નથ

સોનુ નિગમ દીકરા નિવાનને સિંગર બનાવવા નથી માગતો, કહ્યું- મારો દીકરો ભારતમાં તો સિંગિંગ નહીં જ કરે

www.divyabhaskar.co.in |

સિંગર સોનુ નિગમે પોતાના દીકરાના કામ અંગે એક મોટું નિવેદન આપ્યું છે. સિંગરે કહ્યું હતું કે તેનો દીકરો નિવાન તેની જેમ સિંગર બનશે નહીં. જો તે સિંગર બન્યો તો પણ તે ભારતમાં તો બિલકુલ ગાશે નહીં. સોનુ નિગમનોદીકરો UAEમાં છે અને ગેમિંગમાં કામ કરે છે. આટલું જ નહીં તે UAEના ટોપ ગેમર્સમાંથી એક છે.

નિવાનનો રસ ગેમિંગમાં છે
47 વર્ષીય સોનુએ ટાઈમ્સ નાઉને આપેલા ઈન્ટરવ્યૂમાં આ વાતનો ઘટસ્ફોટ કર્યો હતો. તેણે કહ્યું હતું, 'સાચું કહું તો હું તેને સિંગર બનાવવા માગતો નથી. હવે તે ભારતમાં રહેવાનો નથી. તે દુબઈમાં રહેવાનો છે. હું તેને પહેલેથી જ ભારત બહાર લઈ ગયો છું. તે મૂળ તો સિંગર જ છે પરંતુ તેને જીવનમાં અન્ય બાબતોમાં પણ રસ છે. હવે તે UAEના ટોપ મોસ્ટ ગેમર્સમાંથી એક છે.'

સોનુએ આગળ કહ્યું હતું કે તેનામાં અનેક ક્વોલિટી છે. તે દીકરાને કહેવા નથી માગતો કે તેણે શું કરવું જોઈએ. બસ તે જોશે કે દીકરો આગળ શું કરવા માગે છે.

'આઈ ફોર ઈન્ડિયા'માં નિવાને ગીત ગાયું હતું
નિવાન ઘણીવાર સોનુ નિગમ સાથે સ્ટેજ પર જોવા મળ્યો છે. આ સાથે જ તે રેકોર્ડિંગ સ્ટૂડિયોમાં પણ પિતા સાથે જતો હતો. હાલમાં જ લૉકડાઉનમાં નિવાન તથા સોનુ નિગમે ઓનલાઈન કોન્સર્ટમાં પણ સિંગિંગ કર્યું હતું. સોનુ નિગમ હાલમાં પોતાના નવા ગીત 'ઈશ્વર કા વો સચ્ચા બંદા'ની રિલીઝમાં વ્યસ્ત છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Sonu Nigam does not want to make his son Niwan a singer, says – My son will not sing in India

Source

અભિનવ કોહલીની મુખ્યમંત્રીને અપીલ, વીડિયો શૅર કરીને કહ્યું- શ્વેતા દીકરાને મળવા દેતી નથી

www.divyabhaskar.co.in |

શ્વેતા તિવારીના બીજા પતિ અભિનવ કોહલી પોતાના દીકરા રેયાંશને મળવા માટેની એક પણ તક છોડવા માગતો નથી. સોમવાર, 9 નવેમ્બરના રોજ તેણે સોશિયલ મીડિયામાં એક પછી એક પાંચ વીડિયો શૅર કર્યા હતા. આ વીડિયોમાં શ્વેતા તિવારી પતિને દીકરાને મળતો અટકાવે છે. અભિનવે આક્ષેપ મૂક્યો છે કે શ્વેતાએ રેયાંશને હોટલના રૂમમાં છુપાવ્યો હતો.

મુખ્યમંત્રીને અપીલ કરી
અભિનવે સૌ પહેલાં જે વીડિયો શૅર કર્યો છે, તેના કેપ્શનમાં કહ્યું હતું, 'બીજા કોઈના નામે રૂમ લીધો હતો. સૌથી દુઃખની વાત એ છે કે પોલીસ પણ એક બાપને તેના દીકરા સાથે મળાવી શકી નહીં. હવે તે અહીંથી પણ ભાગી ગઈ. કેટલી મુશ્કેલીથી શોધી હતી. ઉદ્ધવ સાહેબ (મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે) તથા મિસિસ ઉદ્વવ સાહેબ મહેરબાની કરીને કંઈક કરો. પિતા તરીકે હું ઘણું જ સહન કરી રહ્યો છું. બાળકને મળવામાં મારી મદદ કરો.'

'હું દરવાજા પર બેલ મારતો રહ્યો'
અભિનવે બીજા વીડિયોમાં કહ્યું હતું, 'દીકરા સાથે થોડીકવાર મુલાકાત કરાવી અને પછી તે ગાયબ થઈ ગઈ. હું દરવાજા પર બેલ મારતો રહ્યો. આ તે બપોરનો વીડિયો છે અને બેબી કહી રહ્યો છે કે તમે હોટલ ના આવ્યા.' આ જ રીતે ત્રીજા વીડિયોના કેપ્શનમાં લખ્યું હતું, 'તે જ દિવસે.'

'મળી ના શકીએ એટલે બાળકને લઈ ભાગી ગઈ'
ચોથા વીડિયોમાં અભિનવે કહ્યું હતું, 'બાળક ના પાડતો હતો તો પણ મેં તેને ઘરે આવવા દીધી. તેને કન્વિન્સ કરવા દીધી. બાળક સૂઈ ના જતું ત્યાં સુધી તું રહેતી અને મારી સાથે તે શું કર્યું? ઘરમાં ના આવવા દીધો અને હું બાળકને મળી ના શકું એટલે ભાગી ગઈ. એ વિચારે કે હું જ તેને મળવા આવતો નથી.'

View this post on Instagram

Ussi din Same Day

A post shared by Abhinav Kohli (@abhinav.kohli024) on Nov 8, 2020 at 10:43pm PST

'મારી ભલાઈનો ફાયદો ઉઠાવે છે'
પાંચમા તથા અંતિમ વીડિયોમાં અભિનવે કહ્યું હતું, 'મારી ભલાઈનો ફાયદો ઊઠાવવામાં આવ્યો છે. મેથી સપ્ટેમ્બર સુધી મને દૂર રાખ્યો, કોરોના થયો તો બાળક મને આપી દીધું. જ્યારે બાળક જવા નહોતું માગતું તો પણ મેં કહ્યું કે આવ, સમજાવ અને લઈ જા. મને શું મળ્યું? બાળક છીનવી લીધું.'

