નહ

'ભાભીજી ઘર પર હૈ'માં નેહા પેંડસેએ સૌમ્યા ટંડનને રિપ્લેસ કરી, કહ્યું- અફવાઓને કારણે મને આ શો મળ્યો

www.divyabhaskar.co.in |

પાંચ મહિના પછી સિરિયલ 'ભાભીજી ઘર પર હૈ'ના મેકર્સને ગોરી મેમ એટલે કે અનીતાભાભી મળી ગઈ છે. હવે આ શોમાં નેહા પેંડસે આ રોલ પ્લે કરતી જોવા મળશે. આ પહેલાં સૌમ્યા ટંડન આ રોલ પ્લે કરતી હતી. સૌમ્યાએ અંગત કારણોસર શો છોડી દીધો હતો. હાલમાં જ નેહાએ દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત કરી હતી. તેણે કહ્યું હતું કે તેના નામની ચર્ચાને કારણે મેકર્સે પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો અને તેને આ લોકપ્રિય પાત્ર ભજવવાની તક મળી.

મારા નામની અફવાને કારણે મને આ શો મળ્યો
નેહાએ કહ્યું હતું, 'પ્રોડ્યૂસર બેનિફર કોહલી અને હું ઘણાં જૂના મિત્રો છીએ. તેણે એકવાર અનીતાભાભીના પાત્રની વાત કરી હતી. તે સમયે મને આ શોમાં લેવાની કોઈ વાત થઈ નહોતી અને મને પણ આ રોલ ભજવવામાં કોઈ રસ નહોતો. જોકે, મારા નામની ઘણી જ ચર્ચા થવા લાગી હતી. દરેક જગ્યાએ એવું લખાતું કે હું સૌમ્યાને રિપ્લેસ કરું છું. તે અફવાનો પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો અને મને બેનિફરે આ રોલ ઓફર કર્યો. મને પણ રોલ ગમ્યો અને મેં તરત જ હા પાડી દીધી.'

સૌમ્યા સાથે તુલના થાય તો પણ હું આના માટે તૈયાર છું.
'સૌમ્યા છેલ્લાં પાંચ વર્ષથી આ પાત્ર ભજવતી હતી. આવામાં દર્શકો તુલના કરે તે સ્વાભાવિક છે. જ્યારે તમારા વિશે કોઈ ખરાબ બોલે તો તમને ખોટું લાગે છે. હું મેન્ટલી સ્ટ્રોંગ રહીને આગળ વધીશ. જો તુલના થાય છે તો હું આના માટે પણ તૈયાર છું.'

ત્રણ વર્ષ પહેલાં બૉડી શેમિંગનો શિકાર થઈ હતી
ત્રણ વર્ષ પહેલાં નેહા પોતાના વધેલા વજનને કારણે બૉડી શેમિંગનો શિકાર બની હતી. તેણે કહ્યું હતું, 'ત્રણ વર્ષ પહેલાં મારી સાથે જે થયું ત્યારથી લઈ અત્યાર સુધી લોકોની વચ્ચે ઘણી જ અવેરનેસ આવી ગઈ છે. તે સમયે હોર્મોનલ ચેન્જીસને કારણે મારું વજન વધી ગયું હતું. હવે મારું વજન નોર્મલ છે. મને ખબર નથી પડતી કે લોકોને બીજાની બૉડી અંગે કમેન્ટ કરવાનો હક આખરે કોણે આપ્યો. જોકે, હવે ઘણું પરિવર્તન આવ્યું છે. લોકો હવે 'પર્ફેક્શન'ની વ્યાખ્યા યોગ્ય રીતે સમજી ગયા છે. હવે દરેક પ્રકારની બૉડીનું સ્વાગત કરવામાં આવે છે.' ઉલ્લેખનીય છે કે નેહા છેલ્લે 'બિગ બોસ'ની બારમી સિઝનમાં જોવા મળી હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


In Bhabiji Ghar Par Hain Neha Pendse replaces Soumya Tandon, saying- I got this show due to rumors

