બહન

કંગના સામે હિન્દુ-મુસ્લિમમાં ભાગલાનો આરોપ, બાન્દ્રા કોર્ટે FIRના આદેશ આપ્યા; બહેન રંગોલી પણ આરોપી

www.divyabhaskar.co.in |

ખેડૂતોના અપમાન બાદ કંગના રનૌત પર ધર્મના નામે નફરત ફેલાવવાનો આરોપ લાગ્યો છે. મુંબઈની બાન્દ્રા કોર્ટે એક્ટ્રેસ વિરુદ્ધ કોમવાદ નફરત ફેલાવવાની કલમો હેઠળ FIR ફાઈલ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આ આદેશ સાહિલ અશરફ અલી સૈયદ નામની વ્યક્તિની યાચિકા પર સુનાવણી બાદ આપ્યો. સાહિલ અશરફ અલી સૈયદે તેની અરજીમાં જણાવ્યું છે કે ‘કંગના રનૌત છેલ્લા ઘણા મહિનાથી સતત બોલિવૂડને નેપોટિઝ્મ અને ફેવરેટિઝ્મનું હબ કહીને તેનું અપમાન કરી રહી છે. તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરી અને ટીવી ઇન્ટરવ્યુ મારફત તે હિન્દુ અને મુસ્લિમ આર્ટિસ્ટ વચ્ચે ભાગલા પડાવી રહી છે. તેમણે ઘણાં જ વાંધાજનક ટ્વીટ કર્યાં છે, જે માત્ર ધાર્મિક ભાવનાઓ જ નહીં, પણ ઇન્ડસ્ટ્રીના ઘણા કલિગ્સની ભાવનાઓને પણ ઠેસ પહોંચાડે છે.’

આ પહેલાં કર્ણાટકમાં FIR ફાઈલ થઈ હતી
ખેડૂતોના અપમાન બાબતે કર્ણાટકના તુમકુર જિલ્લાની એક જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે કંગના રનૌત વિરુદ્ધ FIR ફાઈલ કરવાનો આદેશ આપ્યો છે. ક્યાથાસંદરા પોલીસ સ્ટેશનના ઓફિસરને કોર્ટે આ આદેશ વકીલ રમેશ નાઈક દ્વારા ફાઈલ કરેલી ફરિયાદના આધારે આપ્યો છે. રામ નાઈકે ફરિયાદ સેક્શન 156 (3) હેઠળ ફરિયાદ દાખલ કરી હતી. રામ નાઈકે એક્ટ્રેસ પર કૃષિ બિલ વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોને આતંકવાદી કહીને તેમનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે એક્ટ્રેસ વિરુદ્ધ IPC સેક્શન 153 A (ધર્મ, ભાષા, જાતિના આધારે નફરત ફેલાવવી), 504 (શાંતિ ભંગ કરવાના હેતુથી જાણીજોઈને અપમાન કરવું), 108 (ગુનાને ભડકાવવું) હેઠળ FIR ફાઈલ કરવાની માગ કરી હતી.

સજાની શું જોગવાઈ છે? – સેક્શન 153 Aમાં ત્રણ વર્ષની સજા અથવા દંડ અથવા બંનેની જોગવાઈ છે. જો ગુનો કોઈ ધાર્મિક સ્થળ પર થાય તો સજા 5 વર્ષની પણ થઇ શકે છે. જ્યારે સેક્શન 504માં બે વર્ષની સજા અથવા દંડ અથવા બંને થઇ શકે છે.

યાચિકા ફાઈલ કરનારનો કંગના પર શું આરોપ છે?
સાહિલ અશરફ અલી સૈયદે તેની યાચિકામાં લખ્યું છે કે 'કંગના રનૌત છેલ્લા ઘણા મહિનાથી સતત બોલિવૂડને નેપોટિઝ્મ અને ફેવરેટિઝ્મનું હબ કહીને તેનું અપમાન કરી રહી છે. તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરી અને ટીવી ઇન્ટરવ્યુ મારફત તે હિન્દુ અને મુસ્લિમ આર્ટિસ્ટ વચ્ચે ભાગલા પડાવી રહી છે.

