'તાંડવ'થી લઈ 'ધ વ્હાઈટ ટાઈગર' સહિત જાન્યુઆરીમાં આ સિરીઝ ને ફિલ્મ રિલીઝ થશે

www.divyabhaskar.co.in |

પૉલિટિકલ ડ્રામા 'તાંડવ' તથા 'ધ વ્હાઈટ ટાઈગર' સહિત આ મહિને ડિજિટલ પ્લેટફોર્મ પર ઓરિજિનલ કન્ટેન્ટ લઈને આવશે, જેમાં પ્રિયંકા ચોપરા તથા સૈફ અલી ખાન જેવા બિગ સ્ટાર્સની પણ સિરીઝ સામેલ છે. જાણીએ જાન્યુઆરીમાં કઈ સિરીઝ રિલીઝ થશે.

તાંડવ
પ્લેટફોર્મઃ એમેઝોન પ્રાઈમ વીડિયો
રિલીઝ ડેટઃ 15 જાન્યુઆરી, 2021
કાસ્ટઃ સૈફ અલી ખાન, ડિમ્પલ કાપડિયા, કૃતિકા કામરા, ગૌહર ખાન, સુનીલ ગ્રોવર, ડિનો મોરિયા, કુમુદ મિશ્રા

અલી અબ્બાસની અપકમિંગ વેબ સિરીઝ 'તાંડવ' 15 જાન્યુઆરીએ રિલીઝ થશે. આ એક પૉલિટિકલ ડ્રામા છે, જેમાં બોલિવૂડના જાણીતા સેલેબ્સ જોવા મળશે. ફિલ્મમાં રાજકીય રહસ્યોની વાત કરવામાં આવી છે. 'તાંડવ'ના કુલ 9 એપિસોડ છે.

વાન્ડા વિઝન
પ્લેટફોર્મઃ ડિઝ્ની પ્લસ હોટ સ્ટાર
રિલીઝ ડેટઃ 15 જાન્યુઆરી, 2021
કાસ્ટઃ એલિઝાબેથ ઓલસન, પૉલ બટાલી

2019માં રિલીઝ થયેલી લોકપ્રિય ફિલ્મ 'એવેન્જર એન્ડ ગેમ' તથા 'સ્પાઈડર મેનઃ ફાર ફ્રોમ હોમ' પછી માર્વલ પોતાની પહેલી સિરીઝ 'વાન્ડા વિઝન' લઈને આવ્યું છે. ફિલ્મમાં સુપરહીરો કેરેક્ટર વાન્ડા મેક્સીમૉફ તથા વિઝનની વાત છે. તેઓ પોતાના સુપર પાવર્સ છોડીને આઈડલ જીવન જીવવાનો પ્રયાસ કરે છે, જ્યાં તેમને લાગે છે કે કંઈક ખોટું થઈ રહ્યું છે.

ઝિદ
પ્લેટફોર્મઃ ઝી5
રિલીઝ ડેટઃ 22 જાન્યુઆરી, 2021
કાસ્ટઃ અમિત સાધ, સુશાંત સિંહ, અમૃતા પુરી, અલી ગોની, ગગન રંધાવા, પ્રીત કરણ પહવા​​​​​​​

આ સિરીઝ કારગિવ વૉરના હીરો મેજર દીપ સિંહ સેંગરના જીવન પર આધારિત છે. કારગિલ વૉરમાં ગોળી વાગવાને કારણે મેજર દીપ સિંહના શરીરનો નીચલો હિસ્સો લકવાગ્રસ્ત થઈ ગયો હતો. જોકે, તેમણે હાર માની નહીં. બોની કપૂર આ સિરીઝના પ્રોડ્યૂસર છે. આ સિરીઝથી તેઓ વેબ પ્રોડ્યૂસર તરીકે ડેબ્યૂ કરે છે.

ધ વ્હાઈટ ટાઈગર
પ્લેટફોર્મઃ નેટફ્લિક્સ
રિલીઝ ડેટઃ 22 જાન્યુઆરી, 2021
કાસ્ટઃ પ્રિયંકા ચોપરા, રાજકુમાર રાવ, આદર્શ ગૌરવ

ન્યૂ યોર્ક ટાઈમ્સની બેસ્ટ સેલિંગ બુક પર આધારિત આ ફિલ્મમાં સમાજની અમીરી-ગરીબીની વાત કરવામાં આવી છે. ડિરેક્ટર રમિન બહરાની છે. પ્રિયંકા ચોપરા કો-પ્રોડ્યૂસર છે.