Source

KBC-12ની ચોથી મહિલા કરોડપતિ નેહા શાહ, કહ્યું- જીતેલી રકમથી લાઈફ સપોર્ટ સિસ્ટમ ખરીદીશ, જેનાથી ગરીબ બાળકોને મદદ કરી શકું

www.divyabhaskar.co.in |

અમિતાભ બચ્ચનના ટીવી શો 'KBC-12'માં ગુરુવારે મુંબઈની નેહા શાહ કરોડપતિ બની. શોની આ સીઝનમાં કરોડપતિ બનનારી નેહા ચોથી મહિલા કરોડપતિ છે. નેહા પ્રોફેશનથી ડોક્ટર છે. હાલમાં જ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં નેહાએ જણાવ્યું કે તે જીતેલી રકમથી કંઈક એવા સાધનો ખરીદવા ઈચ્છે છે, જેનાથી તે ગરીબ અને બીમાર લોકોની મદદ કરી શકે. આ સિવાય નેહાએ શો સાથે જોડાયેલી અમુક વાતો પણ શેર કરી.

જીતેલી રકમથી લાઈફ સપોર્ટ સિસ્ટમ અને ECG ખરીદીશ
45 વર્ષીય નેહાએ શોમાં એક કરોડ રૂપિયા જીત્યા છે. તે આ રકમથી ખુદનું ક્લિનિક સ્ટાર્ટ કરવા માગે છે. જોકે તેમાં વધુ પૈસાની જરૂર પડશે. આ વિશે નેહાએ કહ્યું, 'ઈચ્છા તો છે ખુદનું ક્લિનિક ખોલવાની પણ સાચું કહું તો આટલા પૈસામાં મારું આ સપનું પૂરું નહીં થાય. મેં નક્કી કર્યું કે આ જીતેલી રકમથી લાઈફ સપોર્ટ સિસ્ટમ ખરીદવા ઈચ્છું છું. કોરોના મહામારી દરમ્યાન મને ખ્યાલ આવ્યો કે જો અમારી પાસે ઓક્સિજન મશીન હોત તો અમે ઘણા ગરીબોની મદદ કરી શક્યા હોત. આ સાથે હું એક ECG મશીન પણ ખરીદવાનું વિચારી રહી છું. કુલ મળીને આ પૈસા હું મારા પ્રોફેશનમાં આગળ વધવા માટે વાપરીશ, જેનાથી ગરીબ લોકોની મદદ કરી શકું.'

છેલ્લા 20 વર્ષથી શોમાં આવવાની ટ્રાય કરી રહી હતી
નેહાએ કહ્યું, 'છેલ્લા 20 વર્ષોથી આ શોમાં આવવા પ્રયત્ન કરી રહી હતી અને આખરે મારી મહેનત રંગ લાવી. જોકે આ વખતની જર્ની સરળ ન હતી. શોમાં ફાઇનલ સિલેક્શન થયા પહેલાં ટીમે મને 2 વખત સ્ટેન્ડબાય પર રાખી હતી, ત્યારે ઘણી નિરાશ થઇ હતી. પણ આ સંઘર્ષના અંતથી ઘણી ખુશ છું. જ્યારે સ્ક્રીન પર ખુદને જોઈ તો ઘણો સંતોષ થયો.'

અમિતાબ બચ્ચન સાથે હોટ સીટ પર બેસવાના અનુભવ પર નેહાએ શું કહ્યું
હોસ્ટ અમિતાભ બચ્ચન સાથે હોટ સીટ પર બેસવાના અનુભવ પર નેહાએ કહ્યું, 'સાચું કહું તો આટલી મોટી રકમ જીતવાની ખુશી તો હતી જ પણ જે ખુશી અમિતાભ બચ્ચન સામે બેસીને થઇ તેને શબ્દોમાં વર્ણવી સરળ નથી. મિસ્ટર બચ્ચન તમને એટલા કમ્ફર્ટેબલ કરી દે છે કે તમે ભલે ગમે એટલા નર્વસ કેમ ન હોય, તે ડર કઢાવી નાખે છે. તે તમને પોતાના બનાવી લે છે અને એવી રીતે વાત કરે છે, જાણે આપણને વર્ષોથી ઓળખતા હોય. મારી આ જીતનો શ્રેય હું તેમને પણ આપવા ઈચ્છું છું કારણકે તેમણે આખી ગેમમાં મારી હિંમત વધારી.'

