કહય

મુકેશ છાબરાએ કહ્યું, 'સ્કેમ 1992'માં પ્રતીક ગાંધીની સફળતાએ બતાવી દીધું કે પૂરી ગેમ ટેલેન્ટની, નાના-મોટા સ્ટાર હોવાની નહીં'

www.divyabhaskar.co.in |

બોલિવૂડ માટે આ વર્ષ ઘણું જ મુશ્કેલભર્યું રહ્યું છે. કોરોનાને કારણે લૉકડાઉન આવ્યું અને તેથી ઘણી ફિલ્મ રિલીઝ થઈ શકી નહીં. આ સાથે જ સુશાંત સિંહ રાજપૂતનું મોત થતાં બોલિવૂડ જ નહીં ચાહકોને પણ આઘાત લાગ્યો હતો. બોલિવૂડના જાણીતા કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાએ વર્ષ 2020ને ઘણું જ પડકારજનક ગણાવ્યું હતું. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં તેમણે અનેક મુદ્દાઓ પર દિલ ખોલીને વાત કરી હતી.

'સ્કેમ 1992'માં હર્ષદ મહેતાના રોલમાં પ્રતીક ગાંધીનું નામ કેવી રીતે યાદ આવ્યું? આ સિરીઝ માટે કાસ્ટિંગ કેટલું મુશ્કેલ હતું?
મેં પહેલાં પણ પ્રતીકનું કામ જોયું હતું. તેણે 'લવયાત્રી'માં નાનકડો રોલ પ્લે કર્યો હતો. આ ઉપરાંત મેં તેની ઘણી ગુજરાતી ફિલ્મ જોઈ હતી. જ્યારે હંસલ મહેતાએ હર્ષદ મહેતાના રોલ માટે કોઈને કાસ્ટ કરવાની મારી સલાહ માગી તો મેં તરત જ પ્રતીક ગાંધીનું નામ આપ્યું હતું. પ્રતીક તેમને ગમી ગયો અને એ રીતે તે હર્ષદ મહેતા બની ગયો. એ જોઈને આનંદ તયો કે તેને હવે દેશના દરેક લોકો ઓળખવા લાગ્યા છે. તે સારો એક્ટર છે. મને ખ્યાલ હતો કે તે રોલ માટે પર્ફેક્ટ છે. આનાથી એ વાત સ્પષ્ટ થઈ કે પૂરી ગેમ ટેલેન્ટની છે, નહીં કે નાના કે મોટા સ્ટારની.

વર્ષ 2020ને કેવી રીતે યાદ રાખશો?
આપણાં બધા માટે આ વર્ષ ઘણું જ મુશ્કેલ રહ્યું છે. મારા માટે તો ખાસ. સુશાંતના મોતથી મને અંગત રીતે ઘણો જ આઘાત લાગ્યો છે. આ દરમિયાન મારે 'દિલ બેચારા' રિલીઝ કરવી પડી. આ વર્ષે એ વાત શીખવા મળી કે આપણે કોઈ પણ બાબતને હળવાશથી લેવી જોઈએ નહીં. નેગેટિવિટી ફેલાવી નહીં અને બધા લોકોની સાથે સારી રીતે વાત કરો.

કોરોના લૉકડાઉન પછી કામ કરવાની પદ્ધિતમાં શું ફેરફાર આવ્યા?
ફેરફાર તો બહુ જ આવ્યા પરંતુ અમારું કામ અટવાયું નહીં પરંતુ વધી ગયું. અમે હવે ઓનલાઈન ઓડિશન વધુને વધુ લઈએ છીએ. કોરોનાકાળમાં અનેક લોકોના ઓડિશન થયા અને તેમને કામ મળ્યું. હવે દેશના ગમે તે ખૂણામાં રહેતી વ્યક્તિ અમને ઓડિશન મોકલી શકે છે. પહેલાં ઓડિશન માટે મુંબઈ આવવું પડતું અને કલાકો સુધી રાહ જોવી પડતી હતી. પૈસા પણ ખાસ્સા એવા ખર્ચ કરવા પડતા. જોકે, હવે એવું નથી. હું દિલ્હી-મુંબઈ ઉપરાંત અન્ય શહેરમાં પણ મારી ઓફિસ ખોલી રહ્યો છું, જેથી વધુને વધુ લોકોને કામ અપાવી શકું. હવે તો મારી ટીમના ઘણાં મેમ્બર્સ બીજા શહેરમાં રહીને વર્ક ફ્રોમ હોમ કરે છે. અમે ભવિષ્યમાં પણ ઓનલાઈન કામને પ્રોત્સાહન આપીશું.

પહેલાં ફિલ્મના કાસ્ટિંગ પર આટલી વાત થતી નહોતી, તમારા આવ્યા બાદ આ વિચાર બદલાયો અને હવે પૂછવામાં આવે છે કે કાસ્ટિંગ કોણે કર્યું? આ ફેરફારને કેવી રીતે જુઓ છો?
હું નસીબદાર છું કે આ ફેરફાર લાવવામાં સફળ રહ્યો. ભવિષ્યમાં પણ એવું જ કામ કરીશ, જેથી ટેલેન્ટેડ લોકોને દર્શકોની સામે લાવી શકું.

