દકર

શાહરુખ ખાનની દીકરી સુહાનાએ મિરર સેલ્ફી શેર કરી, યૂઝર્સે કહ્યું કે…

gujarati.oneindia.com |
નવી દિલ્હીઃ અભિનેતા શાહરુખ ખાનની દીકરી સુહાના હજી ભણી રહી છે પરંતુ સોશિયલ મીડિયા પર તે કોઈ સેલિબ્રિટિ જેટલી જ મશહૂર છે. તેમની તસવીર હંમેશા સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. એકવાર ફરી તેમની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ

Source

‘બિગ બોસ’માંથી બહાર આવતાંની સાથે કુમાર સાનુ પર તેનો દીકરો સાનુ ભડક્યો, કહ્યું,‘મારા ઉછેર વિશે તો તે કંઈ બોલે જ નહીં એમાં જ એમની ભલાઈ છે’

www.divyabhaskar.co.in |

કુમાર સાનુનો દીકરો જાન સાનુ ‘બિગ બોસ 14’ના ઘરમાંથી બહાર નીકળી ગયો છે. શૉમાંથી બહાર આવતાંની સાથે તેણે પિતા કુમાર સાનુ પર પોતાનો રોષ ઠાલવ્યો છે. જાન સાનુએ કહ્યું કે, એક પિતા દ્વારા તેના ઉછેર પર પ્રશ્નો કરવા એ અફસોસજનક છે. થોડા દિવસ પહેલાં કુમાર સાનુએ કહ્યું હતું કે, તેની પત્ની રીતાએ દીકરાનો ઉછેર સારી રીતે કર્યો નથી.

દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં જાને કહ્યું કે, ‘કોઈને પણ મારા ઉછેર પર પ્રશ્નો કરવાનો હક નથી. પરંતુ મને દુઃખ છે કે મારા પિતા જ આવું કરી રહ્યા છે. મને ખબર છે કે મારાથી અજાણતામાં ભૂલ થઇ હતી. મેં જાણી જોઈને મરાઠી ભાષા વિરુદ્ધ કંઈ કહ્યું નહોતું. જો મારાથી ભૂલ પણ થઈ ગઈ હોય તો મારી વિરુદ્ધ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર મૂકવાનો કોઈ હક નથી.

કોઈ પિતા તેના બાળક વિરુદ્ધ ના બોલે અને એ પણ સોશિયલ મીડિયા પર. મને તેમના આ કામથી દુઃખ થયું છે. પરંતુ હકીકત એ પણ છે કે તેઓ મારા પિતા છે. તે ભલે ગમે તે કરે કે બોલે હું તેમની વિરુદ્ધ ન જઈ શકું. અને આ જ મારા સંસ્કાર છે.

સાચું કહું તો મારા પિતાએ ક્યારેય મારી જવાબદારી ઉપાડી નથી. મારા ઉછેર વિશે એ કંઈ બોલે નહિ તે જ સારું રહેશે. હું તેમને કોઈ પણ જવાબ આપવા માગતો નથી. એક બાજુ તેમણે મારા ઉછેર વિરુદ્ધનો વીડિયો પોસ્ટ કર્યો અને બીજી તરફ મારા કામનાં વખાણ પણ કર્યાં. કદાચ તેમને મારા માટે મિક્સ્ડ ફીલિંગ છે. હું આ વિશે તેમની પાસે ચોક્કસ વાત કરીશ.’

શો દરમિયાન મરાઠી ભાષાના અપમાનને લઈને તે ચર્ચામાં આવ્યો હતો, પણ જાનનું કહેવું છે કે, લોકોએ તેની વાતને ખોટી રીતે લીધી. શૉના કોન્સેપ્ટ પ્રમાણે તમે માત્ર હિન્દી બોલી શકો છો અને હું તેના પર જ ફોકસ કરી રહ્યો હતો.

‘મારો ઉછેર મુંબઈમાં થયો છે અને મને મરાઠી ભાષા સાથે કોઈ પ્રોબ્લેમ નથી. લોકોની ભાવનાને ઠેસ પહોંચાડવાનો મારો ઉદ્દેશ નથી. મેં મરાઠી ભાષામાં ઘણાં ગીત ગાયાં છે. લોકોએ મારી વાતને ખોટી રીતે સમજી. મને મહારાષ્ટ્ર અને મરાઠી ભાષા એ બંને પ્રત્યે પ્રેમ છે અને હું ક્યારેય આ શહેર વિરુદ્ધ નહિ બોલું.’