અભિનવે શ્વેતાને લીગલ નોટિસ મોકલી છે
એક ઈન્ટરવ્યૂમાં અભિનવે કહ્યું હતું કે તેણે શ્વેતાને લીગલ નોટિસ મોકલી છે. નોટિસનો જવાબ 14 દિવસની અંદર આપવાનો છે. જો તે જવાબ નથી આપતી તો તેની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરશે.

25 ઓક્ટોબર સુધી અભિનવની સાથે રેયાંશ હતો
અભિનવે કહ્યું હતું કે શ્વેતા તિવારીને કોરોના થતાં દીકરો રેયાંશ 40 દિવસ સુધી તેની સાથે રહ્યો હતો. 25 ઓક્ટોબરના રોજ શ્વેતાએ રેયાંશને જબરજસ્તી તેની સાથે લઈ ગઈ હતી. શ્વેતાએ એક અઠવાડિયા સુધી દીકરા સાથે વાત ના કરાવી અને કહ્યું પણ નહીં કે તે ક્યાં છે.

અભિનવ પત્ની શ્વેતાના શો 'મેરે ડેડ કી દુલ્હન'ના સેટ પર પણ ગયો હતો પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં. એક અઠવાડિયા પછી 2 નવેમ્બર, સોમવારના રોજ બંને વચ્ચે કેટલીક સેકન્ડ વાત થઈ હતી.

અભિનવે ધમકી આપી
2 નવેમ્બરના રોજ દીકરાને મળ્યા બાદ અભિનવ બીજીવાર શ્વેતાના ઘરે ગયો ત્યારે કોઈએ દરવાજો ખોલ્યો નહોતો. આ વાતથી નારાજ થઈને અભિનવે ઘરની બહાર સોશિયલ મીડિયામાં લાઈવ થયો હતો અને કહ્યું હતું કે તે થોડીવાર પહેલા દીકરાને મળ્યો હતો અને તે ઘણો જ ડરેલો હતો. આ લોકો આવું જ કરે છે. કોઈ પણ વ્યક્તિને એ હદે હેરાન કરી દે કે તે થાકી હારીને કંઈક ખોટું કરી બેસે.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે શ્વેતાએ અભિનવ વિરુદ્ધ ડોમેસ્ટિક વાયોલન્સ હેઠળ ફરિયાદ કરી હતી અને ત્યારબાદથી બંને અલગ રહે છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Abhinav Kohli appeals to CM, shares video and said shweta did not meet him to his son

Source

કંગનાનું ‘#ફ્રી અર્નબ સેવ ડેમોક્રેસી’ કેમ્પેન; કહ્યું-‘આ લડાઈ મારી કે અર્નબની નથી, આ લડાઈ ભારતવર્ષની છે’

www.divyabhaskar.co.in |

અર્નબ ગોસ્વામીને સતત સપોર્ટ કરી રહેલી કંગનાએ શનિવારે એક વીડિયો શેર કર્યો છે. તેમાં તેણે અર્નબના સપોર્ટમાં ન બોલનારા પત્રકારો પર ગુસ્સો ઠાલવ્યો છે. કંગનાએ તે ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો છે જ્યારે એક પત્રકાર સાથે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન હોબાળો થઇ ગયો હતો. જ્યારે BMCએ કંગનાની ઓફિસ પર બુલડોઝર ચલાવ્યું હતું ત્યારે અર્નબ અને તેની ચેનલે આખી ઘટનાને પ્રાથમિકતા આપીને કવર કર્યું હતું.

વીડિયોમાં કંગનાએ કહ્યું કે, મેં એક પત્રકારને એવું કહ્યું કે તેણે મારી ફિલ્મ વિશે ખરાબ લખ્યું. ઘણી રકજક થઇ અને ટળી ગઈ. ઘણા બધા લોકો ભેગા પણ થઇ ગયા જે પોતાને પત્રકાર કહે છે. તેઓ એક ગિલ્ડ બનાવે છે, જેનું કોઈ ગવર્મેન્ટ રેકગ્નિશન નથી. આવી જાહેરાત થાય છે કે કંગનાની ફિલ્મને બેન કરી દીધી છે. દરેક પ્રોડક્શન હાઉસે મને બેન કરી દીધી છે. તેમને ડર બેસી ગયો કે મારો રાષ્ટ્રવાદી અવાજ સ્ટ્રોંગ ના હોવો જોઈએ. મારી ફિલ્મ રિલીઝ થઇ, નુકસાન થયું અને તે ગિલ્ડ ડિસોલ્વ થઇ ગયો. આજ સુધી તેની કોઈ ખબર નથી.

અર્નબ ગોસ્વામી કેટલા દિવસોથી જેલમાં છે. કોઈ ગિલ્ડ નથી. કોઈ કઈ બોલવા તૈયાર નથી. હાઈકોર્ટે કહ્યું કે, આ ખોટું છે, કોઈ કઈ કહી રહ્યું નથી. તમે જોઈ શકો છો કે કેટલા ઓછા રાષ્ટ્રવાદી અવાજો બાકી રહ્યા છે. લોબી કેટલી સ્ટ્રોંગ છે.

ટ્રમ્પમાં ભલે ગમે તેટલી ખરાબી હોય પણ આ વાત સાચી છે કે તેઓ ચાઇનીઝ વાઈરસને ચાઈનીઝ વાઈરસ કહે છે. ઇસ્લામિક ટેરરિઝ્મને કહેતા નથી કે આતંકવાદનો કોઈ ધર્મ હોતો નથી. આજે ટ્રમ્પ સત્તામાં નથી તો તેનો સૌથી વધારે ફાયદો ચીનને થવાનો નથી. અને તે દેશ જે આતંકવાદ ફેલાવે છે. તમે જુઓ વિદેશી શક્તિઓએ વોટિંગ સિસ્ટમને હાઈજેક કરી છે. આવું ઇતિહાસમાં ક્યારેય થયું નથી.

આ શક્તિઓ ભારતને પણ કંટ્રોલ કરી રહી છે. આપણે ત્યાં અમુક સારા લોકો છે, જેના દમ પર આપણે સંઘર્ષ કરી રહ્યા છીએ, પરંતુ તમારું જાગતા રહેવું ઘણું જરૂરી છે. વિચારો જ્યારે પણ કઈક ખરીદો છો શું તે રાષ્ટ્રવાદમાં હેલ્પ કરશે કે નહિ. જ્યારે પણ તમે કોઈ પત્રકારને જુઓ છો, બુક વાંચો છો તો વિચારો આ બધા લોકોની આઈડિયોલોજી, તેમનું ટેન્શન શું છે.

