ખન

એજાઝ ખાનના ઈઝહાર બાદ ઘરમાં આવી પવિત્રા પૂનિયા, એવિક્શનમાં હાઉસમેટ્સને ઈમોશનલ થતાં જોઈ રોઈ પડ્યો સલમાન ખાન

www.divyabhaskar.co.in |

બિગ બોસમાં વિકેન્ડ કા વાર એપિસોડ બેહદ ખાસ થવા જઈ રહ્યો છે. આ એપિસોડમાં સલમાન એક તરફ જ્યાં ઘરના સભ્યોને ખિજાતો જોવા મળ્યો. તો બીજી બાજુ તેની આંખો પણ ભરાઈ આવી, આ એપિસોડમાં સલમાન નિક્કી તંબોલીની ડ્યૂટી નિભાવતો જોવા મળ્યો, અને શૉમાં સૌથી મોટું અટ્રેક્શન રહ્યું એજાઝ ખાન અને પવિત્રા પૂનિયાની મોહબ્બત-એ-ઈઝહાર.

ફેમિલિ વીકમાં જ્યારે પવિત્રા ઘરમાં ગેસ્ટ તરીકે આવી તો એજાઝે તેને પોતાની ફિલિંગ્સ જણાવી હતી. 45 વર્ષના એજાઝ અને 32 વર્ષની પવિત્રાની લવસ્ટોરી દર્શકોએ ઘણી પસંદ કરી હતી. સોશિયલ મીડિયા પર #PAVIJAZ પણ ટ્રેન્ડ થયુ છે. તો બીજી તરફ અભિનવ-રૂબિના અને અલી-જાસ્મીનની જોડી નોમિનેટ છે. જેમાંથી જાસ્મીનના એવિક્ટ થવા પર સલમાન ખુદ રોઈ પડે છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Pavitra Poonia came home after Aijaz Khan’s statement, Salman Khan cried when he saw his housemates getting emotional in eviction

Source

જાસ્મિન ભસીન શોમાંથી આઉટ? સલમાન ખાન ભાવુક થઈને રડવા લાગ્યો

www.divyabhaskar.co.in |

'બિગ બોસ 14'ની સિઝન TRP લિસ્ટમાં તો ના આવી, પરંતુ સોશિયલ મીડિયામાં આ શોની ઘણી જ ચર્ચા થઈ રહી છે. આ વખતનું એવિક્શન ઘણું જ રસપ્રદ થવાનું છે. આ વખતે શોમાં રૂબીના દિલાઈક, અભિનવ શુક્લા, જાસ્મિન ભસીન તથા અલી ગોની નોમિનેટ થયા હતા. આ ચારમાંથી એક આજે (10 જાન્યુઆરી, રવિવાર) 'બિગ બોસ'ના ઘરને હંમેશાં માટે અલવિદા કહેશે. માનવામાં આવે છે કે આ વખતે શોમાંથી જાસ્મિન ભસીન એવિક્ટ થશે.

જાસ્મિનનું નામ લેતાં સમયે સલમાન રડવા લાગ્યો
સત્તાવાર રીતે જાસ્મિન જ ઘરમાંથી એવિક્ટ થઈ છે, તેવી કોઈ પુષ્ટિ થઈ નથી. જોકે, સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં રૂબીના, અભિનવ, જાસ્મિન તથા અલી એકબીજાનો હાથ પકડીને જોવા મળે છે. આ ચારેયની આંખમાં આંસુ છે. આ દરમિયાન શોનો હોસ્ટ સલમાન ખાન ઘણો જ ઇમોશનલ થઈ જાય છે અને તે રડવા લાગે છે. માનવામાં આવે છે કે જાસ્મિનનું નામ અનાઉન્સ કરતાં સમયે સલમાનની આંખો ભીની થઈ હતી.

આ વીડિયો વાઈરલ થયો
કલર્સ ટીવીએ સોશિયલ મીડિયામાં વીડિયો શૅર કરીને કહ્યું હતું, 'બધાની આંખો ભીની છે, કારણ કે કોઈ એક જોડી એકબીજાને કહેશે અલવિદા.'