બિગ બોસમાં પોતાના અનુભવ વિશે જાન સાનુએ કહ્યું કે, ‘મને વિશ્વાસ નહોતો કે આટલા દિવસ મને શોમાં રહેવાનો મોકો મળશે. શોમાં રહીને મને ખબર પડી કે દુનિયામાં કેટલી પર્સનાલિટીઝના લોકો રહે છે. ઘરમાં ઘણા લોકો છે, જે એકદમ ફેક છે.

એઝાઝ ખાન, કવિતા કૌશિક, જેસ્મિન ભસીન, અલી ગોની, રૂબીના…આ બધા લોકો ફેક છે. એ બધા એક સ્ટ્રેટજી સાથે રમે છે. તો પણ હું ઈચ્છું છું કે એઝાઝભાઈ જીતે. તે કોઈ પણ પ્રકારની સ્થિતિ બેલેન્સ કરે છે. તે વખાણલાયક છે.’

‘નિક્કી મારી મિત્ર નથી’
શોમાં નિક્કી તંબોલી સાથે સંબંધને લઈને જાન ચર્ચાનું કેન્દ્ર બની ગયો હતો, પરંતુ જાનના કહેવા પ્રમાણે લોકોએ આ વાતને પણ ખોટા એન્ગલથી જોઈ. જાને કહ્યું કે, ‘નિક્કી મારી સારી મિત્ર હતી, પરંતુ જ્યારે તેણે મારી સાથે એક ખરાબ પબ્લિસિટી સ્ટંટ કર્યો ત્યારે મને ખોટું લાગ્યું હતું.

હું તેની સાથે ફ્રેન્ડ્લી હતો, પરંતુ સ્ક્રીન પર ખોટી રીતે દેખાડ્યું. કદાચ એટલે કે ઓડિયન્સ અમારી કેમેસ્ટ્રી એન્જોય કરી રહી હતી. લોકોને લાગ્યું કે નિક્કી મારા પર પ્રભાવ પાડી રહી છે, પણ આ ખોટું છે. હું ક્યારેય તેને એક મિત્ર તરીકે નહિ જોઉં.’

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Kumar Sanu’s Son Jaan Kumar Sanu Rages On His Father, Says He Has No Right To Question My Upbringing

Source

પહેલી જ વાર શિલ્પા શેટ્ટીની દીકરી સમિશાની તસવીરો સામે આવી

www.divyabhaskar.co.in |

શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયામાં ઘણી જ એક્ટિવ છે પરંતુ તેણે આજ સુધી દીકરી સમિશાનો ચહેરો ચાહકોને બતાવ્યો નહોતો. આજે, 20 નવેમ્બરના રોજ શિલ્પા શેટ્ટી દીકરી સાથે પોતાની ઓફિસ ગઈ હતી. અહીંયા પહેલી જ વાર સમિશાનો ચહેરો જોવા મળ્યો હતો.

શિલ્પા શેટ્ટી દીકરી સમિશાને તેડીને કારમાંથી ઊતરતી હતી ત્યારે ફોટોગ્રાફર્સે તસવીરો ક્લિક કરી હતી. આ દરમિયાન સમિશાનો ચહેરો પહેલી જ વાર જોવા મળ્યો હતો. શિલ્પા બ્લૂ શર્ટ તથા ડેનિમ જીન્સ અને બ્લેક માસ્કમાં જોવા મળી હતી. જ્યારે સમિશા પિંક ટોપ તથા ગ્રે પેન્ટમાં જોવા મળી હતી.

15 ફેબ્રુઆરીએ જન્મ થયો
દીકરીની તસવીર શૅર કરીને શિલ્પા શેટ્ટીએ કહ્યું હતું, 'ઓમ ગણેશાય નમઃ અમારી પ્રાર્થનાઓનો જવાબ મળી ગયો. અમને એ જણાવતા આનંદ થાય છે કે લિટિલ એન્જલે અમારા ઘરે પગલાં પાડ્યાં છે. સમીશા શેટ્ટી કુંદ્રા. સમીશાનો જન્મ 15 ફેબ્રુઆરી, 2020ના રોજ જન્મ થયો હતો. ઘરમાં જુનિયર SSK આવી ગઈ.' એક ઈન્ટરવ્યૂમાં શિલ્પાએ કહ્યું હતું કે જ્યારે તે 21 વર્ષની હતી ત્યારે જ તેણે દીકરીનું નામ સમિશા વિચારીને રાખ્યું હતું.

