બોલિવૂડ એક્ટ્રેસ અનુ અગ્રવાલ 52 વર્ષના થઇ ગયા છે. તેમનો જન્મ 11 જાન્યુઆરી, 1969ના રોજ નવી દિલ્હીમાં થયો હતો. અનુને 1990માં આવેલી ફિલ્મ 'આશિકી'એ રાતોરાત સ્ટાર બનાવી દીધી હતી. આ ફિલ્મ પછી તે ઘણી બીજી ફિલ્મોમાં દેખાયા પણ 'આશિકી' જેવી પોપ્યુલારિટી ન મળી. હવે ગ્લેમર વર્લ્ડથી દૂર અનુ ઝૂંપડીઓમાં જઈને ગરીબ બાળકોને ફ્રીમાં યોગ શીખવે છે.
21 વર્ષની ઉંમરે બ્રેક મળ્યો અનુ અગ્રવાલે દિલ્હી યુનિવર્સિટીથી સમાજશાસ્ત્ર સ્ટડી કર્યું. સ્ટડી દરમ્યાન જ અનુને મહેશ ભટ્ટે પોતાની ફિલ્મ 'આશિકી'માં પહેલો બ્રેક આપ્યો હતો. માત્ર 21 વર્ષની ઉંમરે એક્ટિંગ વર્લ્ડમાં એન્ટ્રી લેનારા અનુએ આ ફિલ્મથી ઓડિયન્સના ખૂબ વખાણ મેળવ્યા અને રાતોરાત સ્ટાર બની ગયા.
ત્યારબાદ તે 'ગજબ તમાશા', 'ખલનાયિકા', 'કિંગ અંકલ', 'કન્યાદાન', 'બીપીએલ ઓયે' અને 'રિટર્ન ટુ જ્વેલ થીફ' જેવી ફિલ્મોમાં દેખાયા હતા પણ કોઈપણ ફિલ્મ ખાસ કમાલ કરી શકી નહીં. અનુએ તમિળ ફિલ્મ 'થિરૂદા – થિરૂદા' અને શોર્ટ ફિલ્મ 'ધ ક્લાઉડ ડોર'માં પણ કામ કર્યું છે. સાથે જ તે થોડા દિવસ MTV વીજે પણ રહ્યા હતા.
29 દિવસ કોમામાં રહ્યા હતા અનુ 1996 પછી ફિલ્મી દુનિયાથી ગાયબ થઇ ગયેલા અનુએ યોગ અને અધ્યાત્મ તરફ પ્રયાણ કર્યું હતું. આ વચ્ચે 1999માં થયેલા એક રોડ એક્સિડેન્ટમાં અનુની લાઈફ બદલી ગઈ. આ ઘટનામાં તેમની યાદશક્તિ જતી રહી હતી અને તે પેરેલાઈઝ્ડ પણ થઇ ગયા હતા.
લગભગ 29 દિવસ સુધી કોમામાં રહ્યા બાદ અનુ ભાનમાં આવ્યા તો ખુદને સંપૂર્ણપણે ભૂલી ગયા હતા. આ તેમના માટે પુર્નજન્મ જ હતો કે લગભગ 3 વર્ષ સુધી ચાલેલી લાંબી ટ્રીટમેન્ટ પછી તેમની યાદશક્તિ પરત આવી. અનુએ પોતાની સ્ટોરીને આત્મકથા સ્વરૂપે 'અનયુઝઅલ: મેમોઇર ઓફ અ ગર્લ વ્હુ કેમ બેક ફ્રોમ ડેડ'માં રજૂ કરી છે.
મહાનાયક અમિતાભ બચ્ચનના જણાવ્યા મુજબ તેઓ નવી જનરેશનને જોઈને ડરમાં છે અને ખુદને તેમની સામે નાનો અનુભવી રહ્યા છું. 78 વર્ષીય બિગ બીએ હાલમાં જ તેમના બ્લોગમાં લખ્યું કે 50 વર્ષનું લાબું કરિયર હોવા છતાં તે દર કલાકે કંઈક પાઠ શીખી રહ્યા છે. ખાસ કરીને ત્યારે જ્યારે તેઓ નવા ટેલેન્ટને ઊભરતા જુએ છે.
'અસહાય અને નાનો અનુભવી રહ્યો છું' બિગ બીએ તેના બ્લોગમાં લખ્યું, 'હું નવી જનરેશનથી ખૌફમાં છું. હું સ્ક્રીનથી બહાર નીકળતા ફ્રેશ ટેલેન્ટના સેલિબ્રેશનમાં છું. હું ખુદને જોઉં છું તો તેમની સામે અસહાય અને નાનો અનુભવું છું.'
અમિતાભ બચ્ચને તેમના બ્લોગમાં લખ્યું છે કે તે નસીબદાર છે કે તે એક એવા યુગમાં રહે છે, જ્યાં પ્રતિભાઓને પડદા પર સ્ટ્રોંગલી પોતાની આવડત દેખાડવાનો અવસર મળતા જોઈ શકાય છે.
