પછ

એક રોડ એક્સિડેન્ટ પછી કોમામાં ગયા બાદ'આશિકી ગર્લ'ની યાદશક્તિ જતી રહી હતી, હવે ઝૂંપડીમાં જઈને યોગ શીખવે છે

www.divyabhaskar.co.in |

બોલિવૂડ એક્ટ્રેસ અનુ અગ્રવાલ 52 વર્ષના થઇ ગયા છે. તેમનો જન્મ 11 જાન્યુઆરી, 1969ના રોજ નવી દિલ્હીમાં થયો હતો. અનુને 1990માં આવેલી ફિલ્મ 'આશિકી'એ રાતોરાત સ્ટાર બનાવી દીધી હતી. આ ફિલ્મ પછી તે ઘણી બીજી ફિલ્મોમાં દેખાયા પણ 'આશિકી' જેવી પોપ્યુલારિટી ન મળી. હવે ગ્લેમર વર્લ્ડથી દૂર અનુ ઝૂંપડીઓમાં જઈને ગરીબ બાળકોને ફ્રીમાં યોગ શીખવે છે.

21 વર્ષની ઉંમરે બ્રેક મળ્યો
અનુ અગ્રવાલે દિલ્હી યુનિવર્સિટીથી સમાજશાસ્ત્ર સ્ટડી કર્યું. સ્ટડી દરમ્યાન જ અનુને મહેશ ભટ્ટે પોતાની ફિલ્મ 'આશિકી'માં પહેલો બ્રેક આપ્યો હતો. માત્ર 21 વર્ષની ઉંમરે એક્ટિંગ વર્લ્ડમાં એન્ટ્રી લેનારા અનુએ આ ફિલ્મથી ઓડિયન્સના ખૂબ વખાણ મેળવ્યા અને રાતોરાત સ્ટાર બની ગયા.

ત્યારબાદ તે 'ગજબ તમાશા', 'ખલનાયિકા', 'કિંગ અંકલ', 'કન્યાદાન', 'બીપીએલ ઓયે' અને 'રિટર્ન ટુ જ્વેલ થીફ' જેવી ફિલ્મોમાં દેખાયા હતા પણ કોઈપણ ફિલ્મ ખાસ કમાલ કરી શકી નહીં. અનુએ તમિળ ફિલ્મ 'થિરૂદા – થિરૂદા' અને શોર્ટ ફિલ્મ 'ધ ક્લાઉડ ડોર'માં પણ કામ કર્યું છે. સાથે જ તે થોડા દિવસ MTV વીજે પણ રહ્યા હતા.

29 દિવસ કોમામાં રહ્યા હતા અનુ
1996 પછી ફિલ્મી દુનિયાથી ગાયબ થઇ ગયેલા અનુએ યોગ અને અધ્યાત્મ તરફ પ્રયાણ કર્યું હતું. આ વચ્ચે 1999માં થયેલા એક રોડ એક્સિડેન્ટમાં અનુની લાઈફ બદલી ગઈ. આ ઘટનામાં તેમની યાદશક્તિ જતી રહી હતી અને તે પેરેલાઈઝ્ડ પણ થઇ ગયા હતા.

લગભગ 29 દિવસ સુધી કોમામાં રહ્યા બાદ અનુ ભાનમાં આવ્યા તો ખુદને સંપૂર્ણપણે ભૂલી ગયા હતા. આ તેમના માટે પુર્નજન્મ જ હતો કે લગભગ 3 વર્ષ સુધી ચાલેલી લાંબી ટ્રીટમેન્ટ પછી તેમની યાદશક્તિ પરત આવી. અનુએ પોતાની સ્ટોરીને આત્મકથા સ્વરૂપે 'અનયુઝઅલ: મેમોઇર ઓફ અ ગર્લ વ્હુ કેમ બેક ફ્રોમ ડેડ'માં રજૂ કરી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


‘Aashiqui Girl’ Anu Aggarwal Life Takes A Twist After Road Accident, Know What Happened To Her

Source

રીના રોયનું શત્રુધ્ન સિંહા સાથે 7 વર્ષ સુધી અફેર ચાલ્યું હતું, બ્રેકઅપ પછી પાકિસ્તાની ક્રિકેટર સાથે લગ્ન કર્યાં હતાં

www.divyabhaskar.co.in |

બોલિવૂડ એક્ટ્રેસ રીના રોય 64 વર્ષના થયા છે. તેમનો જન્મ સાત જાન્યુઆરી, 1957માં મુંબઈમાં થયો હતો. રીનાનું સાચું નામ સાયરા અલી હતું. 1972થી 1985 સુધી તેઓ બોલિવૂડમાં એક્ટિવ રહ્યાં હતાં.

રીનાએ ફિલ્મી કરિયરમાં 'જાની દુશ્મન', 'નાગિન', 'કાલીચરણ', 'વિશ્વનાથ', 'આશા' સહિત ઘણી ફિલ્મમાં કામ કર્યું છે. રીનાની પ્રોફેશનલ લાઈફને બદલે અંગત જીવનની ચર્ચા વધુ થતી હતી. બોલિવૂડમાં જે સમયે રીના કરિયરની ટોચ પર હતાં તે જ સમયે તેમનું અફેર શત્રુધ્ન સિંહા સાથે ચાલતું હતું.