ફેટઃ ધ વિંક્સ સાગા
રિલીઝ ડેટઃ 22 જાન્યુઆરી, 2021
કાસ્ટઃ અબિગેલ કોવેન, ડેની ગ્રેફિન, હેના વાન, એલિસા, ફ્રેડી થ્રોપ, પ્રીશિયસ મુસ્તફા

2004માં આવેલો શો 'વિંક્સ ક્લબ'માંથી પ્રેરિત થઈને આ સિરીઝ બનાવવામાં આવી છે. સિરીઝમાં અબિગેલે બૂમનું પાત્ર ભજવ્યું છે, જે નવા લોકોની વચ્ચે પોતાના ડેન્જર મેજિકલ પાવરને કંટ્રોલ કરવાની ટ્રેનિંગ લે છે. આ સિરીઝના કુલ 6 એપિસોડ છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


in month of january these series will stream on digital platform

Source

પ્રીટિ ઝિન્ટાની માતા-ભાઈ-ભાભીનો કોવિડ 19નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, કહ્યું- કોરોનાને હળવાશથી ના લો

www.divyabhaskar.co.in |

બોલિવૂડ એક્ટ્રેસ પ્રીટિ ઝિન્ટાએ હાલમાં જ સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને તેના પરિવારના કેટલાંક સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની વાત કહી હતી. જોકે, હવે તો રિપોર્ટ નેગેટિવ આવી ગયો છે. પ્રીટિએ કહ્યું હતું કે તે સમયે તેને લાગતું હતું કે તે 'હેલ્પલેસ તથા પાવરલેસ' છે.

પરિવારની તસવીર શૅર કરી
પ્રીટિએ પરિવારની તસવીર શૅર કરીને કહ્યું હતું, 'ત્રણ અઠવાડિયા પહેલાં મારી માતા, ભાઈ, તેની પત્ની બાળકો તથા કાકા તમામનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અચાનક જ વેન્ટિલેટર્સ, ICU તથા ઓક્સિજન મશીનનો નવો જ અર્થ સમજમાં આવ્યો હતો. હું અહીંયા અમેરિકામાં હતી અને મને લાગતું હતું કે હું હેલ્પલેસ તથા પાવરલેસ છું. તેઓ મારાથી ઘણાં દૂર હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.'

વધુમાં પ્રીટિએ કહ્યું હતું, 'હું ભગવાનની તથા તમામ ડૉક્ટર્સ-નર્સની આભારી છે, જેમણે થાક્યા વગર સતત તેમની સારસંભાળ કરી. જે લોકો કોવિડને ગંભીર ગણતા નથી તેમને ચેતવણી સાથે કહું છું કે તે રાતોરાત જોખમી બની શકે છે. મહેરબાની કરીને ધ્યાન રાખો, માસ્ક પહેરો અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો. આજે જ્યારે તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા ત્યારે હું શાંતિથી સૂઈ શકી અને સ્ટ્રેસ દૂર થયો. હવે નવું વર્ષ હોય એવું લાગે છે.'

પ્રીટિ હાલમાં લોસ એન્જલસમાં પતિ જીન ગુડઈનફ સાથે રહે છે. પ્રીટિ IPLની ટીમ કિંગ્સ ઈલેવન પંજાબની કો-ઑનર છે. દુબઈમાં IPLની 13મી સિઝન રમાઈ ત્યારે પ્રીટિ દુબઈ ગઈ હતી. પ્રીટિ સોશિયલ મીડિયામાં એક્ટિવ છે અને તે અવાર-નવાર અમેરિકાની લાઈફ અંગેની માહિતી ચાહકો સાથે શૅર કરતી રહી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Preity Zinta’s mother-brother-sister-in-law’s covid 19 report came positive, said- don’t take Corona lightly

Source

બોમ્બે હાઈકોર્ટ સોનુ સૂદની અરજી પર 13 જાન્યુઆરીએ સુનાવણી કરશે, BMCને ત્યાં સુધી કોઈ કાર્યવાહી ના કરવાનો આદેશ

www.divyabhaskar.co.in |

બોમ્બે હાઈકોર્ટે BMCની નોટિસ વિરુદ્ધ સોનુ સૂદની અરજી પરની સુનાવણી હવે 13 જાન્યુઆરીએ કરવાનું નક્કી કર્યું છે. સુનાવણીમાં જજ પૃથ્વીરાજ ચ્વહાણે 13 જાન્યુઆરી સુધી BMCને સોનુ સૂદ વિરુદ્ધ કોઈ એક્શન ના લેવાનો આદેશ આપ્યો છે.