થોડા દિવસ પહેલાં બિગ બી ટ્રોલ થયા હતા અમિતાભ બચ્ચને અગાઉ તેમનો એક ફોટો શેર કરીને લખ્યું હતું કે, 'એક વાત તો નક્કી છે કે દુનિયામાં લોકો પાસે નવરાશ તો ઘણી છે.' ત્યારબાદ તેમને સોશિયલ મીડિયા પર ઘણા ટ્રોલ કરવામાં આવ્યા હતા.
એક યુઝરે કમેન્ટ કરીને લખ્યું હતું, 'ત્યારે જ તો તમારી વાહિયાત ફિલ્મો જોઈને તમને સુપરસ્ટાર બનાવી દીધા.' એક અન્ય યુઝરની કમેન્ટ હતી, 'માટે જ તો તમે મહાનાયક બન્યા. બાકી કોણ જાત તમારી 3 કલાકની ફિલ્મ જોવા.' એક યુઝરે લખ્યું, 'સાચું કહ્યું.. પોતાના ટ્વીટને નંબર આપવા, આ પણ નવરાશથી ઓછું નથી.'
છેલ્લે 'ગુલાબો સીતાબો'માં દેખાયા હતા અમિતાભ બચ્ચન હાલ 'કૌન બનેગા કરોડપતિ 12' હોસ્ટ કરી રહ્યા છે. ફિલ્મોમાં તે છેલ્લે 'ગુલાબો સિતાબો'માં દેખાયા હતા, જે એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થઇ હતી. તેમની અપકમિંગ ફિલ્મમાં અયાન મુખર્જીની 'બ્રહ્માસ્ત્ર' અને રૂમી જાફરીની 'ચેહરે' સામેલ છે.
તૌસીફ નિકિતા સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો. માટે તે કોલેજ બહાર નિકિતાને લઇ જવા માટે તેની રાહ જોઈ રહ્યો હતો. જેવી નિકિતા કોલેજ બહાર આવી કે તૌસીફ તેને જબરદસ્તી કારમાં બેસાડવા લાગ્યો. પરંતુ નિકિતા ના પાડીને વિરોધ કરવા લાગી તો તૌસીફે તેને ગોળી મારી દીધી. આ દરમ્યાન રેહાન કારની અંદર બેઠો હતો. આ ઘટના બાદ બંને ત્યાંથી ભાગી ગયા જોકે પોલીસે તેમને પકડી લીધા છે. આ ઘટનાની સમગ્ર દેશમાં નિંદા થઇ રહી છે.
'મિર્ઝાપુર' સિરીઝ જોઈને હત્યાનો વિચાર આપ્યો આરોપી તૌસીફે પોલીસ કસ્ટડીમાં સ્વીકાર્યું કે તેણે વેબસિરીઝ 'મિર્ઝાપુર' જોયા બાદ નિકિતાને મારવાનો પ્લાન બનાવ્યો હતો. આ સિરીઝમાં મુન્ના ભૈયા (દિવ્યેન્દુ શર્મા) વનસાઈડ લવમાં એક છોકરી સ્વીટી (શ્રેયા પિલગાંવકર)ને ગોળી મારી દે છે ત્યારબાદ તેનું મૃત્યુ થઇ જાય છે.
બોલિવૂડ પર કંગના ભડકી તૌસીફની આ વાત સાંભળીને કંગના 'મિર્ઝાપુર'ના મેકર્સ પર ભડકી છે અને બોલિવૂડને પણ આડે હાથ લીધું છે. તેણે ટ્વિટર પર એક ન્યૂઝ આર્ટિકલની લિંક શેર કરી જેમાં લખ્યું હતું કે, તૌસીફે 'મિર્ઝાપુર' વેબસિરીઝ જોયા બાદ નિકિતાની હત્યા કરી દીધી હતી.
This is what happens when you glorify criminals, when negative and dark characters are played by good looking young men and they are shown as anti heroes not villlains then this is the result, shame on Bullywood for causing more damage than good always… https://t.co/zlnPam1a8L
કંગનાએ લખ્યું, 'આ જ થાય છે જ્યારે તમે અપરાધીઓનું મહિમામંડન કરો છો. જ્યારે નેગેટિવ અને ડાર્ક રોલને સારા દેખાતા યુવા પ્લે કરે છે તો તેને એન્ટિ હીરો તરીકે દેખાડવામાં આવે છે પરંતુ વિલન તરીકે દેખાડવામાં આવતા નથી. બોલિવૂડને શરમ આવવી જોઈએ કે તે ભલાઈથી વધુ નુકસાન કરતું આવ્યું છે.
