દરમયન

અમદાવાદ : કર્ફ્યુ દરમિયાન થંભી ગયુ અમદાવાદ, લૉકડાઉન જેવી જોવી મળી સ્થિતિ

gujarati.oneindia.com |
અમદાવાદ : કર્ફ્યુ દરમિયાન થંભી ગયુ અમદાવાદ, લૉકડાઉન જેવી જોવી મળી સ્થિતિ

Source

પ્રિયંકા ચોપરાએ કહ્યું, મિસ વર્લ્ડ ક્રાઉનિંગના વોક દરમ્યાન લોકો વિચારી રહ્યા હતા કે હું નમસ્તે કરી રહી છું, પણ મેં ડ્રેસ પકડ્યો હતો

www.divyabhaskar.co.in |

પ્રિયંકા ચોપરાએ અત્યાર સુધી ઘણીવાર રેડ કાર્પેટ પર સ્ટનિંગ ડ્રેસ પહેર્યા છે. સ્ટાઇલ સ્ટેટમેન્ટમાં ગ્લોબલ લેવલ પર ખુદની અલગ ઓળખ બનાવી છે. તેમાં અમુક ડ્રેસ એવા પણ હતા જેને પહેરવામાં અસુવિધા પણ રહી. તેમાંના બે ડ્રેસ એવા હતા જેમાં તે સૌથી વધુ અન્કમ્ફર્ટેબલ હતી. પહેલી વખત ત્યારે જ્યારે તેણે મિસ વર્લ્ડનો તાજ પહેર્યો અને બીજી વખત 2018માં જ્યારે તેણે રાલ્ફ લોરેનનો ડ્રેસ કેરી કર્યો હતો.

વોક કરવા સમયે નમસ્તે જ કરતી રહી
પ્રિયંકાએ એક મેગેઝીનને આપેલા ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો કે તેની લાઈફની સૌથી મોટી ઇવેન્ટમાં જ તે સૌથી વધુ અન્કમ્ફર્ટેબલ હતી. તેણે કહ્યું કે, હું ઘણી સ્ટ્રેસમાં હતી. ઇવેન્ટના અંતમાં ડ્રેસની આખી ટેપ નીકળી ગઈ હતી. જ્યારે હું વોક કરી રહી હતી તો નમસ્તે જ કરતી રહી. લોકો વિચારતા હતા કે હું નમસ્તે કરતી હતી પણ મેં ડ્રેસ પકડ્યો હતો.

કોર્સેટમાં શ્વાસ લઇ શકતી ન હતી- પ્રિયંકા
ડ્રેસને લઈને બીજી ઘટના એ હતી જ્યારે 2018માં પ્રિયંકાએ મેટ ગાલા ઇવેન્ટમાં રાલ્ફ લોરેનનો ડ્રેસ પહેર્યો હતો. પીસીએ કહ્યું કે, તે રાલ્ફ લોરેનનો બ્લડ રેડ ડ્રેસ હતો. તેમાં ગોલ્ડન હેડ ગિયર હતું. પરંતુ તે ડ્રેસની અંદર જે કોર્સેટ હતું તેમાં હું શ્વાસ લઇ શકતી ન હતી. મને લાગતું હતું કે મારી પાંસળીઓ દબાઈ રહી હતી. ડિનર સમયે તે પહેરીને બેસવું સૌથી કઠિન હતું. સ્વાભાવિક છે કે હું તે રાત્રે કંઈપણ સરખી રીતે જમી શકી ન હતી.

કરવાચોથ મનાવવા ઘરે પરત આવી
પ્રિયંકા થોડા દિવસો પહેલાં તેની ફિલ્મ મેટ્રિક્સ 4ના શૂટિંગ માટે જર્મનીમાં હતી. ફિલ્મમાં કીનુ રિવ્સ લીડ રોલમાં છે જોકે પ્રિયંકાના રોલ વિશે વધુ જાણકારી નથી. કરવાચૌથ પહેલાં તે અમેરિકા પરત ફરી અને પતિ નિક જોનસ સાથે બીજી કરવાચૌથ મનાવી.

