આ અભિનેત્રીએ ટ્વીટર પાસે કંગના રનોતની કરી ફરિયાદ, કહ્યું – નફરત ફેલાવી રહી છે, બંધ કરો એકાઉન્ટ

gujarati.oneindia.com |
કંગના રનોતે દરેક મુદ્દા પર ટ્વીટ કરી હંગામો મચાવી દીધો છે. તાજેતરમાં જ કંગના અને પંજાબી સિંગર અને અભિનેતા દલજીત દોસાંઝ સાથે ટ્વિટર પર ઉગ્ર ચર્ચા થઈ છે. કંગનાએ તો દલજીતને ‘કરણ જોહરનું પાલતુ’ પણ કહ્યા હતા. હવે બોમ્બે હાઈકોર્ટમાં કંગનાના

Source

NCB ભારતી-હર્ષને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવા ઈચ્છે છે, NDPS કોર્ટમાં અરજી કરી

www.divyabhaskar.co.in |

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) બોલિવૂડમાં ડ્રગ્સ કનેક્શનની તપાસ કરે છે. કોમેડિયન ભારતી સિંહ તથા તેના પતિ હર્ષ લિમ્બાચિયાના જામીન વિરુદ્ધ સ્પેશિયલ NDPS કોર્ટમાં ધા નાખી છે. NCBએ માત્ર ભારતી તથા હર્ષની જામીન અરજી રદ કરવાની માગણી જ નથી પરંતુ લોઅર કોર્ટના ઓર્ડરને કેન્સલ કરીને બંનેને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવાની પરવાનગી માગી છે. કોર્ટે મંગળવાર (પહેલી ડિસેમ્બર)ના રોજ બંનેને નોટિસ પાઠવી છે. આ કેસની સુનાવણી આવતા અઠવાડિયે કરવામાં આવશે.

23 નવેમ્બરે ભારતી-હર્ષને જામીન
ગાંજા લેવાના આક્ષેપમાં ભારતીને 22 નવેમ્બર તથા હર્ષને 23 નવેમ્બરના રોજ NCBએ અરેસ્ટ કર્યાં હતાં. NDPS કોર્ટે બંનેને ચાર ડિસેમ્બર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા હતા. જોકે, 24 નવેમ્બરના રોજ લોઅર કોર્ટે 15-15 હજાર રૂપિયાના બોન્ડ પર કોર્ટે જામીન આપ્યા હતા. ધરપકડ પહેલા NCBએ દરોડા પાડીને ભારતીના ઘરમાં 86.5 ગ્રામ ગાંજો જપ્ત કર્યો હતો. પતિ હર્ષે ગાંજો લેવાની વાત કબૂલ કરી હતી.

કોર્ટે પોલીસ કસ્ટડી આપવાની ના પાડી હતી
23 નવેમ્બરના રોજ NCBએ ભારતીની જ્યુડિશિયલ કસ્ટડી તથા હર્ષના રિમાન્ડ માગ્યા હતા. જોકે, કોર્ટે બંનેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. કોર્ટે કહ્યું હતું કે ભારતી તથા હર્ષના ઘર-ઓફિસમાંથી બહુ ઓછી માત્રામાં ગાંજો મળ્યો હતો. આ માત્ર વપરાશનો કેસ છે, આથી પોલીસ કસ્ટડીની જરૂર નથી. કોર્ટે એમ પણ કહ્યું હતું કે આ બંનેની જે કલમ હેઠળ ધરપકડ કરવામાં આવી છે, તેમાં માત્ર એક વર્ષની સજાની જોગવાઈ છે. આથી રિમાન્ડની જરૂર નથી.

હર્ષ વિરુદ્ધ ડ્રગ્સ ફાઈનાન્સ-ટ્રાન્સપોર્ટેશનની કલમ લગાવવામાં આવી
હર્ષ પર નાર્કોટિક્સ એક્ટ 1986ની કલમ 27A લગાવી છે. એટલે કે ડ્રગ્સના ફાઈનાન્સ તથા ટ્રાન્સપોર્ટેશનની કલમ લગાવી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


NCB wants Bharti-Harsh in custody for questioning

Source

2021માં વૃદ્ધોના ઘૂંટણ ટ્રાન્સપ્લાન્ટ કરવવા માગે છે, કહ્યું- ઈચ્છું છું કે આ મારી પ્રાથમિકતા હોય

www.divyabhaskar.co.in |

સોનુ સૂદે કોરોના કાળમાં પ્રવાસી શ્રમિકોને તેમને વતન મોકલ્યા હતા અને અન્ય જરૂરિયાતમંદ લોકોને મદદ કરી હતી. હવે સોનુ સૂદનું નવું મિશન વૃદ્ધોના ઘૂંટણ ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનું છે. 2021માં તે આ વાતને પ્રાથમિકતા આપશે. સોનુને લાગે છે કે મેડિકલ ફિલ્ડમાં આ બાબતની અવગણના કરવામાં આવી છે.