શત્રુધ્નની પત્નીને અફેર અંગે ખબર હતી
9 જુલાઈ, 1980ના રોજ શત્રુધ્ન સિંહાએ પૂનમ સાથે લગ્ન કર્યાં હતાં. આ સમયે શત્રુધ્નનું નામ રીના રોય સાથે ચર્ચાતુ હતું. એક ઈન્ટરવ્યૂમાં શત્રુધ્ને કહ્યું હતું કે રીના સાથે તેમના સંબંધો સાત વર્ષ સુધી રહ્યાં હતાં. બંનેએ આ સમયે ઘણી ફિલ્મમાં કામ કર્યું હતું અને તેમની જોડી ચાહકોને ઘણી જ પસંદ હતી.

અન્ય એક ઈન્ટરવ્યૂમાં શત્રુધ્ન સિંહાની પત્ની પૂનમે એવો ઘટસ્ફોટ કર્યો હતો કે તેને પતિ તથા રીના વચ્ચેના અફેર અંગેની બધી જ ખબર હતી. જ્યારે તેને અફેર અંગે ખબર પડી ત્યારે તે બંનેના જીવનથી દૂર થઈ ગયા હતા. જોકે, શત્રુધ્ન એવી યુવતી સાથે લગ્ન કરવા નહોતા માગતા, જેના પર તે વિશ્વાસ ના કરતા હોય. તેને ખ્યાલ હતો કે લગ્ન બાદ પણ બંને વચ્ચે અફેર રહ્યું હતું.

ન્યૂઝપેપર તથા મેગેઝિનમાં શત્રુધ્ન તથા રીનાના અફેર અંગેના સમાચારો છપાય ત્યારે પૂનમને ઘણું જ દુઃખ થતું હતું. શત્રુધ્ન સામે એ મુશ્કેલી હતી કે તે પ્રેમ કે લગ્નમાંથી કોની પસંદગી કરે. શત્રુધ્ન તથા પૂનમના પરિવારે એક્ટરને સમજાવ્યો હતો અને પછી શત્રુધ્ને રીનાનો સાથ છોડ્યો હતો.

એક ઈન્ટરવ્યૂમાં શત્રુધ્ને કહ્યું હતું, 'રીના સાથે મારો અંગત સંબંધ રહ્યો હતો. લોકો કહે છે કે લગ્ન બાદ રીના પ્રત્યેની મારી ફીલિંગ બદલાઈ ગઈ હતી. જોકે, મારા મતે તો તે વધી ગઈ હતી. હું નસીબદાર છું કે તેમણે તેમના જીવનના સાત વર્ષ મને આપ્યા હતા.' ઉલ્લેખનીય છે કે પૂનમ તથા શત્રુને બે દીકરાઓ લવ-કુશ તથા દીકરી સોનાક્ષી છે.

સોનાક્ષીની તુલના રીના રોય સાથે કરવામાં આવતી હતી
સોનાક્ષીએ ફિલ્મ 'દબંગ'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. આ સમયે એવી ચર્ચા થતી હતી કે સોનાક્ષીનો ચહેરો શત્રુધ્ન સિંહાની પૂર્વ પ્રેમિકા રીના રોય સાથે મળતો આવે છે.

સોનાક્ષીનો ચહેરો પોતાના ચહેરા સાથે મળતો આવતો હોવાની ચર્ચાથી રીના રોયે એક પ્રેસ કોન્ફરન્સમાં આ વાતોને પાયાવિહોણી ગણાવી હતી અને કહ્યું હતું કે સોનાક્ષીનો ચહેરો તેની માતા પૂનમ સાથે મળતો આવે છે. રીના રોયે પાકિસ્તાની ક્રિકેટર મોહસિન ખાન સાથે લગ્ન કર્યાં હતાં. આ લગ્નથી દીકરી સનમ જન્મી હતી. જોકે, રીના રોયે મોહસિન ખાનને ડિવોર્સ આપી દીધા હતા.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


bollywood actress reena roy 64th birthday on 7th January, know interesting facts of her life

Source

જયકિસનની વિદાય પછી પણ શંકરે બંને નામ ચાલુ રાખ્યાં, પરંતુ….

www.gujaratsamachar.com |

શંકર જયકિસનની પહેલાં હુશ્નલાલ ભગતરામની જોડી હતી. ફિલ્મ સંગીતનો સુવર્ણ યુગ શંકર જયકિસનથી શરૂ થયો એમ માનીને વાત કરીએ. શંકર જયકિસન પછી સંગીતકારોની બીજી અડધો ડઝનથી વધુ જોડીઓ આવી. કલ્યાણજી આનંદજી, લક્ષ્મીકાંત પ્યારેલાલ, આનંદ મિલિન્દ, નદીમ શ્રવણ, અમર ઉત્પલ, જતીન-લલિત,  સાજિદ વાજિદ વગેરે. શંકર જયકિસનની જોડી ૧૯૭૧માં ખંડિત થઇ એ પછી પણ શંકર કામ કરતા રહ્યા. એક બે નહીં, પૂરી પંચાવન ફિલ્મો શંકરે કરી. એ દરેક ફિલ્મના સંગીતમાં શંકર જયકિસન નામનો ઉપયોગ કર્યો.