'દિલ્હી ક્રાઈમ' બહુ જ સેન્સિટિવ સબ્જેક્ટ પર હતી, કાસ્ટિંગ સમયે લીડ રોલમાં શૈફાલી શાહને કેવી રીતે પસંદ કરી?
કાસ્ટિંગ ડિરેક્ટર્સની મેમરી બહુ જ શાર્પ હોય છે. વર્ષો પહેલાં મેં શૈફાલીજીનું કામ જોયું હતું, આથી જ્યારે 'દિલ્હી ક્રાઈમ'ની કાસ્ટિંગની વાત આવી તો મારી આંખોમાં તેમનો જ ચહેરો આવી ગયો.

તમે કાસ્ટિંગ ડિરેક્ટરની સાથે ડિરેક્ટર તથા એક્ટર પણ છો, ભવિષ્યમાં કઈ ફિલ્મમાં ડિરેક્શન તથા એક્ટિંગ કરતાં જોવા મળશો?
'દિલ બેચારા' પછી હાલમાં તો મેં ડિરેક્શન કે એક્ટિંગ અંગે કંઈ જ વિચાર્યું નથી. કાસ્ટિંગમાં બહુ જ બિઝી છું તો આના પર જ ફોકસ છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


bollywood casting director mukesh chhabra interview

Source

28 વર્ષની નોરા ફતેહીને 4 વર્ષના તૈમુર અલી ખાનને પરણવું છે, કહ્યું, ‘મને રાહ જોવામાં વાંધો નથી’

www.divyabhaskar.co.in |

અભિનેત્રી અને ડાન્સર નોરા ફતેહી કરીના કપૂર અને સૈફ અલી ખાનના દીકરા તૈમુર સાથે લગ્ન કરવા માગે છે. તેણે તાજેતરમાં જ કરીના કપૂરના રેડિયો શો 'વોટ્સ વુમન વોન્ટ'માં આ ઈચ્છા વ્યક્ત કરી. શો દરમિયાન જ્યારે કરીનાએ કહ્યું કે તે અને સૈફ તેના ડાન્સ મૂવ્સને ઘણા પસંદ કરે છે તો તેણે તેનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું, મને આશા છે કે જલ્દી તૈમુર મોટો થઈ જશે તો હું મારી અને તેની સગાઈ અથવા લગ્ન વિશે વિચારી શકું છું.

કરીના કહ્યું- તે અત્યારે 4 વર્ષનો છે
28 વર્ષની નોરાની વાત સાંભળ્યા બાદ કરીના હસી પડી. તેણે જવાબમાં કહ્યું, ‘અત્યારે તે ચાર જ વર્ષનો છે. મને લાગે છે કે તારે ઘણી લાંબી રાહ જોવી પડશે.’ 20 ડિસેમ્બર 2016ના રોજ જન્મેલા તૈમુરે ગત મહિને જ પોતાનો ચોથો જન્મદિવસ મનાવ્યો છે. ત્યારે કરીનાએ દીકરાને હાર્ડવર્કિંગ બોય જણાવતાં સોશિયલ મીડિયા પર ઈમોશનલ મેસેજમાં લખ્યું હતું, જિંદગીમાં તે બધું કરવું, જે તારા ચહેરા પર સ્મિત લાવે. તારી માતા કરતા વધારે પ્રેમ તને કોઈ કરી નહીં કરી શકે.

નોરા ફતેહીએ 2014માં બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી
નોરા મૂળ ક્યુબેક સિટી, કેનેડાની રહેવાસી છે. તેણે 2014માં રિલીઝ થયેલી ફિલ્મ 'રોર'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેણે કેટલીક હિન્દી અને સાઉથ ઈન્ડિયન ફિલ્મોમાં સ્પેશિયલ અપિરયન્સ આપ્યું, જેમાં 'બાહુબલીઃ ધ બિગનિંગ' પણ સામેલ છે. ફિલ્મના આઈટમ નંબર 'મનોહારી'માં તે જોવા મળી હતી. જો કે, નોરાને અસલી ઓળખ રિયાલિટી શો 'બિગ બોસ 9' માં એક કન્ટેસ્ટન્ટ તરીકે સામેલ થયા બાદ મળી હતી.

'ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા'માં જોવા મળશે નોરા
નોરા ફતેહી છેલ્લે 'સ્ટ્રીટ ડાન્સ 3D'માં જોવા મળી હતી. રેમો ડિસૂઝાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં વરુણ ધવન અને શ્રદ્ધા કપૂર પણ મુખ્ય ભૂમિકામાં હતાં. નોરાએ ન માત્ર આ ફિલ્મમાં એક્ટ્રેસ તરીકે કામ કર્યું હતું પરંતુ ફિલ્મના ગીત 'ગર્મી'માં તેના જબરદસ્ત ડાન્સની પણ પ્રશંસા થઈ હતી. તે અજય દેવગન સ્ટારર 'ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા'માં પણ જોવા મળશે, જે આ વર્ષે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Nora Fatehi, 28, expressed her desire to marry Taimur Ali Khan, to which Kareena replied – she is now 4 years old.