'મિર્ઝાપુર' સિરીઝ ફરહાન અખ્તર અને રિતેશ સિધવાનીએ તેમના પ્રોડક્શન બેનર એક્સેલ એન્ટરટેનમેન્ટ હેઠળ બનાવી છે. 23 ઓક્ટોબરે બીજી સીઝન 'મિર્ઝાપુર 2' OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ થઇ છે. તેમાં પંકજ ત્રિપાઠી, દિવ્યેન્દુ શર્મા, અલી ફઝલ, રસિકા દુગ્ગલ, શ્વેતા ત્રિપાઠી શર્માએ લીડ રોલ પ્લે કર્યા છે.
ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીના પતિ અભિનવ કોહલીએ તેના વિરુદ્ધ લીગલ એક્શન લેવાનો નિર્ણય લીધો છે. અભિનવના જણાવ્યા મુજબ શ્વેતા તેને તેના 4 વર્ષના દીકરા રેયાંશ કોહલીથી અલગ કરી રહી છે. હાલમાં જ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીત દરમ્યાન, અભિનવે તેની આપવીતી સંભળાવી. અમે શ્વેતા તિવારી સાથે પણ અભિનવ દ્વારા લગાવવામાં આવેલા આ આરોપો પર વાતચીત કરવાની ટ્રાય કરી પણ તે હાજર ન હતી.
મેડિકલ સલાહ વિરુદ્ધ શ્વેતા સ્તનપાન કરાવવાના પ્રયાસ કરે છે છેલ્લા ઘણા દિવસોથી શ્વેતા મને રેયાંશને મળવા દેતી ન હતી. હાલમાં જ શ્વેતાને કોરોના થયો હતો. ત્યારબાદ તેણે રેયાંશને મારી પાસે મોકલી દીધો હતો. બીજે દિવસે જ તેને તાવના લક્ષણ દેખાવાના સ્ટાર્ટ થઇ ગયા, મેં વીડિયો કોલિંગ કરીને મારા ડોક્ટર સાથે વાત કરી તો તેણે કહ્યું કે આમાં કોઈ શંકા નથી કે રેયાંશ કોરોના પોઝિટિવ છે કારણકે તે શ્વેતા સાથે બે દિવસ રહ્યો હતો. શ્વેતાનો પહેલાં જ કોવિડ ટેસ્ટ થઇ ગયો હતો અને તેણે તે જ હાલતમાં સ્તનપાન પણ કરાવ્યું હતું.
રેયાંશ નવેમ્બરમાં 4 વર્ષનો થશે પરંતુ બધી મેડિકલ સલાહ વિરુદ્ધ શ્વેતા તેને સ્તનપાન કરાવવાની ટ્રાય કરે છે જેથી હું કસ્ટડીના કેસમાં કોર્ટ જાઉં તો કોર્ટમાં જણાવી શકે કે તે સ્તનના દૂધ પર છે. ઘણીવાર રેયાંશના બાળરોગ એક્સપર્ટ અને ડેન્ટિસ્ટે શ્વેતાને રેયાંશને સ્તનપાન ન કરાવવા માટે કહ્યું છે કારણકે આનાથી તેના આગળના દાંત ખરાબ થઇ ગયા છે, પરંતુ તેની સલાહનો કોઈ ફાયદો ન થયો.
બાળકોની પ્રોડક્ટ હાનિકારક હોવા છતાં પૈસા માટે પ્રમોટ કરે છે ભગવાનની દયાથી રેયાંશ થોડા જ દિવસમાં કોવિડ નેગેટિવ થઇ ગયો. જોકે તેના શરીરમાં ઘણી એલર્જી થઇ હતી. શ્વેતા પૈસા માટે જોન્સન એન્ડ જોન્સનના પ્રોડક્ટને પ્રમોટ કરે છે જે ઘણા બાળકો માટે હાનિકારક છે. જ્યારે મેં શ્વેતાને આ વાત કરી તો તેણે પણ આ સ્વીકાર્યું અને તેની પ્રોડક્ટ યુઝ કરતા અટકાવી. જોકે તે તેના સોશિયલ મીડિયા પર આજે પણ તેનું પ્રમોશન કરે છે.
રેયાંશને ફરી પોતાની પાસે લઇ જવા માટે પોલીસ બોલાવી જ્યારે શ્વેતાનો ક્વોરન્ટીન પીરિયડ પૂરો થયો ત્યારે રેયાંશની પાછા જવાની વાત આવી. હું દુઃખી થઇ ગયો. તેણે તેની માતાને બે અઠવાડિયાથી જોઈ ન હતી માટે તે પાછો જતો રહ્યો પરંતુ બીજે જ દિવસે તે એટલો બધો રડ્યો કે ઉઠ્યા બાદ થોડા જ સમયમાં તેને મારી પાસે લઇ આવ્યા. શ્વેતા તે સમય સુધી કામ માટે નીકળી ગઈ હતી. તે દિવસ પછીથી રેયાંશ શ્વેતાના ઘરે જવા માટે તૈયાર ન હતો. કોઇ રીતે શ્વેતા તેને ફોસલાવી લેતી અને તે પાછો જતો રહેતો.
