કસ

લવીના લોધ પર મહેશ-મુકેશ ભટ્ટે એક કરોડનો માનહાનિનો કેસ દાખલ કર્યો તો એક્ટ્રેસના પતિએ કહ્યું- હું મહેશ-મુકેશ ભટ્ટનો સંબંધી નથી

www.divyabhaskar.co.in |

એક્ટ્રેસ લવીના લોધના આક્ષેપો પર તેના પતિ સુમિત સભ્રવાલે ચોખવટી કરી હતી. સુમિતે ડ્રગ્સ લેવાનો તથા મહેશ ભટ્ટ-મુકેશ ભટ્ટના સંબંધી હોવાની વાતનો ઈનકાર કર્યો હતો. સુમિતે પોતાના વકીલ ફૈઝ મર્ચન્ટના માધ્યમથી ઓફિશિયલ સ્ટેટમેન્ટ રિલીઝ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે લવીનાએ સુમિતને મહેશ તથા મુકેશ ભટ્ટનો ભાણેજ કહ્યો હતો.

'અમે અમારા ક્લાયન્ટ અંગે ચિંતિત'
સુમિતના વકીલે પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું હતું, 'અમે અમારા ક્લાયન્ટ સુમિત સભ્રવાલ અંગે ચિંતિંત છીએ. ક્લાયન્ટથી અલગ થઈ ચૂકેલી પત્ની લવીનાએ પોતાના વીડિયોમાં જે દાવા કર્યા છે તે ખોટા છે. અમારા ક્લાયન્ટે ખેદ વ્યક્ત કરીને કહ્યું છે કે મહેશ ભટ્ટ તથા મુકેશ ભટ્ટ જેવા સારા લોકોના નામ 2016થી અટકી પડેલા મેરિટલ ડિસ્પ્યૂટ કેસમાં લાવવામાં આવ્યા છે અને તેમનું નામ બદનામ કરવામાં આવી રહ્યું છે.'

ક્લાયન્ટ ભટ્ટ બ્રધર્સના સંબંધી નથી
વકીલે વધુમાં કહ્યું હતું, 'અમે સ્પષ્ટ કરવા માગીએ છીએ કે અમારા ક્લાયન્ટ વિશેષ પ્રાઈવેટ લિમિટેડમાં કર્મચારી છે. તે મહેશ ભટ્ટ તથા મુકેશ ભટ્ટના સંબંધી નથી.' વકીલના મતે, આ કેસમાં મહેશ ભટ્ટ તથા મુકેશ ભટ્ટનું નામ ષડયંત્ર હેઠળ લેવામાં આવી રહ્યું છે. સુમિતનો આક્ષેપ છે કે લવીનાએ આ બધું ડિવોર્સ કેસમાં સેટલમેન્ટ કરાવવા માટે કર્યું છે.

લવીનાએ શું આક્ષેપો મૂક્યા હતા?
થોડાં દિવસ પહેલા લવીનાએ વીડિયો રિલીઝ કરીને કહ્યું હતું, 'મેં મહેશ ભટ્ટના ભાણેજ સુમિત સભ્રવાલ સાથે લગ્ન કર્યા છે પરંતુ ડિવોર્સનો કેસ ફાઈલ કર્યો છે. સુમિત બોલિવૂડ એક્ટ્રેસિસ સપના પબ્બી તથા અમાયરા દસ્તુરને ડ્રગ્સ સપ્લાય કરે છે. આટલું જ નહીં તેના ફોનમાં અલગ-અલગ છોકરીઓની તસવીરો પણ છે. તે ડિરેક્ટર્સને છોકરીઓની તસવીર બતાવે છે અને પછી છોકરીઓ સપ્લાય કરે છે. મહેશ ભટ્ટ આ વાત સારી રીતે જાણે છે. મહેશ ભટ્ટ ઈન્ડસ્ટ્રીના સૌથી મોટા ડૉન છે. તેઓ આખી સિસ્ટમ ઓપરેટ કરે છે. જો તમે તેમના નિયમો માનો નહીં તો તેઓ તમારું જીવન દુષ્કર બનાવી દે છે. મહેશ ભટ્ટે અનેક લોકોનું જીવન બરબાદ કર્યું છે અને તેમને બેકાર બનાવી દીધા છે. તેમના એક ફોન કોલથી લોકો પોતાની નોકરી ગુમાવી દે છે. મેં જ્યારથી કેસ ફાઈલ કર્યો ત્યારથી તેઓ મારી પાછળ હાથ ધોઈને પડ્યા છે. એકવાર તો તેઓ મારા ઘરમાં આવ્યા હતા અને મને ઘરેથી કાઢી મૂકવાનો પ્રયાસ કર્યો હતો. કોઈ મારી ફરિયાદ લેતું નહોતું, અનેક પ્રયાસો બાદ મારી ફરિયાદ લેવામાં આવી પરંતુ અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.'