Source

'ભાભીજી ઘર પર હૈ'માં નેહા પેંડસેએ સૌમ્યા ટંડનને રિપ્લેસ કરી, કહ્યું- અફવાઓને કારણે મને આ શો મળ્યો

www.divyabhaskar.co.in |

પાંચ મહિના પછી સિરિયલ 'ભાભીજી ઘર પર હૈ'ના મેકર્સને ગોરી મેમ એટલે કે અનીતાભાભી મળી ગઈ છે. હવે આ શોમાં નેહા પેંડસે આ રોલ પ્લે કરતી જોવા મળશે. આ પહેલાં સૌમ્યા ટંડન આ રોલ પ્લે કરતી હતી. સૌમ્યાએ અંગત કારણોસર શો છોડી દીધો હતો. હાલમાં જ નેહાએ દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત કરી હતી. તેણે કહ્યું હતું કે તેના નામની ચર્ચાને કારણે મેકર્સે પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો અને તેને આ લોકપ્રિય પાત્ર ભજવવાની તક મળી.

મારા નામની અફવાને કારણે મને આ શો મળ્યો
નેહાએ કહ્યું હતું, 'પ્રોડ્યૂસર બેનિફર કોહલી અને હું ઘણાં જૂના મિત્રો છીએ. તેણે એકવાર અનીતાભાભીના પાત્રની વાત કરી હતી. તે સમયે મને આ શોમાં લેવાની કોઈ વાત થઈ નહોતી અને મને પણ આ રોલ ભજવવામાં કોઈ રસ નહોતો. જોકે, મારા નામની ઘણી જ ચર્ચા થવા લાગી હતી. દરેક જગ્યાએ એવું લખાતું કે હું સૌમ્યાને રિપ્લેસ કરું છું. તે અફવાનો પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો અને મને બેનિફરે આ રોલ ઓફર કર્યો. મને પણ રોલ ગમ્યો અને મેં તરત જ હા પાડી દીધી.'

સૌમ્યા સાથે તુલના થાય તો પણ હું આના માટે તૈયાર છું.
'સૌમ્યા છેલ્લાં પાંચ વર્ષથી આ પાત્ર ભજવતી હતી. આવામાં દર્શકો તુલના કરે તે સ્વાભાવિક છે. જ્યારે તમારા વિશે કોઈ ખરાબ બોલે તો તમને ખોટું લાગે છે. હું મેન્ટલી સ્ટ્રોંગ રહીને આગળ વધીશ. જો તુલના થાય છે તો હું આના માટે પણ તૈયાર છું.'

ત્રણ વર્ષ પહેલાં બૉડી શેમિંગનો શિકાર થઈ હતી
ત્રણ વર્ષ પહેલાં નેહા પોતાના વધેલા વજનને કારણે બૉડી શેમિંગનો શિકાર બની હતી. તેણે કહ્યું હતું, 'ત્રણ વર્ષ પહેલાં મારી સાથે જે થયું ત્યારથી લઈ અત્યાર સુધી લોકોની વચ્ચે ઘણી જ અવેરનેસ આવી ગઈ છે. તે સમયે હોર્મોનલ ચેન્જીસને કારણે મારું વજન વધી ગયું હતું. હવે મારું વજન નોર્મલ છે. મને ખબર નથી પડતી કે લોકોને બીજાની બૉડી અંગે કમેન્ટ કરવાનો હક આખરે કોણે આપ્યો. જોકે, હવે ઘણું પરિવર્તન આવ્યું છે. લોકો હવે 'પર્ફેક્શન'ની વ્યાખ્યા યોગ્ય રીતે સમજી ગયા છે. હવે દરેક પ્રકારની બૉડીનું સ્વાગત કરવામાં આવે છે.' ઉલ્લેખનીય છે કે નેહા છેલ્લે 'બિગ બોસ'ની બારમી સિઝનમાં જોવા મળી હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


In Bhabiji Ghar Par Hain Neha Pendse replaces Soumya Tandon, saying- I got this show due to rumors

Source

ગુસ્સામાં સલમાન ખાને જાતે રાખી સાવંતની પથારી સાફ કરી, સ્પર્ધકોને શરમમાં મૂકીને કહ્યું- કોઈ કામ નાનું નથી હોતું

www.divyabhaskar.co.in |

કન્ટ્રોવર્સી રિયાલિટી શો 'બિગ બોસ 14' વીકેન્ડના એપિસોડ્સમાં ઘણા પ્રકારના ટ્વિસ્ટ જોવા મળે છે. તે ઉપરાંત જોવા મળે છે કે હોસ્ટ સલમાન ખાનનો ગુસ્સો, જેને તેઓ કન્ટેસ્ટન્ટ્સને તેમની ભૂલો અને અસભ્ય વર્તન પર ઉતારે છે. પરંતુ શોના ઈતિહાસમાં પહેલી વખત એવું જોવા મળ્યું, જ્યારે સલમાને ગુસ્સામાં ઘરની અંદર જઈને કોઈ કન્ટેસ્ટન્ટ માટે તેની પથારી સાફ કરી હોય.