પ્રિયંકા ચોપરા સાથે જોડાયેલા આ સમાચાર પણ તમે વાંચી શકો છો…

કરવાચોથ 2020:લાલ સાડી અને હાથમાં પૂજાની થાળી સાથે પ્રિયંકા ચોપરાએ વિદેશમાં મનાવી કરવાચોથ, વાઇરલ થઈ તસવીરો

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Priyanka Chopra Shared Behind Most Uncomfortable Fashion Moments During Miss World Crowning And Met Gala

Source

હૈદરાબાદમાં વેબ સિરીઝના શૂટિંગ દરમ્યાન તમન્નાને કોરોના થયો, હવે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈને ઘરે પહોંચી, કહ્યું- સારું ફીલ કરી રહી છું

www.divyabhaskar.co.in |

'બાહુબલી' ફેમ એક્ટ્રેસ તમન્ના ભાટિયા કોરોના પોઝિટિવ આવી છે. તેને કોરોના વાઇરસના હળવા લક્ષણ દેખાયા હતા. ત્યારબાદ તેણે ટેસ્ટ કરાવ્યો અને તે પોઝિટિવ આવ્યો હતો. તમન્ના હૈદરાબાદમાં એક વેબ સિરીઝનું શૂટિંગ કરી રહી હતી. અગાઉ તેનાં પેરેન્ટ્સ કોરોના પોઝિટિવ આવ્યા ત્યારે તે આઇસોલેશનમાં રહી હતી.

આ વાતની જાણકારી તમન્નાએ તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર આપી ફેન્સ સાથે એક નોટ શેર કરી છે.

તમન્નાએ લખ્યું, 'મારી ટીમ અને હું સેટ પર બધી સાવચેતી રાખી રહ્યા હતા પરંતુ છેલ્લા અઠવાડિયે મને હળવો તાવ આવ્યો. ટેસ્ટ કરાવતા ખબર પડી કે કોરોના પોઝિટિવ છું. હું હૈદરાબાદની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં એડમિટ હતી પણ હવે ડિસ્ચાર્જ થઇ ગઈ છું. આ અઠવાડિયું ઘણું ઉતાર ચડાવવાળું રહ્યું પરંતુ હવે હું સારું ફીલ કરી રહી છું. આશા છે કે હું ટૂંક સમયમાં રિકવર થઇ જઈશ. ડોક્ટરની સલાહ મુજબ, મેં ખુદને આઇસોલેટ કરી રાખી છે. આ દરમ્યાન તમારી ચિંતા અને પ્રાર્થનાઓ માટે આભાર.'

ઓગસ્ટમાં માતાપિતા કોરોનાના શિકાર થયા
એક મહિના પહેલાં જ તમન્નાએ જણાવ્યું હતું કે તેના પિતા સંતોષ ભાટિયા અને માતા રજની ભાટિયા કોરોના પોઝિટિવ છે. ત્યારબાદ તમન્નાએ ટ્વિટર પર જણાવ્યું હતું કે પરિવારના બીજા સભ્યો અને તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. પરંતુ, હવે તે પણ વાઇરસની શિકાર બની ગઈ છે.

આ છે તમન્નાના અપકમિંગ પ્રોજેક્ટ
તમન્ના હાલ તેની તેલુગુ ફિલ્મ સિટીમારનું કામ શરૂ કરવાની રાહ જોઈ રહી હતી. આ ફિલ્મમાં ગોપીચંદ લીડ રોલમાં છે અને આ એક એક્શન ડ્રામા છે. તમન્નાની હજુ એક હિન્દી ફિલ્મ બોલે ચૂડિયાં તૈયાર છે અને એક્ટ્રેસ તે રિલીઝ થવાની રાહમાં છે. રિપોર્ટ્સ અનુસાર તમન્ના જે વેબ સિરીઝનું શૂટિંગ કરી રહી હતી તે અટકાવી દેવામાં આવ્યું છે. બાકીના મેમ્બર્સને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Tamannaah Bhatia Tests Positive For Covid 19

Source

આમિર ખાને 'લાલ સિંહ ચઢ્ઢા'ના શૂટિંગ દરમ્યાન 45 દિવસ માટે મહિલાઓની કેબ સર્વિસ હાયર કરી, ડોમેસ્ટિક વાયોલન્સનો શિકાર બનેલી મહિલાઓ આ બિઝનેસ ચલાવે છે

www.divyabhaskar.co.in |

આમિર ખાન હાલ તેની આગામી ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'ના શૂટિંગ માટે દિલ્હીમાં છે. જ્યાં તેણે એક ખાસ પહેલ કરીને મહિલાઓ દ્વારા સંચાલિત કેબ સર્વિસ હાયર કરી છે. જેનો હેતુ ડોમેસ્ટિક વાયોલન્સથી પ્રભાવિત આ મહિલાઓની મદદ કરવાનો છે.