2009માં લગ્ન કર્યાં હતાં
શિલ્પા શેટ્ટીએ બિઝનેસમેન રાજ કુંદ્રા સાથે વર્ષ 2009માં 22 નવેમ્બરના રોજ લગ્ન કર્યાં હતાં. લગ્નના ત્રણ વર્ષ બાદ એટલે કે વર્ષ 2012માં શિલ્પાએ દીકરા વિયાનને જન્મ આપ્યો હતો. લગ્નના 11 વર્ષ બાદ શિલ્પા બીજીવાર માતા બની છે.

13 વર્ષ બાદ કમબેક
શિલ્પા શેટ્ટી બોલિવૂડમાં 13 વર્ષ બાદ શબ્બીર ખાનની ફિલ્મ ‘નિકમ્મા’થી કમબેક કરી રહી છે. આ ફિલ્મમાં અભિમન્યુ દસાની તથા શર્લી સેટિયા છે. આ ફિલ્મ જૂન મહિનામાં રિલીઝ થવાની હતી પરંતુ લૉકડાઉનને કારણે ફિલ્મ રિલીઝ થઈ નથી અને નવી રિલીઝ ડેટ હજી સુધી જાહેર કરવામાં આવી નથી. આ ઉપરાંત શિલ્પા શેટ્ટી ડિરેક્ટર પ્રિયદર્શનની ફિલ્મ ‘હંગામા’માં પરેશ રાવલ સાથે કામ કરી રહી છે.

શિલ્પાની દીકરી સમિશાની ખાસ તસવીરો

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


For the first time, Shilpa Shetty’s daughter Samisha PHOTOS are out

Source

ડિપ્રેશન સામે લડી રહેલી દીકરી ઈરા ખાન સાથે ક્વૉલિટી ટાઈમ વીતાવી રહ્યા છે આમિર ખાન

gujarati.oneindia.com |
મુંબઈઃ થોડા દિવસ પહેલા જ આમિર ખાનની દીકરી ઈરા ખાને પોતાના ડિપ્રેશનમાં હોવાની માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી હતી. એટલુ જ નહિ તેના થોડા દિવસો બાદ ઈરા ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ લખીને જણાવ્યુ હતુ કે જ્યારે તે

Source

સોનુ નિગમ દીકરા નિવાનને સિંગર બનાવવા નથી માગતો, કહ્યું- મારો દીકરો ભારતમાં તો સિંગિંગ નહીં જ કરે

www.divyabhaskar.co.in |

સિંગર સોનુ નિગમે પોતાના દીકરાના કામ અંગે એક મોટું નિવેદન આપ્યું છે. સિંગરે કહ્યું હતું કે તેનો દીકરો નિવાન તેની જેમ સિંગર બનશે નહીં. જો તે સિંગર બન્યો તો પણ તે ભારતમાં તો બિલકુલ ગાશે નહીં. સોનુ નિગમનોદીકરો UAEમાં છે અને ગેમિંગમાં કામ કરે છે. આટલું જ નહીં તે UAEના ટોપ ગેમર્સમાંથી એક છે.

નિવાનનો રસ ગેમિંગમાં છે
47 વર્ષીય સોનુએ ટાઈમ્સ નાઉને આપેલા ઈન્ટરવ્યૂમાં આ વાતનો ઘટસ્ફોટ કર્યો હતો. તેણે કહ્યું હતું, 'સાચું કહું તો હું તેને સિંગર બનાવવા માગતો નથી. હવે તે ભારતમાં રહેવાનો નથી. તે દુબઈમાં રહેવાનો છે. હું તેને પહેલેથી જ ભારત બહાર લઈ ગયો છું. તે મૂળ તો સિંગર જ છે પરંતુ તેને જીવનમાં અન્ય બાબતોમાં પણ રસ છે. હવે તે UAEના ટોપ મોસ્ટ ગેમર્સમાંથી એક છે.'

સોનુએ આગળ કહ્યું હતું કે તેનામાં અનેક ક્વોલિટી છે. તે દીકરાને કહેવા નથી માગતો કે તેણે શું કરવું જોઈએ. બસ તે જોશે કે દીકરો આગળ શું કરવા માગે છે.