નિક્કી તંબોલી પર આવ્યો ગુસ્સો
શોનો એક પ્રોમો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. તેમાં એજાઝ ખાન સલમાને કહે છે કે નિક્કી તંબોલીએ રાખી સાવંતની પથારી કરવાની ના પાડી દીધી હતી. જ્યારે સલમાને નિક્કીને તેનું કારણ પૂછ્યું તો તે કહે છે કે, "સર મારે નથી કરવી." તેના જવાબમાં સલમાન કહે છે કે, "તમારે નથી કરવી તો કોઈ વાંધો નથી. થોભો, હું હમણાં જ આવું છું."

ત્યારબાદ સલમાન ઘરની અંદર જાય છે અને રાખી સાવંતની વસ્તુ ઉઠાવીને ગોઠવે છે. એલી ગોની તેને અટકાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ સલમાન નથી માનતો. ત્યારબાદ તે રાખીની પથારી કરવા લાગે છે. તેના પર રાખી કહે છે કે, "સર તમે ના કરશો." સલમાને તેની અવગણના કરી અને તમામ ઘરના સભ્યોને શરમમાં મૂકતા કહે છે કે "કોઈ કામ નાનું નથી હોતું."

સપ્તાહ ફેમિલી વીક રહ્યું
બિગ બોસમાં ગત સપ્તાહ ફેમિલી વીક હતું. આ દરમિયાન રાખી સાવંત, નિક્કી તંબોલી, અભિનવ શુક્લા, રુબીના દિલાઈક, જેસમિન ભસીન, એજાઝ ખાન અને અન્ય કન્ટેસ્ટન્ટ્સે પોતાના પ્રિયજનો સાથે મુલાકાત કરી હતી અને ઈમોશનલ થઈ ગયા હતા. હવે એ જોવાનું છે કે શોમાં આગળ શું ટ્વિસ્ટ આવશે.

21 ફેબ્રુઆરીએ ફિનાલે યોજાશે
પ્લાનિંગ પ્રમાણે, 21 ફેબ્રુઆરી, 2021ના રોજ આ શોની ફિનાલે હશે. શોમાં જ્યારે સ્પર્ધકોએ એન્ટ્રી લીધી ત્યારે આ તારીખ કહેવામાં આવી હતી. જોકે, તે સમયે એક્સટેન્શન અંગે પણ વાત કરવામાં આવી હતી. જોકે, હવે એવો કોઈ પ્લાન નથી. આગામી અઠવાડિયાને રસપ્રદ બનાવવા માટે હજી વાઈલ્ડ કાર્ડથી સ્પર્ધકોને 'બિગ બોસ'માં એન્ટ્રી આપવામાં આવશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


In anger, Salman Khan kept himself and cleaned Sawant’s bed, embarrassing the contestants and saying – no job is small

Source

કંગનાએ કહ્યું, ઈસ્લામિક દેશો અને ચીની પ્રોપેગેંડાએ તમને પૂરી રીતે ખરીદી લીધા છે

www.divyabhaskar.co.in |

કંગનાએ હાલમાં જ પોતાની લેટેસ્ટ પોસ્ટમાં ટ્વિટર પર આક્રોશ વ્યક્ત કર્યો છે. તેણે માઈક્રોબ્લોગિંગ સાઈટને મુસ્લિમ દેશો તથા ચીની પ્રોપેગેંડાના હાથમાં વેચાઈ ગયેલું કહ્યું હતું. ટ્વિટરના હેડ જેક ડોરસીની 2015ની એક ટ્વીટ વાઈરલ થઈ છે, તેમાં લખ્યું હતું કે 'ટ્વિટર અભિવ્યક્તિની આઝાદી માટે ઊભું છે. અમે સત્તામાં સત્ય બોલવા માટે છીએ. અમે વાતચીતને સશક્ત બનાવવા માટે ઊભા છીએ.' જોકે, હાલના ઘટનાક્રમને જોતાં કંગનાને આ ટ્વીટ ગમી નહોતી.

તમે માત્ર પોતાની લાલચના ગુલામઃ કંગના
જેક ડોરસીની પોસ્ટ પર કંગનાએ કહ્યું હતું, 'ના, તમે ઊભા નથી. મુસ્લિમ દેશો તથા ચીની પ્રોપેગેંડાએ તમને પૂરી રીતે ખરીદી લીધા છે. તમે માત્રને માત્ર તમારા ફાયદા માટે ઊભા છો. બીજા લોકો જે ઈચ્છે છે, તેના પ્રત્યે તમે બેશરમ બનીને અસહિષ્ણુતા દાખવો છો. તમે તમારી લાલચના ગુલામ હોવા સિવાય કંઈ જ નથી. પછી આ પ્રચાર ના કરો. આ શરમજનક છે.' ટ્વિટરે અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વિટર અકાઉન્ટ સસ્પેન્ડ કર્યું તે વાત અંગે કંગનાએ આ ટ્વીટ કરી હતી.