અલી ગોની સૌથી વધુ દુઃખી
જાસ્મિનના જવાથી સૌથી મોટો આઘાત અલી ગોનીને લાગશે. તે શોમાં જાસ્મિનને સપોર્ટ કરવા માટે આવ્યો હતો. ફૅમિલી વીકમાં જાસ્મિનના પેરેન્ટ્સે એક્ટ્રેસને પોતાના દમ પર રમવાની સલાહ આપી હતી. આ વાતથી અલી નારાજ થઈ ગયો હતો. તેણે કહ્યું હતું કે હવે તે આ શોમાં રહેવા ઈચ્છતો નથી. તો જાસ્મિને એમ કહ્યું હતું કે જો અલી જતો રહ્યો તો તે વોલેન્ટરી એક્ઝિટ થશે અને પછી ભલે તેને 2 કરોડ રૂપિયા જ કેમ ના ચૂકવવા પડે. તે બેંકમાંથી 2 કરોડની લોન લઈને મેકર્સને દંડની રકમ 2 કરોડ રૂપિયા આપશે.

સોશિયલ મીડિયામાં #BringJasminBhasinBack ટ્રેન્ડ થયું
જાસ્મિન ભસીન શોમાંથી આઉટ થઈ હોવાની ચર્ચા વચ્ચે સોશિયલ મીડિયામાં ચાહકોએ #BringJasminBhasinBack ટ્રેન્ડ કરાવ્યું છે. ચાહકો ઈચ્છે છે કે શોમાં જાસ્મિનને પાછી બોલાવવામાં આવે.

21 ફેબ્રુઆરીએ શોની ગ્રાન્ડ ફિનાલે
મેકર્સ આ સિઝનને એક્સટેન્ડ કરવાના મૂડમાં નથી. TRP ઓછી આવતી હોવાને કારણે મેકર્સ આ શો નક્કી કરેલી તારીખ પર જ પૂરો કરશે. ગઈ સિઝનની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને મેકર્સને આશા હતી કે આ સિઝન પણ TRP ચાર્ટમાં કમાલ બતાવશે. જોકે, એવું થયું નહીં.

પ્લાનિંગ પ્રમાણે, 21 ફેબ્રુઆરી, 2021ના રોજ આ શોની ફિનાલે હશે. શોમાં જ્યારે સ્પર્ધકોએ એન્ટ્રી લીધી ત્યારે આ તારીખ કહેવામાં આવી હતી. જોકે, તે સમયે એક્સટેન્શન અંગે પણ વાત કરવામાં આવી હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


bigg boss 14 Jasmine Bhasin out of the show? Salman Khan got emotional and started crying

Source

ગૌહર ખાન લગ્નનાં બે દિવસ પછી લખનઉ શૂટિંગ માટે રવાના, એરપોર્ટ પર પતિ મૂકવા આવ્યો પરંતુ ફ્લાઈટમાં એક્સ બોયફ્રેન્ડ મળ્યો

www.divyabhaskar.co.in |

25 ડિસેમ્બરે જૈદ દરબાર સાથે લગ્ન કર્યા પછી ગૌહર ખાન રવિવારે એરપોર્ટ દેખાઈ હતી. બે દિવસ પહેલાં જ મેરેજ ર્ક્યા પછી ગૌહરને એરપોર્ટ પર જોઇને લોકોને નવાઈ પણ લાગી હતી. મેરેજ પછી ગૌહરે તરત જ તેના કામ પર ધ્યાન આપવાનું શરુ કર્યું છે અને તેનો પતિ પણ તેનો ફુલ સપોર્ટ કરી રહ્યો છે. ગૌહર લખનઉમાં શૂટિંગ માટે રવાના થઈ ગઈ અને જૈદ તેને એરપોર્ટ સુધી મુકવા આવ્યો હતો.