2-3 દિવસ પછી તેણે સાવ જવાનું બંધ કરી દીધું. તે તેને કોઈ રમકડાં દેખાડીને મનાવવાની ટ્રાય કરતી, પણ તે તેની સાથે જવા માટે તૈયાર ન હતો. તે રેયાંશ સાથે રોજ રમવા આવવા લાગી, તેને ફોસલાવતી પણ રેયાંશ તેની સાથે જવા રેડી ન હતો. તે મને અને આ ઘરને છોડવા રાજી ન હતો. મારી પાસે આ બધું રેકોર્ડ કરેલો વીડિયો છે. ત્યારે તે વેકેશન માણવા જવા ઇચ્છતી હતી.
પછી તેણે પોલીસનો ઉપયોગ કર્યો. હું પોલીસ સ્ટેશન ન જઈ શક્યો કારણકે મારો દીકરો મને એક ક્ષણ માટે પણ છોડવા તૈયાર ન હતો અને કોરોના કાળમાં મારા દીકરાને પોલીસ સ્ટેશન લઇ જવું મને ઉચિત ન લાગ્યું. પછી સાંજ સુધી તેણે એક પોલીસ ઓફિસરને મારા ઘરે એક અનઓફિશિયલ મેસેજ સાથે મને પોલીસ સ્ટેશન આવવા કહ્યું, પરંતુ મેં તેને પણ કહ્યું કે બાળક મને આવવા નહીં દે અને બાળકને ઓફિસરની સામે પૂછવામાં આવ્યું કે શું તે તેના મમ્મીના ઘરે જવા ઈચ્છે છે પરંતુ તેણે ના પાડી દીધી. મેં તે રેકોર્ડ કર્યું છે.
રેયાંશ વગર પ્રમોશનલ ટૂર પર નીકળી ગઈ પોલીસના ગયા બાદ શ્વેતા ઘરે આવી, જોકે મને ખબર હતી કે તેણે પોલીસ મોકલી હતી તેમ છતાં મેં તેને આવવા દીધી. તેણે એવો દેખાડો કર્યો જાણે કઈ થયું જ નથી અને તેણે રેયાંશને સમજાવવાની પૂરી ટ્રાય કરી પરંતુ તેણે તેની સાથે જવાની ના પાડી દીધી. મેં વિચાર્યું કે તે હવે તેની રજા પણ કેન્સલ કરી દેશે. પરંતુ મને આશ્ચર્ય થયું કે તે તેના ઘરના બધા લોકો સાથે રેયાંશને લીધા વગર વેકેશન પર જતી રહી. આ એક પ્રમોશનલ ટૂર હતી જ્યાં તે ફ્રીમાં ગઈ હતી. ત્યાંથી આવ્યા બાદ શ્વેતા થોડા દિવસ પછી (24 ઓક્ટોબરે) ખોટું બોલીને રેયાંશને ફરી તેના ઘરે લઇ ગઈ. ત્યારપછિથી અત્યારસુધી તેણે નથી મારી સાથે વાત કરી કે નથી રેયાંશ સાથે વાત કરાવી. હું ઘણીવાર તેના શોના સેટ પર પણ ગયો પરંતુ તે ત્યાં પણ મને ઇગ્નોર કરી રહી છે.
વિઝા બનાવવા માટે મારી નકલી સહી કરી શ્વેતાએ મારી નકલી સહી કરીને રેયાંશના યુકેના વિઝા બનાવવાની ટ્રાય કરી હતી મારી પાસે તેનો લીગલ પુરાવો છે. શ્વેતાના એક મિત્રે મને તેનું પ્લાનિંગ જણાવ્યું હતું અને મને લાગ્યું જ હતું કે તે રેયાંશને અમેરિકા અથવા તો યુકે લઇ જવાના પ્લાનિંગમાં છે. આ બંને દેશના નિયમ મુજબ, બાળકનાં બંને પેરેન્ટ્સની સહી હોવી જોઈએ. મેં ક્યારેય NOC પર સહી નથી કરી. શ્વેતા એ મારી નકલી સહી કરી. નસીબદાર હતો કે મેં 15 દિવસ પહેલાં જ બંને દેશોને લેટર લખીને આ બાબતે જાણ કરી દીધી હતી. તે કઈ હદ સુધી જઈ શકે છે તે કોઈપણ અંદાજો લગાવી શકે નહીં.
