પત

દિગ્ગજ અભિનેતા અને ટીવી સ્ટાર વરૂણ બડોલાના પિતા વિશ્વ મોહન બડોલાનું નિધન

www.divyabhaskar.co.in |

દિગ્ગજ અભિનેતા અને થિયેટર વ્યક્તિત્વ વિશ્વ મોહન બડોલાનું 23 નવેમ્બર 2020ના રોજ ઉંમર સંબંધિત બીમારીના કારણે નિધન થયું. પ્રખ્યાત કલાકારે ઘણી ફિલ્મો, ટેલિવિઝન સિરિયલ, અને સૌથી વધારે થિયેટરમાં કામ કર્યું છે. લોકપ્રિય ટીવી એક્ટર વરૂણ બડોલા, અલકા કૌશલ અને RJ કાલિંદી તેમના બાળકો છે.

વીએમ બડોલાના મૃત્યુના સમાચારની પુષ્ટિ વરૂણ બડોલાની પત્ની રાજેશ્વરી સચદેવે કરી. તેમના અવસાનથી પરિવાર આઘાતમાં છે અને પરિવારે મોત પર શોક વ્યક્ત કરતા કહ્યું, તેમના જવાથી ઘણી મોટી ખોટ પડી છે.

વિશ્વ મોહન બડોલાએ શોબિઝની દુનિયામાં દાયકાઓ સુધી કામ કર્યું. અભિનય અને થિયેટરના ક્ષેત્રમાં તેમનું મહત્ત્વનું યોગદાન છે.

સ્વદેશ, જોધા અકબર, પ્રેમ રતન ધના પાયો, અને મુન્ના ભાઈ એમબીબીએસ જેવી ફિલ્મોમાં તેમને કામ કર્યું છે.

2018માં તેઓ તબ્બુ સ્ટાર ‘મિસિંગ’માં જોવા મળ્યા હતા. તે ઉપરાંત તેઓ જોલી LLB 2 અને જલપરીઃ ધ ડેઝર્ટ મરમેડમાં તેમના અભિનય માટે જાણીતા છે. તેમના મૃત્યુથી જે ખોટ પડી છે તે ક્યારેય પૂરી નહીં થઈ શકે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Veteran actor and TV star Varun Badola’s father Vishwa Mohan Badola passes away

Source

નિકાહના 2 દિવસ પછી સના ખાને લાલ આઉટફિટમાં પતિ અનસ સઈદ સાથે ફોટો શેર કર્યો, નામ પણ ચેન્જ કર્યું

www.divyabhaskar.co.in |

સના ખાને 20 નવેમ્બરે ગુજરાતના સુરત શહેરના રહેવાસી મુફ્તી અનસ સઈદ સાથે નિકાહ કર્યા. એક દિવસ પહેલાં વાઈરલ થયેલા વેડિંગ વીડિયો પછી હવે સનાએ જાતે જ સોશિયલ મીડિયા પર પતિ સાથે ફોટો શેર કર્યો છે. ફોટોમાં સના લાલ રંગના સુંદર આઉટફિટમાં દેખાઈ રહી છે. તેણે અકાઉન્ટમાં તેના નામની આગળ સઈદ પણ જોડ્યું છે.

બોલિવૂડને અલવિદા કહ્યું હતું
લગ્ન પહેલાં ‘બિગ બોસ 6’, ‘જય હો’ ફિલ્મમાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ સના ખાને ઝાયરા વસીમનો રસ્તો પસંદ કર્યો. સનાએ શો બિઝનેસ છોડી દીધો. આ વાતની જાણકારી પોતે જ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. સનાએ લાંબી પોસ્ટમાં લખ્યું હતું કે તે માનવની સેવા કરશે અને પોતાના નિર્માતા એટલે કે અલ્લાહના આદેશનું પાલન કરશે.

સના ખાને વર્ષ 2005માં હિન્દી ફિલ્મ ‘યહી હૈ હાઈ સોસાયટી’થી એક્ટિંગ ડેબ્યુ કર્યું હતું. એ પછી તેણે ઘણી હિન્દી, મલયાલમ, તમિળ, તેલુગુ અને કન્નડ ફિલ્મ્સમાં કામ કર્યું. બિગ બોસ અને ફિયર ફેક્ટર જેવા રિયાલિટી શોમાં પણ ભાગ લઇ ચૂકી છે.