ઘૂંટણ ટ્રાન્સપ્લાન્ટ માટે સોનુનું લોજિક
સ્પોટબોય સાથેની વાતચીતમાં સોનુએ કહ્યું હતું, 'એવું માનવામાં આવે છે કે વૃદ્ધોને જ્યાં સુધી ગંભીર બીમારી ના થાય ત્યાં સુધી કોઈ મેડિકલ સારવારની જરૂર પડતી નથી. લોકો મને કહે છે કે 'બાળકોના હૃદયના ઓપરેશન માટે આપણે પૂરતું ધ્યાન આપી છીએ તો વૃદ્ધોના ઘૂંટણ રિપ્લેસમેન્ટ પર કેમ ધ્યાન આપતા નથી? મારું લોજિક સિમ્પલ છે કે જ્યારે તમે બાળક હતા તો તમને પેરેન્ટ્સે ચાલતા શીખવ્યું. હવે તમારે એ સુનિશ્ચિત કરવાનું છે કે તેઓ ચાલી શકે.'

પેરેન્ટ્સ જ સર્જરી કરાવવાની ના પાડે છે
સોનુને લાગે છે કે વૃદ્ધોને ઘણીવાર તેમની બીમારી માટે જવાબદાર ગણાવવામાં આવે છે. જોકે, સોનુએ કહ્યું હતું, 'આવું નથી કે તમામ બાળકો પોતાના પેરેન્ટ્સની જરૂરિયાત અંગે અસંવેદનશીલ છે. તેમના પેરેન્ટ્સને ઘૂંટણના ઓપરેશનની જરૂર હોય છે તો બાળકો આગળ આવે છે. જોકે, પેરેન્ટ્સ જ ઓપરેશન પાછળ પૈસા ના ખર્ચ કરવાની વાત કરે છે.'

સોનુએ વધુમાં કહ્યું હતું, 'હું વૃદ્ધોની સર્જરી કરાવવા માગું છું, જેથી તેમને એવું ના લાગે કે તેઓ સમાજનો ઉપેક્ષિત હિસ્સો છે. 2021માં ઘૂંટણની સર્જરી મારી પ્રાથમિકતા રહેશે.'

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


sonu sood Wants to have an elderly knee transplant in 2021, said – I want this to be my priority

Source

કાલે શિવસેનામાં શામેલ થઈ શકે છે ઉર્મિલા માતોંડકરઃ સંજય રાઉત

gujarati.oneindia.com |
નવી દિલ્લીઃ લોકસભા ચૂંટણી 2019માં કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડનાર બૉલિવુડ અભિનેત્રી ઉર્મિલા માતોંડકર મંગળવારે શિવસેનામાં શામેલ થઈ શકે છે. આ વિશેની માહિતી શિવસેના સાંસદ સંજય રાઉતે આપી છે. આ સાથે જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની નજીક ગણાતા હર્ષલ પ્રધાને પણ

Source

બોબી દેઓલની 'આશ્રમ 3' ક્યારે રિલીઝ થશે? બાબા નિરાલા પણ આતુરતાથી રાહ જુએ છે

www.divyabhaskar.co.in |

હાલમાં જ ડિજિટલ પ્લેટફોર્મ વેબ સિરીઝ 'આશ્રમ'ની બીજી સીઝન બતાવવામાં આવી હતી. દર્શકોને આ સિરીઝની પહેલી સીઝન પણ ઘણી જ પસંદ આવી હતી અને હવે દર્શકો ત્રીજી સીઝનની રાહમાં છે. આ સિરીઝમાં બોબી દેઓલે લીડ રોલ પ્લે કર્યો છે. પહેલી સીઝન ઓગસ્ટમાં રિલીઝ કરવામાં આવી હતી અને પાંચ જ દિવસની 100 મિલિયન વ્યૂ આવ્યા હતા.

પહેલી અને બીજી સીઝન દેશભરમાં લોકપ્રિય
'આશ્રમ'ની પહેલી તથા બીજી સીઝન દેશભરમાં ઘણી જ લોકપ્રિય બની હતી. ડિરેક્ટર પ્રકાશ ઝાએ દાવો કર્યો હતો કે આ સિરીઝે ઘણું જ સારું પર્ફોર્મન્સ કર્યું છે.