મહેશ ભટ્ટ પહેલા જ સ્ટેટમેન્ટ રિલીઝ કરીને આ વાત કહી હતી
મહેશ તથા મુકેશ ભટ્ટના પ્રોડક્શન હાઉસ વિશેષ ફિલ્મ્સના લીગલ કાઉન્સિલ નાયક એન્ડ કંપનીએ એક સ્ટેટમેન્ટ રિલીઝ કર્યું હતું. આ સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું હતું, 'લવીના લોધે એક વીડિયો રિલીઝ કર્યો છે. તેણે અમારા ક્લાયન્ટ મહેશ ભટ્ટ પર ખોટાં આક્ષેપો મૂક્યા છે. આ આક્ષેપો બદનક્ષીભર્યા છે અને કાયદામાં તેના ગંભીર પરિણામો પણ છે. અમારા ક્લાયન્ટ આ અંગે કાર્યવાહી કરશે.'

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


લવીનાએ 2010માં હિમેશ રેશમિયાની સાથે ‘કજરારે’ ફિલ્મથી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ પૂજા ભટ્ટે ડિરેક્ટ કરી હતી

Source

મિથુન ચક્રવર્તીના દીકરા મહાક્ષય વિરુદ્ધ રેપ અને જબરદસ્તી અબોર્શનનો કેસ ફાઈલ થયો, પત્ની યોગિતા બાલી પર પણ ઘણા ગંભીર આરોપ લાગ્યા

www.divyabhaskar.co.in |

એક્ટર મિથુન ચક્રવર્તીના દીકરા મહાક્ષય ચક્રવર્તી વિરુદ્ધ મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં લગ્ન કરવાની વાત કરીને રેપ, જબરદસ્તી અબોર્શનનો કેસ ફાઈલ થયો છે. મિથુન ચક્રવર્તીની પત્ની યોગિતા બાલીને પણ આમાં આરોપી બનાવાઈ છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરનારી એક એક્ટ્રેસ મોડલે બંને વિરુદ્ધ કેસ ફાઈલ કરાવ્યો છે.

લેખિત ફરિયાદમાં પીડિત મોડલનો આરોપ

  • પીડિતા અને મહાક્ષય વર્ષ 2015થી રિલેશનશિપમાં હતા. મહાક્ષયે લગ્નનું વચન આપીને તેની સાથે શારીરિક સંબંધ બનાવ્યા હતા.
  • વર્ષ 2015માં મહાક્ષયે પીડિતાને ઘરે બોલાવી અને તેને સોફ્ટ ડ્રિન્કમાં નશીલી દવા આપી હતી અને આ દરમ્યાન મહાક્ષયે પીડિતાના કન્સેન્ટ વગર જ તેની સાથે ફિઝિકલ રિલેશન બનાવ્યા અને પછીથી લગ્નની વાતો કરતો રહ્યો.
  • મહાક્ષય ઉર્ફ મેમો 4 વર્ષ સુધી શારીરિક સંબંધ બનાવતો રહ્યો અને શારીરિક, માનસિક રીતે પીડા આપતો રહ્યો.
  • જ્યારે તેના રિલેશનશિપને કારણે પ્રેગ્નન્ટ થઇ તો મહાક્ષયે તેના પર અબોર્શન કરાવવા માટે દબાણ આપ્યું અને જ્યારે તે ન માની તો તેને અમુક પીલ્સ આપીને તેનું અબોર્શન પણ કરાવી દીધું. પીડિતાના જણાવ્યા મુજબ તેને ખબર ન હતી કે તેને જે પીલ્સ આપવામાં આવી રહી છે તેનાથી તેનું અબોર્શન થઇ શકે છે.
  • મહાક્ષયની માતા અને એક્ટર મિથુન ચક્રવર્તીની પત્નીએ પીડિતાની ફરિયાદ પછી પીડિતાને ધમકાવી હતી અને તેના પર કેસ પાછો લેવા માટે દબાણ પણ બનાવ્યું.