જયકિસનની હયાતીમાં પણ બંને વચ્ચે થોડા મતભેદ થયા ત્યારે પણ બે નામ સાથે આવતા રહ્યાં. રામાનંદ સાગરની આરઝૂમાં માત્ર એક ગીત (રાધર કવ્વાલી) શંકરે રચી હતી છતાં બંનેનાં નામ પરદા પર પ્રગટ થયાં હતાં. એટલે જયની વિદાય પછી શંકરે બંને નામ ચાલુ રાખ્યાં એ સ્વાભાવિક ગણાય.

હવે જરા ધ્યાનથી વાંચજો. શંકર જયકિસન પછી આવેલી જે જોડીઓ ખંડિત થઇ એ પૂરેપૂરી ખંડિત થઇ. એકની વિદાય પછી હયાત રહેલા સંગીતકારે એક પણ ફિલ્મ કરી નહીં. એ દ્રષ્ટિએ પણ શંકર રઘુવંશી બીજા સંગીતકારો કરતાં જુદા પડે છે. જયકિસનની વિદાય પછી ‘શંકરનો ધબડકો વળી ગયો’ એમ કહેવું એ શંકરની પ્રતિભાને ઓછી આંકવા જેવું અડધું સાચું વિધાન છે. આવું લખનારા લેખકો કેટલાક મુદ્દા ચાતરી ગયા અથવા અજાણતાંમાં વિસરી ગયા એમ માનવું પડે. એ મુદ્દા આ રહ્યા.

સૌથી મહત્ત્વનો મુદ્દો એ કે રાજેશ ખન્ના પછી મેલોડીનો સમય લગભગ પૂરો થયો. ૧૯૪૫-૪૬થી શરૂ થયેલો સંગીતના સુવર્ણયુગનો સૂર્યાસ્ત શરૂ થયો. એમાંય પ્રકાશ મહેરાની જંજિરથી અમિતાભ બચ્ચનના એંગ્રી યંગ મેન ‘વિજય’ નામનું વાવાઝોડું આવ્યું. આ વાવાઝોડું એવું હતું કે સુવર્ણયુગની મેલેાડી વિસરાતી ચાલી. એ સમયે ભલભલા સંગીતકારો સંગીતના સુવર્ણ યુગનું પુનરાગમન કરી શક્યા નહીં. દલીલ ખાતર એમ કહી શકાય કે અમિતાભ બચ્ચનની ફિલ્મોમાં પણ થોડાંક મધુર ગીતો મળ્યાં. પરંતુ એ અપવાદ ગણાય. બાકી મોટા ભાગના સંગીતકારો ફરી સુવર્ણયુગ સર્જી શક્યા નહીં તો એકલા શંકરનો શો વાંક ! 

શંકરને ન્યાય કરવા કહેવું જોઇએ કે એણે ભરપુર પરિશ્રમ કર્યો. પોતાની સંપૂર્ણ શક્તિ  ખર્ચી  પરંતુ સમય બદલાઇ ગયો હતો. મેલોડીના સ્થાને પગથી ઠેકો અપાય એવા રિધમ પ્રધાન સંગીતની સાથોસાથ ઢિશૂમ ઢિશૂમનો યુગ શરૂ થઇ ગયો. મેલોડી વિદાય લઇ રહી હોય એવા વિપરીત સમયમાં શંકર જયકિસનના માનીતા ફિલ્મ સર્જકો પણ શંકરને એકસો સાજિંદા આપવાની ના પાડે એમાં કોઇ નવાઇ ખરી ? જો કે શંકરે શારદાના કંઠનો દુરાગ્રહ પડતો મૂક્યો હોત તો કદાચ રાજ કપૂરે શંકરને પડતાં ન મૂક્યા હોત. અલબત્ત, ઇતિહાસમાં ‘જો’ અને ‘તો’ને સ્થાન હોતું નથી. બનવાકાળ બની ગયું.

અને છતાં, એટલું તો કહેવું પડે કે શંકર હિંમત હાર્યા નહોતા. એમણે પોતાની રીતે સરસ ગીતો આપવાનો સંનિષ્ઠ પ્રયાસ કર્યો હતો. એક સાવ નાનકડો દાખલો આપું. શંકર જયકિસને કુલ ચારથી પાંચ રાખી ગીતો આપ્યાં. છોટી બહનના ભૈયા મેરે રાખી કે બંધન કો નીભાના… જેવાં ચાર-પાંચ રાખી ગીતોમાં બે રાખી ગીતો શંકરનું સર્જન છે. ‘યે રાખી બંધન હૈ ઐસા, જૈસ ચંદા ઔર કિરન કા, જૈસે બદરી ઔર પવન કા…’ (ફિલ્મ બેઇમાન-૧૯૭૨)  અને ‘બહનાને ભાઇ કી કલાઇ સે, પ્યાર બાંધા હૈ, પ્યાર કે દો તાર સે, સંસાર બાંધા હૈ રેશમ કી ડોરી સે…’ (ફિલ્મ રેશમ કી ડોરી ૧૯૭૪) 

જયકિસનની વિદાય પછી આ રાખી ગીતો રચાયાં હતાં એ યાદ રહે એટલે કે એ શંકરનું સર્જન હતાં. પરંતુ, વાવાઝોડામાં જેમ નાનાં નાનાં વૃક્ષો જડમૂળથી ઊખડી જાય એમ શંકરનાં ગીતો પણ વિસરાતાં ગયાં. 