અર્નબ ગોસ્વામી કસ્ટડીમાં
અર્નબને મુંબઈના ઇન્ટીરિયર ડિઝાઈનર અન્વય અને તેની માતાને કથિત રૂપે આત્મહત્યા કરવા મજબૂર કરવાના આરોપમાં બુધવારે ધરપકડ કરવામાં આવી હતી. તે 18 નવેમ્બર સુધી
જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. છેલ્લી ત્રણ રાતથી તેને અલીબાગની એક સ્કૂલમાં કોવિડ સેન્ટરમાં રાખ્યો છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Kangna Ranaut Said In Her New Video Free Arnab Save Democracy

Source

લવીના લોધ પર મહેશ-મુકેશ ભટ્ટે એક કરોડનો માનહાનિનો કેસ દાખલ કર્યો તો એક્ટ્રેસના પતિએ કહ્યું- હું મહેશ-મુકેશ ભટ્ટનો સંબંધી નથી

www.divyabhaskar.co.in |

એક્ટ્રેસ લવીના લોધના આક્ષેપો પર તેના પતિ સુમિત સભ્રવાલે ચોખવટી કરી હતી. સુમિતે ડ્રગ્સ લેવાનો તથા મહેશ ભટ્ટ-મુકેશ ભટ્ટના સંબંધી હોવાની વાતનો ઈનકાર કર્યો હતો. સુમિતે પોતાના વકીલ ફૈઝ મર્ચન્ટના માધ્યમથી ઓફિશિયલ સ્ટેટમેન્ટ રિલીઝ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે લવીનાએ સુમિતને મહેશ તથા મુકેશ ભટ્ટનો ભાણેજ કહ્યો હતો.

'અમે અમારા ક્લાયન્ટ અંગે ચિંતિત'
સુમિતના વકીલે પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું હતું, 'અમે અમારા ક્લાયન્ટ સુમિત સભ્રવાલ અંગે ચિંતિંત છીએ. ક્લાયન્ટથી અલગ થઈ ચૂકેલી પત્ની લવીનાએ પોતાના વીડિયોમાં જે દાવા કર્યા છે તે ખોટા છે. અમારા ક્લાયન્ટે ખેદ વ્યક્ત કરીને કહ્યું છે કે મહેશ ભટ્ટ તથા મુકેશ ભટ્ટ જેવા સારા લોકોના નામ 2016થી અટકી પડેલા મેરિટલ ડિસ્પ્યૂટ કેસમાં લાવવામાં આવ્યા છે અને તેમનું નામ બદનામ કરવામાં આવી રહ્યું છે.'

ક્લાયન્ટ ભટ્ટ બ્રધર્સના સંબંધી નથી
વકીલે વધુમાં કહ્યું હતું, 'અમે સ્પષ્ટ કરવા માગીએ છીએ કે અમારા ક્લાયન્ટ વિશેષ પ્રાઈવેટ લિમિટેડમાં કર્મચારી છે. તે મહેશ ભટ્ટ તથા મુકેશ ભટ્ટના સંબંધી નથી.' વકીલના મતે, આ કેસમાં મહેશ ભટ્ટ તથા મુકેશ ભટ્ટનું નામ ષડયંત્ર હેઠળ લેવામાં આવી રહ્યું છે. સુમિતનો આક્ષેપ છે કે લવીનાએ આ બધું ડિવોર્સ કેસમાં સેટલમેન્ટ કરાવવા માટે કર્યું છે.

લવીનાએ શું આક્ષેપો મૂક્યા હતા?
થોડાં દિવસ પહેલા લવીનાએ વીડિયો રિલીઝ કરીને કહ્યું હતું, 'મેં મહેશ ભટ્ટના ભાણેજ સુમિત સભ્રવાલ સાથે લગ્ન કર્યા છે પરંતુ ડિવોર્સનો કેસ ફાઈલ કર્યો છે. સુમિત બોલિવૂડ એક્ટ્રેસિસ સપના પબ્બી તથા અમાયરા દસ્તુરને ડ્રગ્સ સપ્લાય કરે છે. આટલું જ નહીં તેના ફોનમાં અલગ-અલગ છોકરીઓની તસવીરો પણ છે. તે ડિરેક્ટર્સને છોકરીઓની તસવીર બતાવે છે અને પછી છોકરીઓ સપ્લાય કરે છે. મહેશ ભટ્ટ આ વાત સારી રીતે જાણે છે. મહેશ ભટ્ટ ઈન્ડસ્ટ્રીના સૌથી મોટા ડૉન છે. તેઓ આખી સિસ્ટમ ઓપરેટ કરે છે. જો તમે તેમના નિયમો માનો નહીં તો તેઓ તમારું જીવન દુષ્કર બનાવી દે છે. મહેશ ભટ્ટે અનેક લોકોનું જીવન બરબાદ કર્યું છે અને તેમને બેકાર બનાવી દીધા છે. તેમના એક ફોન કોલથી લોકો પોતાની નોકરી ગુમાવી દે છે. મેં જ્યારથી કેસ ફાઈલ કર્યો ત્યારથી તેઓ મારી પાછળ હાથ ધોઈને પડ્યા છે. એકવાર તો તેઓ મારા ઘરમાં આવ્યા હતા અને મને ઘરેથી કાઢી મૂકવાનો પ્રયાસ કર્યો હતો. કોઈ મારી ફરિયાદ લેતું નહોતું, અનેક પ્રયાસો બાદ મારી ફરિયાદ લેવામાં આવી પરંતુ અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.'

મહેશ ભટ્ટ પહેલા જ સ્ટેટમેન્ટ રિલીઝ કરીને આ વાત કહી હતી
મહેશ તથા મુકેશ ભટ્ટના પ્રોડક્શન હાઉસ વિશેષ ફિલ્મ્સના લીગલ કાઉન્સિલ નાયક એન્ડ કંપનીએ એક સ્ટેટમેન્ટ રિલીઝ કર્યું હતું. આ સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું હતું, 'લવીના લોધે એક વીડિયો રિલીઝ કર્યો છે. તેણે અમારા ક્લાયન્ટ મહેશ ભટ્ટ પર ખોટાં આક્ષેપો મૂક્યા છે. આ આક્ષેપો બદનક્ષીભર્યા છે અને કાયદામાં તેના ગંભીર પરિણામો પણ છે. અમારા ક્લાયન્ટ આ અંગે કાર્યવાહી કરશે.'