આ ધારાઓ હેઠળ ફાઈલ થયો કેસ
ઓશિવારા પોલીસ સ્ટેશનના વરિષ્ઠ નિરીક્ષક દયાનંદ બાંગરે આ કેસની પુષ્ટિ કરતા કહ્યું કે, 'અમે કેસ ફાઈલ કરી લીધો છે અને તપાસ કરી રહ્યા છીએ.' તેમણે જણાવ્યું કે માતા અને દીકરા વિરુદ્ધ IPCની ધારા 376 (2) (N) (એક જ મહિલાનો વારંવાર રેપ કરવો), 328 (ઝેર અથવા અન્ય માધ્યમથી ઇજા પહોંચાડવી), 417 (ફ્રોડ), 506 (અપરાધિક ધમકી), 313 (મહિલાની સહમતી વગર ગર્ભપાત) અને ધારા 34 હેઠળ કેસ ફાઈલ થયો છે.

પહેલાં પણ મહાક્ષય પર આરોપ લાગ્યા હતા
આ કેસમાં પીડિતાએ કોર્ટની મદદ માગી અને પછી કોર્ટના આદેશ પર કેસ ફાઈલ થયો છે. આવી જ મુશ્કેલીમાં મહાક્ષય પહેલાં પણ ફસાયો હતો. બે વર્ષ પહેલાં 2018માં એક ભોજપુરી એક્ટ્રેસે મહાક્ષય પર લગ્ન કરવાનું વચન આપીને રેપ અને ગર્ભપાત કરાવવાનો આરોપ લગાવ્યો હતો.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


મિથુનનો દીકરો મહાક્ષય ચક્રવર્તી હાલ બોલિવૂડમાં એન્ટ્રી લેવા માટે પ્રયાસ કરી રહ્યો છે.

Source

'બિગ બોસ 14'ના સૌથી મોંઘા કન્ટેસ્ટન્ટ રાધે માની જિંદગી કોન્ટ્રોવર્સીથી ભરપૂર છે, ડોલી બિન્દ્રાએ 2015માં યૌન શોષણનો કેસ ફાઈલ કરાવ્યો હતો

www.divyabhaskar.co.in |

ટીવીના વિવાદિત રિયાલિટી શો બિગ બોસ 14ની આ સીઝનમાં ખુદને દેવી માનો અવતાર ગણાવનારા રાધે માની એન્ટ્રી થવાની છે. ચેનલે તેની પહેલી ઝલક પણ શેર કરી દીધી છે. ખબર મુજબ તો રાધે મા આ વર્ષની સૌથી મોંઘી કન્ટેસ્ટન્ટ છે.

હાલમાં જ આવેલા બોલિવૂડ લાઈફના સમાચાર મુજબ રાધે મા ઉર્ફ સુખવિન્દર કૌરને શોમાં આવવા માટે દર અઠવાડિયે 25 લાખ રૂપિયા આપવામાં આવશે. આટલી વધુ ફી સાથે રાધે મા આ સીઝનના સૌથી મોંઘા કન્ટેસ્ટન્ટ છે. અમુક સમાચાર એવા પણ છે કે રાધે મા બિગ બોસના ઘરમાં માત્ર એક જ અઠવાડિયું રહેશે.

વિવાદિત સ્ટેટમેન્ટને કારણે ચર્ચામાં
સુખવિન્દર કૌર ગુરદાસપુર જિલ્લામાં જન્મી હતી. નાની ઉંમરે જ ભક્તિ માર્ગે નીકળી પડેલી સુખવિન્દરને રાધે મા નામથી ઓળખ મળી. વિચિત્ર કપડાં, બોલ-ચાલ અને અલગ જ પ્રકારે મુશ્કેલીઓનું સમાધાન કાઢવા માટે તે ઘણા ફેમસ થયા. તેઓ તેમના ફેન્સને આઈ લવ યુ ફ્રોમ બોટમ ઓફ માય હાર્ટ પણ બોલે છે.

