોવા નથી મળી રહી. એનસીબીની ટીમે શનિવારે ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાની ડ્રગ્સ લેવા મામલે પુછપરછ માટે સમન મોકલ્યું હતું, પરંતુ પુછપરછ બાદ એનસીબીએ બંનેની ધરપકડ કરી લીધી. ભારતી

Source

કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષની ધરપકડ, NCBએ બંનેની 4.30 કલાક પૂછપરછ કરી

www.divyabhaskar.co.in |

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો, એટલે કે NCBએ જાણીતી કોમેડિયન ભારતી સિંહની ડ્રગ્સ રાખવા અને તેનું સેવન કરવાના આરોપસર ધરપકડ કરી છે. તેના પતિ હર્ષ લિંબાચિયાની પૂછપરછ ચાલુ છે. NCB સાથેની પૂછપરછમાં ભારતી સિંહે તેના પતિ હર્ષ સાથે ગાંજાનું સેવન કરવાની વાત કબૂલી હતી. શનિવારે રાત્રે ભારતીને NCBની ઑફિસમાં જ રાખવામાં આવશે. આવતીકાલે રવિવારે ભારતીને કોર્ટમાં રજૂ કરાય તેવી શક્યતા છે.

શનિવારે સવારે આ દંપતીનાં મુંબઈસ્થિત ઘરે દરોડા પાડ્યા હતા. મળેલી માહિતી પ્રમાણે ભારતી અને હર્ષ લિંબાચિયાના ઘર અને ઑફિસેથી 86.5 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. આથી NCBએ વધુ પૂછપરછ માટે બંનેની અટકાયત કરી હતી. ન્યૂઝ એજન્સી ANIના સમાચાર પ્રમાણે, NCBએ શનિવારે સવારે અંધેરી, લોખંડવાલા અને વર્સોવાનાં ત્રણ અલગ અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા. એક ડ્રગ પેડલર સાથેની પૂછપરછ દરમિયાન આ બંનેનાં નામ સામે આવ્યાં હતાં. ત્યાર બાદ અંધેરી, લોખંડવાલા અને વર્સોવાસ્થિત ઘરમાં રેડ પાડવામાં આવી હતી. NCBના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ જણાવ્યું કે, હર્ષ અને ભારતીને અમે કસ્ટડીમાં પૂછપરછ માટે લીધાં છે. બંનેને ઝોનલ ઓફિસમાં આવીને સ્પષ્ટતા કરવાની ફરજ પડી હતી.

પૂછપરછ માટે ભારતી સિંહ NCBની ઑફિસે પહોંચી હતી
ભારતીની સાથોસાથ તેના પતિ હર્ષ લિંબાચિયાને પણ NCBની ઑફિસે લાવવામાં આવ્યો હતી

ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂતના અપમૃત્યુ પછી બહાર આવેલા બોલિવૂડ અને ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં છાનેખૂણે ચાલતા ડ્રગ્સના સેવનના અંકોડા મેળવવા માટે NCB સતત સેલિબ્રિટીઓનાં ઘરે દરોડા પાડી રહી છે. દિવાળી પહેલાં જ એક્ટર અર્જુન રામપાલને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો.

કોણ છે ભારતી સિંહ?
ભારતી સિંહ સ્ટેન્ડઅપ કોમેડિયન અને એક્ટ્રેસ છે. અત્યારે તે 'ધ કપિલ શર્મા શૉ'માં દેખાય છે. તેણે પોતાના કરિયરની શરૂઆત ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જથી કરી હતી. એ પછી એણે ઘણા શૉઝ કર્યા જેમાં 'કોમેડી સર્કસ', 'ઝલક દિખલા જા', 'નચ બલિયે' વગેરેનો સમાવેશ થાય છે. ભારતી સિંહે 3 ડિસેમ્બર, 2017ના રોજ ટેલિવિઝન રાઇટર હર્ષ લિંબાચિયા સાથે લગ્ન કર્યાં હતાં અને આ દંપતી અત્યારે સોની ટીવી પર 'ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર' નામનો શૉ હોસ્ટ કરી રહ્યું છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


