સાબરકાંઠા : ઇડરમાં એક યુવકને કપાળના ભાગે પતંગની દોરી બેસી જતા પહોંચી ગંભીર ઈજા
gujarati.oneindia.com |
સાબરકાંઠા : ઇડરમાં એક યુવકને કપાળના ભાગે પતંગની દોરી બેસી જતા પહોંચી ગંભીર ઈજા
gujarati.oneindia.com |
સાબરકાંઠા : ઇડરમાં એક યુવકને કપાળના ભાગે પતંગની દોરી બેસી જતા પહોંચી ગંભીર ઈજા
કન્ટ્રોવર્સી રિયાલિટી શો 'બિગ બોસ 14' વીકેન્ડના એપિસોડ્સમાં ઘણા પ્રકારના ટ્વિસ્ટ જોવા મળે છે. તે ઉપરાંત જોવા મળે છે કે હોસ્ટ સલમાન ખાનનો ગુસ્સો, જેને તેઓ કન્ટેસ્ટન્ટ્સને તેમની ભૂલો અને અસભ્ય વર્તન પર ઉતારે છે. પરંતુ શોના ઈતિહાસમાં પહેલી વખત એવું જોવા મળ્યું, જ્યારે સલમાને ગુસ્સામાં ઘરની અંદર જઈને કોઈ કન્ટેસ્ટન્ટ માટે તેની પથારી સાફ કરી હોય.
નિક્કી તંબોલી પર આવ્યો ગુસ્સો
શોનો એક પ્રોમો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. તેમાં એજાઝ ખાન સલમાને કહે છે કે નિક્કી તંબોલીએ રાખી સાવંતની પથારી કરવાની ના પાડી દીધી હતી. જ્યારે સલમાને નિક્કીને તેનું કારણ પૂછ્યું તો તે કહે છે કે, "સર મારે નથી કરવી." તેના જવાબમાં સલમાન કહે છે કે, "તમારે નથી કરવી તો કોઈ વાંધો નથી. થોભો, હું હમણાં જ આવું છું."
ત્યારબાદ સલમાન ઘરની અંદર જાય છે અને રાખી સાવંતની વસ્તુ ઉઠાવીને ગોઠવે છે. એલી ગોની તેને અટકાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ સલમાન નથી માનતો. ત્યારબાદ તે રાખીની પથારી કરવા લાગે છે. તેના પર રાખી કહે છે કે, "સર તમે ના કરશો." સલમાને તેની અવગણના કરી અને તમામ ઘરના સભ્યોને શરમમાં મૂકતા કહે છે કે "કોઈ કામ નાનું નથી હોતું."
સપ્તાહ ફેમિલી વીક રહ્યું
બિગ બોસમાં ગત સપ્તાહ ફેમિલી વીક હતું. આ દરમિયાન રાખી સાવંત, નિક્કી તંબોલી, અભિનવ શુક્લા, રુબીના દિલાઈક, જેસમિન ભસીન, એજાઝ ખાન અને અન્ય કન્ટેસ્ટન્ટ્સે પોતાના પ્રિયજનો સાથે મુલાકાત કરી હતી અને ઈમોશનલ થઈ ગયા હતા. હવે એ જોવાનું છે કે શોમાં આગળ શું ટ્વિસ્ટ આવશે.
21 ફેબ્રુઆરીએ ફિનાલે યોજાશે
પ્લાનિંગ પ્રમાણે, 21 ફેબ્રુઆરી, 2021ના રોજ આ શોની ફિનાલે હશે. શોમાં જ્યારે સ્પર્ધકોએ એન્ટ્રી લીધી ત્યારે આ તારીખ કહેવામાં આવી હતી. જોકે, તે સમયે એક્સટેન્શન અંગે પણ વાત કરવામાં આવી હતી. જોકે, હવે એવો કોઈ પ્લાન નથી. આગામી અઠવાડિયાને રસપ્રદ બનાવવા માટે હજી વાઈલ્ડ કાર્ડથી સ્પર્ધકોને 'બિગ બોસ'માં એન્ટ્રી આપવામાં આવશે.