'આઈ ફોર ઈન્ડિયા'માં નિવાને ગીત ગાયું હતું
નિવાન ઘણીવાર સોનુ નિગમ સાથે સ્ટેજ પર જોવા મળ્યો છે. આ સાથે જ તે રેકોર્ડિંગ સ્ટૂડિયોમાં પણ પિતા સાથે જતો હતો. હાલમાં જ લૉકડાઉનમાં નિવાન તથા સોનુ નિગમે ઓનલાઈન કોન્સર્ટમાં પણ સિંગિંગ કર્યું હતું. સોનુ નિગમ હાલમાં પોતાના નવા ગીત 'ઈશ્વર કા વો સચ્ચા બંદા'ની રિલીઝમાં વ્યસ્ત છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Sonu Nigam does not want to make his son Niwan a singer, says – My son will not sing in India

Source

કોરોનાને કારણે ઐશ્વર્યા-અભિષેકની દીકરી આરાધ્યાના નવમા જન્મદિવસનું ગ્રાન્ડ સેલિબ્રેશન થશે નહીં

www.divyabhaskar.co.in |

ઐશ્વર્યા રાય તથા અભિષેક બચ્ચનની દીકરી આરાધ્યાનો 16 નવેમ્બરના રોજ નવમો જન્મદિવસ છે. દર વર્ષે બચ્ચન પરિવાર આ ખાસ પ્રસંગે શાનદાર થીમ પાર્ટીનું આયોજન કરતા હોય છે. પાર્ટીમાં સ્ટાર કિડ્સ સામેલ થતા હોય છે. જોકે, આ વર્ષે કોરોનાને કારણે દિવાળી પાર્ટી પછી હવે આરાધ્યાની બર્થડે પાર્ટી પણ થશે નહીં. હવે આ દિવસને ખાસ બનાવવા માટે ઘરમાં જ નાનકડું સેલિબ્રેશન કરવામાં આવશે.

ન્યૂઝ પેપર મિડ ડેના અહેવાલ પ્રમાણે, બોલિવૂડના મોટાભાગના સેલિબ્રેશનમાં હવે બહુ જ ઓછા લોકો સામેલ થતા હોય છે. આરાધ્યાનો બર્થડે પણ પરિવારના સભ્યો સાથે જ સેલિબ્રેટ કરવામાં આવશે. બર્થડેમાં પરિવારના સભ્યોની હાજરીમાં કેક કટિંગ તથા ડિનર થશે.

આરાધ્યાના બર્થડે પર ગ્રાન્ડ પાર્ટી યોજવામાં આવતી હતી. ગયા વર્ષે આરાધ્યાના આઠમા જન્મદિવસ પર પરિવારે ગાર્ડનમાં પાર્ટી યોજી હતી. આ પાર્ટીમાં શાહરુખ ખાન, કરન જોહર, જેનેલિયા-રિતેશ સહિત અનેક સ્ટાર્સ સામેલ થયા હતા. પાર્ટીમાં આરાધ્યાએ યુનિકોર્નવાળી કેક કાપી હતી.

રિશી કપૂરના નિધનને કારણે દિવાળી પાર્ટી કેન્સલ
દર વર્ષે દિવાળી પર બચ્ચન પરવિરા જલસા બંગલામાં ભવ્ય દિવાળી પાર્ટી આપે છે. જોકે, આ વર્ષે કોરોના તથા રિશી કપૂરના નિધનને કારણે પાર્ટી કેન્સલ કરવામાં આવી હતી. અભિષેકે કહ્યું હતું કે આ વર્ષે તેની બહેન શ્વેતા નંદાની સાસુ રિતુ નંદાનું નિધન થયું હતું. ત્યારબાદ રિતુ નંદાના જ ભાઈ રિશી કપૂરનું 30 એપ્રિલના રોજ નિધન થયું હતું. પરિવારે બે-બે સભ્યો ગુમાવ્યા છે અને તેથી જ આ વર્ષે કોઈ પાર્ટી થશે નહીં.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Aishwarya-Abhishek’s daughter Aaradhya’s ninth birthday grand celebration will not be held due to Corona

Source

બીજા પતિ અભિનવના પત્ની પર ગંભીર આક્ષેપો, કહ્યું- 'પાંચ દિવસથી દીકરો ગુમ છે, શ્વેતા કહ્યા વગર અજાણી જગ્યાએ લઈ ગઈ છે'

www.divyabhaskar.co.in |

ટીવી શો 'મેરે ડેડ કી દુલ્હન' ફૅમ એક્ટ્રેસ શ્વેતા તિવારીએ ગયા વર્ષે બીજા પતિ અભિનવ કોહલી વિરુદ્ધ ડોમેસ્ટિક વાયોલન્સ હેઠળ ફરિયાદ કરી હતી અને પછી બંને અલગ રહેતા હતા. એક્ટ્રેસ કોરોના પોઝિટિવ થઈ તો તેનો દીકરો રેયાંશ પિતા અભિનવની સાથે રહેતો હતો. 25 ઓક્ટોબરના રોજ શ્વેતા પોતાના દીકરાને પરત લઈ આવી હતી. હવે અભિનવે આક્ષેપ મૂક્યો છે કે તેનો દીકરો છેલ્લાં પાંચ દિવસથી ગુમ છે અને શ્વેતા તેને જબરજસ્તી કોઈક અજાણી જગ્યાએ લઈ ગઈ છે.