NCB raid on comedian Bharti Singh’s Mumbai home, raids in Andheri, Versova and Lokhandwala in Mumbai

Source

રિયા ચક્રવર્તીથી ભારતી સિંહઃ ડ્રગ્સ કેસમાં NCBની અડફેટે ચડેલાં સેલેબ્સ

www.divyabhaskar.co.in |

સુશાંતસિંહ રાજપૂતના અપમૃત્યુ પછી તેને 'ન્યાય' અપાવવાના નામે શરૂ થયેલી ઝુંબેશ અનેક ગલીકૂંચીઓ અને રાજકારણના આટાપાટામાંથી પસાર થતી છેવટે ડ્રગ્સના 'રાજમાર્ગ' પર આવી. તપાસનો દોર પણ સ્થાનિક પોલીસથી શરૂ થઈને CBI, ED અને છેવટે NCBના હાથમાં આવ્યો. વિવિધ સેલિબ્રિટીઓ અને તેમના સપોર્ટિંગ સ્ટાફને સાણસામાં લેવાનું કામ પણ સૌથી વધુ NCB એટલે કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ જ કર્યું છે. સુશાંતસિંહ રાજપૂતની નજીકના લોકોની જૂની વ્હોટ્સએપ ચેટ લીક થઈને વાઇરલ થતાં NCBએ તેના પરથી એક્શન લેવાનું શરૂ કર્યું હતું. શનિવારે સવારે NCBએ કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાનાં ઘરે દરોડા પાડ્યા હતા, જેમાં અમુક માત્રામાં ગાંજો મળી આવતાં આ દંપતીને NCBની કચેરીએ પૂછપરછ માટે પણ બોલાવવામાં આવ્યું હતું. પરંતુ ચાર કલાકમાં જ બ્રેકિંગ ન્યૂઝ આવ્યા કે આ ડ્રગ કેસમાં ભારતી સિંહની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે આ લખાઈ રહ્યું છે ત્યારે પણ તેના પતિ હર્ષનો NCB પાસેથી છૂટકારો નથી થયો. દિવાળીના થોડા દિવસ પહેલાં બોલિવૂડ સ્ટાર અર્જુન રામપાલ અને તેની ગર્લફ્રેન્ડને પણ NCBએ પૂછપરછ માટે બોલાવ્યાં હતાં. જૂન મહિનામાં સુશાંતના અપમૃત્યુથી શરૂ થયેલા આ દોરમાં અત્યાર સુધીમાં દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન સહિતનાં મોટાં નામ NCBની અડફેટે ચડી ગયાં છે અને તેમણે મીડિયાની વીંધી નાખતી નજરોની વચ્ચે NCBની ઑફિસે હાજરી આપવી પડી હતી. અત્યાર સુધીમાં NCBએ ફિલ્મ બિઝનેસ સાથે જોડાયેલા લોકો તથા સંખ્યાબંધ ડ્રગ પેડલર્સની પૂછપરછ કરી છે અને 27થી વધુ ધરપકડ કરી છે. પરંતુ સૌથી વધુ ધ્યાન કાયદાની સામે વામણા થઈ પડેલા સેલેબ્સે જ ખેંચ્યું હતું.

અત્યાર સુધીમાં કયાં કયાં સેલેબ્સ NCBની અડફેટે ચડી ગયાં છે તેની સંપૂર્ણ યાદી આ રહીઃ