સોનુ પર રહેઠાણને હોટલમાં ફેરવવાનો આક્ષેપ
BMCએ સોનુ પર એક છ માળની રેસિડેન્શિયલ બિલ્ડિંગને હોટલમાં ફેરવવાનો આક્ષેપ મૂક્યો છે. જુહૂ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ પણ કરવામાં આવી છે. સોનુના વકીલે કહ્યું હતું, 'અરજીકર્તા (સોનુ સૂદ)એ BMC પાસેથી પરમિશન લીધેલા હિસ્સામાં કોઈ ફેરફાર કર્યો નથી. માત્ર એ જ ફેરફારો કરવામાં આવ્યા છે, જેને મહારાષ્ટ્ર ક્ષેત્રીય તથા નગર નિયોજને પરવાનગી આપી હતી.'

BMC તરફથી કરવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે સોનુ સૂદે મુંબઈમાં એ બી નાયર રોડ સ્થિત શક્તિ સાગર બિલ્ડિંગને પરમિશન વગર હોટલ બનાવી દીધી છે. શક્તિ સાગર એક રેસિડેન્શિયલ બિલ્ડિંગ છે અને તેનો કમર્શિયલ ઉપયોગ કરી શકાય નહીં. આ મહારાષ્ટ્ર રિઝન એન્ડ ટાઉન પ્લાનિંગ એક્ટના સેક્શન 7 હેઠળ દંડનીય અપરાધ છે. આથી જ સોનુ સૂદ વિરુદ્ધ નિયમ પ્રમાણે એક્શન લેવા જોઈએ. BMCએ સોનુ સૂદ પર બિલ્ડિંગનો હિસ્સો વધારવાનો, નકશામાં ફેરફાર કરવાનો તથા હેતુફેરનો આક્ષેપ મૂક્યો છે.

BMCની નોટિસ વિરુદ્ધ સોનુ સૂદ કોર્ટમાં ગયો હતો
BMCના અધિકારીઓએ એમ કહ્યું હતું કે BMC તરફથી આપવામાં આવેલી નોટિસ વિરુદ્ધ સોનુ સૂદે મુંબઈ કોર્ટમાં અરજી કરી હતી, પરંતુ ત્યાંથી તેને વચગાળાની રાહત મળી નહોતી. કોર્ટે સોનુ સૂદને હાઈકોર્ટમાં અપીલ કરવા માટે ત્રણ અઠવાડિયાનો સમય આપ્યો હતો. BMCનું કહેવું છે કે કોર્ટ તરફથી આપવામાં આવેલો ત્રણ અઠવાડિયાનો સમય પૂરો થઈ ગયો છે અને એક્ટરે ગેરકાયદેસર બાંધકામ ના હટાવ્યું અને હેતુફેરના નિર્ણયને કેન્સલ પણ કર્યો નથી. આથી જ BMCએ પોલીસ ફરિયાદ કરી છે. આ FIR, MRTP એક્ટ હેઠળ કરવામાં આવી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Bombay High Court to hear Sonu Sood’s plea on January 13, orders BMC to take no action till then

Source

રાજેશ ખન્ના પ્રેમિકા અંજુ મહેન્દ્રુના ગાઢ પ્રેમમાં હતાં; બંગલો ખરીદીને આપ્યો હતો, એક્ટ્રેસે આ કારણે લગ્નની ના પાડી હતી

www.divyabhaskar.co.in |

બોલિવૂડ તથા ટીવી એક્ટ્રેસ અંજુ મહેન્દ્રુનો 11 જાન્યુઆરીના રોજ 75મો જન્મદિવસ છે. 11 જાન્યુઆરી, 1946માં મુંબઈમાં જન્મેલાં અંજુએ અનેક ફિલ્મ તથા ટીવી શોમાં કામ કર્યું છે. જોકે, પ્રોફેશનલ લાઈફને બદલે તે અંગત જીવનને કારણે ચર્ચામાં રહ્યાં છે. અંજુના સંબંધો ભારતના પહેલાં સુપરસ્ટાર રાજેશ ખન્ના સાથે હતાં. સાત વર્ષ સુધી રિલેશનમાં રહ્યા બાદ તેમનું બ્રેકઅપ થયું હતું.

