પરત

500 કરોડ રૂપિયાના માનહાની કેસમાં અક્ષય પર યુટ્યુબર ભડક્યો, કહ્યું- નોટિસ પરત લે અથવા લીગલ પ્રોસેસ માટે તૈયાર રહે

www.divyabhaskar.co.in |

યુટ્યુબર રાશિદ સિદ્દીકીએ અક્ષય કુમારના 500 કરોડ રૂપિયાની માનહાની કેસની નોટિસનો વિરોધ કર્યો છે અને તેના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહીની ધમકી આપી છે. સિદ્દીકીએ તેના વકીલ જેપી જયસ્વાલ મારફતે મોકલેલા જવાબમાં લખ્યું કે સુશાંત સિંહ રાજપૂતના ડેથ કેસમાં તેણે જે વીડિયો બનાવ્યો, તેમાં કંઈપણ અપમાનજનક નથી. તેણે અક્ષય કુમાર દ્વારા લગાવવામાં આવેલા આરોપોને ખોટા, અફસોસજનક અને દમનકારી ગણાવ્યા છે અને કહ્યું કે આ આરોપોનો ઉદેશ હેરાન કરવાનો છે.

'બોલવાની આઝાદી મૌલિક અધિકાર છે'
જયસ્વાલે જવાબમાં લખ્યું છે કે સુશાંત સિંહ રાજપૂતના ડેથ કેસને સિદ્દીકી સહિત ઘણા સ્વતંત્ર પત્રકારોએ કવર કર્યો, કારણકે ઘણા પ્રભાવશાળી લોકો તેમાં સામેલ હતા અને જાણીતી મીડિયા ચેનલ્સ સાચી માહિતી આપી રહી ન હતી. તેણે એવું પણ લખ્યું કે બોલવાની આઝાદી નાગરિકોનો મૌલિક અધિકાર છે. સિદ્દીકી દ્વારા અપલોડ કરાયેલા કન્ટેન્ટને અપમાનજનક માની શકાય નહીં, કારણકે તેણે નિષ્પક્ષતા સાથે પોતાનું મંતવ્ય રાખ્યું.

'અગાઉથી જ પબ્લિક ડોમેનમાં માહિતી હતી'
જવાબમાં આગળ લખ્યું છે કે, 'સિદ્દીકી દ્વારા રિપોર્ટ કરવામાં આવેલા ન્યૂઝ પહેલેથી જ પબ્લિક ડોમેનમાં હતા અને તેણે સૂત્રો તરીકે અન્ય ન્યૂઝ ચેનલ્સનો હવાલો આપ્યો હતો. આ સિવાય માનહાનીની નોટિસ લેટ મોકલવા પર પણ સવાલ પેદા થાય છે કારણકે વીડિયો ઓગસ્ટ 2020માં અપલોડ થયા હતા.'

'500 કરોડ રૂપિયા નુકસાન ભરપાઈ માટે અનુચિત'
આગળ લખ્યું છે, '500 કરોડ રૂપિયા નુકસાન ભરપાઈ માટે એકદમ અર્થ વગરના અને અનુચિત છે અને આ સિદ્દીકી પર પ્રેશર બનાવવાના ઇરાદે માગવામાં આવ્યા છે. સિદ્દીકી અક્ષય કુમારને તેમની નોટિસ પરત લેવાની અપીલ કરે છે અને જો તે આવું નહીં કરે તો તેના વિરુદ્ધ લીગલ પ્રોસેસ શરૂ કરવામાં આવશે.'

અક્ષયના જૂના ઇન્ટરવ્યૂનો પણ ઉલ્લેખ કર્યો
'જ્યારે અક્ષય કુમારે એક પ્રભાવશાળી રાજનેતા (પીએમ નરેન્દ્ર મોદી)નો ઇન્ટરવ્યૂ લીધો હતો, ત્યારે ઘણા યુટ્યુબ વીડિયોઝ અને વેબસાઇટ્સ પર તેને નિશાને લેવામાં આવ્યા હતા અને તેમના વિરુદ્ધ પર્સનલ કમેન્ટ કરવામાં આવી હતી. આશ્ચર્યની વાત એ છે કે તે સમયે અક્ષયે કોઈપણ રિએક્શન ન આપ્યું. પરંતુ તેમણે સિલેક્ટીવલી સિદ્દીકીને માનહાનીના આરોપ માટે પસંદ કર્યો.'

