જવ

પ્રભાસની બિગ બજેટ ફિલ્મની જાહેરાત, 'સલાર'માં ખૂંખાર અંદાજમાં જોવા મળ્યો

www.divyabhaskar.co.in |

ફિલ્મ 'KGF'ના પ્રોડ્યૂસર્સે આજે એટલે કે બીજી ડિસેમ્બરના રોજ બિગ બજેટ ફિલ્મની જાહેરાત કરી છે. તેલુગુ સિનેમાના 'બાહુબલી' એક્ટર પ્રભાસ આ ફિલ્મમાં લીડ રોલ પ્લે કરશે. સોશિયલ મીડિયામાં ફિલ્મનો ફર્સ્ટ લુક શૅર કરવામાં આવ્યો છે, જેમાં પ્રભાસ એકદમ ખૂંખાર જોવા મળ્યો છે.

પોસ્ટરનું બેકગ્રાઉન્ડ ગ્રે છે. પ્રભાસ પોસ્ટમાં ગન પકડીને ઈન્ટેન્સ લુકમાં જોવા મળ્યો છે. પોસ્ટર શૅર કરીને કહેવામાં આવ્યું છે, 'સલાર'માં પ્રભાસ. ધ મોસ્ટ વાયોલન્ટ મેન, જેને વન મેન કહેવામાં આવે છે. ધ મોસ્ટ વાયોલન્ટ.' મેકર્સે ફિલ્મને ઈન્ડિયન ફિલ્મ કહી છે. ફિલ્મમાં જબજસ્ત એક્શન સીન જોવા મળશે. ફિલ્મ અંગેની અન્ય માહિતી હજી સુધી રિલીઝ કરવામાં આવી નથી.

ઉલ્લેખનીય છે કે હોમેબલે પ્રોડ્યૂસ કરેલી ફિલ્મ 'KGF' બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. હવે આ ફિલ્મની સિક્વલ આવી રહી છે. આ ફિલ્મ કન્નડ ઉપરાંત તમિળ, તેલુગુ, મલયાલમ તથા હિંદી ભાષામાં રિલીઝ થશે.

પ્રભાસની ચોથી બિગ બજેટ ફિલ્મ
નોંધનીય છે કે પ્રભાસ છેલ્લે એક્શન ફિલ્મ 'સાહો'માં જોવા મળ્યો હતો. હાલમાં પ્રભાસ પાસે ત્રણ બિગ બજેટ 'આદિપુરુષ', 'રાધેશ્યામ' તથા નાગ અશ્વિનની સાયન્સ ફિક્શન ફિલ્મ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ ત્રણેય ફિલ્મ હાલમાં અલગ-અલગ તબક્કામાં છે. આ ત્રણેય ફિલ્મનું બજેટ અંદાજે એક હજાર કરોડ રૂપિયા જેટલું છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


The announcement of Prabhas’ big budget film, ‘Salaar’ saw a intense look

Source

અમદાવાદ : કર્ફ્યુ દરમિયાન થંભી ગયુ અમદાવાદ, લૉકડાઉન જેવી જોવી મળી સ્થિતિ

gujarati.oneindia.com |
અમદાવાદ : કર્ફ્યુ દરમિયાન થંભી ગયુ અમદાવાદ, લૉકડાઉન જેવી જોવી મળી સ્થિતિ