આ કારણે સંબંધો તૂટ્યા
1966માં અંજુ સ્ટ્રલિંગ એક્ટ્રેસ તરીકે કામ કરતાં હતાં અને રાજેશ ખન્ના સુપરસ્ટાર હતા. બંને વચ્ચે થોડી મુલાકાત થઈ અને બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા. અંજુ પ્રેમી રાજેશ ખન્નાની દરેક વાત માનતા હતા. તો સામે રાજેશ ખન્ના પણ અંજુને ખરા મનથી પ્રેમ કરતાં અને અંજુને મોંઘી ગિફ્ટ્સ આપતા હતા. તેમણે અંજુને આલિશાન બંગલો પણ ખરીદીને આપ્યો હતો.

રાજેશ તથા અંજુ એકબીજાને ઘણો જ પ્રેમ કરતાં અને આ સંબંધ અંગે ગંભીર હતાં. લાંબા સમય સુધી લિવ ઈનમાં રહ્યા બાદ 1971માં રાજેશ ખન્નાએ અંજુને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. અંજુની માતા પણ દીકરીને લગ્નનું દબાણ કરતી હતી. જોકે, અંજુએ રાજેશ ખન્ના સાથે લગ્ન ના કર્યાં.

અંજુની વારંવાર ના સાંભળીને રાજેશ ખન્નાને ગુસ્સો આવ્યો હતો. આ દરમિયાન અંજુનું નામ વેસ્ટઈન્ડિઝ ક્રિકેટર ગેરી સોબર્સ સાથે ચર્ચાતું હતું. આ વાત રાજેશ ખન્નાને બિલકુલ ગમી નહીં અને તેમણે 1972માં અંજુ સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા હતા.

રાજેશ ખન્ના પઝેસિવ હતા
બ્રેકઅપ પછી એક ઈન્ટરવ્યૂમાં અંજુએ રાજેશ ખન્નાને જૂનવાણી વ્યક્તિ કહ્યા હતા. તેમણે કહ્યું હતું કે તેમના સંબંધોમાં હંમેશાં કન્ફ્યૂઝન રહેતી હતી. જો તે સ્કર્ટ પહેરે તો રાજેશ ખન્નાને આ વાત ગમતી નહીં અને સાડી પહેરે તો એમ કહેતા કે આ શું ભારતીય નારીનો લુક બનાવી રાખ્યો છે.

અંજુએ એમ પણ કહ્યું હતું કે રાજેશ ખન્ના તેમને કામ કરવા દેવા તૈયાર નહોતો. આ જ કારણથી તેમણે ડબલ પૈસા ઑફર કરવામાં આવતા હોવા છતાંય અનેક મોડલિંગ અસાઈનમેન્ટ્સ ઠુકરાવી દીધા હતા. આ ઉપરાંત અનેક ફિલ્મ તેમના હાથમાંથી સરી પડી હતી. રાજેશ ખન્ના પ્રોડ્યૂસર્સ, ડિરેક્ટર્સને તેમની આસપાસ આવવા દેતા નહોતા.

1973માં રાજેશ ખન્નાએ ડિમ્પલ સાથે લગ્ન કર્યાં હતાં
અંજુ સાથેના બ્રેકઅપના એક વર્ષ બાદ જ રાજેશ ખન્નાએ પોતાનાથી 15 વર્ષ નાની ડિમ્પલ કાપડિયા સાથે લગ્ન કર્યાં હતાં. રાજેશ ખન્નાને અંજુ પ્રત્યે એટલો ગુસ્સો હતો કે જાણી જોઈને અંજુના ઘરની સામેથી જ જાન લઈને ગયા હતા અને ત્યાં ખાસ્સીવાર સુધી રોકાયા હતા.

બ્રેકઅપ પછી બંને વચ્ચે લગભગ 17 વર્ષ સુધી વાતચીત થઈ નહોતી. 1988માં તેમની વચ્ચે પ્રસંગોપાત વાતચીત થવાની શરૂ થઈ હતી. 2012માં જ્યારે રાજેશ ખન્નાનું નિધન થયું ત્યારે અંજુ અંતિમ સંસ્કારમાં હાજર રહ્યાં હતાં.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


bollywood and tv actress anju mahendru 75th birthday

Source

રજનીકાંતનો રાજકારણમાં આવવા દબાણ કરતાં ચાહકોને નામ મેસેજ, કહ્યું- 'મને વારંવાર તકલીફ ના આપો'