ફેબ્રુઆરી 2020માં સનાનું બ્રેકઅપ થયું હતું
આ વર્ષની શરુઆતમાં જ એક્ટ્રેસે કોરિયોગ્રાફર બોયફ્રેન્ડ મેલવિન લુઇસ સાથે બ્રેકઅપ પછી પોતાની ભાવનાઓને સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જો કે, અકાઉન્ટમાં બધા જૂના ફોટોઝ ડિલીટ કર્યા હતા. સનાએ 12 ફેબ્રુઆરીએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર બ્રેકઅપ વિશે કહીને મેલવિન પર એક બાળકીને પ્રેગ્નન્ટ કરવાના આરોપ મૂક્યા હતા. સના અને મેલવિન વર્ષ 2018માં મળ્યા હતા. બંનેએ વેલેન્ટાઇન્સ ડે પર તેમના રિલેશનશિપના સમાચારોને સાચા કહ્યા હતા.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Former Bollywood Actress Sana Khan Married To Mufti Anas Saiyed From Gujarat

Source

ભારતી સિંહ અને તેના પતિ સામે ડ઼્રગ્સ લેવા મામલે કેસ થયો

gujarati.oneindia.com |
નવી દિલ્હીઃ કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિની મુશ્કેલીઓ ઘટતી જોવા નથી મળી રહી. એનસીબીની ટીમે શનિવારે ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાની ડ્રગ્સ લેવા મામલે પુછપરછ માટે સમન મોકલ્યું હતું, પરંતુ પુછપરછ બાદ એનસીબીએ બંનેની ધરપકડ કરી લીધી. ભારતી

Source

કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષની ધરપકડ, NCBએ બંનેની 4.30 કલાક પૂછપરછ કરી

www.divyabhaskar.co.in |

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો, એટલે કે NCBએ જાણીતી કોમેડિયન ભારતી સિંહની ડ્રગ્સ રાખવા અને તેનું સેવન કરવાના આરોપસર ધરપકડ કરી છે. તેના પતિ હર્ષ લિંબાચિયાની પૂછપરછ ચાલુ છે. NCB સાથેની પૂછપરછમાં ભારતી સિંહે તેના પતિ હર્ષ સાથે ગાંજાનું સેવન કરવાની વાત કબૂલી હતી. શનિવારે રાત્રે ભારતીને NCBની ઑફિસમાં જ રાખવામાં આવશે. આવતીકાલે રવિવારે ભારતીને કોર્ટમાં રજૂ કરાય તેવી શક્યતા છે.

શનિવારે સવારે આ દંપતીનાં મુંબઈસ્થિત ઘરે દરોડા પાડ્યા હતા. મળેલી માહિતી પ્રમાણે ભારતી અને હર્ષ લિંબાચિયાના ઘર અને ઑફિસેથી 86.5 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. આથી NCBએ વધુ પૂછપરછ માટે બંનેની અટકાયત કરી હતી. ન્યૂઝ એજન્સી ANIના સમાચાર પ્રમાણે, NCBએ શનિવારે સવારે અંધેરી, લોખંડવાલા અને વર્સોવાનાં ત્રણ અલગ અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા. એક ડ્રગ પેડલર સાથેની પૂછપરછ દરમિયાન આ બંનેનાં નામ સામે આવ્યાં હતાં. ત્યાર બાદ અંધેરી, લોખંડવાલા અને વર્સોવાસ્થિત ઘરમાં રેડ પાડવામાં આવી હતી. NCBના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ જણાવ્યું કે, હર્ષ અને ભારતીને અમે કસ્ટડીમાં પૂછપરછ માટે લીધાં છે. બંનેને ઝોનલ ઓફિસમાં આવીને સ્પષ્ટતા કરવાની ફરજ પડી હતી.

પૂછપરછ માટે ભારતી સિંહ NCBની ઑફિસે પહોંચી હતી
ભારતીની સાથોસાથ તેના પતિ હર્ષ લિંબાચિયાને પણ NCBની ઑફિસે લાવવામાં આવ્યો હતી

ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂતના અપમૃત્યુ પછી બહાર આવેલા બોલિવૂડ અને ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં છાનેખૂણે ચાલતા ડ્રગ્સના સેવનના અંકોડા મેળવવા માટે NCB સતત સેલિબ્રિટીઓનાં ઘરે દરોડા પાડી રહી છે. દિવાળી પહેલાં જ એક્ટર અર્જુન રામપાલને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો.