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


લવીનાએ 2010માં હિમેશ રેશમિયાની સાથે ‘કજરારે’ ફિલ્મથી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ પૂજા ભટ્ટે ડિરેક્ટ કરી હતી

Source

ગૌહર ખાન આ સીઝનના કન્ટેસ્ટન્ટથી ખુશ નથી, બહાર આવીને બોલી – 'જેવું વિચાર્યું હતું તેવું નથી, કન્ટેસ્ટન્ટમાં વેરાયટી નથી'

www.divyabhaskar.co.in |

આ વર્ષે બિગ બોસ 14માં નવું ટ્વિસ્ટ લાવવા માટે એક્સ કન્ટેસ્ટન્ટ હિના ખાન, સિદ્ધાર્થ શુક્લા અને ગૌહર ખાનને સિનિયર બનાવીને ઘરમાં લાવવામાં આવ્યા હતા. ત્રણેય પર બધા ફ્રેશર કન્ટેસ્ટન્ટને કન્ફર્મ કરવાની મહત્ત્વની જવાબદારી હતી. જોકે હવે આ સિનિયર્સ બિગ બોસના ઘરમાંથી બહાર નીકળી ગયા છે. ઘરમાંથી બહાર આવતા જ ગૌહર ખાને દિવ્ય ભાસ્કર સાથે વાતચીત દરમ્યાન કહ્યું, તેને તેની ઝલક હજુ સુધી ઘરમાં હાજર કોઈ કન્ટેસ્ટન્ટમાં દેખાઈ નહીં. ગૌહર ખાન બિગ બોસ 7ની વિનર હતી.

અત્યાર સુધી મને આ સીઝનના કન્ટેસ્ટન્ટમાં વેરાયટી જોવા નથી મળી
હું ઘરની અંદર લગભગ અઢી અઠવાડિયા સુધી રહી અને મારો અનુભવ ઘણો સારો રહ્યો. પ્રેમ ભરેલો અને મજા પડી. સાચું કહું તો શોમાં જતા પહેલાં મેં જેવું વિચાર્યું હતું તેવું કઈ ન થયું. જોકે આ શો છે જ એવો, જ્યાં તમે વિચારેલું હોય તેવું જરાપણ થતું નથી. આ ઘરમાં કયારે શું થઇ જાય ખબર નથી પડતી. મને લાગતું હતું કે ઘરમાં કન્ટેસ્ટન્ટની વેરાયટી હશે, અલગ- અલગ પર્સોનાલિટીના લોકો હશે, તેમને ગ્રુમ કરવાના હશે પણ આવું કઈ ન થયું. અત્યારસુધી તો મને સીઝનમાં વેરાયટી જોવા ન મળી. બધા એક જ પ્રકારનું એક્ટ કરી રહ્યા છે. એક જ પ્રકારનું વિચારી રહ્યા છે. બની શકે છે કે અત્યારસુધી ઘરમાં અમે સિનિયર્સ હાજર હતા એટલે તે ખુલી ન શક્યા. બની શકે છે કે અમારા ઘરની બહાર આવ્યા બાદ આ કન્ટેસ્ટન્ટના અલગ અલગ રંગ જોવા મળે.

નિક્કી તંબોલીની ગેમ રસપ્રદ લાગી રહી છે
મને નિક્કી તંબોલીની ગેમ રસપ્રદ લાગી રહી છે. તે ઘણી એન્ટરટેનિંગ અને રસપ્રદ લાગે છે. મને લાગે છે કે તે જેવી છે તેવી જ ઘરની અંદર પણ છે. તેનામાં મને કોઈ નકલીપણું નથી દેખાતું. તેની ગેમ ગમી. આશા કરું છું કે તે આગળ સુધી આ ગેમમાં રહે.

મારો પર્સનલ ફેવરિટ જાન સાનુ છે
રૂબીના દિલૈકની વાત કરું તો મને તે રોલ તરીકે ઠીક લાગે છે. તે ઘણી કન્ફ્યુઝ રહે છે પણ હા જ્યારે થોડી વાત કરે છે તો થોડી સોર્ટેડ લાગે છે. જેસ્મિન અને રાહુલની પણ અત્યારસુધી રીયલ પર્સોનાલિટી બહાર નથી આવી. બંને પોતાના કમ્ફર્ટ ઝોનમાં રમી રહ્યા છે. મારો પર્સનલ ફેવરિટ જાન સાનુ છે. મારા મત મુજબ અત્યારસુધી જાન ઘણી સારી રીતે આ ઘરમાં રહેતો દેખાયો છે અને વિશ્વાસ કરો તે ઘણો પ્રેમાળ અને સાચો બાળક છે.

ખુશ છું કે પવિત્રા પુનિયાની સાચી પર્સોનાલિટી સામે આવી
પવિત્રા પુનિયા આ ઘરમાં સૌથી ફેક કન્ટેસ્ટન્ટ છે. ગઈ રાત્રે જ ઓડિયન્સને તેની સાચી પર્સોનાલિટી દેખાઈ. મારી પીઠ પાછળ તેને મને ઘણી ગંદી ગાળો કહી જે ઘણું શોકિંગ હતું. શોમાં સાચું હોવું ઘણું જરૂરી છે જે પવિત્રા નથી. જોકે ખુશ છું કે તેની રીયલ પર્સોનાલિટી લોકો સામે તો આવી. ક્યારેક તો સાચી પર્સોનાલિટી બહાર આવવાની જ હતી, પવિત્રાની પણ આવી ગઈ. તેની પણ હકીકત બહાર આવી ગઈ.

આગળ પણ હિના અને સિદ્ધાર્થ સાથે કામ કરવા ઈચ્છીશ
સિદ્ધાર્થ શુક્લા અને હિના ખાન સાથે મારું તાલમેલ સારું હતું. ઘણીવાર અમારા લોકોના વિચાર એકબીજા સાથે મેચ થતા ન હતા પણ અમે અમારી જવાબદારીથી પાછળ ન હટ્યા. અમે એકબીજાના ઓપિનિયનનો આદર કરતા ગયા અને આગળ વધતા ગયા. હું આગળ પણ તેમની સાથે કામ કરવા ઈચ્છીશ.

હું મારી ઝલક કોઈ કન્ટેસ્ટન્ટમાં ન જોઈ શકી
અત્યાર સુધી મને મારી ઝલક કોઈપણ કન્ટેસ્ટન્ટમાં દેખાઈ નહીં. હું ખોટું બોલવા નથી ઇચ્છતી કે નથી ડિપ્લોમેટિક બનવા ઇચ્છતી. બધા પોતાના કમ્ફર્ટ ઝોનમાં રમી રહ્યા છે. જે મારી પર્સોનાલિટી છે તે અત્યારસુધી કોઈમાં નજર નથી આવી. આશા રાખું છું ધીરે ધીરે આ બધા સાચી ગેમ રમવાની શરૂ કરે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Gauhar Khan Is Not Happy With This Bigg Boss 14 Contestants, Came Out And Said “It Is Not What I Thought, There Is No Variety In The Contestants”

Source

નવાં અંજલિભાભીએ કહ્યું, હું અહીંયા નેહા મહેતા બનવા આવી નથી, હું સુનૈના બનીને જ ચાહકોનું મનોરંજન કરીશ

www.divyabhaskar.co.in |

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં હવે અંજલિભાભી તરીકે એક્ટ્રેસ સુનૈના ફોઝદાર જોવા મળે છે. છેલ્લાં 12 વર્ષથી નેહા મહેતા અંજલિભાભીના રોલમાં જોવા મળતી હતી. જોકે, લૉકડાઉન બાદથી ફરીવાર શૂટિંગ શરૂ થયું તો તેણે આ શોમાં કામ કરવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ સુનૈના ફોઝદારને લેવામાં આવી હતી.

હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં સુનૈનાએ આ શો અંગે વાત કરી હતી. તેણે કહ્યું હતું, 'હું માનું છું કે દર્શકોને પોઝિટિવ તથા નેગેટિવ ફિડબેક આપવાનો પૂરો હક છે. અમને જે પણ લોકપ્રિયતા મળી તે માત્રને માત્ર દર્શકોને કારણે જ મળી છે. તેથી જ દર્શકોના વખાણની સાથે સાથે તેમના નેગેટિવ ફિડબેક માટે પણ હું તૈયાર છું. મને ખ્યાલ છે કે મારી તુલના થશે, કારણ કે આ શો ઘણો જ લોકપ્રિય છે અને ચાહકોને આ પાત્ર ઘણું જ પસંદ છે.'

વધુમાં સુનૈનાએ કહ્યું હતું, 'હું માનું છું કે દરેકને તક મળવી જોઈએ. હું અહીંયા નેહાજી (એક્ટ્રેસ નેહા મહેતા, જૂનાં અંજલિભાભી) બનવા માટે આવી નથી. હું સુનૈના બનીને જ ચાહકોનું મનોરંજન કરીશ. હું મારા ચાહકોને કારણે અહીંયા છું અને હું કોઈની પણ અવગણના કરવાની નથી. કેટલાંક લોકો કહે છે કે મારો અવાજ આવો છે અને બીજી ઘણી વાતો કહી છે. અલગ-અલગ પ્રકારે મારી તુલના થઈ રહી છે. હું માત્ર એટલું જ કહીશ કે હું અહીંયા કોઈનું સ્થાન લેવા આવી નથી. હું અહીંયા મારી પોતાની ઓળખ બનાવવા આવી છું. હું ઈચ્છું છું કે દર્શકો મને તક આપે અને પ્રેમ કરે.'

નેહા મહેતાએ કેમ શો છોડ્યો હતો?
નેહા મેહતાએ કહ્યું હતું, 'ક્યારેક સેટ પર ગ્રુપીઝમ થાય છે અને કેટલીક બાબતોમાં તમે ચૂપ રહીને જવાબ આપો એ જ સારું છે. હું અહીં એ કહેવા નથી માગતી કે હું સ્પર્ધા, ઈર્ષ્યા, પાવર ગેમ તથા અહંકારની શિકાર બની હતી અને આ બધી બાબતો માણસને અંધ બનાવે છે. મને લાખો લોકો પાસેથી પ્રશંસા મળી છે અને અનેક લોકોએ મારામાંથી પ્રેરણા લીધી છે. મારી જવાબદારી છે કે હું વસ્તુઓને ખોટી રીતે પ્રેરિત કરું નહીં. વધુમાં, જો તમે આ અંગે વધુ જાણવા માગશો તો કોઈપણ એ વાત સ્વીકારશે નહીં કે તેઓ ખોટા છે.'

અહીં એક જ નિયમ ચાલે છે
નેહા મેહતાએ કહ્યું હતું, 'મેં આ પહેલાં છોડવાની વાત કહી નહોતી. સાચી વાત તો એ છે કે અહીં એક જ નિયમ છે, 'તમારે કામ કરવું હોય તો કરો, નહીંતર છોડીને જતા રહો.'

શો છોડવા અંગે નેહા મેહતાએ કહ્યું હતું, 'એક સમયે મને એવું લાગ્યું કે બસ મારે અહીં અટકવું જોઈએ. દરેક લોકો કહેતા હોય છે કે થોડી બાબતો ચલાવી લેવી જોઈએ, આખરે શો ટીમવર્કથી બને છે અને દરેકનો એમાં ફાળો હોય છે. જોકે આ વાત સિવાય એક્ટિંગના ફિલ્ડમાં મારું એક અલગ માન-સન્માન છે. મેં 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' પહેલાં પણ ઘણું જ કામ કર્યું છે. એવું નથી કે 'તારક મેહતા..'એ મને સેલિબ્રિટી બનાવી હોય, પરંતુ સાચી વાત એ હતી કે 'તારક મેહતા'માં એક સેલિબ્રિટી કામ કરતી હતી. એક ભણેલી-ગણેલી તથા ભાવુક વ્યક્તિ હોવાને નાતે મેં આ અંગે ઘણું જ વિચાર્યું હતું. આ શો મને નિયમિત રીતે કામ તથા પૈસા આપતો હતો. કેટલીક બાબતો દરેક જગ્યાએ બનતી હોય છે અને તમારે તમારી જાત સાથે શાંતિ રાખવી પડે છે. જોકે તેમ છતાંય મને લાગ્યું કે આ સમયે હવે મારે અટકવાની જરૂર છે અને મેં સાચો નિર્ણય લીધો હતો.'

નેહાની વાત પર અસિત મોદીએ શું કહ્યું હતું?
દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં અસિત મોદીએ કહ્યું હતું, 'ચાર મહિના પહેલાં નેહા મેહતાએ અમને લખીને મોકલાવ્યું હતું કે તે પોતાની મરજીથી આ શો છોડે છે. અમે તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. અમે તેની સાથે વાત કરીને જાણવા માગતા હતા કે એવી કોઈ વાત હોય તો અમે તેની મદદ કરવા તૈયાર હતા. જોકે તેની સાથે કોઈ સંપર્ક થઈ શક્યો નહોતો. 10 જુલાઈથી ફરી વાર શૂટિંગ શરૂ કરવામાં આવ્યું હતું. 10 ઓગસ્ટ સુધી નેહાએ કોઈ જવાબ આપ્યો નહોતો. પછી જ્યારે અમને વાત કરવાની તક મળી ત્યારે અમે તેની તમામ ચિંતાઓ દૂર કરવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. તેને શોમાં પરત આવવાનું પણ કહ્યું હતું. જોકે તેણે ત્યાં સુધીમાં આ શો છોડવાનું નક્કી કરી નાખ્યું હતું અને તે આ શોમાં પરત આવવા માગતી નહોતી.'