આ વિશે સેટ પર હાજર રહેલા લોકોએ જણાવ્યું કે આમિરે 45 દિવસ માટે મહિલાઓ દ્વારા સંચાલિત કેબ સર્વિસ હાયર કરી છે. જે પ્રોડક્શન સાથે જોડાયેલા લોકોને હોટલથી સેટ પર લેવા મુકવા માટે યુઝ કરવામાં આવશે.

ડોમેસ્ટિક વાયોલન્સનો શિકાર બનેલી મહિલાઓ બિઝનેસ ચલાવે છે
આમિરે જે કેબ સર્વિસ હાયર કરી છે તેનું નામ 'સખા' છે. તેનું સંચાલન ડોમેસ્ટિક વાયોલન્સનો શિકાર બનેલી મહિલાઓ કરે છે. તેના ટીવી શો 'સત્યમેવ જયતે'ના શૂટિંગ દરમ્યાન આમિર સૌથી પહેલા આ કેબ સર્વિસના પરિચયમાં આવ્યો હતો. ત્યારથી આમિર તેને હેલ્પ કરી રહ્યો છે. ખાસ કરીને દિલ્હી પ્રવાસ દરમ્યાન આમિર મોટેભાગે આ કેબ સર્વિસ લેતો રહે છે. આવું કરતા તેને 10 વર્ષ થઇ ગયા છે.

કોરોનાથી બચવા માટે પૂરો પ્રબંધ
કોરોનાને કારણે આ મહિલાઓની કેબ સર્વિસને પણ ઘણું નુકસાન થયું છે. આવામાં દિલ્હી શેડ્યુઅલના શૂટ દરમ્યાન પુરા 45 દિવસ માટે આમિરે આ સર્વિસ હાયર કરી છે. આ દરમ્યાન કોરોનાથી બચવા માટે 'બાયો બબલ' રુલને પણ ફોલો કરવામાં આવશે.

'બેલબોટમ'ના શૂટિંગમાં પણ ફોલો કરવામાં આવ્યા બધા રુલ
આ પહેલાં અક્ષય કુમારની ફિલ્મ 'બેલબોટમ'ના શૂટિંગ દરમ્યાન પણ 'બાયો બબલ'નો રુલ ફોલો કરવામાં આવ્યો હતો. જેથી બધી સુરક્ષા સાથે ફિલ્મનું શૂટિંગ થઇ શકે. સાથે જ આગળ જે ફિલ્મો શૂટ થશે તેમાં પણ આનું પાલન કરવામાં આવશે.

'બાયો બબલ' રુલમાં કઈ રીતે શૂટિંગ થાય છે?
'બાયો બબલ' પ્રોસેસમાં અલગ અલગ યુનિટની ટીમ બનાવી લેવામાં આવે છે. આખી યુનિટ સાથે રહે છે. સેમ ફ્લાઇટમાં ટ્રાવેલ કરે છે. લેન્ડિંગ બાદ એરપોર્ટથી હોટલ અને હોટલથી સેટ સુધી જે ગાડી અને ડ્રાઈવર અસાઈન કરેલા હશે, તેની સાથે જ ટ્રાવેલ કરે છે. તેમાં બહાર જવાની મંજૂરી હોતી નથી. શોપિંગ કરવાની પણ મનાઈ છે. આ બધું કર્યા પછી તે જ પેટર્નમાં સેમ ફ્લાઈટમાં પરત આવશે.

