ગણવય

મુંબઈ ફિલ્મ સિટીમાં શૂટ થયેલા એડના ફોટોને અમિતાભ બચ્ચને લદાખનો ફોટો ગણાવ્યો

www.divyabhaskar.co.in |

અમિતાભ બચ્ચન તેમના સેન્સ ઓફ હ્યુમર માટે પણ ઘણા ફેમસ છે. તેની એક ઝલક બુધવારે સવારે જોવા મળી હતી. વાત એમ છે કે અમિતાભે સોશિયલ મીડિયા પર એક ફોટો પોસ્ટ કર્યો. ફોટોમાં તે કેપ, મોજા, સ્નો ગોગલ્સ અને ટ્રેકિંગ જેકેટ પહેરેલા દેખાય હતા. આ ફોટો સાથે કેપ્શનમાં તેમણે લખ્યું, લદાખ જઈને આવ્યો છું. માઇનસ 33 ડિગ્રીમાં, આ બધી તૈયારી પણ મને ઠંડીથી બચાવી ન શકી. આ બધું તેમને મસ્તીમાં લખ્યું. આ વાત ખબર ત્યારે પડી જ્યારે દિવ્ય ભાસ્કરે તપાસ કરી. તેમના 40 વર્ષથી કામ કરતા મેકઅપ આર્ટિસ્ટ દીપક સાવંત પાસેથી માહિતી મેળવી.

દીપક સાવંતે જણાવ્યું કે આ ફોટો તો એક એડ ફિલ્મનો લાગી રહ્યો છે. તેમણે ઠંડીથી બચવાવાળા આ કપડામાં ઇન્ડિયન ઓઇલનું એડ કેમ્પેન શૂટ કર્યું છે. તેનું શૂટિંગ મુંબઈ ફિલ્મ સિટીમાં જ થયું છે. તેઓ હાલ તો લદાખ નથી ગયા. બિગ બીએ ફોટો શેર કર્યો ત્યારબાદ તેમના ફેન્સે સોશિયલ મીડિયા પર તેમના ખૂબ વખાણ કર્યા હતા.

અમિતાભ બચ્ચનની ટીમે પણ આ ફોટોને લઈને જાણકારી આપી. તેમની ટીમે કહ્યું કે શૂટિંગ ચોક્કસપણે અજય દેવગણની ફિલ્મનું તો નથી લાગી રહ્યું. આ એડ ફિલ્મના શૂટિંગનો ફોટો હોઈ શકે છે. પરંતુ અમિતાભ બચ્ચને લદાખ અને માઇનસ 33 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં શૂટનું કેપ્શન કેમ લખ્યું આ બાબતે કોઈએ કઈ જવાબ ન આપ્યો.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Amitabh Bachchan Portrays Ed’s Photo Shot In Mumbai Film City As Ladakh

Source

BMCએ સોનુ સૂદને ગણાવ્યા નિયમો તોડનાર, શરદ પવારને મળવા પહોંચ્યા અભિનેતા

gujarati.oneindia.com |
Sonu Sood meets Sharad Pawar: BMCએ નોટિસ મળ્યા બાદ ફિલ્મ અભિનેતા સોનુ સૂદે એનસીપી ચીફ શરદ પવાર સાથે આજે મુલાકાત કરી. વાસ્તવમાં ગેરકાયદે નિર્માણ માટે બીએમસીએ સોનુ સૂદને નોટિસ મોકલી છે અને તેમને વારંવાર નિયમો તોડનાર ગણાવ્યા છે. ત્યારબાદ સોનૂ સૂદે

Source

'83'માં કપિલ દેવનો રોલ પ્લે કરનારા રણવીર સિંહે તેમને મહાનતમ કેપ્ટન ગણાવ્યા, કહ્યું- આભાર તમારી સ્ટોરી જણાવવાની પરવાનગી આપવા માટે

www.divyabhaskar.co.in |

ક્રિકેટ લેજન્ડ કપિલ દેવ 6 જાન્યુઆરીએ તેમનો 62મો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યા છે. આ બર્થડે પર રણવીર સિંહે એક ઈમોશનલ પોસ્ટ લખી છે. રણવીરે એક વીડિયો મારફતે કપિલ દેવને વિશ કર્યું. રણવીર ઇન્ડિયન ક્રિકેટ ટીમની પહેલી વર્લ્ડ કપ જીત પર બનેલી ફિલ્મ '83'માં કપિલ દેવના રોલમાં છે.

