ગય

મંદાના કરીમીએ પ્રોડ્યુસર મહેન્દ્ર ધારીવાલ પર હેરેસમેન્ટનો આરોપ મૂકી કહ્યું, ‘કપડાં ચેન્જ કરતી વખતે તે વેનિટી વેનમાં ઘૂસી ગયો હતો’

www.divyabhaskar.co.in |

‘બિગ બોસ 9’ પછી ચર્ચામાં આવેલી મોડલ અને એક્ટ્રેસ મંદાના કરીમીએ પોતાની ફિલ્મ ‘કોકા કોલા’ના પ્રોડ્યુસર મહેન્દ્ર ધારીવાલ પર જાતીય સતામણીનો આરોપ મૂક્યો છે. મંદાનાએ કહ્યું કે, ‘હું જ્યારે વેનિટી વેનમાં ડ્રેસ બદલી રહી હતી ત્યારે મહેન્દ્રએ અંદર આવીને મારી સાથે અડપલા કર્યા હતા. આ ઘટના દિવાલી પહેલાં એક દિવસ 13 નવેમ્બરની છે.’

મંદાનાએ એક વાતચીતમાં કહ્યું કે, ‘હું હજુ શોક છું, મારી સાથે શું થયું? ‘કોકા કોલા’ પર કામ કર્યાને એક વર્ષથી વધારે સમય પસાર હૈ ગયો છે. મને શરુઆતથી આ ટીમ સાથે કામ કરવામાં તકલીફ થતી હતી.’

મહેન્દ્ર ધારીવાલના વિચાર જૂના અને પુરુષપ્રધાન છે. સેટ પર કોઈ એક વ્યક્તિના ઈગો પર કામ કરવું કોઈ નવી વાત નથી, પરંતુ 13 નવેમ્બરની ઘટનાથી હું હલી ગઈ છું.

વધુમાં એક્ટ્રેસે કહ્યું, ‘શૂટિંગનો છેલ્લો દિવસ હતો અને હું મારું બધું કામ પૂરું કરવા માગતી હતી કારણકે મારે કોઈને મળવા જવાનું હતું. શૂટ પૂરું થયા પહેલાં પ્રોડ્યુસરે મને એક કલાક વધારે રોકવા કહ્યું. તે મારા માટે શક્ય નહોતું. શૂટ પૂરું થતાની સાથે હું ચેન્જ કરવા વેનિટી વેનમાં ગઈ અને સ્પોટબોયને કહ્યું કે અંદર કોઈને આવવા ના દે. મને લાગ્યું કે દરવાજો બંધ છે, પણ તેવું નહોતું. હું ચેન્જ કરી રહી હતી ત્યારે મહેન્દ્ર અંદર આવ્યો. મેં તેને બહાર જવા માટે વિનંતી કરી, પરંતુ તે ના ગયો અને બૂમો પાડતો રહ્યો. નસીબજોગે સ્ટાઈલિસ્ટ (હિતેન્દ્ર કપોપરા) ભાગતો અંદર આવ્યો અને વાત બગડે તે પહેલા જ ધારીવાલને ધક્કો મારીને કાઢી મૂક્યો.’

મહેન્દ્રએ કઈક અલગ જ સ્ટોરી કહી
મંદાનાના આરોપ પર ચોખવટ આપતા મહેન્દ્ર ધારીવાલે અલગ જ સ્ટોરી કહી. ધારીવાલે કહ્યુ, ‘અમે મંદાનાને 7 લાખ રૂપિયામાં સાઈન કરી હતી, પરંતુ જ્યારે શૂટિંગ શરૂ થયું અને સતત ચાલતી રહી તો મંદાનાના નાટક વધી ગયા. જેમકે અમે દિલ્હીમાં શૂટિંગ કરી રહ્યા હતા અને તેણે એક દિવસમાં રિટન આવવાનું હતું. ત્યારે તેણે 2 લાખ રૂપિયાની ડિમાન્ડ કરી.’

લોકડાઉન બાદ ફરી શૂટિંગ શરૂ કરવાનું પ્લાનિંગ કર્યું તો તેની ડેટ જાણવા માટે સંપર્ક કર્યો. ત્યારે તેણે કહ્યું હતું કે તે વ્યસ્ત છે. તેણે તે નવી ડેટ્સ માટે 2 લાખ રૂપિયા પ્રતિદિવસની માગણી કરી. તે પૈસા એડવાન્સમાં માગતી હતી અને તેને આપવામાં પણ આવ્યા હતા.

છેલ્લા દિવસે શું થયું હતું?
શૂટના છેલ્લા દિવસની સ્પષ્ટતા કરતા ધારીવાલે કહ્યું કે, શિફ્ટ સવારે 9 વાગ્યાથી રાતે 9 વાગ્યા સુધી હતી, પરંતુ 8 વાગ્યા એટલે એક્ટ્રેસ વેનિટી વેનમાં ચાલી ગઈ. ધારીવાલ પ્રમાણે, તેઓ મંદાના પાછળ એટલા માટે ભાગ્યા કે તેઓ શૂટિંગ હજુ પણ આગળ લંબાવી શકતા નથી કારણ કે તેઓ નુક્સાનમાં છે.

તેઓ કહે છે કે, ‘તે સમજવા માટે તૈયાર ન થઈ અને પેકઅપ કરવા લાગી તો હું ગુસ્સે થઈ ગયો. તેના પર મંદાનાએ મારો વીડિયો બનાવવાનો શરૂ કર્યો. તેને વેનિટી વેનમાં ગયાની 10-15 સેકન્ડ બાદ હું અંદર ગયો અને એન્ટ્રી સમયે દરવાજો પણ ખખડાવ્યો હતો. તેણે મને અંદર આવવા કહ્યું હતું.

પબ્લિક બાહર ઊભી હતી અને હું વેનની સીડી પર ઊભો હતો. મેં તેને વધારાની 15 મિનિટ આપવા માટે નિવેદન કર્યું, પરંતુ તેણે નાટક શરુ કર્યા તો મને ગુસ્સો આવી ગયો. ત્યારબાદ તે શૂટિંગ ફ્લોર પર આવી અને તેણે મારો વીડિયો બનાવવાનો શરૂ કર્યો. સેટ પર ઘણા લોકો હતા. જે એ વાત પુરવાર કરી શકે છે કે હું સાચું કરી રહ્યો હતો. ’

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Mandana Karimi Alleges Producer Mahendra Dhariwal Harassed Her On The Set Of Koka Kola

Source

અમદાવાદ : કર્ફ્યુ દરમિયાન થંભી ગયુ અમદાવાદ, લૉકડાઉન જેવી જોવી મળી સ્થિતિ

gujarati.oneindia.com |
અમદાવાદ : કર્ફ્યુ દરમિયાન થંભી ગયુ અમદાવાદ, લૉકડાઉન જેવી જોવી મળી સ્થિતિ

Source

તલાક પહેલાં ઝીનત અમાનના પહેલા પતિનું મૃત્યુ થઇ ગયું હતું, સંજય ખાને પાર્ટીમાં એટલું માર્યું કે જડબું તૂટી ગયું હતું, આંખ પણ ખરાબ થઇ

www.divyabhaskar.co.in |

વીતેલા જમાનાના ગ્લેમરસ એક્ટ્રેસ ઝીનત અમાન 19 નવેમ્બરે 69મો જન્મદિવસ મનાવી રહ્યા છે. ઝીનત અમાનની જિંદગી પણ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી. ઝીનતનું નામ તેમના જ સમયના ચાર્મિંગ એક્ટર સંજય ખાન સાથે જોડાયું. સંજય ખાને 1980માં એક પાર્ટીમાં ઝીનત અમાનને માર્યા હતા. આ વાત તેમણે તેમની બાયોગ્રાફી 'ધ બિગ મિસ્ટેક્સ ઓફ માય લાઈફ'માં પણ લખી છે.