તેમણે ઘણાં જ વાંધાજનક ટ્વીટ કર્યાં છે, જે માત્ર ધાર્મિક ભાવનાઓ જ નહીં, પણ ઇન્ડસ્ટ્રીના ઘણા કલિગ્સની ભાવનાઓને પણ ઠેસ પહોંચાડે છે.' સાહિલે કોર્ટ સામે પુરાવા તરીકે કંગનાનાં ઘણાં ટ્વીટ રાખ્યાં.

કંગના રનૌત વિરુદ્ધ બાંદ્રા કોર્ટે જાહેર કરેલી આદેશની કોપી.

પૂરતા પુરાવા મળ્યા તો કંગના અરેસ્ટ થઇ શકે છે
કેસમાં 12th કોર્ટ બાંદ્રાના મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ જયદેવ વાય ઘુલેએ કંગના વિરુદ્ધ CRPCની ધારા 156(3) હેઠળ FIR ફાઈલ કરવાની અને યોગ્ય કાર્યવાહી તેમજ તપાસના આદેશ આપ્યા છે. કંગનાની પૂછપરછ થઇ શકે છે અને જો તેના વિરુદ્ધ પૂરતા પુરાવા મળે છે તો તેની ધરપકડ પણ થઇ શકે છે.

આ પહેલાં કર્ણાટકમાં FIR ફાઈલ થઈ હતી
ખેડૂતોના અપમાન બાબતે કર્ણાટકના તુમકુર જિલ્લાની એક જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે કંગના રનૌત વિરુદ્ધ FIR ફાઈલ કરવાનો આદેશ આપ્યો છે. ક્યાથાસંદરા પોલીસ સ્ટેશનના ઓફિસરને કોર્ટે આ આદેશ વકીલ રમેશ નાઈક દ્વારા ફાઈલ કરેલી ફરિયાદના આધારે આપ્યો છે. રામ નાઈકે ફરિયાદ સેક્શન 156 (3) હેઠળ ફરિયાદ દાખલ કરી હતી.

રામ નાઈકે એક્ટ્રેસ પર કૃષિ બિલ વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોને આતંકવાદી કહીને તેનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે એક્ટ્રેસ વિરુદ્ધ IPC સેક્શન 153 A (ધર્મ, ભાષા, જાતિના આધારે નફરત ફેલાવવી), 504 (શાંતિ ભંગ કરવાના હેતુથી જાણીજોઈને અપમાન કરવું), 108 (ગુનાને ભડકાવવું) હેઠળ FIR ફાઈલ કરવાની માગ કરી હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


એક્ટ્રેસ વિરુદ્ધ કર્ણાટકમાં 4 દિવસ પહેલાં પણ એક FIR ફાઈલ થઈ હતી, ખેડૂતોના અપમાન બાબતે કર્ણાટકના તુમકુર જિલ્લાની એક જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે આદેશ આપ્યો છે.

Source

સુશાંતની બહેન સ્વેતાએ ડીલેટ કર્યા ટ્વીટર – ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ

gujarati.oneindia.com |
બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનાં નિધનને આજે ચાર મહિના વીતી ગયા છે. દેશની ત્રણ મોટી તપાસ એજન્સીઓ આ કેસના નિરાકરણમાં રોકાયેલા છે. તે જ સમયે સુશાંતનો પરિવાર સુશાંતને ન્યાય અપાવવા માટે સતત એક ઝુંબેશ ચલાવી રહ્યો છે. સુશાંત સિંહ રાજપૂત માટે

Source

સુશાંત સિંહના મોતના ચાર મહિના બાદ મોટી બહેન શ્વેતા સિંહે ટ્વિટર-ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ ડિલીટ કર્યા

www.divyabhaskar.co.in |

સુશાંત સિંહ રાજપૂતની મોટી બહેન શ્વેતા સિંહ કીર્તિએ આજે એટલે કે 14 ઓક્ટોબરના રોજ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ ડિલીટ કર્યા હતા. આજે જ સુશાંતના મોતને ચાર મહિના પૂરા થયા છે. શ્વેતા ભાઈના મોત બાદથી સોશિયલ મીડિયામાં સતત ન્યાય માટેની ઝૂંબેશ ચલાવતી હતી.