બંનેએ ડાન્સ કર્યો
ગૌહર અને સંગીતકાર ઈસ્માઈલ દરબારના દીકરા જૈદના નિકાહમાં લિમિટેડ મિત્રો અને ફેમિલી મેમ્બર્સ સામેલ થયા હતા. ક્રિસમસના દિવસે તેઓએ નિકાહ કર્યા. મેરેજમાં અમુક ટીવી સેલિબ્રિટીઝ અને ડિઝાઈનર મનિષ મલ્હોત્રા અને સંજય લીલા ભણસાલી પણ હાજર હતા. સંગીત સેરેમનીમાં જૈદ અને ગૌહરે ડાન્સ પણ કર્યો હતો.

એક્સ બોયફ્રેન્ડ સાથે મુલાકાત
ગૌહર જે ફ્લાઈટમાં હતી તે જ ફ્લાઈટમાં તેનો પૂર્વ પ્રેમી કુશલ ટંડન પણ હતો. કુશલ પોતાના હોમ ટાઉનમાં એક શૂટ માટે જઈ રહ્યો હતો. કુશલે એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેણે મેરેજની શુભકામના આપીને લખ્યું,‘એક હસીન ઇત્તેફાક.’

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


No Time For Honeymoon As New Bride Gauahar Khan Off To Lucknow For Shoot

Source

સલમાન ખાને ફેન્સને મેસેજ આપ્યો, લખ્યું- જન્મદિવસ પર ઘરની બહાર ભીડ ન કરતા, હું ગેલેક્સીમાં નથી, ઘરની બહાર પાટિયું માર્યું

www.divyabhaskar.co.in |

સલમાન ખાન 27 ડિસેમ્બરે 55 વર્ષનો થવા જઈ રહ્યો છે. જોકે, આ વખતે તેના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટ પર કોઈ પ્રકારનું સેલિબ્રેશન નહીં હોય. ખુદ સલમાને તેના ફેન્સને વ્યક્તિગત રૂપે મેસેજ મોકલીને જાણકારી આપી છે અને ઘર બહાર ભીડ ન કરવાની અપીલ કરી છે.

સલમાને લખ્યું, હું ગેલેક્સીમાં નથી
સલમાને તેના મેસેજમાં લખ્યું છે, 'મારા જન્મદિવસ પર ફેન્સનો પ્રેમ અને સ્નેહ વર્ષોથી ખૂબ રહ્યો છે. પણ આ વર્ષે મારો વિનમ્ર આગ્રહ છે કે કોરોના મહામારી અને સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાનમાં રાખીને મારા ઘર બહાર ભીડ ન લગાવતા. માસ્ક પહેરો, સેનિટાઇઝ કરો. સોશિયલ ડિસ્ટન્સ રાખો. આ સમયે હું ગેલેક્સીમાં નથી.'

જન્મદિવસે સલમાન શૂટિંગ કરશે
થોડા દિવસ પહેલાં સ્પોટબોયના રિપોર્ટમાં સલમાનના નજીકના મિત્રના હવાલે લખવામાં આવ્યું હતું કે, 'આવું પહેલીવાર છે, જ્યારે અમે ભાઈના જન્મદિવસ અને નવા વર્ષના અવસરે તેમના ફાર્મહાઉસ પર નથી જઈ રહ્યા.'

મિત્રના હવાલે આગળ લખ્યું હતું, 'મેં અમુક મીડિયા રિપોર્ટ્સમાં જોયું કે સલમાન આ વર્ષે નાનું સેલિબ્રેશન કરશે. પણ, મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી તે પહેલીવાર તેના જન્મદિવસ અને નવા વર્ષ પર તેના જીજુ (આયુષ શર્મા) સાથે ફિલ્મ 'અંતિમ: ધ ફાઇનલ ટ્રુથ'નું શૂટિંગ કરતો હશે. જોકે, આ ફિલ્મના ડિરેક્ટર મહેશ માંજરેકર છે એટલે સેટ પર ભાઈના જન્મદિવસનું કોઈપણ પ્રકારનું સેલિબ્રેશન હોવાનું નક્કી છે.'