આ પહેલાં પણ કંગનાએ ટ્વિટરને આડેહાથ લીધું હતું
બે મહિના પહેલાં કંગનાએ ટ્વિટરને હિંદુ ફોબિક ગણાવ્યું હતું. કંગનાએ તસવીર શૅર કરીને કહ્યું હતું, 'પિતા સાથે મારી એક રૅર તસવીર. અમે કોઈ વાત પર સમંત દેખાઈ રહ્યાં છીએ. જોકે, અમારા બંનેમાંથી કોઈને યાદ નથી કે તે વાત કઈ હતી. સાંભળવામાં આવ્યું છે કે સરકાર ટ્વિટર પર બૅન મૂકી શકે છે. ભારતમાં આવું થવું જરૂરી પણ છે. આપણને આ પ્રકારના વિશ્વાસઘાત આપનાર હિંદુ ફોબિક તથા એન્ટી નેશનલ પ્લેટફોર્મની જરૂર પણ નથી.' કંગનાએ આ પોસ્ટ ત્યારે કરી હતી જ્યારે ટ્વિટરે કેન્દ્ર શાસિત પ્રદેશ લેહને જમ્મુ-કાશ્મીરનો હિસ્સો ગણાવ્યો હતો. કેન્દ્ર સરકારે ટ્વિટરને નોટિસ આપી હતી. ત્યારબાદ #BANTWITTER ટ્રેન્ડ થયું હતું.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


bollywood actress Kangana slams Twitter CEO after ban on Trump, asks him to not preach

Source

સોશિયલ મીડિયા હેન્ડલ પરથી મૌની રોયની ગ્લેમર તસવીર શૅર કરી, ડિલીટ કરીને કહ્યું- ભૂલથી આવું થયું હતું

www.divyabhaskar.co.in |

શનિવાર સાંજે (9 જાન્યુઆરી) મૌની રોય અચાનક જ ચર્ચામાં આવી ગઈ હતી. વાસ્તવમાં નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)એ પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પરથી મૌનીની બે ગ્લેમર તસવીર શૅર કરી હતી. કેપ્શનમાં #sexydiva, #beautyfuldiva, #hotgirl, #urbanasian જેવા હેશટૅગ સાથે લખ્યું હતું, 'શનિવારનું તાપમાન વધી ગયું છે. મૌની રોય ઘણી જ આકર્ષક લાગે છે.' જોકે, થોડીવારમાં જ આ પોસ્ટ ડિલીટ કરી દેવામાં આવી હતી.

NSEએ ભૂલ માટે માફી માગી
પોસ્ટ ડિલીટ કર્યાં બાદ નેશનલ સ્ટોક એક્સચેન્જે પોતાની ભૂલ માટે માફી માગી હતી. માફી માગતા કહ્યું હતું, 'આજે 12.25 વાગે NSEના હેન્ડલ પરથી એક બિનજરૂરી પોસ્ટ કરવામાં આવી હતી. NSE અકાઉન્ટ હેન્ડલ કરનારી એજન્સથી આ ભૂલ થઈ હતી અને એક માનવીય ભૂલ હતી. કોઈ હેકિંગ થયું નહોતું. અસુવિધા બદલ અમે અમારા ફોલોઅર્સની માફી માગીએ છીએ.'

સોશિયલ મીડિયા યુઝર્સે મજાક ઉડાવી
NSEએ પોતાની ભૂલ બદલ માફી માગી હતી. જોકે, સોશિયલ મીડિયા યુઝર્સે ઘણી જ મજાક ઉડાવી હતી. એક યુઝરે કહ્યું હતું, 'છોકરો પોતાનું અકાઉન્ટ ચેન્જ કરવાનું ભૂલી ગયો.' તો અન્ય એકે કહ્યું હતું, 'ત્વાડા ગલતી ગલતી, સાડા ગલતી પેનલ્ટી.' અન્ય એક એવી કમેન્ટ કરી હતી, 'જે વ્યક્તિ NSEનું ટ્વિટર અકાઉન્ટ હેન્ડલ કરે છે, તેણે બે પેગ એકસ્ટ્રા પી લીધા હશે.'

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


National Stock Exchange social media handle share Mouni Roy pics and delete

Source

પ્રીટિ ઝિન્ટાની માતા-ભાઈ-ભાભીનો કોવિડ 19નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, કહ્યું- કોરોનાને હળવાશથી ના લો

www.divyabhaskar.co.in |

બોલિવૂડ એક્ટ્રેસ પ્રીટિ ઝિન્ટાએ હાલમાં જ સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને તેના પરિવારના કેટલાંક સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની વાત કહી હતી. જોકે, હવે તો રિપોર્ટ નેગેટિવ આવી ગયો છે. પ્રીટિએ કહ્યું હતું કે તે સમયે તેને લાગતું હતું કે તે 'હેલ્પલેસ તથા પાવરલેસ' છે.