અમને તમારી સ્ટોરી જણાવવાની પરવાનગી આપવા માટે આભાર- રણવીર
રણવીરે લખ્યું, એક મહાન કેપ્ટન, એક અનમોલ રત્ન. આભાર સર અમને તમારી એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્ટોરી કહેવાની મંજૂરી આપવા માટે. અમે આજના દિવસે તમારા સારા સ્વાસ્થ્ય અને ખુશીની કામના કરીએ છીએ. હેપ્પી બર્થડે કપિલ સર, આ જ 83 છે. ક્રિકેટ વર્લ્ડ કપની જીત પર બનેલી ફિલ્મ '83'નું ડિરેક્શન કબીર ખાને કર્યું છે. દીપિકા પાદુકોણ કપિલ દેવની પત્ની રોમીના રોલમાં છે.

ફિલ્મની રિલીઝ ડેટ ફાઇનલ નથી થઇ
રણવીર સિવાય ફિલ્મ '83'ની સ્ટાર કાસ્ટમ બોમન ઈરાની, જતીન સરનાએ પણ કપિલ દેવને વિશ કર્યું છે. ફિલ્મની સ્ટારકાસ્ટમાં સાકીબ સલીમ, તાહિર રાજ ભસીન, એમી વિર્ક, જીવા, ચિરાગ પાટિલ, સાહિલ ખટ્ટર, હાર્ડી સંધૂ, પંકજ ત્રિપાઠી પણ સામેલ છે. અગાઉ આ ફિલ્મ 10 એપ્રિલ, 2020ના રોજ રિલીઝ થવાની હતી. પરંતુ કોરોના વાઇરસને કારણે દુનિયાભરમાં થયેલા લોકડાઉનથી આ શક્ય ન બન્યું. જોકે હજુ તેની નવી રિલીઝ ડેટ ફાઇનલ થઇ શકી નથી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Ranveer Singh Wishes Kapil Dev On His 62nd Birthday With Heartfelt Message

Source

કંગનાએ હવે બોલિવૂડ શબ્દને અપમાનજનક ગણાવ્યો, ટ્વીટમાં કહ્યું- આ હોલિવૂડથી ચોરેલો છે, આનો અસ્વીકાર કરો

www.divyabhaskar.co.in |

કંગના રનૌતે ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના નામ 'બોલિવૂડ'ને અપમાનજનક ગણાવ્યું હતું અને લોકોને આનો અસ્વીકાર કરવાની અપીલ કરી છે. તેણે પોતાની ટ્વીટમાં કહ્યું હતું, 'અહીંયા કલાકારો, અપશબ્દો.. અહીંયા ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રી છે. અહીંયા બોલિવૂડ છે. #IndiaRejectBollywood. સૌથી હાસ્યાસ્પદ શબ્દ બોલિવૂડ છે. આ શબ્દ હોલિવૂડની નકલ છે અને ચોરાયેલો છે. મહેરબાની કરીને આ અપમાનજનક શબ્દને નામંજૂર કરો.'

પોતાને બોલિવૂડની એક્શન હીરોઈન ગણાવી
કંગનાએ અન્ય એક ટ્વીટમાં પોતાને બોલિવૂડની પહેલી સતત એક્શન લેનારી હીરોઈન ગણાવી હતી. તેણે એક વીડિયો શૅર કરીને કહ્યું હતું, 'મેં અપકમિંગ એક્શન ફિલ્મ 'તેજસ' તથા 'ધાકડ' માટે એક્શન ટ્રેનિંગ લેવાની શરૂઆત કરી દીધી છે. આ ફિલ્મમાં હું ક્રમશઃ ફૌજી તથા જાસૂસની ભૂમિકા ભજવી રહી છું. બોલિવૂડની થાળીએ મને ઘણું બધું આપ્યું હશે પરંતુ 'મણિકર્ણિકા'ની સફળતા બાદ હું પણ બોલિવૂડની પહેલી સતત એક્શન લેનારી હીરોઈન છું.'