Source

છેડતીના આક્ષેપોને કારણે વિજય રાઝ ફિલ્મમાંથી બહાર, કહ્યું- આ પીડાદાયક છે, પરિવાર તથા જાતને રોજ મરતાં જોવી દુઃખદાયી

www.divyabhaskar.co.in |

એક્ટર વિજય રાઝ હાલમાં વિવાદોમાં છે. 'શેરની'ના શૂટિંગ દરમિયાન વિજય રાઝ પર આસિસ્ટન્ટ ડિરેક્ટરે છેડતીનો આક્ષેપ મૂક્યો હતો. ફિલ્મનું શૂટિંગ મધ્ય પ્રદેશના બાલાઘાટમાં થતું હતું. છેડતીના આક્ષેપો બાદ વિજય રાઝને ફિલ્મમાંથી હાંકી કાઢવામાં આવ્યો છે. વિજય હાલમાં મુંબઈમાં છે. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં વિજયે કહ્યું હતું કે આ ઘણું જ દુઃખદાયી છે. પોતાની આંખોની સામે પિતા, દીકરી, પરિવાર, માન-સન્માન તથા પોતાને રોજ-રોજ, દરેક ક્ષણે ચુપચાપ અસહાય રીતે મરતા જોવા અસહનીય છે.

વકીલે બચાવ કર્યો
વિજય રાઝના વકીલ સવીના બેદી સચ્ચરે પોતાના ક્લાયન્ટનો બચાવ કર્યો હતો. તેમણે POSH એક્ટની કલમ 14ના નિયમ 10નો ઉલ્લેખ કર્યો હતો. આ કલમ ફરિયાદીની ખોટી તથા દુર્ભાવનાપૂર્ણ આક્ષેપો પર સજા નક્કી કરે છે. સવીનાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું હતું, 'આ ઘણું જ દુઃખદ છે કે તપાસ શરૂ થાય તે પહેલાં જ આરોપી પર 'ઝીરો ટોલરન્સ' નીતિ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. આ નીતિને કારણે ઘણીવાર પુરુષો પર હંમેશાંના માટે ચરિત્રહીનનો ધબ્બો રહી જાય છે.'

સવીનાએ વધુમાં કહ્યું હતું, 'આપણા દેશમાં કહેવામાં આવ્યું છે કે 'ભલે 99 દોષી છૂટી જાય પરંતુ એક નિર્દોષને ક્યારેય સજા મળવી જોઈએ નહીં.' એવું પણ કહેવાય છે કે જ્યાં સુધી ગુનો સાબિત ના થઈ જાય ત્યાં સુધી દોષીને ગુનેગાર કહી શકાય નહીં. મને આશા છે કે આ સિદ્ધાંતનો આ કેસમાં યોગ્ય રીતે અમલ કરવામાં આવશે. હાલમાં કેસ કોર્ટમાં છે અને તેથી જ તે ફરિયાદીની ફરિયાદો પર કોઈ ટિપ્પણી કરી શકે નહીં. જોકે, વિશ્વાસ છે કે મારા ક્લાયન્ટ કોર્ટમાં પોતાનો પક્ષ તથા પુરાવા યોગ્ય રીતે રજૂ કરશે. દેશની ન્યાય વ્યવસ્થામાં મારા ક્લાયન્ટને ન્યાય મળશે.'

ઉમેશ શુક્લાએ સપોર્ટ કર્યો
ફિલ્મ 'આંખ મિચૌલી'માં વિજયની સાથે કામ કરતાં ડિરેક્ટર ઉમેશ શુક્લાએ એક્ટરનો બચાવ કર્યો હતો. તેમણે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું હતું, 'મને આ આક્ષેપો ખોટાં લાગે છે. મેં તેમની સાથે કામ કર્યું છે. વિજય દરેક વ્યક્તિ સાથે સારી રીતે વાત કરે છે. તે ઘણો જ મિલનસાર છે. અમારી ટીમમાં પણ બે આસિસ્ટન્ટ ડિરેક્ટર યુવતીઓ હતી. કોસ્ચ્યુમ ડિપાર્ટમેન્ટમાં પણ છોકરી હતી. તે તમામ સાથે યોગ્ય રીતે વર્તન કરતો હતો.'