પરિવારની તસવીર શૅર કરી
પ્રીટિએ પરિવારની તસવીર શૅર કરીને કહ્યું હતું, 'ત્રણ અઠવાડિયા પહેલાં મારી માતા, ભાઈ, તેની પત્ની બાળકો તથા કાકા તમામનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અચાનક જ વેન્ટિલેટર્સ, ICU તથા ઓક્સિજન મશીનનો નવો જ અર્થ સમજમાં આવ્યો હતો. હું અહીંયા અમેરિકામાં હતી અને મને લાગતું હતું કે હું હેલ્પલેસ તથા પાવરલેસ છું. તેઓ મારાથી ઘણાં દૂર હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.'

વધુમાં પ્રીટિએ કહ્યું હતું, 'હું ભગવાનની તથા તમામ ડૉક્ટર્સ-નર્સની આભારી છે, જેમણે થાક્યા વગર સતત તેમની સારસંભાળ કરી. જે લોકો કોવિડને ગંભીર ગણતા નથી તેમને ચેતવણી સાથે કહું છું કે તે રાતોરાત જોખમી બની શકે છે. મહેરબાની કરીને ધ્યાન રાખો, માસ્ક પહેરો અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો. આજે જ્યારે તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા ત્યારે હું શાંતિથી સૂઈ શકી અને સ્ટ્રેસ દૂર થયો. હવે નવું વર્ષ હોય એવું લાગે છે.'

પ્રીટિ હાલમાં લોસ એન્જલસમાં પતિ જીન ગુડઈનફ સાથે રહે છે. પ્રીટિ IPLની ટીમ કિંગ્સ ઈલેવન પંજાબની કો-ઑનર છે. દુબઈમાં IPLની 13મી સિઝન રમાઈ ત્યારે પ્રીટિ દુબઈ ગઈ હતી. પ્રીટિ સોશિયલ મીડિયામાં એક્ટિવ છે અને તે અવાર-નવાર અમેરિકાની લાઈફ અંગેની માહિતી ચાહકો સાથે શૅર કરતી રહી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Preity Zinta’s mother-brother-sister-in-law’s covid 19 report came positive, said- don’t take Corona lightly

Source

પ્રિયંકા ચોપરાએ કમલા હેરિસનું વોગ કવર પેજ શૅર કરીને કહ્યું, 'મહિલા, એક ભારતીય મહિલા'

www.divyabhaskar.co.in |

અમેરિકન વોગ મેગેઝિનના કવર પેજ પર અમેરિકાનાં વાઈસ-પ્રેસિડેન્ટ કમલા હેરિસને જોતાં બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા ઘણી જ ખુશ થઈ છે. પ્રિયંકાએ સોશિયલ મીડિયામાં વોગનું કવર પેજ શૅર કરીને કહ્યું હતું કે એક ભારતીય મહિલા ટૂંક સમયમાં જ વ્હાઈટ હાઉસમાં જશે.

સોશિયલ મીડિયામાં પોસ્ટર શૅર કર્યું
પ્રિયંકા ચોપરાએ મેગેઝિનનું કવર પેજ શૅર કરીને ગયા અઠવાડિયે અમેરિકામાં કેપિટલ હિલમાં જે હિંસા થઈ એનાથી પોતાના સ્પેશિયલ મેસેજની શરૂઆત કરી હતી. પ્રિયંકાએ કહ્યું હતું, 'વોશિંગ્ટન DCમાં કેપિટલ હિલમાં આ અઠવાડિયે એવી વસ્તુઓ સામે આવી છે કે એની ભયાનકતા જોયા બાદ આ વચન આપી રહ્યું છે કે માત્ર 10 દિવસમાં અમેરિકાને નેતૃત્વનું આ પ્રકારનું હકારાત્મક ઉદાહરણ વારસામાં મળશે. એક મહિલા, એક મહિલાનો રંગ, એક ભારતીય મહિલા. એક બ્લેક વુમન. એક મહિલા જેનાં પેરન્ટ્સ અમેરિકાની બહાર જન્મ્યાં હતાં. બીજું કંઈ ખાસ હોઈ શકે છે, વાઈસ-પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયાં બાદ નાનકડી છોકરી માત્ર એવી દુનિયા અંગે જાણે છે, જ્યાં એક મહિલા અમેરિકાની ઉપરાષ્ટ્રપ્રમુખ છે. તે ભારતમાંથી આવે છે, એક દેશ (વિશ્વભરના અન્યની જેમ) જ્યાં ઘણી મહિલા નેતાઓ છે, અમેરિકામાં તે પહેલી મહિલા બનશે એ વિશ્વાસ કરવો મુશ્કેલ છે. જોકે આ અંતિમ નહીં હોય એ વિશ્વાસ સાથે. '

આ પહેલાં પ્રિયંકા ચોપરા વોગના કવર પેજ પર જોવા મળી હતી
પ્રિયંકા ચોપરા વોગ અમેરિકાના કવર પેજ પર વર્ષ 2019ના જાન્યુઆરી અંકમાં જોવા મળી હતી. પ્રિયંકા ચોપરા પહેલી ભારતીય સેલેબ હતી, જે વોગ અમેરિકાના કવર પેજ પર આવી હતી.

