પણ

અલી અબ્બાસ ઝફરે જણાવ્યું, 'ભારત' ફિલ્મના સોન્ગ 'સ્લો મોશન'માં બેકગ્રાઉન્ડ ડાન્સર હતી અલિસિયા, સિક્રેટ વેડિંગ પર પણ ઘટસ્ફોટ કર્યો

www.divyabhaskar.co.in |

ફિલ્મમેકર અલી અબ્બાસ ઝફરે તેની પત્ની અલિસિયાને લઈને એક ઘટસ્ફોટ કર્યો છે. તેણે હાલમાં જ આપેલા એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે તેની પત્ની અલિસિયા સલમાન ખાનની ફિલ્મ 'ભારત'માં દિશા પટનીના સોન્ગ 'સ્લો મોશન'માં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે દેખાઈ હતી. અલીએ શુક્રવારે તેની પત્ની સાથેનો એક સુંદર ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

પેરન્ટ્સને કારણે જલદી લગ્ન કરવા પડ્યા
અલી અબ્બાસે ઇન્ટરવ્યુમાં પોતાના સિક્રેટ વેડિંગ વિશે કહ્યું, 'મારાં માતા-પિતા કોરોના પોઝિટિવ આવ્યાં હતાં અને તેઓ વૃદ્ધ પણ થઇ રહ્યાં છે. માટે હું લગ્ન કરી લેવા ઈચ્છતો હતો. માટે અમે લગ્નની તારીખ આગળ કરવાનો નિર્ણય લીધો. બાકી મારો પ્લાન 2022માં લગ્ન કરવાનો હતો.'

'ટાઇગર ઝિંદા હૈ'ના સેટ પર મુલાકાત
અલી અલી અબ્બાસે પત્ની અલિસિયા સાથેની લવસ્ટોરી વિશે જણાવ્યું કે તેઓ છેલ્લાં ત્રણ વર્ષથી રિલેશનમાં હતાં. બંનેની પહેલી મુલાકાત 'ટાઇગર ઝિંદા હૈ'ના સેટ પર 2017માં થઇ હતી. અલી અબ્બાસ ઝફરે કહ્યું હતું કે ત્યાર બાદથી જ હું તેને લગ્ન કરવા માટે ફોર્સ કરી રહ્યો હતો.

ટૂંક સમયમાં ડિરેક્શન ફિલ્ડમાં અલિસિયા એન્ટ્રી લઇ શકે છે
ફ્રેન્ચ મોડલ અલિસિયા મૂળ ઈરાની છે, પણ ફ્રાન્સમાં ભણીને મોટી થઇ છે. અલીને પૂછવામાં આવ્યું કે તેની પત્ની એક્ટિંગમાં આવી શકે છે તો અલીએ કહ્યું કે આવું કોઈ પ્લાનિંગ નથી. જોકે તેણે કહ્યું કે અલિસિયા ટેક્નિકલ લેવલ પર ઘણી સમજણ ધરાવે છે. આવામાં તે ટૂંક સમયમાં ડિરેક્શન ફિલ્ડમાં આવી શકે છે.

જલદી પિતા બનવા ઈચ્છું છું
અલી અબ્બાસ ઝફરે ફેમિલી પ્લાનિંગ વિશે કહ્યું કે, 'હા હું જલદી પિતા બનવા ઈચ્છું છું, પણ હજુ કોરોના ગયો નથી અને પિતા બનવા પહેલાં હું ઇન્ડસ્ટ્રીમાં એક સારી રિસેપ્શન પાર્ટી પણ આપવા ઈચ્છું છું. મને આશા છે કે આ ઓક્ટોબરમાં થશે. ત્યારબાદ મિસ્ટર ઇન્ડિયાનું શૂટિંગ શરૂ કરીશ.'

3 જાન્યુઆરીએ દેહરાદૂનમાં લગ્ન થશે
અલી અબ્બાસ ઝફરે અલિસિયા સાથે 3 જાન્યુઆરીના રોજ તેના હોમટાઉન દેહરાદૂનમાં લગ્ન કર્યાં હતાં. સિક્રેટ વેડિંગમાં તેના પરિવારના સભ્યો અને ક્લોઝ ફ્રેન્ડ્સ જ સામેલ હતા. અલીએ લગ્ન બાદ પત્ની સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર શેર પણ કર્યો હતો પણ તેમાં તેની પત્નીનો ફેસ દેખાતો ન હતો. તેના એક દિવસ પછી તેણે તેની પત્ની સાથેનો એક ફોટો શેર કર્યો હતો. ત્યારબાદ જાણવા મળ્યું કે તેની પત્ની કોણ છે.

ફોટો સાથે તેણે એક નોટ શેર કરીને લખ્યું હતું, '1400 વર્ષ પહેલાં ઇમામ અલીએ ફાતિમા અલ ઝહરાને કહ્યું હતું, મારા દુઃખ અને ચિંતા ગાયબ થઇ જાય છે, જ્યારે હું તમારો ચહેરો જોઉં છું. અલિસિયા, હું તને જોઈને એકદમ એવું જ ફીલ કરું છું. જિંદગીભર માટે તું મારી છે. ત્યારબાદ તેણે તેની પત્ની અને પરિવાર સાથેનો ફોટો શેર કરી લખ્યું હતું, 'પરિવારમાં તારું સ્વાગત છે.'

'તાંડવ'થી અલીનું ડિજિટલ ડેબ્યુ થશે
વાત જો અલીના કામની કરીએ તો તે સલમાનની ફિલ્મ 'સુલતાન', 'ટાઇગર ઝિંદા હૈ' અને 'ભારત' ડિરેક્ટ કરી ચૂક્યા છે. ગયા વર્ષે ઈશાન ખટ્ટર સ્ટારર 'ખાલી પીલી' ફિલ્મથી પ્રોડક્શનમાં પણ ડેબ્યુ કર્યું છે. ટૂંક સમયમાં અલી ડિજિટલ ડેબ્યુ પણ કરવા જઈ રહ્યો છે. એમેઝોન પ્રાઈમ પર તેની વેબ સિરીઝ 'તાંડવ' રિલીઝ થવાની છે જેમાં સૈફ અલી ખાન, ડિમ્પલ કપાડિયા અને સુનીલ ગ્રોવર પણ દેખાશે. આ 15 જાન્યુઆરીએ રિલીઝ થશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Ali Abbas Zafar Said Alicia Was A Background Dancer In The Song ‘Slow Motion’ Of Film ‘Bharat’