પોતાના જન્મદિવસે લોકોને એકઠા ન થવાની અપીલ કરતું પોસ્ટર પણ સલમાનના રહેઠાણ એવા ગેલેક્સી અપાર્ટમેન્ટની બહાર લગાવવામાં આવ્યું છે

મહેશ માંજરેકર ખાસ મિત્રોમાં સામેલ
મહેશ માંજરેકર ન માત્ર સલમાન અને આયુષ સ્ટારર ફિલ્મ 'અંતિમ'ના ડિરેક્ટર છે પણ તે સલમાનના ક્લોઝ ફ્રેન્ડ્સમાં સામેલ છે. સલમાને મહેશની દીકરી સઈ માંજરેકરને તેની ફિલ્મ 'દબંગ 3'માં કાસ્ટ કરી હતી. રિપોર્ટ તો એવા પણ છે કે સઈ માંજરેકર 'અંતિમ' ફિલ્મમાં પણ મહત્ત્વના રોલમાં છે. જોકે, ખુદ મહેશે આ વાતને નકારી દીધી છે.

છેલ્લે સલમાન 'દબંગ 3'માં દેખાયો હતો
સલમાન ખાન છેલ્લે 'દબંગ 3'માં દેખાયો હતો, જે 20 ડિસેમ્બર, 2019ના રોજ રિલીઝ થઇ હતી. 2020માં ઈદના દિવસે તેની ફિલ્મ 'રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ' રિલીઝ થવાની હતી. કોરોના મહામારીને કારણે અને લોકડાઉનને કારણે તે શક્ય ન બન્યું. હવે આ ફિલ્મ 2021માં રિલીઝ થશે. 'રાધે' અને 'અંતિમ' સિવાય સલમાન 2021માં 'પઠાન' અને 'લાલ સિંહ ચઢ્ઢા'માં કેમિયો પણ કરશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Salman Khan Requested To His Fans Please Do Not Crowd Outside The House On My Birthday

Source

સ્ટડી માટે ન્યૂયોર્ક પહોંચેલી સુહાના ખાને કોલેજનો ફોટો શેર કર્યો, કમેન્ટ બોક્સ લોક કર્યું

www.divyabhaskar.co.in |

શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન મુંબઈમાં તેની ફેમિલી સાથે ઘણો સમય પસાર કર્યા બાદ સ્ટડી માટે ન્યૂયોર્ક પરત ફરી છે. તેણે સોશિયલ મીડિયા પર લાઈબ્રેરીનો ફોટો શેર કરી લખ્યું, 'આ ક્યૂટ હતું.' તેણે સામાન્ય યુઝર્સ માટે તેનું કમેન્ટ બોક્સ લોક કરી દીધું છે.

સુહાનાના દોઢ મિલિયન ફોલોઅર્સ
સુહાના સોશિયલ મીડિયા પર ઘણીવારે તેના મિત્રો સાથેના ફોટો શેર કરતી રહે છે. સ્ટડીને કારણે સુહાના લાંબા સમયથી દેશની બહાર જ છે અને તેના મિત્રો પણ મોટેભાગે બહારના જ છે. પોતાના સ્ટાઈલિશ લુક્સને લઈને તે ઘણીવાર ચર્ચામાં આવતી રહે છે. તેનો આ અંદાજ તેના ફેન્સને પણ ઘણો પસંદ છે. સોશિયલ મીડિયા પર સુહાનાના અંદાજે દોઢ મિલિયન ફોલોઅર્સ છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Suhana Khan Returns To New York To Study, Share Library Photo On Social Media