www.divyabhaskar.co.in |

રજનીકાંતે ફરી એકવાર રાજકારણમાં ના આવવાનો પોતાનો નિર્ણય જાહેર કર્યો છે. સોમવાર, 11 જાન્યુઆરીના રોજ રજનીકાંતે ચાહકોને નામ એક સોશિયલ મીડિયા પોસ્ટ શૅર કરી હતી. રજનીકાંતે તમિળમાં શૅર કરેલી આ પોસ્ટમાં કહ્યું હતું, 'મેં પહેલાં જ વિગતવાર કહ્યું છે કે હું કયા કારણોસર રાજકારણમાં આવીશ નહીં. મહેરબાની કરીને મને વારંવાર તકલીફ ના આપો અને આ પ્રકારના આયોજન કરીને મને રાજકારણમાં આવવાનું ના કહો.'

ડિસેમ્બરમાં રાજકારણમાં ના આવવાનો નિર્ણય લીધો હતો
29 ડિસેમ્બરના રોજ રજનીકાંતે ખરાબ સ્વાસ્થ્યની વાત કરીને રાજકારણમાં ના પ્રવેશવાનો નિર્ણય જાહેર કર્યો હતો. તમિળમાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું કે તે ચૂંટણી લડ્યા વગર જ લોકોની સેવા કરશે. રજનીકાંતે કહ્યું હતું, 'ખેદ સાથે જણાવવું પડે છે કે હું રાજકારણમાં નહીં આવી શકું. હું મારો પક્ષ પણ રચી રહ્યો નથી. આ જાહેરાત કરતાં જે તકલીફ થાય છે એ માત્ર હું જ અનુભવી શકું છું. મને ડૉક્ટરે કહ્યું છે કે મારા બ્લડ પ્રેશરમાં અસામાન્ય વધઘટની સ્થિતિ ઊભી થવી જોઈએ નહીં. જો તેમ થશે તો મારી કિડની પર ખરાબ અસર પડશે. ત્રણ દિવસ ડોક્ટરની દેખરેખ હેઠળ હતો. આને હું ભગવાન તરફથી મળેલી ચેતવણી માનું છું. મારે તેના પર ધ્યાન આપવું પડશે.' વધુમાં રજનીકાંતે કહ્યું હતું, 'મારા આ નિર્ણયથી ચાહકોને નિરાશા થશે, પરંતુ મને માફ કરો.'

ડૉક્ટર્સે આરામ કરવાની સલાહ આપી હતી
સુપરસ્ટાર રજનીકાંતને શુક્રવાર (25 ડિસેમ્બર) સવારે હૈદરાબાદની અપોલો હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. 70 વર્ષીય રજનીકાંતનું બ્લડપ્રેશર વધ-ઘટ થતું હતું. આ સાથે જ તેમને થાક લાગતો હતો. તેમને બે દિવસ બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ડૉક્ટર્સ એક અઠવાડિયું સંપૂર્ણ આરામ કરવાનું તથા ફિઝિકલ એક્ટિવિટી કરવાની ના પાડી હતી.

2021માં વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે રજનીકાંતે સત્તાવાર રીતે રાજકારણમાં ઝુકાવવાનું અને પોતાની રાજકીય પાર્ટી બનાવવાનું જાહેર કર્યું હતું. અભિનેતાએ 2021માં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં લડવાની પણ જાહેરાત કરી હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


south super star Rajinikanth said, My decision final

Source

FWICE એ રામ ગોપાલ વર્મા વિરુદ્ધ લીગલ એક્શન લીધા, ડિરેક્ટર પર ફેડરેશનના વર્કર્સને સવા કરોડ રૂપિયા ન ચૂકવવાનો આરોપ

www.divyabhaskar.co.in |

ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સીને એમ્પ્લોયઝ (FWICE)એ પ્રોડ્યુસર- ડિરેક્ટર રામ ગોપાલ વર્મા વિરુદ્ધ લીગલ એક્શન લીધા છે. કલાકારો, ટેક્નિશિયન અને વર્કર્સને મહેનતાણું ન ચૂકવવાની સ્થિતિમાં હવે ભવિષ્યમાં ફેડરેશનના 32 યુનિયનના એકપણ સભ્ય રામગોપાલ સાથે કામ નહીં કરે. ખબર અનુસાર રામ ગોપાલ વર્માએ કલાકારો, ટેક્નિશિયન અને વર્કર્સને સવા કરોડ રૂપિયા આપ્યા નથી. જ્યારે ફેડરેશન તેમને 2018થી પેમેન્ટ કરવા માટે કહેતું આવતું રહ્યું છે.