પહેલા પતિનું મૃત્યુ થઇ ગયું હતું
ઝીનતે 11 ઓક્ટોબર 1985માં એક્ટર મઝહર ખાન સાથે લગ્ન કર્યાં હતાં પણ થોડા દિવસ પછી બંને વચ્ચે ઝઘડા થવા લાગ્યા હતા. આટલું જ નહીં સમાચાર તો એવા પણ હતા કે મઝહર ઘણીવાર ઝીનત સાથે મારપીટ પણ કરતા હતા. તેમના બે દીકરા જહાન અને અજાન થયા તેમ છતાં પણ બંનેના ઝઘડા પૂરા ન થયા.

થોડા વર્ષ પછી જ મઝહરને કિડનીમાં ઇન્ફેક્શન થઇ ગયું હતું, જેને કારણે તે બીમાર રહેવા લાગ્યા હતા અને અંતે 1998માં કિડની ફેલ હોવાના કારણે તેમનું મૃત્યુ થઇ ગયું. રિપોર્ટ અનુસાર ઝીનત તેમના પતિથી ઘણા ત્રસ્ત હતા અને તેમણે તલાક માટે અરજી પણ કરી દીધી હતી. તલાક થાય તે પહેલાં જ મઝહરનું નિધન થયું.

સંજય ખાન મારપીટ કરતા હતા
ઝીનત અને સંજય ખાનના અફેરના કિસ્સા પણ બી-ટાઉનમાં ઘણા ચર્ચામાં રહ્યા. સમાચાર તો એવા પણ હતા કે બંનેએ ફિલ્મ 'અબ્દુલ્લા'ના શૂટિંગ દરમ્યાન ગુપચુપ રીતે લગ્ન પણ કરી લીધા હતા. સંજય ખાન શોર્ટ ટેમ્પરવાળા હતા. તે ઘણીવાર ઝીનત સાથે મારપીટ કરતા હતા.

3 નવેમ્બર, 1979ના રોજ મુંબઈની તાજ હોટલમાં પાર્ટી દરમ્યાન સંજય ખાને ઝીનતની પબ્લિકલી ખૂબ મારપીટ કરી હતી. સંજયે એટલા માર્યા કે તેમનું જડબું તૂટી ગયું હતું. ઓપરેશન પછી તેમની જો લાઈન તો ઠીક થઇ ગઈ પણ જમણી આંખ ખરાબ થઇ ગઈ. જ્યારે બંનેના રિલેશન વિશે સંજયની પત્ની ઝરીનને જાણ થઇ તો વાત ઘણી મોટી થઇ હતી. આખરે ઝીનત અને સંજયના રિલેશન પૂરા થયા.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Actress Zeenat Aman’s Life Interesting Facts

Source

બોની કપૂરની ફિલ્મને રિલીઝમાં એટલી વાર લાગી કે તેની એક્ટ્રેસ જેનેલિયા બે બાળકોની માતા બની ગઈ, એક્ટર રિટાયર થઇ ગયો

www.divyabhaskar.co.in |

13 વર્ષ રાહ જોયા બાદ ફિલ્મ 'ઇટ્સ માય લાઈફ'ને રિલીઝ ડેટ મળી ગઈ છે. આ ફિલ્મ 29 નવેમ્બરે સીધી ટીવી ચેનલ ઝી સિનેમા પર રિલીઝ થશે. આ 13 વર્ષમાં ફિલ્મના લીડ એક્ટર્સની લાઈફ ઘણી આગળ વધી ગઈ છે. જેનેલિયા ડિસુઝા લગ્ન કરીને બે બાળકોની માતા બની ગઈ છે અને એક્ટર હરમન બાવેજા એક્ટિંગમાંથી લગભગ રિટાયરમેન્ટ લઇ ચૂક્યા છે. ફિલ્મમાં હરમનના પિતાનો રોલ પ્લે કરનારા નાના પાટેકર પણ #MeToo કેમ્પેનમાં નામ આવ્યા બાદ એક્ટિંગથી દૂર છે.

2007માં ફિલ્મ શૂટ થઇ ગઈ હતી
અનીસ બાઝમીના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ તેલુગુ ફિલ્મ 'બોમ્મારિલ્લુ'ની હિન્દી રીમેક છે જેને બોની કપૂરે પ્રોડ્યસ કરી છે. આ ફિલ્મનું શૂટિંગ 2007માં થઇ ગયું હતું પણ અજાણ્યા કારણસર આ રિલીઝ ન થઇ શકી. ફિલ્મમમાં હરમન, જેનેલિયા અને નાના પાટેકર સિવાય કોમેડિયન કપિલ શર્માનો પણ નાનો રોલ છે.

આ ફિલ્મો પણ રિલીઝની રાહ જોઈ રહી છે

1. શૂબાઈટ

શૂજિત સરકારના આ ફિલ્મનું ટાઇટલ પહેલાં 'જોની વોકર' હતું. આ ફિલ્મ હોલિવૂડ ફિલ્મમેકર એમ નાઈટ શ્યામલનની સ્ટોરી 'લેબર ઓફ લવ બાય ધ સિક્સ્થ સેન્સ' પર આધારિત છે. આ ફિલ્મનું શૂટિંગ 2012-13માં થઇ ગયું હતું. પરંતુ સ્ટુડિયોઝ પરસેપ્ટ પિક્ચર્સ અને UTV વચ્ચેની કાયદાકીય આંટીઘૂંટીને કારણે આ ફિલ્મ રિલીઝ ન થઇ શકી. ફિલ્મમાં સારિકા, જિમી શેરગિલ અને દિયા મિર્ઝા પણ લીડ રોલમાં છે.

2. બંદા યે બિન્દાસ હૈ

ગોવિંદા અને તબુ સ્ટારર આ ફિલ્મ હોલિવૂડ ફિલ્મ 'માય કઝીન વિન્ની'ની રીમેક છે. પરંતુ ઓરિજિનલ ફિલ્મના પ્રોડ્યુસર 20th સેન્ચ્યુરી ફોક્સને પ્રોજેક્ટની જાણ થઇ અને તેણે આ ફિલ્મને કોર્ટમાં પડકારી. ખબર અનુસાર તો કોર્ટ બહાર સેટલમેન્ટ થઇ ગયું હતું પણ ડિરેક્ટર રવિ ચોપડાના નિધન બાદ ફિલ્મ અટકી ગઈ.