અક્ષયનો યુટ્યુબર પર શું આરોપ છે?
બુધવારે અક્ષય કુમારે રાશિદ સિદ્દીકીને 500 કરોડ રૂપિયાની માનહાનીની નોટિસ મોકલી હતી. અક્ષયનો યુટ્યુબર પર આરોપ છે કે તેણે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ સાથે જોડાયેલો નકલી વીડિયો પોસ્ટ કર્યો હતો અને તેના પર રિયા ચક્રવર્તીને કેનેડા ભાગવામાં મદદ કરવાનો આરોપ લગાવ્યો હતો. સાથે જ દાવો કરવામાં આવ્યો હતો કે સુશાંત કેસમાં અક્ષય મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને તેના દીકરા આદિત્ય સાથે ગુપચુપ વાત કરી રહ્યા છે. (વાંચો આખા સમાચાર)

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


YouTuber Rashid Siddiqui Threatened Akshay Kumar With Legal Action After Receiving A Defamation Notice

Source

દુબઈની જે હોટલમાં નેહા કક્કર-રોહન પ્રીત મનાવી રહ્યાં છે હનીમૂન, એક રાતનું ભાડું એક લાખ રૂપિયા

www.divyabhaskar.co.in |

નેહા કક્કર તથા રોહન પ્રીત સિંહ દુબઈમાં હનીમૂન મનાવી રહ્યા છે. બંનેએ 24 ઓક્ટોબરના રોજ લગ્ન કર્યા હતા. નેહાએ હનીમૂનની ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં શૅર કરી છે. નેહા જે પણ તસવીર શૅર કરે છે, તેમાં તે દુબઈની એટલાન્ટિસ ધ પામને ટૅગ કરે છે. અહીંયા એક રાત રોકાવવાનું ભાડું એક લાખ રૂપિયા છે.

ધ પામમાં આ રેન્જમાં રૂમ મળે છે
રોહન પ્રીત સિંહ તથા નેહાએ ઈન્સ્ટાગ્રામમાં એટલાન્ટિસ હોટલની અનેક તસવીરો શૅર કરી છે. ઈન્ડિયા ટુડેના એક અહેવાલ પ્રમાણે, ધ પામમાં બે લોકો માટે એક દિવસનું સૌથી ઓછું ભાડું 26,834 રૂપિયા છે, જ્યારે સૌથી મોંઘો રૂમ પ્રેસિડેન્શિયલ છે, જેની કિંમત 3,21,414 રૂપિયા છે. અન્ય રૂમ 60 હજારથી એક લાખની અંદરના છે.

નેહા-રોહન રીગલ રૂમમાં રોકાયા છે
નેહાની ઈન્સ્ટા પોસ્ટ પરથી સ્પષ્ટ ખ્યાલ આવે છે કે બંને રીગલ રૂમ ક્લબમાં રોકાયા છે. એટલાન્ટિસની ઓફિશિયલ સાઈટ પ્રમાણે, આ રીગલ રૂમનું એક રાતનું ભાડું 72,403 રૂપિયા છે. જો તમે બ્રેકફાસ્ટ કરો છો તો આ કિંમત વધીને 89,370 રૂપિયા થાય છે. બ્રેકફાસ્ટની સાથે ડિનર પણ કરો છો તો ભાડું 1,01,813 રૂપિયા જેટલું થાય છે.

હોટલે ખાસ વ્યવસ્થા કરી હતી
નેહા-રોહન માટે હોટલે પોતાના તરફથી પણ ખાસ વ્યવસ્થા કરી હતી. જ્યારે તેઓ હોટલમાં આવ્યા ત્યારે તેમના વેલકમ માટે ચોકલેટ્સ, કેક તથા અન્ય લક્ઝૂરિયસ ફેસિલિટી અરેન્જ કરવામાં આવી હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


The hotel in Dubai where Neha Kakkar-Rohan is staying one night’s rent of room is one lakh rs

Source

શ્વેતા તિવારી પર તેના કર્મચારીએ છેતરપિંડીનો આરોપ લગાવ્યો, કહ્યું- '2 વર્ષથી મારા 52 હજાર રૂપિયા પરત કરી રહ્યા નથી'

www.divyabhaskar.co.in |

પોપ્યુલર ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી પર તેના એક કર્મચારીએ ફ્રોડનો આરોપ લગાવ્યો છે. એક્ટ્રેસની એક્ટિંગ સ્કૂલમાં ટીચર તરીકે કામ કરી ચૂકેલા રાજેશ પાણ્ડેયનું કહેવું છે કે શ્વેતા અંદાજે તેમના 52 હજાર રૂપિયા પરત કરી રહ્યા નથી. છેલ્લા બે વર્ષથી તે તેના પૈસા માટે શ્વેતાનો સંપર્ક કરવા પ્રયત્ન કરી રહ્યા છે પણ તે જવાબ આપી રહ્યા નથી.