ક્યારે આવશે 'આશ્રમ 3'?
'આશ્રમ'ની પહેલી સીઝન આ વર્ષે ઓગસ્ટ મહિનામાં સ્ટ્રીમ થઈ હતી. તેના બે મહિના બાદ જ બીજી સીઝન આવી ગઈ હતી. આથી જ દર્શકોને એમ હતું કે ત્રીજી સીઝન પણ આટલી જ ઝડપથી આવી જશે. જોકે, માનવામાં આવે છે કે હાલમાં ત્રીજી સીઝનની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે અને વર્ષના અંત કે શરૂઆતમાં સિરીઝનું શૂટિંગ શરૂ થશે. સિરીઝ આવતા વર્ષે ઓગસ્ટની આસપાસ સ્ટ્રીમ થાય તેવી શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે બોબી દેઓલ સિરીઝમાં બાબા નિરાલાના રોલમાં જોવા મળ્યો છે. તે દરેક ગેરકાનૂની કામ કરે છે. જોકે, તેની આ સચ્ચાઈ હજી સુધી દુનિયાની સામે આવી નથી. એક ચર્ચા પ્રમાણે, આ સિરીઝ બાબા ગુરમિત રામ રહીમ પરથી પ્રેરિત થઈને બનાવવામાં આવી છે.

બોબી દેઓલે વેબ સિરીઝ અંગે કહ્યું હતું કે તે દર્શકોની પ્રતિક્રિયાથી ઘણો જ અભિભૂત થયો છે. તે પણ આ સિરીઝની ત્રીજી સીઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે.

'આશ્રમ 3'ની સ્ટાર કાસ્ટ

 • બોબી દેઓલઃ બાબા નિરાલા
 • ચંદન રોય સાન્યાલઃ ભોપા સ્વામી
 • અદિતી સુધીરઃ પમ્મી
 • ત્રિધા ચૌધરીઃ બબિતા
 • દર્શન કુમારઃ ઉજાગર સિંહ
 • અનુપ્રિયા ગોયેન્કાઃ નતાશા
 • રાજીવ કોચરઃ સાધુ

'આશ્રમ' સિરીઝનો જબરજસ્ત વિરોધ થયો હતો
વેબ સિરીઝ 'આશ્રમ ચેપ્ટર 2 ધ ડાર્ક સાઈડ' અંગે જબરજસ્ત વિરોધ થયો હતો. કરણી સેનાએ પ્રકાશ ઝાને લીગલ નોટિસ આપી હતી. આટલું જ નહીં, કરણી સેનાએ સિરીઝ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી હતી. ત્યાર બાદ પ્રકાશ ઝાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેઓ તેમની ડિમાન્ડ પર જજમેન્ટ આપનાર કોણ? પહેલી સીઝન 40 કરોડથી વધુ લોકોએ જોઈ હતી. તેમને લાગે છે કે આ વાત દર્શકો જ નક્કી કરશે કે સિરીઝથી નેગેટિવિટી ફેલાય છે કે પોઝિટિવિટી?

સોશિયલ મીડિયામાં 'આશ્રમ'ના વિરોધમાં અલગ-અલગ હેશટૅગ ટ્રેન્ડ થયાં હતા, જેમાં '#Arrest_Prakash_Jha', 'we support karni sena' તથા '#शर्म_करो_प्रकाश_झा' જેવાં હેશટૅગ ટ્રેન્ડ થયાં હતાં અને 'આશ્રમ 2' પર પ્રતિબંધ મૂકવાની માગણી બુલંદ થઈ હતી. કરણી સેનાએ હિંદુ ધર્મ તથા આશ્રમોની ઈમેજ ખરાબ કરવાનો આક્ષેપ મૂક્યો હતો.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


When will Bobby Deol’s ‘Ashram 3’ be released?

Source

શેખર સુમને સુશાંત ડેથ કેસની તપાસ પર કહ્યું, ‘પુરાવાના અભાવે CBI, NCB અને ED લાચાર છે’

www.divyabhaskar.co.in |

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુને લઈને એક્ટર શેખર સુમને નિરાશા વ્યક્ત છે. તેમને લાગે છે કે, ED, CBI અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો જેવી એજન્સીઓ પુરાવાની અછતને લીધે લાચાર બની ગઈ છે. સુશાંત સિંહ રાજપૂત 14 જૂને મુંબઈ સ્થિત પોતાના ઘરમાં ફાંસીએ લટકેલો મળ્યો હતો. એ પછી પરિવારે હત્યાની શંકા જાહેર કરી અને અકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફરનો આરોપ લગાવ્યો. એ પછી આ કેસ CBI અને ED પાસે આવ્યો. રિયા અને શોવિકની વોટ્સએપ ચેટથી ડ્રગ્સ કનેક્શન સામે આવ્યા પછી NCB પણ ઇન્વોલ્વ થઈ.