વોગે પર કમલા હેરિસનો ફોટો શૅર કર્યો તો વિવાદ થયો
વોગના ફેબ્રુઆરી ઈસ્યુમાં કમલા હેરિસ કવર પેજ પર જોવા મળશે. વોગે પોતાના સોશિયલ મીડિયામાં કમલા હેરિસની તસવીરો શૅર કરી હતી. એક તસવીરમાં કમલા હેરિસ ગ્રીન-પિંક બેકગ્રાઉન્ડમાં જોવા મળે છે, જ્યારે અન્ય તસવીરમાં ગોલ્ડન બેકગ્રાઉન્ડમાં જોવા મળે છે. જોકે તસવીરો શૅર કર્યા બાદ જ વિવાદ ઊભો થયો હતો. સોશિયલ મીડિયામાં યુઝર્સે વોગ પર એવો આક્ષેપ મૂક્યો છે કે તેણે મેગેઝિનના કવર પેજ પર કમલા હેરિસના સ્કીન ટોનને યોગ્ય રીતે બતાવવામાં આવ્યો નથી. યુઝર્સે 'વ્હાઈટવોશિંગ'નો આક્ષેપ પણ કર્યો છે. આ ઉપરાંત યુઝર્સે ફોટોઝને વ્યવસ્થિત રીતે એડિટ ના કર્યા હોવાની વાત પણ કરી હતી. યુઝર્સે આ અંગે પોતાના નારાજગી પ્રગટ કરીને સોશિયલ મીડિયામાં ગુસ્સો વ્યક્ત કર્યો છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


પ્રિયંકા ચોપરા તથા કમલા હેરિસ

Source

અનિલ કપૂરે આર્થિક તંગીને કારણે મજબૂરીમાં 'અંદાજ' અને 'હીર રાંઝા' જેવી ફિલ્મો કરી હતી, કહ્યું- તે સમયે પરિવાર સંકટમાં હતો

www.divyabhaskar.co.in |

બોલિવૂડ એક્ટર અનિલ કપૂર અત્યાર સુધી 100થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. હાલમાં જ તેની ફિલ્મ 'Ak Vs Ak' રિલીઝ થઇ છે. આ ફિલ્મોને લઈને અનિલે ઘણા ઇન્ટરવ્યૂ કર્યા છે. હાલમાં જ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં અનિલ કપૂરે પોતાના કરિયર સાથે જોડાયેલો એક મોટો ખુલાસો કર્યો છે. અનિલે જણાવ્યું કે તેના કરિયરના શરૂઆતના દિવસોમાં એક એવો સમય આવ્યો હતો જ્યારે તેમણે માત્ર પૈસા માટે અમુક ફિલ્મો મજબૂરીમાં કરવી પડી હતી. કારણકે તે સમય તેનો પરિવાર આર્થિક તંગીનો સામનો કરી રહ્યો હતો.

મેં માત્ર પૈસાં માટે આ ફિલ્મો સાઈન કરી હતી
અનિલે કહ્યું, 'મારા કરિયરના શરૂઆતના દિવસોમાં મારો પરિવાર આર્થિક તંગીમાંથી પસાર થઇ રહ્યો હતો. માટે મેં માત્ર પૈસા માટે અમુક ફિલ્મો સાઈન કરી હતી અને આ વાતનો મને કોઈ અફસોસ પણ નથી. હું તે ફિલ્મોના નામ પણ જણાવી શકું છું. ત્યારે મેં માત્ર પૈસા માટે 'અંદાજ', 'હીર રાંઝા' અને 'રૂપ કી રાની ચોરો કે રાજા'માં કામ કર્યું હતું, કારણકે મારો પરિવાર આર્થિક તંગી સામે લડી રહ્યો હતો. માટે તે દરમ્યાન ઘરના જે સભ્યને જે પણ કામ મળી રહ્યું હતું , તે કામ તેમણે કર્યું જેથી અમારો પરિવાર આ સંકટમાંથી બહાર આવી શકે.' અનિલની ફિલ્મ 'રૂપ કી રાની ચોરો કે રાજા' 1993માં રિલીઝ થઇ હતી જે ખૂબ ખરાબ રીતે ફ્લોપ થઇ હતી.

પરિવારનું ધ્યાન રાખવા માટે કંઈપણ કરી શકું છું
અનિલે આગળ કહ્યું, 'હું અને મારો પરિવાર ભાગ્યશાળી છીએ કે અમારો તે સમય હવે પાછળ છૂટી ગયો છે અને ત્યારથી અત્યારસુધી અમારે એટલી કઠિન પરિસ્થિતિઓનો સામનો નથી થયો પણ આવનારા સમયમાં ક્યારેય મારા મિત્ર, મારા પરિવાર સામે ફરી આવી કોઈ મુશ્કેલી આવે છે. તો હું કોઈપણ પ્રકારનું કામ કરવાથી પાછળ નહીં હટી જાવ. હું મારા પરિવારનું ધ્યાન રાખવા કંઈપણ કરી શકું છું. ક્યારેક અમારા નસીબ ફરી પલટાયા અને અમારો ફરી ખરાબ સમય આવ્યો, ત્યારે પણ હું કંઈપણ કરવા માટે તૈયાર રહીશ જેથી હું મારા પરિવારનું ધ્યાન રાખી શકું.'