શ્વેતાની એક્ટિંગ સ્કૂલમાં ટીચર હતા રાજેશ પાણ્ડેય
દિવ્ય ભાસ્કર સાથેની વાતચીત દરમ્યાન રાજેશે જણાવ્યું કે, 'હું છેલ્લા પાંચ વર્ષથી શ્વેતા તિવારીની એક્ટિંગ સ્કૂલમાં એક્ટિંગ શીખવતો હતો. વર્ષ 2012થી તેમની એકેડમી સાથે જોડાયેલો છું જ્યાં અંદાજે 10-15 બાળકો નિયમિત રીતે એક્ટિંગ શીખતા હતા. દુર્ભાગ્યપણે બે વર્ષ પહેલાં શ્વેતાને તેની એક્ટિંગ સ્કૂલ બંધ કરવી પડી કારણકે ત્યાં બાળકો આવતા ન હતા. જોકે તેમણે મને આશ્વાસન આપ્યું હતું કે તે મારા પૈસા પરત કરી દેશે. આજે બે વર્ષ થઇ ગયા છે, તેમણે મારી બાકીની સેલરી પણ નથી આપી અને ઇન્કમ ટેક્સના નામે કાપેલા પૈસા પણ નથી આપી રહ્યા.'

રાજેશે આગળ જણાવ્યું કે, 'આજે જ્યારે કોરોનામાં બધા લોકો એકબીજાની મદદ કરવા માટે આગળ આવી રહ્યા છે ત્યારે તેનાથી વિરુદ્ધ શ્વેતા તિવારી જી મારા પૈસા જેમાં એક મહિનાની સેલરી 40,000 પરત આપી રહ્યા નથી. હદ તો એ છે કે તેમણે સેલરીના 10% ઇન્કમ ટેક્સના નામે કાપીને કહ્યું હતું કે તે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં જમા કરાવશે જે હજુપણ જમા નથી કરાવ્યા જે લગભગ 12,000 છે. 6-7 મહિનાથી બધી સ્કૂલ બંધ છે. મારી આર્થિક સ્થિતિ સાવ વણસી ગઈ છે.'

'મેં શ્વેતાને આ વચ્ચે ઘણીવાર કહ્યું કે પ્લીઝ મને મારા પૈસા આપી દો પરંતુ તેમણે ન મારો ફોન ઉઠાવ્યો કે ન મારા મેસેજનો જવાબ આપ્યો. તેમણે ઘણીવાર મને બ્લોક પણ કરી દીધો. હવે હું મારા ઘરનું ભાડું પણ નથી આપી શકતો.'

પૈસા પરત માગતા શ્વેતા તિવારીએ બ્લોક કરી દીધો.

રાજેશ આશા કરે છે કે શ્વેતાની આ વાત લોકો સુધી પહોંચ્યા બાદ તે તેના પૈસા પરત કરી દેશે. તેણે કહ્યું કે, 'તે એક સ્ત્રી છે તેનું સન્માન પણ કરું છું પરંતુ તેમનું આ વર્તન માફી લાયક નથી. આવા સમયમાં જ્યારે પૈસા કોઈ પાસે નથી, હું ક્યાં જાઉં અને કોની પાસે મદદ માગું.'

'કેટલા લોકો માટે શ્વેતા તિવારી એક પ્રેરણા છે. લોકો તેમને પસંદ કરે છે પરંતુ તેમનું બીજું રૂપ એ છે જેને હું જોઈ રહ્યો છું. ખુદની હાલત પર શરમ આવે છે. મારી પાસે હવે એટલા પૈસા છે કે હું 3-4 દિવસનું જમી શકું. આશા કરું છું કે મારી આ અરજી જોઈને તે મારા પૈસા પરત કરી દે.' દિવ્ય ભાસ્કરે આ બાબતે શ્વેતા તિવારીની પ્રતિક્રિયા લેવા તેનો સંપર્ક કર્યો, જોકે તે હાજર ન હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Shweta Tiwari Ex Employee Accuse Her Of Cheating, Said She Isnt Returning My 52 Thousands Rs From Last Two Years

Source

ફાઈનાન્સરે હોટલનો ખર્ચ પણ ના આપ્યો, શૂટિંગ અધવચ્ચે છોડીને ટીમ દુબઈથી ભારત પરત ફરી

www.divyabhaskar.co.in |

એક મહિના પહેલા આર માધવન તથા ગૌરાંગ દોષી વેબ શો 'સેવન્થ સેન્સ'ના શૂટિંગ માટે દુબઈ ગયા હતા. ક્વૉરન્ટીન બાદ ટીમે શૂટિંગ શરૂ કર્યું હતું પરંતુ પછી થોડાં જ દિવસ બાદ શૂટિંગ બંધ કરી દેવું પડ્યું હતું. કહેવાય છે કે શોના મુખ્ય ફાઈનાન્સર સોહેલ મોહમ્મદ અલ ઝરૂની આ પ્રોજેક્ટમાંથી ખસી ગયા છે. શૂટિંગથી લઈ કલાકારો જે હોટલમાં રોકાયા હતાં તે તથા તમામ ખર્ચા ચૂકવવાની તેમણે ના પાડી દીધી છે. આ જ કારણે માત્ર પાંચ દિવસના શૂટિંગ બાદ તમામ કલાકારો ભારત પરત ફર્યા હતા.