gujarati.oneindia.com |
જુનાગઢ : ભાજપ અનુસુચિત જાતિ મોરચાની બેઠક યોજાઈ
બોલિવૂડ એક્ટ્રેસ અનુ અગ્રવાલ 52 વર્ષના થઇ ગયા છે. તેમનો જન્મ 11 જાન્યુઆરી, 1969ના રોજ નવી દિલ્હીમાં થયો હતો. અનુને 1990માં આવેલી ફિલ્મ 'આશિકી'એ રાતોરાત સ્ટાર બનાવી દીધી હતી. આ ફિલ્મ પછી તે ઘણી બીજી ફિલ્મોમાં દેખાયા પણ 'આશિકી' જેવી પોપ્યુલારિટી ન મળી. હવે ગ્લેમર વર્લ્ડથી દૂર અનુ ઝૂંપડીઓમાં જઈને ગરીબ બાળકોને ફ્રીમાં યોગ શીખવે છે.
21 વર્ષની ઉંમરે બ્રેક મળ્યો
અનુ અગ્રવાલે દિલ્હી યુનિવર્સિટીથી સમાજશાસ્ત્ર સ્ટડી કર્યું. સ્ટડી દરમ્યાન જ અનુને મહેશ ભટ્ટે પોતાની ફિલ્મ 'આશિકી'માં પહેલો બ્રેક આપ્યો હતો. માત્ર 21 વર્ષની ઉંમરે એક્ટિંગ વર્લ્ડમાં એન્ટ્રી લેનારા અનુએ આ ફિલ્મથી ઓડિયન્સના ખૂબ વખાણ મેળવ્યા અને રાતોરાત સ્ટાર બની ગયા.
ત્યારબાદ તે 'ગજબ તમાશા', 'ખલનાયિકા', 'કિંગ અંકલ', 'કન્યાદાન', 'બીપીએલ ઓયે' અને 'રિટર્ન ટુ જ્વેલ થીફ' જેવી ફિલ્મોમાં દેખાયા હતા પણ કોઈપણ ફિલ્મ ખાસ કમાલ કરી શકી નહીં. અનુએ તમિળ ફિલ્મ 'થિરૂદા – થિરૂદા' અને શોર્ટ ફિલ્મ 'ધ ક્લાઉડ ડોર'માં પણ કામ કર્યું છે. સાથે જ તે થોડા દિવસ MTV વીજે પણ રહ્યા હતા.
29 દિવસ કોમામાં રહ્યા હતા અનુ
1996 પછી ફિલ્મી દુનિયાથી ગાયબ થઇ ગયેલા અનુએ યોગ અને અધ્યાત્મ તરફ પ્રયાણ કર્યું હતું. આ વચ્ચે 1999માં થયેલા એક રોડ એક્સિડેન્ટમાં અનુની લાઈફ બદલી ગઈ. આ ઘટનામાં તેમની યાદશક્તિ જતી રહી હતી અને તે પેરેલાઈઝ્ડ પણ થઇ ગયા હતા.
લગભગ 29 દિવસ સુધી કોમામાં રહ્યા બાદ અનુ ભાનમાં આવ્યા તો ખુદને સંપૂર્ણપણે ભૂલી ગયા હતા. આ તેમના માટે પુર્નજન્મ જ હતો કે લગભગ 3 વર્ષ સુધી ચાલેલી લાંબી ટ્રીટમેન્ટ પછી તેમની યાદશક્તિ પરત આવી. અનુએ પોતાની સ્ટોરીને આત્મકથા સ્વરૂપે 'અનયુઝઅલ: મેમોઇર ઓફ અ ગર્લ વ્હુ કેમ બેક ફ્રોમ ડેડ'માં રજૂ કરી છે.
14 વર્ષ બાદ કોન્ટ્રોવર્સિયલ ક્વીન રાખી સાવંત ફરી એકવાર રિયાલિટી શો 'બિગ બોસ'માં જોવા મળશે. આ વખતે શોના મેકર્સે ઘરમાં જૂના સ્પર્ધકોને ફરી એકવાર શો જીતવાની તક આપી છે. રાખી સાવંત ઉપરાંત વિકાસ ગુપ્તા, કાશ્મીરા શાહ, મનુ પંજાબી, રાહુલ મહાજન તથા અર્શી ખાન 'બિગ બોસ'ના ઘરમાં જોવા મળશે. 'બિગ બોસ'ના ઘરમાં જતાં પહેલાં રાખીએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરી હતી.