3. કોચી કોચી હોતા હૈ

હિટ ફિલ્મ 'દોસ્તના' (2008) બાદ ડિરેક્ટર તરુણ મનસુખાનીએ કરણ જોહરની 'કુછ કુછ હોતા હૈ'નું એનિમેટેડ વર્ઝન બનાવ્યું છે જેમાં પ્રાણીઓ ઉપર શાહરુખ ખાન, કાજોલ અને રાની મુખર્જીની ઓરિજિનલ અવાજ ફીચર થયો હતો. ટ્રેલર પણ રિલીઝ થઇ ગયું હતું પરંતુ ફિલ્મ ક્યારેય થીયેટર્સ સુધી પહોંચી જ ન શકી.

4. લેડીઝ ઓન્લી
હોલિવૂડ ફિલ્મ '9 ટુ 5'ની તમિળ રીમેક 'મગરીલ મત્તુમ'ની હિન્દી રીમેકમાં રણધીર કપૂર, સીમા વિશ્વાસ, શિલ્પા શિરોડકર અને હીરા રાજગોપાલ લીડ રોલમાં હતા. ફિલ્મમાં કમલ હાસને ડેડબોડીનો રોલ પ્લે કર્યો હતો. 90ના દશકમાં ફિલ્મનું શૂટિંગ થઇ ગયું હતું પરંતુ તેને ક્યારેય ડિસ્ટ્રિબ્યુટર્સ ન મળ્યા. ખાસ વાત એ છે કે આ જ સબ્જેક્ટ પર બનેલી બીજી ફિલ્મ 'હેલો ડાર્લિંગ' 2010માં રિલીઝ થઇ ચૂકી હતી.

5. લિબાસ

ગુલઝારે આ ફિલ્મ 1988માં બનાવી હતી. નસીરુદ્દીન શાહ, શબાના આઝમી અને રાજ બબ્બર સ્ટારર આ ફિલ્મ ઇન્ટરનેશનલ સર્કિટમાં રિલીઝ થઇ પરંતુ ભારતમાં તેને માત્ર બે પબ્લિક સ્ક્રીનિંગ (1992 અને 2014) મળી શકી. બોલ્ડ કન્ટેન્ટને કારણે તેને સંપૂર્ણ રીતે ક્યારેય રિલીઝ કરવામાં ન આવી.

6. નામ

અજય દેવગણ, ભૂમિકા ચાવલા અને સમીરા રેડ્ડી સ્ટારર આ ફિલ્મને અનીસ બાઝમીએ ડિરેક્ટ કરી હતી. પહેલાં તેનું નામ 'બેનામ' રાખવામાં આવ્યું હતું. ફિલ્મને ક્યારેય રિલીઝ ડેટ ન મળી શકી.

7. તડકા
મલયાલમ ફિલ્મ 'સોલ્ટ એન્ડ પેપર'ની આ હિન્દી રીમેકને પ્રકાશ રાજે ડિરેક્ટ કરી હતી. નાના પાટેકર અને તાપસી પન્નુ આમાં લીડ રોલમાં હતા. જોકે આ ક્યારેય મોટા પડદે આવી ન શકી.

8. ડેથ ઓફ અમર
રાજીવ ખંડેલવાલ અને ઝરીન ખાન સ્ટારર આ ફિલ્મને રેમો ડિસુઝાએ પ્રોડ્યુસ કરી હતી. ફિલ્મ 16 ઓગસ્ટ 2014ના રોજ 22મા સાન ફ્રાન્સિસ્કો મૂવી ફેસ્ટિવલમાં દેખાડવામાં આવી હતી. તેને ત્યાં ઓડિયન્સ ચોઈસ અવોર્ડ પણ મળ્યો હતો. તેમ છતાં આ ઇન્ડિયામાં રિલીઝ ન થઇ શકી.

9. અનવર કા અજબ કિસ્સા
નવાઝુદ્દીન સિદ્દીકી, નિહારિકા સિંહ (નવાઝની એક્સ ગર્લફ્રેન્ડ), અનન્યા ચટર્જી અને પંકજ ત્રિપાઠી સ્ટારર આ ફિલ્મનું વર્લ્ડ પ્રીમિયર BFI લંડન ફિલ્મ ફેસ્ટિવલ 2013માં થયું હતું. સારા રિવ્યૂ હોવા છતાં ફિલ્મની ઇન્ડિયન રિલીઝ અટકી ગઈ હતી.

10. પેડલર્સ
ડિરેક્ટ વસન બાલાની આ ફિલ્મને ઓસ્કર વિજેતા ગુનીત મોંગાએ પ્રોડ્યુસ કરી છે. ફિલ્મની સ્ટોરી મુંબઈના યુવાનોની છે, જે ડ્રગ્સના બિઝનેસમાં ફસાય જાય છે. ગુલશન દેવૈયા, નિશિકાંત કામત, કીર્તિ મલ્હોત્રા, નિમ્રત કૌર અને સિદ્ધાર્થ મેનન આમાં મહત્ત્વના રોલમાં હતા. 2012માં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં તેનું સ્ક્રીનિંગ યોજાયું હતું પરંતુ આજ સુધી મોટા પડદે રિલીઝ નથી થઇ.

11. હર પલ

પ્રિટી ઝિન્ટા અને શાઈની આહુજા સ્ટારર આ લવ સ્ટોરીને 'મૈંને ગાંધી કો નહીં મારા' ફેમ ડિરેક્ટર જહનુ બરુઆએ ડિરેક્ટ કરી હતી. રિપોર્ટ્સ અનુસાર તો શાઈની પર રેપના આરોપ લાગ્યા બાદ ફિલ્મ અટકી ગઈ.

12. કિલ ધ રેપિસ્ટ
સંજય ચહલના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં અંજલિ પાટીલ લીડ રોલમાં હતા. મીટૂ મૂવમેન્ટ દરમ્યાન ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ થયું હતું. પરંતુ ત્યારબાદથી ફિલ્મને લઈને કોઈ સમાચાર નથી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


It’s My Life Gets Release Date After 13 Years, These 12 Movies Also Deserve A TV Or OTT Release

Source

જ્યારે બોલિવૂડના ગ્લેમરથી આ એક્ટ્રેસના મન ભરાઈ ગયા, કોઈ નન બની ગઈ તો કોઈ સાધ્વી બની ગઈ

www.divyabhaskar.co.in |

'બિગ બોસ 6', 'જય હો'માં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ સના ખાને એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીને બાય બાય કરી દીધું છે. તે અધ્યાત્મના માર્ગે ગઈ છે. તેણે સોશિયલ મીડિયા પર આ વાતનો ખુલાસો કરીને લખ્યું કે હવે અલ્લાહના ચીંધેલા રસ્તા પર ચાલીને માનવતાની સેવા કરશે. સના પહેલાં પણ ઘણી એક્ટ્રેસે ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડી અધ્યાત્મ તરફ પ્રયાણ કર્યું હતું. આવો નજર કરીએ આવી જ એક્ટ્રેસ પર…

ઝાયરા વસીમ

સનાની જેમ ઝાયરા વસીમે ગયા વર્ષે જૂનમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડવાની વાત કરીને બધાને દંગ કરી દીધા હતા. 'દંગલ'થી દમદાર ડેબ્યુ કરનારી ઝાયરાએ કુલ ત્રણ ફિલ્મોમાં કામ કરીને બોલિવૂડને અલવિદા કહી દીધું હતું. તેનું કહેવું હતું કે તેને આ પ્રોફેશનમાં ખુશી ન મળી કારણકે આનાથી તેને તેના ધર્મને ફોલો કરવામાં બાધા આવી રહી હતી.