રામે મુંબઈ ફેડરેશનના સવા કરોડ રૂપિયા નથી ચૂકવ્યા
દિવ્ય ભાસ્કર સાથેની વિશેષ વાતચીતમાં ફેડરેશનના પ્રેસિડેન્ટ બીએન તિવારીએ જણાવ્યું કે રામ ગોપાલ વર્મા વિરુદ્ધ 2018થી લોકોની ફરિયાદ આવી રહી છે. પહેલા તેમણે મુંબઈ છોડ્યું, અહીંયા પણ ઓફિસના લોકોને પેમેન્ટ આપ્યું ન હતું. ત્યારબાદ તે હૈદરાબાદ અને ત્યાંથી ગોવા જતા રહ્યા. હૈદરાબાદના એસોસિએશનના પણ પૈસા બાકી છે, પણ કેટલા બાકી છે તે ખ્યાલ નથી. પરંતુ મુંબઈ ફેડરેશનના સવા કરોડ રૂપિયા બાકી છે. તેના માટે અમારે બે વખત ગોવા જવું પડ્યું. તે બોલતા રહ્યા કે તમે આવો, આપણે મળીને વાત કરી લઈએ છીએ પણ ત્યાં ગયા બાદ અમારા ફોન રિસીવ કરવાના બંધ કરી દેતા હતા.

ગરીબ વર્કર્સને પૈસા ન આપીને ખરાબ કામ કરી રહ્યા છે
બીએન તિવારીએ આગળ જણાવ્યું, હજુ 4 જાન્યુઆરી, 2021ના રોજ અમને રામ ગોપાલે હૈદરાબાદ મળવા બોલાવ્યા હતા. કહ્યું અહીંયા આવી જાઓ, વાત કરીશું. ત્યાં જઈને ફોન પર હેલો, હેલો બોલીને ફોન કાપી નાખતા હતા. ત્યારબાદ ફોન જ સ્વિચ ઓફ કરી દીધો. તેમની સાથે મુલાકાત પણ ન થઇ. આ માણસે અમને ઘણા હેરાન કર્યા છે. એક ફેમસ ડિરેક્ટર- પ્રોડ્યુસર થઈને આ રીતે કલાકારો, ટેક્નિશિયન અને ગરીબ વર્કર્સને પૈસા ન આપીને ખરાબ કામ કરી રહ્યા છે. જેના પૈસા બાકી છે, તે ઓછામાં ઓછા 50 લોકો હશે. અમે 2018માં જ તેમને નોન કોઓપરેશન નોટિસ મોકલી દીધી હતી. તેની જાણકારી બોડી વગેરેને પણ આપી દેવામાં આવી છે પણ રામ ગોપાલ ટાઈમ આપતા રહ્યા, વિનંતી કરતા રહ્યા, પણ કઈ કર્યું નહીં.

ભવિષ્યમાં રામ ગોપાલ સાથે કામ ન કરવાનો નિર્ણય
ફેડરેશનના પ્રેસિડેન્ટ બીએન તિવારી, જનરલ સેક્રેટરી અશોક દુબે અને ટ્રેઝરર ગંગેશ્વરલાલ શ્રીવાસ્તવ (સંજુ ભાઈ) એ પ્રેસ નોટ રિલીઝ કરી જણાવ્યું કે આ બાબતે અમે લોકોએ તેમને પહેલાં જ નોટિસ મોકલી છે. FWICE તરફથી રામ ગોપાલ વર્માને 17 સપ્ટેમ્બર, 2020ના રોજ લેટર લખીને તે કલાકારો, ટેક્નિશિયન અને ગરીબ વર્કર્સનું આખું લિસ્ટ અને પેમેન્ટની રકમ વિશે જણાવવામાં આવ્યું હતું.

આ વિશે અન્ય ઘણીવાર પણ રામ ગોપાલ વર્માને FWICE એ લેટર લખ્યો, પરંતુ તેમણે લેટર લેવાની જ ના પાડી દીધી. અમે ગોવાના મુખ્યમંત્રીને પણ 10 સપ્ટેમ્બરે, 2020ના લેટર લખ્યો હતો. પણ હવે મજબૂરીમાં તેમની સાથે ભવિષ્યમાં કામ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વિશે IMPPA અને GUILD તથા બધા પ્રમુખ યુનિયનોને સૂચિત કરી દેવામાં આવ્યું છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


FWICE Bans Director producer Ram Gopal Varma For Failing To Pay More Than Rs 1 Crore In Salaries To Workers