7 કરોડ રૂપિયાના સવાલનો જવાબ ન આપી શકી નેહા
શોમાં નેહાને એક કરોડ રૂપિયાનો સવાલ પૂછવામાં આવ્યો હતો તેના માટે નેહાએ આસ્ક ધ એક્સપર્ટ લાઈફ લાઈનની મદદથી સાચો જવાબ આપીને 1 કરોડ રૂપિયા જીતી લીધા. 7 કરોડ રૂપિયાના સવાલનો જવાબ નેહા આપી શકી નહીં અને તેણે ગેમ ક્વિટ કરી દીધી હતી. નેહા પહેલાં છત્તીસગઢની અનુપા દાસ, હિમાચલ પ્રદેશની જમ્મુ કાશ્મીરમાં પોસ્ટેડ મોહિતા શર્મા, રાંચીની નાઝીયા નસીમે 1 કરોડ રૂપિયા જીત્યા હતા. નેહા અને તેના પિતાએ લોકડાઉનમાં એક દિવસ માટે પણ તેમનું ક્લિનિક બંધ કર્યું ન હતું. તેમણે ઘણા કોરોનાના દર્દીઓની પણ સારવાર કરી અને તે હજુ પણ સારવાર કરી રહ્યા છે.

1 કરોડ રૂપિયા માટેનો સવાલ
સ્પેસમાં પહોંચનાર સૌપ્રથમ ચીની કોણ હતા? જે શેનઝોઉ સ્પેસક્રાફ્ટ મારફતે ગયા હતા?
વિકલ્પ: નેઈ હૈશર્ગ, યાંગ લીવેઇ, ફેઈ જુનલોન્ગ, જીંગ હાઇપેંગ
સાચો જવાબ- યાંગ લીવેઇ

7 કરોડ રૂપિયાનો સવાલ
ભારતના પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી અને પાકિસ્તાનના પ્રધાનમંત્રી જુલ્ફિકાર અલી ભુટ્ટો વચ્ચે થયેલી 1972ની ઐતિહાસિક વાર્તા શિમલામાં ક્યાં થઇ હતી?
વિકલ્પ: વાયસરીગલ લોજ, ગોર્ટન કૈસલે, બાર્ન્સ કોર્ટ, સેસિસ હોટલ
સાચો જવાબ – બાર્ન્સ કોર્ટ

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


KBC 12’s Fourth Women Crorepati Neha Shah Said Will Buy Life Support System With The Money So That I Can Help The Poor

Source

કિયારા અડવાણીએ શેર કર્યો હૉટ ફોટો, નજર નહિ હટાવી શકો તમે

gujarati.oneindia.com |
નવા વર્ષના પ્રસંગે અત્યારે બધી સ્ટાર્સ પોત પોતાની રીતે એન્જૉય કરતા જોવા મળી રહ્યા છે. કોઈએ ફેમિલી હૉલીડે પ્લાન કર્યો છે તો કોઈ પોતાના ખાસ દોસ્ત સાથે મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. એવામાં અમુક ફોટા કિયારા અડવાણીના વાયરલ થઈ રહ્યા

Source

રજનીકાંતની જાહેરાત- કોઈ રાજકીય પાર્ટી શરૂ કરશે નહીં, તબિયતને કારણે રાજકારણમાં જોડાશે નહીં

www.divyabhaskar.co.in |

સાઉથ સુપરસ્ટાર રજનીકાંતે 31મી ડિસેમ્બરે પોતાની રાજકીય પાર્ટીની જાહેરાત કરશે તેમ કહ્યું હતું. જોકે, હાલમાં જ રજનીકાંતે એવો નિર્ણય લીધો છે કે તે હવે રાજકારણમાં ઝંપલાવશે નહીં. તેમણે રાજકારણમાં ના આવવા પાછળનું કારણ પોતાની તબિયતને આપ્યું છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ રજનીકાંત હૈદરાબાદની અપોલો હોસ્પિટલમાં એડમિટ થયા હતા. તેમના બ્લડપ્રેશરમાં વધઘટ થવાને કારણે તેમને દાખલ કરવામાં આવ્યા હતા.