છેલ્લાં ત્રણ ચાર વર્ષમાં મારી સાથે ઘણું જ ખરાબ થયું
રાખીએ કહ્યું હતું, 'છેલ્લાં કેટલાંક વર્ષોમાં મારી સાથે ઘણી જ ખરાબ ઘટના બની, જેને કારણે મારે આર્થિક સમસ્યાનો સામનો કરવો પડ્યો. હું છેલ્લાં કેટલાંક સમયથી કામ કરતી નહોતી. મારું અંગત જીવન ચઢાવ-ઊતારમાંથી પસાર થયું. મારી સાથે જે પણ બન્યું તેને કારણે હું કામ પર ફોકસ કરી શકતી નહોતી. મારી સાથે વિશ્વાસઘાત થયો. મને અનેક લોકોએ છેતરી અને પૈસા લઈ લીધા. છેલ્લાં ત્રણ ચાર વર્ષમાં મારી સાથે ઘણું જ ખરાબ થયું. હું ફ્રોડ વ્યક્તિનો શિકાર પણ બની.'
ગુજરાન ચલાવવા ઘરેણાં તથા પ્રોપર્ટી સુદ્ધાં વેચી
વધુમાં રાખીએ કહ્યું હતું, 'આટલા સમયથી કામ ના કર્યું એટલે મારે આર્થિક સમસ્યમાંથી પસાર થવું પડ્યું. મારે ગુજરાન ચલાવવા માટે મારા ઘરેણાં તથા પ્રોપર્ટી સુદ્ધાં વેચવી પડી. આવો ખરાબ સમય મેં મારા જીવનમાં આ પહેલાં ક્યારેય જોયો નહોતો. મેં મારી મહેનતની કમાણીથી મારા સપનાઓ પૂરા કર્યાં હતાં. મેં તે સપનાઓને તૂટતા જોયા છે. 'બિગ બોસ'ના ઘરમાં હું મારી આખી આત્મકથા કહીશ અને દર્શકોને મારી આપવીતી જણાવીશ.'
દરેક વાતનો ઘટસ્ફોટ કરીશ
સૂત્રોના મતે, રાખી શોમાં સુશાંત સિંહ રાજપૂત સાથે જોડાયેલી પણ વાતો કરશે. આ અંગે રાખીએ કહ્યું હતું, 'હા, આ વાત સાચી છે. જોકે, આ અંગે હું હાલમાં કંઈ ના કહી શકું. હું એન્ટરટેઈનર છું અને ચાહકોને વચન આપું છું કે આ વખતે પણ તેઓ ઘરમાં મને એન્ટરટેઈનમેન્ટ કરતાં જ જોશે. સુશાંતથી લઈ મારા અંગત જીવન સુધી, હું તમામ વાતોનો ઘટસ્ફોટ કરીશ.'
ટ્રોફી જીતવાનો પ્રયાસ કરીશ
રાખી છેલ્લાં કેટલાંક દિવસોથી લખનઉમાં વેબ સિરીઝનું શૂટિંગ કરતી હતી. આ દરમિયાન તેને 'બિગ બોસ'ની ઓફર મળી તો તે ના પાડી શકી નહીં. તેણે કહ્યું હતું, '14 વર્ષ બાદ મને 'બિગ બોસ'ની ઓફર મળી તો હું કેવી રીતે ના પાડું. આ શો મારા માટે ખાસ છે. મેં પહેલાં જે ધમાલ કરી હતી તેવી જ ધમાલ આ સિઝનમાં કરીશ. આ વખતે ટ્રોફી મને મળે તેવો પ્રયાસ કરીશ. વેબ સિરીઝનું અડધું શૂટિંગ પૂરું કર્યું છે અને જ્યારે શોમાંથી બહાર આવીશ ત્યારે બાકીનું પૂરું કરીશ. રાખી હાલમાં ક્વૉરન્ટીનમાં છે. તે આ વીકેન્ડમાં શોમાં એન્ટ્રી લેશે.