દરમિયાન, એવો સમય પણ આવ્યો જ્યારે માત્ર લતા, આશા અને કિશોર કુમાર ટકી રહ્યા હતા. મૂકેશ કે રફી રહ્યા નહોતા. નવા ગાયકોનો ફાલ આવી રહ્યો હતો. એવા ગાયકો કાં તો વોઇસ ઑફ મુહમ્મદ રફી કે વોઇસ ઑફ કિશોર કુમાર જેવા હતા. આટલી મર્યાદા ધ્યાનમાં રાખીને શંકર રઘુવંશીએ આપેલાં થોડાંક ગીતોની હવે પછી વાત કરવાની  ઇચ્છા છે.

Source

ગૌહર ખાન લગ્નનાં બે દિવસ પછી લખનઉ શૂટિંગ માટે રવાના, એરપોર્ટ પર પતિ મૂકવા આવ્યો પરંતુ ફ્લાઈટમાં એક્સ બોયફ્રેન્ડ મળ્યો

www.divyabhaskar.co.in |

25 ડિસેમ્બરે જૈદ દરબાર સાથે લગ્ન કર્યા પછી ગૌહર ખાન રવિવારે એરપોર્ટ દેખાઈ હતી. બે દિવસ પહેલાં જ મેરેજ ર્ક્યા પછી ગૌહરને એરપોર્ટ પર જોઇને લોકોને નવાઈ પણ લાગી હતી. મેરેજ પછી ગૌહરે તરત જ તેના કામ પર ધ્યાન આપવાનું શરુ કર્યું છે અને તેનો પતિ પણ તેનો ફુલ સપોર્ટ કરી રહ્યો છે. ગૌહર લખનઉમાં શૂટિંગ માટે રવાના થઈ ગઈ અને જૈદ તેને એરપોર્ટ સુધી મુકવા આવ્યો હતો.

બંનેએ ડાન્સ કર્યો
ગૌહર અને સંગીતકાર ઈસ્માઈલ દરબારના દીકરા જૈદના નિકાહમાં લિમિટેડ મિત્રો અને ફેમિલી મેમ્બર્સ સામેલ થયા હતા. ક્રિસમસના દિવસે તેઓએ નિકાહ કર્યા. મેરેજમાં અમુક ટીવી સેલિબ્રિટીઝ અને ડિઝાઈનર મનિષ મલ્હોત્રા અને સંજય લીલા ભણસાલી પણ હાજર હતા. સંગીત સેરેમનીમાં જૈદ અને ગૌહરે ડાન્સ પણ કર્યો હતો.

એક્સ બોયફ્રેન્ડ સાથે મુલાકાત
ગૌહર જે ફ્લાઈટમાં હતી તે જ ફ્લાઈટમાં તેનો પૂર્વ પ્રેમી કુશલ ટંડન પણ હતો. કુશલ પોતાના હોમ ટાઉનમાં એક શૂટ માટે જઈ રહ્યો હતો. કુશલે એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેણે મેરેજની શુભકામના આપીને લખ્યું,‘એક હસીન ઇત્તેફાક.’

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


No Time For Honeymoon As New Bride Gauahar Khan Off To Lucknow For Shoot

Source

'કુલી નં 1' પછી 'જર્સી'થી લઈ 'ધ ઈન્ટર્ન' સુધી, આ છે બોલિવૂડની અપકમિંગ રીમેક તથા સીક્વલ ફિલ્મ

www.divyabhaskar.co.in |

સારા અલી ખાન તથા વરુણ ધવનની ફિલ્મ 'કુલી નંબર 1' 25 ડિસેમ્બરના રોજ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ 1995માં રિલીઝ થયેલી ગોવિંદા-કરિશ્માની 'કુલી નંબર 1'ની રીમેક છે. બોલિવૂડમાં છેલ્લાં ઘણાં સમયથી બ્લોકબસ્ટર ફિલ્મની રીમેક બનાવવામાં આવી રહી છે.

લાલ સિંહ ચઢ્ઢા

આમિર ખાન તથા કરીના કપૂર ખાનની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' હોલિવૂડ ફિલ્મ 'ફોરેસ્ટ ગમ્પ'ની હિંદી રીમેક છે. ફિલ્મ આ વર્ષે ક્રિસમસ પર રિલીઝ થવાની હતી. જોકે, કોરોના અને લૉકડાઉનને કારણે શૂટિંગ પૂરું થયું નહીં. ફિલ્મને અદ્વૈત ચંદન ડિરેક્ટ કરે છે. 105 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મ હવે આવતા વર્ષે રિલીઝ થશે.