રિયા ચક્રવર્તી અને શોવિક ચક્રવર્તી

અભિનેત્રી રિયા ચક્રવર્તી સુશાંતસિંહ રાજપૂત સાથે લિવ ઈન રિલેશનશિપમાં હતી. રિયાના ભાઈ સાથે પણ સુશાંતને સારા સંબંધો હતા અને તેમણે સાથે મળીને બિઝનેસની પણ શરૂઆત કરી હતી. સુશાંત સાથે કનેક્શન ધરાવતી રિયા અને શોવિકની વ્હોટ્સએપ ચેટ લીક થયા બાદ NCB સક્રિય થયું હતું. NCBએ પહેલાં રિયા અને શોવિકને પૂછપરછ માટે બોલાવ્યા બાદ બંનેની 'નેશનલ ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટન્સિસ એક્ટ' હેઠળ ડ્રગ્સના કથિત સેવન તથા પોતાની પાસે રાખવા બદલ ધરપકડ કરી હતી. જોકે પાછળથી રિયાને જામીન મળી ગયાં, પરંતુ તેનો ભાઈ શોવિક હજુ પણ જેલના સળિયા પાછળ છે. પોતાનાં નિવેદનોમાં રિયાએ સ્વીકાર્યું હતું કે સુશાંત ડ્રગ્સ લેતો હતો.

દીપિકા પાદુકોણ અને તેની મેનેજર કરિશ્મા પ્રકાશ

રિયા ચક્રવર્તીની ધરપકડ બાદ એકદમ ગરમ થઈ ગયેલા માહોલમાં NCBએ સુપરસ્ટાર દીપિકા પાદુકોણ અને તેની મેનેજર કરિશ્મા પ્રકાશને પણ તેડું મોકલ્યું હતું. દરઅસલ, દીપિકા અને કરિશ્માની 2017ના વર્ષની એક જૂની વ્હોટ્સએપ ચેટ લીક થઈ હતી, જેમાં તે બંને 'માલ' વિશે વાત કરી રહ્યાં હતાં. NCBએ સમન્સ મોકલ્યું તે વખતે દીપિકા ગોવામાં શૂટિંગ કરી રહી હતી. ત્યાંથી પરત આવીને તેણે NCBની ઑફિસમાં હાજરી આપી હતી. જોકે પાછળથી NCBએ સ્ટેટમેન્ટમાં જણાવ્યું કે દીપિકા અને તેની મેનેજર કરિશ્માએ માલ, વીડ, હેશ, ડૂબ જેવા શબ્દોનો ઉપયોગ માત્ર કોડનેમ તરીકે કર્યો હતો. કરિશ્મા પ્રકાશ ટેલેન્ટ મેનેજમેન્ટ કંપની KWAN માટે કામ કરતી હતી.

આ પણ વાંચોઃ કોમેડિયન ભારતી સિંહની ધરપકડ:ભારતીના ઘર અને ઑફિસેથી 86.5 ગ્રામ ગાંજો મળ્યો, પતિ હર્ષ સાથે ગાંજો લેવાની વાત કબૂલી

રકુલ પ્રીત સિંહ

NCBની અડફેટે આવેલી બોલિવૂ઼ડની ટોચની સેલિબ્રિટીઓમાં રકુલ પ્રીત સિંહનો પણ સમાવેશ થતો હતો. મીડિયા રિપોર્ટ્સમાં બહાર આવેલી માહિતી પ્રમાણે 26 સપ્ટેમ્બરના રોજ NCB સમક્ષ ઇન્ટરોગેશનમાં રકુલે રિયાનું નામ લઇને કહેલું કે રિયા ચક્રવર્તી પોતાના ઘરે ડ્રગ્સ ડિલિવર કરાવતી હતી. પરંતુ બીજા જ દિવસે રકુલે દિલ્હી હાઈકોર્ટમાં ધા નાખી કે મીડિયામાં ચાલતી માહિતી તદ્દન ખોટી છે અને તે બંધ થવી જોઈએ.

શ્રદ્ધા કપૂર

NCBએ ડ્રગ કેસમાં બોલાવેલી મોટી સેલિબ્રિટીઓમાં શ્રદ્ધા કપૂરનું નામ પણ સામેલ હતું. સુશાંતના પાવના ખાતે આવેલા ફાર્મ હાઉસ પર થયેલી પાર્ટીમાં શ્રદ્ધા પણ આમંત્રિત હતી. મીડિયામાં ચાલેલી માહિતી પ્રમાણે શ્રદ્ધાએ NCB સમક્ષ સ્વીકાર્યું કે એણે રિયા ચક્રવર્તીની ભૂતપૂર્વ મેનેજર જયા સાહા સાથે ચેટ્સ એક્સચેન્જ કરી હતી.