View this post on Instagram

My Whole world❤️❤️❤️

A post shared by Shweta Tiwari (@shweta.tiwari) on Jun 13, 2020 at 8:40am PDT

અભિનવે કહ્યું હતું કે શ્વેતા કોરોના પોઝિટિવ થઈ પછી રેયાંશ 40 દિવસ સુધી તેની સાથે રહ્યો હતો. જોકે, 25 ઓક્ટોબરના રોજ શ્વેતા દીકરાને જબરજસ્તી પોતાની સાથે લઈ ગઈ હતી. અભિનવે અંગ્રેજી ન્યૂઝ પેપર ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું, 'રવિવાર, 25 ઓક્ટોબરના રોજથી મારો દીકરો રેયાંશ લાપતા છે. મને ખ્યાલ નથી કે તે ક્યા છે. તે છેલ્લાં 40 દિવસથી મારી સાથે હતો, પરંતુ ગયા રવિવારે શ્વેતા કહ્યા વગર મારા દીકરાને કોઈ અજાણી જગ્યાએ લઈ ગઈ છે.'

હું મારા દીકરા અંગે જાણવા માટે સેટ પર પણ ગયો હતોઃ અભિનવ
અભિનવે શ્વેતા પર આક્ષેપ કરતા કહ્યું હતું, 'હું શ્વેતાના સિરિયલના સેટ પર ગયો હતો કે હું મારા દીકરાને જોઈ તો શકીશ, એ વિચારે ત્યાં ગયો હતો. મેં પુરાવા તરીકે એક વીડિયો પણ બનાવ્યો છે પરંતુ તેણે મને કંઈ ના કહ્યું. સેટ પર તેને મારો મેસેજ પણ મળ્યો હતો પરંતુ તેણે કોઈ જવાબ આપ્યો નહીં અને દીકરા સાથે ગાયબ થઈ ગઈ હતી.'

View this post on Instagram

आज बड़े दिनों बाद ख़ुशी आई । आज तीन महीनों बाद मेरी रेयांश से video call पे काफ़ी लम्बी बातें हुई| उम्मीद है जल्द ही मिलूँगा भी । आप सब ने बहुत साथ दिया । शुक्रिया । पहले विरोध हद से ज़्यादा था लेकिन तब भी आप ने बहुत शक्ति दी और अब विरोध ना के बराबर हो गया । 🙏 Today happiness has knocked my door after months. Today I spoke for quite sometime with Reyansh on video call after three months. I am hopeful I will meet him soon. You all have really supported me. Thank You. Initially the trolling was immense but your support gave me strength, now your support has won and the trolling dwindled. 🙏

A post shared by Abhinav Kohli (@abhinav.kohli024) on Aug 15, 2020 at 12:00pm PDT

શ્વેતા વિરુદ્ધ લીગલ એક્શન લેશે
હાલમાં જ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં અભિનવે કહ્યું હતું કે તે દીકરાની કસ્ટડી માટે ટૂંક સમયમાં લીગલ એક્શન લેશે. અભિનવે કહ્યું હતું કે શ્વેતા તેને દીકરા રેયાંશથી અલગ કરવાનો પ્રયાસ કરે છે. દીકરાની કસ્ટડી ના આપવી પડે તે માટે શ્વેતા મેડિકલ સલાહની વિરુદ્ધ જઈને ચાર વર્ષના રેયાંશને સ્તનપાન કરાવે છે. આ ઉપરાંત અભિનવે શ્વેતા પર આક્ષેપ મૂક્યો હતો કે દીકરાને UK લઈ જવા માટે શ્વેતાએ વિઝાના ડોક્યૂમેન્ટ્સ પર તેની નકલી સહી કરી હતી.