વધુમાં ઉમેશ શુક્લાએ કહ્યું હતું, 'માત્ર આક્ષેપોના આધારે કોઈને ફિલ્મમાંથી હટાવી દેવા એ વાત ખોટું છે. પુરાવાના આધાર પર કાર્યવાહી કરવી જોઈએ. જો આક્ષેપો ખોટાં સાબિત થયા તો એક્ટરની બ્રાન્ડ વેલ્યુને કઈ હદે અસર થાય છે, તે બધાને ખબર છે. મેં ક્યારેય વિજયને આ પ્રકારની એક્ટિવિટીમાં જોયો નથી. મેન ટુ મેન ટોકમાં ઘણીવાર લોકો મજાકમાં લૂઝ ટૉક કરતાં હોય છે. જોકે, વિજયે મજાકમાં પણ ક્યારેય લૂઝ ટોક કરી નથી.'

શું છે કેસ?
થોડાં સમય પહેલાં વિદ્યા બાલનની ફિલ્મ 'શેરની'નું શૂટીંગ બાલાઘાટમાં થયું હતું. 29 ઓક્ટોબરના રોજ રેન્જર્સ યુનિવર્સિટીમાં બનાવવામાં આવેલા સેટ પર વિજય રાઝ પર આસિસ્ટન્ટ ડિરેક્ટરે અયોગ્ય રીતે સ્પર્શ કરવાનો આક્ષેપ મૂક્યો હતો. પહેલાં તો વિજયે પ્રોડક્શનના લોકોની સામે પીડિતાની માફી માગી હતી. જોકે, બે ત્રણ દિવસ બાદ પીડિતાએ વિજય રાઝ પર પોલીસ કેસ કર્યો હતો.

પીડિતાની માફી માગી હતી
સૂત્રોના મતે, સેટ પર વિજય રાઝે પીડિતાના ખભા પર હાથ મૂક્યો હતો. વિજય રાઝે દલીલ કરી હતી કે તેણે ખોટાં ઈરાદાથી હાથ મૂક્યો નહોતો. પીડિતાની ઉંમર તેની દીકરી જેવડી છે. દીકરીની ઉંમરની કોઈ પણ છોકરી સાથે તે આવું કરવાનું તો તે સપનામાં પણ વિચારી શકે નહીં. જોકે, પીડિતાને અયોગ્ય થયું હોવાનું લાગ્યું તો તેણે માફી પણ માગી હતી. જોકે, પીડિતાએ વિજય રાઝને માફ કર્યો નહીં. પીડિતાની ફરિયાદ બાદ વિજય રાઝની મહારાષ્ટ્રના ગોંદિયા જિલ્લાથી ધરપકડ કરવામાં આવી હતી. જોકે, ધરપકડ બાદ વિજયને જામીન પર છોડવામાં આવ્યો હતો.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


bollywood actor Vijay Raaz breaks silence on molestation allegations against him

Source

શાહરુખ ખાનની 'પઠાન'માં સલમાન ખાન ટાઈગરના રોલમાં જોવા મળશે

www.divyabhaskar.co.in |

સલમાન ખાન તથા શાહરુખ ખાન બોલિવૂડના બિગેસ્ટ સુપરસ્ટાર છે. થોડાં વર્ષો પહેલાં બંને વચ્ચેના સંબંધો કડવાશભર્યા હતા. જોકે, પછી બંનેમાં પેચઅપ થઈ ગયું હતું. ત્યારબાદ બંને એકબીજાની ફિલ્મમાં કેમિયો કરતા હતા. 2017માં શાહરુખે સલમાનની ફિલ્મ 'ટ્યૂબલાઈટ'માં નાનકડો રોલ પ્લે કર્યો હતો. ત્યારબાદ સલમાને શાહરુખની 'ઝીરો'માં કેમિયો કર્યો હતો.