સારા અલી ખાન

સૈફપુત્રી સારા અલી ખાનને પણ NCBએ સમન્સ મોકલીને પૂછપરછ માટે બોલાવી હતી. સારાએ સુશાંત સાથે કેદારનાથ ફિલ્મમાં કામ કર્યું હતું. સુશાંતના ભૂતપૂર્વ ફ્લેટમેટ અને સાથીદાર એવા સેમ્યુ્લ હૉકિપે આપેલી માહિતી પ્રમાણે સુશાંત અને સારા બંને રિલેશનશિપમાં હતાં, પરંતુ સોનચીડિયાની નિષ્ફળતા બાદ બંનેનું બ્રેકઅપ થઈ ગયેલું. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સારાએ ડ્રગ્સ લીધાનો ઇનકાર કર્યો હતો.

સિમોન ખંભાતા

રિયા ચક્રવર્તીએ લીધેલાં નામોમાં એક નામ ફેશન ડિઝાઇનર સિમોન ખંભાતાનું પણ હતું. એટલે તેને પણ NCBનું તેડું આવેલું. લીક થયેલી વ્હોટ્સએપ ચેટમાં તેણે કથિત રીતે ડ્રગ્સની માગણી કરેલી.

જયા સાહા અને શ્રુતિ મોદી

સુશાંતની ભૂતપૂર્વ મેનેજર શ્રુતિ મોદી અને રિયાની ટેલેન્ટ મેનેજર જયા સાહા બંનેની NCBએ પૂછપરછ કરી હતી. જયા સાહા મુંબઈ સ્થિત ટેલેન્ટ મેનેજર છે જે KWAN ટેલેન્ટ મેનેજમેન્ટ કંપની માટે કામ કરે છે. આ કંપની વતી એણે સુશાંત માટે પણ કામ કરેલું. શ્રુતિ મોદીએ એવો દાવો કરેલો કે રિયા સુશાંતનાં નાણાંનું મેનેજમેન્ટ સંભાળતી હતી.

મધુ મન્ટેના

સપ્ટેમ્બર મહિનામાં જ NCBએ ફિલ્મ પ્રોડ્યુસર મધુ મન્ટેનાને સમન્સ પાઠવીને પૂછપરછ માટે બોલાવ્યો હતો. મધુ મન્ટેનાનું નામ જયા સાહા સાથેની પૂછપરછ દરમિયાન ઊછળ્યું હતું. મધુ મન્ટેનાએ અગાઉ 'ઉડતા પંજાબ' ફિલ્મ કો-પ્રોડ્યુસ કરી હતી, જેના કેન્દ્રમાં પણ ડ્રગ્સનો કાળો કારોબાર જ હતો.

અર્જુન રામપાલ​​​​​​​​​​​​​​

આ સમગ્ર 'બોલિવૂડ ડ્રગ્સ પ્રકરણ'માં અર્જુન રામપાલ પહેલો પુરુષ સ્ટાર બન્યો, જેને NCBનું તેડું આવ્યું હોય. આ પહેલાં NCB દ્વારા માત્ર મહિલા કલાકારોને જ ટાર્ગેટ બનાવાતી હોવાની પણ ફરિયાદો ઊઠી હતી. NCBએ પહેલાં અર્જુન રામપાલના ઘરે દરોડો પાડીને કેટલીક પ્રતિબંધિત દવાઓ તથા ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ કબ્જે કર્યા હતા. ત્યારબાદ 11 નવેમ્બરે તેને અને તેની ગર્લફ્રેન્ડ તથા લિવ ઇન પાર્ટનર ગેબ્રિયેલા દેમેત્રિએડ્સને પૂછપરછ માટે બોલાવ્યાં હતાં. સાથોસાથ ગેબ્રિયેલાના ભાઈ એગિસિલાઓસ અને એક ઑસ્ટ્રેલિયન આર્કિટેક્ટ પૉલ બાર્ટેલની ધરપકડ કરાઈ હતી. જોકે અર્જુન રામપાલે પોતાની પાસેથી મળેલી દવાઓનું યોગ્ય પ્રિસ્ક્રિપ્શન હોવાની વાત કરી હતી.