કોણ છે ભારતી સિંહ?
ભારતી સિંહ સ્ટેન્ડઅપ કોમેડિયન અને એક્ટ્રેસ છે. અત્યારે તે 'ધ કપિલ શર્મા શૉ'માં દેખાય છે. તેણે પોતાના કરિયરની શરૂઆત ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જથી કરી હતી. એ પછી એણે ઘણા શૉઝ કર્યા જેમાં 'કોમેડી સર્કસ', 'ઝલક દિખલા જા', 'નચ બલિયે' વગેરેનો સમાવેશ થાય છે. ભારતી સિંહે 3 ડિસેમ્બર, 2017ના રોજ ટેલિવિઝન રાઇટર હર્ષ લિંબાચિયા સાથે લગ્ન કર્યાં હતાં અને આ દંપતી અત્યારે સોની ટીવી પર 'ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર' નામનો શૉ હોસ્ટ કરી રહ્યું છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


NCB raid on comedian Bharti Singh’s Mumbai home, raids in Andheri, Versova and Lokhandwala in Mumbai

Source

પિતા સાથેના અણબનાવ વચ્ચે ભાઈ શહબાઝે કાંડા પર શહનાઝ ગિલના નામનું ટેટૂ બનાવડાવ્યું, કહ્યું- 'તારા કારણે જ છું'

www.divyabhaskar.co.in |

'બિગ બોસ 13' ફેમ એક્ટ્રેસ અને પંજાબી સિંગર શહનાઝ ગિલ હાલ તેના પિતા સંતોષ સિંહ સાથેના તેના અણબનાવને કારણે ચર્ચામાં છે. એક્ટ્રેસ ચંદીગઢ જઈને પણ પરિવારને મળી ન શકી આવામાં પિતાએ તેની સાથે જિંદગીભર વાત ન કરવાના સમ ખાઈને નારાજગી જતાવી. પિતા એકતરફ નારાજ છે અને બીજી તરફ ભાઈ શહબાઝે હાલમાં જ બહેનના નામનું હાથ પર ટેટૂ બનાવડાવ્યું છે.

શહબાઝે હાલમાં જ તેના ઇન્સ્ટા પર ટેટૂનો ફોટો શેર કર્યો છે. શહનાઝના નામનું ટેટૂ દેખાડીને ભાઈએ લખ્યું કે, 'આજે હું તારા કારણે છું. પ્રેમ અને સન્માન. તેને રી-પોસ્ટ કરીને એક્ટ્રેસે ભાઈનો આભાર માન્યો છે.

શહનાઝ અને શહબાઝ કલર્સ ટીવીના શો મુજસે શાદી કરોગેમાં સાથે દેખાયા હતા. ભાઈ- બહેનની રસપ્રદ જોડીને દર્શકોએ ખૂબ પ્રેમ આપ્યો હતો. શોમાં મહેમાન તરીકે આવીને શહબાઝે કોમેડી કરીને દર્શકોને ખૂબ મનોરંજન આપ્યું હતું. કોરોના મહામારીને કારણે આ શો અધવચ્ચે જ બંધ કરી દેવામાં આવ્યો હતો.

પિતાના કારણે શહનાઝ ચર્ચામાં
શહનાઝ થોડા દિવસ પહેલાં તેના અપકમિંગ ગીતના શૂટિંગ માટે સિદ્ધાર્થ શુક્લા સાથે ચંદીગઢ ગઈ હતી જેની જાણકારી તેણે ઘરમાં કોઈને આપી ન હતી. ત્યારબાદ એક્ટ્રેસ તેના ઘરના સભ્યોને મળવા ન ગઈ તે માટે તેના પિતાએ નારાજ થઈને તેની સાથે જિંદગીભર વાત ન કરવાના સમ ખાધા હતા. પિતાએ જણાવ્યું કે ફેમ મળ્યા બાદ શહનાઝને ઘમંડ આવી ગયો છે અને તે પરિવારથી અલગ થઇ ગયા છે. ત્યાં સુધી કે સંતોષ પાસે શહનાઝની મેનેજરના નંબર પણ નથી કે તે દીકરી સાથે વાત કરી શકે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


In The Midst Of A Rift With Father, Brother Shahbaz Got Shahnaz Gill’s Name Tattooed On His Wrist, Saying ‘I Am Because Of You’

Source

દિવાળી પર રિધ્ધિમા કપૂરને પિતા રિશી કપૂરની યાદ આવી, દિવાળી સેલિબ્રેશનના જુના ફોટો શેર કરી લખ્યું- 'મિસ યુ પાપા'

www.divyabhaskar.co.in |

લેજન્ડ એક્ટર રિશી કપૂર 31 એપ્રિલે દુનિયાને અલવિદા કહીને જતા રહ્યા. એક્ટરની દીકરી રિધ્ધિમા કપૂર તેમની ઘણી ક્લોઝ હતી જેને કારણે તે ઘણીવાર પિતાના અમુક યાદગાર ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. દિવાળીના ખાસ અવસર પર જ્યાં આખો દેશ સેલિબ્રેશન કરી રહ્યો છે ત્યાં દીકરીને પિતાની ગેરહાજરી સતાવી રહી છે.