ઇન્ડસ્ટ્રીમાં કોઈપણ સ્થિતિમાં તમે પાછળ હટી ન શકો
બોલિવૂડમાં કરિયર પર અનિલે કહ્યું, 'જો ઇન્ડસ્ટ્રીમાં તમે ખુદને સ્થાપિત કરવા ઈચ્છો છો તો તમારે 100% આપવું પડે છે. અહીંયા કોઈપણ સ્થિતિમાં તમે પાછળ હટી શકતા નથી. તમારે આ ઇન્ડસ્ટ્રીમાં ટકી રહેવા માટે હિંમત અને પેશનની જરૂર છે. હું આ ઇન્ડસ્ટ્રીને મારું ઘર માનું છું. હું આના માટે જ બન્યો છું અને હું મારા અંતિમ શ્વાસ પણ અહીંયા જ લઈશ.'

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Anil Kapoor Reveals Films He Did For Money, Would Do It Again If He And His Family Falls On Bad Times

Source

રજનીકાંતનો રાજકારણમાં આવવા દબાણ કરતાં ચાહકોને નામ મેસેજ, કહ્યું- 'મને વારંવાર તકલીફ ના આપો'

www.divyabhaskar.co.in |

રજનીકાંતે ફરી એકવાર રાજકારણમાં ના આવવાનો પોતાનો નિર્ણય જાહેર કર્યો છે. સોમવાર, 11 જાન્યુઆરીના રોજ રજનીકાંતે ચાહકોને નામ એક સોશિયલ મીડિયા પોસ્ટ શૅર કરી હતી. રજનીકાંતે તમિળમાં શૅર કરેલી આ પોસ્ટમાં કહ્યું હતું, 'મેં પહેલાં જ વિગતવાર કહ્યું છે કે હું કયા કારણોસર રાજકારણમાં આવીશ નહીં. મહેરબાની કરીને મને વારંવાર તકલીફ ના આપો અને આ પ્રકારના આયોજન કરીને મને રાજકારણમાં આવવાનું ના કહો.'

ડિસેમ્બરમાં રાજકારણમાં ના આવવાનો નિર્ણય લીધો હતો
29 ડિસેમ્બરના રોજ રજનીકાંતે ખરાબ સ્વાસ્થ્યની વાત કરીને રાજકારણમાં ના પ્રવેશવાનો નિર્ણય જાહેર કર્યો હતો. તમિળમાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું કે તે ચૂંટણી લડ્યા વગર જ લોકોની સેવા કરશે. રજનીકાંતે કહ્યું હતું, 'ખેદ સાથે જણાવવું પડે છે કે હું રાજકારણમાં નહીં આવી શકું. હું મારો પક્ષ પણ રચી રહ્યો નથી. આ જાહેરાત કરતાં જે તકલીફ થાય છે એ માત્ર હું જ અનુભવી શકું છું. મને ડૉક્ટરે કહ્યું છે કે મારા બ્લડ પ્રેશરમાં અસામાન્ય વધઘટની સ્થિતિ ઊભી થવી જોઈએ નહીં. જો તેમ થશે તો મારી કિડની પર ખરાબ અસર પડશે. ત્રણ દિવસ ડોક્ટરની દેખરેખ હેઠળ હતો. આને હું ભગવાન તરફથી મળેલી ચેતવણી માનું છું. મારે તેના પર ધ્યાન આપવું પડશે.' વધુમાં રજનીકાંતે કહ્યું હતું, 'મારા આ નિર્ણયથી ચાહકોને નિરાશા થશે, પરંતુ મને માફ કરો.'

ડૉક્ટર્સે આરામ કરવાની સલાહ આપી હતી
સુપરસ્ટાર રજનીકાંતને શુક્રવાર (25 ડિસેમ્બર) સવારે હૈદરાબાદની અપોલો હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. 70 વર્ષીય રજનીકાંતનું બ્લડપ્રેશર વધ-ઘટ થતું હતું. આ સાથે જ તેમને થાક લાગતો હતો. તેમને બે દિવસ બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ડૉક્ટર્સ એક અઠવાડિયું સંપૂર્ણ આરામ કરવાનું તથા ફિઝિકલ એક્ટિવિટી કરવાની ના પાડી હતી.

2021માં વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે રજનીકાંતે સત્તાવાર રીતે રાજકારણમાં ઝુકાવવાનું અને પોતાની રાજકીય પાર્ટી બનાવવાનું જાહેર કર્યું હતું. અભિનેતાએ 2021માં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં લડવાની પણ જાહેરાત કરી હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


south super star Rajinikanth said, My decision final

Source

error:
Scroll to Top