2021માં વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી
થોડાં દિવસો અગાઉ રજનીકાંતે સત્તાવાર રીતે રાજકારણમાં ઝુકાવવાનું અને પોતાની રાજકીય પાર્ટી બનાવવાનું જાહેર કર્યું હતું. આ અભિનેતાએ 2021માં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં લડવાની પણ જાહેરાત કરી હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Rajinikanth announces that he is not going to foray into politics citing his health condition

Source

હાઈ બ્લડ પ્રેશરને કારણે કમ્પ્લીટ બેડ રેસ્ટની સલાહ, વિઝિટર્સને મળવાની પરવાનગી નહીં

www.divyabhaskar.co.in |

અભિનેતા રજનીકાન્તને હાઈ બીપીને કારણે શુક્રવારે હૈદરાબાદની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રજનીકાન્ત હૈદરાબાદની તેમની ફિલ્મ અન્નાથેનું શૂટિંગ કરવા આવ્યા હતા. ક્રૂના ચાર લોકોને કોરોના આવતાં શૂટિંગ બંધ કરાયું છે. 70 વર્ષના રજનીકાન્તને આ અગાઉ રીનલ ટ્રાન્સપ્લાન્ટ પછી ઓક્ટોબર મહિનામાં પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલે કહ્યું હતું, 'રજની તથા તેમની સારવાર કરતાં ડૉક્ટર્સે અપીલ કરી છે કે તેમને ડિસ્ટર્બ કરવામાં ના આવે. વિઝિટર્સને પણ મળવાની પરવાનગી નથી, કારણ કે રજનીકાંતને આરામની જરૂર છે.'

સુપરસ્ટાર રજનીકાંતને શુક્રવાર (25 ડિસેમ્બર) સવારે હૈદરાબાદની અપોલો હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. 70 વર્ષીય રજનીકાંતનું બ્લડપ્રેશર ચઢ-ઊતર થતું હતું. આ સાથે જ તેમને થાક લાગતો હતો. કહેવાય છે કે જ્યાં સુધી તેમનું બીપી સામાન્ય નહીં થાય ત્યાં સુધી તેમને ડિસ્ચાર્જ આપવામાં આવશે નહીં. તેમનામાં કોવિડ-19 કે અન્ય કોઈ બીજા લક્ષણો જોવા મળ્યાં નથી.

હોસ્પિટલે પ્રેસ નોટ રિલીઝ કરી
અપોલો હોસ્પિટલે રજનીકાંતની હેલ્થ અપડેટ અંગે પ્રેસ નોટ રિલીઝ કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું, 'મિસ્ટર રજનીકાંતને આજે સવારે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. તેઓ છેલ્લા 10 દિવસથી હૈદરાબાદમાં શૂટિંગ કરતા હતા. સેટ પર કેટલાક લોકો કોવિડ-19 પોઝિટિવ આવ્યા હતા. મિસ્ટર રજનીકાંતનો ટેસ્ટ 22 ડિસેમ્બરના રોજ કરવામાં આવ્યો હતો અને તે નેગેટિવ હતો. ત્યાર બાદ તેમણે પોતાની જાતને આઈસોલેટ કરી હતી અને ડૉક્ટર સતત તેમની દેખરેખ રાખતા હતા. તેમનામાં કોવિડ-19ના એક પણ લક્ષણ નથી, તેમનું બ્લડપ્રેશરમાં ગંભીર રીતે વધ-ઘટ જોવા મળી હતી અને વધુ તપાસ અર્થે તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. જ્યાં સુધી તેમનું બ્લડપ્રેશર નૉર્મલ નહીં થાય ત્યાં સુધી તેમને ડિસ્ચાર્જ આપવામાં આવશે નહીં. બ્લડપ્રેશરની વધઘટ સિવાય તેમને અન્ય કોઈ લક્ષણો નથી અને કાર્ડિયો–વૅસ્ક્યુલર સ્ટેબલ છે.'

કોરોના રિપોર્ટ નેગેટિવ
થોડા સમય પહેલાં રજનીકાંતની ફિલ્મ 'અન્નાથે'ના સેટ પર સાત ક્રૂ-મેમ્બર્સ કોરોના પોઝિટિવ આવ્યા હતા. ત્યાર બાદ શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું હતું. હૈદરાબાદમાં આ ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું.