બહારની દુનિયા સાથે સંપર્ક નહીં
હોટલમાં ટીમને બુફે શેર કરવાની પણ મંજૂરી હોતી નથી. પેક્ડ જમવાનું તેમના રૂમ અથવા વેનિટીમાં આવે છે. કાસ્ટ અને ક્રૂનું એક યુનિટ બનાવવામાં આવે છે, જેને બહારનો વ્યક્તિ ન મળી શકે અને તેઓ પણ કોઈ બહારના વ્યક્તિને ન મળી શકે. આ રીતે સુરક્ષિત રીતે શૂટ પૂરું કરવામાં આવે છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Aamir Khan Hires Cab Service Running By Women Victims Of Domestic Violence For 45 Days For His Upcoming Film Lal Singh Chaddha

Source

હરિહરન બોલ્યા- પહેલા સ્ટેજ શો દરમ્યાન દીદીએ ઓડિયન્સ તરફ જોવાની ના પાડી હતી, પછી ખબર પડી તેમનું આવું કહેવાનું કારણ

www.divyabhaskar.co.in |

લતા મંગેશકરને 92મા જન્મદિવસ પર ફેમસ સિંગર હરિહરને તેમને શુભેચ્છા આપતા તેમની સાથે કામ કરવાનો તેમનો અનુભવ દિવ્ય ભાસ્કર સાથે શેર કર્યો. તેમણે કહ્યું કે જ્યારે પહેલીવાર તેમની સાથે સ્ટેજ શોમાં ગાઈ રહ્યો હતો તો તેમણે મને એક શીખ આપી હતી.

હરિહરને કહ્યું, 'દીદીને જન્મદિવસની ઘણી શુભકામના. પ્રાર્થના કરું છું કે તે સ્વસ્થ અને ખુશ રહે. ફિલ્મોમાં ગાવા પહેલાં તેમની સાથે બંગાળ, લંડન વગેરે જગ્યાઓ પર ઘણા મોટા શો કર્યા છે. ત્યારબાદ તેમની સાથે લમ્હે, સત્ય વગેરે ફિલ્મોમાં ગીતો ગાયા. પોતાના પિતાજીના નામે વર્ષમાં એકવાર પ્રોગ્રામ કરતા હતા. તેમાં મેં ત્રણ ચાર વર્ષ પરફોર્મ કર્યું. તેમના પિતાજીના નામ પર જે અવોર્ડ છે જે તે પણ આપ્યો. મારા માટે આ સૌભાગ્યની વાત છે કે સૌથી પહેલા તેમણે એક લાઈવ મ્યુઝિશિયનને આ અવોર્ડ આપ્યો હતો.

દીદીએ ઓડિયન્સ સામે જોવાની ના પાડી હતી
'તેમની સાથે પહેલીવાર શોમાં ગાઈ રહ્યો હતો. ગીત હતું 'યે રાત ભીગી ભીગી..' સ્ટેજ પર જતા પહેલાં તેમણે કહ્યું કે હરિ પહેલીવાર ગાઈ રહ્યા છો તો વધુ ઉપર અને ઓડિયન્સ તરફ ન જોતા. હવે કોઈ કહે કે ઉપર ન જોતા તો તે કરવા ઉત્સાહિત રહીએ છીએ.'

'ના પાડી હતી છતાં મેં વાત ન માની'
'પહેલું મુખડું ગાયું તો તેમને ઘણું ગમ્યું. તેમણે ઈશારાથી મને કહ્યું પણ ખરા કે તેમને ગમ્યું. પરંતુ જેવું મ્યુઝિક વાગ્યું કે મેં હળવેથી નજર ઊંચી કરીને ઓડિયન્સ તરફ જોઈ લીધું. ત્યાં લાખોથી વધુ લોકોની ઓડિયન્સ બેઠી હતી. પહેલીવાર આટલા બધા લોકોને એકસાથે જોઈને એક ક્ષણ માટે મારું ધ્યાન હટી ગયું. પછી તો અંતરો શરૂ થયો કે ભૂલ કરી બેઠો.'

'મારી ભૂલ પર તેઓ હસી રહ્યા હતા'
'જોકે ભૂલ ઓડિયન્સને નહીં ખાલી અમને જ ખબર પડી. પરંતુ જ્યારે 2 મિનિટ પછી દીદી તરફ જોયું તો તેઓ હસી રહ્યા હતા કે તમે કેમ ઓડિયન્સ તરફ જોયું. તેમને ઓબ્ઝર્વ કરીને જ અમને ઘણું બધું શીખવા મળે છે.'

'ગીત યાદ ન રહે ત્યાં સુધી તે માઈક પર ન આવતા'
'દીદીને જ્યાં સુધી ગીત યાદ ન રહે ત્યાં સુધી તેઓ માઈક સામે આવતા ન હતા. એવું ક્યારેય નથી થયું કે યાદ કર્યા વગર માઈક સામે આવી ગયા. રિહર્સલ બે ત્રણ વખત કર્યા બાદ દરેક વખત તે જ રીતે ગીત ગાતા હતા. બે ત્રણ રિહર્સલ પછી એવું લાગતું કે ગીતમાં શું જાન આવી ગઈ છે.'