ઈન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કર્યો હતો
સુશાંતના મોતને ચાર મહિના પૂરા થતા શ્વેતાએ ઈન્સ્ટાગ્રામ પર એક્ટરનો જૂનો વીડિયો પોસ્ટ કરીને કહ્યું હતું, સાચે જ પ્રેરણાદાયી. આ વીડિયોમાં સુશાંત કોઈ ફિલ્મ માટે ટ્રેનિંગ લેતો જોવા મળ્યો હતો. સુશાંત રનિંગ, સાયકલિંગ, જોગિંગ કરતો જોવા મળ્યો હતો.

શ્વેતાએ થોડાં દિવસ પહેલા આ ટ્વીટ કરી હતી
શ્વેતાની છેલ્લી ટ્વીટ પણ સુશાંતને લગતી હતી. તેણે કહ્યું હતું, 'જેમને સફળતાની આશા નથી અને નિષ્ફળાતનો થોડોક અંદેશો પણ મળે તો તેઓ છોડી દે છે. જોકે, મુશ્કેલ લોકો આવું ક્યારેય કરતા નથી.' શ્વેતાએ ભારપૂર્વક કહ્યું હતું કે આપણે બધા મજબૂત, પાવરફુલ છીએ તથા પોતાની શક્તિમાં જ વિશ્વાસ કરવાની જરૂર છે.

14 ઓક્ટોબરે 'મન કી બાત 4 SSR' કેમ્પેન ચલાવવાની વાત કરી હતી
શ્વેતાએ સોશિયલ મીડિયામાં એક ખાસ કેમ્પેન ચલાવવાની વાત કરી હતી. તેણે સુશાંતના ચાહકોને અપીલ કરી હતી કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાનો મેસેજ 'મન કી બાત' કહેશે. શ્વેતાએ ટ્વીટ કરીને કહ્યું હતું, 'Mann Ki Baat 4 SSR ન્યાય તથા સત્ય જાણવા માટે પોતાનો અવાજ ઉઠાવવાની સારી તક છે. અમે આ કેમ્પેન હેઠળ લોકોને ભેગા કરવા માગી છીએ કે જનતા ન્યાયની રાહમાં છે. જેમણે મને હંમેશાં સાથ આપ્યો તેવા મારા ટ્વિટર પરિવારનો હું આભાર વ્યક્ત કરવા માગું છું, '

વધુમાં શ્વેતાએ કહ્યું હતું, '14 ઓક્ટોબરના રોજ સવારે આઠથી રાતના આઠ સુધી સુશાંતના ચાહકો વડાપ્રધાનને 'મન કી બાત' પોર્ટલ પર રેકોર્ડેડ સંદેશાઓ મોકલશે. આ ઉપરાંત ફેસબુક, ટ્વિટર તથા ઈન્સ્ટાગ્રામ પર મેસેજ લખીને PMO તથા PMને ટૅગ કરે.

શ્વેતા અમેરિકામાં રહે છે
શ્વેતા અમેરિકામાં રહે છે. સુશાંતના મોતના બે દિવસ બાદ તે અમેરિકાથી ભારત આવી હતી. ભારત આવ્યા બાદથી શ્વેતાએ સોશિયલ મીડિયામાં અલગ-અલગ રીતે સુશાંતને ન્યાય અપાવવાની વાત કરી હતી. શ્વેતાએ સુશાંતના પચાસ સપનાઓમાંથી એક સપનું એવું એક હજાર વૃક્ષો વાવવાનું સપનું પૂરું કર્યું હતું. શ્વેતા નિયમિત રીતે સોશિયલ મીડિયામાં સુશાંતના જૂના વીડિયો પોસ્ટ કરતી હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Four months after Sushant Singh’s death, elder sister Shweta Singh deleted her Twitter-Instagram account.

Source

મૃત્યુના 5 દિવસ પહેલાં સુશાંતે બહેન મિતુને SOS કર્યો હતો, કહ્યું હતું- મને બીક લાગે છે, મને મારી નાખશે

www.divyabhaskar.co.in |

સુશાંત ડેથ કેસમાં હવે એક મહત્ત્વનો ખુલાસો થયો છે. સુશાંતે મૃત્યુના 5 દિવસ પહેલાં એટલે કે 9 જૂને SOS (સેવ અવર સોલ્સ) તેની બહેન મિતુને કર્યો હતો. સુશાંતે કહ્યું હતું, મને ડર લાગી રહ્યો છે, મને મારી નાખશે.