14 ડિસેમ્બરથી શૂટિંગ શરૂ થયું હતું
રજનીકાંતે 14 ડિસેમ્બરથી ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું હતું. તેમની દીકરી ઐશ્વર્યાએ સેટ પરની તસવીર શૅર કરી હતી. રજનીકાંત બાયો બબલમાં રહીને જ શૂટિંગ કરતા હતા. શૂટિંગ ઈનડોર જ હતું. ટોટલ 45 દિવસનું શૂટિંગ હતું, પરંતુ હવે ફરીવાર ક્યારે શરૂ થશે એ નક્કી નથી.

40 ટકા શૂટિંગ બાકી
ફિલ્મનું શૂટિંગ 40 ટકા બાકી છે. ફિલ્મમાં રજનીકાંત કૅરિંગ ભાઈના રોલમાં તથા કીર્તિ સુરેશ બહેનના રોલમાં જોવા મળશે. ફિલ્મમાં પ્રકાશ રાજ તથા જેકી શ્રોફ મહત્ત્વના રોલમાં છે. ફિલ્મને શિવાએ ડિરેક્ટ કરી છે. નયનતારા બીજીવાર રજનીકાંત સાથે કામ કરી રહી છે. આ પહેલાં તેણે 'દરબાર'માં કામ કર્યું હતું. 'અન્નાથે' ફિલ્મ દશેરા પર રિલીઝ થવાની હતી, પરંતુ કોવિડ 19ને કારણે શૂટિંગ પૂરું થઈ શક્યું નહીં. હવે આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે.

રાજકારણમાં ફોકસ કરશે
રજનીકાંત ત્રણ-ચાર અઠવાડિયાંમાં ફિલ્મનું શૂટિંગ પૂરું કરીને રાજકારણમાં ફોકસ કરવા માગે છે. હાલમાં જ રજનીકાંતે પોતાની પાર્ટીની જાહેરાત કરવાની વાત કરી હતી. તેઓ પાર્ટીની સત્તાવાર જાહેરાત 31 ડિસેમ્બરના રોજ કરશે.

હાલમાં જ 70મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો
રજનીકાંતે 12 ડિસેમ્બરના રોજ પોતાનો 70મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. વડાપ્રધાન મોદી સહિત અનેક દિગ્ગજોએ રજનીકાંતને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Rajinikanth admitted to hospital in Hyderabad due to fluctuations in blood pressure

Source

Neha Kakkar Pregnant: પ્રેગ્નેન્ટ છે નેહા કક્કડ, બેબી બંપ ફ્લૉન્ટ કરતો ફોટો આવ્યો સામે

gujarati.oneindia.com |
Neha Kakkar Pregnant: બૉલિવુડ સિંગર નેહા કક્કડ પ્રેગ્નેન્ટ છે. લગ્નના દોઢ મહિના બાદ જ નેહા કક્કડે પોતાના પતિ રોહનપ્રીત સિંહ(Rohanpreet Singh) સાથે બેબી બંપ ફ્લૉન્ટ કરતો ફોટો શેર કર્યો છે. નેહા કક્કડે ઓક્ટોબર 2020માં રોહનપ્રીત સિંહ સાથે લગ્ન કર્યા હતા અને

Source

આ વર્ષે જન્મદિવસ નહીં મનાવે સલમાન ખાન, નવા વર્ષે પણ ફિલ્મ 'અંતિમ'નું શૂટિંગ કરતો હશે

www.divyabhaskar.co.in |

સલમાન ખાન 27 ડિસેમ્બરે 55 વર્ષનો થઇ જશે. જોકે, એક રિપોર્ટ અનુસાર તે આ વર્ષે તેનો જન્મદિવસ નહીં મનાવે. આ રિપોર્ટમાં સલમાનના નજીકના મિત્રના હવાલે લખવામાં આવ્યું છે, 'આવું પહેલીવાર છે, જ્યારે અમે ભાઈના જન્મદિવસ અને નવા વર્ષના અવસરે તેમના ફાર્મહાઉસ પર નથી જઈ રહ્યા.'

જન્મદિવસ અને નવા વર્ષે સલમાન શૂટિંગ કરશે
સ્પોટબોયના આ જ રિપોર્ટમાં મિત્રના હવાલે આગળ લખ્યું છે, 'મેં અમુક મીડિયા રિપોર્ટ્સમાં જોયું કે સલમાન આ વર્ષે નાનું સેલિબ્રેશન કરશે. પણ, મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી તે પહેલીવાર તેના જન્મદિવસ અને નવા વર્ષ પર તેના જીજુ (આયુષ શર્મા) સાથે ફિલ્મ 'અંતિમ: ધ ફાઇનલ ટ્રુથ'નું શૂટિંગ કરતો હશે. જોકે, આ ફિલ્મના ડિરેક્ટર મહેશ માંજરેકર છે એટલે સેટ પર ભાઈના જન્મદિવસનું કોઈપણ પ્રકારનું સેલિબ્રેશન હોવાનું નક્કી છે.'