કોઈ શો છોડે છે તો ખરાબ લાગે છે
વધુમાં અસિત મોદીએ કહ્યું હતું, 'અમે તેનું તથા તેના નિર્ણયનું સન્માન કરીએ છીએ. તે લાંબા સમયથી આ શો સાથે જોડાયેલી હતી. આ વાતમાં કોઈ શંકા નથી કે તેણે આટલાં વર્ષોમાં પોતાનું બેસ્ટ પર્ફોર્મન્સ આપ્યું હતું. મારું કામ ટીમને એક તાંતણે બાંધીને રાખવાનું છે. આટલી મોટી ટીમ છે અને આ મારો પરિવાર છે. કોઈ શો છોડે છે તો ખરાબ લાગે છે, પરંતુ હું કંઈ કરી શકું તેમ નથી. શોનું શૂટિંગ શરૂ થયું પછી અમે નેહા મેહતા સાથે વાત કરી હતી અને તેને સમજાવવાનો ઘણો જ પ્રયાસ કર્યો હતો. જોકે તેણે ત્યારે જ સ્પષ્ટ કર્યું હતું કે તે આ શોમાં પરત આવવા માગતી નથી. ત્યારે જ અમે અંજલિ મેહતાના રોલ માટે નવા કલાકારની શોધ કરી હતી. બસ, આ જ વાત છે. અમે નવા કલાકારને લીધો અને તે સારું કામ કરે છે. કોઈ કલાકારને લીધા બાદ તેને તે પાત્રમાંથી હટાવી દેવા અથવા તો કાઢી મૂકવા શક્યા નથી.'

નાની-મોટી વાત તો થતી રહે
બંને વચ્ચે થયેલા અણબનાવ પર અસિત મોદીએ કહ્યું હતું, 'જુઓ, નાની-મોટી વાત તો થતી હોય છે અને આવું કયા પરિવારમાં નથી થતું. આ બધું તો બે ઘડીની વાત છે. અમે બધા ભૂલીને આગળ વધીએ છીએ અને ખુશીથી રહીએ છીએ. દરેક વસ્તુનું સોલ્યુશન હોય છે. જો ક્યારેક અણબનાવ હોય તો હું તેમને સમજાવું છું. તેમની સાથે વાત કરું છું. મેં નેહા સાથે પણ વાત કરી હતી, પરંતુ તે શોમાં કામ કરવા તૈયાર નહોતી, આથી હું કંઈ જ કરી શકું તેમ નહોતો.' ઉલ્લેખનીય છે કે હાલમાં નેહા મેહતાના સ્થાને સુનૈના ફોજદાર અંજલિભાભીનું પાત્ર ભજવે છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Taarak Mehta Ka Ooltah Chashmah New Anjali Bhabhi said, I have not come here to be Neha Mehta, I will entertain the fans only by becoming Sunaina

Source

જ્યારે અક્ષયની પત્નીએ કહ્યું હતું- પતિ લગ્નના એકવર્ષ પછી યોગ્ય રીતે કામ કરવાનું બંધ કરી દે છે, રેફ્રિજરેટરની જેમ આ વોરંટી સાથે પણ નથી આવતા

www.divyabhaskar.co.in |

અક્ષય કુમારની પત્ની ટ્વિન્કલ ખન્ના એક્ટ્રેસ સાથે ઓથર પણ છે અને તે તેના મજાકિયા અંદાજ માટે ઓળખાય છે. તેના એક જૂના આર્ટિકલનો ભાગ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે, જે તેણે આ જ વર્ષે ફેબ્રુઆરીમાં વેલેટાઇન્સ ડે પર તેના ડિજિટલ પ્લેટફોર્મ ટ્વિક ઇન્ડિયા પર લખ્યો હતો. તેમાં ટ્વિન્કલે પતિઓ વિશેના તેના વિચાર રજૂ કર્યા હતા.

'પતિ વર્ષ પછી જ યોગ્ય રીતે કામ કરવાનું બંધ કરી દે છે'
ટ્વિન્કલના આર્ટિકલનો જે ભાગ વાઇરલ થઇ રહ્યો છે, તેમાં તેણે લખ્યું છે, 'પતિ નામના આ જીવ કોણ જાણે કેમ લગ્નના વર્ષ પછી યોગ્ય રીતે કામ કરવાનું બંધ કરી દે છે. રેફ્રિજરેટરની જેમ આ એક્સટેન્ડેડ વોરંટી સાથે તો આવતા નથી. એટલે તમે આ જીવ સાથે જ ફસાય જાઓ છો. એ જે એક સમયમાં તમને જમીન પર કદમ રાખવા ન દેતા હતા, હવે તેને કોફી ટેબલ પરથી હટવા માટે કહી દો, તો બડબડવા લાગે છે.'

'જેલ ગયા વગર લગ્નમાં ટકી રહેવાનો મંત્ર'
ટ્વિન્કલે આ આર્ટિકલને 'જેલ ગયા વગર લગ્નમાં ટકી રહેવાનો મંત્ર' ટાઇટલ આપ્યું હતું. સાથે જ તેણે મહિલાઓને વેલેટાઇન્સ ગિફ્ટ તરીકે સમર્પિત કર્યું હતું.

આર્ટિકલમાં તેણે લખ્યું હતું કે, એકવાર તે અને તેનો પતિ (અક્ષય) તેમની દીકરી (નિતારા)ને કરાટે એક્ઝામ માટે કોચ કરી રહ્યા હતા ત્યારે અક્ષય છુપાઈને તેના આઇપેડમાં ક્રિકેટ જોઈ રહ્યા હતા. આ જોઈને તેને એટલો ગુસ્સો આવ્યો હતો કે તેને મારવા ઇચ્છતી હતી. પરંતુ લાલા ક્લેટનના કેસને યાદ કરીને તેણે પોતાના હાથ રોકી લીધા હતા.

લાલા ક્લેટનને 25 વર્ષની જેલ થઇ હતી
આ વર્ષે જાન્યુઆરીમાં સાઉથ કેરોલિના બેઝ્ડ લાલા ક્લેટનને પતિની હત્યાના આરોપમાં 25 વર્ષની જેલ થઇ હતી. તેણે ડ્રિંક્સમાં આઈ ડ્રોપ્સ મિક્સ કરીને પતિને પીવડાવ્યું હતું. જોકે, લાલાનું કહેવું હતું કે તે તેના પતિને મારવા ઇચ્છતી ન હતી, માત્ર હેરાન કરવા ઇચ્છતી હતી.

પતિને પાઠ ભણાવવા માટે આ ઉપાય કાઢ્યો
ટ્વિન્કલે જણાવ્યું કે, તેણે કાયદાની આંટી ઘૂંટીમાંથી બચવા માટે તેના પતિના આઇપેડનો પાસવર્ડ બદલી નાખ્યો હતો. ત્યારબાદ જ્યારે તેણે પતિને વારંવાર પાસવર્ડ ટ્રાય કરતા જોયો તો તેને ઘણી ખુશી મળી હતી.