સુશાંતને તેની સુરક્ષાને લઈને ચિંતા ત્યારે થઇ જ્યારે રિયા 8 જૂને તેનું ઘર છોડીને લેપટોપ, કેમેરા, હાર્ડડ્રાઈવ જેવી વસ્તુઓ સાથે લઈને જતી રહી હતી.

બહેનને જણાવ્યું હતું- તે લોકો મને ફસાવી દેશે
ટાઈમ્સ નાઉના રિપોર્ટ અનુસાર આ મેસેજમાં સુશાંતે પહેલા લખ્યું હતું કે તેણે રિયાને પણ ઘણીવાર કોલ કરવાની ટ્રાય કરી હતી. પરંતુ રિયાએ તેના કોલ રિસીવ ન કર્યા. તેમાં લખ્યું હતું, મારી તેની સાથે વાત કરવી ઘણી જરૂરી છે કારણકે મને ડર છે કે તે લોકો મને કોઈ વસ્તુમાં ફસાવી દેશે.

પીઠાણીએ પણ CBIને આ જ જણાવ્યું હતું
સુશાંતના ફ્લેટમેટ સિદ્ધાર્થ પીઠાણીએ પણ આ જ વાત CBIને તેના સ્ટેટમેન્ટમાં કરી છે. અગાઉ આવેલા સ્ટેટમેન્ટમાં પીઠાણીએ કહ્યું હતું, સુશાંત દિશાના મૃત્યુના સમાચાર સાંભળીને બેભાન થઇ ગયો હતો. જ્યારે ભાનમાં આવ્યા ત્યારે કહ્યું હતું કે આ લોકો મને મારી નાખશે. પછી તેણે તેની સુરક્ષા વધારવાની પણ વાત કરી હતી. એટલું જ નહીં તે રિયાને સતત ફોન પણ કરતો રહ્યો હતો કારણકે તે તેનું લેપટોપ, હાર્ડ ડ્રાઈવ અને કેમેરા લઇ ગઈ હતી અને બધાના પાસવર્ડ જાણતી હતી.

24 દિવસ પછી તપાસ માટે ફોન ગયો
સુશાંતના મૃત્યુના 87 દિવસ પછી આ જાણકારી સામે આવી શકી છે. મુંબઈ પોલીસની ભૂમિકા આ કેસમાં શરૂઆતથી જ શંકાસ્પદ રહી છે. મુંબઈ પોલીસે સુશાંતનો મોબાઈલ ફોરેન્સિક તપાસ માટે 24 દિવસ પછી મોકલ્યો હતો. તેમાં માત્ર એવું સામે આવ્યું હતું કે સુશાંત મરતા પહેલાં પોતાના વિશે ગૂગલ કરી રહ્યો હતો અને મૃત્યુની રીત શોધી રહ્યો હતો.

શું છે SOS ફીચર
SOS (સેવ અવર સોલ્સ) એક સ્પેશિયલ ફીચર હોય છે તેમાં પહેલેથી વેરિફાઈ કરવામાં આવેલા ફોનના સિસ્ટમમાં લોક અથવા વોલ્યુમ કીને મલ્ટિપલ ટાઈમ પ્રેસ કરીને ઓટોમેટિક ઇમરજન્સી મેસેજ મોકલી શકાય છે. આ મેસેજ તે જ વ્યક્તિના ફોન પર જાય છે જેને તમે ઇમરજન્સીમાં સૌથી પહેલા મદદ માટે બોલાવવા ઈચ્છો છો. SOS મારફતે ફોટો અથવા વોઇસ મેસેજ મોકલી શકાય છે. જેથી સામેવાળા વ્યક્તિને ખબર પડી જાય કે તમે ક્યા અને કઈ હાલતમાં છો.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Sushant Singh Rajput Sent SOS Five Days Before Death To His Sister Meetu Singh Concerning His Safety

Source

સુશાંતના અધૂરા સપનાને પૂરું કરવા માટે ચાહકોએ એક લાખથી વધુ છોડ વાવ્યા, એક્ટરની મોટી બહેને વીડિયો શૅર કરીને આભાર માન્યોસુશાંત સિંહ રાજપૂતની યાદમાં #Plants4SSR કેમ્પેન શરૂ કરવામાં આવ્યું હતું અને 13 સપ્ટેમ્બરના રોજ ચાહકોએ એક લાખ છોડ વાવ્યા હતા. સુશાંતની મોટી બહેન શ્વેતા સિંહ કીર્તિએ સોશિયલ મીડિયામાં આ અંગેનો વીડિયો શૅર કર્યો હતો. સુશાંતનું એક હજાર છોડ વાવવાનું સપનું હતું અને આ સપનું પૂરું કરવા માટે શ્વેતાએ 13 સપ્ટેમ્બરના રોજ ચાહકોને છોડ વાવવાની અપીલ કરી હતી.

