પઝટવ

'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' ફૅમ ટીવી એક્ટ્રેસ દિવ્યા ભટનાગર કોરોના પોઝિટિવ, વેન્ટિલેટર સપોર્ટ પર

www.divyabhaskar.co.in |

'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' ફૅમ ટીવી એક્ટ્રેસ દિવ્યા ભટનાગરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એક્ટ્રેસની માતા તથા ભાઈને તેની તબિયત અંગેની માહિતી મળતા તેઓ દિલ્હીથી મુંબઈ આવી ગયા છે. દિવ્યાની માતાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેમની દીકરીની તબિયત નાજુક છે અને તેને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દિવ્યાએ ગુલાબોનો રોલ પ્લે કર્યો હતો.

26 નવેમ્બરે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી
દિવ્યાની તબિયત વધારે બગડતાં તેને 26 નવેમ્બરના રોજ મુંબઈની ખાનગી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી. દિવ્યાને ન્યૂમોનિયા થયો હતો. દિવ્યાની માતાએ કહ્યું હતું, 'છેલ્લાં છ દિવસથી દિવ્યાને તાવ આવતો હતો અને તેને વીકનેસ જેવું લાગતું હતું. હું તથા મારો દીકરો દિલ્હીથી મુંબઈ આવ્યા. ઘરમાં ઓક્સિમીટર પર દિવ્યાનું ઓક્સિજન લેવલ ચેક કર્યું તો તે 71 જેટલું હતું. ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. હોસ્પિટલમાં તરત જ તેને વેન્ટિલેટર પર મૂકવામાં આવી હતી. હવે તેનું ઓક્સિજન લેવલ 84 છે. જોકે, તેની તબિયત હજી પણ નાજુક છે. તેનો કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.'

દિવ્યાએ સોશિયલ મીડિયામાં પ્રાર્થના કરવાનું કહ્યું

દિવ્યાએ પોતાની તબિયત અંગે સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી. તેણે હોસ્પિટલના પલંગ પર હોય તે તસવીર શૅર કરીને કહ્યું હતું, 'હું ઝડપથી સાજી થાઉં તે માટે પ્રાર્થના કરજો.' તસવીરમાં દિવ્યાએ ઓક્સિજન માસ્ક પહેર્યો છે અને તેના ચહેરા પર હાસ્ય છે.

પતિ બીમાર હાલતમાં તરછોડીને જતો રહ્યો
દિવ્યાએ પરિવારની મરજી વિરુદ્ધ ગયા વર્ષે ડિસેમ્બરમાં ગગન સાથે લગ્ન કર્યાં હતાં. ગગન પણ એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં જ કામ કરે છે. તે રિયાલિટી શો સાથે જોડાયેલો છે. દિવ્યા છેલ્લાં કેટલાંક દિવસથી બીમાર હતી અને આવી હાલતમાં ગગન ઘર છોડીને જતો રહ્યો હતો. દિવ્યાની માતાએ દાવો કર્યો હતો, 'ગગન એક ફ્રોડ વ્યક્તિ છે. તેણે દિવ્યાને આવી હાલતમાં તરછોડી દીધી અને પછી તેણે એકવાર પણ ફોન કરીને તેના હાલચાલ પૂછ્યાં નથી. લગ્ન પહેલાં દિવ્યા મીરા રોડ સ્થિત આવેલા મોટા ઘરમાં રહેતી હતી. જોકે, લગ્ન બાદ તે ઓશિવારામાં રહેવા આવી ગઈ હતી. અહીંયાનું ઘર બહુ જ નાનું છે.'

દિવ્યા હાલમાં આ સિરિયલમાં કામ કરતી હતી
દિવ્યા હાલમાં 'તેરા યાર હૂ મેં'માં કામ કરતી હતી. દિવ્યાની માતા સિરિયલના પ્રોડક્શન હાઉસ શશિ-સુમિતના સતત સંપર્કમાં છે. તેઓ દિવ્યાની સારવાર માટે આર્થિક મદદ કરી રહ્યાં છે. દિવ્યા 'ઉડાન', 'જીત ગઈ તો પિયા મોરે', 'વિશ', 'સિલસિલા પ્યાર કા' જેવી સિરિયલમાં કામ કર્યું છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


‘Yeh Rishta Kya Kahelata Hai’ fame TV actress Divya Bhatnagar corona positive, ventilator support