રિદ્ધિમા કપૂર સાહની પિતાના મૃત્યુ બાદ માતા નીતુ કપૂર અને ભાઈ રણબીર કપૂર સાથે મુંબઈમાં હતી. દિવાળીના થોડા દિવસ પહેલાં જ તે તેના ઘર દિલ્હી પરત ફરી છે. આ વર્ષે દિવાળી પર પિતા નથી એટલે તેણે ગયા વર્ષના સેલિબ્રેશનના ફોટો શેર કર્યા છે. તેણે લખ્યું છે કે, 'ગયા વર્ષની યાદ. દિવાળી 2019. મિસ યુ પાપા.

તેની સ્ટોરીના ફોટોમાં રિશી કપૂર અને નીતુ કપૂર દીકરી સાથે પોઝ આપી રહ્યા છે. આ સિવાય રિધ્ધિમાએ નાના રિશીના ખોળામાં બેઠેલી તેની દીકરી સમારાનો ફોટો પણ શેર કર્યો છે. આ સાથે તેણે તૂટેલા દિલનું ઈમોજી પણ મૂક્યું છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Riddhima Kapoor Misses Her Father Rishi Kapoor On Diwali, Shared An Old Picture Of Diwali Celebrations And Said ‘Miss You Papa’

Source

એક્ટ્રેસનું સૌથી લાબું કરવાચોથ, પતિ જેનને જોવા દુબઇથી 13 હજાર કિલોમીટર સફર કરીને લોસ એન્જલસ પહોંચી

www.divyabhaskar.co.in |

પ્રિયંકા ચોપરાની જેમ પ્રીતિ ઝિન્ટાનું પણ સાસરું વિદેશમાં છે. પ્રીતિના પતિ જેન ગુડઇનફ લોસ એન્જલસમાં છે અને આ વખતે કરવાચોથ પર પ્રીતિ દુબઈમાં હતી. પરંતુ પતિનો ચહેરો જોવા માટે તે 13 હાજર કિલોમીટરથી પણ વધુનો સફર કરીને લોસ એન્જલસ પહોંચી ગઈ. કરવાચોથ પછીનો એક ફોટો પ્રીતિએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

પ્રીતિએ વેડિંગ ફોટો શેર કર્યો
ફોટોમાં કપલ તેમના વેડિંગ ડ્રેસમાં દેખાઈ રહ્યા છે જે તેમણે 2016માં તેમનાં લગ્ન સમયે પહેર્યો હતો. પોસ્ટમાં પ્રીતિએ લખ્યું કે, 'જે લોકો કરવાચોથ સેલિબ્રેટ કરી રહ્યા છે, તે બધાને શુભકામના. મારા માટે આ સૌથી લાબું હતું. દુબઈથી શરૂ થયું. વાદળો વચ્ચેથી નીકળી અને લોસ એન્જલસ પહોંચી. આ બધું લેખે લાગ્યું કારણકે અંતે મેં મારા પતિ પરમેશ્વરને જોઈ લીધા. આઈ લવ યુ માય લવ, હેપ્પી કરવાચોથ.

ચાર વર્ષ પહેલાં પ્રીતિ અને જેનના લગ્ન થયાં
પ્રીતિ ઝિન્ટાએ પોતાનાથી 10 વર્ષ નાના અમેરિકન સિટિઝન જેન ગુડઇનફ સાથે 29 ફેબ્રુઆરીએ 2016માં યોજાયેલી એક પ્રાઇવેટ સેરેમનીમાં લગ્ન કર્યાં હતાં. આ લગ્ન રાજપૂત રિવાજો સાથે થયા હતા. લગ્ન પ્રાઇવેટમાં થયા હતા અને તેના વેડિંગ ફોટોઝ મીડિયામાં અંદાજે 6 મહિના બાદ આવ્યા હતા.