સોફિયા હયાત

બિગ બોસ સીઝન 7ની કન્ટેસ્ટન્ટ અને મોડલ સોફિયા પણ 2016માં શો બિઝ છોડીને નન બનવાના નિર્ણયથી ચર્ચામાં આવી હતી. તેનું કહેવું હતું કે તે રાતોરાત નન નથી બની ગઈ, પણ રિલેશનશિપમાં ત્રાસ ગુજર્યો તેના પર તેને કારણે અંતે તેણે આ પગલું ભર્યું. જોકે, લોકોએ તેને પબ્લિસિટી સ્ટંટ ગણાવ્યો હતો.

બરખા મદાન

બરખાએ 4 નવેમ્બર 2012ના રોજ સંસાર છોડીને સંન્યાસ લઇ લીધો હતો. એવું ન હતું કે તેણે આ નિર્ણય આર્થિક તંગી, કરિયરમાં હર્ડલ્સ અથવા દિલ તૂટવા પછી લીધો. કહેવામાં આવે છે કે વર્ષ 2002માં ધર્મશાળામાં એક ઇવેન્ટ દરમ્યાન જ્યારે તેણે દલાઈ લામા જોપા રિપોન્ચેને સાંભળ્યા તો તેના મનમાં પણ નન બનવાનો વિચાર આવ્યો. જ્યારે તેણે આ ઈચ્છા દલાઈ લામા સામે રાખી તો તે બોલ્યા, 'કેમ. શું તારો બોયફ્રેન્ડ સાથે ઝઘડો થયો છે. મઠમાં રહેવાનો અર્થ એ નથી કે તમે કોઈથી ભાગી રહ્યા છો.'

ત્યારબાદ બરખાને બૌદ્ધ ધર્મ દર્શન શાસ્ત્ર સાથે જોડાવાની સલાહ આપવામાં આવી. આ સલાહનો હેતુ બરખાને એ વાતનું જ્ઞાન કરાવવાનો હતો કે આખરે શું કામ તે નન બનવાનો માર્ગ પસંદ કરવા માગે છે.

ત્યારબાદ બરખાએ ખુદની પ્રોડક્શન કંપની બનાવી અને તેના બેનર હેઠળ બે ફિલ્મો બનાવી. 'સોચ લો' (2010) અને 'સુરખાબ'. વર્ષ 2012માં ફરીવાર બરખા કાઠમાંડુ સ્થિત બૌદ્ધ મઠ પહોંચી તો તેને ફરી તે જ સવાલ કરવામાં આવ્યો. જવાબમાં બરખાએ કહ્યું કે બધું તેની જગ્યાએ બરાબર ચાલી રહ્યું છે, તેમ છતાં તેને એવું લાગે છે કે કંઈક તો છૂટી રહ્યું છે.' 4 નવેમ્બર 2012ના રોજ સવારે 9 વાગ્યે બરખાએ સંન્યાસ લઇ લીધો.

અનુ અગ્રવાલ

1990માં આવેલી ફિલ્મ 'આશિકી'એ અનુને રાતોરાત સ્ટાર બનાવી દીધા હતા. ત્યારબાદ તે ઘણી ફિલ્મોમાં દેખાયા પણ તેમને 'આશિકી' જેવી પોપ્યુલારિટી ન મળી. હવે ગ્લેમર વર્લ્ડથી દૂર અનુ ઝૂંપડામાં જઈને ગરીબ બાળકોને ફ્રી યોગ શીખવે છે. 1996 પછી ફિલ્મી જગતથી ગાયબ થયેલા અનુએ યોગ અને અધ્યાત્મ તરફ પ્રયાણ કર્યું હતું.

આ વચ્ચે 1999માં થયેલા એક રોડ એક્સિડેન્ટમાં અનુની લાઈફ બિલકુલ બદલી ગઈ. તે ઘટનામાં તેમની મેમરી જતી રહી અને તેઓ પેરેલાઈઝ્ડ થઇ ગયા હતા. લગભગ 29 દિવસ સુધી કોમામાં રહ્યા બાદ જ્યારે અનુ ભાનમાં આવ્યા તો ખુદને પૂરી રીતે ભૂલી ગયા હતા. મેમરી ખોઈ જનારા અનુ માટે આ પુનર્જન્મ જ હતો કે લગભગ 3 વર્ષ સુધી ચાલેલી લાંબી ટ્રીટમેન્ટ પછી તેમની મેમરી પરત આવી. અનુએ તેમની સ્ટોરીને આત્મકથા તરીકે 'અનયુઝ્વલ: મેમોઇર ઓફ અ ગર્લ વ્હુ કેમ બેક ફ્રોમ ડેડ'માં સમેટી છે.

મમતા કુલકર્ણી

એક સમયે તેના ગ્લેમરસ અને બોલ્ડ અંદાજથી લાઈમલાઈટમાં રહેનારી મમતા કુલકર્ણીએ પાંચ વર્ષ પહેલાં સાધ્વી બનીને બધાને ચોંકાવી દીધા હતા. બોલિવૂડની ગલીઓ છોડીને તે અધ્યાત્મ તરફ વળી ગયા હતા. 2013માં તેમણે તેની બુક 'ઓટોબાયોગ્રાફી ઓફ એન યોગિની' રિલીઝ કરી હતી. આ દરમ્યાન દુનિયાને અલવિદા કહી જનારા મમતાએ કહ્યું હતું, 'અમુક લોકો દુનિયાના કામ માટે પેદા થયા હોય છે, જ્યારે અમુક ભગવાન માટે પેદા થાય છે. હું પણ ભગવાન માટે પેદા થઇ છું.'

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Actresses Who Quit Bollywood For Spirituality

Source

ઝુક ગયા આસમાનનાં બધાં ગીતો લાજવાબ હતાં

www.gujaratsamachar.com |

ભલે અમેરિકી હિટ ફિલ્મનું ભારતીય રૂપાંતર હોય, એ સમય એવો હતો કે રાજેન્દ્ર કુમાર રેતીમાં હાથ નાખે તો સોનું હાથમાં આવે. એના નામ પર ફિલ્મો વેચાતી હતી. ઝુક ગયા આસમાન ફિલ્મ અગાઉ કહેલું એમ એક ફેન્ટસી હતી, હિયર કમ્સ મિસ્ટર જોર્ડન (૧૯૪૧)નું હિન્દી રૂપાંતર હતું. રાજેન્દ્ર કુમાર ડબલ રોલમાં હતો. એકને બદલે ભૂલથી બીજો યુવાન મરણ પામે અને એના જીવને યમલોકમાં લઇ જાય ત્યારે ત્યાં ખબર પડે કે આ તો ભૂલથી બીજા માણસને ઉપાડી લાવ્યા છીએ એટલે એને પાછો મૃત્યુલોકમાં મોકલવામાં આવે એવી આ વાર્તા હતી.