Source

વર્ષ 2020માં 10 વાર શર્ટલેસ દેખાયા સલમાન ખાન

gujarati.oneindia.com |
બોલિવૂડના ‘દબંગ’ એટલે કે સલમાન ખાન હાલમાં તેની આગામી ફિલ્મ ‘અંતિમ’ અંગે ચર્ચામાં છે, તાજેતરમાં જ તેણે ફિલ્મનો ફર્સ્ટ લુક શેર કર્યો છે, જેમાં તે તેના જીજાજી આયુષ શર્મા સાથે જોવા મળી રહ્યો છે. ફર્સ્ટ લુકની તસવીરમાં સલમાન ખાન ‘શર્ટલેસ’ છે,

Source

મૌલાના અનસ સાથે લગ્ન કર્યા બાદ સના ખાને કહ્યું, અચાનક જ આ નિર્ણય નહોતો લીધો, તેમને મેળવવા વર્ષોથી પ્રાર્થના કરતી હતી

www.divyabhaskar.co.in |

લગ્નના એક મહિના બાદ સના ખાને કહ્યું હતું કે તેણે આખરે અનસ સઈદ સાથે નિકાહ કેમ કર્યાં. લગ્નના એક મહિના પહેલાં સનાએ ગ્લેમર વર્લ્ડ છોડવાની જાહેરાત કરી હતી. સનાએ કહ્યું હતું કે આ એક રાતમાં લેવાયેલો નિર્ણય નથી પરંતુ તેણે સઈદ જેવા વ્યક્તિને મેળવવા માટે વર્ષોથી પ્રાર્થના કરી હતી.

લગ્ન પર સનાએ શું કહ્યું?
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં સનાએ કહ્યું હતું, 'અનસમાં સૌથી સારી વાત એ લાગી કે એ શરીફ છે અને તેમનામાં હયા છે. તે જજમેન્ટલ નથી. તેમણે મને કહ્યું હતું, 'જો કોઈ વસ્તુ ગટરમાં પડી ગઈ હોય તો તેના પર તમે 10 ડોલ પાણી નાખો તો પણ તે સાફ થતી નથી, પરંતુ તમે તે વસ્તુને ગટરમાંથી બહાર કાઢીને એક ગ્લાસ પાણી નાખશો તો તે સાફ થઈ જશે.' આ વાતની મારા પર ઊંડી અસર થઈ હતી.'

ઈન્ડસ્ટ્રી અંગે કહ્યું, હું ખોટા ફીલ્ડમાં હતી
શો-બિઝ છોડવા અંગે સનાએ કહ્યું હતું કે ગ્લેમર તથા પ્રસિદ્ધિએ તેને આંધળી કરી દીધી હતી અને તેને ખ્યાલ જ ના આવ્યો કે તે ખોટા ફીલ્ડમાં હતી. સનાએ કહ્યું હતું કે તેને અનેક લોકોએ સવાલ કર્યો હતો કે તેને આ વાત સમજવામાં આટલો સમય કેમ લાગ્યો.

સનાએ આ વાતનો જવાબ આપતા કહ્યું હતું, 'ઘણી બાબતો તમને તરત જ રિયલાઈઝ થતી નતી. તમને ગ્લેમર અને નામ મળી જાય છે તો તમને કંઈ દેખાતું નથી. તમે નિર્ણય લઈ શકતા નથી. મારા માટે તો આ ઘર ચલાવવાનો સવાલ હતો. મારા પરિવારમાં હું એકમાત્ર કમાનાર હતી. લૉકડાઉનમાં મને આ વાત સમજાઈ અને મેં આ પગલું ઊઠાવ્યું. હું જે કામ કરતી હતી તે મારું નહોતું. મને ઈન્ડસ્ટ્રીએ જે આપ્યું તેના માટે હું હંમેશાં આભારી રહીશ, પરંતુ મને એ વાતનો અહેસાસ થયો કે હું આ માટે નહોતી.'

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


After marrying Maulana Anas, Sana Khan said, “Suddenly this decision was not made, she had been praying for years to get him.