શ્વેતા અને તેની દીકરી પલક કોઈપણ વ્યક્તિને સંપૂર્ણ રીતે નષ્ટ કરી શકે છે શ્વેતા અને તેની દીકરી પલક કોઈપણ વ્યક્તિને સંપૂર્ણ રીતે નષ્ટ કરી શકે છે. તે માત્ર એક વ્યક્તિનો ઉપયોગ કરીને તેને ફેંકવામાં વિશ્વાસ રાખે છે. પોતાના લાભ માટે તે એક નાના બાળકને હર્ટ કરવામાં અને દુઃખ આપવામાં પણ પાછળ નહીં ખસે. સમાજમાં તે ખૂબ સોફ્ટ હોવાનો ઢોંગ કરે છે પણ બાળક પ્રત્યે ઘણી ક્રૂર છે.
હું મારા હક માટે લડીશ આવતા અઠવાડિયે હું શ્વેતા વિરુદ્ધ લીગલ એક્શન લેવાનો છું. હું મારા દિકરાથી અલગ થવા નથી માગતો. હજુ સુધી અમારા ડિવોર્સ નથી થયા. અત્યાર સુધી શ્વેતાએ મારા પર ઘણા ખોટા આરોપ લગાવ્યા છે પણ હવે હું પીછેહટ નહીં કરું. હું મારા હક માટે લડીશ.
gujarati.oneindia.com | મુંબઈઃ મિથુન ચક્રવર્તીની વહુ મદાલસા શર્માના ઘણા ફોટા અને વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. મદાલસા શર્મા પોતાના ઈન્ટરવ્યુમાં ઘણી બોલ્ડ રીતે ફોટા અને વીડિયો શેર કરે છે. સોશિયલ મીડિયા પર તેના દરેક ફોટા વાયરલ થતા રહે છે. મદાલસા શર્માએ હાલમાં
બી આર ચોપરાના પોપ્યુલર શો 'મહાભારત'નો હિસ્સો રહેલા વેટરન એક્ટર્સ મુકેશ ખન્ના અને ગજેન્દ્ર ચૌહાણ વચ્ચેનો વિવાદ અટકવાનું નામ જ નથી લેતો. હાલમાં જ મુકેશ ખન્નાએ ગજેન્દ્ર ચૌહાણને પ્રોડ્યુસરના ચાપલૂસ કહ્યા હતા. હવે તેનો જવાબ આપીને ગજેન્દ્ર ચૌહાણે કહ્યું કે કોઈનું સન્માન કરવાને ચાપલૂસી સમજી બેઠા. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીત દરમ્યાન, ગજેન્દ્ર ચૌહાણે કહ્યું કે આ પ્રકારની વાત કરતા તેમને શરમ આવવી જોઈએ.
મુકેશ જીને ઘણો મોટો વહેમ છે સૌથી પહેલા તો તેમને મને ધર્મરાજની બદલે અધર્મ-રાજ કહ્યું જે સાવ ખોટું છે. પહેલીવાત તો એ કે હું ધર્મરાજ છું જ નહીં, મેં તો બસ એક રોલ નિભાવ્યો જેને લોકોએ પસંદ કરી આવકાર્યો. સાથે જ 'મહાભારત' કોઈ એક કલાકાર કે કોઈ એક રોલને કારણે નથી ચાલી. તેનો દરેક રોલ મહત્ત્વનો હતો. મુકેશજીને લાગે છે કે તેમના વગર મહાભારત શો અધૂરો રહી જાત, તેમને આ ખોટો વહેમ રાખ્યો છે.
વડીલ જો મર્યાદા તોડે તો પછી સહન ન કરી શકાય તે એક વડીલ છે. આપણા સંસ્કાર મુજબ આપણે વડીલને જવાબ ન દેવો જોઈએ પણ તેઓ મને મજબૂર કરી રહ્યા છે આ બધું કરવા માટે. તેઓ આજની પેઢીને શીખવી રહ્યા છે કે વડીલને જવાબ દેવો જોઈએ જે મારી મર્યાદા વિરુદ્ધ છે પરંતુ વડીલ જો મર્યાદા તોડે તો પછી સહન ન કરી શકાય.
તે ઘણું ખોટું બોલે છે મારી ચેરમેનશિપ પર તેમણે આંગળી ચીંધી હતી અને મારા પર ખોટા આરોપ પણ લગાવ્યા હતા. મેં ક્યારેય તેમની પાસે કોઈપણ પ્રકારનું સમર્થન નથી માગ્યું, તે જાતે જ આગળ આવીને સમર્થન આપતા હતા. તે ઘણું ખોટું બોલે છે.
અમે બધા રવિ ચોપરાનું સન્માન કરતા હતા મુકેશજીએ મારા પર આરોપ લગાવ્યો હતો કે હું પ્રોડ્યુસરની ચાપલૂસી કરતો હતો. તેમને આ પ્રકારના ખોટા આરોપ લગાવતા શરમ આવવી જોઈએ. તેઓ રવિ ચોપરાનું નામ લઈને પબ્લિસિટી મેળવી રહ્યા છે. મેં ક્યારેય કોઈની ચાપલૂસી નથી કરી. જેને તે ચાપલૂસી કહી રહ્યા છે તેને સન્માન કહેવામાં આવે છે. અમે બધા રવિ ચોપરાજીનું સન્માન કરતા હતા.