ટ્વિન્કલે તેના આર્ટિકલમાં સૌથી છેલ્લે લખ્યું હતું કે, 'હું માત્ર એટલી આશા રાખું છું કે મારો 'બટાટા વડા' (અક્ષય) આ આર્ટિકલ ન વાંચી લે, નહીં તો કદાચ હું ખુદને 'બેલ' પર નહીં પરંતુ કોઈ દૂર એકાંત જેલમાં મળીશ.'

2001માં અક્ષય-ટ્વિન્કલનાં લગ્ન થયાં હતાં
અક્ષય અને ટ્વિન્કલના જાન્યુઆરી, 2001માં લગ્ન થયાં હતાં. 2002માં દીકરા આરવ અને 2012માં દીકરી નિતારાનો જન્મ થયો. કહેવામાં આવે છે કે ટ્વિન્કલે શરત રાખી હતી કે જો અક્ષય ઢંગની ફિલ્મો કરવાનું શરૂ કરશે તો જ તે બીજા બાળકનું પ્લાનિંગ કરશે. અક્ષયે પત્નીની વાત માનીને ફિલ્મોના સિલેક્શનને ગંભીરતાથી લેવાનું શરૂ કરી દીધું હતું.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


When Akshay Kumar’s Wife Twinkle Khanna Said Husbands Stop Functioning Efficiently After A Year

Source

ખભામાં ઈજા જતા એજાઝ ખાનને રિયાલિટી શોમાંથી હાંકી કઢાયો હતો, મેકર્સે કહ્યું હતું- અમે તમને હેન્ડિકેપ્ડ થવાનો ફાયદો ના આપી શકીએ, આ સ્પેશિયલ શો નથી

www.divyabhaskar.co.in |

ટીવીથી લઈ ફિલ્મમાં પોતાની અલગ ઓળખ બનાવનાર એજાઝ ખાન હાલમાં 'બિગ બોસ 14'માં જોવા મળે છે. પહેલા અઠવાડિયે એજાઝ ખાન બેકફુટ પર રહ્યો હતો. જોકે, હવે તેણે ઘરમાં પોતાનો પરચો બતાવી દીધો છે. આ દરમિયાન એક્ટરનો એક જૂનો ઈન્ટરવ્યૂ સામે આવ્યો છે. આ ઈન્ટરવ્યૂમાં એજાઝે ખભા પર ઈજા થતાં તેને ડાન્સ રિયાલિટી શો 'ઝલક દિખલાજા' શરૂ થતાં પહેલા જ છોડવો પડ્યો હતો. આ દરમિયાન કેટલાક લોકોએ તેને હેન્ડિકેપ્ડ કહ્યો હતો.

એજાઝ ખાને વેબ પોર્ટલ પિંકવિલા સાથેની વાતચીતમાં પોતાની કરિયરના સૌથી મુશ્કેલ દિવસની વાત કરી હતી. તેણે કહ્યું હતું, 'મને બે વાર ખભામાં ઈજા થઈ હતી અને આ સમય મારા માટે સૌથી વધુ મુશ્કેલ હતો. તે સમયે ઈન્ટરનેટ નહોતું. એક સમય એવો આવ્યો કે મારા ખભાનું ઓપરેશન સક્સેસ રહ્યું નહોતું. 16 દિવસ બાદ જ તે ખભામાં બીજીવાર ઈજા થઈ હતી. દોઢ વર્ષ સુધી મારો ખભો ઠીક થયો નહોતો, પરંતુ મને વિશ્વાસ હતો કે હું સાજો થઈ જઈશ.'

વધુમાં એક્ટરે કહ્યું હતું, 'તે સમયે હું બાંદ્રામાં એક નાનકડા ફ્લેટમાં રહેતો હતો અને જીવન બહુ જ સરળ હતું. ઈજા હોવા છતાં મેં ઘણાં કામ કર્યા હતા. હું દુખાવાને કારણે રડી પડતો હતો અને મને આમાંથી બહાર આવવામાં દોઢ વર્ષ જેટલો સમય થયો હતો. જોકે, આ ઈજાએ મને એ વાત શીખવી કે જો મનથી તમે નક્કી કરો તો તમે ચોક્કસથી કમબેક કરી શકો છો.'

ડાન્સ રિહર્સલ દરમિયાન આ ઘટના બની હતી
ખભાની ઈજાને કારણે એજાઝે માત્ર ડાન્સ રિયાલિટી શો જ નહોતો છોડ્યો પરંતુ તેણે ઘણું બધું સાંભળવું પણ પડ્યું હતું. આ અંગે એક્ટરે કહ્યું હતું, 'હું 'ઝલક દિખલાજા' શોમાં કામ કરતો હતો. શો લોન્ચ થાય તેના ત્રણ દિવસ પહેલાં જ હું મારી ડાન્સ પાર્ટનરને ઊંચકવાની પ્રેક્ટિસ કરતો હતો. આ દરમિયાન યુવતીની પકડ છૂટી ગઈ અને મારી આંગળી વળી ગઈ હતી અને તે મારા ખભા પર સીધી પડી હતી. હું મારી જાતને શ્વાસ લેવાનું કહેતો હતો. હું એક ડાન્સર હતો અને મને ડાબા ખભામાં પહેલેથી જ તકલીફ હતી અને આ ઘટના બાદ મને જમણાં ખભામાં ઈજા થઈ હતી. તે સમયે કેટલાક લોકોએ મને ત્યાં સુધી કહ્યું હતું કે અમે તમને હેન્ડિકેપ્ડ હોવાનો ફાયદો આપી શકીએ નહીં. અમે કોઈ સ્પેશિયલ ડાન્સ શો ચલાવતા નથી. આ સાંભળીને મને ઘણું જ દુઃખ થયું હતું, કારણ કે આ બધું ડાન્સ રિહર્સલ દરમિયાન જ થયું હતું. જોકે, મેં પૂરી મક્કમતાથી કમબેક કર્યું હતું.'