મહેશ માંજરેકર ખાસ મિત્રોમાં સામેલ
મહેશ માંજરેકર ન માત્ર સલમાન અને આયુષ સ્ટારર ફિલ્મ 'અંતિમ'ના ડિરેક્ટર છે પણ તે સલમાનના ક્લોઝ ફ્રેન્ડ્સમાં સામેલ છે. સલમાને મહેશની દીકરી સઈ માંજરેકરને તેની ફિલ્મ 'દબંગ 3'માં કાસ્ટ કરી હતી. રિપોર્ટ તો એવા પણ છે કે સઈ માંજરેકર 'અંતિમ' ફિલ્મમાં પણ મહત્ત્વના રોલમાં છે. જોકે, ખુદ મહેશે આ વાતને નકારી દીધી છે.

છેલ્લે સલમાન 'દબંગ 3'માં દેખાયો હતો
સલમાન ખાન છેલ્લે 'દબંગ 3'માં દેખાયો હતો, જે 20 ડિસેમ્બર, 2019ના રોજ રિલીઝ થઇ હતી. 2020માં ઈદના દિવસે તેની ફિલ્મ 'રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ' રિલીઝ થવાની હતી. કોરોના મહામારીને કારણે અને લોકડાઉનને કારણે તે શક્ય ન બન્યું. હવે આ ફિલ્મ 2021માં રિલીઝ થશે. 'રાધે' અને 'અંતિમ' સિવાય સલમાન 2021માં 'પઠાન' અને 'લાલ સિંહ ચઢ્ઢા'માં કેમિયો પણ કરશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Salman Khan Will Not Celebrate His Birthday At Farmhouse This Year

Source

એક્ટ્રેસના પતિ ગગન ગબરુ વિરુદ્ધ માત્ર મુંબઈમાં જ નહીં દિલ્હીમાં પણ ફરિયાદ કરવામાં આવશે

www.divyabhaskar.co.in |

ટીવી એક્ટ્રેસ દિવ્યા ભટનાગરનું સોમવાર, સાત ડિસેમ્બરના રોજ અવસાન થયું હતું. તે ન્યૂમોનિયા, કોવિડ 19 તથા હાયપરટેન્શન સામે ઝઝૂમતી હતી. જોકે, એક્ટ્રેસના પરિવારે દાવો કર્યો છે કે દિવ્યાની આ હાલત તેના પતિ ગગન ગબરુને કારણે થઈ હતી. પરિવાર માત્ર ગગન વિરુદ્ધ માત્ર મુંબઈમાં જ નહીં પરંતુ દિલ્હીમાં પણ FIR કરાવશે.

દિવ્યાની કઝિન માનસીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું હતું, 'જો એકવાર દીદી (દિવ્યા)એ અમને ગગન અંગે કહ્યું હોત તો આજે તે જીવિત હોત. તેમનું મોત માત્ર કોવિડ 19થી થયું નથી. ગગન બહુ જ ખરાબ વ્યક્તિ હતો અને તેની વિરુદ્ધ એક નહીં અનેક પુરાવા અમારી પાસે છે. અમે મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. અમારો પૂરો પરિવાર દિલ્હીમાં રહે છે અને તેથી જ અમે દિલ્હીમાં પણ ફરિયાદ કરીશું.'

માનસીએ આગળ કહ્યું હતું, 'મારી બહેનને તેણે બહુ જ ટોર્ચર કરી હતી. મુંબઈમાં દિવ્યાના મિત્ર તથા તેના પડોશીઓએ પણ પોલીસને નિવેદન આપી દીધું છે. અમે કોઈ પણ રીતે તેને જેલના સળિયા પાછળ જોવા ઈચ્છીએ છીએ. તેણે મારી બહેનની સાથે જે કર્યું, અમે નથી ઈચ્છતા કે હવે તે કોઈ અન્ય યુવતી સાથે આવું કરે. આગળ કઈ રીતે કાર્યવાહી કરવાની છે, તે પરિવાર સાથે મળીને નક્કી કરશે.'