વીડિયો શૅર કરીને શ્વેતાએ કહ્યું હતું, '#Plants4SSRને શક્ય બનાવવા માટે તમામનો ખૂબ જ આભાર.' સુશાંતની પૂર્વ પ્રેમિકા અંકિતા લોખંડે ઉપરાંત સુશાંતના મિત્ર મહેશ શેટ્ટી તથા ફિલ્મમેકર મુકેશ છાબરાએ પણ આ અભિયાન હેઠળ છોડ રોપ્યા હતા.

શ્વેતાએ જે વીડિયો શૅર કર્યો છે, તેમાં વિશ્વના અલગ-અલગ ભાગમાં, અલગ-અલગ ઉંમરના લોકો સુશાંતની યાદમાં છોડ વાવે છે. બેકગ્રાઉન્ડમાં સુશાંતની ડેબ્યૂ ફિલ્મ 'કાઈ પો છે'નું ગીત 'માંજા' વાગે છે.

'અમે તમારા આભારી છીએ'
વીડિયોની શરૂઆત 'સુશાંતે 1000 વૃક્ષોનું સપનું જોયું હતું અને તમે તેના સપનાને પાંખો આપી, જેનો તે હકદાર હતો.' આ લાઈન સાથે થાય છે. જ્યારે વીડિયોના અંતે આભાર માનીને કહેવામાં આવ્યું છે, 'સુશાંતના સપનાને સાકાર કરવા માટે આભાર, જબરજસ્ત પ્રતિક્રિયા. પૂરા વિશ્વમાં એક લાખથી વધુ છોડ રોપવામાં આવ્યા. અમે તમારા આભારી છીએ.'

યાદ અપાવવા માટે પોસ્ટ શૅર કરી હતી
આ પહેલાં શનિવાર (12 સપ્ટેમ્બર)ના રોજ શ્વેતાએ એક પોસ્ટ શૅર કરીને સુશાંતની યાદમાં છોડ વાવવાની વાત યાદ અપાવી હતી. આ પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું, અને અમારા કાલના અભિયાન# Plant4SSRને ના ભૂલો. આપણાં પ્રેમાળ સુશાંત માટે તમને લોકોને છોડ રોપતા જોવાની હવે રાહ જોવાતી નથી.'

સુશાંતે ગયા વર્ષે 50 સપનાની યાદી શૅર કરી હતી
14 સપ્ટેમ્બર, 2019ના રોજ શૅર કરેલી આ પોસ્ટમાં સુશાંતે 50 સપનાઓ શૅર કર્યાં હતાં. વિશ લિસ્ટ શૅર કરીને સુશાંતે કહ્યું હતું, 'મારા 50 સપના અને ગણતરી હજી ચાલુ છે.' આ સમય દરમિયાન તેણે પોતાનું સૌથી પહેલું સપનું પ્લેન ચલાવતા શીખવાનું જણાવ્યું હતું અને 50મુ સપનું ટ્રેનથી યુરોપ ટ્રિપ અંગેનું હતું.

મુકેશ છાબરાએ પણ છોડ વાવ્યો
સુશાંતના મિત્ર તથા તેની છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા'ના ડિરેક્ટર મુકેશ છાબરાએ પણ આ અભિયાન હેઠળ સુશાંતની યાદમાં છોડ વાવ્યો હતો.

View this post on Instagram

Bhai ❤️ #plant4ssr #plants4ssr #❤️

A post shared by Mukesh Chhabra CSA (@castingchhabra) on Sep 13, 2020 at 6:40am PDT

અંકિતાએ પણ છોડ વાવ્યો

મહેશ શેટ્ટીએ પણ છોડ વાવ્યો

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Fans planted more than one lakh plants to fulfill Sushant’s unfulfilled dreams, thanks to the actor’s elder sister by sharing the video

Source

error:
Scroll to Top