આ કોન્ટ્રોવર્સીને કારણે રાધે મા ચર્ચામાં રહ્યા

  • બિગ બોસ 4માં દેખાયેલી ડોલી બિન્દ્રા રાધે મા ની ભક્ત રહી ચૂકી છે. એક્ટ્રેસે 2015માં રાધે મા અને તેના અમુક ભક્તો પર મલાડ પોલીસ સ્ટેશનમાં યૌન શોષણની ફરિયાદ દાખલ કરી હતી. ડોલીનો આરોપ હતો કે રાધે મા તેને તેની સાથે ચંદીગઢ સ્થિત એક પંજાબના પોલીસ ઓફિસરના ઘરે લઇ ગઈ હતી. ત્યાં તેઓ તેને એક અજાણ્યા વ્યક્તિ સાથે શારીરિક સંબંધ બનાવવા માટે ફોર્સ કરી રહ્યા હતા. વન ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર તે અજાણ્યો વ્યક્તિ ટલ્લી બાબા નામનો એક માણસ હતો જે રાધે મા સાથે કામ કરતો હતો.
  • ડોલીએ તેની ફરિયાદમાં રાધે મા પર એવો પણ આરોપ લગાવ્યો કે તેના અમુક ભક્તોએ બધા સામે તેની સાથે ખરાબ વર્તન કર્યું. આરોપ એવો પણ હતો કે રાધે માના દીકરાએ ડોલી સામે પોતાના કપડાં ઉતાર્યા હતા. ઓગસ્ટ 2016માં ડોલી બિન્દ્રાએ કહ્યું કે રાધે માના અમુક ભક્ત તેને ધમકી આપી રહ્યા છે.
  • સ્પોટબોયના રિપોર્ટ મુજબ મુંબઈ આધારિત બિઝનેસમેન સંજય ગુપ્તાની દીકરીએ રાધે મા અને તેના સાસુ-સસરા વિરુદ્ધ દહેજ માટે ત્રાસ આપવાનો અને ઘરેલુ હિંસાની ફરિયાદ ફાઈલ કરી હતી. મહિલાનો આરોપ હતો કે રાધે મા તેના સાસુ સસરાને આવું બધું કરવા માટે ભડકાવે છે.
  • વર્ષ 2015માં રાધે માની ઓફિશિયલ વેબસાઈટ હેક થઇ ગઈ હતી. હેકરે વેબસાઈટ પર રાધે માના અમુક વિવાદિત ફોટોઝ શેર કર્યા હતા જેમાં તે મીની સ્કર્ટ અને બૂટ્સ પહેરીને ઘણા બોલ્ડ અંદાજમાં હતા. ફોટોમાં તે બે વ્યક્તિને લલચાવતા દેખાયા હતા.
2015માં રાધે માના ફોટોઝ વાઇરલ થયા હતા.

રાધે મા પહેલાં બિગ બોસ 10માં સ્વામી ઓમ સામેલ થયા હતા. વિચિત્ર વાતો કરનારા બાબાની બિગ બોસ જર્ની ઘણી વિવાદિત રહી હતી. સ્વામી ઓમે શો દરમ્યાન ઘણા લોકો પર વિવાદિત કમેન્ટ કરી હતી. એટલું જ નહીં એક ટાસ્ક જીતવા માટે તેમણે બાની જે અને રોહન મેહરા પર પેશાબ ફેંક્યો હતો. ત્યારબાદ સલમાન ખાને તેમની કડક નિંદા કરીને શોમાંથી બહાર કાઢી દીધા હતા. આવામાં વર્ષો પછી આવી કોઈ પર્સોનાલિટીને શોમાં જોવા દર્શકો માટે રસપ્રદ રહેશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Life Of The Most Expensive Contestant Radhe Maa Of ‘Bigg Boss 14’ Full Of Controversy, Dolly Bindra Filed A Case Of Physical Abuse In 2015

Source

ડ્રગ્સ કેસઃ દીપિકા, શ્રદ્ધા, સારા, રકુલ પ્રીત સહિત 7 લોકોને NCBએ નોટિસ મોકલી

gujarati.oneindia.com |
મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ એન્ગલ સામે આવ્યા બાદ નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ પોતાની તપાસનો વિસ્તાર વધારી દીધો છે. જે અંતર્ગત ડ્રગ્સ કેસમાં નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ સહિત 7 લોકોને નોટિસ મોકલી