Source

બૉક્સ ઑફિસના મામલે ઋતિક રોશને સલમાન અને અક્ષયને પણ પાછળ છોડ્યા

gujarati.oneindia.com |
હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ફેમસ અને સક્સેસફુલ ડાયરેક્ટર અને એક્ટર રાકેશ રોશનના દીકરા ઋતિક રોશન 10 જાન્યુઆરીએ પોતાનો 47મો જન્મદિવસ મનાવી રહ્યા છે. વર્ષ 1974માં જન્મેલા ઋતિક રોશને એક્ટિંગ શરૂ કરતાં પહેલાં પિતા સાથે સહાયક ડાયરેક્ટરનું કામ પણ કર્યું. પિતાએ દીકરાના અભિનયને

Source

વિદેશી મૂળની બેકગ્રાઉન્ડ ડાન્સર બની ડિરેક્ટર અલી અબ્બાસની દુલ્લહનિયા, આ સેલેબ્સે પણ વિદેશીઓ સાથે લગ્ન કર્યાં

www.divyabhaskar.co.in |

'સુલતાન', 'ભારત' અને 'ટાઇગર ઝિંદા હૈ' જેવી ફિલ્મોના ડિરેક્ટર અલી અબ્બાસ ઝફર હાલ સિક્રેટ વેડિંગને લઈને ચર્ચામાં છે. અલીએ 3 જાન્યુઆરીના રોજ દેહરાદૂનમાં ફ્રાન્સની અલિસિયા સાથે લગ્ન કર્યાં હતાં. અલિસિયા ફિલ્મ 'ભારત'માં દિશા પટનીના સોન્ગ 'સ્લો મોશન'માં બેકગ્રાઉન્ડ ડાન્સર હતી. આ ફિલ્મના સેટ પર અલી અને અલિસિયા વધુ ક્લોઝ આવ્યા અને બંનેએ લગ્ન કરી લીધા.

જોકે, અલી આવા પહેલા સેલેબ નથી જેને કોઈ વિદેશી પાર્ટનર પસંદ કર્યો હોય. અગાઉ પણ બોલિવૂડના ઘણા સેલેબ્સને વિદેશીઓએ એટ્રેક્ટ કર્યા છે અને પછી તે લગ્નના બંધનમાં બંધાઈ ગયા. નજર કરીએ આવા જ સેલેબ્સ પર…

પ્રિયંકા ચોપરા

ગ્લોબલ સેલિબ્રિટી બની ચૂકેલી દેસી ગર્લ પ્રિયંકા ચોપરાએ ડિસેમ્બર, 2018માં અમેરિકન સિંગર નિક જોનસ સાથે લગ્ન કરી લીધા હતા. બંને એક અવોર્ડ શો દરમ્યાન વધુ નજીક આવ્યા હતા જ્યાં તેમની પહેલી મુલાકાત થઇ હતી. ત્યારબાદ ડેટિંગ શરૂ થયું અને બંનેએ જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં સાત ફેરા લીધા. નિક ક્રિશ્ચન છે અને પ્રિયંકા હિન્દૂ, માટે લગ્ન બંને રીતિ-રિવાજોથી થયા હતા.

પ્રિટી ઝિન્ટા

પ્રિટી ઝિન્ટાએ તેનાથી 10 વર્ષ નાના અમેરિકન મૂળના જિન ગુડઇનફ સાથે લગ્ન કરી લીધા હતા. 29 ફેબ્રુઆરી, 2016ના રોજ કપલે લોસ એન્જલસમાં એક પ્રાઇવેટ સેરેમનીમાં સાત ફેરા લીધા હતા. લગભગ 6 મહિના પછી પ્રિટી અને જિનના વેડિંગ ફોટોઝ સામે આવ્યા હતા.

શ્રિયા સરન

'ગલી ગલી મેં ચોર હૈ' અને 'દ્રશ્યમ' જેવી બોલિવૂડ ફિલ્મોની હિરોઈન રહેલી શ્રિયા સરને માર્ચ, 2018માં સિક્રેટલી લગ્ન કરી લીધા હતા. તેણે રશિયન મૂળના ટેનિસ પ્લેયર આન્દ્રેઈ કોશેચેવ સાથે હિન્દૂ રીતરિવાજથી લગ્ન કર્યાં હતાં.

લીઝા હેડન

લીઝાએ 29 ઓક્ટોબર, 2016ના રોજ તેના લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ ડીનો લલવાણી સાથે લગ્ન કરી લીધા હતા. બંનેએ થાઈલેન્ડના ફુકેતમાં સ્થિત અમનપુરી વચ્ચેના બીચ રિઝોર્ટમાં લગ્ન કર્યાં હતાં. જેના ફોટો લીઝાએ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. લીઝાનો પતિ મૂળ પાકિસ્તાનના બ્રિટિશ એન્ત્રોપ્રેન્યોર ગુલ્લુ લલવાણીનો દીકરો છે.

સેલિના જેટલી

'જાનશીં'થી બોલિવૂડ ડેબ્યુ કરનારી સેલિનાએ ઓસ્ટ્રિયા બેઝ્ડ પીટર હાગ સાથે જુલાઈ, 2011માં લગ્ન કર્યાં હતાં. માર્ચ 2012માં સેલિનાએ ટ્વિન્સ બાળકોને જન્મ આપ્યા. ત્યારબાદ પાંચ વર્ષ પછી સપ્ટેમ્બર 2017માં તે ફરીવાર ટ્વિન્સ બાળકોની માતા બની. તેમાંથી એક બાળક શમશેર હાર્ટ પ્રોબ્લેમને કારણે બચી શક્યું નહીં અને મૃત્યુ પામ્યું. સેલિના છેલ્લે 2012માં આવેલી ફિલ્મ 'વિલ યુ મેરી મી'માં દેખાઈ હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Bollywood Celebrities Who Married Foreigners

Source

કંગનાએ પોલીસ સ્ટેશનમાં હાજરી આપી, વીડિયોમાં કહ્યું- 'હસવા પર પણ કેસ થઈ રહ્યાં છે'

www.divyabhaskar.co.in |

આઠ જાન્યુઆરીના રોજ કંગના રનૌત બહેન રંગોલી ચંદેલ સાથે મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં નિવેદન આપવા માટે આવી હતી. બંને વિરુદ્ધ કોર્ટના આદેશ પર 17 ઓક્ટોબરના રોજ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં રાજદ્રોહનો કેસ કરવામાં આવ્યો હતો. કંગનાને આ પહેલાં ત્રણ વાર સમન્સ પાઠવવામાં આવ્યું હતું, પરંતુ ભાઈના લગ્નને કારણે આવી શકી નહોતી. જો કંગના વિરુદ્ધ નક્કર પુરાવા મળે તો તેની ધરપકડ પણ થઈ શકે છે.