ક્રિએટિવ ડિફરન્સને કારણે ફાઈનાન્સરે પૈસા આપવાનું બંધ કર્યું
પ્રોડક્શન હાઉસ સાથે જોડાયેલા સૂત્રોના મતે, ફાઈનાન્સર તથા ગૌરાંગ દોષી વચ્ચે ક્રિએટિવ ડિફરન્સ હતા. આ જ કારણે ફાઈનાન્સરે પૈસા આપવાનું બંધ કરી દીધું હતું. માધવન હાલમાં દુબઈમાં છે, કારણ કે તેનો પરિવાર ત્યાં છે. તેનો દીકરો અહીંયા અભ્યાસ કરે છે.

વધુમાં કલાકારો તથા કાસ્ટ-ક્રૂને એમ કહીને દુબઈ બોલાવવામાં આવ્યા હતા કે અહીંયા પૈસાની વ્યવસ્થા થઈ જશે. મોટાભાગના એક્ટર્સને સાઈનિંગ અમાઉન્ટની 20 ટકા રકમ અથવા ટોકન મની આપીને દુબઈ બોલાવવામાં આવ્યા હતા. જોકે, અહીંયા આવ્યા બાદ કંઈક અલગ જ હકીકત સામે આવી હતી.

બીજા ફાઈનાન્સર્સને શોધવામાં આવી રહ્યા છે
દિવ્ય ભાસ્કરે શોના એક્ટર રોહિત રોય સાથે વાત કરી હતી. તેણે કહ્યું હતું, 'શૂટિંગ કેમ બંધ થયું, તેની પાછળનું સાચું કારણ અમને ખબર નથી. ગૌરાંગ દોષીએ પોતાની રીતે કામ ચાલુ રાખવાના પ્રયાસ કર્યા હતા. 7-8 દિવસ શૂટિંગ કરવામાં આવ્યું હતું. મને ખ્યાલ છે કે ગૌરાંગ બીજીવાર શૂટિંગ ચાલુ થાય તે માટે પૂરા પ્રયાસો કરી રહ્યો છે.'

'આવી મુશ્કેલ પરિસ્થિતિમાં અમારા બધાની જવાબદારી છે કે અમે ગૌરાંગની સાથે ઊભા રહીએ. મોટા પ્રોજેક્ટ્સમાં આવું ક્યારેક થતું હોય છે. અહીંયા લગભગ 17-18 કલાકારો હતા. ગૌરાંગે બધાને પૈસા આપ્યા હશે. હકીકત એ પણ છે કે બીજા ફાઈનાન્સર્સને ઓન બોર્ડ લાવવામાં આવશે. નવેમ્બર કે ડિસેમ્બરમાં ફરીથી વેબ શોનું શૂટિંગ શરૂ થવું જોઈએ.

દિવ્યેન્દુ 25 દિવસ હોટલમાં રહ્યો અને પછી શૂટિંગ કર્યા વગર પરત ફર્યો
શોમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર દિવ્યેન્દુ ભટ્ટાચાર્ય દુબઈની હોટલમાં 25 દિવસ રહ્યો અને એક પણ દિવસ શૂટિંગ કર્યા વગર ભારત પરત ફર્યો હતો. તેણે કહ્યું હતું, 'હું લાંબા સમયથી મારા હિસ્સાના શૂટિંગની રાહ જોતો હતો. મારું કામ શરૂ થવામાં મોડું થયું અને પછી ફેમિલી ઈમરજન્સી આવી ગઈ. બીજા શોને ડેટ્સ આપી દીધી છે. આથી ભારત આવી ગયો. હવે ખબર પડી કે શૂટિંગ થતું નથી.'