દિવ્યાના ભાઈ દેવાશીષે ગગન પર આક્ષેપ મૂક્યો
આ પહેલાં દિવ્યાના ભાઈ દેવાશીષે ગગન પર આક્ષેપો મૂક્યા હતા. એક ઈન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે સાત નવેમ્બરના રોજ દિવ્યાનો એક પત્ર મળ્યો હતો. આ પત્રમાં કહેવામાં આવ્યું હતું કે ગગને તેને કેવી રીતે ટોર્ચર તથા અબ્યૂઝ કરી હતી. તે પત્ર દિવ્યાના વોર્ડરોબમાંથી મળી આવ્યો હતો. ડોમેસ્ટિક વાયોલન્સની એક ઘટના બાદ 16 નવેમ્બરના રોજ દિવ્યાએ ગગન વિરુદ્ધ NC ફાઈલ કરાવવા માટે પોલીસનો સંપર્ક પણ કર્યો હતો.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


A complaint will be lodged against divya bhatnagar’s husband Gagan Gabru not only in Mumbai but also in Delhi

Source

શેખર સુમને સોશિયલ મીડિયા પર જાહેરાત કરી, ‘હજુ સુધી સુશાંતને ન્યાય મળ્યો નથી આથી હું બર્થડે સેલિબ્રેટ નહિ કરું’

www.divyabhaskar.co.in |

આવતી કાલે એટલે કે 7 ડિસેમ્બરે શેખર સુમન 57 વર્ષના થશે, પરંતુ આ વર્ષે તેમણે જન્મદિવસને લઈને સોશિયલ મીડિયા પર એક મોટી જાહેરાત કરી છે. તેઓ પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ નહિ કરે. તેની પાછળનું કારણ સુશાંત સિંહ રાજપૂત છે. શેખર છેલ્લા ઘણા દિવસોથી સુશાંતનાં મૃત્યુની તપાસમાં કોઈ અપડેટ ના હોવાને લીધે સોશિયલ મીડિયા પર ગુસ્સો ઠાલવી રહ્યા છે.

આરોપી પકડાય જાય તે જ મારી પ્રાર્થના
શેખરે સોશિયલ મીડિયા પર લખ્યું કે, ‘હું 7 ડિસેમ્બરે મારો બર્થડે સેલિબ્રેટ નહિ કરું. સુશાંત માટે આ છેલ્લી વસ્તુ છે જે હું કરી શકું છું. મારો એવો કોઈ મૂડ કે હરખ નથી. તેની બદલે હું પ્રાર્થના કરીશ કે, આરોપી જલ્દી પકડાય જાય અને આ કેસ બંધ થઇ જાય. સુશાંત માટે યુનાઈટેડ.’

4 દિવસ પહેલાં આવું કહ્યું હતું
શેખર સુમને 4 દિવસ પહેલાં લખ્યું હતું કે, ‘ઘણા લોકો મને પૂછી રહ્યા છે કે સુશાંતના કેસમાં શું થઇ રહ્યું છે અને હું તેમને કહું છું કે કાશ, મારી પાસે જવાબ હોત. આશા રાખવા અને ચમત્કારની પ્રાર્થના કર્યા સિવાય બીજું શું કરી શકીએ છીએ. CBI હવે સુશાંતના આરોપીઓને અરેસ્ટ કરો.’

લોકોને જવાબ આપ્યા
આની પહેલાં શેખરે લખ્યું હતું, ન્યૂઝ પેપરમાં કોઈ અપડેટ નથી. ટીવી ચેનલોમાંથી પણ બધું ગાયબ થઇ ગયું છે. ક્યાંય કોઈ ચર્ચા નથી થઇ રહી. આપણે એકલા લડાઈ લડી રહ્યા છે. હું હવે રડારથી દૂર જઈ રહ્યો છું કારણકે હું ગુસ્સે છું કારણકે કઈ થઇ રહ્યું નથી. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર આવેલી અન્ય કમેન્ટના જવાબ પણ આપ્યા.