Source

આ વર્ષે જન્મદિવસ નહીં મનાવે સલમાન ખાન, નવા વર્ષે પણ ફિલ્મ 'અંતિમ'નું શૂટિંગ કરતો હશે

www.divyabhaskar.co.in |

સલમાન ખાન 27 ડિસેમ્બરે 55 વર્ષનો થઇ જશે. જોકે, એક રિપોર્ટ અનુસાર તે આ વર્ષે તેનો જન્મદિવસ નહીં મનાવે. આ રિપોર્ટમાં સલમાનના નજીકના મિત્રના હવાલે લખવામાં આવ્યું છે, 'આવું પહેલીવાર છે, જ્યારે અમે ભાઈના જન્મદિવસ અને નવા વર્ષના અવસરે તેમના ફાર્મહાઉસ પર નથી જઈ રહ્યા.'

જન્મદિવસ અને નવા વર્ષે સલમાન શૂટિંગ કરશે
સ્પોટબોયના આ જ રિપોર્ટમાં મિત્રના હવાલે આગળ લખ્યું છે, 'મેં અમુક મીડિયા રિપોર્ટ્સમાં જોયું કે સલમાન આ વર્ષે નાનું સેલિબ્રેશન કરશે. પણ, મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી તે પહેલીવાર તેના જન્મદિવસ અને નવા વર્ષ પર તેના જીજુ (આયુષ શર્મા) સાથે ફિલ્મ 'અંતિમ: ધ ફાઇનલ ટ્રુથ'નું શૂટિંગ કરતો હશે. જોકે, આ ફિલ્મના ડિરેક્ટર મહેશ માંજરેકર છે એટલે સેટ પર ભાઈના જન્મદિવસનું કોઈપણ પ્રકારનું સેલિબ્રેશન હોવાનું નક્કી છે.'

મહેશ માંજરેકર ખાસ મિત્રોમાં સામેલ
મહેશ માંજરેકર ન માત્ર સલમાન અને આયુષ સ્ટારર ફિલ્મ 'અંતિમ'ના ડિરેક્ટર છે પણ તે સલમાનના ક્લોઝ ફ્રેન્ડ્સમાં સામેલ છે. સલમાને મહેશની દીકરી સઈ માંજરેકરને તેની ફિલ્મ 'દબંગ 3'માં કાસ્ટ કરી હતી. રિપોર્ટ તો એવા પણ છે કે સઈ માંજરેકર 'અંતિમ' ફિલ્મમાં પણ મહત્ત્વના રોલમાં છે. જોકે, ખુદ મહેશે આ વાતને નકારી દીધી છે.

છેલ્લે સલમાન 'દબંગ 3'માં દેખાયો હતો
સલમાન ખાન છેલ્લે 'દબંગ 3'માં દેખાયો હતો, જે 20 ડિસેમ્બર, 2019ના રોજ રિલીઝ થઇ હતી. 2020માં ઈદના દિવસે તેની ફિલ્મ 'રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ' રિલીઝ થવાની હતી. કોરોના મહામારીને કારણે અને લોકડાઉનને કારણે તે શક્ય ન બન્યું. હવે આ ફિલ્મ 2021માં રિલીઝ થશે. 'રાધે' અને 'અંતિમ' સિવાય સલમાન 2021માં 'પઠાન' અને 'લાલ સિંહ ચઢ્ઢા'માં કેમિયો પણ કરશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Salman Khan Will Not Celebrate His Birthday At Farmhouse This Year

Source

ઈરફાન ખાન, એશ્વર્યા રાયથી લઈને ઓમ પુરી સુધી, આ બોલિવૂડ સ્ટાર્સ હોલિવૂડ ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવી છે

www.divyabhaskar.co.in |

બોલિવૂડમાં ઘણી સારી ફિલ્મો આપનાર એક્ટર્સમાંથી એવા લોકો પમ છે જેઓ પોતાના પર્ફોર્મન્સના કારણે હવે ગ્લોબલ સ્ટાર બની ગયા છે. તેમાંથી કેટલાક સ્ટાર્સ બોલિવૂડ સુધી મર્યાદિત છે તો કેટલાક હોલિવૂડમાં પણ પોતાની છાપ છોડી રહ્યા છે. જાણો બોલિવૂડના કયા એક્ટર્સે હોલિવૂડ ફિલ્મોમાં અભિનય કર્યો છે-