'મોટાભાગના કલાકારો સાથે કોન્ટ્રાક્ટ સાઈન થઈ ચૂક્યો છે. જોકે, મને સાઈનિંગ અમાન્ટ પણ મળી નથી. અલબત્ત, ઈન્ડસ્ટ્રીમાં તો આવું ચાલતુ રહે. અનેકવાર પ્રોડ્યૂસર્સ વિશ્વાસ મૂકવાનો હોય છે. અમને ગૌરાંગ દોષી પર વિશ્વાસ છે કે તે ફાઈનાન્સ ભેગું કરી લેશે. આશા છે કે નવા ફાઈનાન્સર આવશે.'

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


The financier did not even pay for the hotel, leaving the shooting midway and seventh sense web show team returned to India from Dubai.

Source

61 વર્ષીય સંજય દત્ત કોકિલાબેન હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યો, બાળકોની બર્થડે પાર્ટીમાં વીડિયો કૉલથી સામેલ થયો

www.divyabhaskar.co.in |

કેન્સરને હરાવી દેનાર 61 વર્ષીય સંજય દત્ત કોકિલાબેન હોસ્પિટલમાંથી પોતાના ઘરે આવી ગયો છે. બુધવાર, 21 ઓક્ટોબરના રોજ સંજય પોતાની બહેન પ્રિયા દત્ત સાથે ઘરની બહાર જોવા મળ્યો હતો. સંજય પિંક રંગના કુર્તા તથા વ્હાઈટ પાયજામામાં જોવા મળ્યો હતો.

બાળકોને વીડિયો કૉલથી જન્મદિવસની શુભેચ્છા પાઠવી
સંજય દત્તની પત્ની માન્યતા તથા તેના બે સંતાનો ઈકરા તથા શાહરાન દુબઈમાં છે. ઈકરા તથા શાહરાનનો 21 ઓક્ટોબરના રોજ 10મો જન્મદિવસ હતો. સંજય દત્ત બર્થડે પાર્ટીમાં વીડિયો કૉલથી સામેલ થયો હતો.

સંતાનોનો જન્મદિવસ પર હેલ્થ અપડેટ આપી હતી
સંજય દત્તે પોતાના ટ્વિન્સ ઈકરા તથા શાહરાનના 10મા જન્મદિવસે આ અંગેની જાહેરાત કરી હતી. સંજય દત્તે સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું કે તેણે બીમારી સામેનો જંગ જીતી લીધો છે. જોકે, સંજય દત્તે પોતાની આ પોસ્ટમાં ક્યાંય કેન્સરનો ઉલ્લેખ કર્યો નહોતો.

સંજય દત્તે પોસ્ટમાં કહ્યું હતું, 'છેલ્લાં કેટલાંક દિવસો મારા તથા મારા પરિવાર માટે ઘણાં જ મુશ્કેલભર્યા રહ્યા હતા. જોકે, કહેવાય છે ને કે ભગવાન પોતાના મજબૂત યોદ્ધાને જ મુશ્કેલ સમય આપે છે. આજે મારા સંતાનોના જન્મદિવસ પર હું આ યુદ્ધમાં જીતી ગયો હોવાની વાત કરું છું. હું તેમને સૌથી સારી ગિફ્ટ મારું સારું સ્વાસ્થ્ય આપું છું.

આ બધું તમારા સપોર્ટ તથા વિશ્વાસ વગર શક્ય નહોતું. હું મારા પરિવાર, ફ્રેન્ડ્સ તથા આ મુશ્કેલ સમયમાં મારી સાથે ઊભા રહેનાર ચાહકોનો દિલથી આભાર માનું છું. તમારા પ્રેમ, દયા તથા આશીર્વાદ માટે હું તમારો આભારી છું.

હું ખાસ કરીને કોકિલાબેન હોસ્પિટલના ડૉ. સેવંતી તથા તેમની ટીમ, ડૉક્ટર્સ, નર્સ તથા મેડિકલ સ્ટાફનો ખાસ આભાર માનું છું. છેલ્લાં કેટલાંક અઠવાડિયાથી તેમણે મારી ઘણી જ સારી રીતે દેખરેખ રાખી હતી.'

સૌથી પહેલા દિવ્ય ભાસ્કરે સંજય દત્તના સાજા થવાના સમાચાર આપ્યા હતા
સંજય દત્તે કેન્સરને હરાવી દીધું છે તે સમાચાર સૌ પહેલા દિવ્ય ભાસ્કરે આપ્યા હતા. 19 ઓક્ટોબરના રોજ સંજય દત્તના મિત્ર તથા ટ્રેડ એનાલિસ્ટ રાજ બંસલે કહ્યું હતું, 'સંજય દત્ત હવે ઠીક થઈ ગયો છે.' આ ઉપરાંત કોકિલાબેન હોસ્પિટલના સૂત્રોએ પણ આ વાતની પુષ્ટિ કરી હતી. સંજય દત્તનો PET (પોઝિટ્રોન એમિશન ટોમોગ્રાફી) ટેસ્ટનો રિપોર્ટ સામે આવ્યો હતો અને તેમાં કેન્સર ફ્રી હોવાની વાત કરવામાં આવી હતી.