'પઠાન'માં સલમાન બનશે ટાઈગર
શાહરુખ ખાન અઢી વર્ષ બાદ બોલિવૂડમાં કમબેક કરી રહ્યો છે. શાહરુખ ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદની ફિલ્મ 'પઠાન'માં કામ કરી રહ્યો છે. આ ફિલ્મમાં સલમાન ખાન પણ મહત્ત્વના રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં સલમાન ખાન 'એક થા ટાઈગર'માં ભજવેલા ટાઈગરનો રોલ પ્લે કરશે. સલમાન 'ટાઈગર 3'નું શૂટિંગ શરૂ થાય તે પહેલાં આ ફિલ્મનું શૂટિંગ 12 દિવસ સુધી કરશે. 'ટાઈગર 3' તથા 'પઠાન' યશરાજ બેનર પ્રોડ્યૂસ કરી રહ્યું છે.

'પઠાન'માં શાહરુખનો એક્શન અવતાર જોવા મળશે
રિપોર્ટ પ્રમાણે, 'પઠાન'માં જ્હોન અબ્રાહમ તથા દીપિકા પાદુકોણ પણ મહત્ત્વના રોલમાં હશે. આ બંને આવતા વર્ષે જાન્યુઆરીથી શૂટિંગ શરૂ કરશે. જ્હોન તથા શાહરુખ ખાન પહેલી જ વાર સાથે કામ કરશે. તેમની વચ્ચેની એક્શન સીક્વન્સ માટે એક્શન ડિરેક્ટર પરવેઝ શેખને હાયર કર્યો છે. પરવેઝે આ પહેલા 'વૉર', 'બ્રહ્માસ્ત્ર' તથા 'બેલબોટમ' જેવી ફિલ્મના એક્શન સીન કોરિયોગ્રાફ કર્યા છે. કહેવાય છે કે સિદ્ધાર્થ આનંદના ડિરેક્શનમાં બનતી આ ફિલ્મનું શૂટિંગ યશરાજ ફિલ્મ સ્ટૂડિયોમાં શરૂ થશે. મીડિયામાં થતી ચર્ચા પ્રમાણે, ફિલ્મનું પહેલું શિડ્યૂઅલ બે મહિનાનું હશે. નવેમ્બરમાં શરૂ થતાં આ શિડ્યૂઅલમાં માત્ર શાહરુખ ખાન જ શૂટિંગ કરશે. 'વૉર'ની જેમ જ આ ફિલ્મ પણ એક રિવેન્જ ડ્રામા હશે. ફિલ્મ વર્ષ 2022માં રિલીઝ થશે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2018માં રોહિત શેટ્ટીની ફિલ્મ 'સિમ્બા'માં અજય દેવગન 'સિંઘમ'ના રોલમાં જોવા મળ્યો હતો. ફિલ્મમાં અક્ષય કુમારનું પાત્ર વીર સૂર્યવંશી ઈન્ટ્રોડ્યૂસ કરવામાં આવ્યું હતું. હવે, 'સૂર્યવંશી'માં 'સિમ્બા' તથા 'સિંઘમ'ના પાત્રો જોવા મળશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Salman Khan will be seen in the role of Tiger in Shah Rukh Khan’s ‘Pathan’

Source

એક્ટ્રેસનું સૌથી લાબું કરવાચોથ, પતિ જેનને જોવા દુબઇથી 13 હજાર કિલોમીટર સફર કરીને લોસ એન્જલસ પહોંચી

www.divyabhaskar.co.in |

પ્રિયંકા ચોપરાની જેમ પ્રીતિ ઝિન્ટાનું પણ સાસરું વિદેશમાં છે. પ્રીતિના પતિ જેન ગુડઇનફ લોસ એન્જલસમાં છે અને આ વખતે કરવાચોથ પર પ્રીતિ દુબઈમાં હતી. પરંતુ પતિનો ચહેરો જોવા માટે તે 13 હાજર કિલોમીટરથી પણ વધુનો સફર કરીને લોસ એન્જલસ પહોંચી ગઈ. કરવાચોથ પછીનો એક ફોટો પ્રીતિએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