જર્સી

'અર્જુન રેડ્ડી'ની હિંદી રીમેક 'કબીર સિંહ' પછી વર્ષ 2019ની સાઉથ ફિલ્મ 'જર્સી'ની રીમેક આવી રહી છે. આ ફિલ્મ ક્રિકેટર પર આધારિત છે. ઓરિજિનલ ફિલ્મમાં હરીશ કલ્યાણે લીડ રોલ પ્લે કર્યો હતો. હિંદીમાં શાહિદ કપૂર જોવા મળશે.

રેમ્બો

સિદ્ધાર્થ આનંદ 'વૉર' પછી 'રેમ્બો' ડિરેક્ટ કરશે. આ ફિલ્મમાં ટાઈગર શ્રોફ જોવા મળશે. ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ કરી દેવામાં આવ્યો છે. આ ફિલ્મ 1982માં આવેલી સિલ્વેસ્ટર સ્ટેલૉનની ફિલ્મ 'રેમ્બો'ની હિંદી રીમેક છે.

ધ ઈન્ટર્ન

દીપિકા પાદુકોણ હોલિવૂડ ફિલ્મ 'ધ ઈન્ટર્ન'ની હિંદી રીમેકમાં જોવા મળશે. આ ફિલ્મમાં રિશી કપૂર પણ હતાં. જોકે, તેમના નિધન બાદ હવે કોઈ નવા કલાકારને લેવામાં આવશે. દીપિકા આ ફિલ્મ પ્રોડ્યૂસ પણ કરશે.

ધ ગર્લ ઓન ધ ટ્રેન

પરિણીતિ ચોપરા હોલિવૂડ ફિલ્મ તથા બેસ્ટ સેલર બુક 'ધ ગર્લ ઓન ધ ટ્રેન' પર આધારિત ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મના પોસ્ટર પણ રિલીઝ કરી દેવામાં આવ્યા છે. એક્ટ્રેસનો ઈન્ટેન્સ લુક જોવા મળ્યો હતો.

ભૂલ ભુલૈયા 2

વર્ષ 2007માં આવેલી બ્લોકબસ્ટર હૉરર કોમેડી ફિલ્મ 'ભૂલ ભુલૈયા 2' ચાહકોને ઘણી જ પસંદ આવી હતી. હવે કાર્તિક આર્યન ફિલ્મની સીક્વલમાં કામ કરી રહ્યો છે. તેની સાથે કિઆરા અડવાણી લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ 31 જુલાઈ, 2020ના રોજ રિલીઝ થવાની હતી. જોકે, કોરોનાને કારણે શૂટિંગ પૂરું થઈ શક્યું નહીં. ફિલ્મને અનીસ બઝ્મી ડિરેક્ટ કરશે.

દોસ્તાના 2

2008માં રિલીઝ થયેલી 'દોસ્તાના'માં પ્રિયંકા ચોપરા, અભિષેક બચ્ચન તથા જ્હોન અબ્રાહમ હતા. હવે આ ફિલ્મની સીક્વલ બની રહી છે. ફિલ્મમાં જાહન્વી કપૂર, કાર્તિક આર્યન તથા લક્ષ્ય લાલવાણી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


From ‘Coolie No. 1’ to ‘Jersey’ to ‘The Intern’, theses are Bollywood’s upcoming remake and sequel film

Source

પચાસ વર્ષના વાયોલિનવાદન પછી સુવર્ણ યુગના સંભારણાં

www.gujaratsamachar.com |

આવારા ફિલ્મના ડ્રીમ સોંગના રેકોડગ વખતે લયવાદ્યથી સંતોષ નહીં થતાં રાજ કપૂરે પોતાના બાંસુરીવાદક સુમંત રાજને દોડાવીને લાલા ગંગાવણેને તેડાવ્યા. ફિલ્મ સીમાના એક ગીતમાં જગવિખ્યાત કલાકાર ઉસ્તાદ અલી અકબર ખાને સરોદ વગાડી, અમુક ગીતમાં પન્નાલાલ ઘોષે બાંસુરી છેડી તો અમુક ગીતમાં વી બલસારાએે હાર્મોનિયમ પર કમાલ સર્જી, અમુક ગીતમાં ઉસ્તાદ રઇસ ખાને સિતાર રણઝણાવી તો અમુક ગીતમાં ખુદ સંગીતકાર શંકરે એકોડયન પર એક પીસ વગાડી બતાવ્યો જે ગુડી સિરવાઇએ વગાડવાનો હતો.

આ સંભારણાં શંકર જયકિસનની સંગીત કારકિર્દીના છે. એવાં સંભારણાં બીજા સંગીતકારો અને તેમના સાજિંદાના પણ છે. જેમ કે ફિલ્મ કોહિનૂરના ગીત મધુબન મેં રાધિકા નાચે રે.. માટે ઉસ્તાદ અબ્દુલ હલીમ જાફરખાને સિતાર વગાડેલી. ફિલ્મ મેરી સૂરત તેરી આંખેંના નાચે મન મોરા મગન ધીક્તા ધીગી ઘીદી માટે બનારસ ઘરાનાના પંડિત સામતા પ્રસાદે તબલાં વગાડેલા, ફિલ્મ જબ જબ ફૂલ ખિલેના ટાઇટલ ગીતમાં પંડિત હરિપ્રસાદ ચૌરસિયાએ બાંસુરી છેડી હતી વગેરે. 