Source

વિવેક ઓબેરોયના સાસરે CCBના દરોડા, કેસ દાખલ થતાં જ સાળો આદિત્ય અંડરગાઉન્ડ, ફોન પણ બંધ કરી દીધો છેસેન્ડલવૂડ ડ્રગ્સ કેસમાં અત્યાર સુધી સાતથી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. સેન્ટ્રલ ક્રાઈમ બ્યૂરો (CCB) પોલીસે મંગળવાર, 15 સપ્ટેમ્બરના રોજ આદિત્ય અલ્વાના ઘરે દરોડા પાડવા માટે સર્ચ વોરન્ટ જાહેર કર્યું હતું. ત્યારબાદ કર્ણાટકમાં હેબ્બલ સ્થિત હાઉસ ઓફ લાઈવ્સ એટલે કે કર્ણાટકના પૂર્વ મંત્રી જીવરાજ અલ્વાના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ઉલ્લેખનીય છે કે આદિત્યને ડ્રગ્સ સિન્ડિકેટમાં આરોપી છે.

પોલીસ હજી પણ આદિત્યને પકડી શકી નથી
આદિત્ય અંગે CCBના સોર્સે કહ્યું હતું કે તેના મુખ્ય આરોપીઓ સાથે ઘણાં જ નિકટના સંબંધ છે અને તે ત્રણ પાર્ટીઓમાં ગયો હતો. કોટ્ટનપેટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ડ્રગ્સ કેસમાં આદિત્યને પણ આરોપી બનાવવામાં આવ્યો છે. રાગિની જે પાર્ટીમાં હતી, તે પાર્ટીમાં આદિત્ય પણ ગયો હતો. આ માહિતી મળ્યા બાદ પોલીસે આદિત્યને પકડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ હજી સફળ થઈ શક્યા નથી.

21 ઓગસ્ટથી આ કેસ ચાલી રહ્યો છે
કહેવામાં આવ્યું છે કે આદિત્ય વારંવાર શહરે કે જગ્યા બદલી રહ્યો છે. તેણે પોતાનો ફોન પણ સ્વિચ ઓફ કર્યો છે. પ્રોડ્યૂસર-ડિરેક્ટર ઈન્દ્રજીત લંકેશે CCB સમક્ષ હાજર થઈને માહિતી આપી હતી કે સેન્ડલવૂડ ઈન્ડસ્ટ્રીમાં ડ્રગ્સ સ્કેન્ડલ ચાલી રહ્યું છે. તેમણે 15 લોકોના નામ પણ આપ્યા હતા.

બે એક્ટ્રેસ કસ્ટડીમાં
સોમવાર, 14 સપ્ટેમ્બરના રોજ બેંગલુરુ કોર્ટે ડ્રગ્સ કેસમાં પૂછપરછ માટે રાગિણી દ્વિવેદીને 14 દિવસ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધી છે. તો સંજના ગલરાનીને ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી છે. 11 દિવસ પહેલા રાગિણી, સંજના ઉપરાંત લૂમ પેપર સાંબા, રાહુલ, નિયાઝ રાંકા, વીરેન, રવિશંકરની ડ્રગ્સ કેસ હેઠળ અરેસ્ટ કરવામાં આવ્યા હતા. આ તમામની પૂછપરછ થઈ રહી છે. EDએ પણ હવાલા એંગલથી આ કેસની તપાસ શરૂ કરી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Vivek Oberoi’s brother-in-law Aditya Underground as soon as the case was registered.

Source

રિયાના વકીલે કહ્યું- હાઈકોર્ટમાં જામીન અરજી કરવામાં ઉતાવળ નહીં કરીએ, ED રિયા વિરુદ્ધ નવો કેસ દાખલ કરી શકે છેમુંબઈની ભાયખલા મહિલા જેલમાં રિયા ચક્રવર્તી બંધ છે. વકીલ સતીશ માનશિંદેએ કહ્યું હતું કે બોમ્બે હાઈકોર્ટમાં જામીન અરજી કરવામાં તેઓ ઉતાવળ કરવા માગતા નથી. હજી તેઓ સેશન્સ કોર્ટના ઓર્ડરની નકલનું બરોબર વિશ્લેષણ કરવા માગે છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ બંનેની ધરપકડ કરી હતી અને નીચલી અદાલતે બેવાર જામીન અરજી નામંજૂર કરી હતી. તો બીજી બાજુ ED રિયા વિરુદ્ધ નવો કેસ દાખલ કરી શકે છે.