Source

ચાર દિવસ સુધી હર્ષવર્ધન રાણે ઓક્સિજન સપોર્ટ પર હતો, કોરોના પોઝિટિવ થતાં ICUમાં એડમિટ કરવામાં આવ્યો હતો

www.divyabhaskar.co.in |

'સનમ તેરી કસમ' ફૅમ હર્ષવર્ધન રાણે થોડાં દિવસ પહેલા કોરોના પોઝિટિવ હોવાની વાત સામે આવી હતી. એક્ટરને છેલ્લાં કેટલાંક દિવસોથી તાવ તથા માથામાં દુખાવો હતો. જ્યારે તેણે પહેલી વાર તપાસ કરાવી તો તેને વાઈરલ ફીવર હોવાની વાત કરવામાં આવી હતી. જોકે, પછી તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કોવિડ 19નો રિપોર્ટ આવ્યા બાદ તે ઘરમાં જ આઈસોલેટ થયો હતો. જોકે, બે દિવસ સુધી હર્ષવર્ધનની તબિયતમાં કોઈ સુધારો થયો નહોતો. હર્ષવર્ધન બીજીવાર હોસ્પિટલમાં ગયો તો તેને ઓક્સિજન સપોર્ટ સાથે ICUમાં એડમિટ કરવામાં આવ્યો હતો.

હર્ષવર્ધન રાણેની ફિલ્મ 'તૈશ' 29 ઓક્ટોબરના રોઝ ઝી5 પર રિલીઝ થવાની છે. આ ફિલ્મનું પ્રમોશન શરૂ થાય તે પહેલા જ હર્ષવર્ધન કોરોના પોઝિટિવ થયો છે. હવે તે ફિલ્મના પ્રમોશનમાં સામેલ થશે નહીં. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં હર્ષવર્ધને કહ્યું હતું, 'હું ઓક્સિજન સપોર્ટ પર હતો. મને બહુ જ ખરાબ લાગ્યું કે હું ફિલ્મને પ્રમોટ કરી શકીશ નહીં. મને હજી પણ નબળાઈ લાગે છે. સૌ પહેલા મને માથાનો દુખાવો તથા તાવ આવતો હતો. ચાર દિવસ બાદ પણ મારી તબિયતમાં કોઈ ફેર ના પડ્યો ત્યારે હોસ્પિટલ ગયો હતો. ડૉક્ટર્સે વાઈરલ ફીવર હોવાની વાત કહી હતી. જોકે, મેં કોવિડ 19નો ટેસ્ટ કરાવ્યો હતો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.'

વધુમાં હર્ષવર્ધને કહ્યું હતું, 'રિપોર્ટ પોઝિટિવ આવ્યના બે દિવસ બાદ પણ તાવ તથા માથામાં દુખાવો હતો. હું બીજીવાર હોસ્પિટલ ગયો. તેમણે તરત જ મને ICUમાં એડમિટ કર્યો હતો. આઠ દિવસ બાદ તાવ તથા માથાનો દુખાવો ઓછો થયો હતો.'

View this post on Instagram

#PALI from #TAISH on 29th October on @zee5premium🔥

A post shared by Harshvardhan Rane (@harshvardhanrane) on Oct 23, 2020 at 10:30pm PDT

હર્ષવર્ધનની અપકમિંગ ફિલ્મ 'તૈશ'ને બિજોય નામ્બિયારે ડિરેક્ટ કરી છે. હર્ષવર્ધને કહ્યું હતું, 'બિજોય રોજ 2થી ત્રણ વાર ફોન કરીને મારી તબિયત પૂછે છે. આ ફિલ્મના પાત્રની તૈયારી માટે મેં મારી જાતને બે અઠવાડિયે રૂમમાં બંધ કરી દીધી હતી. જોકે, જ્યારે ટ્રેલર લૉન્ચ થયું ત્યારે પણ હું આઈસોલેશનમાં હતો. જોકે, તે વખતે કારણ અલગ હતું.' આ ફિલ્મમાં હર્ષવર્ધન રાણેની સાથે સંજીદા શેખ, કૃતિ ખરબંદા તથા જિમ સરભ છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Harshvardhan Rane was on oxygen support for four days, was admitted to ICU after corona tested positive.

Source

હ્રિતિક રોશનની માતા પિંકી રોશન કોરોના પોઝિટિવ, 67મા જન્મદિવસ પર સમાચાર સામે આવ્યા, 15 દિવસથી ખંડાલામાં ક્વોરન્ટીન છે

www.divyabhaskar.co.in |

હ્રિતિક રોશનની માતા પિંકી રોશન કોરોના પોઝિટિવ આવ્યા છે. આ સમાચાર ગુરુવારે તેમના 67મા જન્મદિવસ પર સામે આવ્યા છે. જોકે તેમને કોઈ લક્ષણ નથી. પિંકીના જણાવ્યા અનુસાર તે હાલ રાકેશ રોશન સાથે ખંડાલામાં છે. ત્યાંથી તે અને તેનો આખો સ્ટાફ દર 20 દિવસે કોરોના ટેસ્ટ કરાવે છે. પિંકીનો લાસ્ટ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.