એક્ટ્રેસ પર હિંદુ-મુસ્લિમ વચ્ચે વૈમનસ્ય પેદા કરવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે. કંગના વિરુદ્ધ આ જ રીતનો એક કેસ તુમકુર (કર્ણાટક)માં પણ કરવામાં આવ્યો છે. તેની પર ખેડૂતોના અપમાનના આક્ષેપો મૂકવામાં આવ્યા છે. આ પહેલાં 25 નવેમ્બરના રોજ બોમ્બે હાઈકોર્ટે કંગના તથા રંગોલીની અરજી પર સુનાવણી કરતાં બંનેને આઠ જાન્યુઆરીના રોજ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં હાજર થવાનો આદેશ આપ્યો હતો.

પોલીસ સ્ટેશન જતાં પહેલાં કંગનાએ વીડિયો શૅર કર્યો
કંગનાએ પોલીસ સ્ટેશન જતાં પહેલાં સોશિયલ મીડિયામાં એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં કંગનાએ કહ્યું હતું, 'જ્યારથી મે દેશહિતમાં વાત કરવાની શરૂ કરી છે, ત્યારથી મારી પર અત્યાચારો કરવામાં આવી રહ્યાં છે. શોષણ કરવામાં આવી રહ્યું છે. આ આખો દેશ જોઈ રહ્યો છે. ગેરકાયદેસર રીતે મારું ઘર તોડવામાં આવ્યું. ખેડૂતોના હિતમાં વાત કરી તો રોજ ખબર નહીં કેટલાં કેસ કરવામાં આવી રહ્યાં છે. ત્યાં સુધી કે હસવા પર પણ એક કેસ થયેલો છે. કોરોના દરમિયાન ડૉક્ટર્સના હિતમાં વાત કરી તો મારી બહેન રંગોલી પર કેસ થયો હતો. તે કેસમાં મારું નામ પણ લેવામાં આવ્યું. તે સમયે તો હું સોશિયલ મીડિયામાં હતી પણ નહીં. તે કેસને ચીફ જસ્ટિસે રિજેક્ટ પણ કર્યો હતો. ચીફ જસ્ટિસે કહ્યું હતું કે આ કેસમાં કંઈ જ નથી.'

'મને કહેવામાં આવ્યું કે તારે પોલીસ સ્ટેશન જઈને હાજરી આપવી પડશે. કઈ વાતની હાજરી, એ વાત કોઈ કહેવા તૈયાર નથી. હું સુપ્રીમ કોર્ટને પૂછવા માગું ચું કે આ શું મેડિવલ એજ (મધ્યકાળ) છે? જ્યાં મહિલાઓને જીવતી સળગાવી દેવામાં આવે છે. હું કંઈ બોલી શકતી નથી. કંઈ કહી શકતી નથી. આ પ્રકારના અત્યાચાર દુનિયાની સામે થઈ રહ્યાં છે. જે રીતે હજારો લોહીના આંસુઓ ગુલામીમાં સહન કર્યાં હતા, જો રાષ્ટ્રવાદીની વાતોને દબાવવામાં આવી તો ફરીથી આ બધું સહન કરવું પડશે.'

કંગના પર આ આક્ષેપો મૂકવામાં આવ્યા છે
કાસ્ટિંગ ડિરેક્ટર અને ફિટનેસ ટ્રેનર સાહિલ અશરફ અલી સૈયદે પોતાની અરજીમાં કહ્યું હતું, 'કંગના રનૌત છેલ્લા ઘણા મહિનાથી સતત બોલિવૂડને નેપોટિઝ્મ અને ફેવરેટિઝ્મનું હબ કહીને તેનું અપમાન કરી રહી છે. તેણે પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયાથી પોસ્ટ કરી હતી અને ટીવી ઇન્ટરવ્યૂ મારફતે હિંદુ અને મુસ્લિમ આર્ટિસ્ટ વચ્ચે ભાગલા પડાવી રહી છે. તેણે અનેક વાંધાજનક પોસ્ટ કરી છે. આ પોસ્ટથી માત્ર ધાર્મિક ભાવનાઓ જ નહીં પણ ઇન્ડસ્ટ્રીના ઘણા કલીગ્સની ભાવનાઓને પણ ઠેસ પહોંચી છે.' સાહિલે કોર્ટ સામે પુરાવા તરીકે કંગનાની સોશિયલ મીડિયા પોસ્ટ રજૂ કરી છે.

આ કલમ હેઠળ કેસ ફાઈલ થયો છે
બાંદ્રા મેટ્રોપોલિટનના મેજિસ્ટ્રેટ જયદેવ વાય ઘુલેએ કંગના વિરુદ્ધ CRPCની ધારા 156(3) હેઠળ FIR ફાઈલ કરવાના આદેશ આપ્યા હતા. તેના પર એક્શન લેતા પોલીસે કંગના અને તેની બહેન વિરુદ્ધ આ ધારાઓ હેઠળ કેસ ફાઈલ કર્યો છે.