શેખર સુમને તપાસ બાબતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે. તેમાં લખ્યું કે, મને લાગે છે કે ED, CBI અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ ધરપકડ અને પૂછપરછ માટે નિષ્પક્ષ કામ કર્યું છે. જો કે, મને લાગે છે કે પુરાવાને અભાવે બધા લાચાર છે. આ સ્થિતિમાં આપણે રાહ જોવી પડશે કે એજન્સીઓ કેટલી નસીબદાર છે.

CBI પર આરોપ મૂક્યો હતો
શેખર સુમને થોડા દિવસ પહેલાં CBI પર આરોપ મૂક્યો હતો કે, એજન્સી પાસે હજુ પણ આ કેસના કોઈ નિર્ણાયક પુરાવા નથી. CBI ઘણા સમયથી તપાસ કરી રહી છે, પરંતુ તેની માટે કોઈ તારણ નથી. શું અધિકારી આ વિશે કોઈ અપડેટ આપશે? થોડા સમયની શાંતિનો અર્થ એ નથી કે અમે હથિયાર મૂકી દીધા કે અમે બધું ભૂલી ગયા.

આ મહિનાની શરુઆતમાં શેખર સુમને એ પણ કહ્યું હતું કે, એ દરેક વ્યક્તિએ માફી માગવી જોઈએ જેમણે મારી પર આરોપ મૂક્યા હતા કે હું સુશાંત મૃત્યુ કેસનો ઉપયોગ બિહારમાં રાજનીતિ માટે કરી રહ્યો છું.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


In Sushant Singh Death Probe Shekhar Suman Felt CBI, NCB And ED Are Helpless Because Of Lack Of Evidence

Source

મૃણાલ ઠાકુરે ‘જર્સી’ ફિલ્મનું શૂટિંગ શરુ કર્યું, કહ્યું, ‘હું કોઈ પણ કામ વગર ઘરે બેસી શકું છું, પરંતુ મારા યુનિટને પગાર નહિ મળે’

www.divyabhaskar.co.in |

‘જર્સી’ ફિલ્મના છેલ્લા શેડ્યુલના થોડા અઠવાડિયાં પછી મૃણાલ ઠાકુર શૂટિંગ માટે ચંડીગઢ પહોંચી ગઈ છે. દેશમાં કોવિડના વધતા જતા કેસ દરમિયાન સ્થિતિ વધારે જોખમી બની રહી છે. યુનિટના મેમ્બરના મનમાં પણ કોરોનાની બીક બેસી ગઈ છે. આ વિશે મૃણાલ ઠાકુરનું કહેવું છે કે, દરેકના દિલમાં ડર છે પરંતુ આ સમયે કામ કરવું જરૂરી છે. જો એક્ટર જ કામ નહિ કરે તો તેનું નુકસાન આખા યુનિટને ભોગવવું પડશે.

‘શૂટિંગમાં દરેક વાતનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે’
મૃણાલે જણાવ્યું કે, ‘જ્યારે અમે ફરીથી કામ કરવાનો નિર્ણય કર્યો હતો ત્યારે અને આ સ્થિતિનું અનુમાન લગાવ્યું હતું. આ ચિંતાજનક છે પરંતુ મને નિર્માતા અને આખી યુનિટ પર વિશ્વાસ છે. જો અમે ગાઈડલાઈન્સનું પાલન કરે છે અને કડક નિયમો ફોલો કરીશું તો ફિલ્મ પૂરી થઇ શકશે. ફિલ્મના શૂટિંગ દરમિયાન કોઈ પણ મુશ્કેલી આવી શકે છે પણ અમે બહારની દુનિયા સાથે કોન્ટેક્ટ ઓછા કરવા માટે બધા પ્રયત્નો કરીશું. અમારી પાસે સેટ પટ ડોક્ટર અને સેનિટરી ઓફિસર છે. તેઓ સતત અમારી પર નજર રાખી રહ્યા છે. આ કપરા સમયમાં અમે એક સારા સમયની આશા કરીએ છીએ.’

મૃણાલ ઠાકુરને યુનિટ મેમ્બર્સની ચિંતા
વધુમાં તેણે કહ્યું કે, ‘ફિલ્મ પૂરી કરવી એ એક પ્રાથમિકતા છે કારણકે અમે ક્યાં સુધી કામ રોકીશું. લોકો ભોજન માટે પણ સંઘર્ષ કરી રહ્યા છે. એક ફિલ્મ માત્ર એક સ્ટારથી બનતી નથી. આખો યુનિટ પરિવાર છે. હું ઘરે બેસવું સહન કરી શકું છું, પરંતુ મને ખબર છે કે હું કામ નહિ કરું તો મારા યુનિટને પણ પગાર નહિ મળે. આ આપણા બધાની જવાબદારી છે. હા, મને થોડો ડર લાગે છે પરંતુ લોકો પર આર્થિક ભાર એટલો બધો છે કે આપણે બધાએ આ વાતનું ધ્યાન રાખવું પડશે.’