પ્રીતિએ વેડિંગ ફોટો શેર કર્યો
ફોટોમાં કપલ તેમના વેડિંગ ડ્રેસમાં દેખાઈ રહ્યા છે જે તેમણે 2016માં તેમનાં લગ્ન સમયે પહેર્યો હતો. પોસ્ટમાં પ્રીતિએ લખ્યું કે, 'જે લોકો કરવાચોથ સેલિબ્રેટ કરી રહ્યા છે, તે બધાને શુભકામના. મારા માટે આ સૌથી લાબું હતું. દુબઈથી શરૂ થયું. વાદળો વચ્ચેથી નીકળી અને લોસ એન્જલસ પહોંચી. આ બધું લેખે લાગ્યું કારણકે અંતે મેં મારા પતિ પરમેશ્વરને જોઈ લીધા. આઈ લવ યુ માય લવ, હેપ્પી કરવાચોથ.

ચાર વર્ષ પહેલાં પ્રીતિ અને જેનના લગ્ન થયાં
પ્રીતિ ઝિન્ટાએ પોતાનાથી 10 વર્ષ નાના અમેરિકન સિટિઝન જેન ગુડઇનફ સાથે 29 ફેબ્રુઆરીએ 2016માં યોજાયેલી એક પ્રાઇવેટ સેરેમનીમાં લગ્ન કર્યાં હતાં. આ લગ્ન રાજપૂત રિવાજો સાથે થયા હતા. લગ્ન પ્રાઇવેટમાં થયા હતા અને તેના વેડિંગ ફોટોઝ મીડિયામાં અંદાજે 6 મહિના બાદ આવ્યા હતા.

પ્રીતિ ઝિન્ટા સાથે જોડાયેલા આ સમાચાર પણ તમે વાંચી શકો છો…

કિંગ્સ ઇલેવનની અનોખી ક્વીન:પ્રીતિ ઝિન્ટાએ ખુદને કોરોના ટેસ્ટ ક્વીન ગણાવી, 35 દિવસની અંદર 20 વખત કોરોના ટેસ્ટ કરાવી ચૂકી છે

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Preity Zinta’s Longest Karva Chauth Ever When She Travelled 13000 Km From Dubai To See Husband Gene Goodenough

Source

કરણવીર બોહરાએ શેર કર્યો પ્રેગ્નેટ વાઇફનો વિડિયો, ટમીની અંદર ફરતું જોવા મળ્યું બેબી

gujarati.oneindia.com |
કરણવીર બોહરાએ શેર કર્યો પ્રેગ્નેટ વાઇફનો વિડિયો, ટમીની અંદર ફરતું જોવા મળ્યું બેબી

Source

માથા ફરેલાના હાથે ચાકુનો હુમલો સહન કરી ચૂકેલી માલવી મલ્હોત્રા બોલી, 'ડર સાથે ન જીવી શકું, સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ લઈશ'

www.divyabhaskar.co.in |

ટીવી અને સાઉથ એક્ટ્રેસ માલવી મલ્હોત્રા સાથે થોડા દિવસ પહેલાં એક ભયજનક ઘટના ઘટી હતી. તેના એક મિત્ર યોગેશ મહિપાલ સિંહે તેના પર ચાકુથી હુમલો કરીને તેને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. આ કેસ વન સાઈડ લવનો હતો. છોકરાનું પ્રપોઝલ નકારી દેતા માલવી પર હુમલો થયો. ઘટના પછી માલવી હોસ્પિટલમાં એડમિટ હતી જ્યાં તેની પ્લાસ્ટિક સર્જરી થઇ. આરોપી છોકરાને મુંબઈની વર્સોવા પોલીસે કસ્ટડીમાં લઇ લીધો છે.