  • કલમ 153 A: IPCની કલમ 153 (A) તે લોકો પર લગાવવામાં આવે છે જે ધર્મ, ભાષા, જાતિ વગેરેને આધારે લોકોમાં નફરત ફેલાવવા પ્રયત્ન કરે છે, આમાં 3 વર્ષ સુધીની જેલ અથવા દંડ અથવા બંને થઇ શકે છે.
  • કલમ 295 A: આ કલમ હેઠળ એવા કાર્યને ગુનો માનવામાં આવે છે, જ્યાં આરોપી વ્યક્તિ, ભારતના નાગરિકોના કોઈ વર્ગની ધાર્મિક ભાવનાઓને હાનિ પહોંચાડવાના ખરાબ આશયથી તે વર્ગ કે ધર્મ કે ધાર્મિક વિશ્વાસનું અપમાન કરે છે અથવા આવું કરવાનો પ્રયાસ કરે છે.
  • કલમ 124 A: જો કોઈ પણ વ્યક્તિ ભારતની સરકારના વિરોધમાં સાર્વજનિક રૂપમાં એવું કઈ કરે, જેનાથી દેશ સામે સુરક્ષાનું જોખમ ઊભું થઇ શકે છે તો તેને આજીવન કેદની સજા થઇ શકે છે. આ કાર્યના સમર્થન કરવા કે પ્રચાર-પ્રસાર કરવા પર પણ કોઈને દેશદ્રોહનો આરોપી માની લેવામાં આવે છે.
  • કલમ 34: આ કલમ મુજબ જ્યારે એક અપરાધિક કામ બધા વ્યકતિએ સામાન્ય હેતુથી કર્યું હોય, તો દરેક વ્યક્તિ આવા કાર્ય માટે જવાબદાર છે, જેમ કે ગુનો તેણે એકલા એ જ કર્યો છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


bollywood actress Kangana Ranaut, Sister Rangoli Chandel at Mumbai Bandra Police Station

Source

બનિતા સંધૂએ સંક્રમિત થયા બાદ સરકારી હોસ્પિટલમાં દાખલ થવાની ના પાડી, એમ્બ્યુલન્સથી ભાગવાની પણ ટ્રાય કરી

www.divyabhaskar.co.in |

વરુણ ધવનની ફિલ્મ 'ઓક્ટોબર'ની એક્ટ્રેસ બનિતા સંધૂ કોરોના પોઝિટિવ આવી છે. તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેને કોલકાતાની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી. સ્વાસ્થ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, બ્રિટિશ એક્ટ્રેસ પહેલાં બનિતાને કોલકાતાની એક સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી, જ્યાં તેણે એડમિટ થવાની ચોખ્ખી ના પાડી દીધી હતી અને એમ્બ્યુલન્સમાંથી ઉતરી પણ રહી ન હતી.

આ દરમ્યાન તેણે એમ્બ્યુલન્સથી ભાગવાની ટ્રાય પણ કરી હતી. તેનું આ નાટક અંદાજે 4 કલાક સુધી ચાલ્યું હતું. ત્યારબાદ બ્રિટિશ ઉચ્ચાયોગના હસ્તક્ષેપ અને પોલીસની મદદથી બનિતાને એક પ્રાઇવેટ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી.

શૂટિંગ માટે યુકેથી કોલકાતા આવી હતી
બનિતા 20 ડિસેમ્બર 2020ના રોજ યુકેથી કોલકાતા ફિલ્મ 'કવિતા એન્ડ ટેરેસા'ના શૂટિંગ માટે આવી હતી. ફ્લાઇટમાં તેનો કો-પેસેન્જર કોરોનાના નવા સ્ટ્રેનથી સંક્રમિત મળ્યો હતો. ત્યારબાદ તેનો પણ ટેસ્ટ થયો હતો, જેનો રિપોર્ટ સોમવારે પોઝિટિવ આવ્યો. જોકે હજુ એ સ્પષ્ટ નથી થયું કે તે કોરોનાના નવા સ્ટ્રેનથી સંક્રમિત છે કે નહીં.

'ઓક્ટોબર' ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું
ફિલ્મ 'કવિતા એન્ડ ટેરેસા' સ્વિસ ઇન્ડિયન ફિલ્મમેકર કમલ મુસળેના ડિરેક્શનમાં બની રહી છે. આ ફિલ્મ મધર ટેરેસાના જીવનથી પ્રેરિત છે. આ સિવાય બનિતાએ ફિલ્મ 'ઓક્ટોબર'થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Banita Sandhu Tests COVID 19 Positive, Refuses Treatment From Kolkata Govt Hospital

Source

કેટરીનાએ શેર કર્યો એવો ફોટો જેમાં વિકી કૌશલની ઝલક દેખાતી હતી, પાછળથી ડિલીટ કર્યો પણ ફેન્સે પકડી લીધા

www.divyabhaskar.co.in |

કેટરીના કૈફ બહેન ઇસાબેલ કૈફ સાથે ન્યૂ યર સેલિબ્રેટ કરવા અલીબાગ ગઈ હતી. આ સેલિબ્રેશનનો ફોટો તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યો. પરંતુ થોડી જ મિનિટ પછી ડિલીટ કરી દીધો. પરંતુ તેની ચોરી પકડાઈ ગઈ. ફેન્સે આ ફોટો વાઇરલ કરી દીધો. સૌથી ખાસ વાત એ છે કે આ ફોટોમાં કેટરીના અને વિકી બંનેને સ્પોટ કરી લેવામાં આવ્યા છે.

ફેન્સે સોશિયલ મીડિયા પર સ્ક્રીનશોટ શેર કર્યા
કેટરીનાએ ફોટો ડિલીટ કર્યા પછી તેના ફેન્સે વિકીને પોઇન્ટ આઉટ કરતા ઘણા સ્ક્રીન શોટ્સ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. તેમાં ઇસાબેલની પાછળ દેખાતા કાચમાં વિકી કૌશલની ઝલક દેખાઈ રહી છે. તેની પાસે જ કેટરીના બેઠેલી દેખાઈ હતી. કેટરીનાએ ફોટો અપલોડ કરીને થોડી વારમાં જ ડિલીટ કરી દેતા આ ચર્ચાઓને વધુ વેગ મળ્યો છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે કેટ અને વિકી એકબીજાને ડેટ કરી રહ્યા છે.

આટલું જ નહીં ફેન્સે આ કપલને Vickat હેશટેગ આપ્યો છે. ફેન્સ આ વાત પર અગ્રી થઇ રહ્યા છે કે કેટ અને વિકી પોતાના સિબલિંગ્સ સાથે જ નવા વર્ષની ઉજવણી કરવા ગયા હતા.