અપડેટ્સ
– ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલ અનુજ કેસવાણીને 23 સપ્ટેમ્બર સુધી જેલ પાછળ ધકેલી દેવામાં આવ્યો છે.
– શોવિકના મિત્ર સૂર્યદીપ મલ્હોત્રાના મુંબઈ સ્થિત ઘરમાં NCBએ સોમવાર (14 સપ્ટેમ્બર)ના રોજ દરોડા પાડ્યા હતા. સૂર્યદીપની ડ્રગ્સ પેડલિંગના આક્ષેપમાં ધરપકડ કરવામાં આવી છે.
– ભાજપ સાંસદ રવિ કિશને કહ્યું હતું કે ડ્રગ્સ ટ્રાફિકિંગ તથા એડિક્શન વધી રહ્યું છે. પડોશી દેશો આપણાં યુવાઓને બરબાદ કરવાનું ષડયંત્ર રચી રહ્યા છે. ચીન તથા પાકિસ્તાનથી દર વર્ષે ડ્રગ્સની તસ્કરી થઈ રહી છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ડ્રગ્સની લત વધી રહી છે. NCBએ અનેક લોકોની ધરપકડ કરી છે. કેન્દ્ર સરકારને અપીલ છે કે કડક કાર્યવાહી કરવામાં આવી અને દોષીતને જલદી પકડવામાં આવે.

અત્યારસુધીમાં 16 લોકોની ધરપકડ થઈ
NCBએ 8 સપ્ટેમ્બરના રોજ રિયાની ધરપકડ કરી હતી. ED રિયા વિરુદ્ધ નવો કેસ દાખલ કરી શકે છે. ડ્રગ્સ એંગલમાં અત્યારસુધીમાં 16 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં ઓટો-ડ્રાઈવર તથા રેસ્ટોરાંનો માલિક સામેલ છે. હાલમાં જ NCBએ કરમજિત સિંહ, ડ્વેન ફર્નાન્ડિઝ, અંકુશ અનરેજા, સંદીપ ગુપ્તા તથા આફતાબ ફતેહ અન્સારીની ધરપકડ કરી હતી.

ફર્નાન્ડિઝ સુશાંતને ગાંજો તથા ચરસ સપ્લાય કરતો હતો
NCBના એક અધિકારીએ કહ્યું હતું કે ફર્નાન્ડિઝ ગાંજો તથા ચરસની ડીલ કરતો હતો. તે શોવિક ચક્રવર્તીનો સહયોગી છે. અધિકારીએ વધુમાં કહ્યું હતું કે NCBને શંકા છે કે ફર્નાન્ડિઝ જ સુશાંતને ડ્રગ્સ સપ્લાય કરતો હતો.

ડ્રગ્સમાં અત્યારસુધીમાં કોઈપણ સેલિબ્રિટીની તપાસ થઈ રહી નથી
બે દિવસ પહેલાં ટાઈમ્સ નાઉમાં રિયા ચક્રવર્તીના હવાલેથી ખુલાસો કરવામાં આવ્યો હતો કે રિયાએ સારા અલી ખાન, રકુલપ્રીત સિંહ, સિમોન ખંબાટા, રોહિણી અય્યર તથા ડિરેક્ટર મુકેશ છાબરાનાં નામ આપ્યાં છે. જોકે NCBએ આ તમામ અટકળોનું ખંડન કર્યું હતું અને કહ્યું હતું કે અત્યારસુધીમાં બોલિવૂડની એકપણ જાણીતી હસ્તી રડાર પર નથી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


રિયા હાલમાં મુંબઈની ભાયખલા મહિલા જેલમાં બંધ છે અને કોર્ટે 22 સપ્ટેમ્બર સુધીની જ્યુડિશિયલ કસ્ટડી મંજૂર કરી છે.

Source

error:
Scroll to Top