લગ્ન કર્યાં હોવાની ચર્ચા
રાખીએ આ વર્ષે લગ્નની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં શૅર કરી હતી. રાખીએ કહ્યું હતું કે તેનો પતિ લંડનમાં રહે છે. જોકે, આજ સુધી રાખીએ પોતાના પતિની તસવીર બતાવી નથી. લગ્નની તસવીરો એ રીતે પોસ્ટ કરી હતી કે જેમાં તેનો પતિ રિતેશ ના દેખાય.
34 વર્ષીય ટીવી એક્ટ્રેસ દિવ્યા ભટનાગરનું કોરોનાને કારણે સાત ડિસેમ્બરે વહેલી સવારે મોત થયું હતું. દિવ્યાના અવસાનથી ટીવી સેલેબ્સે શોક વ્યક્ત કર્યો હતો. સેલેબ્સે સોશિયલ મીડિયામાં દિવ્યા સાથેની યાદો શૅર કરીને પરિવારને સાંત્વના પાઠવી હતી. દિવ્યાને 26 નવેમ્બરના રોજ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી. દિવ્યાને ન્યૂમોનિયા અને કોવિડ 19 હતો. ગોપીબહુ તરીકે લોકપ્રિય થનાર ટીવી એક્ટ્રેસ દેવોલિના ભટ્ટાચાર્જીએ સોશિયલ મીડિયામાં લાંબી પોસ્ટ શૅર કરીને દિવ્યાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
દેવોલિના ભટ્ટાચાર્જી
દેવોલિનાએ સોશિયલ મીડિયામાં દિવ્યા સાથેની તસવીરો શૅર કરીને કહ્યું હતું, 'જ્યારે કોઈ સાથે ના હોય ત્યારે બસ તું જ હંમેશાં સાથે રહેતી. દિવુ તું તો મારી પોતાની હતી, જેને હું ધમકાવી શકતી, નારાજ થઈ શકતી, મનની વાત કહી શકતી…મને ખ્યાલ છે કે તારા માટે જીવન બહુ જ મુશ્કેલ બની ગયું હતું. અસહનીય દર્દ….પરંતુ આજે મને ખ્યાલ છે કે તું કોઈ સારીએ જગ્યાએ હોઈશ. જ્યાં કોઈ જ આંસુ, નિરાશા, વિશ્વાસઘાત, ખોટી વાતો નહીં હોય. દિવુ તારી બહુ જ યાદ આવશે, તને ખબર હતી કે હું તને કેટલો પ્રેમ કરું છું અને તારી કેટલી સંભાળ લઉં છું. તું મોટી હતી પરંતુ એકદમ બાળક જેવી હતી. તારી આત્માને શાંતિ મળે. જ્યાં પણ હોય ત્યાં બસ ખુશ રહે. તારી હંમેશાં યાદ આવશે. બહુ જ બધો પ્રેમ. બહુ જલદી જતી રહી…ઓમ શાંતિ'
શિલ્પા શિરોડકર
શિલ્પા શિરોડકરે દિવ્યા સાથે સિરિયલ 'સિલસિલા પ્યાર કા'માં સાથે કામ કર્યું હતું. સોશિયલ મીડિયામાં શિલ્પાએ કહ્યું હતું, 'દિલ તૂટી ગયું. દિવ્યાની આત્માને શાંતિ મળે.'
અલિશા પંવાર
અલિશાએ કહ્યું હતું, 'હજી આઘાતમાં છું, આ વાત માની શકાય તેવી નથી. હું જેટલી વ્યક્તિઓને ઓળખતી તેમાંથી તું સૌથી સારી હતી. બહુ જ સારી વ્યક્તિ. તું બહુ જલદી જતી રહી. તારી આત્માને શાંતિ મળે.'