તેમના કામ જોઈને અસલી પિતામહ પણ શરમાઈ જશે જ્યારે તે 'શક્તિમાન' કરી રહ્યા હતા ત્યારે શોના ડિરેક્ટરે મને બોલાવીને કહ્યું હતું કે તમારે આ રોલ કરવો પડશે, હું કામ માગવા ગયો ન હતો. આજ સુધી કામ માગવાની જરૂર નથી પડી અને કદાચ જો માગવું પણ પડે તો મને ક્યારેય શરમ નહીં આવે. કામ માગવું ભીખ માગવું નથી. તેમના કામ જોઈને અસલી પિતામહ પણ શરમાઈ જશે. તેમણે મહાભારત મહાકાવ્ય વાંચ્યું પણ ક્યારેય સમજી ન શક્યા. તે લોકોના કામની નિંદા કરે છે પછી તે એકતા કપૂર, રોનિત રોય હોય કે કપિલ શર્મા, તેમને આ અધિકાર કોણે આપ્યો છે?
મુકેશજીએ પણ મને તેની અમુક સિરિયલ્સ પાસ કરાવવા માટે કોલ કર્યો હતો મુકેશજીએ મારા પોલિટિકલ કરિયર પર પણ કમેન્ટ કરી. તે કોણ છે આ બધું બોલવાવાળા? હું તેમને જણાવી દઉં કે હું 6 વર્ષ સુધી રાષ્ટ્રીય સાંસ્કૃતિક પ્રકાશનો કન્વેયર હતો. ત્યારબાદ હું નેશનલ કાઉન્સિલનો સભ્ય હતો પછી ત્રણ-ત્રણ વર્ષ માટેની 2 ટર્મમાં નેશનલ કમિટી ઓફ ભાજપનો સભ્ય બન્યો. પછી FTIનો ચેરમેન બન્યો અને ગયા વર્ષે DD કિસાનની સિલેક્શન કમિટીને ચેરમેન તરીકે જોઈન કરી. મુકેશજીએ પણ તેમની અમુક સિરિયલ્સ પાસ કરાવવા મને કોલ કર્યો હતો પરંતુ મેં તેમને કહ્યું હતું કે સિરિયલ માત્ર મેરિટના આધારે પાસ થશે. તેમને તે વાતનો ગુસ્સો હતો જે આજે નીકળી રહ્યો છે.
જાણીતા ગીતકાર, લેખક, એડ ગુરુ તથા કવિ પ્રૂસન જોષીનો આજે 49 વર્ષના થયા. તેમનો જન્મ 16 સપ્ટેમ્બર, 1971માં ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લામાં થયો છે. લેખન ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન બદલ વર્ષ 2015માં પ્રસૂન જોષીને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે દિવ્ય ભાસ્કરે ખાસ વાતચીત કરી હતી.
પ્રસૂન જોષીએ કહ્યું હતું, 'મારા પરિવારના તમામ સાહિત્યને મહત્ત્વ આપે છે. આથી જ નાનપણથી મારો ઝૂકાવ સાહિત્ય પ્રત્યે હતો. મને લાગે છે કે મારા જીવનમાં સ્પિરિચ્યુઆલિટી તથા પ્રકૃતિની ઊંડી અસર થઈ છે. પ્રકૃતિ તમને સંઘર્ષ કરતાં શીખવે છે. તમને છેતરતા શિખવતી નથી. હું મધ્યમવર્ગીય પરિવારમાંથી આવું છું.'
'પર્વતોનું જીવન સહેજ પણ સરળ નથી. ઉત્તરાખંડમાં લોકો મોટાભાગે આધ્યાત્મિકતાની શોધમાં આવે છે. બસ પ્રકૃતિ જોઈને અભિભૂત થવું અને તેમાંથી કંઈક શીખવું, નાનપણમાં મેં આમ જ કર્યું હતું અને આ જ બાબતો મારી શબ્દાવલિમાં જોવા મળે છે. આજે પણ જ્યારે મુંબઈની દોડધામથી કંટાળી જાઉં તો સીધો ઉત્તરાખંડ આવી જાઉં છું. પર્વતો પર જાઉં છું. કોરોનાકાળમાં ઋષિકેશ ડ્રાઈવ કરીને આવ્યો હતો અને ગંગા નદીના કિનારે થોડો સમય પસાર કર્યો હતો.
માતામાંથી સાહિત્ય જગતની પ્રેરણા લીધી તેમણે કહ્યું હતું, 'ખરી રીતે મારી માતા તથા મારી નાનીએ મને જીવનમાં ઘણો જ પ્રોત્સાહિત કર્યો છે. હું મારા નાનાજીની ઘણો જ નિકટ રહ્યો છું. તેમણે 19 વર્ષની ઉંમરમાં ભણવાની શરૂઆત કરી અને સ્કૂલના પ્રિન્સિપલ બનીને રિટાયર થયા હતા. તેમણે મને લોક સંસ્કૃતિ અંગે ઘણું જ શીખવું છે.'