Source

પાર્ટનરની ફરિયાદ બાદ પોલીસે સચિન જોષી વિરુદ્ધ FIR કરી, 58 કરોડની રોયલ્ટી ના ચૂકાવવાનો આક્ષેપ

www.divyabhaskar.co.in |

એક્ટર, પ્રોડ્યૂસર, બિઝનેમેન સચિન જોષી વિરુદ્ધ અંધેરી (વેસ્ટ મુંબઈ)માં રહેતા પરાગ સંઘવીએ પોલીસ ફરિયાદ કરી છે. સચિન પર સંઘવીને 58 કરોડ રૂપિયાની રોયલ્ટી ના ચૂકાવવાનો આક્ષેપ છે. સંઘવીની ફરિયાદ બાદ પુણેના ચતુરશૃંગી પોલીસ સ્ટેશનમાં સચિન વિરુદ્ધ FIR કરવામાં આવી છે.

2016થી રોયલ્ટી ચૂકવી નથી
વેબ પોર્ટલ પિંકવિલાએ પોતાના અહેવાલમાં કહ્યું હતું કે સંઘવીએ સચિન જોષી તથા તથા તેની કંપની વિકિંગ મીડિયા એન્ડ એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ સાથે કોન્ટ્રાક્ટ કર્યો હતો. આ કોન્ટ્રાક્ટ પ્રમાણે, જોષીએ બાણેર તથા કોરેગાંવ પાર્ક સ્થિત પોતાના પ્લેબોય બિયર ગાર્ડનની ફ્રેન્ચાઈઝી માટે સંઘવીને રોયલ્ટી આપવાની હતી. જોકે, 2016થી સચિને આ રોયલ્ટી ચૂકવી નથી.

અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે સંઘવીએ આ અંગે પોલીસ ફરિયાદ કરી છે. શરૂઆતમાં આ તપાસ ત્યાંની ક્રાઈમ બ્રાંચની ઈકોનોમિક અફેન્સ વિંગ (EOW)એ કરી છે. આ તપાસને આધારે જોષી વિરુદ્ધ FIR રજિસ્ટર્ડ કરવામાં આવી છે. આસિસ્ન્ટ ઈન્સ્પેક્ટર એચ એમ નાનવરે આ કેસની તપાસ કરી રહ્યાં છે.

પહેલાં પણ સચિન જોષી વિવાદમાં આવી ચૂક્યો છે
સચિન જોષી આ પહેલાં પણ કાયદાના સકંજામાં ફસાઈ ચૂક્યો છે. તેની કંપની પર 30 પૂર્વ કર્મચારીઓએ પગાર ના ચૂકવવાનો આક્ષેપ મૂક્યો હતો. આ ઉપરાંત ઓક્ટોબર, 2020માં ટોલિવૂડના ડ્રગ્સ સ્કેન્ડલમાં હૈદરાબાદ પોલીસે સચિન જોષીની ધરપકડ પણ કરી હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Police file FIR against Sachin Joshi after partner’s complaint, allegation of non-payment of Rs 58 crore royalty

Source

'કૃષ્ણાદાસી' ફૅમ પ્રિટીનો પતિ પર આક્ષેપ- મસ્જિદમાં નિકાહ કર્યાં પરંતુ નામ ના બદલ્યું, હવે પતિ મારપીટ કરે છે

www.divyabhaskar.co.in |

ટીવી એક્ટ્રેસ પ્રિટી તલરેજાએ પતિ અભિજીત પેટકર વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે. પ્રિટી સતત સોશિયલ મીડિયામાં પોતાની સાથે થઈ રહેલી મારપીટ અંગે લખતી આવી છે. તે સૌ પહેલાં મુંબઈ પોલીસ પાસે પોતાની ફરિયાદ લઈને ગઈ હતી પરંતુ કોઈએ તેની વાત ના સાંભળી તો તેણે સોશિયલ મીડિયામાં CM ઉદ્ધવ ઠાકરે, PMOને ટૅગ કરીને પોતાની આપવીતી કહી હતી.

હવે, ખડકપાડા કલ્યાણ પોલીસે પ્રિટીની ફરિયાદ પર તેના પતિ વિરુદ્ધ કેસ કર્યો છે. ફરિયાદની નકલ સુમન હોલેએ શૅર કરી હતી.