11 ઓગસ્ટે કેન્સર હોવાની વાત સામે આવી હતી
સંજય દત્ત આઠ ઓગસ્ટના રોજ બીમાર પડ્યો હતો અને તે લીલાવતી હોસ્પિટલમાં દાખલ થયો હતો. અહીંયા કેટલાંક ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા અને પછી ત્રણ દિવસ બાદ એટલે કે 11 ઓગસ્ટના રોજ એ વાત સામે આવી હતી કે સંજય દત્તને ફેફસાંનું કેન્સર છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


61-year-old Sanjay Dutt returns home from Kokilaben Hospital, watching children’s birthday party video call

Source

પ્રીતિ ઝિન્ટાએ ખુદને કોરોના ટેસ્ટ ક્વીન ગણાવી, 35 દિવસની અંદર 20 વખત કોરોના ટેસ્ટ કરાવી ચૂકી છે

www.divyabhaskar.co.in |

IPLની 13મી સીઝન દુબઇમાં ચાલી રહી છે જ્યાં કિંગ્સ ઈલવેન પંજાબની માલિક અને એક્ટ્રેસ પ્રીતિ ઝિન્ટા પણ ટીમ સાથે હાજર છે. પ્રીતિએ એક વીડિયો શેર કર્યો છે જેમાં તેણે ખુદને કોવિડ ટેસ્ટ ક્વીન ગણાવી છે. આવું એટલા માટે કે તે દુબઇ પહોંચ્યા પહેલાંથી લઈને 20 ઓક્ટોબર સુધી 20 વખત કોરોના ટેસ્ટ કરાવી ચૂકી છે. દરેક વખત રિઝલ્ટ નેગેટિવ જ આવ્યું છે.

જણાવ્યું શું છે બાયો બબલ IPL
પ્રીતિ 15 સપ્ટેમ્બરથી UAEમાં છે. પ્રીતિએ આ વીડિયો સાથે લખ્યું છે, દરેક મને પૂછે છે કે IPL બાયો બબલમાં હોવાનો અર્થ શું છે. તો હું જણાવવા ઈચ્છું છું કે આ 6 દિવસના ક્વોરન્ટીનથી શરૂ થાય છે. દર 4 દિવસે કોવિડ ટેસ્ટ થાય છે. કોઈ બહાર નથી જતું, તમારો રૂમ, ગાડી, રેસ્ટરાં, જીમ અને સ્ટેડિયમ બસ. ડ્રાઈવર, કુક પણ બાયો બબાલમાં છે. બહારનું જમવાનું, લોકોને મળવાનું બંધ છે. મારા જેવા લોકો માટે આ અઘરું છે પણ હું બધા વોરિયર્સનો આભાર માનું છું જેને કારણે મહામારી વચ્ચે IPL થઇ શક્યો છે.

અમ્પાયરિંગ પર પ્રીતિ ભડકી ગઈ હતી
બબલી ગર્લના નામથી ફેમસ પ્રીતિ આ સીઝન દરમ્યાન સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો કાઢતી પણ દેખાઈ હતી. જ્યારે તેણે દિલ્હી સાથે થયેલી મેચમાં અમ્પાયરિંગ પર ટ્વીટ કર્યું હતું. 21 સપ્ટેમ્બરે તે ટ્વીટ કરવા સુધીમાં પ્રીતિએ 5 વખત કોવિડ ટેસ્ટ કરાવ્યા હતા. આ વાત લખીને તે બોલી હતી કે એક શોર્ટ રને મને કોવિડ ટેસ્ટથી ઘણી વધુ તકલીફ આપી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Preity Zinta Told Herself Covid Test Queen As She Has Done Corona Virus Test 20 Times So Far

Source

નેહા કક્કર 26 ઓક્ટોબરે પંજાબના ઝીરકપુરમાં રોહન પ્રીત સાથે લગ્ન કરશે? લોકો હજી પણ કન્ફ્યૂઝ

www.divyabhaskar.co.in |

લગ્નની અટકળો વચ્ચે નેહા કક્કર તથા રોહન પ્રીત સિંહનું વેડિંગ કાર્ડ સોશિયલ મીડિયામાં વાઈરલ થયું છે. આ કાર્ડ પ્રમાણે, નેહા તથા રોહનના લગ્ન 26 ઓક્ટોબર, 2020ના રોજ છે. બંને સેટલાઈટ ટાઉનના નામથી જાણીતા ઝીરકપુર (જિલ્લો મોહાલી, પંજાબી) સ્થિત ગુરુદ્વારામાં લગ્ન કરશે. કાર્ડમાં બંનેના નામની સાથે તેમના પેરેન્ટ્સના નામ પણ છે.