માલવી હવે ડિસ્ચાર્જ થઇ ગઈ છે અને ઘરે આવી ગઈ છે. રિકવર થઇ રહેલી માલવીને આ ઘટનાથી ઘણો ઝાટકો લાગ્યો છે. તે રિકવર થઈને હવે સેલ્ફ ડિફેન્સ શીખવાનું પ્લાનિંગ કરી રહી છે.

'ડર સાથે ન જીવી શકું'
બોમ્બે ટાઈમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં માલવીએ કહ્યું, 'ડર તો ઘણો છે. આગળ પણ સાવચેતી રાખીને ચાલવાનું છે. પણ હું મારી જિંદગી ડર સાથે ન જીવી શકું. મારા પિતાએ મને સેલ્ફ ડિફેન્સ શીખવા કહ્યું છે, જેથી હું આવી કોઈપણ ઘટનાથી લડી શકું અને ખુદનું ધ્યાન રાખી શકું. હું ફિઝિકલી સ્ટ્રોંગ બનવા માગું છું જેથી આવી કોઈ અપ્રિય ઘટનાથી બચી શકું. મને તે વ્યક્તિ પર દયા આવે છે જેને મારી સાથે આ કર્યું. આનાથી તેનું ક્રિમિનલ માઈન્ડ સામે આવ્યું છે. હું હવે ઠીક છું.'

'મેં ઘરે આવીને ભગવાનને પ્રાર્થના કરી અને તેમનો આભાર માન્યો કારણકે આટલી ગંભીર ઘટના પછી પણ મારા બોડી ઓર્ગન સેફ છે. મારાં પેરેન્ટ્સ મારી સાથે છે. તે ડરેલા છે અને ચિંતામાં છે કારણકે મુંબઈમાં આવું થતું નથી. તે મને એકલી મુકવાથી ડરે છે પણ મારે ભરોસો અપાવવો પડશે કે હું સેફ છું.'

'તેમણે મને કહ્યું કે તે ઈચ્છે છે કે મારી સાથે દરેક પળ કોઈને કોઈ રહે. મારી ઇજા સરખી થવામાં સમય લાગશે. મને ઓછામાં ઓછા બે મહિના રિકવર થવામાં લાગશે. મારો જમણો હાથ ઘણો ઈજાગ્રસ્ત છે અને મારી એક આંગળી તો ચાકુના હુમલાથી અલગ થતા માંડ બચી હતી. મેડિકલ ટીમે બે સર્જરી કરી કારણકે તે આંગળી જોડાઈ રહી ન હતી.'

'ઉડાન'માં કામ કરી ચૂકી છે
હિમાચલની રહેનારી માલવી તેલુગુ ફિલ્મ 'કુમારી 21 એફ', તમિળ ફિલ્મ 'નદિક્કુ એન્ડી', હિન્દી ફિલ્મ 'હોટલ મિલન', ટીવી સિરિયલ 'ઉડાન'માં કામ કરી ચૂકી છે. આ સિવાય તેણે અમુક જાહેરાતોમાં પણ કામ કર્યું છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Malvi Malhotra Vows To Learn Self Defence Post Recovery

Source

કંગનાએ કહ્યું- સરદાર પટેલ વડાપ્રધાન ન બન્યા, કારણકે ગાંધીજી નેહરુ જેવા નબળા મગજના વ્યક્તિ ઇચ્છતા હતા

www.divyabhaskar.co.in |

લોખંડી પુરુષથી ઓળખાતા સરદાર વલ્લભભાઈ પટેલની આજે 145મી જયંતિ પર કંગના રનૌતે તેમને શ્રદ્ધાંજલિ આપી છે. આ સાથે જ તેણે ગાંધીજી અને પંડિત જવાહરલાલ નેહરુ પર નિશાન સાધ્યું છે. કંગનાએ સરદાર પટેલના બલિદાન માટે ગાંધીજીને જવાબદાર ગણાવ્યા છે. સાથે જ પટેલે સ્વતંત્ર ભારતના પહેલા વડાપ્રધાન પદનું બલિદાન આપ્યું તે માટે દુઃખ જતાવ્યું. કંગનાના ત્રણ ટ્વીટ…