શુક્રવારે વધુ એક ટેસ્ટ થશે
પિંકી ગુરુવારે 67 વર્ષના થઇ ગયા છે. આ વચ્ચે તેમના બાળકોએ તેમના ઘર બહાર એક સરપ્રાઈઝ ગિફ્ટ પણ આપી. તેનો ઉલ્લેખ તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને કર્યો. પિંકીનો શુક્રવારે હજુ એક ટેસ્ટ થશે અને તેમને આશા છે કે તે નેગેટિવ આવશે. આ આખા આઇસોલેશન દરમ્યાન પિંકી સાથે તેમની માતા, સુનયના અને પૌત્રી સુનારિકા પણ હતા.

સુશાંતને લઈને મોટી વાત લખી હતી
આ બધા સમાચાર પહેલાં પિંકીએ સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના 4 મહિના પછી તેના ફોટો સાથે એક પોસ્ટ શેર કરી હતી. તેમણે લખ્યું હતું કે, દરેક સત્ય જાણવા ઈચ્છે છે. પરંતુ ઈમાનદાર કોઈ નથી. આ સાથે તેમણે લખ્યું હતું કે પ્રાર્થના શક્તિશાળી હોય છે, યુનિવર્સ પણ શક્તિશાળી છે.

View this post on Instagram

#prayersarepowerful #universeispowerful🌍

A post shared by Pinkie Roshan (@pinkieroshan) on Oct 21, 2020 at 7:25am PDT

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Hrithik Roshan’s Mother Pinkie Roshan Tested Corona Positive And News Revealed On Her 67th Birthday

Source

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપર સ્ટાર એવા નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

gujarati.oneindia.com |
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપર સ્ટાર એવા નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

Source

'ભાભીજી ઘર પર હૈ'ના અંગુરી ભાભી ઉર્ફ શુભાંગી અત્રેના હેરડ્રેસર કોરોના પોઝિટિવ, આ પહેલાં શોના પ્રોડ્યુસર સંજય કોહલી પણ પોઝિટિવ હતા

www.divyabhaskar.co.in |

ટેલિવિઝન શોનું શૂટિંગ શરૂ થયા બાદ અત્યારસુધી ઘણા શોના સેટ પર કોરોના કેસ આવ્યા છે. સાથે જ ઘણા એક્ટર્સ પણ આ મહામારીની ઝપેટમાં આવી ગયા છે. આ વચ્ચે હવે પોપ્યુલર કોમેડી ડ્રામા શો 'ભાભીજી ઘર પર હૈ'ના સેટ પર ત્રીજી વખત કોરોના પોઝિટિવ વ્યક્તિ આવવાથી દરેક વ્યક્તિ ચિંતિત છે.

'ભાભીજી ઘર પર હૈ'શોમાં અંગુરી ભાભીનો રોલ નિભાવનારી શુભાંગી અત્રેના હેરડ્રેસર રવિવારે કોરોના પોઝિટિવ આવ્યા છે. સેટ પર ત્રીજી વાર સંક્રમિત વ્યક્તિ મળ્યા બાદ ફરી શૂટિંગમાં અવરોધ આવ્યો છે. હવે નવો હેરડ્રેસર મળે અથવા જૂનો સ્વસ્થ થાય ત્યાં સુધી શુભાંગી ખુદ જ તેનો મેકઅપ અને હેરસ્ટાઇલ કરશે. શુભાંગી પહેલાં જૂની અનિતા ભાભી સૌમ્યા ટંડનના હેરસ્ટાઇલિસ્ટ કોરોના પોઝિટિવ આવ્યા હતા. ત્યારબાદ શૂટિંગ થોડા દિવસ માટે અટકાવી દેવામાં આવ્યું હતું જોકે આ વખતે શૂટિંગ અટકાવવામાં આવ્યું નથી.