'દીદી કેરમ ઘણું સારું રમે છે'
'દીદી કેરમ બોર્ડ ઘણી સારી રીતે રમે છે. વેરી ગુડ કેરમ બોર્ડ પ્લેયર. મેં તેમની સાથે તેમના ઘરે એક બે વાર કેરમ રમ્યું છે. તેમનો ગેમ રમવાનો અંદાજ જ અલગ હોય છે. એકદમ શાર્પ. તેને રમવામાં પણ એક અલગ પ્રકારની નઝાકત હોતી હતી, તે એકદમ અલગ રીતે વિચારે છે.'

(જેવું હરિહરને ઉમેશ કુમાર ઉપાધ્યાયને જણાવ્યું)

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


=Hariharan Remembers His Memories With Lata Mangeshkar On Her Birthday, Says Didi Refused To Look At The Audience During The First Stage Show, Later Found Out The Reason For Her Saying So

Source

બનાસકાંઠાઃ અમીરગઢ ચેક પોસ્ટ પર ચેકિંગ દરમિયાન વિદેશી દારૂ ઝડપાયો

gujarati.oneindia.com |
બનાસકાંઠાઃ અમીરગઢ ચેક પોસ્ટ પર ચેકિંગ દરમિયાન વિદેશી દારૂ ઝડપાયો

Source

આશુતોષ રાણાએ શો દરમ્યાન જણાવ્યું કઈ રીતે તેમની અને રેણુકા શહાણેની પહેલી મુલાકાત થઇ, એક્ટ્રેસને પ્રપોઝ કરવા માટે જાતે કવિતા લખી હતી

www.divyabhaskar.co.in |

'ધ કપિલ શર્મા શો'માં આ રવિવારે ઇન્ડસ્ટ્રીની ટેલેન્ટેડ જોડી આશુતોષ રાણા અને રેણુકા શહાણે સેટ પર આવશે. શોમાં કપલ તેમની એક્ટિંગથી લઈને લાઈફ વિશેની ઘણી વાતો કરતા દેખાશે. શોમાં કલાકારોના જોક્સ પર પણ ખૂબ હસતા જોવા મળશે. આવામાં દર્શકો માટે પણ આ આનંદથી ભરપૂર વીકેન્ડ સાબિત થશે.

એક રસપ્રદ ચર્ચા દરમ્યાન આશુતોષ રાણાએ તેની અને રેણુકાની પહેલી મુલાકાત વિશે ઘણી વાતો શેર કરી. તેમણે કહ્યું, 'હંસલ મહેતાની ફિલ્મ 'જયતે'નો પ્રિવ્યૂ હતો સુમિત થિયેટરમાં તો હું રાજેશ્વરી સચદેવ અને તેજસ્વિની કોલ્હાપુરેને સાથે લઈને ગયો હતો. ત્યાં ગયો તો ખબર પડી કે રાજેશ્વરી અને રેણુકા ઘણા સારા મિત્રો હતા અને હું રેણુકાજીનો ફેન પણ હતો. સૈલાબ (સિરિયલ) તે સમયે આવતી હતી અને તેમની ફિલ્મ હમ આપકે હૈ કૌન પણ આવી ગઈ હતી તો હું તેમના કામથી પ્રભાવિત હતો. જ્યારે તેમને મળ્યો ત્યારે અમે અંદાજે અડધી કલાક વાત કરી અને મારા વિચાર ઘણા મળતા હતા.'