પ્રીતિ ઝિન્ટા સાથે જોડાયેલા આ સમાચાર પણ તમે વાંચી શકો છો…

કિંગ્સ ઇલેવનની અનોખી ક્વીન:પ્રીતિ ઝિન્ટાએ ખુદને કોરોના ટેસ્ટ ક્વીન ગણાવી, 35 દિવસની અંદર 20 વખત કોરોના ટેસ્ટ કરાવી ચૂકી છે

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Preity Zinta’s Longest Karva Chauth Ever When She Travelled 13000 Km From Dubai To See Husband Gene Goodenough

Source

પંચમહાલ : શહેરા તાલુકાના ૧૮૨ અનાથ બાળકોને પાલક માતા પિતા યોજના અંતર્ગત લાભ અપાયો

gujarati.oneindia.com |
પંચમહાલ : શહેરા તાલુકાના ૧૮૨ અનાથ બાળકોને પાલક માતા પિતા યોજના અંતર્ગત લાભ અપાયો

Source

બીજા પતિ અભિનવના પત્ની પર ગંભીર આક્ષેપો, કહ્યું- 'પાંચ દિવસથી દીકરો ગુમ છે, શ્વેતા કહ્યા વગર અજાણી જગ્યાએ લઈ ગઈ છે'

www.divyabhaskar.co.in |

ટીવી શો 'મેરે ડેડ કી દુલ્હન' ફૅમ એક્ટ્રેસ શ્વેતા તિવારીએ ગયા વર્ષે બીજા પતિ અભિનવ કોહલી વિરુદ્ધ ડોમેસ્ટિક વાયોલન્સ હેઠળ ફરિયાદ કરી હતી અને પછી બંને અલગ રહેતા હતા. એક્ટ્રેસ કોરોના પોઝિટિવ થઈ તો તેનો દીકરો રેયાંશ પિતા અભિનવની સાથે રહેતો હતો. 25 ઓક્ટોબરના રોજ શ્વેતા પોતાના દીકરાને પરત લઈ આવી હતી. હવે અભિનવે આક્ષેપ મૂક્યો છે કે તેનો દીકરો છેલ્લાં પાંચ દિવસથી ગુમ છે અને શ્વેતા તેને જબરજસ્તી કોઈક અજાણી જગ્યાએ લઈ ગઈ છે.

View this post on Instagram

My Whole world❤️❤️❤️

A post shared by Shweta Tiwari (@shweta.tiwari) on Jun 13, 2020 at 8:40am PDT

અભિનવે કહ્યું હતું કે શ્વેતા કોરોના પોઝિટિવ થઈ પછી રેયાંશ 40 દિવસ સુધી તેની સાથે રહ્યો હતો. જોકે, 25 ઓક્ટોબરના રોજ શ્વેતા દીકરાને જબરજસ્તી પોતાની સાથે લઈ ગઈ હતી. અભિનવે અંગ્રેજી ન્યૂઝ પેપર ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું, 'રવિવાર, 25 ઓક્ટોબરના રોજથી મારો દીકરો રેયાંશ લાપતા છે. મને ખ્યાલ નથી કે તે ક્યા છે. તે છેલ્લાં 40 દિવસથી મારી સાથે હતો, પરંતુ ગયા રવિવારે શ્વેતા કહ્યા વગર મારા દીકરાને કોઈ અજાણી જગ્યાએ લઈ ગઈ છે.'

હું મારા દીકરા અંગે જાણવા માટે સેટ પર પણ ગયો હતોઃ અભિનવ
અભિનવે શ્વેતા પર આક્ષેપ કરતા કહ્યું હતું, 'હું શ્વેતાના સિરિયલના સેટ પર ગયો હતો કે હું મારા દીકરાને જોઈ તો શકીશ, એ વિચારે ત્યાં ગયો હતો. મેં પુરાવા તરીકે એક વીડિયો પણ બનાવ્યો છે પરંતુ તેણે મને કંઈ ના કહ્યું. સેટ પર તેને મારો મેસેજ પણ મળ્યો હતો પરંતુ તેણે કોઈ જવાબ આપ્યો નહીં અને દીકરા સાથે ગાયબ થઈ ગઈ હતી.'