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Mrunal Thakur Started Shooting For Jersey “I Can Sit At Home Without Work, But My Unit Will Not Get Salary

Source

બ્લેક બિકિનીમાં રવિ દુબે સાથે નિયા શર્માનો સેક્સી રોમાંસ, આગ લગાવી રહી છે તસવીરો

gujarati.oneindia.com |
ટીવીની લોકપ્રિય જોડીઓમાં એક નામ નિયા શર્મા અને રવિ દુબેનું પણ સામેલ છે. જમાઈ રાજામાં બંનેની જોડીને એ હદે પ્રેમ મળ્યો કે વેબની દુનિયામાં આ જોડીએ વાપસી કરી. એકવાર ફરીથી બંને જમાઈ રાજા 2.0માં જોવા મળશે. ટીવીમાં સીન અને કપડાંને લઈ

Source

નેટફ્લિક્સ તથા હોટસ્ટાર સહિત 40 OTT પ્લેટફોર્મ દર્શકોનું મનોરંજન કરે છે, US પછી ભારતમાં દુનિયાનું સૌથી મોટું OTT માર્કેટ હશે

www.divyabhaskar.co.in |

મહામારી તથા લૉકડાઉનને કારણે એક બાજુ થિયેટર છ મહિના બંધ રહ્યાં હતા તો બીજી બાજુ OTT (ઓવર ધ ટોપ) પ્લેટફોર્મ દર્શકોનું મનોરંજન કરી રહ્યાં છે. એક બાજુ અનેક ફિલ્મનું શૂટિંગ ના થવાથી અટકી પડી છે તો કેટલીક ફિલ્મ થિયેટરને બદલે ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ રહી છે. દેશમાં હાલમાં 40 OTT પ્લેટફોર્મ છે, જેમાંથી અનેક પ્લેટફોર્મ સતત દર્શકોને પોતાનું ઓરિજિનલ કન્ટેન્ટ પ્રોવાઈડ કરે છે.

ભારતમાં હાલ 40 OTT પ્લેટફોર્મ

નેટફ્લિક્સ ડિઝની પ્લસ હોટસ્ટાર એમેઝોન પ્રાઈમ વૂટ
અલ્ટ બાલાજી સોની લિવ TVF યપ્પ ટીવી
એશિયાનેટ મોબાઈલ ટીવી બિગ ફ્લિક્સ ડિઝી વાઈવ ડિટ્ટો ટીવી
અરે ઈરોઝ નાઉ હૂક હંગામા પ્લે
હોઈચોઈ સન નેકસ્ટ ઉલ્લુ એપ મૂબી
શેમારુ મી અહા કુઈ બી યુ ટ્યૂબ મ્યૂઝિક
એપલ મ્યૂઝિક સ્પોટીફાઈ ગાના ગૂગલ પ્લે મ્યૂઝિક
જિયો સાવન સાઉન્ડ ક્લાઉડ વિંક Viu
MX પ્લેયર ઝી 5 VU ક્લિપ જિયો સિનેમા
સ્પૂલ મનોરમા મેક્સ એમેઝોન મ્યૂઝિક હંગામા

એપ ઓરિજિનલ કન્ટેન્ટ

1. ડિઝ્ની પ્લસ હોટસ્ટાર દિલ બેચારા, સડક 2, લૂટકેસ, લક્ષ્મી, ખુદા હાફિઝ
2. નેટફ્લિક્સ નેટફ્લિક્સ સેક્રેડ ગેમ્સ, બેતાલ, બાર્ડ ઓફ બ્લડ, દિલ્હી ક્રાઈમ
3. એમેઝોન પ્રાઈમ મિર્ઝાપુર, પાતાલલોક, ધ ફેમિલી મેન, બંદિશ બેન્ડિટ્સ
4. ઝી5 રંગબાઝ, અભય, તૈશ, કાફિર
5. અલ્ટ બાલાજી બિચ્છૂ કા ખેલ, કરલે તૂ ભી મોહબ્બત, બેબાકી, મેન્ટલહુડ
6. MX પ્લેયર આશ્રમ, ક્વીન, ભૌકાલ, ડેન્જરસ, હાઈ, મસ્તરામ
7. સોની લિવ સ્કેમ 1992, અવરોધ, ગુલ્લક, JL 50, લઘુશંકા
8. TVF પ્લે પંચાયત, ટ્રિપલિંગ, કોટા ફેક્ટરી, ફ્લેમ
9. અરે પરિવૉર, ઓફિશિયલ CEO ગર્લફ્રેન્ડ, હો જા રી-જેન્ડર
10. ઈરોઝ નાઉ મેટ્રો પાર્ક, ઓપરેશન કોબ્રા, મોદીઃ જર્ની ઓફ અ કોમન મેન
11. વૂટ અસુર, ક્રેક ડાઉન, મર્જી
12. જિયો સિનેમા ટ્વિસ્ટેડ, માયા, ફેસલેસ, ઝખ્મી, જિંદાબાદ
13. હોઈચોઈ બંગાળી ફિલ્મ- તાશેર, ગવર, ડિટેક્ટિવ, સિન સિસ્ટર
14. અહા તેલુગુઃ ગીતા, સુબ્રહ્મણ્યમ, કોથા પોરાડુ