લોકો હજી પણ કન્ફ્યૂઝઃ લગ્ન કે પછી પબ્લિસિટી સ્ટંટ?
નેહા તથા રોહન પ્રીતના લગ્નની ચર્ચા સતત થઈ રહી છે. જોકે, બંનેના લગ્ન પર ચાહકો કન્ફ્યૂઝ છે. જે દિવસે નેહા તથા રોહનના લગ્ન છે, તેના પાંચ દિવસ પહેલા એટલે કે 21 ઓક્ટોબરના રોજ બંનેનો નવો મ્યૂઝીક વીડિયો 'નેહુ દા બ્યાહ' રિલીઝ થવાનો છે. આથી જ ઘણાં લોકો માની રહ્યા છે કે લગ્નની વાત માત્ર પબ્લિસિટી સ્ટંટ છે. વાસ્તવમાં તેઓ લગ્ન કરવાના નથી.

નેહાએ મ્યૂઝિક વીડિયોનું પહેલું પોસ્ટર રિલીઝ કર્યું હતું
નેહાએ હાલમાં જ પોતાના મ્યૂઝિક વીડિયોનું પોસ્ટર રિલીઝ કર્યું હતું. રિલીઝ કરેલા પોસ્ટરમાં નેહા પિંક આઉટફિટમાં જોવા મળી હતી તો રોહનપ્રીત વ્હાઈટઆઉટફિટ તથા પીળાં રંગની પાઘડીમાં હતો. નેહાએ પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'નેહુ દા વ્યાહ', નેહા તથા રોહનપ્રીત, 21 ઓક્ટોબર. આ પોસ્ટ પર નેહાના ભાઈ ટોનીએ કમેન્ટ કરી હતી, 'બહુ જ ઉત્સાહી છું. નેહુએ આ ગીત કમ્પોઝ તથા લખ્યું છે. કેટલી ટેલેન્ટેડ છે…' જોકે, બાદશાહ તથા વિશાલ દદલાણી આ પોસ્ટ જોઈને કન્ફ્યૂઝ થઈ ગયા હતા. બાદશાહે કહ્યું હતું, 'યાર બહુ મોટી કન્ફ્યૂઝન છે.' તો વિશાલે કહ્યું હતું, 'અરે.. હવે હું ફરી કન્ફ્યૂઝ થઈ ગયો છું. વેડિંગ છે કે પછી કોઈ ફિલ્મ કે ગીત છે? સ્પષ્ટ રીતે કહો યાર કે કપડાં લેવાના છે કે નહીં? કે પછી ડાઉનલોડ, સ્ટ્રીમ, લાઈક, શૅર કરવાનું છે?

નેહાએ પોસ્ટમાં કહ્યું હતું, તું મારો છો
થોડાં દિવસ પહેલા નેહાએ પોતાની તથા રોહનની એક તસવીર શૅર કરી હતી. આ તસવીર શૅર કરીને સિંગરે કહ્યું હતું, 'તું મારો છે.' નેહાએ પોતાની તથા રોહનની જોડીને 'નેહુપ્રીત' નામ આપ્યું છે. નેહાની આ તસવીર પર કમેન્ટ કરતાં રોહને કહ્યું હતું, 'બાબુ આઈ લવ યુ સો મચ, જાન. હા, હું માત્ર તારો છું. મારું જીવન.' રોહને કમેન્ટ કરીને દુલ્હનની ઈમોજી શૅર કરી હતી.

રોહન પ્રીત રિયાલિટી શોમાં જોવા મળ્યો હતો
રોહન પ્રીત સિંહે 2019માં 'ઈન્ડિયાઝ રાઈઝિંગ સ્ટાર'ની ત્રીજી સિઝનમાં સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો. આ ઉપરાંત તે 'મુઝસે શાદી કરોંગે'માં સ્પર્ધક તરીકે જોવા મળ્યો હતો.