આવા પ્રસંગો વિશે વિવિધ અખબારો અને ફિલ્મ સામયિકોમાં અવારનવાર લખાતું રહ્યું છે. એમાં સચ્ચાઇ પણ હોય અને ગોસિપ પણ હોય. ફિલ્મ સંગીતના સુવર્ણયુગમાં વિવિધ વાજિંત્રો વગાડનારા વાદ્યકારોનું એક એસોસિયેશન હતું- સિને મ્યુઝિશિયન્સ એસોસિયેશન. (સીએમએ). ધુરંધર વાદ્યકારો એસોસિયેશનમાં જોડાવા ઇચ્છતા યુવાન વાદ્યકારોની કસોટી કરતા.  

વાદ્યકારોની પોતાના સાજ પરની પ્રભુતાના આધારે ગ્રેડ નક્કી થતા. એ ગ્રેડના આધારે રેકોડગમાં તેમને મહેનતાણું મળતું. સુવર્ણયુગમાં દરેક સાજિંદા પાસે એટલું બધું કામ રહેતું કે કેટલીકવાર બબ્બે ત્રણ ત્રણ શિફ્ટમાં કામ કરતા. કેટલાક વાદ્યકારોની એક કરતાં વધુ પેઢી ફિલ્મ સંગીતના સુવર્ણયુગમાં કામ કરી ગઇ. જેમ કે પારસી લોર્ડ પરિવાર. 

સિને મ્યુઝિશ્યન એસોશિયેશનના ચેરમેન રહી ચૂકેલા સિનિયર વાયોલિન વાદક અશોક જગતાપે ‘ગોલ્ડન એરા ઑફ હિન્દી ફિલ્મ મ્યુઝિક’ નામે એક નાનકડું સંકલન પ્રગટ કરેલું. ફિલ્મ સંગીતના કેટલાક યાદગાર પ્રસંગોની વાતો એમાં વણી લીધી. અંગ્રેજીમાં જેને ડાયરેક્ટ ફ્રોમ ધ હોસસ માઉથ કહે છે એમ આ તો વાદ્યકાર તરીકેના તેમના જાત-અનભવો છે. પુસ્તકની બીજી આવૃત્તિ પ્રગટ થવાની તૈયારીમાં છે. સરળ અંગ્રેજીમાં લખાયેલા આ પુસ્તકનું ગુજરાતીકરણ પણ તૈયાર થઇ રહ્યું છે. પરાકાષ્ઠા તરફ જઇ રહેલી શંકર જયકિસનની સિરિઝમાં આજે જગતાપદાદા વિશે વાત કરવા એક ટચૂકડો બ્રેક.

પચાસ પંચાવન વર્ષ પહેલાંની વાત. મૂળ વડોદરાના અશોક જગતાપને એક મિત્ર શંકર જયકિસનના બાંસુરીવાદક સુમંત રાજ પાસે લઇ ગયેલો. સુમંતદાએ અશોકનું વાયોલિનવાદન સાંભળીને કહ્યું બડૌદા મેં તુમ ક્યા કરતા હૈ, ઇધર આ જાઓ. ફિલ્મ સંગીતમાં જોડાવાની ઇચ્છા તો અશોકદાદાની હતી જ. બે ચાર જોડી કપડાં અને વાયોલિન લઇને એ મુંબઇ પહોંચ્યા. ફિલ્મ સંગીત સાથે જોડાયા.

લગભગ બધા સંગીતકારો સાથે તેમણે વાયોલિન વગાડયું. અત્યારે આવરદાના દસમા દાયકામાં વડોદરામાં નિવૃત્તિની મોજ માણી રહ્યા છે. કેટલાક મિત્રોના સૂચનથી તેમણે આ સંભારણાંનું નાનકડું સંકલન પ્રગટ કર્યું. એમાં પાર્શ્વગાયક મૂકેશ, મુહમ્મદ રફી, આશા ભોસલે, કિશોર કુમાર વગેરે ઉપરાંત નામી-અનામી સાજિંદાઓની વાતો યાદ કરી છે. ગિટાર ગેંગ, ઢોલક ગેંગ એવા રમૂજી મથાળાં સાથે અને તદ્દન સરળ અંગ્રેજીમાં આ પ્રસંગો સંગીત રસિકોને ગમે એવાં છે. ક્યાંય પ્રથમ પુરુષ એકવચન ‘હું’ વચ્ચે આવતો નથી એ આ પુસ્તકની સૌથી મોટી ખૂબી છે.

Source

સંજય દત્તની દીકરી તેના બોયફ્રેન્ડના મૃત્યુના એક વર્ષ પછી પણ દુઃખમાંથી બહાર આવી શકી નથી

www.divyabhaskar.co.in |

સજંય દત્તની દીકરી ત્રિશલા દત્તના બોયફ્રેન્ડનું મૃત્યુ ગયા વર્ષે જુલાઈ 2019માં થયું હતું. ત્રિશલા ઘણીવાર સોશિયલ મીડિયા પર બોયફ્રેન્ડના થ્રો-બેક પિક્ચર શેર કરીને પોતાનું દુઃખ વ્યક્ત કરે છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર Q&A સેશનમાં એક યુઝરે પૂછ્યું કે, બોયફ્રેન્ડના મૃત્યુના દુઃખ સામે તમે કેવી રીતે લડી રહ્યા છો?