ઉલ્લેખનીય છે કે શ્વેતા તિવારીએ રાજા ચૌધરીને ડિવોર્સ આપ્યા બાદ વર્ષ 2013માં અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા હતા. શ્વેતાએ ગયા વર્ષે પોલીસ ફરિયાદ કરી હતી પરંતુ બંનેના ડિવોર્સ થયા નથી. શ્વેતાની દીકરી પલક (જે પહેલા પતિ રાજા ચૌધરીની છે)એ પણ અભિનવ પર હેરેસમેન્ટના આક્ષેપો મૂક્યા હતા.

પતિ અભિનવે શ્વેતા પર ગંભીર આરોપ લગાવ્યો- 'કસ્ટડી માટે ડોક્ટર વિરુદ્ધ જઈને 4 વર્ષના બાળકને સ્તનપાન કરાવે છે, નકલી સહી પણ કરી'

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


tv actor Abhinav Kohli alleges his son is missing since five days, blames Shweta Tiwari

Source

સલમાન ખાન સ્પર્ધક રાહુલના વિવાદિત નિવેદનથી રોષે ભરાયો, કહ્યું- 'તારો દીકરો પણ સિંગિંગ પ્રોફેશનમાં આવશે તો તેને નેપોટિઝમ કહીશ?'

www.divyabhaskar.co.in |

'બિગ બોસ 14'ના આ અઠવાડિયે નોમિનેશન સ્પેશિયલ એપિસોડ હતો. રાહુલ વૈદ્યે જાન કુમાર સાનુને એમ કહીને નોમિનેટ કર્યો કે તે નેપોટિઝમની પ્રોડક્ટ છે. તે કુમાર સાનુનો દીકરો હોવાથી શોમાં તેને તક આપવામાં આવી છે. જોકે, રાહુલની આ વાત અન્ય સ્પર્ધકોને ગમી નહોતી અને બધાએ વિરોધ કર્યો હતો.

રાહુલ વૈદ્યના આ નિવેદન પર જાન કુમારે સ્પષ્ટ રીતે કહ્યું હતું કે તેના પેરેન્ટ્સ નાનપણમાં જ અલગ થઈ ગયા હતા અને તેની માતાએ તેનો ઉછેર કર્યો છે. આથી નેપોટિઝ્મનો કોઈ સવાલ જ નથી. 'વીકેન્ડ કા વાર'માં હોસ્ટ સલમાન ખાને આ નિવેદન પર સવાલ કર્યો હતો અને તેને ખોટું ગણાવ્યું હતું. વાતચીતમાં સલમાને રાહુલને સ્પષ્ટ રીતે કહ્યું હતું કે આ પ્રકારના શબ્દોનો ઉપયોગ ઘરમાં થવો જોઈએ નહીં.

વધુમાં સલમાને કહ્યું હતું કે જોઈ કોઈ માતા-પિતા પોતાના બાળક માટે કંઈક કરે છે તો તેને નેપોટિઝ્મ કહી શકાય નહીં. જો નેપિટોઝમને કારણે જાન ગાયક બની ગયો હોત તો તે રાહુલ કરતાં વધુ સફળ હોત. ભવિષ્યમાં રાહુલનો દીકરો સિંગિંગ પ્રોફેશનમાં આવે છે તો તું તેને પણ નેપોટિઝ્મ જ કહેશો?

સલમાન ખાને રાહુલના નિવેદનને અયોગ ગણાવ્યું હતું. સલમાને જાસ્મિન ભસીનને પણ વુમન કાર્ડ ના રમે તેમ કહ્યું હતું. રૂબીનાએ રાહુલ તથા જાસ્મિનની લડાઈમાં જાસ્મિનને સમજાવવાને બદલે ઉશ્કેરી હતી અને તેથી જ સલમાન ટીવી એક્ટ્રેસ રૂબીના પર ગુસ્સે થયો હતો.

પતિ અભિનવે શ્વેતા પર ગંભીર આરોપ લગાવ્યો- 'કસ્ટડી માટે ડોક્ટર વિરુદ્ધ જઈને 4 વર્ષના બાળકને સ્તનપાન કરાવે છે, નકલી સહી પણ કરી'

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Salman Khan was outraged by Rahul’s controversial statement, saying, “If your son also enters the singing profession, will call him Nepotism?”