બોલિવૂડ પર કંગનાએ સતત હુમલાઓ કર્યા છે
બોલિવૂડને 'બુલીવૂડ' કહેનારી કંગના સતત ઈન્ડસ્ટ્રી પર હુમલાઓ કરે છે. ન્યૂઝ ચેનલ્સ તથા પત્રકારો વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી કરનારા 34 પ્રોડ્યૂસર્સને ઘોરઘોદિયાં કહ્યાં હતાં. તેણે કહ્યું હતું, 'બુલીવૂડના તમામ ઘોરઘોદિયાં તેમનું નામ લેવાને બદલે મીડિયા પર હુમલો કરવા માટે ભેગા થઈ ગયા છે. હું તેમને પૂછવા માગું છું કે તેઓ મજૂરો, મહિલાઓ, સ્ટંટમેન વિરુદ્ધ થતાં અન્યાય સામે કેમ ભેગા થતા નથી? તેઓ માત્ર પોતાના માટે માનવાધિકારોની માગ કરે છે પરંતુ બીજાના માનવાધિકારો તરફ માત્ર દેખાવો કરે છે.'

બોલિવૂડની તુલના ગટર સાથે કરી હતી
કંગનાએ પોતાની ટ્વીટમાં કહ્યું હતું, 'બુલીવુડ (બોલિવૂડ) ડ્રગ્સ, એક્સ્પ્લોઈટેશન, નેપોટિઝ્મ તથા જેહાદની ગટર છે. આ ગટરને સાફ કરવાને બદલે બંધ કરી દેવામાં આવી છે. #BollywoodStrikesBack, આ લોકોએ મારી પર પણ કેસ કરવો જોઈએ. જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી તમને બધાને એક્સપોઝ કરતી રહીશ.'

એ લિસ્ટેડ એક્ટર્સ પર આક્ષેપ
કંગનાએ બોલિવૂડના એ લિસ્ટેડ એક્ટર્સ પર પણ ગંભીર આક્ષેપ મૂક્યો છે. તેણે કહ્યું હતું, 'મોટા હીરો માત્ર મહિલાઓ સામે વાંધો પ્રગટ જ નથી કરતા પરંતુ યુવાન છોકરીઓનું પણ શોષણ કરે છે. તેઓ સુશાંત સિંહ રાજપૂત જેવા યુવાઓને આગળ વધવા દેતા નથી પરંતુ 50ની ઉંમરમાં પણ તેઓ જાતે જ સ્કૂલના બાળકોનો રોલ કરવા માગે છે. તેઓ ક્યારેય કોઈના માટે સ્ટેન્ડ લેતા નથી. પછી ભલે તેમની આંખોની સામે અન્યાય થતો રહે.'

ગટરમાં રહેતા કીડા કહ્યા હતા
કંગનાએ અન્ય એક ટ્વીટમાં કેસ કરનાર પ્રોડ્યૂસર્સને ગટરમાં રહેતા કીડા કહ્યા હતા. તેણે ટ્વીટમાં કહ્યું હતું,

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


છેલ્લાં થોડાં દિવસથી કંગના રનૌતે ન્યૂઝ ચેનલ તથા પત્રકારો વિરુદ્ધ અરજી કરનાર 34 પ્રોડ્યૂસર્સ ઘોરખોદિયાં કહ્યાં હતાં

Source

મુકેશ ખન્નાએ 'ધ કપિલ શર્મા શો'ને બકવાસ તથા ઢંગધડા વગરનો ગણાવ્યો, કહ્યું- શો અશ્લીલ હરકતો તથા ડબલ મિનિંગથી ભરપૂર

www.divyabhaskar.co.in |

'ધ કપિલ શર્મા શો'ના હાલના એપિસોડમાં બી આર ચોપરાના શો 'મહાભારત'ના લીડ એક્ટર્સ મહેમાન તરીકે જોવા મળ્યા હતા. જોકે, આ એપિસોડમાં સિરિયલમાં ભીષ્મનો રોલ પ્લે કરનાર મુકેશ ખન્ના આવ્યા નહોતા. મુકેશ ખન્નાને સોશિયલ મીડિયામાં સતત આ સવાલ પૂછવામાં આવતો હતો. મુકેશ ખન્નાએ એક પછી એક ટ્વીટ કરીને શોમાં ના આવવાનું કારણ કહ્યું હતું. તેમણે આ શોને વાહિયાત તથા ઢંગધડા વગરનો કહ્યો હતો. જોકે, મુકેશ ખન્નાએ થોડીવાર બાદ તમામ ટ્વીટ ડિલિટ કરી નાખી હતી.