‘પોતાને શોધી રહી છું’
આ યુઝરને જવાબ આપતા ત્રિશલાએ લખ્યું, ‘હું હજુ પણ લડી રહી છું. આ દુઃખમાંથી બહાર આવવા માટે મેં ઘણી મદદ લીધી છે અને હજુ પણ લઇ રહી છું. કોવિડને લીધે કારણે મારું સપોર્ટ ગ્રુપ હવે વર્ચ્યુઅલ થઇ ગયું છે, હું મારા થેરપિસ્ટને વર્ચ્યુઅલી મળું છું. સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખી હું મોટાભાગનો સમય પરિવાર અને મિત્રો સાથે જ પસાર કરું છું અને પોતાને શોધી રહી છું.

બોયફ્રેન્ડના મૃત્યુ પછી મેં સોશિયલ મીડિયા પર લાંબા સમયથી બ્રેક લીધો હતો. કારણકે મારી સાથે જે પણ થયું તે માટે મારે આ દુઃખમાંથી બહાર નીકળવા માટે પોતાના સાથે સમય પસાર કરવો જરૂરી હતો. કેવી રીતે એકબીજાથી અલગ થઈને અમારું જીવન બદલાઈ ગયું?

મારા થેરપિસ્ટ મારી ઘણી મદદ કરી રહ્યા છે. હું મારી ભાવનાઓને કંટ્રોલ કરી રહી છું. મને આ દુઃખમાંથી બહાર આવવા એક વર્ષથી વધારે સમય લાગ્યો. આ વર્ષે હું આ દુઃખમાંથી ધીમે-ધીમે બહાર આવી રહી છું.

આજે પણ મારી પાસે મારા બોયફ્રેન્ડનું ટૂથબ્રશ છે અને તેની ટીશર્ટની સુગંધ તેની હાજરીનો અનુભવ કરાવે છે. અમે બંનેએ જેટલો પણ સમય સાથે પસાર કર્યો તેની હું આભારી છું.’

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Sanjay Dutt’s daughter could not come out of grief even a year after the death of her boyfriend

Source

છ મહિના સુધી કોરોના પેશન્ટ્સની સેવા કરનારી અભિનેત્રી શિખા મલ્હોત્રાને કોવિડ મટ્યા પછી હવે પેરાલિસિસનો અટેક આવ્યો, જમણું અંગ ખોટું પડી ગયું

www.divyabhaskar.co.in |

કોરોનાકાળમાં પોતાનાં સેવાકીય કાર્યો માટે ચર્ચામાં આવેલી અભિનેત્રી શિખા મલ્હોત્રાને ગુરુવારે પેરાલિસિસનો અટેક આવ્યો છે. તેને કારણે એના શરીરનો જમણો ભાગ ખોટો પડી ગયો છે અને તે બોલી પણ શકતી નથી. તેની સારવાર માટે આ અભિનેત્રીને મુંબઈની કૂપર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે અને ધીમે ધીમે રિકવર થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે હજુ ઑક્ટોબર મહિનામાં જ આ અભિનેત્રી કોરોનાવાઇરસના ચેપનો ભોગ બની હતી. ગુરુવારે રાત્રે તેનું શુગર લેવલ અચાનક ભયજનક રીતે ઘટી ગયું અને તેને સ્ટ્રોક આવ્યો હતો. ત્યારબાદ હવે તે પેરાલિસિસનો ભોગ બની છે.

આ અભિનેત્રીના પબ્લિસિસ્ટ અશ્વની શુક્લાએ મીડિયાને આપેલી માહિતી પ્રમાણે ડૉક્ટરોના મતે શિખાને હજી થોડા દિવસ સુધી હોસ્પિટલમાં રહેવું પડશે. અશ્વની શુક્લાના કહેવા પ્રમાણે સ્ટ્રોક આવ્યા પછી તરત જ શિખાને કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ ત્યાં ઇલાજનો ખર્ચો અતિશય વધારે હોવાથી તેને ત્યાંથી કૂપર હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી હતી.

કોરોનાના દર્દીઓની સારવાર કરતાં કરતાં ખુદ ચેપગ્રસ્ત થઈ
શાહરુખ ખાન સાથે 'ફૅન', તાપસી પન્નુ સાથે 'રનિંગ શાદી ડોટ કોમ' અને સંજય મિશ્રા સાથે 'કાંચલી' જેવી ફિલ્મો કરીમાં કામ ચૂકી છે. રસપ્રદ વાત એ છે કે શિખા મલ્હોત્રા પોતે પણ એક સર્ટિફાઇડ નર્સ છે. લૉકડાઉન વખતે શિખાએ પોતાની જવાબદારી સમજીને નર્સની કૅપ પહેરી લીધી હતી. એણે મુંબઈના જોગેશ્વરીમાં આવેલી 'હિંદુ હૃદયસમ્રાટ ટ્રોમા સેન્ટર'માં લાગલગાટ છ મહિના સુધી કોરોના પોઝિટિવ દર્દીઓની સેવા કરી હતી. આ ફરજ બજાવવા દરમિયાન જ ઑક્ટોબર મહિનામાં તેને પોતાને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો અને વીસ દિવસ સુધી હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Actress Shikha Malhotra, who has been serving Corona’s Patients for six months, is now suffering from paralysis after Corona’s right limb went wrong.