આ છે ભારતના ટોપ 10 OTT પ્લેટફોર્મ

 1. હોટસ્ટારઃ 2015માં શરૂ થયેલું આ પ્લેટફોર્મ ચાહકોમાં ઘણું જ લોકપ્રિય છે. ભારતમાં સૌથી વધું સબસ્ક્રાઈબર ધરાવતું પ્લેટફોર્મ છે. હાલમાં જ આ પ્લેટફોર્મને વોલ્ટ ડિઝ્ની સાથે ટાઈઅપ કરીને ડિઝ્ની પ્લસ હોટસ્ટાર નામ રાખ્યું છે. હાલમાં આ પ્લેટફોર્મ પર 'દિલ બેચારા', 'સડક 2', 'લૂટકેસ', 'લક્ષ્મી', 'ખુદા હાફિઝ' જેવી ફિલ્મ સ્ટ્રીમ થઈ હતી.
 2. એમેઝોન પ્રાઈમઃ ભારતમાં 2016માં એમેઝોન પ્રાઈમ શરૂ કરવામાં આવ્યું હતું. આ પ્લેટફોર્મ પર કુલ છ ભાષામાં ફિલ્મ તથા સીરિઝ આવે છે. લૉકડાઉન દરમિયાન થિયેટર બંધ હોવાને કારણે એમેઝોન પર જ 'ગુલાબો સિતાબો' ફિલ્મ બતાવવામાં આવી હતી.
 3. નેટફ્લિક્સઃ અમેરિકન સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સે 2016માં ભારતમાં પોતાની અલગ ઓળખ બનાવી હતી. શરૂઆતની સાથે જ આ પ્લેટફોર્મને 2020,000 રૂપિયાનો નફો કર્યો હતો. 2018માં રેવન્યૂ 580 મિલિયન થઈ ગઈ હતી. નેટફ્લિક્સ પર અત્યાર સુધી 'સેક્રેડ ગેમ્સ', 'દિલ્હી ક્રાઈમ્સ', 'બેતાલ', 'ઘોલ', 'બાર્ડ ઓફ બ્લડ' જેવી ઓરિજિનલ સીરિઝ સ્ટ્રીમ કરવામાં આવી છે. 2018માં આવેલા એક રિપોર્ટ પ્રમાણે નેટફ્લિક્સના છ મિલિયન સબસ્ક્રાઈબર હતી, જે લૉકડાઉનમાં વધી ગયા હતા.
 4. વૂટઃ વૂટ એક ઈન્ડિયન સબસ્ક્રિપ્શન વીડિયો ઓન ડિમાન્ડ સર્વિસ છે. 2016માં લોન્ચ કરવામાં આવ્યું છે. આ વાયકોમ 18નો હિસ્સો છે. આ પ્લેટફોર્મ માત્ર ભારતમાં જ ઉપલબ્ધ છે. કલર્સ તથા MTv જેવા વાયકોમ 18ની અનેક ચેનલના શો આ પ્લેટફોર્મ પર જોવા મળે છે. ફિલ્મ તથા શોની સાથે આ પ્લેટફોર્મમાં વૂટ ઓરિજિનલ સીરિઝ પણ સ્ટ્રીમ થાય છે. ફેબ્રુઆરી, 2020માં વૂટ સિલેક્ટે પેડ સબસ્ક્રિપ્શન સર્વિસ શરૂ કરી છે.
 5. ઝી 5: આ ઝી એન્ટરટેઈનમેન્ટના એસેલ ગ્રુપની ભારતીય વીડિયો ઓન ડિમાન્ડ સર્વિસ છે. 14 ફેબ્રુઆરી, 2018માં લોન્ચ કરવામાં આવી હતી. આ પ્લેટફોર્મ પર યુઝર 12 અલગ અલગ ભાષાની ફિલ્મ તથા સીરિઝની મજા માણી શકે છે. ટૂંક સમયમાં ઝી 5 પેડ સબસ્ક્રાઈબર માટે ઝી 5 ક્લબ શરૂ કરવામાં આવશે. આ પ્લેટફોર્મ પર યુઝર ઝી ટીવીની તમામ ચેનલના પ્રોગ્રામ ટેલિકાસ્ટ થાય તેના એક દિવસ પહેલાં જોઈ શકશે. 'તૈશ', 'યારા', 'કોમેડી કપલ', 'ઘૂમકેતુ' જેવી ફિલ્મ સ્ટ્રીમ કરવામાં આવી છે.
 6. સોની લિવઃ આ સોની પિક્ચર નેટવર્ક ઈન્ડિયાની એન્ટરટેઈનમેન્ટ તથા વીડિયો ઓન ડિમાન્ડ સર્વિસ છે, જેમાં સોની નેટવર્કનો છેલ્લાં 18 વર્ષનો ડેટા છે. ભારતનું આ પહેલું એવું OTT પ્લેટફોર્મ છે, જે ભારતની સાથે હોલિવૂડ માટે પણ મ્યૂઝિક કન્ટેન્ટ પ્રોડ્યૂસ કરે છે.
 7. અલ્ટ બાલાજીઃ આ બાલાજી ટેલિફિલ્મનું સબસ્ક્રિપ્શન આધારિત વીડિયો ઓન ડિમાન્ડ પ્લેટફોર્મ છે. આ વેબસાઈટે એવો દાવો કર્યો છે કે આ પ્લેટફોર્મ ભારતનું સૌથી મોટી કન્ટેન્ટ બેંક છે. અલ્ટ બાલાજીના અંદાજે 27 મિલિયન સબસ્ક્રાઈબર છે. આ પ્લેટફોર્મ પર અત્યાર સુધી 'મેન્ટલહૂડ', 'બેબાકી', 'મોમ', 'ફિતરત' જેવી ફિલ્મ તથા શો આવી ચૂક્યા છે.
 8. ઈરોઝ નાઉઃ આ પ્લેટફોર્મની શરૂઆત 2012માં થઈ હતી. આ પેડ OTT પ્લેટફોર્મ છે. ડિજિટલ મીડિયા મેનેજમેન્ટ ઈરોઝ ડિજિટલે આ પ્લેટફોર્મને કંટ્રોલ કરે છે. આ પ્લેટફોર્મ પર 'કોબરા', 'મેટ્રો પાર્ક', 'મોદીઃ જર્ની', 'ફ્લેશ' જેવું ઓરિજિનલ કન્ટેન્ટ આપવામાં આવ્યું છે.
 9. MX પ્લેયરઃ MX મીડિયા એન્ડ એન્ટરટેઈમેન્ટે આ વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ શરૂ કર્યું છે. ગ્લોબલી 280 મિલિયન યુઝર છે. આ પ્લેટફોર્મ પોતાના ઓરિજિનલ મ્યૂઝિક, સીરિઝ તથા ફિલ્મ બતાવે છે. હાલમાં જ 'ડેન્જરસ' તથા 'આશ્રમ' સ્ટ્રીમ થઈ હતી.
 10. અરેઃ આ એક મુંબઈ આધારિત OTT પ્લેટફોર્મ છે, જેમાં દર્શકોને ફિલ્મ, વેબ સીરિઝ, શો તથા ઓનલાઈન બુક મળે છે. આ પ્લેટફોર્મમાં ઓરિજિનલ કન્ટેન્ટ પણ છે.