VICKAT નામના એક યુઝરે વિકી કૌશલના પર્સનલ શેફ સાથે કેટરીના કૈફ અને તેની બહેન ઇસાબેલના ફોટોનો કોલાજ શેર કર્યો છે. તેમાં લખ્યું છે કે, કેટરીના અને તેની બહેન ઈસા, વિકી કૌશલના પર્સનલ શેફ સાથે, હવે શું જોઈએ. પુરાવા જ પુરાવા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Katrina Kaif Shared A Picture With Sister Isabelle On Her Instagram Stories In That Fans Spotted Vicky Kaushal

Source

કંગનાએ ઉર્મિલાને ખરું-ખોટું સંભળાવ્યું, કહ્યું- કાશ હું પણ તેનાં જેટલી સમજદાર હોત તો કોંગ્રેસને ખુશ કરત

www.divyabhaskar.co.in |

કંગના રનૌતે ફરી એકવાર ઉર્મિલા માતોંડકર પર પ્રહાર કર્યો છે. ઉર્મિલાએ શિવસેનામાં જોડાયા બાદ કેટલાંક અઠવાડિયાની અંદર મુંબઈના સબ અર્બન એરિયામાં 3 કરોડથી વધુ કિંમતની એક શાનદાર ઓફિસ ખરીદી તેવા સમાચાર છે. કંગનાએ આ જ ન્યૂઝ પર ઉર્મિલાને ખરું-ખોટું સંભાળ્યું છે.

કંગનાએ ઉર્મિલાને આડેહાથ લીધી
કંગનાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું, 'પ્રિય ઉર્મિલા માતોંડકરજી, મેં જાત મહેનતથી ઘર બનાવ્યું હતું તે કોંગ્રેસ તોડી રહી છે. સાચે જ BJPને ખુશ કરીને મારા હાથમાં માત્ર 25-30 કેસ જ આવ્યા છે. કાશ હું પણ તમારી જેમ સમજદાર હોત તો કોંગ્રેસને ખુશ કરતી, કેટલી બેવકૂફ છું હું, નહીં?' ઉલ્લેખનીય છે કે થોડાં સમય પહેલાં જ ઉર્મિલાએ કોંગ્રેસ છોડીને શિવસેના જોઈન કર્યું છે.

ઉર્મિલાએ સામે જવાબ આપ્યો
કંગનાની સોશિયલ મીડિયા પોસ્ટ બાદ ઉર્મિલાએ એક વીડિયો શૅર કર્યો હતો, જેમાં તેણે કહ્યું હતું, 'નમસ્કાર કંગનાજી, મારા વિશે તમારા જે ઉચ્ચ વિચારો છે, તે હું સાંભળી ચૂકી છું. જોકે, આખા દેશે સાંભળ્યા છે. આજે દેશની સામે હું તમને કહેવા માગીશ કે જગ્યા અને સમય તમે પસંદ કરજો. હું મારા તમામ ડોક્યુમેન્ટ્સ લઈને ત્યાં આવી જઈશ. આ ડોક્યુમેન્ટમાં 2011માં મારી 20-25 વર્ષની કરિયરમાં સઘન મહેનત બાદ અંધેરીમાં જે ફ્લેટ ખરીદ્યો હતો, તેના પેપર્સ હશે. માર્ચના પહેલાં અઠવાડિયે આ ફ્લેટ મેં વેચ્યો હતો. તેના પણ પેપર્સ પણ હશે. તે પૈસામાંથી મેં જે ઓફિસ ખરીદી, તેના પણ પેપર્સ હશે. આ બધું જ હું તમને બતાવવા માગું છું.'

વધુમાં ઉર્મિલાએ કહ્યું હતું, 'પેપર્સની સામે હું બસ એક નાની વાત ઈચ્છું છું કે અમારા જેવા લાખો કરોડો ટેક્સપેયર્સના પૈસાના બદલામાં તમને તમારી સરકારે Y Plus સિક્યોરિટી આપી છે, કારણ કે તમે વચન આપ્યું હતું કે તમારી પાસે એવા અનેક નામ છે, જે તમે NCBને આપવા માગો છો. હવે આ નામની રાહ આખો દેશ જોઈ રહ્યો છે. કારણ કે તમને ખબર છે કે આપણો દેશ હાલમાં કેટલી મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે અને ડ્રગ્સનો સામનો આપણે બધાએ સાથે મળીને કરવાનો છે. NCBનું જે લિસ્ટ તમારી પાસે છે, બસ તમે આ લિસ્ટ લઈને આવો. તમારા જવાબની રાહ જોઈ રહી છું.'

કંગના 'ધાકડ'માં વ્યસ્ત
કંગના હાલમાં 'ધાકડ'ની તૈયારીઓ કરી રહી છે. તે આવતા અઠવાડિયાથી ફિલ્મનું શૂટિંગ કરશે. આ ફિલ્મમાં તે ફીમેલ જાસૂસના રોલમાં જોવા મળશે. 'ધાકડ' ઉપરાંત કંગના 'તેજસ'ની તૈયારીઓ પણ વ્યસ્ત છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Kangana told to Urmila- I wish I was as smart as her

Source

એકમાત્ર સ્ટાર જેની સ્ટોરી સિલેબસમાં, સેટ પર પણ 4 પુસ્તકો સાથે રાખે છે રજનીકાંત

www.divyabhaskar.co.in |

  • જન્મ : 12 ડિસેમ્બર, 1950
  • શિક્ષણ : મદ્રાસ ફિલ્મ ઈન્સ્ટીટ્યુટમાંથી ડિપ્લોમા
  • પરિવાર : પત્ની- લતા રજનીકાંત, બાળકો- ઐશ્વર્યા, સૌંદર્યા
  • સંપત્તિ : 360 કરોડ રૂપિયા