ફિલ્મમાં ચાર ગીતો હસરત જયપુરીનાં ત્રણ શૈલેન્દ્રના અને એક ગીત એસ એચ બિહારીએ આપ્યું હતું. એ દિવસોમાં બધાં ગીતો હિટ અને લોકપ્રિય નીવડયાં હતાં. આપણે ત્રણ ચાર ગીતોની વાત કરીને છૂટા પડીશું. સૌથી રમતિયાળ કહી શકાય એવાં ગીતો આ રહ્યાં. એક ગીતને થોડીક છૂટ લઇને મનામણાંનું ગીત કહી શકીએ. ‘કહાં ચલ દિયે ઇધર તો આઓ, મેરે દિલ કો ન ઠુકરાઓ, ભોલે સિતમગર માન ભી જાઓ, માન ભી જાઓ માન ભી જાઓ…’  અહીં હસરતની સર્જનશક્તિનો એક જાદુ જુઓ. 

સિતમગર કહીને પાછું એવું પીંછું ઉમેરે છે કે ‘ભોલે સિતમગર’. મુહમ્મદ રફીએ જે રીતે કહાં ચલ દિયે અને ઇધર તો આઓ શબ્દોનો સ્વરલગાવ કર્યો છે એમાં થોડેક અંશે છણકા સાથે વિનવણી વ્યક્ત કરી છે. બેશક, તર્જમાં શંકર જયકિસને જે જાદુ સર્જ્યો છે એને રફીએ વધુ આસ્વાદ્ય બનાવ્યો છે એમ કહી શકાય.

એવું જ બીજું નટખટ ગીત પહેલા પ્યારની નાયિકાના મન પર થયેલી અસર દર્શાવે છે. ‘ઉન સે મીલી નજર તો મેરે હોશ ઊડ ગયે, ઐસા હુઆ અસર કે મેરે હોશ ઊડ ગયે…’ શબ્દોમાં રહેલા ભાવને કંઠ દ્વારા રજૂ કરવાની લતાજીની હથોટી આપણે સૌ જાણીએ છીએ. એજ રીતે જે હીરોઇન ફિલ્મની નાયિકા હોય એના કંઠ સાથે પોતાના કંઠનું સાયુજ્ય સ્થાપવાના એમના કૌશલ્યથી પણ આપણે પરિચિત છીએ. સાંભળતાં વેંત ખ્યાલ આવી જાય કે આ ગીત કઇ હીરોઇન માટે ગાયું હશે. 

પ્રેમી પાત્રો એકબીજા પર મીઠ્ઠું દોષારોપણ કરે એવું એક સુંદર યુગલગીત રફી અને લતાજીના કંઠમાં છે. પોતાની રાતની નીંદર વેરણ થઇ એ માટે નાયક નાયિકા બંને એકબીજાને તુમ્હારે સિવા કૌન તુમ્હારે સિવા કૌન.. કહીને એકમેકને ચીઢવે છે. એવું ડયુએટ આ રહ્યું, ‘મેરી આંખોં કી નીંદિયા ચુરા લે ગયા તુમ્હારે સિવા કૌન તુમ્હારે સિવા કૌન, બાતોં બાતોં મેં દિલ કો ઊડા લે ગયા, તુમ્હારે સિવા કૌન તુમ્હારે સિવા કૌન….’  સરળ અને કોમન મેન પણ આસાનીથી ગણગણતો થઇ જાય એવી તર્જો આ બંને સંગીતકારો છેક છેવટ સુધી આપતા રહ્યા.

શૈલેન્દ્રની આ લેખકને ગમતી રચના એકવાર હેપ્પી મૂડમાં અને બીજીવાર ગમગીન મૂડમાં રફીના કંઠે રજૂ થઇ છે. લગભગ દરેક પ્રેમીના મનમાં આ વાત તો રમતી હોય છે. દરેક પ્રેમી ભલે તાજમહાલ ન બનાવી શકે પરંતુ એના દિલમાં તો આ ભાવના હોય છે- ‘સચ્ચા હૈ અગર, મેરા પ્યાર સનમ, હોંગે જહાં તુમ, વહાં હોંગે હમ, યે ધડકનેં ભી અગર જાયે થમ, જબ ભી પુકારો સદા દેંગે હમ…’ વાહ્ વાહ્ ક્યા બાત હૈ. આ ગીત માટે એટલુંજ કહીશ કે સંગીતની તુલનાએ શબ્દો અને ભાવ વધુ અસરકારક રહ્યા. 

ઘણા વાચકોને પોતાનાં પ્રિય ગીતનો ઉલ્લેખ ન જોઇને આકરું લાગતું હશે પરંતુ શંકર જયકિસને ફિલ્મ સંગીતના સુવર્ણયુગમાં જે મબલખ અને ધરખમ પ્રદાન કર્યું છે એની ઝલક રજૂ કરવા માટે પણ કેટલુંક જતું કરવાની લેખકને ફરજ પડતી હોય છે. બેશક, રાજેન્દ્ર કુમારની શંકર જયકિસનનાં સંગીતથી સજેલી મોટા ભાગની ફિલ્મના દરેક ગીત વિશે સ્વતંત્ર એપિસોડ લખી શકાય. પરંતુ  સ્થળસંકોચને કારણે સંયમ રાખવો પડે છે. આજે ઝુક ગયા આસમાન ફિલ્મનાં ત્રણ ચાર ગીતોના આસ્વાદ સાથે ભારે હૈયે રાજેન્દ્ર કુમારને રજા આપીએ.

Source

કોર્ટે BMCને ખખડાવી, તોડવામાં સમય ના લાગ્યો તો જવાબ આપવામાં કેમ? આમ તો ઘણા ઝડપી છો, આ સાંભળી કંગનાએ કહ્યું, આંખમાં આંસુ આવી ગયા

www.divyabhaskar.co.in |

કંગના રનૌતના પાલી હિલ્સવાળા ઓફિસમાં તોડફોડને લઈને એક્ટ્રેસ તરફથી ફાઈલ થયેલી યાચિકા પર આજે બોમ્બે હાઇકોર્ટમાં સુનાવણી થઇ શકે છે. બુધવારે ભારે વરસાદને કારણે હાઇકોર્ટ બંધ થવાના લીધે આજે, 24 સપ્ટેમ્બરના રોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

સુનાવણી દરમિયાન BMCના વકીલે જવાબ આપવા માટે બે દિવસનો સમય માગ્યો હતો. કંગનાના વકીલ પ્રદીપ થોરાટ હતા. BMCએ બે દિવસનો સમય માગતા જસ્ટિસ કઠાવાલા ભડકી ઉઠ્યા હતા. તેમણે કહ્યું હતું કે તમે કોઈનું ઘર તોડી નાખ્યું અને તમે આ તૂટેલી બિલ્ડિંગને વરસાદના સમયે આ રીતે રાખી શકો નહીં.