View this post on Instagram

🦋 #momentsofmine

A post shared by Shubhangi.A🦋 (@shubhangiaofficial) on Oct 1, 2020 at 4:55am PDT

ગયા મહિને શોના પ્રોડ્યુસર સંજય કોહલી કોરોના પોઝિટિવ આવ્યા હતા. તેમને કોઈ લક્ષણ ન હતા. શુભાંગીએ આ બાબતે ઈ ટાઈમ્સને કહ્યું કે, 'મને લાગે છે કે લક્ષણ વગરના એવા લોકો પણ છે જે પેરાસિટામોલ ખાઈને અને ઉધરસની સિરપ પીને ઠીક થઇ રહ્યા છે. તેમને ખબર નથી પડી રહી કે તેઓ ખતરનાક વાઇરસ લઈને ફરી રહ્યા છે. આ એક ઘણી વિચિત્ર સ્થિતિ છે.'

લોકડાઉન પછી શૂટિંગ ફરી શરૂ થતા સૌમ્યા ખુશ ન હતી. શૂટિંગ શરૂ થયા બાદ થોડા જ દિવસમાં તેનો હેરડ્રેસર કોરોના પોઝિટિવ આવ્યો અને તેને લીધે એક્ટ્રેસ ઘણી ડરી ગઈ હતી. ઘણા દિવસો સુધી ક્વોરન્ટીન રહ્યા બાદ એક્ટ્રેસ સેટ પર પરત ફરી અને તેના થોડા દિવસ પછી શોને હંમેશાં માટે અલવિદા કહી દીધું. અમુક લોકોનું માનવું છે કે સૌમ્યાએ કોરોનાના ડરને કારણે શો છોડ્યો જ્યારે એક્ટ્રેસે જણાવ્યું હતું કે હવે તે તેના એક્ટિંગ કરિયરમાં કંઈક નવું કરવા ઈચ્છે છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Bhabiji Ghar Par Hain’s Angoori Bhabhi Aka Shubhangi Atre’s Hairdresser Tested Corona Positive, Before Producer Sanjay Kohli Was Also Positive

Source

કોરોના પોઝિટિવ 85 વર્ષીય એક્ટર સૌમિત્ર ચેટર્જી હજી પણ ICUમાં, ડૉક્ટર્સે કહ્યું- તેમને તાવ નથી પરંતુ તેઓ હાઈ રિસ્ક ઝોનમાં છે

www.divyabhaskar.co.in |

85 વર્ષીય દિગ્ગજ બંગાળી ફિલ્મ એક્ટર સૌમિત્ર ચેટર્જી કોલકાતાની હોસ્પિટલના ICUમાં દાખલ છે. તેમની તબિયત ગંભીર છે. ડૉક્ટર્સના મતે 85 વર્ષીય સૌમિત્ર હાલમાં અર્ધ-બેહોશીની હાલતમાં છે. જોકે, તેમનું ઓક્સિજન લેવલ નોર્મલ છે. તેમને 6 ઓક્ટોબરના રોજ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા અને ત્યારે તેમનું ઓક્સિજન લેવલ ઘણું જ ઓછું હતું. તેમનો કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.

હાલમાં હાઈ રિસ્ક ઝોનમાં
ન્યૂઝ એજન્સી PTI સાથેની વાતચીતમાં ડૉક્ટરે કહ્યું હતું, 'સૌમિત્રનું સોડિયમ લેવલ યોગ્ય છે પરંતુ પોટેશિયમ લેવલ ઓછું છું. પોટેશિયમ લેવલને સુધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેઓ અર્ધ બેહોશી હાલતમાં છે. ઓક્સિજન લેવલ નોર્મલમ છે. તેમને તાવ નથી પરંતુ તેઓ હજી પણ હાઈ રિસ્ક ઝોનમાં છે.'

બેચેની થતા ICUમાં શિફ્ટમાં કરવામાં આવ્યા
શુક્રવાર, 9 ઓક્ટોબરના રોજ સૌમિત્રને બેચેની જેવું લાગતા ડૉક્ટર્સે ICUમાં શિફ્ટ કર્યા હતા. આ પહેલા તેમની દીકરી પૌલોમીએ કહ્યું હતું કે ડૉક્ટર્સ તેના પિતાનું ધ્યાન રાખી રહી છે. તેમનું બ્લડ પ્રેશર નોર્મલ છે અને ઓક્સિજનની જરૂર નથી.