પહેલું ટ્વીટ- ગાંધીજીના કારણે વડાપ્રધાન ન બન્યા
કંગનાએ પહેલા ટ્વીટમાં લખ્યું છે, 'તેમણે ગાંધીજીની ખુશી માટે ભારતના પહેલા વડાપ્રધાનના રૂપમાં સૌથી યોગ્ય અને નિર્વાચિત પદ નકારી દીધું, કારણકે તેમને (ગાંધીજી) લાગતું હતું કે નેહરુ સારું અંગ્રેજી બોલે છે. સરદાર વલ્લભભાઈ પટેલને નુકસાન ન થયું પણ દેશે દાયકાઓ સુધી આનું પરિણામ ભોગવ્યું. આપણા માટે જે યોગ્ય છે તેને આપણે કોઈ શરમવગર છીનવી લેવું જોઈએ.'

બીજું ટ્વીટ- ગાંધીજી નબળું મગજ ધરાવતા માણસ ઇચ્છતા હતા
કંગનાએ આગળના ટ્વીટમાં સરદારને ભારતના અસલી લોહપુરુષ ગણાવીને લખ્યું, 'મારું માનવું છે કે ગાંધીજી નેહરુની જેમ એક નબળા મગજના વ્યક્તિ ઇચ્છતા હતા જેથી તે ખુદ સામે રહીને દેશને કંટ્રોલ કરી શકે અને તેને ચલાવી શકે. પ્લાન સારો હતો પરંતુ ગાંધીજીની હત્યા બાદ જે થયું, તે ડિઝાસ્ટર હતું.'

ત્રીજું ટ્વીટ- તમારા નિર્ણયનો ઘણો અફસોસ છે
અન્ય ટ્વીટમાં કંગનાએ લખ્યું છે, 'ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ. તમે એ વ્યક્તિ છો જેમણે અમને આ અખંડ ભારત આપ્યું. પરંતુ વડાપ્રધાન પદનું બલિદાન આપીને તમે અમને તમારા મહાન નેતૃત્ત્વ અને વિઝનથી દૂર લઇ ગયા. અમને તમારા નિર્ણયનો ઘણો અફસોસ છે.'

ગુસ્સો:કંગના રનૌતે મલેશિયાના પૂર્વ વડાપ્રધાનને લોહી તરસ્યા ગણાવ્યા

RTIમાં ખુલાસો:કંગના વિરુદ્ધ કેસ લડવા માટે BMCએ 82 લાખ રૂપિયા ખર્ચ્યા, એક્ટ્રેસે કહ્યું- એક યુવતીને હેરાન કરવા માટે પપ્પાના પપ્પુએ જનતાના પૈસા ઉડાવ્યા

માલવીની વિનંતી બાદ કંગનાની મદદ:ચાકુબાજીમાં ઘાયલ થયેલી માલવીના સપોર્ટમાં આવી કંગના, કહ્યું- નાના શહેરમાંથી આવતા સ્ટ્રગલર્સ સાથે આવું જ થાય છે​​​​​​​​​​​​​​

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Kangana Ranaut Targeted Mahatma Gandhi And Pandit Jawaharlal Nehru On Sardar Vallabhbhai Patel 145th Birth Anniversary