વિન્દ્યા તિવારી
વિન્દ્યા તિવારીએ કહ્યું હતું, 'હજી આ વાતનો વિશ્વાસ થતો નથી. મને હજી પણ યાદ છે તારી આ ફેવરિટ ટી શર્ટ. તે હસીને કહ્યું હતું કે બસ હવે કાલથી જીમ શરૂ. તારા હાથનું ભોજન..તારી સાથેની વાતો, તારો અવાજ…જીવન બહુ જ અનપેક્ષિત છે. હું હંમેશાં તને યાદ કરીશ.'
નિધિ ઉત્તમ
'યે રિશ્તા…'ની કો-સ્ટાર નિધિ ઉત્તમે કહ્યું હતું, 'ગુલ્લુ બહુ જ જલદી જતી રહી. આ વાત માનવી શક્ય નથી. હૃદય ભાંગી પડ્યું. તું જ્યાં પણ હોય તને શાંતિ મળે. દિવ્યા તને બહુ બધો પ્રેમ. હું તને બહુ જ યાદ કરીશ. શાનદાર એક્ટર, સુંદર વ્યક્તિ, હંમેશાં પોતાના હાસ્યથી બધાને હસાવતી, પોઝિટિવ. ક્યારેય વિચાર્યું નહોતું કે તારા માટે આ રીતની પોસ્ટ લખવી પડશે. આપણે રિશ્તામાં નંદિની અને ગુલાબોની સફર શરૂ કરી હતી…ભગવાનને હંમેશાં સારા વ્યક્તિની જરૂર હોય છે. મારી મિત્રની આત્માને શાંતિ મળે.'
દેબિના બેનર્જી
દેબિનાએ કહ્યું હતું, 'દિવ્યા વિશ્વાસ નથી થતો કે તું હવે નથી. તું જ્યાં પણ હોય તારી આત્માને શાંતિ મળે. ઓમ નમઃ શિવાય.'
નેહા નારંગ
નેહા નારંગે સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'હૃદય તૂટી ગયું. ઓમ શાંતિ' આ પોસ્ટ પર રિદ્ધિમા તિવારીએ કહ્યું હતું, 'આપણાં મનમાં હંમેશાં દિવ્યા રહેશે. તેનો અવાજ, તેની સ્માઈલ અને તેની મસ્તી.'
સંદિપ સિંકદ
ટીવી પ્રોડ્યૂસર સંદિપે કહ્યું હતું, 'પ્રીતો' તથા એક ટેલિફિલ્મમાં તારી સાથે કામ કર્યું હતું. તું હંમેશાં જીવનને માણતી હતી. મને વિશ્વાસ છે કે તું સ્વર્ગમાં હોઈશ. બહુ જ જલદી જતી રહી. તારી આત્મને શાંતિ મળે.'
છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર અફવા ઊડી રહી હતી કે ‘સ્કેમ 1992’ વેબ સિરીઝમાં હર્ષદ મહેતાનો રોલ વરુણ ધવન પ્લે કરવાનો હતો. વરુણે આ બધી અફવા પર ચોખવટ કરી છે. એક યુઝરે તેના ટ્વીટમાં લખ્યું કે, શું તમે જાણો છો, વરુણ ધવન ‘સ્કેમ 1992’માં હર્ષદ મહેતાનો રોલ પ્લે કરવાનો હતો. પણ હંસલ મહેતાને પ્રતિક ગાંધીનું મનમાં સૂજયું એ એ પછી શું થયું એ બધાને ખબર છે.
Really not true I think the only choice for this show can be #pratikgandhi absolutely brilliant he is. big fan #scam 1992 https://t.co/IYD7Cv1gIN
— VarunDhawan (@Varun_dvn) November 24, 2020
આ ટ્વીટને ખોટું કહી વરુણે લખ્યું, ‘આ સાચું નથી. મારા ખ્યાલથી આ રોલ માટે માત્ર પ્રતિક ગાંધી જ એકમાત્ર ચોઈસ હોઈ શકે છે. તેઓ બ્રિલિયન્ટ છે. સ્કેમ 1992નો મોટો ફેન છું.