શેખર સુમનની વાત કરીએ તો તેમણે 1984માં રેખા સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ‘ઉત્સવ’ ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ શશિ કપૂરે પ્રોડ્યુસ કરી હતી અને ગિનિશ કર્નાડે ડિરેક્ટ કરી હતી. તેઓ 40થી વધારે ફિલ્મ કરી ચૂક્યા છે. એ પછી ટીવી ઇન્ડસ્ટ્રીમાં પોપ્યુલર રહ્યા. 2009માં તેમણે કોંગ્રેસ સીટ પર લોકસભા ચૂંટણી લડી પરંતુ હારી ગયા. 2014માં તેમણે ‘હાર્ટલેસ’ નામની એક ફિલ્મ ડિરેક્ટ કરી હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Shekhar Suman Announced On Social Media He Will Not Celebrate Birthday This Year In Sushant Singh Rajput’s Honour

Source

મૃણાલ ઠાકુરે ‘જર્સી’ ફિલ્મનું શૂટિંગ શરુ કર્યું, કહ્યું, ‘હું કોઈ પણ કામ વગર ઘરે બેસી શકું છું, પરંતુ મારા યુનિટને પગાર નહિ મળે’

www.divyabhaskar.co.in |

‘જર્સી’ ફિલ્મના છેલ્લા શેડ્યુલના થોડા અઠવાડિયાં પછી મૃણાલ ઠાકુર શૂટિંગ માટે ચંડીગઢ પહોંચી ગઈ છે. દેશમાં કોવિડના વધતા જતા કેસ દરમિયાન સ્થિતિ વધારે જોખમી બની રહી છે. યુનિટના મેમ્બરના મનમાં પણ કોરોનાની બીક બેસી ગઈ છે. આ વિશે મૃણાલ ઠાકુરનું કહેવું છે કે, દરેકના દિલમાં ડર છે પરંતુ આ સમયે કામ કરવું જરૂરી છે. જો એક્ટર જ કામ નહિ કરે તો તેનું નુકસાન આખા યુનિટને ભોગવવું પડશે.

‘શૂટિંગમાં દરેક વાતનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે’
મૃણાલે જણાવ્યું કે, ‘જ્યારે અમે ફરીથી કામ કરવાનો નિર્ણય કર્યો હતો ત્યારે અને આ સ્થિતિનું અનુમાન લગાવ્યું હતું. આ ચિંતાજનક છે પરંતુ મને નિર્માતા અને આખી યુનિટ પર વિશ્વાસ છે. જો અમે ગાઈડલાઈન્સનું પાલન કરે છે અને કડક નિયમો ફોલો કરીશું તો ફિલ્મ પૂરી થઇ શકશે. ફિલ્મના શૂટિંગ દરમિયાન કોઈ પણ મુશ્કેલી આવી શકે છે પણ અમે બહારની દુનિયા સાથે કોન્ટેક્ટ ઓછા કરવા માટે બધા પ્રયત્નો કરીશું. અમારી પાસે સેટ પટ ડોક્ટર અને સેનિટરી ઓફિસર છે. તેઓ સતત અમારી પર નજર રાખી રહ્યા છે. આ કપરા સમયમાં અમે એક સારા સમયની આશા કરીએ છીએ.’

મૃણાલ ઠાકુરને યુનિટ મેમ્બર્સની ચિંતા
વધુમાં તેણે કહ્યું કે, ‘ફિલ્મ પૂરી કરવી એ એક પ્રાથમિકતા છે કારણકે અમે ક્યાં સુધી કામ રોકીશું. લોકો ભોજન માટે પણ સંઘર્ષ કરી રહ્યા છે. એક ફિલ્મ માત્ર એક સ્ટારથી બનતી નથી. આખો યુનિટ પરિવાર છે. હું ઘરે બેસવું સહન કરી શકું છું, પરંતુ મને ખબર છે કે હું કામ નહિ કરું તો મારા યુનિટને પણ પગાર નહિ મળે. આ આપણા બધાની જવાબદારી છે. હા, મને થોડો ડર લાગે છે પરંતુ લોકો પર આર્થિક ભાર એટલો બધો છે કે આપણે બધાએ આ વાતનું ધ્યાન રાખવું પડશે.’

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Mrunal Thakur Started Shooting For Jersey “I Can Sit At Home Without Work, But My Unit Will Not Get Salary

Source

error:
Scroll to Top