Source

મરાઠી ભાષાનું અપમાન કરનાર કુમાર સાનુના દીકરા જાને માફી માગી, કહ્યું- ભવિષ્યમાં ક્યારેય આવી વાત કહીશ નહીં

www.divyabhaskar.co.in |

'બિગ બોસ 14'નો સ્પર્ધક તથા પ્લેબેક સિંગર કુમાર સાનુનો દીકરો જાન કુમાર સાનુએ મરાઠી ભાષા અંગે આપત્તિજનક ટિપ્પણી કરી હતી અને ત્યારબાદથી વિવાદ થયો હતો. જોકે, હવે જાન કુમારે 'બિગ બોસ'ના ઘરમાં માફી માગી હતી. કલર્સ ચેનલે પણ માફી માગીને જાન કુમારનો વીડિયો રિલીઝ કર્યો હતો.

બે મિનિટના આ વીડિયોમાં જાને કહ્યું હતું, 'નમસ્તે, મારું નામ જાન કુમાર સાનુ છે. થોડાં દિવસ પહેલાં મે અજાણતા જ એક ભૂલ કરી હતી. આ ભૂલને કારણે મરાઠી લોકો તથા તેમની લાગણીને ઠેસ પહોંચી છે. હું આ વાત માટે સોરી કહું છું, મારો ઈરાદો કોઈની લાગણીને ઠેસ પહોંચાડવાનો નહોતો. જો કોઈને મારી વાતનું ખોટું લાગ્યું હોય તો હું માફી માગું છું. 'બિગ બોસ સોરી', મારા કારણે તમે શરમમાં મૂકાયા. ભવિષ્યમાં હું આ વાત ક્યારેય રિપીટ કરીશ નહીં.'

કેમ વિવાદ થયો હતો?
27 ઓક્ટોબર, 2020ના રોજ ટેલિકાસ્ટ થયેલા એપિસોડમાં જાને સ્પર્ધક નિક્કી તંબોલીએ મરાઠીમાં વાત કરતાં વાંધો ઉઠાવ્યો હતો. જાને નિક્કીને કહ્યું હતું, 'મરાઠીમાં વાત ના કરીશ, મને ચીડ ચઢે છે. જો મારી સામે મરાઠીમાં વાત ના કરીશ, નહીંતર કંઈક સંભળાવીશ તને. દમ હોય તો હિંદીમાં બોલ નહીંતર વાત ના કરે. ચીડ ચઢે છે મને તો.'

આ વાત ઑન એર થઈ તો વિવાદ થયો હતો. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના ફિલ્મ વર્કર્સ યુનિયન ચીફ અમેય ખોપકરે જાનની કમેન્ટ પર વિરોધ પ્રગટ કરતા કહ્યું હતું, 'જો 24 કલાકની અંદર જાન કુમાર સાનુએ 'બિગ બોસ'ના ઘરમાં માફી ના માગી તો શોનું શૂટિંગ થવા દેવામાં આવશે નહીં. જે કોઈએ મહારાષ્ટ્રમાં રહેવું છે તે તમામે મરાઠી ભાષાનું સન્માન કરવું પડશે.'

જોકે, જાને માફી માગી હોવા છતાંય MNS તેને માફ કરવાના મૂડમાં નથી. અમેય ખોપકરે કહ્યું હતું કે જાનને તેની અસલી જગ્યા બતાવવામાં આવશે. તેઓ એ વાત સુનિશ્ચિત કરશે કે જાનને મુંબઈમાં કામ ના મળે. જે વ્યક્તિ મરાઠી ભાષાને નફરત કરે છે, તે મહારાષ્ટ્રની બહાર જ રહેવી જોઈએ.

ચેનલે પણ માફી માગી છે
જાનની માફી પહેલા કલર્સ ચેનલે મહારાષ્ટ્ર સરકારની માફી માગી હતી. ચેનલે 28 ઓક્ટોબરે માફી માગતા કહ્યું હતું, '27 ઓક્ટોબર, 2020ના રોજ ટેલિકાસ્ટ થયેલા એપિસોડમાં મરાઠી ભાષાના સંદર્ભમાં વિરોધ કરવામાં આવ્યો છે. અમે આ વાતને ધ્યાનમાં રાખીને તે પાર્ટને શોમાંથી હટાવી દીધો છે. અમે અજાણતા જ મહારાષ્ટ્રના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે અને અમે માફી માગીએ છીએ. અમે મરાઠી બોલનાર જનતાનું સન્માન કરીએ છીએ. દેશમાં બોલાતી તમામ ભાષાને બરોબરનું સન્માન આપીએ છીએ.'