કોર્ટે એમ કહ્યું હતું કે આમ તો તમે બહુ ઝડપ બતાવો છો પરંતુ જ્યારે તમારા પર આક્ષેપો મૂકવામાં આવે અને જવાબ માગવામાં આવે ત્યારે તમે પાછા પડો છો. કોર્ટ હવે આવતીકાલ, 25 સપ્ટેમ્બરના રોજ ત્રણ વાગે સુનાવણી હાથ ધરશે. ઉલ્લેખનીય જજે અરજી ઠીક ના હોવાની વાત પર નારાજગી પ્રગટ કરી હતી અને કંગનાના વકીલે માફી માગી હતી.

કંગનાને આંખમાં પાણી આવ્યા
કોર્ટના નિર્ણય બાદ કંગનાએ ટ્વીટ કર્યું કે, 'માનનીય કોર્ટના જજ, મારી આંખોમાં આંસુ આવી ગયા. મુંબઈના વરસાદમાં ખરેખર મારું ઘર તૂટી રહ્યું છે, તમે મારા તૂટેલા ઘર વિશે આટલું વિચાર્યું, આ મારા માટે ઘણું છે. મારી ઇજા પર મલમ લગાવવા માટે આભાર. મને એ બધું મળી ગયું જે મેં ખોયું હતું.'

મંગળવારે સુનાવણી દરમ્યાન બોમ્બે હાઇકોર્ટે આ કેસમાં એક્ટ્રેસની ઓફિસ પર બુલડોઝર ચલાવવાનો આદેશ આપનારા અધિકારી ભાગ્યવંત લાતે અને શિવસેનાના રાજ્યસભાના સાંસદ સંજય રાઉતને પક્ષકાર બનાવવાની વાત કરી હતી. કંગનાએ સંજય રાઉતના ઉખાડી દીધુંવાળા સ્ટેટમેન્ટની સીડી હાઇકોર્ટમાં રજૂ કરી દીધી હતી ત્યારબાદ હાઇકોર્ટે આ આદેશ આપ્યો છે.

'મારું ઘર તોડવાને બદલે બિલ્ડિંગ પર ધ્યાન આપ્યું હોત તો 50 લોકોનો જીવ બચી જાત'

કંગનાએ ભિવંડીમાં બનેલી ઘટના પર BMC, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે તથા સંજય રાઉત પર નિશાન સાધ્યું હતું. ભિવંડીમાં બે દિવસ પહેલા બિલ્ડિંગ પડી હતી અને 40થી વધુ લોકોના મોત થયા હતા.

9 સપ્ટેમ્બરે પાલી હિલ સ્થિત કંગના રનૌતની ઓફિસ મણિકર્ણિકા ફિલ્મ્સના ઘણા ભાગને BMCએ ગેરકાયદેસર ગણાવીને તોડી પાડ્યા હતા. ત્યારબાદ હાઇકોર્ટમાં કંગના રનૌતે યાચિકા ફાઈલ કરી આ કાર્યવાહીને ગેરકાયદેસર ગણાવી BMC પાસે 2 કરોડ રૂપિયાનું વળતર માગ્યું છે. કોર્ટે આ કેસમાં કંગના પાસે 14 સપ્ટેમ્બરે અને BMC પાસે 18 સપ્ટેમ્બરે જવાબ માગ્યો હતો. એક્ટ્રેસે સોમવારે સપ્લિમેન્ટ્રી એફિડેવિટ ફાઈલ કરી.

BMCના આરોપ પર કંગનાના આરોપ
અગાઉ કંગનાએ બોમ્બે હાઇકોર્ટમાં BMCના એફિડેવિટ પર જવાબ આપતા કહ્યું હતું કે તેની ઓફિસ પર થયેલી BMCની કાર્યવાહી પક્ષપાતપૂર્ણ છે, તેણે એ વાત પણ નકારી કે જ્યારે કાર્યવાહી થઇ તે દરમ્યાન તેની ઓફિસમાં કોઈ બાંધકામ ચાલતું હતું. BMCએ કોઈ ગેરકાયદેસર બાંધકામના પુરાવા રજૂ નથી કર્યા.

તેણે આ વાત પણ નકારી કે તોડફોડને ગેરકાયદેસર ઘોષિત કરવા અને BMC પાસે વળતર તરીકે 2 કરોડ રૂપિયા માગવાની યાચિકા લીગલ પ્રોસેસનો દુરુપયોગ છે. તેણે કહ્યું કે, 'હું આ વાતને નકારું છું કે મેં ગેરકાયદેસર રીતે કઈ જોડ્યું કે ફેરફાર કર્યો જેવા કે આરોપો લગાવવામાં આવ્યા છે.'

હાઇકોર્ટે એક્ટ્રેસને રાહત આપી બંગલાને યથાસ્થિતિ બનાવવાનો આદેશ આપ્યો હતો, પરંતુ જ્યાં સુધી કોર્ટે કાર્યવાહી પર રોક લગાવી, કંગનાના વકીલનો દાવો છે કે ત્યાં સુધીમાં બંગલાનો 40% હિસ્સો પાડી દેવાયો હતો. તેમાં સોફા, ઝુમ્મર અને એન્ટિક આર્ટ પીસ સહિત ઘણી કિંમતી વસ્તુઓ પણ સામેલ છે.

એફિડેવિટમાં BMCએ આ કહ્યું હતું
એક્ટ્રેસની યાચિકા અને તેમાં માગવામાં આવેલી રાહત લીગલ પ્રોસેસનો દુરૂપયોગ કરે છે. માટે આ યાચિકા પર વિચાર કરવો ન જોઈએ અને તેને દંડ સાથે નકારી દેવી જોઈએ. BMCએ એફિડેવિટમાં એવું પણ સ્પષ્ટ કર્યું કે તેણે કઈ લીગલ પ્રોસેસ હેઠળ કંગનાની ઓફિસનું ગેરકાયદેસર બાંધકામ તોડ્યું છે.

BMCએ હાઇકોર્ટમાં ફાઈલ કરેલા એફિડેવિટમાં જણાવ્યું કે એક્ટ્રેસ કંગના રનૌતના ઓફિસ ગ્રાઉન્ડ ફ્લોરના ટોયલેટને ગેરકાયદેસર રીતે રૂમમાં બદલવામાં આવ્યું છે. ગ્રાઉન્ડ ફ્લોરમાં ગેરકાયદેસર કિચનનું નિર્માણ કરવામાં આવ્યું. આ સિવાય પેન્ટ્રી, ટોયલેટ, કેબીન, પૂજા ઘર સહિત ઘણું બાંધકામ ગેરકાયદેસર કરવામાં આવ્યું છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


9 સપ્ટેમ્બરે પાલી હિલ સ્થિત કંગના રનૌતની ઓફિસ મણિકર્ણિકા ફિલ્મ્સ પર BMCએ બુલડોઝર ચલાવ્યું હતું.