ડિમ્પલ કાપડિયા- 80ના દાયકાની લોકપ્રિય અભિનેત્રી ડિમ્પલ કાપડિયાએ ફિલ્ટ 'ટેનેટ'માં મુખ્ય ભૂમિકા નિભાવીને હોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મના ડાયરેક્ટર ક્રિસ્ટોફર નોલન હતા, જેમને ઈન્ડિયામાં પણ શૂટિંગ કર્યું છે. ફિલ્મ 4 ડિસેમ્બરે રિલીઝ થઈ છે.

ઈરફાન ખાન- બોલિવૂડના સૌથી લોકપ્રિય એક્ટરમાંથી એક સ્વર્ગસ્થ ઈરફાન ખાન ઘણી હોલિવૂડ ફિલ્મોમાં જોવા મળ્યા છે. એક્ટર 'લાઈફ ઓફ પાઈ' (2012), 'જુરાસિક પાર્ક' , ન્યૂયોર્ક, 'આઈ લવ યુ', 'એ માઈટી હાર્ટ' અને 'ધ અમેઝિંગ સ્પાઈડર મેન'માં જોવા મળ્યા છે.

ઓમપુરી- બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઓમપુરીએ હોલિવૂડમાં પણ શ્રેષ્ઠ અભિનયથી પોતાનું સ્થાન બનાવ્યું છે. એક્ટર ફિલ્મ 'માય સન ધ ફેનેટિક', 'ઈસ્ટ ઈઝ ઈસ્ટ', 'સિટી ઓફ જોય', 'વોલ્ટ', 'સિટી ઓફ ધ ડાર્કનેસ' અને 'ચાર્લી વિલ્સન્સ વૉર' જેવી ફિલ્મોમાં જોવા મળ્યા છે.

અમરીશ પુરી- બોલિવૂડના સૌથી પોપ્યુલર વિલનમાંથી એક અમરીશ પુરીએ હોલિવૂડમાં પોતાની અભિનયથી દર્શકોને ઘણા પ્રભાવિત કર્યા. એક્ટર 1984માં રિલીઝ થયેલી હોલિવૂડ ફિલ્મ ઈન્ડિયાના 'જોન્સ એન્ડ ધ ટેમ્પલ ઓફ ડૂમ'માં જોવા મળ્યા છે. આ ફિલ્મમાં અમરીશે નેગેટિવ રોલ કર્યો હતો.

નસીરુદ્દીન શાહ- બોલિવૂડના સિનિયર એક્ટર નસીરુદ્દીન શાહે ઘણી હોલિવૂડ ફિલ્મોનો ભાગ રહ્યા છે તેમણે 'ધ લીગ ઓફ એક્સ્ટ્રા ઓર્ડિનરી જેન્ટલમેન' , 'ધ મોનસૂન વેડિંગ' અને 'ધ ગ્રેટ ન્યૂ વન્ડરફૂલ' જેવી ઈન્ટરનેશન ફિલ્મોમાં અભિનય કર્યો છે.અભિનેતાને બોલિવૂડમાં યોગદાન આપવા બદલ પદ્મ શ્રી અને પદ્મ ભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.