આની પહેલાં વેબ સિરીઝના ડિરેક્ટર હંસલ મહેતાએ એક અફવા પર પોતાનું રિએક્શન આપ્યું હતું. રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું હતું કે, ‘સ્કેમ 1992’ IMDB પર ટોપ રેટેડ ટેલિવિઝન પ્રોગ્રામ છે. આ રિપોર્ટ પર હંસલ મહેતાએ કહ્યું હતું, આ સાચું નથી. અમે 21મા નંબર પર છે. આ સમાચાર ખોટા છે. ‘સ્કેમ 1992’ 9/10 રેટિંગ સાથે ટોપ 250 શોમાં IMDBના લિસ્ટમાં 21મા નંબર પર છે.
gujarati.oneindia.com |
રાજકોટ : ગટરનું પાણી રસ્તા પર આવતાં સ્થાનિકોએ જાતે સફાઈ કરવી પડી
'બિગ બોસ 14' શોમાં કવિતા કૌશિકે વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી લઈને બધાને ઈમ્પ્રેસ કરી દીધા છે. કવિતા સબ ટીવી પરના શો 'FIR'ના તેના રોલ ચંદ્રમુખી ચૌટાલાથી ઘણી ફેમસ થઇ હતી. માત્ર સામાન્ય લોકો જ નહીં પણ સલમાન ખાન અને તેના પરિવારને પણ આ શો એટલો ગમ્યો હતો કે સલીમ ખાને કવિતાને ઘરે લંચ માટે આમંત્રિત કરી હતી.
કવિતા કૌશિકના સલમાને સ્ટેજ પર પણ ઘણા વખાણ કર્યા હતા. સલમાને કહ્યું હતું કે તમારાથી બેટર લેડી દબંગનો રોલ આજસુધી કોઈએ પ્લે કર્યો નથી અને હું ખુદ તમારો ફેન છું. આ સાંભળીને દરેકના મનમાં સવાલ હતો કે કવિતા અને સલમાન ઘણા ક્લોઝ છે, એક્ટ્રેસે ઘરમાં એન્ટ્રી લેતા પહેલાં આ વાતને કન્ફર્મ પણ કરી. હિન્દુસ્તાન ટાઈમ્સ સાથેની વાતચીતમાં એક્ટ્રેસે કહ્યું હતું કે, 'હું આને ક્લોઝ રિલેશન તો નહીં કહું. સલમાન, સોહેલ, અરબાઝ, સલીમ અંકલ અને હેલન આંટીએ FIR શો જોયો છે. શો જોયા બાદ સલીમ અંકલે મને તેમના ઘરે લંચ માટે આમંત્રિત કરી હતી.'
આગળ એક્ટ્રેસે કહ્યું, 'ઘરે બોલાવીને સલીમ અંકલે કહ્યું, અમે તારા શોને ખૂબ એન્જોય કરીએ છીએ. મને ઘણી સારી રીતે હોસ્ટ કરવામાં આવી માત્ર એટલા માટે કે તેમને મારો શો ગમતો હતો. અમારું ઘણું ઓછું ઈક્વેશન છે. હું આભારી છું કે તેમના આ એક સ્ટેપથી એક આર્ટિસ્ટને રાણી જેવું ફીલ થયું. આ સિવાય સલમાન અને તેમના પરિવાર સાથે મારો કોઈ સંબંધ નથી કે મિત્રતા નથી. કાશ આવું હોત, પણ આવું છે નહીં.'
કવિતાએ શોમાં એન્ટ્રી લેતા જ આખો સીન બદલાવી દીધો છે. એક્ટ્રેસ ઘરની કેપ્ટન બનીને દરેક પાસેથી સારી રીતે કામ કઢાવી રહી છે સાથે જ તેના બિન્દાસ વર્તનથી પણ દર્શકો ઈમ્પ્રેસ થઇ રહ્યા છે.
gujarati.oneindia.com |
મુંબઈઃ સંજય દત્તના ફેન્સ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. સંજય દત્તને ફેફસાનુ કેન્સર હતુ પરંતુ હવે તે કેન્સરને મ્હાત આપી ચૂક્યા છે. સંજય દત્તને બે મહિના પહેલા ખબર પડી કે તેઓ કેન્સરના શિકાર થઈ ચૂક્યા છે. જો કે તેમણે ઝડપથી