આ પહેલા હિમાંશ કોહલી-આદિત્ય નારાયણ સાથે નામ જોડાયું હતું
નેહા કક્કર અને હિમાંશ કોહલી વર્ષ 2014થી ચાર વર્ષ સુધી રિલેશનમાં રહ્યા હતા. ચર્ચા હતી કે બંને ટૂંક સમયમાં લગ્ન કરશે પણ તે દરમિયાન બંનેના બ્રેકઅપના સમાચાર આવ્યાં હતાં. ગયા વર્ષે નેહાનું નામ હોસ્ટ આદિત્ય નારાયણ સાથે જોડાયું હતું. બંને 'ઈન્ડિયન આઈડલ'માં સાથે હતી. આ શોને આદિત્ય હોસ્ટ કરતો હતો અને નેહા જજ હતી. બંનેના લગ્નની અફવાને કારણે શોની TRPને ઘણો જ ફાયદો થયો હતો.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Will Neha Kakkar marry Rohan Preet on October 26 in Zirakpur, Punjab? wedding card viral

Source

લગ્નના સમાચાર વચ્ચે નેહા કક્કરે રોહન પ્રીત સાથેનો લવ એટ ફર્સ્ટ સાઈટનો ફોટો શેર કર્યો, સિંગરની ડાયમંડ રિંગે દરેકનું ધ્યાન ખેંચ્યું

www.divyabhaskar.co.in |

નેહા કક્કર હાલ રાઇઝિંગ સ્ટાર ફેમ રોહન પ્રીત સિંહ સાથેના રિલેશન અને લગ્નના સમાચારને લઈને ચર્ચામાં છે. આ દરમ્યાન હવે નેહા રોહન પ્રીત સાથેના સંબંધને ઓફિશિયલ કરીને ફેન્સને સતત લગ્નની હિન્ટ આપી રહી છે. હાલમાં જ સિંગરે તેના અપકમિંગ સોન્ગ નેહુ દા વ્યાહનો પહેલો લુક શેર કર્યો છે જેને જોઈને બધા કન્ફ્યુઝ છે કે નેહા ખરેખર લગ્ન કરી રહી છે કે લગ્નના સમાચાર અને સોશિયલ મીડિયા પોસ્ટ માત્ર સોન્ગને પ્રમોટ કરવાની કોઈ નવી રીત છે. આ કન્ફ્યુઝન વચ્ચે હવે નેહાએ રોહન પ્રીત સાથે લવ એટ ફર્સ્ટ સાઈટવાળો ફોટો શેર કર્યો છે.

નેહાએ હાલમાં જ તેના ઇન્સ્ટાગ્રામ પર રોહન પ્રીત સાથે એક રોમેન્ટિક ફોટો શેર કર્યો છે જેમાં બંને એકબીજાની આંખોમાં આંખ નાખીને જોઈ રહ્યા છે. આ શેર કરીને સિંગરે લખ્યું કે, 'જ્યારે અમે મળ્યા રોહન પ્રીત. પહેલી નજરનો પ્રેમ. નેહુ દા વ્યાહ, નેહુપ્રીત.' આ સાથે નેહા કક્કરની ડાયમંડ રિંગ પર પણ બધાનું ધ્યાન ખેંચાયું છે. એક્ટ્રેસે રિંગ ફિંગરમાં રિંગ પહેરીને બધાને સગાઈની હિન્ટ પણ આપી છે.

નેહા પછી રોહન પ્રીતે પણ એક સુંદર ફોટો શેર કરી લખ્યું, 'ઓયે, તું મારી છે, ખાલી મારી. હું તને સૌથી વધુ પ્રેમ કરું છું. નેહુ પ્રીત. નેહા અને રોહનનું સોન્ગ નેહુ દા વ્યાહ 21 ઓક્ટોબરે રિલીઝ થવાનું છે. આ પહેલાં બંને 'ડાયમંડ દા છલ્લા' સોન્ગમાં સાથે દેખાયા હતા ત્યારબાદથી જ બંનેના રિલેશનશિપના સમાચાર ચર્ચામાં હતા.

સમાચાર છે કે 21 ઓક્ટોબરે સિંગર રોહન પ્રીત સાથે દિલ્હીમાં લગ્ન કરવાની છે જેના માટે કાર્ડ પણ આપી દેવામાં આવ્યા છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર નેહા અને રોહન પ્રીતના પરિવારનો એક ફોટો ઘણો વાઇરલ થયો હતો જેને જોઈને બધા અંદાજો લગાવી રહ્યા હતા કે નેહા અને રોહનની રોક સેરેમની થઇ ગઈ છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Neha Kakkar Shares The Love At First Sight Moment With Rohanpreet, Singer’s Diamond Ring Caught Everyone’s Attention Amid Wedding News

Source

New Song Video : રોમેન્ટિક નવરાત્રિ ગીત "મધમીઠું નામ" સાથે ફાલ્ગુની પાઠક પરત ફર્યાં

gujarati.oneindia.com | New Song Video : રોમેન્ટિક નવરાત્રિ ગીત “મધમીઠું નામ” સાથે ફાલ્ગુની પાઠક પરત ફર્યાં

Source

error:
Scroll to Top