સત્યજીત રે અને સૌમિત્ર ચેટર્જીની જુગલ જોડી
બંગાળના ખૂબ જાણીતા એક્ટર સૌમિત્ર ચેટર્જી ખાસ ફિલ્મમેકર સત્યજીત રે સાથેના તેમના કામને કારણે વધુ જાણીતા છે. સત્યજીત રે અને સૌમિત્ર ચેટર્જીએ 14 ફિલ્મમાં સાથે કામ કર્યું છે. તેમણે 1959માં ડેબ્યૂ પણ સત્યજીત રેની ફિલ્મ 'અપૂર સંસાર'થી કર્યું હતું. આ ઉપરાંત તેઓ ઓસ્કર વિજેતા સત્યજીત રે દ્વારા તૈયાર કરવામાં આવેલા ડિટેક્ટિવ કેરેક્ટર ફેલુદાને પ્લે કરનારા પહેલા એક્ટર હતા. તેમણે 100 ફિલ્મમાં કામ કર્યું છે અને તેમાંથી બે હિંદી ફિલ્મ 'નિરૂપમા' તથા 'હિન્દુસ્તાની સિપાહી' છે. હિંદીમાં તેમણે 'સ્ત્રી કા પત્ર' નામની ફિલ્મ ડિરેક્ટ કરી હતી. છેલ્લે તેઓ મોટા પડદે 2019માં આવેલી બંગાળી ફિલ્મ 'સાંજબાતી'માં દેખાયા હતા.

આ મોટા સન્માન મળ્યા

  • 2012માં એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીનું સૌથી મોટું સન્માન દાદા સાહેબ ફાળકે અવોર્ડ મળ્યો
  • ત્રણવાર નેશનલ ફિલ્મ અવોર્ડ મળ્યો
  • 2004માં ભારત સરકારે પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા હતા

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


સૌમિત્ર ચેટર્જીએ અંદાજે 100 ફિલ્મમાં કામ કર્યું છે

Source

દીપિકાની પૂછપરછ કરનાર કેપીએસ મલ્હોત્રા કોરોના પોઝિટિવ, NCBએ જાણીતા પ્રોડક્શન હાઉસના કર્મચારીની અટકાયત કરી

www.divyabhaskar.co.in |

સુશાંત સિંહ રાજપૂત ડેથ કેસમાં ડ્રગ્સ એંગલની તપાસ કરનાર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ના ડેપ્યુટી ડિરેક્ટર કેપીએસ મલ્હોત્રાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સૂત્રોના મતે તેઓ મુંબઈથી દિલ્હી જતા રહ્યા છે. તેમણે 26 સપ્ટેમ્બરના રોજ દીપિકા પાદુકોણની પૂછપરછ કરી હતી.

જાણીતા પ્રોડક્શન હાઉસનો કર્મચારી NCBની અટકાયતમાં
આ દરમિયાન NCBએ જાણીતા પ્રોડક્શન હાઉસના કર્મચારીની અટકાયત કરી હતી. આ કર્મચારી પાસેથી 70 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું હતું. જોકે, હજી સુધી પ્રોડક્શન હાઉસનું નામ તથા કર્મચારીના નામનો ખુલાસો થયો નથી.

ડ્રગ્સ કેસમાં 20થી વધુ લોકોની ધરપકડ
NCBની ટીમે ડ્રગ્સ કેસમાં દીપિકા ઉપરાંત સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ, શ્રદ્ધા કપૂર તથા પ્રોડ્યૂસર મધુ મન્ટેનાની પૂછપરછ કરી હતી. માનવામાં આવે છે કે અનેક જાણીતા એક્ટર્સ તથા ડિરેક્ટર્સ સહિત 50 લોકો NCBના રડાર પર છે. અત્યાર સુધી આ કેસમાં 20થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. રિયા, તેનો ભાઈ શોવિક, સુશાંતનો હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડા, હાઉસ કીપર દિપેશ સાવંતની સાથે ધર્મા પ્રોડક્શનનો પૂર્વ કર્મચારી ક્ષિતિજ રવિ પ્રસાદની પણ ધરપકડ કરવામાં આવી છે.

ક્ષિતિજે NCB પર ગંભીર આક્ષેપો મુક્યા
ક્ષિતિજને 3 ઓક્ટોબર, શનિવારના રોજ સ્પેશિયલ NDPS કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. આ સુનાવણી દરમિયાન ક્ષિતિજના વકીલ સતીશ માનશિંદેએ આક્ષેપ મુક્યો હતો કે NCBએ તેમના ક્લાયન્ટને ટોર્ચર કરીને તેના પર કરન જોહર, અર્જુન રામપાલ અને રણબીર કપૂરનું નામ ડ્રગ્સ કેસમાં લેવા દબાણ કર્યું હતું. વકીલે એવો પણ દાવો કર્યો હતો કે કે ક્ષિતિજ અંગત રીતે આ કોઈને પણ ઓળખતો નથી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


રિપોર્ટ પ્રમાણે, અત્યાર સુધી NCBના 25 અધિકારીઓ કોવિડ 19નો ભોગ બન્યા છે

Source

error:
Scroll to Top