પહેલી જ વખત આશુતોષે લિફ્ટ ઓફર કરી હતી
જયારે અમે બહાર નીકળ્યા તો રાત થઇ ગઈ હતી અને તે દિવસે રવિવાર હતો. મેં પૂછ્યું તમે ક્યા રહો છો? તો તેમણે કહ્યું હું દાદરમાં રહું છું. તો મેં પૂછ્યું તમે કઈ રીતે જશો? તમારી પાસે કાર નથી? તો તેઓ બોલ્યા કે આજ રવિવાર છે અને રવિવારે અમે અમારા સ્ટાફને રજા આપીએ છીએ અને મને ગાડી ચલાવતા નથી આવડતી. મેં તેમને પૂછ્યું કે શું હું તેમને ડ્રોપ કરી દઉં? તેમણે મને પૂછ્યું હું ક્યા રહું છું? મેં કહ્યું, હું ચેમ્બુરમાં રહું છું. તો મને કહ્યું કે હું મુંબઈમાં મોટી થઇ છું, જન્મ પણ અહીં જ છે, મેં આજ સુધી એવો કોઈ રસ્તો નથી જોયો જે જુહુથી દાદર થતા ચેમ્બુર જતો હોય. પછી તેમણે મને કહ્યું, તમે ચિંતા ન કરો મને ટેવ છે હું જતી રહીશ. આ સાંભળીને બધા ખિલખિલાટ હસવા લાગ્યા.

દશેરાની શુભકામના આપવાના બહાને કોલ કર્યો હતો
ડિરેક્ટર રવિ રાય તે બંને સાથે એક શો કરવા ઇચ્છતા હતા પરંતુ આશુતોષે તે ઘટનાનો ફાયદો લઈને રવિ પાસેથી રેણુકાનો નંબર માગી લીધો. ત્યારે ખબર પડી કે રેણુકા રાત્રે 10 વાગ્યા પછી કોઈના ફોનના જવાબ નથી આપતા અને કોઈ અજાણ્યા નંબરના ફોન પણ નથી લેતા. તમારે આન્સરિંગ મશીન પર મેસેજ અને બાકીની ડિટેલ્સ છોડવી પડતી હતી. આ વાતોને ધ્યાનમાં રાખીને આશુતોષે રેણુકાના આન્સરિંગ મશીન પર એક મેસેજ છોડ્યો જેમાં તેમણે રેણુકાને દશેરાની વધામણી આપી. જોકે તેમણે જાણીજોઈને તેમનો નંબર ન આપ્યો કારણકે તે વિચારી રહ્યા હતા કે જો રેણુકાને તેની સાથે વાત કરવી હશે તો તે ખુદ પ્રયત્ન કરશે અને તેનો નંબર શોધી લેશે.

લકીલી આશુતોષને તેની બહેન તરફથી મેસેજ મળ્યો કે રેણુકાનો ફોન આવ્યો હતો અને તેમણે દશેરાની શુભકામના માટે ધન્યવાદ કહ્યું છે. ત્યારબાદ અમુક સમય સુધી મેસેજની આપલે થતી રહી અને પછી રેણુકાએ આશુતોષને તેમનો પર્સનલ નંબર આપી દીધો.

આશુતોષે કહ્યું, 'મેં તે જ રાત્રે 10:30 વાગ્યે તેમને ફોન કરીને કહ્યું કે થેંક્યુ રેણુકા જી તમે તમારો નંબર આપ્યો અને ત્રણ મહિના અમે ફોન અ ફ્રેન્ડ રમતા રહ્યા.'

રેણુકા માટે જાતે કવિતા લખી હતી
આશુતોષને કવિતાઓ ગમતી અને રેણુકાને ગદ્ય. આશુતોષે એવું વિચારીને એક કવિતા લખી કે જો રેણુકાને રસ હશે તો તે જવાબ જરૂર આપશે અને જો નથી તો તેમાં રિજેક્શનનો સવાલ જ નથી આવતો. તે સમયે આશુતોષ હૈદરાબાદમાં શૂટિંગ કરી રહ્યા હતા અને રેણુકા ગોવામાં હતા. જ્યારે તેમણે રેણુકાને કવિતા વાંચીને સંભળાવી તો રેણુકાએ એવું કહીને જવાબ આપ્યો હતો કે તે તેમને પ્રેમ કરે છે. તેના પર આશુતોષે કહ્યું, તમે પરત આવો પછી આપણે આ વિષય પર વધુ વાત કરીએ છીએ. બસ પછી તો સૌ જાણે જ છે કે આગળ શું થયું. તે છેલ્લા ઘણા વર્ષોથી હેપ્પી મેરિડ લાઈફ એન્જોય કરી રહ્યા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Ashutosh Rana Told During The Kapil Sharma Show How He And Renuka Shahane Had Their First Meeting, Wrote A Poem To Propose The Actress

Source

error:
Scroll to Top