મુકેશ ખન્નાએ શોમાં ના આવવાનું કારણ કહ્યું હતું. તેમણે ગુરુવાર, 1 ઓક્ટોબરના રોજ સવારે છ ટ્વીટ કરી હતી. આ સાથે જ ફેસબુકમાં પણ એક પોસ્ટ પણ શૅર કરી હતી. જોકે, આ તમામ બાબતો તેમણે પછી ડિલિટ કરી નાખી હતી.

ખન્નાએ ટ્વીટમાં કહ્યું હતું, 'આ પ્રશ્ન વાઈરલ થઈ ગયો છે કે 'મહાભારત' શોમાં ભીષ્મ પિતામહ કેમ નથી? કોઈકે એમ કહ્યું કે તેમને ઈન્વાઈટ કરવામાં આવ્યા નથી. કોઈ કહે છે કે તેમણે જાતે ના પાડી. સાચી વાત એ છે કે 'મહાભારત' ભીષ્મ વગર અધૂરું છે. સાચી વાત એ છે કે આમંત્રણ ના આપવાનો તો સવાલ જ નથી. સાચું તો એ પણ છે કે મેં જાતે જ ના પાડી દીધી હતી.'

બીજી ટ્વીટમાં કહ્યું હતું, 'એ પણ સાચી વાત એ છે કે લોકો મને પૂછશે કે કપિલ શર્મા જેવા મોટા શોને કોઈ કેવી રીતે ના પાડી શકે. મોટામાં મોટા એક્ટર જાય છે. જતા હશે પરંતુ મુકેશ ખન્ના નહીં જાય. આ જ સવાલ ગુફીએ મને પૂછ્યો હતો કે 'રામાયણ' બાદ આ લોકો આપણને ઈન્વાઈટ કરવાના છે. મેં ત્યારે જ કહ્યું હતું કે તમે બધા જજો, હું નહીં જાઉં.'

ત્રીજી ટ્વીટમાં કહ્યું હતું, 'ભલે કપિલનો શો આખા દેશમાં લોકપ્રિય હોય, પરંતુ મને આનાથી વધારે બકવાસ કોઈ શો લાગતો નથી. ઢંગધડા વગરનો છે, ડબલ મિનિંગથી ભરપૂર અને અશ્લીલતા છે. આ શોમાં પુરુષો સ્ત્રીઓના કપડાં પહેરે છે. હલકી હરકતો કરે છે અને લોકો પેટ પકડીને હસે છે.'

ચોથી ટ્વીટમાં કહ્યું હતું, 'આ શોમાં લોકો શા માટે મોટે-મોટેથી હસતા હોય છે, તે આજ સુધી હું સમજી શક્યો નથી. એક વ્યક્તિને સેન્ટરમાં સિંહાસન પર બેસાડીને રાખે છે. તેનું કામ હસવાનું છે. હસવું આવે કે ના આવે પણ હસવાનું છે. તેમને આના પૈસા મળે છે. પહેલા આ માટે સિદ્ધુભાઈ બેસતા હતા. હવે અર્ચના બહેન બેસે છે. કામ? માત્ર હાહાહા કરવાનું.'

પાંચમી ટ્વીટમાં લખ્યું હતું, 'એક ઉદાહરણ આપીશ, તમે સમજી જશો કે કોમેડીનું સ્તર કેટલું બકવાસ છે. તમે બધાએ આ જોયું હશે. 'રામાયણ' વાળો શો હતો. કપિલે અરૂણ ગોવિલને પૂછ્યું હતું કે તમે બીચ પર છો અને એક વ્યક્તિ બૂમ પાડીને કહે છે… અરે દેખો રામજી પણ VIP અંડરવિયર પહેરે છે. તમે શું કહેશો?

છેલ્લી ટ્વીટમાં કહ્યું હતું, 'મેં તો માત્ર પ્રોમો જોયો હતો. આ પ્રોમોમાં અરૂણ ગોવિલ, જે શ્રીરામજીની ઈમેજ લઈને ફરે છે, તે માત્ર સ્માઈલ આપે છે. જેને આખી દુનિયા રામ તરીકે જુએ છે, તેને તમે આવો બકવાસ સવાલ કેવી રીતે પૂછી શકો છો. મને ખ્યાલ નથી કે અરૂણે જવાબમાં શું કહ્યું હતું? હું હોત તો કપિલનો મોં બંધ કરાવી દેત. આથી જ હું નહોતો ગયો.'