‘તલૈવા’ નામથી પ્રખ્યાત 70 વર્ષના રજનીકાંત રાજકીય રંગમંચ પર જોવા નહીં મળે. દુનિયાભરમાં તેમના કરોડો પ્રશંસકોને આશા હતી કે, રાજનીતિમાં પણ તેઓ કરામત બતાવશે. દક્ષિણ ભારતની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લોકો તેમને ભગવાન માને છે. આ કારણે જ કોઈ પણ ફિલ્મ દિગ્દર્શક રજનીકાંતને વાર્તામાં મરવા દેતો નથી. પ્રશંસકો રજનીકાંતના પોસ્ટર્સનો દૂધથી અભિષેક કરે છે. ઓલ ઈન્ડિયા રજનીકાંત ફેન્સ એસોસિએશનના મેનેજર વીએમ. સુધાકરે ‘રજનીકાંત- ધ ડેફિનેટિવ બાયોગ્રાફી’ પુસ્તકમાં લખ્યું છે કે, 2001 સુધી રજનાકાંતની 50 હજાર રજિસ્ટર્ડ ફેન ક્લબ હતી, સોશિયલ મીડિયા પર કરોડો ફેન છે. જોકે, રજનીકાંત પણ પોતાના પ્રશંસકોનું એટલું જ ધ્યાન રાખે છે. પોતાની સંપૂર્ણ કારકિર્દીમાં તેઓ જાહેરાત અને બ્રાન્ડ્સના પ્રમોશનથી બચતા રહ્યા છે. તેમણે સમગ્ર કારકિર્દીમાં માત્ર એક જ વખત પામ કોલા ડ્રિન્કની જાહેરાત કરી હતી. જાણકારોના કહ્યા પ્રમાણે રજનીકાંત નથી ઈચ્છતા કે તેઓ તેમનાં પ્રશંસકોને કોઈ ખાસ વસ્તુનો ઉપભોગ કરવા માટે પ્રેરિત કરે.

25 વર્ષની અટકળો, 26 દિવસમાં સમાપ્ત
રજનીકાંત 1995માં પ્રથમ વખત જાહેરમાં કોઈ મુદ્દા પર બોલ્યા હતા. એક કાર્યક્રમમાં તમિલનાડુમાં બોમ્બ કલ્ચર અંગે તેમણે વાત કરી હતી. ત્યાર પછી 1996માં જયલલિતાની પાર્ટી એઆઈએડીએમકેમાં ભ્રષ્ટાચારની વાત કહી હતી. 1996માં તેમણે તમિલ મનીલા કૉંગ્રેસ અને ડીએમકેના ગઠબંધનનું જાહેરમાં સમર્થન કર્યું હતું. આ ગઠબંધન ચૂંટણી જીતી ગયું હતું. ત્યાર પછી 1998ની લોકસભા ચૂંટણીમાં ડીએમકેને ટેકો જાહેર કર્યો, પરંતુ ડીએમકે હારી ગઈ હતી. 2002માં કર્ણાટક અને તમિલનાડુ વચ્ચે કાવેરી જળ વિવાદમાં કર્ણાટક સરકારના વિરોધમાં એક દિવસની ભૂખ હડતાળ કરી હતી. 2017માં તેમણે રજની મક્કલમ મંદ્રમ (આરએમએમ) નામનું સંગઠન બનાવ્યું હતું. 3 ડિસેમ્બર, 2020ના રોજ પત્ર લખીને રાજકીય પાર્ટી બનાવવા કહ્યું અને 26 દિવસ પછી આરોગ્યના કારણો આગળ ધરી પ્રશંસકોની માફી માગી લીધી.

ભાઈ એક્ટિંગના સમર્થક, રામકૃષ્ણ મઠમાં નાટકોનું મંચન કર્યું
બેંગલુરુમાં જન્મેલા રજનીકાંત (શિવાજી રાવ) મોટા ભાઈ સત્યનારાયણના પ્રિય રહ્યા છે. અભ્યાસમાં હોંશિયાર શિવાજીને સત્યનારાયણે રામકૃષ્ણ મઠમાં મોકલ્યા હતા. અહીંથી જ રજનીકાંતને અભિનયનો ચસ્કો લાગ્યો. એકલવ્ય પર આધારિત નાટકમાં એકલવ્યના મિત્રની ભૂમિકા ભજવી હતી. ત્યાર પછી કુરુક્ષેત્ર નાટક કર્યું. 12મા ધોરણ પછી ઘરના સભ્યોને કહ્યું કે, અભ્યાસમાં રસ નથી. પિતાએ વિરોધ કર્યો, પરંતુ ભાઈ શિવાજીની પ્રતિભા જાણતા હતા. બેંગલુરુ મશીનરીમાં કામ કર્યા પછી રજનીકાંત 1970માં બેંગલોર મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (બીટીએસ)માં કન્ડક્ટર બન્યા. બીટીએસમાં રજનીકાંતનો સાથી ડ્રાઈવર રાજા બધર તેમનો સૌથી ખાસ મિત્ર બન્યો. તેઓ સવારે 6થી 2 નોકરી કરતા, સાંજે થિયેટર. કન્ડક્ટરની નોકરીમાં રજનીકાંતે બીટીએસના 25 નાટકોમાં અભિનય કર્યો હતો.

21 દિવસમાં તમિલ શીખી, ડિરેક્ટરે રજનકાંત નામ આપ્યું
પ્રખ્યાત નિર્માતા કે.બાલાચંદ્રન મદ્રાસ ફિલ્મ ઈન્સ્ટીટ્યુટમાં લેક્ચર આપવા આવ્યા હતા. બાલાચંદ્રને સંસ્થાની કન્નડ બેચના વિદ્યાર્થી રજનીકાંતને ફિલ્મ ‘અપૂર્વા રંગાંગલ’માં એક ભૂમિકા ઓફર કરી. શરત મૂકી કે તેમણે તમિલ શીખવી પડશે. મરાઠી અને કન્નડભાષી રજનીકાંતે માત્ર 21 દિવસમાં તમિલ શીખી લીધી હતી. 27 માર્ચ, 1975ના રોજ રજનીકાંતે પ્રથમ વખત કેમેરાનો સામનો કર્યો. ડિરેક્ટર ઈચ્છતા ન હતા કે, દક્ષિણ ભારતીય ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા શિવાજી ગણેશનના નામનો ઉપયોગ થાય, એટલે તેમણે શિવાજી રાવને નવું નામ આપ્યું – રજનીકાંત. 1983માં ‘અંધા કાનુન’ ફિલ્મ સાથે હિન્દી સિનેમામાં એન્ટ્રી કરી. 45 વર્ષની કારકિર્દીમાં રજનીકાંતે હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ મિલાવીને કુલ 209 ફિલ્મોમાં કામ કર્યું છે. તે બે ફિલ્મોના રાઈટર અને પ્રોડ્યુસર પણ રહ્યા છે.