View this post on Instagram

आज बड़े दिनों बाद ख़ुशी आई । आज तीन महीनों बाद मेरी रेयांश से video call पे काफ़ी लम्बी बातें हुई| उम्मीद है जल्द ही मिलूँगा भी । आप सब ने बहुत साथ दिया । शुक्रिया । पहले विरोध हद से ज़्यादा था लेकिन तब भी आप ने बहुत शक्ति दी और अब विरोध ना के बराबर हो गया । 🙏 Today happiness has knocked my door after months. Today I spoke for quite sometime with Reyansh on video call after three months. I am hopeful I will meet him soon. You all have really supported me. Thank You. Initially the trolling was immense but your support gave me strength, now your support has won and the trolling dwindled. 🙏

A post shared by Abhinav Kohli (@abhinav.kohli024) on Aug 15, 2020 at 12:00pm PDT

શ્વેતા વિરુદ્ધ લીગલ એક્શન લેશે
હાલમાં જ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં અભિનવે કહ્યું હતું કે તે દીકરાની કસ્ટડી માટે ટૂંક સમયમાં લીગલ એક્શન લેશે. અભિનવે કહ્યું હતું કે શ્વેતા તેને દીકરા રેયાંશથી અલગ કરવાનો પ્રયાસ કરે છે. દીકરાની કસ્ટડી ના આપવી પડે તે માટે શ્વેતા મેડિકલ સલાહની વિરુદ્ધ જઈને ચાર વર્ષના રેયાંશને સ્તનપાન કરાવે છે. આ ઉપરાંત અભિનવે શ્વેતા પર આક્ષેપ મૂક્યો હતો કે દીકરાને UK લઈ જવા માટે શ્વેતાએ વિઝાના ડોક્યૂમેન્ટ્સ પર તેની નકલી સહી કરી હતી.

ઉલ્લેખનીય છે કે શ્વેતા તિવારીએ રાજા ચૌધરીને ડિવોર્સ આપ્યા બાદ વર્ષ 2013માં અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા હતા. શ્વેતાએ ગયા વર્ષે પોલીસ ફરિયાદ કરી હતી પરંતુ બંનેના ડિવોર્સ થયા નથી. શ્વેતાની દીકરી પલક (જે પહેલા પતિ રાજા ચૌધરીની છે)એ પણ અભિનવ પર હેરેસમેન્ટના આક્ષેપો મૂક્યા હતા.

પતિ અભિનવે શ્વેતા પર ગંભીર આરોપ લગાવ્યો- 'કસ્ટડી માટે ડોક્ટર વિરુદ્ધ જઈને 4 વર્ષના બાળકને સ્તનપાન કરાવે છે, નકલી સહી પણ કરી'

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


tv actor Abhinav Kohli alleges his son is missing since five days, blames Shweta Tiwari

Source

પતિ અભિનવે શ્વેતા પર ગંભીર આરોપ લગાવ્યો- 'કસ્ટડી માટે ડોક્ટર વિરુદ્ધ જઈને 4 વર્ષના બાળકને સ્તનપાન કરાવે છે, નકલી સહી પણ કરી'

www.divyabhaskar.co.in |

ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીના પતિ અભિનવ કોહલીએ તેના વિરુદ્ધ લીગલ એક્શન લેવાનો નિર્ણય લીધો છે. અભિનવના જણાવ્યા મુજબ શ્વેતા તેને તેના 4 વર્ષના દીકરા રેયાંશ કોહલીથી અલગ કરી રહી છે. હાલમાં જ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીત દરમ્યાન, અભિનવે તેની આપવીતી સંભળાવી. અમે શ્વેતા તિવારી સાથે પણ અભિનવ દ્વારા લગાવવામાં આવેલા આ આરોપો પર વાતચીત કરવાની ટ્રાય કરી પણ તે હાજર ન હતી.

મેડિકલ સલાહ વિરુદ્ધ શ્વેતા સ્તનપાન કરાવવાના પ્રયાસ કરે છે
છેલ્લા ઘણા દિવસોથી શ્વેતા મને રેયાંશને મળવા દેતી ન હતી. હાલમાં જ શ્વેતાને કોરોના થયો હતો. ત્યારબાદ તેણે રેયાંશને મારી પાસે મોકલી દીધો હતો. બીજે દિવસે જ તેને તાવના લક્ષણ દેખાવાના સ્ટાર્ટ થઇ ગયા, મેં વીડિયો કોલિંગ કરીને મારા ડોક્ટર સાથે વાત કરી તો તેણે કહ્યું કે આમાં કોઈ શંકા નથી કે રેયાંશ કોરોના પોઝિટિવ છે કારણકે તે શ્વેતા સાથે બે દિવસ રહ્યો હતો. શ્વેતાનો પહેલાં જ કોવિડ ટેસ્ટ થઇ ગયો હતો અને તેણે તે જ હાલતમાં સ્તનપાન પણ કરાવ્યું હતું.