Source

એક્ટર આદિત્ય સીલે કહ્યું, ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’ પછી લોકોએ મને સીરિયસલી લેવાનો શરુ કર્યો

www.divyabhaskar.co.in |

‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’ ફિલ્મથી પોપ્યુલર થયેલો એક્ટર આદિત્ય સીલ કિઆરા અડવાણીની સાથે અપકમિંગ ફિલ્મ ‘ઇન્દુ કી જવાની’માં દેખાશે. દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત દરમિયાન આદિત્યએ અમુક રસપ્રદ કિસ્સા શેર કર્યા.

ફિલ્મ ‘ઇન્દુ કી જવાની’ સિલેક્ટ કરવાનું કારણ શું હતું?
આ ફિલ્મમાં મારું કેરેક્ટર મને ઘણું ગમ્યું. ફિલ્મની સ્ક્રિપ્ટ મને ઘણી ગમી. આ ઉપરાંત કિઆરા અડવાણી જેવી સુંદર એક્ટ્રેસ તમારી સામે હોય તો તેવામાં કામ કરવાની કોણ ના પાડી શકે?

‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’ પછી તમારા કરિયરમાં શું ફેરફાર થયો?
‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’ પછી લોકો મને વધારે ઓળખવા લાગ્યા. હવે મને મોટા રોલ માટે ઓફર આવી રહી છે અને જો મારે કોઈ કામ ના કરવું હોય તો ‘ના’ બોલવાનો ઓપ્શન પણ છે. કરિયરની સાથે હવે હું સ્ટેજ પર પણ એક્સપરિમેન્ટ કરી શકું છું. આ બધું ફિલ્મમાં પોપ્યુલર થયા પછી થયું.

બોલિવૂડમાં 18 વર્ષનો સફર કેવો રહ્યો?
હું 2002થી આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ભાગ છું. નાનાથી લઈને ઇન્ડસ્ટ્રીના ટોપ લોકોને મળી ચૂક્યો છું. બધા પાસેથી મેં કઈને કઈ શીખ્યું છે. મારી જર્ની ઉતાર-ચઢાવવાળી છે. ઘણીવાર અમુક પ્રોજેક્ટ ચાલુ ના થયા, તો ઘણીવાર મને સાઈન કર્યા છતાં પણ કાઢી દેવામાં આવ્યો કે પછી ફિલ્મ બંધ કરી દીધી. શરુઆતમાં મને મારા રોલથી કોઈ ઓળખ મળી નહોતી પણ હવે મને સીરિયસ રોલ મળી રહ્યા છે.

ભવિષ્યમાં કેવા રોલ પ્લે કરવા છે?
મારે ભવિષ્યમાં થોડા સીરિયસ રોલ ભજવવા છે. ઇન્ટેલ રોલ અને થ્રિલર ઝોનર મારા ફેવરિટ છે. હું કોઈ સીરિયલ કિલરનો રોલ પ્લે કરવા ઈચ્છીશ.

કિઆરા અડવાણી સાથે સેટ પર બોન્ડિંગ કેવું રહ્યું?
કિઆરા સાથે મારી પ્રથમ મુલાકાત રીડિંગ સેશન દરમિયાન થઇ હતી. તે સમયે હું લેટ આવ્યો હતો. તે પહેલેથી જ હાજર હતી. જ્યારે પ્રોડ્યુસરે મજાકમાં કહ્યું કે, તે 300 કરોડની હિરોઈનને રાહ જોવડાવી તો બધા હસી પડ્યા. તેની સાથે કામ કરતી વખતે મને લાગ્યું જ નહિ કે હું નર્વસ છું. કારણકે તેણે મને કમ્ફર્ટેબલ ફીલ કરાવ્યું. એવું લાગતું હતું તે મારી કોઈ મિત્ર છે. જ્યારે ફિલ્મનું શૂટિંગ પૂરું થઇ ગયું, ત્યારે હોટેલમાં અમે રોકાયા હતા. ત્યાં રાતે અમે બધાએ પાર્ટી કરી અને જેવું અમિતાભ બચ્ચનનું ફેમસ સોંગ ‘જુમ્મા જુમ્મા’ વાગ્યું તો બધા ખુશીથી નાચી ઉઠ્યા.

આ ફિલ્મ ડેટિંગ એપ પર આધારિત છે, તમે ક્યારેય કોઈ ડેટિંગ એપ વાપરી છે?
હું મારા પાર્ટનર સાથે એકવાર ડેટિંગ એપ પર આવ્યો હતો પરંતુ મને ત્યારે લાગ્યું કે આ મારા માટે નથી. આથી હું દૂર આવી ગયો, પરંતુ જો હું કોઈ છોકરીને ડેટિંગ એપ પર મળીશ તો તેની સુંદરતા મને સૌથી પહેલા આકર્ષિત કરશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Aditya Seal Said, People Have Started Taking Me Seriously After The Film ‘Student Of The Year 2’

Source

error:
Scroll to Top