અનોખા રજની

અનોખા રજની – છઠ્ઠા ધોરણના પુસ્તકમાં તેમનો પાઠ, અનેક સ્ટાઈલ્સ ટ્રેડમાર્ક બની
રજનીકાંતનો આ ફોટો માથાના વાળ સ્ટાઈલથી પાછળ લઈ જતો, ટ્રેડમાર્ક છે. તેમને જાણનારા મજાકમાં કહે છે કે, આ સ્ટાઈલના કારણે જ રજનીકાંત ટાલિયા છે. તે એકમાત્ર ફિલ્મ કલાકાર છે, જેના અંગે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસના ધોરણ-6ના પુસ્તકમાં ‘ફ્રોમ બસ કન્ડક્ટર ટૂ ફિલ્મ સ્ટાર’ નામથી એક પાઠ છે. રજનીકાંતના ફેશન ડિઝાઈનર રહેલા શ્રીરામના અનુસાર રજનીકાંત સેટ પર કવર ચડાવેલા 4 પુસ્તકોને સાથે લાવે છે, જેથી કોઈ તેનું શીર્ષક ન વાંચી શકે.
કન્ટેન્ટ સાભાર – રજનીકાંત ધ ડેફિનેટિવ બાયોગ્રાફી – નમન રામચંદ્રન

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


રજનીકાંતની તસવીર

Source

સોનુ સૂદનો ખુલાસો- દસ વર્ષ પહેલાં મળી હતી પોલિટિક્સમાં આવવાની ઓફર પણ હજુ એ સપના બાકી છે, જેને લઈને આવ્યા હતા

www.divyabhaskar.co.in |

સોનુ સૂદ, પ્રવાસીઓના મસીહા તરીકે જ્યારથી કામ કરી રહ્યો છે. ત્યારથી લોકો તેની રાજકારણની એન્ટ્રી બાબતે અંદાજો લગાવી રહ્યા છે. જોકે સોનુએ અત્યારસુધી આ બધી વાતોને નકારી દીધી છે. પણ તેણે એક વાતનો ખુલાસો કર્યો કે તેને દસ વર્ષ પહેલાં પોલિટિક્સમાં આવવાની ઓફર મળી ચૂકી છે.

5-10 વર્ષ પછી પણ રાજકારણમાં એન્ટ્રી સંભવ છે
સોનુએ બોલિવૂડ હંગામાને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે એક એક્ટર તરીકે હજુ મારે લાંબો સફર કરવાનો છે. તે સપના સાથે, જેને હું લઈને આવ્યો હતો, તે હજુ પૂરા નથી થયા. મને લાગે છે કે તેને પૂરા કરવા મારી પ્રાથમિકતા છે. રાજનીતિમાં જવાનો કોઈ ફિક્સ ટાઈમ નથી હોતો, કોઈ કાળ નિશ્ચિત નથી હોતો. 5 કે 10 વર્ષ પછી પણ તેને જોઈન કરી શકીએ છીએ. મને 10 વર્ષ પહેલાં ઓફર મળી હતી. હજુ પણ મળી રહી છે, પણ મને કોઈ રસ નથી.

જવાબદારી મળી તો મદદ નહીં કરી શકું- સોનુ
સોનુએ આગળ કહ્યું, હું વિચારું છું કે મારે એ જ વસ્તુ કરવી જોઈએ, જેમાં હું એક્સપર્ટ છું અને તેની સાથે ન્યાય કરી શકું છું. જો મને કોઈ જવાબદારી આપવામાં આવે છે તો હું ગામડા અને શહેરમાં લોકોની મદદ કરવા નહીં જઈ શકું. તે સૌથી જરૂરી છે. તો જ્યારે હું તેમનો એક હિસ્સો બની શકું છું, તેમની સાથે રહીને તેમની સેવા કરી શકું છું તો તેના વિશે વિચારીશ. હાલ એક એક્ટર તરીકે ઘણું બધું કરવાનું બાકી છે. ઘણું બધું અચીવ કરવાનું બાકી છે. બાકી વસ્તુઓ માટે સમય છે.

સોનુએ બિગ બીને આપી પોતાની બુક
હાલમાં જ સોનુ સૂદ KBCના સેટ પર પહોંચ્યો હતો. જ્યાં તેણે પોતાની બુક 'આઈ એમ નો મસીહા' અમિતાભને ગિફ્ટ કરી. સોશિયલ મીડિયા પર આ પળને શેર કરીને સોનુએ લખ્યું, નવા વર્ષની સુંદર શરૂઆત થઇ છે. હું અહીંયા દેશના સૌથી લોકપ્રિય વ્યક્તિ સાથે છું. અમિત જી, અમને મળો આજે રાત્રે 9 વાગ્યે, KBC પર જ્યાં મારી બુક 'આઈ એમ નો મસીહા'નું અનાવરણ થશે. આખી દુનિયાના બધા લોકોને સારી શરૂઆત. જે સારું લાગે તેને કરતા રહો.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


1 જાન્યુઆરીએ ટેલિકાસ્ટ થનારા KBCના એપિસોડમાં સોનુ સૂદની બુકનું અનાવરણ અમિતાભ બચ્ચન કરશે.

Source

જયકિસનની વિદાય પછી પણ શંકરે બંને નામ ચાલુ રાખ્યાં, પરંતુ….

www.gujaratsamachar.com |

શંકર જયકિસનની પહેલાં હુશ્નલાલ ભગતરામની જોડી હતી. ફિલ્મ સંગીતનો સુવર્ણ યુગ શંકર જયકિસનથી શરૂ થયો એમ માનીને વાત કરીએ. શંકર જયકિસન પછી સંગીતકારોની બીજી અડધો ડઝનથી વધુ જોડીઓ આવી. કલ્યાણજી આનંદજી, લક્ષ્મીકાંત પ્યારેલાલ, આનંદ મિલિન્દ, નદીમ શ્રવણ, અમર ઉત્પલ, જતીન-લલિત,  સાજિદ વાજિદ વગેરે. શંકર જયકિસનની જોડી ૧૯૭૧માં ખંડિત થઇ એ પછી પણ શંકર કામ કરતા રહ્યા. એક બે નહીં, પૂરી પંચાવન ફિલ્મો શંકરે કરી. એ દરેક ફિલ્મના સંગીતમાં શંકર જયકિસન નામનો ઉપયોગ કર્યો.