'ધ કપિલ શર્મા શો'માં આ કલાકારો આવ્યા હતા
શોમાં નીતિશ ભારદ્વાજ (શ્રીકૃષ્ણ), ગજેન્દ્ર ચૌહાણ (યુધિષ્ઠિર), ફિરોઝ ખાન (અર્જુન), પુનીત ઈસ્સર (દુર્યોધન) તથા ગુફી પેન્ટલ (શકુની) આવ્યા હતા.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Mukesh Khanna termed ‘The Kapil Sharma Show’ as nonsense and hypocrisy

Source

કોંગ્રેસ પ્રવક્તાએ કંગનાની સુરક્ષાનું બજેટ ગણાવ્યું, એક્ટ્રેસે કહ્યું- જો IBનો રિપોર્ટ ખરાબ આવ્યો તો તે અપગ્રેડ પણ થઇ શકે છેકંગના રનૌત અનુસાર કેન્દ્ર સરકાર દ્વારા તેને આપવામાં આવેલી Y કેટેગરીની સુરક્ષા અપગ્રેડ પણ થઇ શકે છે. તેણે આ દાવો સુપ્રીમ કોર્ટના વકીલ અને કોંગ્રેસ પ્રવક્તા બ્રિજેશ કલપ્પાના તે ટ્વીટ પર સટીક જવાબ આપતા લખ્યું જેમાં તેમણે કંગનાની સુરક્ષા કેટેગરીને લઈને સવાલ ઉઠાવ્યા હતા.

કલપ્પાએ ટ્વીટ કર્યું કે, 'એક માણસની Y કેટેગરીની સુરક્ષાનો ખર્ચ દર મહિને 10 લાખ રૂપિયાથી વધુ થાય છે. આ પૈસા ટેક્સ પે કરનારા પાસેથી આવે છે. હવે કંગના હિમાચલ પ્રદેશ (POKથી દૂર)માં સુરક્ષિત છે. શું મોદી તેમને આપવામાં આવેલી સુરક્ષા હટાવશે?'

કંગનાએ જવાબમાં આ લખ્યું
કંગનાએ વળતો જવાબ આપ્યો કે, 'બ્રિજેશજી સુરક્ષા તમારા કે મારા વિચારોને આધારે નથી આપવામાં આવતી. IBએ ધમકીની તપાસ કરી. ધમકીના આધારે મારો સિક્યોરિટી ગ્રેડ નક્કી કરવામાં આવ્યો. ભગવાનની કૃપા રહી તો આવનારા દિવસોમાં આ સુરક્ષા પુરી રીતે હટાવી દેવામાં આવશે અથવા જો IBનો રિપોર્ટ ખરાબ આવ્યો તો તે અપગ્રેડ પણ થઇ શકે છે.'

ફરી મહારાષ્ટ્ર સરકાર પર નિશાન સાધ્યું
કંગનાએ ટ્વીટ કર્યું કે, 'મહારાષ્ટ્રના મુખ્યમંત્રીનો બેઝિક પ્રોબ્લેમ એ છે કે મેં શું કામ મુવી માફિયા અને સુશાંત સિંહ રાજપૂતના હત્યારા અને તેમના ડ્રગ્સ રેકેટને છતું કર્યું જેમની સાથે તેમનો પ્રિય પુત્ર આદિત્ય ઠાકરે હેન્ગ આઉટ કરે છે. આ મારો સૌથી મોટો ક્રાઇમ છે અને હવે તે આને ફિક્સ કરવા માગે છે. ઓકે, ચાલો જોઈએ કોણ કોને ફિક્સ કરે છે.'

અગાઉ આદિત્ય ઠાકરેએ અગાઉ સ્ટેટમેન્ટ આપ્યું હતું
અગાઉ પણ કંગના આદિત્ય ઠાકરેના બોલિવૂડ કનેક્શનને લઈને પ્રહાર કરતી રહેતી હતી. તેણે એવો પણ દાવો કર્યો હતો કે કરણ જોહર આદિત્ય ઠાકરેનો મિત્ર છે માટે મહારાષ્ટ્ર સરકાર તેને ક્યારેય પૂછપરછ માટે નહીં બોલાવે.