'સાહિત્ય જગતની વાત કરીએ તો મારી માતાએ મને સુમિત્રાનંદન પંતની કવિતા સાંભળીને મોટો થયો છું. આ જ કારણે સાહિત્ય તરફ મને વધુ ઝૂકાવ છે. હું માનું છું કે નાનપણમાં તમે 16-17 વર્ષની ઉંમર સુધી જે કરો છો તે જ તમારો પાયો હોય છે. મારો પાયો સાહિત્યમાં બની ગયો હતો.'
જ્યારે વનસ્પતિની દાંડીમાંથી પેન બનાવતા હતા 'આમ તો હું મારા ફોન પર રચના લખી લેતો હોઉં છું પરંતુ સાચી મજા તો પેન તથા પેપરની સાથે આવે છે. મને યાદ છે કે તે સમયે જ્યારે હું ઉત્તરાખંડમાં હતો ત્યારે સરકટ (એક જાતની વનસ્પતિ)ની લાકડી તોડીને તેને છોલીને તેમાંથી પેન બનાવતો હતો. આ પેનને શાહીમાં ડૂબોડીને લખતો હતો. તે સમયે પેનમાંથી જે અવાજ આવતો તેનો એક અલગ જ આનંદ હતો.
પરિવારની સાથે પ્રસૂન જોષી
મૃત્યુ પર પહેલી કવિતા લખી હતી 'હું 15 વર્ષનો હતો. સ્કૂલમાં ભણતો હતો અને તે સમયે મેં મૃત્યુ પર કવિતા લખી હતી. જે સાંભળીને મારી બહુ વખાણ કરવામાં આવ્યા હતા. જોકે, આ વાતથી હું નાની ઉંમરમાં મોટી થઈ ગયો અને ગંભીર વાતો કરવા લાગ્યો હતો'
'શરૂઆતમાં હું જ્યારે લખતો ત્યારે આધ્યાત્મનો ઘણો જ પ્રભાવ રહેતો હતો. મારી પહેલી કવિતા મેં મૃત્યુની સુંદરતાનું વર્ણન કર્યું હતું કે કેવી રીતે આપણે કોઈ સુંદર વસ્તુને એકધારા જોઈએ છીએ અને જ્યારે આપણે મૃત્યુને જોઈ લઈએ છી ત્યારે આપણી આંખની પાંપણો સ્થિત થઈ જાય છે. તો શું મૃત્યુ પણ આટલું જ સુંદર છે? 17 વર્ષની ઉંમરમાં મારું પહેલું પુસ્તક પબ્લિશ થયું હતું.'
પુસ્તકોથી એડ એજન્સી સુધીની સફર 'તે સમયે મારા એક કે બે પુસ્તકો છપાઈ ગયા હતા પરંતુ પરિવારનું ગુજરાન ચલાવવા માટે મારે નોકરી તો કરવાની જ હતી, કવિતાઓથી બધાનું પેટ તો ભરાઈ ના શકે. આથી મારે પગભર થવાની જરૂર હતી. આથી મેં MBA કર્યું અને પછી દિલ્હીની એડ એજન્સીમાં કામ કરવા લાગ્યો હતો. અહીંયા મારા કામના ઘણાં જ વખાણ કરવામાં આવ્યા હતા.
'મને ઈન્ટરનેશનલ અવોર્ડ મળ્યા અને ત્યાં સુધી કે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં આ જ કારણે મારા વખાણ કરવામાં આવ્યા. ધીમે ધીમે મારી કવિતા વાંચીને લોકો મારી પાસે આવવા લાગ્યા. હું તે લોકોના આલ્બમ માટે ગીતો લખતો હતો. તે સમયે મેં મોહિત ચૌહાણના બેન્ડ 'સિલ્ક રૂટ' માટે ગીત લખ્યું હતું. ત્યારબાદ શુભા મુદગલજીએ મારો સંપર્ક કર્યો અને 'અબ કે સાવન એસે બરસે' ગીત માટે મારો સંપર્ક કર્યો હતો.'
ફિલ્મના ગીતો સાંભળવાની પરવાનગી નહોતી 'નાનપણથી જ મને ઘરમાં ફિલ્મી ગીતો સાંભળવાની પરવાનગી નહોતી. રેડિયો પર પણ જો કોઈ ફિલ્મી ગીત સાંભળતો પિતાજી કહેતા કે આ શું સાંભળો છો. મારા પિતાજીએ સંગીતમાં માસ્ટર્સ કર્યું છે. તેઓ કહેતા કે કુમાર ગંધર્વને સાંભળો. મારું લેખન તથા મારી શબ્દાવલિ એટલે જ સારું છે, કારણ કે ફિલ્મી ગીતોથી હું દૂર રહ્યો છું. આથી જ કદાચ મારા લેખનમાં શુદ્ધતા જોવા મળે છે.'