ફિરોઝ નડિયાદવાલા અને તેની પત્ની શબાના સઈદ

જાણીતા પ્રોડ્યુસર ફિરોઝ નડિયાદવાલાના ઘરે NCBએ કરેલી રેડમાં 10 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. ત્યારબાદ ફિરોઝ નડિયાદવાલાની પત્ની શબાના સઈદની ધરપકડ કરવામાં આવી હતી અને તેના બીજા દિવસે ફિરોઝ નડિયાદવાલાની પણ પૂછપરછ થઈ હતી. જોકે મુંબઈ કોર્ટે શબાના સઈદને 15 હજાર રૂપિયાના પર્સનલ બોન્ડ પર જામીન આપી દીધા હતા.

ભારતી સિંહ અને તેનો પતિ હર્ષ લિંબાચિયા​​​​​​​​​​​​​​

કોમેડિયન ભારતી સિંહનાં ઘર અને ઑફિસે શનિવારે સવારે NCBએ દરોડા પાડ્યા હતા, જેમાંથી 86.5 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. તેને પગલે બંનેને NCBએ પૂછપરછ માટે બોલાવ્યા હતા. ચાર કલાકની પૂછપરછને અંતે ભારતીની ધરપકડ કરવામાં આવી હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Riya Chakraborty to Bharti Singh: Celebs caught by NCB in drug case

Source

ફાઈનાન્સરે હોટલનો ખર્ચ પણ ના આપ્યો, શૂટિંગ અધવચ્ચે છોડીને ટીમ દુબઈથી ભારત પરત ફરી

www.divyabhaskar.co.in |

એક મહિના પહેલા આર માધવન તથા ગૌરાંગ દોષી વેબ શો 'સેવન્થ સેન્સ'ના શૂટિંગ માટે દુબઈ ગયા હતા. ક્વૉરન્ટીન બાદ ટીમે શૂટિંગ શરૂ કર્યું હતું પરંતુ પછી થોડાં જ દિવસ બાદ શૂટિંગ બંધ કરી દેવું પડ્યું હતું. કહેવાય છે કે શોના મુખ્ય ફાઈનાન્સર સોહેલ મોહમ્મદ અલ ઝરૂની આ પ્રોજેક્ટમાંથી ખસી ગયા છે. શૂટિંગથી લઈ કલાકારો જે હોટલમાં રોકાયા હતાં તે તથા તમામ ખર્ચા ચૂકવવાની તેમણે ના પાડી દીધી છે. આ જ કારણે માત્ર પાંચ દિવસના શૂટિંગ બાદ તમામ કલાકારો ભારત પરત ફર્યા હતા.

ક્રિએટિવ ડિફરન્સને કારણે ફાઈનાન્સરે પૈસા આપવાનું બંધ કર્યું
પ્રોડક્શન હાઉસ સાથે જોડાયેલા સૂત્રોના મતે, ફાઈનાન્સર તથા ગૌરાંગ દોષી વચ્ચે ક્રિએટિવ ડિફરન્સ હતા. આ જ કારણે ફાઈનાન્સરે પૈસા આપવાનું બંધ કરી દીધું હતું. માધવન હાલમાં દુબઈમાં છે, કારણ કે તેનો પરિવાર ત્યાં છે. તેનો દીકરો અહીંયા અભ્યાસ કરે છે.