Source

અક્ષય કુમાર, આર માધવન શૂટિંગ માટે વિદેશ ગયા, અભિષેક બચ્ચન અને સૈફ અલી ખાન ઘરેથી કામ કરી રહ્યા છે

www.divyabhaskar.co.in |

કોરોના કાળમાં અનલોક-4 શરુ થવાની સાથે બોલિવૂડ સેલેબ્સ પોતાના પ્રોજેક્ટ પૂરા કરવામાં વ્યસ્ત થઇ ગયા છે. ઘણા એક્ટર અને એક્ટ્રેસ દેશના અલગ-અલગ શહેરમાં શૂટિંગ કરી રહ્યા છે, તો ઘણા વિદેશ જતા રહ્યા છીએ. કેટલાક ઘરેથી કામ કરી રહ્યા છે.

અક્ષય કુમાર પોતાની ફિલ્મ ‘બેલ બોટમ’નું શૂટિંગ સ્કોટલેન્ડમાં કરી રહ્યો છે. તેની સાથે વાણી કપૂર, હુમ કુરેશી અને લારા દત્તા પણ છે. આર માધવન અને એલી અબરામ દુબઈમાં વેબ શો ‘સેવન્થ સેન્સ’નું શૂટિંગ કરી રહ્યા છે. તેમની સાથે આશરે 100 લોકોની ટીમ છે.

શાહરુખ ખાન રાજકુમાર હિરાનીની નેક્સ્ટ ફિલ્મના શૂટિંગ માટે કેનેડા જઈ શકે છે. આમિર ખાન કેટલાક દિવસ પહેલાં તુર્કીમાં પોતાની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’નું શૂટિંગ કરીને પરત આવ્યો છે.

તાપસી પન્નુ 15 દિવસથી જયપુરમાં છે
તાપસી અને વિજય સેતુપતિ 15 દિવસથી જયપુરમાં એક સાઉથ ઇન્ડિયન ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે, આ યુનિટની સાથે 100 લોકોની એક ટીમ છે. દીપિકા પાદુકોણ અને અનન્યા પાંડે ગોવામાં છે. તેમની ફિલ્મના ડિરેક્ટર શકુન બત્રા છે.

કરીના કપૂર પ્રેગ્નન્ટ હોવા છતાં મુંબઈમાં ‘લાલ સિંહ ચઢ્ઢા’ માટે પોતાના ભાગનું શૂટિંગ કરી રહી છે. તેના બેબી બંપને ગ્રાફિક્સની મદદથી છુપાવવામાં આવશે.

આ સ્ટાર ટૂંક સમયમાં દેશમાં જ શૂટિંગ કરશે
જ્હોન અબ્રાહમ બે ફિલ્મોના શૂટિંગ માટે લખનઉં અને હૈદરાબાદ જઈ શકે છે. કંગના રનૌત ઓક્ટોબર પછી ચેન્નાઈ જઈને જયલલિતાની બાયોપિક ‘થલાઈવી’નું શૂટિંગ કરશે. એ પછી તે મુંબઈમાં ધાકડ નું શૂટિંગ શરુ કરશે. વિદ્યા બાલન ઓક્ટોબરમાં મધ્યપ્રદેશના બાલાઘાટ પર જઈ શકે છે. અહિ તે શેરનીનું શૂટિંગ શરુ કરશે. ટૂંક સમયમાં રણવીર સિંહ પણ પોતાની અપકમિંગ ફિલ્મનું શૂટિંગ શરુ કરશે.

મુંબઈના સ્ટુડિયોમાં શૂટિંગ ચાલુ
સંજય દત્તે હાલમાં એક સ્ટુડિયોમાં ‘શમશેરા’નું શૂટિંગ પૂરું કર્યું. રણબીર કપૂર પણ આ ફિલ્મ માટે શૂટિંગ કરી રહ્યો છે. આલિયા ભટ્ટ ‘બ્રહ્માસ્ત્ર’ માટે ડબિંગ શરુ કરી ચૂકી છે. એ પછી સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠીયાવાડી’ માટે શૂટિંગ શરુ કરશે. સલમાન ખાન ઓક્ટોબરમાં મહબૂબ સ્ટુડિયોમાં પોતાની ફિલ્મ ‘રાધે’નું શૂટિંગ કરી શકે છે.

આ સેલેબ્સ હાલ ઘરેથી કામ કરી રહ્યા છે
સૈફ અલી ખાને હાલમાં જ ‘બંટી ઔર બબલી 2’નું શૂટિંગ પૂરું કર્યું છે. હવે તે અલી અબ્બાસ ઝફરના વેબ શો દિલ્હી માટે ઘરેથી ડબિંગ કરી રહ્યો છે. મનોજ બાજપેયી હાલ ઘરે જ સ્ક્રિપ્ટ મગાવીને રીડિંગ કરી રહ્યો છે.

એમઝોન પ્રાઈમ વીડિયોની વેબ સિરીઝ ‘બ્રીધ 2’નાં ડબિંગ માટે બહાર જવા પર અભિષેક બચ્ચન કોરોના સંક્રમિત થયો હતો. એ પછી એમેઝોન તરફથી તે ઘરેથી ડબિંગ કરી શકે તેવું ડિવાઈસ આપ્યું છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


અક્ષય કુમાર ‘બેલ બોટમ’ના શૂટિંગમાં વ્યસ્ત છે, અભિષેક બચ્ચન ‘બ્રીધ 2’ પર કામ કરી રહ્યો છે

Source

અકાલી દળના નેતાએ કરન જોહર સહિત અનેક સ્ટાર્સ વિરુદ્ધ NCBના પ્રમુખને ફરિયાદ કરી, કહ્યું- જો ગયા વર્ષે કાર્યવાહી થઈ હોત તો કદાચ સુશાંત આજે જીવતો હોતઅકાલી દળના રાષ્ટ્રીય પ્રવક્તા મનજિંદર સિંહ સિરસાએ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ના પ્રમુખ રાકેશ અસ્થાના સાથે મુલાકાત કરીને કરન જોહર તથા અન્ય કેટલાક એક્ટર્સ વિરુદ્ધ ડ્રગ પાર્ટી કરવા અંગે ફરિયાદ કરી છે. દિલ્હીમાં થયેલી આ મુલાકાતમાં સિરસાએ કરન જોહર પર ડ્રગ પાર્ટીનું આયોજન કરવાનો આક્ષેપ મૂક્યો હતો. સિરસાએ વાઈરલ વીડિયોની તપાસ કરવાની માગણી કરી છે. સિરસાએ કહ્યું હતું કે ગયા વર્ષે ફરિયાદ કરવામાં આવી હતી, જો તે સમયે કોઈ કાર્યવાહી થઈ હોત તો કદાચ સુશાંતે જીવ ગુમાવ્યો પડ્યો ના હોત.

આ અંગે પોતાની ફરિયાદની કૉપી સોશિયલ મીડિયામાં શૅર કરીને સિરસાએ કહ્યું હતું, 'હું ફિલ્મ પ્રોડ્યૂસર કરન જોહર તથા અન્ય વિરુદ્ધ મુંબઈ સ્થિત ઘરમાં ડ્રગ પાર્ટી આયોજીત કરવાના કેસમાં ફરિયાદની તપાસ તથા કાર્યવાહી કરવા અંગે દિલ્હીના BSF મુખ્યાલયમાં NCB પ્રમુખ રાકેશ અસ્થાનાને મળ્યો હતો. તે પાર્ટી વીડિયોની જરૂરથી તપાસ થવી જોઈએ.'