આદિત્ય ઠાકરેએ સોશિયલ મીડિયા પર એક સ્ટેટમેન્ટ રિલીઝ કર્યું હતું કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંબંધ હોય તેમાં ખોટું શું છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


કંગના રનૌતને 9 સપ્ટેમ્બરે તેની મુંબઈ જર્ની પહેલાં કેન્દ્ર સરકારે Y લેવલની સુરક્ષા આપી હતી.

Source

સાઉથ સ્ટાર સૂર્યાની NEET પરીક્ષા પરની કમેન્ટને મદ્રાસ હાઈકોર્ટના જજે કોર્ટનો અનાદર ગણાવ્યો, સોશિયલ મીડિયા એક્ટરની મદદે આપ્યુંસાઉથ એક્ટર સૂર્યાએ NEETની પરીક્ષાને કારણે આત્મહત્યા કરનારા વિધાર્થીના કેસમાં કોર્ટના ચુકાદાની નિંદા કરી હતી. તમિલનાડુમાં થયેલા આ મૃત્યુને એક્ટરે દુઃખદાયક ગણાવી ટ્વીટ કરી હતી. તેણે લખ્યું હતું કે, કોરોના ડરને કારણે જ્યારે જિંદગીનું જોખમ છે, કોર્ટ જે વીડિયો કોન્ફરન્સથી ન્યાય આપે છે તેણે ઓર્ડર આપ્યો કે વિધાર્થીઓ ડર રાખ્યા વગર જાય અને પરીક્ષા આપે.

હાઈકોર્ટના જજે કહ્યું, આ કોર્ટનું અનાદર કહેવાય
મદ્રાસ હાઈકોર્ટના જજ એસએમ સુબ્રમણિયમેં મદ્રાસ હાઇકોર્ટના ચીફ જસ્ટિસને લખ્યું કે, મારા મત મુજબ એક્ટરે જે કહ્યું તેનાથી માત્ર કોર્ટના માનનીય જજ અને ન્યાય વ્યસ્થાનું જ અનાદર નથી થયું પરંતુ લોકોના ન્યાય વ્યવસ્થા પરના ભરોસા પર પણ પ્રહાર થયો છે.

સૂર્યા અને જજના સ્ટેટમેન્ટ વર્ઝનમાં તફાવત
આ વાત તમિળમાં છે. જજ દ્વારા એક્ટરના સ્ટેટમેન્ટની જે વિવાદાસ્પદ વાત રજૂ કરવામાં આવી છે તે સૂર્યાના સ્ટેટમેન્ટમાં નથી. અમુક શબ્દો જે જજ દ્વારા યુઝ કરવામાં આવ્યા છે તે ખરેખર સૂર્યાના સ્ટેટમેન્ટમાં છે જ નહીં.

જ્યારે બીજી તરફ 6 પૂર્વ જજે મદ્રાસ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ્ટને લેટર લખીને સૂર્યા વિરુદ્ધ એક્શન ન લેવા માટે કહ્યું. તેમણે લેટરમાં લખ્યું કે, 'આપણે સૂર્યાની હજારો ગરીબ બાળકોની મદદને ધ્યાનમાં રાખીને ઉદારતા બતાવવી જોઈએ. એક આર્ટિસ્ટિક વ્યક્તિના ઓવર રિએક્શનને આઉટ ઓફ કોન્ટેક્ટ્સ અને ગંભીરતાથી ન લેવા જોઈએ. અપીલ કરવાની આ અમારી ડ્યુટી છે જેથી કોર્ટ બિનજરૂરી કોન્ટ્રોવર્સીથી દૂર રહે.'

સોશિયલ મીડિયા પર એક્ટરને લોકોનો સપોર્ટ મળ્યો છે. તેના સ્ટેટમેન્ટને કારણે તેણે લોકોનું દિલ જીતી લીધું અને ટ્વિટર પર #TNStandsWithSuriya ટ્રેન્ડ થવા લાગ્યું.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Madras HC Judge wants contempt proceedings against actor Suriya for his NEET statement

Source

error:
Scroll to Top