શું છે પૂરો ઘટનાક્રમ?
પ્રિટીએ જીમ ઓનર અભિજીત પેટકર સાથે ત્રણ વર્ષ પહેલાં લગ્ન કર્યાં હતાં. થોડાં દિવસ પહેલાં જ પ્રિટીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને મહારાષ્ટ્ર સરકાર, પોલીસ તથા અન્ય લોકો પાસે મદદ માગી હતી. પોતાની પોસ્ટમાં પ્રિટીએ કહ્યું હતું કે તેનો પતિ અભિજીત મુસ્લિમ છે અને બંનેએ મસ્જિદમાં નિકાહ કર્યાં હતા. જોકે, તેમને મસ્જિદમાંથી કોઈ સર્ટિફિકેટ આપવામાં આવ્યું નહોતું. હવે અભિજીત, પ્રિટીને ધર્મ બદલવાની વાત કહીને મારપીટ કરે છે.

પ્રિટીએ મારપીટની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં શૅર કરી છે.

એક પોસ્ટમાં પ્રિટીએ લખ્યું હતું કે તેના પતિ અભિજીતે તેને એમ કહ્યું હતું કે તે મુસ્લિમ છે પરંતુ ધર્મ પરિવર્તનના કોઈ દસ્તાવેજ તેની પાસે નથી. તે અત્યારે પણ લીગલ ડોક્યુમેન્ટ્સમાં પોતાનું નામ અભિજીત પેટકર જ લખે છે. તે ત્રણ વર્ષથી પ્રેમના નામે તેની સાથે વિશ્વાસઘાત કરતો હતો. શું સારા ભવિષ્ય માટે કોઈને પ્રેમ કરવો અથવા કોઈની પર વિશ્વાસ કરવો એ ભૂલ છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


TV Actress Preity Talreja alleges assault, threats by husband after fake ‘Nikah’ in a mosque

Source

બનિતા સંધૂએ સંક્રમિત થયા બાદ સરકારી હોસ્પિટલમાં દાખલ થવાની ના પાડી, એમ્બ્યુલન્સથી ભાગવાની પણ ટ્રાય કરી

www.divyabhaskar.co.in |

વરુણ ધવનની ફિલ્મ 'ઓક્ટોબર'ની એક્ટ્રેસ બનિતા સંધૂ કોરોના પોઝિટિવ આવી છે. તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેને કોલકાતાની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી. સ્વાસ્થ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, બ્રિટિશ એક્ટ્રેસ પહેલાં બનિતાને કોલકાતાની એક સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી, જ્યાં તેણે એડમિટ થવાની ચોખ્ખી ના પાડી દીધી હતી અને એમ્બ્યુલન્સમાંથી ઉતરી પણ રહી ન હતી.

આ દરમ્યાન તેણે એમ્બ્યુલન્સથી ભાગવાની ટ્રાય પણ કરી હતી. તેનું આ નાટક અંદાજે 4 કલાક સુધી ચાલ્યું હતું. ત્યારબાદ બ્રિટિશ ઉચ્ચાયોગના હસ્તક્ષેપ અને પોલીસની મદદથી બનિતાને એક પ્રાઇવેટ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી.

શૂટિંગ માટે યુકેથી કોલકાતા આવી હતી
બનિતા 20 ડિસેમ્બર 2020ના રોજ યુકેથી કોલકાતા ફિલ્મ 'કવિતા એન્ડ ટેરેસા'ના શૂટિંગ માટે આવી હતી. ફ્લાઇટમાં તેનો કો-પેસેન્જર કોરોનાના નવા સ્ટ્રેનથી સંક્રમિત મળ્યો હતો. ત્યારબાદ તેનો પણ ટેસ્ટ થયો હતો, જેનો રિપોર્ટ સોમવારે પોઝિટિવ આવ્યો. જોકે હજુ એ સ્પષ્ટ નથી થયું કે તે કોરોનાના નવા સ્ટ્રેનથી સંક્રમિત છે કે નહીં.

'ઓક્ટોબર' ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું
ફિલ્મ 'કવિતા એન્ડ ટેરેસા' સ્વિસ ઇન્ડિયન ફિલ્મમેકર કમલ મુસળેના ડિરેક્શનમાં બની રહી છે. આ ફિલ્મ મધર ટેરેસાના જીવનથી પ્રેરિત છે. આ સિવાય બનિતાએ ફિલ્મ 'ઓક્ટોબર'થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Banita Sandhu Tests COVID 19 Positive, Refuses Treatment From Kolkata Govt Hospital

Source

error:
Scroll to Top