એજાઝ ખાન વર્ષ 2013માં 'ઝલક દિખલાજા' શોમાં જોવા મળવાનો હતો પરંતુ છેલ્લી મિનિટે તેણે શોમાં કામ કરવાની ના પાડી દીધી હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Aijaz Khan was kicked out of a reality show with a shoulder injury, the makers said – we can’t give you the benefit of being handicapped, this is not a special show

Source

હૉટનેસના મામલે આમીર ખાનની દીકરી પણ ઓછી નથી, જુઓ લાજવાબ તસવીરો

gujarati.oneindia.com |
આમિર ખાનની દીકરી અસલી જિંદગીમાં ઘણી ગ્લેમરસ અવતારમાં જોવા મળે છે. તે ઘણી ફેશનેબલ છે. સોશિયલ મીડિયા પર અવારનવાર ઈરા ખાનની હૉટ ફોટો વાયરલ થાય છે. જ્યારે ઑફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ અને સેક્સી તસવીરો શેર કરવાથી ખચકાતી નથી. ઈરા બૉલીવુડથી

Source

મુકેશ ખન્ના અને ગજેન્દ્ર ચૌહાણના આરોપ-પ્રત્યારોપ અટકવાનું નામ જ નથી લેતા, હવે ગજેન્દ્રએ કહ્યું- 'તેમના કામ જોઈને અસલી પિતામહ પણ શરમાઈ જશે'

www.divyabhaskar.co.in |

બી આર ચોપરાના પોપ્યુલર શો 'મહાભારત'નો હિસ્સો રહેલા વેટરન એક્ટર્સ મુકેશ ખન્ના અને ગજેન્દ્ર ચૌહાણ વચ્ચેનો વિવાદ અટકવાનું નામ જ નથી લેતો. હાલમાં જ મુકેશ ખન્નાએ ગજેન્દ્ર ચૌહાણને પ્રોડ્યુસરના ચાપલૂસ કહ્યા હતા. હવે તેનો જવાબ આપીને ગજેન્દ્ર ચૌહાણે કહ્યું કે કોઈનું સન્માન કરવાને ચાપલૂસી સમજી બેઠા. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીત દરમ્યાન, ગજેન્દ્ર ચૌહાણે કહ્યું કે આ પ્રકારની વાત કરતા તેમને શરમ આવવી જોઈએ.

મુકેશ જીને ઘણો મોટો વહેમ છે
સૌથી પહેલા તો તેમને મને ધર્મરાજની બદલે અધર્મ-રાજ કહ્યું જે સાવ ખોટું છે. પહેલીવાત તો એ કે હું ધર્મરાજ છું જ નહીં, મેં તો બસ એક રોલ નિભાવ્યો જેને લોકોએ પસંદ કરી આવકાર્યો. સાથે જ 'મહાભારત' કોઈ એક કલાકાર કે કોઈ એક રોલને કારણે નથી ચાલી. તેનો દરેક રોલ મહત્ત્વનો હતો. મુકેશજીને લાગે છે કે તેમના વગર મહાભારત શો અધૂરો રહી જાત, તેમને આ ખોટો વહેમ રાખ્યો છે.

વડીલ જો મર્યાદા તોડે તો પછી સહન ન કરી શકાય
તે એક વડીલ છે. આપણા સંસ્કાર મુજબ આપણે વડીલને જવાબ ન દેવો જોઈએ પણ તેઓ મને મજબૂર કરી રહ્યા છે આ બધું કરવા માટે. તેઓ આજની પેઢીને શીખવી રહ્યા છે કે વડીલને જવાબ દેવો જોઈએ જે મારી મર્યાદા વિરુદ્ધ છે પરંતુ વડીલ જો મર્યાદા તોડે તો પછી સહન ન કરી શકાય.

તે ઘણું ખોટું બોલે છે
મારી ચેરમેનશિપ પર તેમણે આંગળી ચીંધી હતી અને મારા પર ખોટા આરોપ પણ લગાવ્યા હતા. મેં ક્યારેય તેમની પાસે કોઈપણ પ્રકારનું સમર્થન નથી માગ્યું, તે જાતે જ આગળ આવીને સમર્થન આપતા હતા. તે ઘણું ખોટું બોલે છે.

અમે બધા રવિ ચોપરાનું સન્માન કરતા હતા
મુકેશજીએ મારા પર આરોપ લગાવ્યો હતો કે હું પ્રોડ્યુસરની ચાપલૂસી કરતો હતો. તેમને આ પ્રકારના ખોટા આરોપ લગાવતા શરમ આવવી જોઈએ. તેઓ રવિ ચોપરાનું નામ લઈને પબ્લિસિટી મેળવી રહ્યા છે. મેં ક્યારેય કોઈની ચાપલૂસી નથી કરી. જેને તે ચાપલૂસી કહી રહ્યા છે તેને સન્માન કહેવામાં આવે છે. અમે બધા રવિ ચોપરાજીનું સન્માન કરતા હતા.

તેમના કામ જોઈને અસલી પિતામહ પણ શરમાઈ જશે
જ્યારે તે 'શક્તિમાન' કરી રહ્યા હતા ત્યારે શોના ડિરેક્ટરે મને બોલાવીને કહ્યું હતું કે તમારે આ રોલ કરવો પડશે, હું કામ માગવા ગયો ન હતો. આજ સુધી કામ માગવાની જરૂર નથી પડી અને કદાચ જો માગવું પણ પડે તો મને ક્યારેય શરમ નહીં આવે. કામ માગવું ભીખ માગવું નથી. તેમના કામ જોઈને અસલી પિતામહ પણ શરમાઈ જશે. તેમણે મહાભારત મહાકાવ્ય વાંચ્યું પણ ક્યારેય સમજી ન શક્યા. તે લોકોના કામની નિંદા કરે છે પછી તે એકતા કપૂર, રોનિત રોય હોય કે કપિલ શર્મા, તેમને આ અધિકાર કોણે આપ્યો છે?

મુકેશજીએ પણ મને તેની અમુક સિરિયલ્સ પાસ કરાવવા માટે કોલ કર્યો હતો
મુકેશજીએ મારા પોલિટિકલ કરિયર પર પણ કમેન્ટ કરી. તે કોણ છે આ બધું બોલવાવાળા? હું તેમને જણાવી દઉં કે હું 6 વર્ષ સુધી રાષ્ટ્રીય સાંસ્કૃતિક પ્રકાશનો કન્વેયર હતો. ત્યારબાદ હું નેશનલ કાઉન્સિલનો સભ્ય હતો પછી ત્રણ-ત્રણ વર્ષ માટેની 2 ટર્મમાં નેશનલ કમિટી ઓફ ભાજપનો સભ્ય બન્યો. પછી FTIનો ચેરમેન બન્યો અને ગયા વર્ષે DD કિસાનની સિલેક્શન કમિટીને ચેરમેન તરીકે જોઈન કરી. મુકેશજીએ પણ તેમની અમુક સિરિયલ્સ પાસ કરાવવા મને કોલ કર્યો હતો પરંતુ મેં તેમને કહ્યું હતું કે સિરિયલ માત્ર મેરિટના આધારે પાસ થશે. તેમને તે વાતનો ગુસ્સો હતો જે આજે નીકળી રહ્યો છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Mukesh Khanna And Gajendra Chauhan Arguemente Continue, Now Gajendra Said “Seeing His Actions, Even The Real Grandfather Will Be Ashamed”

Source

error:
Scroll to Top