વધુમાં કલાકારો તથા કાસ્ટ-ક્રૂને એમ કહીને દુબઈ બોલાવવામાં આવ્યા હતા કે અહીંયા પૈસાની વ્યવસ્થા થઈ જશે. મોટાભાગના એક્ટર્સને સાઈનિંગ અમાઉન્ટની 20 ટકા રકમ અથવા ટોકન મની આપીને દુબઈ બોલાવવામાં આવ્યા હતા. જોકે, અહીંયા આવ્યા બાદ કંઈક અલગ જ હકીકત સામે આવી હતી.

બીજા ફાઈનાન્સર્સને શોધવામાં આવી રહ્યા છે
દિવ્ય ભાસ્કરે શોના એક્ટર રોહિત રોય સાથે વાત કરી હતી. તેણે કહ્યું હતું, 'શૂટિંગ કેમ બંધ થયું, તેની પાછળનું સાચું કારણ અમને ખબર નથી. ગૌરાંગ દોષીએ પોતાની રીતે કામ ચાલુ રાખવાના પ્રયાસ કર્યા હતા. 7-8 દિવસ શૂટિંગ કરવામાં આવ્યું હતું. મને ખ્યાલ છે કે ગૌરાંગ બીજીવાર શૂટિંગ ચાલુ થાય તે માટે પૂરા પ્રયાસો કરી રહ્યો છે.'

'આવી મુશ્કેલ પરિસ્થિતિમાં અમારા બધાની જવાબદારી છે કે અમે ગૌરાંગની સાથે ઊભા રહીએ. મોટા પ્રોજેક્ટ્સમાં આવું ક્યારેક થતું હોય છે. અહીંયા લગભગ 17-18 કલાકારો હતા. ગૌરાંગે બધાને પૈસા આપ્યા હશે. હકીકત એ પણ છે કે બીજા ફાઈનાન્સર્સને ઓન બોર્ડ લાવવામાં આવશે. નવેમ્બર કે ડિસેમ્બરમાં ફરીથી વેબ શોનું શૂટિંગ શરૂ થવું જોઈએ.

દિવ્યેન્દુ 25 દિવસ હોટલમાં રહ્યો અને પછી શૂટિંગ કર્યા વગર પરત ફર્યો
શોમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર દિવ્યેન્દુ ભટ્ટાચાર્ય દુબઈની હોટલમાં 25 દિવસ રહ્યો અને એક પણ દિવસ શૂટિંગ કર્યા વગર ભારત પરત ફર્યો હતો. તેણે કહ્યું હતું, 'હું લાંબા સમયથી મારા હિસ્સાના શૂટિંગની રાહ જોતો હતો. મારું કામ શરૂ થવામાં મોડું થયું અને પછી ફેમિલી ઈમરજન્સી આવી ગઈ. બીજા શોને ડેટ્સ આપી દીધી છે. આથી ભારત આવી ગયો. હવે ખબર પડી કે શૂટિંગ થતું નથી.'

'મોટાભાગના કલાકારો સાથે કોન્ટ્રાક્ટ સાઈન થઈ ચૂક્યો છે. જોકે, મને સાઈનિંગ અમાન્ટ પણ મળી નથી. અલબત્ત, ઈન્ડસ્ટ્રીમાં તો આવું ચાલતુ રહે. અનેકવાર પ્રોડ્યૂસર્સ વિશ્વાસ મૂકવાનો હોય છે. અમને ગૌરાંગ દોષી પર વિશ્વાસ છે કે તે ફાઈનાન્સ ભેગું કરી લેશે. આશા છે કે નવા ફાઈનાન્સર આવશે.'

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


The financier did not even pay for the hotel, leaving the shooting midway and seventh sense web show team returned to India from Dubai.

Source

ભારત રત્ન, મિસાઈલ મેન અને જનતાના રાષ્ટ્રપતિ સ્વર્ગીય ડૉ. એપીજે અબ્દુલ કલામની આજે જન્મ જયંતિ

gujarati.oneindia.com |
ભારત રત્ન, મિસાઈલ મેન અને જનતાના રાષ્ટ્રપતિ સ્વર્ગીય ડૉ. એપીજે અબ્દુલ કલામની આજે જન્મ જયંતિ

Source

error:
Scroll to Top