એશ્વર્યા રાય બચ્ચન- મિસ વર્લ્ડ રહી ચૂકેલી એશ્વર્યા રાય બચ્ચન ઘણા વર્ષોથી બોલિવૂડમાં બ્લોકબસ્ટર હિટ ફિલ્મો આપી રહી છે. માત્ર બોલિવૂડમાં જ નહીં પરંતુ અભિનેત્રીએ હોલિવૂડમાં પણ 'પ્રોવોક્ડ-એ ટ્રૂ સ્ટોરી', 'બ્રાઈડ એન્ડ પ્રેજ્યુડાઈસ', 'મિસ્ટ્રેસ ઓફ સ્પાઈસિજ', 'પિંક પેંથર 2' અને 'ધ લાસ્ટ લીજન' ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

અનુપમ ખેર- હિન્દી ફિલ્મોમાં સૌથી વર્સેટાઈલ એક્સટર્સમાંથી એક અનુપમ ખેરે બોલિલૂડની સાથે 'બેન્ડ ઈટ લાઈક બેકહમ', 'સિલ્વર લાઈનિંગ પ્લેબુક' , 'બ્રાઈડ એન્ડ પ્રેજ્યુડાઈસ' અને 'સ્પીડી સિંહ' જેવી ઘણી સારી હોલિવૂ઼ડ ફિલ્મોમાં કામ કર્યું છે.

મલ્લિકા શેરાવત- અભિનેત્રી હોલિવૂડ ફિલ્મ ઉપરાંત 'ધ મિથ' અને 'પોલિટિક્સ ઓફ લવ' જેવી ઘણી ઈન્ટરનેશનલ ફિલ્મોમાં જોવા મળી છે. તેમણે વર્ષ 2009માં કરિયર એચિવમેન્ટ અને ચેરીટેબલ એફર્ટ માટે લોસ એન્જેલસનો હોનર સિટિઝનશિપ એવોર્ડ પણ મળ્યો છે.

દીપિકા પાદુકોણ – બોલિવૂડની સૌથી વધારે કમાણી કરનારી અભિનેત્રીઓમાંથી એક દીપિકા પાદુકોણને વર્ષ 2017માં હોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. એક્ટ્રેસ 'ત્રિપલ એક્સઃરિટર્ન ઓફ જેન્ડર કેજ'માં વિન ડીઝલની સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી. આ ફિલ્મે 345 મિલિયન ડોલરની વર્લ્ડ વાઈડ કમાણી કરી હતી. ત્યારબાદ દીપિકા એક ગ્લોબલ સ્ટાર બની ગઈ છે.

પ્રિયંકા ચોપરા- મિસ વર્લ્ડ પ્રિયંકા ચોપરાએ વર્ષ 2017માં ફિલ્મ બેવૉચખી હોલિવૂડમાં પોતાનું ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ એક્ટ્રેસ 2019માં 'એજન્ટ ઈટ રોમાન્ટિક'માં જોવા મળી છે. ડેબ્યૂ બાદ એક્ટ્રેલ ટીવી સિરીઝ 'ક્વાંટિકો'માં લીડ રોલ કરતી જોવા મળી હતી. આ સિરીઝ માટે એક્ટ્રેસને બે પીપલ્સ ચોઈસ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે.

તબ્બુ- એક્ટ્રેસ વર્ષ 2012માં આવેલી ફિલ્મ 'લાઈફ ઓફ પાઈ'માં જોવા મળી છે. આ ફિલ્મને વર્લ્ડવાઈડ ઘણી લોકપ્રિયતા મળી હતી. તે ઉપરાંત એક્ટ્રેસ 'નેમ-સેક' ફિલ્મનો પણ ભાગ રહી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


From Irrfan Khan, Aishwarya Rai to Om Puri, these Bollywood stars

Source

Pics: આમિર ખાનની દીકરી ઈરા ખાને બાથટબમાં બતાવ્યો જલવો, શેર કર્યો બિકિની ફોટો

gujarati.oneindia.com |
મુંબઈઃ આમિર ખાનની દીકરી ઈર ખાન હંમેશાથી પોતાના બોલ્ડ બિકિની લુક માટે ચર્ચામાં રહે છે. આ વખતે પણ તેનો નવો લુક સામે આવ્યો છે. જ્યાં તે પુલ સાઈડમાં બેસીને આરા કરતી દેખાઈ રહી છે. થોડા દિવસ પહેલા મીડિયા રિપોર્ટ્સમાં આ વાત

Source

error:
Scroll to Top