રેયાંશ નવેમ્બરમાં 4 વર્ષનો થશે પરંતુ બધી મેડિકલ સલાહ વિરુદ્ધ શ્વેતા તેને સ્તનપાન કરાવવાની ટ્રાય કરે છે જેથી હું કસ્ટડીના કેસમાં કોર્ટ જાઉં તો કોર્ટમાં જણાવી શકે કે તે સ્તનના દૂધ પર છે. ઘણીવાર રેયાંશના બાળરોગ એક્સપર્ટ અને ડેન્ટિસ્ટે શ્વેતાને રેયાંશને સ્તનપાન ન કરાવવા માટે કહ્યું છે કારણકે આનાથી તેના આગળના દાંત ખરાબ થઇ ગયા છે, પરંતુ તેની સલાહનો કોઈ ફાયદો ન થયો.

બાળકોની પ્રોડક્ટ હાનિકારક હોવા છતાં પૈસા માટે પ્રમોટ કરે છે
ભગવાનની દયાથી રેયાંશ થોડા જ દિવસમાં કોવિડ નેગેટિવ થઇ ગયો. જોકે તેના શરીરમાં ઘણી એલર્જી થઇ હતી. શ્વેતા પૈસા માટે જોન્સન એન્ડ જોન્સનના પ્રોડક્ટને પ્રમોટ કરે છે જે ઘણા બાળકો માટે હાનિકારક છે. જ્યારે મેં શ્વેતાને આ વાત કરી તો તેણે પણ આ સ્વીકાર્યું અને તેની પ્રોડક્ટ યુઝ કરતા અટકાવી. જોકે તે તેના સોશિયલ મીડિયા પર આજે પણ તેનું પ્રમોશન કરે છે.

રેયાંશને ફરી પોતાની પાસે લઇ જવા માટે પોલીસ બોલાવી
જ્યારે શ્વેતાનો ક્વોરન્ટીન પીરિયડ પૂરો થયો ત્યારે રેયાંશની પાછા જવાની વાત આવી. હું દુઃખી થઇ ગયો. તેણે તેની માતાને બે અઠવાડિયાથી જોઈ ન હતી માટે તે પાછો જતો રહ્યો પરંતુ બીજે જ દિવસે તે એટલો બધો રડ્યો કે ઉઠ્યા બાદ થોડા જ સમયમાં તેને મારી પાસે લઇ આવ્યા. શ્વેતા તે સમય સુધી કામ માટે નીકળી ગઈ હતી. તે દિવસ પછીથી રેયાંશ શ્વેતાના ઘરે જવા માટે તૈયાર ન હતો. કોઇ રીતે શ્વેતા તેને ફોસલાવી લેતી અને તે પાછો જતો રહેતો.

2-3 દિવસ પછી તેણે સાવ જવાનું બંધ કરી દીધું. તે તેને કોઈ રમકડાં દેખાડીને મનાવવાની ટ્રાય કરતી, પણ તે તેની સાથે જવા માટે તૈયાર ન હતો. તે રેયાંશ સાથે રોજ રમવા આવવા લાગી, તેને ફોસલાવતી પણ રેયાંશ તેની સાથે જવા રેડી ન હતો. તે મને અને આ ઘરને છોડવા રાજી ન હતો. મારી પાસે આ બધું રેકોર્ડ કરેલો વીડિયો છે. ત્યારે તે વેકેશન માણવા જવા ઇચ્છતી હતી.

પછી તેણે પોલીસનો ઉપયોગ કર્યો. હું પોલીસ સ્ટેશન ન જઈ શક્યો કારણકે મારો દીકરો મને એક ક્ષણ માટે પણ છોડવા તૈયાર ન હતો અને કોરોના કાળમાં મારા દીકરાને પોલીસ સ્ટેશન લઇ જવું મને ઉચિત ન લાગ્યું. પછી સાંજ સુધી તેણે એક પોલીસ ઓફિસરને મારા ઘરે એક અનઓફિશિયલ મેસેજ સાથે મને પોલીસ સ્ટેશન આવવા કહ્યું, પરંતુ મેં તેને પણ કહ્યું કે બાળક મને આવવા નહીં દે અને બાળકને ઓફિસરની સામે પૂછવામાં આવ્યું કે શું તે તેના મમ્મીના ઘરે જવા ઈચ્છે છે પરંતુ તેણે ના પાડી દીધી. મેં તે રેકોર્ડ કર્યું છે.