કરન સહિત આ સ્ટાર્સ વિરુદ્ધ ફરિયાદ થઈ
ફરિયાદની કૉપી શૅર કરી હતી, જેમાં કરન ઉપરાંત દીપિકા પાદુકોણ, વિકી કૌશલ, મલાઈકા અરોરા, વરુણ ધવન, અર્જુન કપૂર તથા શાહિદ કપૂર વિરુદ્ધ ડ્રગ લેવાનો, તેને રાખવાનો તથા તેના ઉપયોગ માટે પોતાની જગ્યા આપવા અંગે તપાસ કરવાની માગણી કરી છે. સિરસાએ પોતાના પત્રમાં કહ્યું હતું કે આ તમામ એક્ટર્સ પાર્ટીમાં ડ્રગ્સ લેતા જોવા મળ્યા હતા.

સિરસાએ કહ્યું, 10 મહિના પહેલા ફરિયાદ કરી હતી
શૅર કરેલા એક અન્ય વીડિયોમાં સિરસાએ કહ્યું હતું, 'અમે NCBના ચીફ રાકેશ અસ્થાનાજીને ફરિયાદ કરી છે. અંદાજે 10 મહિના પહેલા મેં આ જ ફરિયાદ મહારાષ્ટ્રની મુંબઈ પોલીસને કરી હતી અને કરન જોહરે યોજેલ પાર્ટીની તપાસ કરાવવાની માગણી કરી હતી.

શાહિદ કપૂરને ડ્રગ એટિક્ટ કહ્યો
સિરસાએ આગળ કહ્યું હતું, 'જે લોકોએ અમને 'ઉડતા પંજાબ' કહીને આખી દુનિયામાં બદનામ કર્યા, શાહિદ કપૂર જેવા લોકોએ પોતે ડ્રગ્સ લે છે અને પોતે ડ્રગ એડિક્ટ છે. તેઓ પોતાની સ્ટોરીને પંજાબના લોકો સાથે જોડી દીધી. તે શાહિદની પોતાની સ્ટોરી હતી. આ વીડિયો જ્યારે સામે આવ્યો ત્યારથી હું પોલીસને ફોલોઅપ કરવાનું કહું છું પરંતુ અમારી વાત કોઈએ સાંભળી નહીં.'

સુશાંતનો જીવ બચી જાત
વધુમાં તેમણે કહ્યું હતું, જો અમારી વાત તે સમયે સાંભળી લેવામાં આવી હોત તો હું દાવા સાથે કહી શકું છે કે આજે સુશાંત સિંહને આપણે ગુમાવ્યો ના હોત. મહારાષ્ટ્રમાં પોલીસ માટે ડ્રગ્સનો મુદ્દો હળવો હશે અને તેથી જ તેમણે તપાસ કરવાની જરૂર લાગી નહીં. હવે તેઓ કહે કે તેમણે શા માટે તપાસ ના કરી.'

પૂરા બોલિવૂડને દોષ આપતો નથી
'હવે અમે NCB પ્રમુખને કહ્યું કે આ જે લોકો છે જો તમે તેની તપાસ કરશો તો બહુ મોટા ખુલાસા થશે, કારણ કે આ લોકો ડ્રગ્સ લે છે અને તેમનો કોઈ સપ્લાયર છે. તેની માહિતી સામે આવશે. આ લોકોની મદદથી ડ્રગ્સ રેકેટનો ખુલાસો થશે. હું પૂરા બોલિવૂડને દોષ આપતો નથી પરંતુ બોલિવૂડના લોકો જે સામેલ છે, તે સામે આવવું જોઈએ. આમાં કંઈ જ ખોટું નથી.'

સિરસાએ પોતાની ફરિયાદ પર કાર્યવાહી ના થવા પર નવાઈ પ્રગટ કરી હતી. તેમણે કહ્યું હતું, 'મેં મારી ફરિયાદ સ્પીડ પોસ્ટથી મોકલાવી હતી. ઓફિશિયલ હેન્ડલ પર પણ ફરિયાદ મૂકી હતી અને વારંવાર રિમાઈન્ડર પણ મોકલ્યું હતું પરંતુ કાર્યવાહી તો દૂર પોલીસે તેના પર ધ્યાન સુદ્ધાં ના આપ્યું.'

વાઈરલ વીડિયોમાં સ્ટાર્સ નશામાં જોવા મળ્યા
સિરસાએ 14 સપ્ટેમ્બરના રોજ આ જ વીડિયો શૅર કરીને ટ્વીટ કરી હતી, 'યાદ કરી લો આ વીડિયોમાં દરેક ચહેરાઓ થોડાં દિવસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો ઓફિસની બહાર લાઈનમાં ઊભેલા જોવા મળશે. પોતાની ડ્રગ પાર્ટીઓને કારણે જેલમાં જવાની તૈયારીમાં.#UdtaBollywood'

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


કરન જોહરના ઘરે યોજાયેલી પાર્ટીમાં દીપિકા-વિકી કૌશલ એન્જોય કરતા

Source

સંજય દત્ત જોડિયાં સંતાનોને મળવા પત્ની માન્યતા સાથે દુબઈ ગયો, લોકડાઉન અને અભ્યાસને લીધે 6 મહિનાથી ઇકરા અને શહરાનથી દૂર હતોમંગળવારે સંજય દત્ત અને માન્યતા દત્ત સ્પેશિયલ ફ્લાઈટથી દુબઈ જવા રવાના થયા. દુબઈ જવાનું કારણ સંજયના જોડિયાં બાળકો છે જે છેલ્લા 6 મહિનાથી દૂર છે. દેશમાં લોકડાઉનને લીધે માન્યતા પણ સંજયની સાથે નહોતી, ઇકરા અને શહરાન દુબઈમાં અભ્યાસ કરે છે આથી બંને ઇન્ડિયા આવી શક્યા નહોતા.

માન્યતાએ સફર દરમિયાન બે ફોટોઝ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કર્યા હતા અને લખ્યું, જીવનને માણો. ફ્લાઈટમાં સંજયનું સ્વાગત એક કોફીથી કરવામાં આવ્યું જેની પર લાટે આર્ટની મદદથી સંજયનો ફોટો હતો. સંજયને લંગ કેન્સર હોવાના સમાચાર ખબર પડતા માન્યતા બાળકોને દુબઈ જ રાખીને ભારત આવી હતી.

ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના સમાચાર પ્રમાણે, સંજયની તબિયત પહેલા કરતાં સારી છે. તે એક અઠવાડિયાં કે 10 દિવસમાં પાછો આવી જશે. સંજુના સંતાનો દુબઈમાં જ છે તેને મળવા માટે તે ગયો છે. સંતાનોનો અભ્યાસ દુબઈમાં ચાલુ છે. સંજુએ થોડા દિવસ પહેલાં પોતાનો નવો લુક કર્યો છે. માન્યતાએ ફોટો શેર કર્યો છે તેમાં સંજયના ચહેરા પર ખુશી દેખાઈ રહી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Sanjay Dutt Arrives In Dubai To Meet Twins Iqra And Shaharan With Wife Manyata

Source

error:
Scroll to Top