મ્યૂઝિક ઓરિજિનલ કન્ટેન્ટ આપનાર OTT પ્લેટફોર્મ

 1. એમેઝોન મ્યૂઝિક
 2. એપલ મ્યૂઝિક
 3. ગાના
 4. ગૂગલ પ્લે મ્યૂઝિક
 5. હંગામા
 6. જિયો સાવન
 7. સાઉન્ડ ક્લાઉડ
 8. સ્પોટીફાઈ
 9. વિંક
 10. યુટ્યૂબ મ્યૂઝિક

US પછી ભારત OTT યુઝરનો સૌથી મોટો દેશ બનશે
KBMJ મીડિયા તથા એન્ટરટેઈનમેન્ટ રિપોર્ટ 2018 પ્રમાણે, ભારતમાં OTT પ્લેટફોર્મ્સને જંગી નફો થશે. વર્ષ 2023 સુધી ભારતીય OTT માર્કેટમાં 45 ટકાનો વધારો થશે, જેમાં આ પ્લેટફોર્મનો ગ્રોથ 130 બિલિયન રૂપિયા સુધી પહોંચી જશે. હાલમાં ભારતમાં OTT પ્લેટફોર્મનું 250 કરોડ રૂપિયાનું માર્કેટ છે. અર્નેસ્ટ એન્ડ યંગના રિપોર્ટ પ્રમાણે, ભારતમાં 2020ના અંત સુધીમાં OTT યુઝરની સંખ્યા 500 મિલિયન થશે. US પછી ભારત બીજુ સૌથી મોટું OTT માર્કેટ હશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