રેયાંશ વગર પ્રમોશનલ ટૂર પર નીકળી ગઈ
પોલીસના ગયા બાદ શ્વેતા ઘરે આવી, જોકે મને ખબર હતી કે તેણે પોલીસ મોકલી હતી તેમ છતાં મેં તેને આવવા દીધી. તેણે એવો દેખાડો કર્યો જાણે કઈ થયું જ નથી અને તેણે રેયાંશને સમજાવવાની પૂરી ટ્રાય કરી પરંતુ તેણે તેની સાથે જવાની ના પાડી દીધી. મેં વિચાર્યું કે તે હવે તેની રજા પણ કેન્સલ કરી દેશે. પરંતુ મને આશ્ચર્ય થયું કે તે તેના ઘરના બધા લોકો સાથે રેયાંશને લીધા વગર વેકેશન પર જતી રહી. આ એક પ્રમોશનલ ટૂર હતી જ્યાં તે ફ્રીમાં ગઈ હતી. ત્યાંથી આવ્યા બાદ શ્વેતા થોડા દિવસ પછી (24 ઓક્ટોબરે) ખોટું બોલીને રેયાંશને ફરી તેના ઘરે લઇ ગઈ. ત્યારપછિથી અત્યારસુધી તેણે નથી મારી સાથે વાત કરી કે નથી રેયાંશ સાથે વાત કરાવી. હું ઘણીવાર તેના શોના સેટ પર પણ ગયો પરંતુ તે ત્યાં પણ મને ઇગ્નોર કરી રહી છે.

વિઝા બનાવવા માટે મારી નકલી સહી કરી
શ્વેતાએ મારી નકલી સહી કરીને રેયાંશના યુકેના વિઝા બનાવવાની ટ્રાય કરી હતી મારી પાસે તેનો લીગલ પુરાવો છે. શ્વેતાના એક મિત્રે મને તેનું પ્લાનિંગ જણાવ્યું હતું અને મને લાગ્યું જ હતું કે તે રેયાંશને અમેરિકા અથવા તો યુકે લઇ જવાના પ્લાનિંગમાં છે. આ બંને દેશના નિયમ મુજબ, બાળકનાં બંને પેરેન્ટ્સની સહી હોવી જોઈએ. મેં ક્યારેય NOC પર સહી નથી કરી. શ્વેતા એ મારી નકલી સહી કરી. નસીબદાર હતો કે મેં 15 દિવસ પહેલાં જ બંને દેશોને લેટર લખીને આ બાબતે જાણ કરી દીધી હતી. તે કઈ હદ સુધી જઈ શકે છે તે કોઈપણ અંદાજો લગાવી શકે નહીં.

શ્વેતા અને તેની દીકરી પલક કોઈપણ વ્યક્તિને સંપૂર્ણ રીતે નષ્ટ કરી શકે છે
શ્વેતા અને તેની દીકરી પલક કોઈપણ વ્યક્તિને સંપૂર્ણ રીતે નષ્ટ કરી શકે છે. તે માત્ર એક વ્યક્તિનો ઉપયોગ કરીને તેને ફેંકવામાં વિશ્વાસ રાખે છે. પોતાના લાભ માટે તે એક નાના બાળકને હર્ટ કરવામાં અને દુઃખ આપવામાં પણ પાછળ નહીં ખસે. સમાજમાં તે ખૂબ સોફ્ટ હોવાનો ઢોંગ કરે છે પણ બાળક પ્રત્યે ઘણી ક્રૂર છે.

હું મારા હક માટે લડીશ
આવતા અઠવાડિયે હું શ્વેતા વિરુદ્ધ લીગલ એક્શન લેવાનો છું. હું મારા દિકરાથી અલગ થવા નથી માગતો. હજુ સુધી અમારા ડિવોર્સ નથી થયા. અત્યાર સુધી શ્વેતાએ મારા પર ઘણા ખોટા આરોપ લગાવ્યા છે પણ હવે હું પીછેહટ નહીં કરું. હું મારા હક માટે લડીશ.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Husband Abhinav Kohli Makes Serious Allegations Against Shweta Tiwari “she Is Breastfeeding 4 year old Child Against Doctor’s Suggestion For Custody, Did My Fake Signature Too”

Source

error:
Scroll to Top