જયકિસનની હયાતીમાં પણ બંને વચ્ચે થોડા મતભેદ થયા ત્યારે પણ બે નામ સાથે આવતા રહ્યાં. રામાનંદ સાગરની આરઝૂમાં માત્ર એક ગીત (રાધર કવ્વાલી) શંકરે રચી હતી છતાં બંનેનાં નામ પરદા પર પ્રગટ થયાં હતાં. એટલે જયની વિદાય પછી શંકરે બંને નામ ચાલુ રાખ્યાં એ સ્વાભાવિક ગણાય.

હવે જરા ધ્યાનથી વાંચજો. શંકર જયકિસન પછી આવેલી જે જોડીઓ ખંડિત થઇ એ પૂરેપૂરી ખંડિત થઇ. એકની વિદાય પછી હયાત રહેલા સંગીતકારે એક પણ ફિલ્મ કરી નહીં. એ દ્રષ્ટિએ પણ શંકર રઘુવંશી બીજા સંગીતકારો કરતાં જુદા પડે છે. જયકિસનની વિદાય પછી ‘શંકરનો ધબડકો વળી ગયો’ એમ કહેવું એ શંકરની પ્રતિભાને ઓછી આંકવા જેવું અડધું સાચું વિધાન છે. આવું લખનારા લેખકો કેટલાક મુદ્દા ચાતરી ગયા અથવા અજાણતાંમાં વિસરી ગયા એમ માનવું પડે. એ મુદ્દા આ રહ્યા.

સૌથી મહત્ત્વનો મુદ્દો એ કે રાજેશ ખન્ના પછી મેલોડીનો સમય લગભગ પૂરો થયો. ૧૯૪૫-૪૬થી શરૂ થયેલો સંગીતના સુવર્ણયુગનો સૂર્યાસ્ત શરૂ થયો. એમાંય પ્રકાશ મહેરાની જંજિરથી અમિતાભ બચ્ચનના એંગ્રી યંગ મેન ‘વિજય’ નામનું વાવાઝોડું આવ્યું. આ વાવાઝોડું એવું હતું કે સુવર્ણયુગની મેલેાડી વિસરાતી ચાલી. એ સમયે ભલભલા સંગીતકારો સંગીતના સુવર્ણ યુગનું પુનરાગમન કરી શક્યા નહીં. દલીલ ખાતર એમ કહી શકાય કે અમિતાભ બચ્ચનની ફિલ્મોમાં પણ થોડાંક મધુર ગીતો મળ્યાં. પરંતુ એ અપવાદ ગણાય. બાકી મોટા ભાગના સંગીતકારો ફરી સુવર્ણયુગ સર્જી શક્યા નહીં તો એકલા શંકરનો શો વાંક ! 

શંકરને ન્યાય કરવા કહેવું જોઇએ કે એણે ભરપુર પરિશ્રમ કર્યો. પોતાની સંપૂર્ણ શક્તિ  ખર્ચી  પરંતુ સમય બદલાઇ ગયો હતો. મેલોડીના સ્થાને પગથી ઠેકો અપાય એવા રિધમ પ્રધાન સંગીતની સાથોસાથ ઢિશૂમ ઢિશૂમનો યુગ શરૂ થઇ ગયો. મેલોડી વિદાય લઇ રહી હોય એવા વિપરીત સમયમાં શંકર જયકિસનના માનીતા ફિલ્મ સર્જકો પણ શંકરને એકસો સાજિંદા આપવાની ના પાડે એમાં કોઇ નવાઇ ખરી ? જો કે શંકરે શારદાના કંઠનો દુરાગ્રહ પડતો મૂક્યો હોત તો કદાચ રાજ કપૂરે શંકરને પડતાં ન મૂક્યા હોત. અલબત્ત, ઇતિહાસમાં ‘જો’ અને ‘તો’ને સ્થાન હોતું નથી. બનવાકાળ બની ગયું.

અને છતાં, એટલું તો કહેવું પડે કે શંકર હિંમત હાર્યા નહોતા. એમણે પોતાની રીતે સરસ ગીતો આપવાનો સંનિષ્ઠ પ્રયાસ કર્યો હતો. એક સાવ નાનકડો દાખલો આપું. શંકર જયકિસને કુલ ચારથી પાંચ રાખી ગીતો આપ્યાં. છોટી બહનના ભૈયા મેરે રાખી કે બંધન કો નીભાના… જેવાં ચાર-પાંચ રાખી ગીતોમાં બે રાખી ગીતો શંકરનું સર્જન છે. ‘યે રાખી બંધન હૈ ઐસા, જૈસ ચંદા ઔર કિરન કા, જૈસે બદરી ઔર પવન કા…’ (ફિલ્મ બેઇમાન-૧૯૭૨)  અને ‘બહનાને ભાઇ કી કલાઇ સે, પ્યાર બાંધા હૈ, પ્યાર કે દો તાર સે, સંસાર બાંધા હૈ રેશમ કી ડોરી સે…’ (ફિલ્મ રેશમ કી ડોરી ૧૯૭૪) 

જયકિસનની વિદાય પછી આ રાખી ગીતો રચાયાં હતાં એ યાદ રહે એટલે કે એ શંકરનું સર્જન હતાં. પરંતુ, વાવાઝોડામાં જેમ નાનાં નાનાં વૃક્ષો જડમૂળથી ઊખડી જાય એમ શંકરનાં ગીતો પણ વિસરાતાં ગયાં. 

દરમિયાન, એવો સમય પણ આવ્યો જ્યારે માત્ર લતા, આશા અને કિશોર કુમાર ટકી રહ્યા હતા. મૂકેશ કે રફી રહ્યા નહોતા. નવા ગાયકોનો ફાલ આવી રહ્યો હતો. એવા ગાયકો કાં તો વોઇસ ઑફ મુહમ્મદ રફી કે વોઇસ ઑફ કિશોર કુમાર જેવા હતા. આટલી મર્યાદા ધ્યાનમાં રાખીને શંકર રઘુવંશીએ આપેલાં થોડાંક ગીતોની હવે પછી વાત કરવાની  ઇચ્છા છે.

Source

error:
Scroll to Top