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


bigg boss 14 Kumar Sanu’s son Jan apologizes for insulting Marathi language, says – I will never say such a thing in future

Source

મિથુન ચક્રવર્તીના દીકરા મહાક્ષય વિરુદ્ધ રેપ અને જબરદસ્તી અબોર્શનનો કેસ ફાઈલ થયો, પત્ની યોગિતા બાલી પર પણ ઘણા ગંભીર આરોપ લાગ્યા

www.divyabhaskar.co.in |

એક્ટર મિથુન ચક્રવર્તીના દીકરા મહાક્ષય ચક્રવર્તી વિરુદ્ધ મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં લગ્ન કરવાની વાત કરીને રેપ, જબરદસ્તી અબોર્શનનો કેસ ફાઈલ થયો છે. મિથુન ચક્રવર્તીની પત્ની યોગિતા બાલીને પણ આમાં આરોપી બનાવાઈ છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરનારી એક એક્ટ્રેસ મોડલે બંને વિરુદ્ધ કેસ ફાઈલ કરાવ્યો છે.

લેખિત ફરિયાદમાં પીડિત મોડલનો આરોપ

  • પીડિતા અને મહાક્ષય વર્ષ 2015થી રિલેશનશિપમાં હતા. મહાક્ષયે લગ્નનું વચન આપીને તેની સાથે શારીરિક સંબંધ બનાવ્યા હતા.
  • વર્ષ 2015માં મહાક્ષયે પીડિતાને ઘરે બોલાવી અને તેને સોફ્ટ ડ્રિન્કમાં નશીલી દવા આપી હતી અને આ દરમ્યાન મહાક્ષયે પીડિતાના કન્સેન્ટ વગર જ તેની સાથે ફિઝિકલ રિલેશન બનાવ્યા અને પછીથી લગ્નની વાતો કરતો રહ્યો.
  • મહાક્ષય ઉર્ફ મેમો 4 વર્ષ સુધી શારીરિક સંબંધ બનાવતો રહ્યો અને શારીરિક, માનસિક રીતે પીડા આપતો રહ્યો.
  • જ્યારે તેના રિલેશનશિપને કારણે પ્રેગ્નન્ટ થઇ તો મહાક્ષયે તેના પર અબોર્શન કરાવવા માટે દબાણ આપ્યું અને જ્યારે તે ન માની તો તેને અમુક પીલ્સ આપીને તેનું અબોર્શન પણ કરાવી દીધું. પીડિતાના જણાવ્યા મુજબ તેને ખબર ન હતી કે તેને જે પીલ્સ આપવામાં આવી રહી છે તેનાથી તેનું અબોર્શન થઇ શકે છે.
  • મહાક્ષયની માતા અને એક્ટર મિથુન ચક્રવર્તીની પત્નીએ પીડિતાની ફરિયાદ પછી પીડિતાને ધમકાવી હતી અને તેના પર કેસ પાછો લેવા માટે દબાણ પણ બનાવ્યું.

આ ધારાઓ હેઠળ ફાઈલ થયો કેસ
ઓશિવારા પોલીસ સ્ટેશનના વરિષ્ઠ નિરીક્ષક દયાનંદ બાંગરે આ કેસની પુષ્ટિ કરતા કહ્યું કે, 'અમે કેસ ફાઈલ કરી લીધો છે અને તપાસ કરી રહ્યા છીએ.' તેમણે જણાવ્યું કે માતા અને દીકરા વિરુદ્ધ IPCની ધારા 376 (2) (N) (એક જ મહિલાનો વારંવાર રેપ કરવો), 328 (ઝેર અથવા અન્ય માધ્યમથી ઇજા પહોંચાડવી), 417 (ફ્રોડ), 506 (અપરાધિક ધમકી), 313 (મહિલાની સહમતી વગર ગર્ભપાત) અને ધારા 34 હેઠળ કેસ ફાઈલ થયો છે.

પહેલાં પણ મહાક્ષય પર આરોપ લાગ્યા હતા
આ કેસમાં પીડિતાએ કોર્ટની મદદ માગી અને પછી કોર્ટના આદેશ પર કેસ ફાઈલ થયો છે. આવી જ મુશ્કેલીમાં મહાક્ષય પહેલાં પણ ફસાયો હતો. બે વર્ષ પહેલાં 2018માં એક ભોજપુરી એક્ટ્રેસે મહાક્ષય પર લગ્ન કરવાનું વચન આપીને રેપ અને ગર્ભપાત કરાવવાનો આરોપ લગાવ્યો હતો.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


મિથુનનો દીકરો મહાક્ષય ચક્રવર્તી હાલ બોલિવૂડમાં એન્ટ્રી લેવા માટે પ્રયાસ કરી રહ્યો છે.

Source

error:
Scroll to Top