With 40 OTT platforms entertaining viewers, including Netflix and Hotstar, India will be the world’s largest OTT market after the US

Source

ધૂમ મચાવી રહ્યું છે પોપ્યુલર સિંગર રાકેશ બારોટનું નવું ગુજરાતી રોમેન્ટિક સોન્ગ- 'મહેલોની રાની'

www.divyabhaskar.co.in |

પોતાના ચાર્ટબસ્ટર ટ્રેક 'કોના રે ભરોસે' પછી, ગુજરાતી ભાષાના જાણીતા પોપ્યુલર સિંગર રાકેશ બારોટે પોતાનું નવું સોન્ગ 'મહેલોની રાની' રજૂ કર્યું છે. આ ગીતમાં રાકેશની સાથે પ્રસિદ્ધ મોડલ અને એક્ટ્રેસ શ્વેતા સેને અભિનય કર્યો છે. આ ગીત રિલીઝ થતાં જ લોકજીભે ચડી ગયું છે અને ધૂમ મચાવી રહ્યું છે.

મહેલોની રાની ગીતને હરજીત પનેસરે લખ્યું છે અને તેનું નિર્દેશન અન્નૂ પટેલે કર્યું છે. તેના વીડિયોમાં અત્યંત રસપ્રદ સ્ટોરીલાઇન બનાવવામાં આવી છે. જેમાં રાકેશ બારોટ એક ફિલ્મ સુપરસ્ટાર તરીકે દેખાય છે, જે એક ફિલ્મના ગીતના શૂટિંગ દરમિયાન પહેલી જ નજરમાં સેટ પર એક બેકગ્રાઉન્ડ ડાન્સરને પોતાનું દિલ દઈ બેસે છે. ત્યારબાદ સમગ્ર શૂટિંગ દરમિયાન લોકેશન પર તેમની આ પ્રેમકહાની પાંગરતી રહે છે. આ રોમેન્ટિક સોન્ગના વીડિયોને મોટા પાયે ફિલ્માવવામાં આવ્યો છે. તેમાં રાકેશ બારોટ અને શ્વેતા સેન ઉપરાંત મોટી સંખ્યામાં કલાકારોએ કામ કર્યું છે. વીડિયોમાં રાકેશ બારોટ અને શ્વેતા સેનની જોડી ખાસ્સી આકર્ષક લાગી રહી છે. નિર્માતાઓનો દાવો છે કે આ વીડિયોને જોયા બાદ લોકો પોતાની જાતને આ પ્રેમકહાની અને આ પ્રેમ ગીત સાથે જોડીને જોવા લાગશે. આ ગીત સાંભળીને દરેક વ્યક્તિને પોતાની પ્રેમ કહાની યાદ આવી જશે.

આ ગીત વિશે રાકેશ બારોટનું કહેવું છે કે, 'મહેલોની રાની એક બહુ જ શાનદાર રોમેન્ટિક નંબર છે.' તેની ધૂન અત્યંત મેલોડિયસ છે અને આસાનીથી કોઈપણ વ્યક્તિની જીબે ચડી જાય તેવી છે. તેનાં લિરિક્સ પણ અત્યંત સિમ્પલ છે. એટલું જ નહીં, ગુજરાતી ન જાણતા લોકો પણ આ ગીતને સાંભળીને અત્યંત આસાનીથી તેનો આનંદ લઈ શકે છે. આ પ્રેમ ગીતનો વીડિયો બહુ મોટા પાયે શૂટ કરવામાં આવ્યો ચે, જેને જોઈને ગીતનો આનંદ અનેકગણો વધી જશે. રાકેશ બારોટનું કહેવું છે કે, 'મારા ચાહકોએ હંમેશાં મારાં રોમેન્ટિક નંબર્સને પસંદ કર્યાં છે અને કોના રે ભરોસેની અપાર સફળતા પછી મને આશા છે કે રોમાન્સથી ભરપૂર આ નવું સોન્ગ પણ લોકોને ગમશે અને મારા પ્રશંસકો મારા પર અને મારા આ ગીત પર પોતાનો પ્રેમ ઢોળશે.'

આપ રાકેશ બારોટના રોમેન્ટિક ગીત 'મહેલોની રાની'ને સારેગામા ગુજરાતીના યુટ્યૂબ પેજ પર આ લિંક પર જઈને સાંભળી શકો છો.

યુટ્યૂબ સાઇટ- સારેગામા ગુજરાતી

લિંક- bit.ly/mahelonirani

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Popular singer Rakesh Barot’s new Gujarati romantic song ‘Mahaloni Rani’ is making waves

Source

error:
Scroll to Top