Source

નિક્કી તંબોલીનો એક્સ બોયફ્રેન્ડ શહનવાઝ આલમ 'બિગ બોસ 14'માં એન્ટ્રી લઇ શકે છે, તેની યાદમાં બોક્સર ઈસ્ત્રી કરતી જોવા મળી એક્ટ્રેસ

www.divyabhaskar.co.in |

ટીવીના સૌથી વિવાદિત શો 'બિગ બોસ 14'માં ટૂંક સમયમાં અમુક નવી વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી થવાની છે. શહજાદ દેઓલ અને સારા ગુરપાલ બેઘર થયા બાદ આ અઠવાડિયે 'FIR' ફેમ ચંદ્રમુખી ચૌટાલા એટલે કે કવિતા કૌશિક અને 'કુમકુમ ભાગ્ય' ફેમ એક્ટ્રેસ નૈના સિંહ શોમાં વાઈલ્ડ કાર્ડ તરીકે આવી ગયા છે. આ સિવાય શોમાં ટીવી એક્ટર શાર્દુલ પાંડે પણ આવી રહ્યો છે. એવી પણ ચર્ચા છે કે શોને વધુ એન્ટરટેનિંગ બનાવવા માટે હવે આ સીઝનની સૌથી ચર્ચિત કન્ટેસ્ટન્ટ નિક્કી તંબોલીના એક્સ બોયફ્રેન્ડ શહનવાઝ આલમને શોમાં લાવવાની તૈયારી છે.

હાલમાં જ સ્પોટબોયે સૂત્રોના હવાલે લખ્યું હતું કે, નિક્કી તંબોલીનો એક્સ બોયફ્રેન્ડ શહનવાઝ આલમ શોમાં ટૂંક સમયમાં એન્ટ્રી લઇ શકે છે. મેકર્સ તેની સાથે સતત વાતચીત કરી રહ્યા છે અને જો બધું ઠીક રહ્યું તો તે શોમાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી તરીકે જોવા મળશે.

શરૂઆતના અઠવાડિયામાં ખુદ નિક્કી તંબોલીએ શોમાં તેના એક્સ બોયફ્રેન્ડ શહનવાઝનો ઉલ્લેખ કર્યો હતો. એટલું જ નહીં બીબી મોલમાંથી 7 આઈટમ લેવા દરમ્યાન નિક્કીએ તેના એક્સની બોક્સર લેવાની જીદ કરી હતી. આ જીદનું કારણ એ હતું કે નિક્કીને તેની યાદ આવી રહી હતી અને તેને કારણે બાકીના લોકોએ તેમના જરૂરી સામાનને છોડવો પડ્યો હતો. નિક્કીના આવા નિર્ણયથી ઘરવાળા ઘણા નારાજ થયા હતા. આ સિવાય તે ઘણીવાર બોયફ્રેન્ડની યાદમાં તેના બોક્સરને ઈસ્ત્રી કરતી જોવા મળી છે.

View this post on Instagram

#happysunday

A post shared by Shahnawaz Alam (@shahnawazalam553) on Oct 10, 2020 at 11:04pm PDT

કવિતા કૌશિક, નૈના સિંહ, શાર્દુલ પાંડે સિવાય પવિત્રા પુનિયાના એક્સ બોયફ્રેન્ડ પ્રતીક સહજપાલને પણ ઘરમાં લાવવાની તૈયારી થઇ રહી છે. શોમાં શહનવાઝ આલમ અને પ્રતીક સહજપાલની એન્ટ્રી ઘણી રસપ્રદ અને TRP માટે ઘણી ફાયદાકરક થઇ શકે છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Nikki Tamboli’s Ex Boyfriend Shahnawaz Alam To Be Enter In Bigg Boss 14, She Has Iron His Boxer Many Timesin The Show

Source

Feel Good : માત્ર 30 સેકન્ડની કમાલ; નવજાત કાચિંડાના જન્મનો ભાગ્યે જ જોવા મળતો વિડિઓ બન્યો વાયરલ, અહીં જુઓ વિડિઓ

gujarati.oneindia.com |
Feel Good : માત્ર 30 સેકન્ડની કમાલ; નવજાત કાચિંડાના જન્મનો ભાગ્યે જ જોવા મળતો વિડિઓ બન્યો વાયરલ, અહીં જુઓ વિડિઓ

Source

error:
Scroll to Top