વિવેકાનંદની ડોક્યૂમેન્ટ્રી જોઈને દંગ રહી ગયો હતો 'હું એકવાર વિમાન મુસાફરી કરી રહ્યો હતો અને તે સમયે મેં સ્વામી વિવેકાનંદ પર બનેલી એક ડોક્યૂમેન્ટ્રી જોઈ હતી. આ ડોક્યૂમેન્ટ્રીમાં ઉત્તરાખંડના કસાર દેવી મંદિરની વાત આવી હતી અને તેની સામેના ખડક પર બેસીને સ્વામી વિવેકાનંદને જે અનુભૂતિ થઈ તે વાત ચાલતી હતી. આ જોઈને મને નવાઈ લાગી હતી, કારણ કે હું પણ તે જ ખડક પર ચાર-પાંચ કલાક બેસતો હતો અને ખીણને જોતો હતો. તે સમયે મને જે અનુભૂતિ થઈ તેને શબ્દમાં વ્યક્ત કરવી શક્ય નથી.'
મને નિર્જીવ વસ્તુઓમાં પણ જીવ દેખાય છે 'મને લાગે છે કે દુનિયાની તમામ વસ્તુઓમાં જીવ છે. પછી તે નિર્જીવ હોય કે જીવિત. દીપક જ્યારે ઓલવાઈ જાય તો મને લાગે છે કે દીવો સૂઈ ગયો છે. તેની વાટ થાકી ગઈ છે અને હવે તે સૂઈ ગયો છે. તે જ પ્રકારે સંજય લીલા ભણસાલીએ 'બ્લેક' માટે મને ગીત લખવાનું કહ્યું તો મારા માટે આ એક પડકાર હતો. કારણ કે ફિલ્મનું પાત્ર ના સાંભળી શકે છે અને ના બોલી શકે છે અને ના જોઈ શકે છે. તેથી જ મેં ગીત લખ્યું કે 'હા મૈંને છૂ કર દેખા હૈ.'
દીકરી સાથે પ્રસૂન જોષી
ફિલ્મ 'લજ્જા'થી પહેલો મોટો બ્રેક મળ્યો 'તે સમયે હું દિલ્હીમાં હતો ત્યારે રાજકુમાર સંતોષીજીએ મને ફિલ્મ 'લજ્જા' માટે ગીત લખવાનું કહ્યું હતું. મારા માટે આ બહુ જ મોટી વાત હતી, કારણ કે હું બે દિગ્ગજો સાથે કામ કરવાનો હતો. આ ફિલ્મના ગીતને આઈ ડી અય્યરે કમ્પોઝ કર્યું હતું. જ્યારે ગીતને લતા મંગેશકર ગાવાના હતા.'
અપર્ણા માટે ઘણી કવિતા લખી પત્ની અપર્ણા અંગે વાત કરતા કહ્યું હતું, 'અપર્ણા સાથે મારી મુલાકાત ત્યારે થઈ જ્યારે અમે બંને એડ એજન્સીમાં કામ કરતા હતા. ધીમે ધીમે અમને ખ્યાલ આવ્યો કે અમારા વિચારો ઘણાં જ મળે છે અને પછી અમે લગ્ન કરી લીધા. આજે અમારે 15 વર્ષની દીકરી છે. મેં કેટલીક કવિતા અપર્ણા માટે લખી છે અને તે મારી પાસે છે.'
CBFCમાં ચેરમેનની પદવી સ્વીકારી 'આ તે સમય હતો ત્યારે હું સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનમાં ઘણું જ બધું ચાલતું હતું. તે સમયે મને ચેરમેન બનાવવાની ઓફર મળી તો મને લાગ્યું કે ત્યાં મારી આવશ્યકતા છે અને મેં તરત જ આ ઓફર સ્વીકારી લીધી હતી. આથી જ 2017માં હું CBFCમાં ચેરમેન બનવાનું સ્વીકારી લીધું હતું.'
મારી પત્નીએ સૌથી સારી બર્થડે ગિફ્ટ આપી હતી 'મારા જન્મદિવસ પર મને કિશોરી અમોનકરજીનો ફોન આવ્યો હતો. આ મારા સૌથી પ્રિય ક્લાસિકલ મ્યૂઝિશિયન છે. હું તેમનો મોટો પ્રશંસક છું. તેમણે મને કહ્યું હતું કે તેમણે મારી કેટલીક રચનાઓ વાંચી છે. તેમનો અવાજ સાંભળીને હું ઘણો જ ભાવુક બની ગયો હતો. થોડાં વર્ષ પહેલા મારી પત્નીએ આ ફોન કૉલ એરેન્જ કરાવ્યો હતો.'